રીડગુજરાતી : પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતીના આજે પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત છે ! મોટાભાગના અખબારો અને સામાયિકોમાં ‘તંત્રી લેખ’નો વિભાગ રોજેરોજ અથવા નિયમિતરૂપે પ્રકાશિત થતો હોય છે. તેના દ્વારા સંપાદક કે તંત્રી પોતાના વિચારો અને અનુભવો વાચકો સાથે વહેંચતા હોય છે. પરંતુ રીડગુજરાતી પર એવો કોઈ વિભાગ ન હોવાથી વર્ષમાં એક જ વાર આપ સૌની સાથે વાતો કરવાનો મોકો આ વર્ષગાંઠ નિમિત્તે મળે છે. આમ, આ દિવસ વિશેષ યાદગાર બની રહે છે.

ઘણા દિવસથી મને એમ થતું હતું કે ક્યાંથી શરૂઆત કરું ? આખા વર્ષ દરમિયાન અનેક ઘટનાઓ, પ્રસંગો અને અનુભવોમાંથી પસાર થવાનું બને છે પરંતુ એ તો બધું સમય વીતતા ભૂલાઈ જાય છે. વિચાર કરતાં મને એમ લાગ્યું કે રીડગુજરાતીના પાયાના કેટલાક ઉદ્દેશોથી શરૂઆત કરું. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાના મૂળ ઉદ્દેશોને સ્મરણમાં રાખીને ચાલે તો ભૂલા પડવાની શક્યતા ઓછી થઈ જાય છે. સમય વીતે તેમ એ ઉદ્દેશો ભૂલાતા જાય છે તેથી એને સતત સ્મરણમાં રાખવા જરૂરી લાગે છે.

હમણાં થોડા દિવસો પહેલાં મારે એક પુસ્તક વિમોચનમાં જવાનું થયું. મારી બાજુમાં એક પરિવાર હતો. તેમના આશરે પાંચમા-છઠ્ઠામાં ભણતા દીકરાએ એના પિતાને એક વેધક સવાલ પૂછ્યો : ‘પપ્પા, આ આગળની બધી જ ખુરશીઓમાં બેઠેલા લોકોના વાળ સફેદ છે. તે હેં પપ્પા, સાહિત્યમાં શું બધા બુઢ્ઢા લોકો જ આવે ?’ મેં મનોમન એને શાબાશી આપી. સવાલ એકદમ યોગ્ય હતો. સાહિત્યને આપણે જાણે નવરા અને ઘરડાં લોકોની પ્રવૃત્તિ બનાવી દીધી છે ! જેને કંઈ કામ ના હોય એ પુસ્તક વાંચે. એટલે જાણે પુસ્તક વાંચવું એ નિવૃત્ત લોકોની પ્રવૃત્તિ છે ! સાહિત્યને આપણે જીવન સાથે કેમ જોડી શકતા નથી એ મોટો સવાલ છે. આ ખોટી છાપ ભૂંસીને સાહિત્યને સમાજના અત્યંત વ્યસ્ત એવા યુવાવર્ગના હાથમાં મૂકવું એ રીડગુજરાતીનો પહેલો પાયાનો ઉદ્દેશ છે. સાહિત્યમાંથી જીવનની તમામ સમસ્યાઓના સમાધાન મળી શકે છે એની ખાત્રી સમાજને થવી જોઈએ. નિવૃત્ત વડીલો શોખ કે સમયપસાર કરવા સાધન તરીકે પુસ્તકનો ઉપયોગ કરે તેમાં કંઈ ખોટું નથી, પરંતુ જેણે જીવનના સંગ્રામમાં ઝઝૂમવાનું છે તેની માટે સાહિત્ય ઢાલ સમાન બની રહે તો જ સાહિત્યનો કંઈક અર્થ છે. જેવી રીતે સમાજના અમુક ક્ષેત્રોમાં પુરુષોનું વર્ચસ્વ તૂટ્યું અને સ્ત્રીઓ માટેના દ્વાર ખૂલ્યાં એ રીતે સાહિત્યમાં હવે યુવાપેઢી રસ લેતી થાય તે ઈચ્છનિય છે.

આજે દિલ ખોલીને વાત કરવાની છૂટ છે તેથી મારા વ્યક્તિગત અભિપ્રાયો પણ આપની સાથે વહેંચવાનું મન થઈ આવે છે. હું અંગત રીતે એમ માનું છું કે સર્જકે પણ એ તપાસવું રહ્યું કે તેના લેખ સમાજના ક્યા વર્ગ સુધી પહોંચે છે. શું તે યુવાવર્ગને અસર કરી શકે છે ? શું તેના વાચકોમાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે ? શું મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતો યુવાવર્ગ તમારા લેખોમાંથી પ્રેરણા મેળવી શકે છે ? ફક્ત સીમિત વાચકવર્ગ નહીં, લોકહૃદય સુધી પહોંચે તે જ સાચો લેખક ! જાણીતા વૈજ્ઞાનિક ડૉ. પંકજભાઈ જોશી સાથે વાત કરતાં મેં એકવાર કહ્યું હતું કે પુસ્તક વિમોચન રાખવાનું સૌથી ઉત્તમ સ્થળ તો શાળાનું પ્રાંગણ છે. ભલે એ ભૂલકાંઓ પુસ્તક ખરીદવાના નથી પરંતુ એમના ચિત્ત પર એક છાપ પડી જશે કે મારી ભાષામાં આ પ્રકારના પુસ્તકો પ્રગટ થાય છે. મને લાગે છે આપણે આખો ‘એપ્રોચ’ બદલવો પડશે. ‘સૌરાષ્ટ્રની રસધાર’ને પકડીને બેસી રહેવાથી નહીં ચાલે. પ્રાચીન સાહિત્યને સાથે લઈને અર્વાચીન સાહિત્યનો પણ સ્વીકાર કરવો પડશે. જો ખરા અર્થમાં ભાષા અને સાહિત્યને આગળ લઈ જવી હશે તો સમાજની સાંપ્રત સમસ્યાઓ સાહિત્યમાં પ્રતિબિંબિત થવી જોઈએ. માત્ર કલા નહિ, પરંતુ જીવનના સ્તર પર પણ સાહિત્ય આપણને ઉપયોગી થઈ શકે છે એવો વિશ્વાસ યુવાપેઢીમાં પેદા કરવો પડશે. થોડાક સમારંભો, ઉદ્દઘાટનો, સભાઓ અને પુણ્યતિથિની ઉજવણીઓ ઓછી કરીને સાહિત્યને યુવાવર્ગને વધારે ને વધારે ઉપયોગી કેવી રીતે બનાવવું તે સર્જકોએ પણ વિચારવું પડશે.

મને ઘણીવાર અમુક વાચકોનો ઈ-મેલ આવે કે આજે ફલાણા સાહિત્યકારની પુણ્યતિથિ છે તો પણ એમનો કોઈ લેખ કેમ નહીં ? – બધા જ સાહિત્યકાર પ્રતિ આપણો આદર હોય તે સ્વાભાવિક છે. પણ રીડગુજરાતી કંઈ બધાની પુણ્યતિથિઓ ઉજવવાનો જાહેર મંચ નથી. જે તે દિવસે જે તે સાહિત્યકારની કૃતિની કોઈક સુંદર વાત આપણા દિલને સ્પર્શી જાય તે જ દિવસે તેમની સાચી પુણ્યતિથિ ઉજવાઈ ગઈ તેમ સમજી લેવું ! ઉજવણી કરવા માટે શું ગોઠવણો જરૂરી હોય છે ? પિતા-પુત્રનો પરસ્પર પ્રેમ વ્યક્ત કરતો કોઈ લેખ જ્યારે આપણી આંખ ભીંજવી દે ત્યારે જ સાચો ‘ફાધર્સ-ડે’ માની લેવો ! રીડગુજરાતી ગોઠવણો પ્રમાણે નહીં ચાલે. હા, દિવાળી-હોળી જેવા મુખ્ય તહેવારોનું થોડું સ્મરણ કરી લઈએ બાકી સાહિત્યનો પ્રવાહ એની રીતે વળાંક લેશે. એ કઈ રીતે ચાલશે એની મને પણ ખબર હોતી નથી.

ઘણીવાર લોકો વાતવાતમાં પૂછતા હોય છે કે ‘હવે આગામી સોમવારે કયા લેખો આવશે ?’ – હું ખરેખર કહું છું કે બે દિવસ પછી કયા લેખો આવશે એ જરાય નક્કી હોતું નથી. નેવું ટકા લેખોનું ટાઈપિંગ આગલે દિવસે જ થતું હોય છે. મારી તો એવી અનુભૂતિ રહી છે કે હું લેખોને શોધતો નથી, પણ લેખો જ મને શોધી લે છે ! જે જે જરૂરી પુસ્તકો હોય છે એની મેળે આવી જાય છે. જ્યારે જે લેખ મુકવાનો હોય એની વ્યવસ્થા આપોઆપ થઈ જાય છે. ઘણીવાર હું વિચારું કે આ દિવસે ફલાણો લેખ એકદમ યોગ્ય રહેશે પણ છેલ્લી ઘડીએ બધી ગણતરીઓ ઊંધી વળી જાય અને કોઈક બીજો જ લેખ મૂકવાનું નક્કી થાય છે. ઘણીવાર દુ:ખ પણ થાય કે આટલો સરસ લેખ પસંદ કર્યો હતો અને તેને મુલતવી રાખવો પડ્યો પણ પછી વાચકોનો પ્રતિભાવ વાંચું ત્યારે ખ્યાલ આવે કે જે થયું એ સારા માટે જ થયું. એકવાર એક વાચકે લખ્યું હતું કે ‘આ લેખ વાંચીને ખરેખર મારા મનને રાહત થઈ. હું બહુ જ ડિપ્રેશનમાં હતો. જો આ મને ના સમજાયું હોત તો મારું શું થાત ?’ – ત્યારે મને સમજાય છે કે ક્યારે કયા લેખો પ્રકાશિત કરવા એમાં મારી ટૂંકી બુદ્ધિ ચાલી શકે તેમ નથી. નિયતિ એ નક્કી કર્યું હશે એ પ્રમાણે થતું હશે. ઘણા પુસ્તક હજી એવા છે જે મેં બે વર્ષ પહેલાં ખરીદ્યા હોય પણ હજી એમાંનો કોઈ લેખ લઈ શકાયો ન હોય. ઘણા કિસ્સાઓમાં એવું પણ થયું છે કે બે કલાક પહેલા કોઈ લેખકે મોકલેલો લેખ તુરંત લેવાઈ ગયો હોય ! આથી કોઈ વાચક કે લેખક પૂછાવે કે મારો લેખ ક્યારે પ્રકાશિત થશે તો હું એવો ટૂંકો જવાબ આપવાનું જ પસંદ કરું છું કે ‘પ્રકાશિત થશે એટલે તમને જણાવીશ !’

રીડગુજરાતીના બીજા પાયાના ઉદ્દેશ વિશે વાત કરવી છે જેનો અર્થ ‘સાહિત્ય’ શબ્દમાં સમાયેલો છે. સાહિત્યનો અર્થ છે ‘જે સૌનું હિત કરે તે.’ હવે સવાલ એ છે કે કોઈનું હિત કેવી રીતે કરી શકાય ? હિત કરવું એટલે કોઈનું ભલું કરવું. થોડું વધારે સૂક્ષ્મતાથી વિચારીએ તો કોઈની સમસ્યા કે તકલીફને દૂર કરીને તેને આનંદિત કરવું એ માણસનું હિત કરવા બરાબર છે. જેમાં વ્યક્તિનું શ્રેય સમાયેલું છે તે તરફ તેને દિશા આપવી એટલે હિત કરવું એમ પણ કહી શકાય. સાહિત્ય માનવીની તકલીફોને દૂર કરીને તેને મનોરંજનની સાથે આનંદ પણ આપે છે. તે માણસને વિચારતા કરી મૂકે છે. આ પ્રકારના સાહિત્યને જનસમૂહ સુધી લઈ જવું એ રીડગુજરાતીનો ઉદ્દેશ છે. અગાઉ આપણે વાત કરી તેમ, સાહિત્ય એટલે માત્ર કલાનું પ્રદર્શન જ નહિ, પણ એનું જીવન સાથેનું સીધું જોડાણ. કોઈ વાર્તા કે કવિતા કેવળ શબ્દોની રમત ન બની રહેતા આપણા જીવનને મહત્વનો સંદેશ આપે તો જ તે ઉપયોગી સિદ્ધ થાય છે. સાહિત્ય આચરણીય હોવું જોઈએ. હિન્દી સાહિત્યકાર મુનશી પ્રેમચંદજીએ કહ્યું છે કે “ આપણી કસોટી પર એ જ સાહિત્ય ખરું સાબિત થશે, જેમાં ઉચ્ચ કક્ષાનું ચિંતન હોય, સ્વતંત્રતાનો ભાવ હોય, સૌંદર્યનો સાર હોય, સર્જનનો આત્મા હોય અને જીવનની સચ્ચાઈઓનો પ્રકાશ હોય – જે આપણામાં ગતિ, સંઘર્ષ અને બેચેની જન્માવે એ જ ખરું સાહિત્ય.”

માતા બાળકનું હિત ઈચ્છે છે તેથી તે તેને કડવી દવા પીવડાવાનું મૂકી શકતી નથી; તે રીતે સાહિત્ય આનંદ તો આપે જ છે પરંતુ ક્યારેક આપણા હિતમાં થોડી કડવી લાગે તેવી વાતો પણ આપણી સમક્ષ મૂકી આપે છે. તે આપણને તંદુરસ્ત બનાવવા ઈચ્છે છે. કોઈ વ્યક્તિ બીજાનું ભલું ત્યારે જ કરી શકે જ્યારે એ સ્પર્ધાથી મુક્ત હોય. આ રીતે વિચારીએ તો સાહિત્યનું સ્પર્ધાથી મુક્ત હોવું જોઈએ. એમાં કંઈ નંબર મેળવવાની દોડ ન હોય ! જગતના અમુક ક્ષેત્રો ધંધાકીય અભિગમ છોડીને પોતાની પવિત્રતા જાળવી રાખે તો કેટલું સારું ! સાહિત્ય અને સાહિત્યકાર સ્પર્ધાથી દૂર રહે તો જ તેઓ ખરા અર્થમાં સમાજના હિતનું કામ કરી શકશે. આ દષ્ટિકોણથી રીડગુજરાતી પર ‘જીવનપ્રેરક’ સાહિત્યને વધારે અગ્રિમતા આપવામાં આવે છે. નવોદિતો જ્યારે પૂછે કે ‘રીડગુજરાતી પર લેખો સ્વીકારવાનું ધોરણ ક્યું ?’ ત્યારે મને આદરણીય સાહિત્યકાર ધીરુબહેન પટેલે કહેલી એક વાત હંમેશા યાદ આવે છે કે ‘જ્યારે તમે લખો ત્યારે યાદ રાખો કે તમારા એ લેખનના વાંચન માટે હજારો લોકો પોતાના જીવનની હજારો મિનિટો આપી રહ્યા છે.’ સાહિત્ય માણસના વિચારો અને સ્વભાવને બદલવાની તાકાત ધરાવે છે. સાચું સાહિત્ય એ અર્થમાં ચોક્કસ પથપ્રદર્શક બની રહે છે એમ વાચકોએ પણ અનુભવ્યું જ હશે.

રીડગુજરાતીના ત્રીજા પાયાના ઉદ્દેશ વિશે થોડી વાત કરીએ. હમણાં થોડા દિવસ અગાઉ આપણે સૌએ નાનકડી દીકરી પ્રિમાની કેટલીક વાર્તાઓ વાંચી. એ આમ અમારા ઘર પાસે રહે એટલે રમવા અને વાંચવા આવે. ક્યારેક વળી સમય મળે તો અમે કોઈ સાહિત્યકારને મળવા જઈએ. એકવાર અમે એક સાહિત્યકારને મળીને પાછા ફરતા હતા ત્યારે તેણે મને વાતવાતમાં કહ્યું કે ‘મને તો લેખક કરતાં એમના પત્ની સાહિત્યકાર હોય એવું વધારે લાગ્યું !’ એની વાત સાચી હતી. માણસમાં રહેલી જુદી જુદી કળા જુદી જુદી રીતે અભિવ્યક્ત થતી હોય છે. કોઈ વ્યક્તિ લખી શકતો નથી માટે તે સાહિત્યકાર નથી એમ જરાય માની ન લેવાય. તેથી મેં પ્રિમાને કહ્યું કે ‘એ છે જીવંત સાહિત્ય !’ એવું જરૂરી નથી કે સાહિત્ય માત્ર બે પૂંઠાની વચ્ચેથી જ મળે. એ તો રસ્તે જતા માણસના કોઈ શબ્દોમાંથી પણ જડી આવે. ‘જીવંત સાહિત્ય’ની ખોજ એ રીડગુજરાતીનો ત્રીજો આયામ છે. રોજિંદી ઘટમાળ વચ્ચે જીવતા માણસના વિચારો, અશિક્ષિત માણસની મૂક સંવેદનાઓ, બાળકોની તાજી ચેતનામાંથી અવતરતા સુવાક્યો અને અશાબ્દિક અનુભૂતિઓ – આ બધું આપણી સામે એવું સાહિત્ય ઊભું કરે છે કે કોઈક નવીન સાહિત્ય-પ્રકારનું જાણે અવતરણ થઈ રહ્યું ન હોય ! ‘ન મે શિક્ષા ન મે જ્ઞાનમ’ માં ધ્રુવભાઈ ગીરના પ્રદેશો અને ત્યાંની લોકરીતિઓનું વર્ણન કરે ત્યારે આપણને ‘જીવંત સાહિત્ય’ એટલે શું તે આપમેળે સમજાઈ જાય. જીવંત સાહિત્ય અનુભવમાંથી ઊતરે છે એટલે જલદી સ્પર્શે છે અને આપણા મન પર ઊંડી છાપ છોડી જાય છે. સામાન્ય માનવીને પણ તે પોતાની વાત હોય એમ લાગે છે. એમાં શબ્દોની ગોઠવણ કે વિશેષણોની ઊંચાઈ હોતી નથી, એમાં તો હોય છે દિલની સહજ વાત. એ જરૂરી નથી કે આ પ્રકારનું જીવંત સાહિત્ય હંમેશા લેખન સ્વરૂપે મળે જ ! એ તો બસ નદીના પ્રવાહની જેમ વહી જાય છે. આપણે આપણા ખોબામાં સમાય તેટલું આચમન કરી લેવાનું હોય છે.

હમણાં એક લેખિકાબેને આ સંદર્ભમાં એમના જીવનનો એક પ્રસંગ મને કહ્યો. એમણે એક દિવસ એમના પતિને પૂછ્યું કે તમે મને શું જોઈને પસંદ કરી ? એટલે કે તમને મારામાં શું દેખાયું કે જે તમને ગમ્યું ? હું સાહિત્યકાર છું એટલે તમે મને પસંદ કરી ? – એ બહેનને અપેક્ષા હતી કે પતિને તો સાહિત્યની શું ખબર હોય ? એ કંઈ બહુ જવાબ નહીં આપી શકે. પરંતુ એમના પતિએ જે જવાબ આપ્યો એ સાંભળીને આ લેખિકાબેન દંગ થઈ ગયા. એમણે એને કહ્યું કે તું લેખિકા છે એટલે કંઈ મેં તને પસંદ નથી કરી. પસંદગી તો હંમેશા વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને જોઈને થાય. કોઈ એક પાસું જોઈને ‘હા’ થોડી ભણી દેવાય ? મારા માટે તારા લેખન કરતાં તારું વ્યક્તિત્વ વધારે અગત્યનું છે.’ – બસ, આ છે જીવંત સાહિત્ય. આપણી આસપાસ રહેતા એવા કેટલાય લોકો જેઓએ કદી કંઈ લખ્યું ન હોય પરંતુ ધ્યાનથી એમને સાંભળીએ તો તેઓમાં પણ સાહિત્યનું ઝરણું ખળખળ વહેતું સંભળાય છે. તે વધારે ને વધારે પ્રગટ થતું રહે એવો રીડગુજરાતીનો ઉપક્રમ રહ્યો છે.

રીડગુજરાતીનો ચોથો ઉદ્દેશ છે વૈવિધ્યપૂર્ણ સાહિત્ય પ્રકાશિત કરવાનો. સાહિત્ય મને હંમેશા ગગન જેવું વિશાળ લાગ્યું છે. એની કોઈ સીમા જડે તેમ નથી. અમુક પ્રકાર હોય તો જ સાહિત્ય એવી સીમિત વ્યાખ્યામાં મન માનતું નથી. જ્યાંથી શુભ અને જીવનપ્રેરક વિચાર પ્રાપ્ત થાય એ બધું જ સાહિત્ય ! વૈજ્ઞાનિક પ્રયોગોથી લઈને ગણિતના દાખલા અને કોઈ વિશિષ્ટ ફિલ્મની જાણકારીથી માંડીને વાનગી સુધીનું તમામ પ્રકારનું વૈવિધ્ય આપણે રીડગુજરાતી પર માણીએ છીએ. આ વિવિધ પ્રકારનું સાહિત્ય જીવનને રસમય બનાવે છે. તેથી જ સતત નવા પ્રકારોને સમાવવાના અનેક પ્રયોગો રીડગુજરાતી પર થતા રહે છે. આ ઉપરાંત, પ્રતિવર્ષ કોઈને કોઈ વિશિષ્ટ પ્રકાર તરફ લેખોનો ઝોક વધારે રહે છે; જેમ કે આ વર્ષે શિક્ષણ અને બાળઉછેરને લગતા પુષ્કળ લેખો પ્રકાશિત કરવામાં આવ્યા જેનાથી આપણને આ વિષયોમાં જુદા જુદા મહાનુભાવોના વિચારો વધારે સ્પષ્ટતાથી જાણવા મળ્યા. એ રીતે હાસ્ય લેખોની પણ પોતાની દુનિયા છે. હા, એ વાત જુદી છે કે ઘણીવાર આપણે હાસ્યલેખોને વધારે ગંભીરતાથી લઈએ છીએ અને ગંભીર લેખોને હસવામાં કાઢી નાખીએ છીએ ! જેમ જેમ વૈવિધ્ય ઉમેરાય છે તેમ તેમ લેખોની ઉંચાઈ પણ વધતી જાય છે. ક્યારેક અમુક પ્રકારના લેખો પહેલી નજરે સમજમાં આવે તેમ હોતા નથી. એના હાર્દ સુધી પહોંચતા આપણને સમય લાગે છે. એ સમય કે ક્ષમતા આપણી પાસે ન હોય તેથી ‘ભંગાર’, ‘ટાઈમપાસ’ કે ‘બકવાસ લેખ’ નો પ્રતિભાવ લખીને આપણે છટકી શકીએ નહીં ! ઘણું સાહિત્ય આપણે ત્યાં એવું છે જે ખૂબ વિચાર માંગી લે છે. તેના ઉપરના સ્તરોમાં તો સામાન્ય વાત જ દેખાતી હોય પરંતુ અંદર કોઈ વિશિષ્ટ તત્વ છૂપાયેલું હોય છે. જેમ આપણું વાંચન વધે તેમ તેની પર વિચારવાનું પણ આપણને ગમતું હોય છે. એવા લેખો પર પ્રતિભાવ આપવામાં ઉતાવળ ન થાય તે હિતાવહ છે !

ટૂંકમાં… સાહિત્ય યુવાવર્ગ સુધી પહોંચે, સમાજનું હિત થાય તેવું જીવનપ્રેરક સાહિત્ય માણવા મળે, જીવંત સાહિત્યને ઓળખવાની દષ્ટિ કેળવાય અને વિવિધ પ્રકારના લેખોનું આચમન કરીને આપણે આપણા જીવનને રસમય બનાવીએ – આ મૂળભૂત ઉદ્દેશોને લઈને રીડગુજરાતીની સાહિત્યયાત્રા ચાલી રહી છે. દર વર્ષની જેમ ફરી એકવાર કહું કે રીડગુજરાતીનો ન તો કોઈ ધંધાકીય હેતુ છે કે ન તો કોઈ મનોરંજનનો હેતુ. મારા મનમાં રીડગુજરાતી માટે પરબની ઉપમા પહેલા દિવસથી રહી છે. રસ્તે જતાં વટેમાર્ગુ જેમ તરસ દૂર કરવા અને પોરો ખાવા પરબ પર બેસે અને પછી સૌ પોત-પોતાના રસ્તે નીકળી પડે એમ આપણે સૌ આ સાહિત્યના વટવૃક્ષની ઠંડકમાં મહાપુરુષો-વિચારકો-લેખકોની કલમના અમૃતનું આચમન કરવા ભેગા મળીએ છીએ અને પછી પોતપોતાના કામે લાગી જઈએ છીએ.

હું માનું છું કે આજનો માનવી થોડો એકલો અને એકાકી થઈ ગયો છે. એની વાત સાંભળે એવું તેની આસપાસ કોઈ છે નહીં. એને એની લાગણી અને સંવેદનાઓ વ્યક્ત કરવી છે પરંતુ બધા જ પોતાની દોડમાં વ્યસ્ત છે. આ સમયે સાહિત્યએ તેને ટેકો આપવાનો છે. તેની લાગણીઓને વાચા આપવાની છે. તેની હતાશા દૂર કરીને તેને ચેતનવંતો બનાવવાનો છે. અને સાહિત્ય આ કામ કરી શકશે એવો મને વિશ્વાસ જ નહીં, સાબિતી પણ છે ! વર્ષ દરમ્યાન અનેક વાચકોએ પોતાના અનુભવો અને લાગણીઓ પોતાના પ્રતિભાવોમાં વહેંચી છે. કોઈને જીવનની નવી દિશા મળી છે, કોઈને સમસ્યામાંથી માર્ગ મળ્યો છે તો કોઈને મૂંઝવણમાંથી બહાર નીકળવા માર્ગદર્શન મળ્યું છે. આ ઉપરાંત અનેક વાચકોએ મારી સાથે પોતાની અનુભૂતિ અંગત ઈ-મેલ દ્વારા વ્યક્ત કરી છે. આમાં રીડગુજરાતીનો ચમત્કાર કે તેની મહત્તાની વાત નથી, આ છે સાહિત્યની અસલ તાકાત. ઉત્તમ સાહિત્ય મડદાં બેઠાં કરી શકે તો જીવતામાં પ્રાણ કેમ ના ફૂંકી શકે ! સારા વાંચનની જીવન પર ચોક્કસ વિધાયક અસર પડે છે. મારી જેમ અનેક વાચકોની આવી અનુભૂતિ રહી છે. એ વાત જુદી છે કે સમય પ્રમાણે વાંચન લેખનનું માધ્યમ હવે બદલાયું છે. સવારે સાત વાગ્યે ઑફિસ જવા નીકળતો માણસ રાતે આઠ વાગ્યે ઘરે પાછો ફરતો હોય ત્યારે તેની પાસે ભલેને ઉત્તમ પુસ્તકોનો ખજાનો પડ્યો હોય, પણ એ માણવાનો એની પાસે સમય રહેતો નથી. શનિ-રવિ સામાજીક જવાબદારીઓમાં તે દબાઈ જાય છે અને આમ જ દિવસો પસાર થઈ જાય છે. આ સમયે જો ઈન્ટરનેટના માધ્યમથી એ ઑફિસમાં નવરાશની પળોમાં (ઘણી ઑફિસમાં એ પળો ખૂબ લાંબી હોય છે !) સારું સાહિત્ય વાંચી શકે તો એનાથી રૂડું શું ? વિશ્વની અનેક મોટી મલ્ટીનેશનલ કંપનીઓ, સરકારી ઑફિસો, અદ્યતન બેન્કો, જાહેર અને ખાનગી પેઢીઓ, શાળાઓ, પુસ્તકાલયો, યુનિવર્સિટીઓ, ધર્મસંસ્થાઓ સહિત અસંખ્ય જગ્યાએ વાચકો રીડગુજરાતીના માધ્યમથી રોજેરોજ સાહિત્ય માણી રહ્યા છે તે મારે મન ખૂબ આનંદની વાત છે. હું માનું છું કે ઈશ્વરકૃપાએ મારી મહેનત સાર્થક થઈ છે. ક્યારેક કલાકોથી લઈને દિવસો સુધી જે પુસ્તકો વાંચવાનો આનંદ મેં માણ્યો છે અને જેનો નશો મારા મન પર કાયમી બનીને છવાઈ ગયો છે એવા ઉત્તમ સાહિત્યને આપ સુધી પહોંચાડવામાં હું નિમિત્ત બન્યો એનાથી વધારે ધન્યપળ જીવનની બીજી કઈ હોઈ શકે ?

સાહિત્યની આ યાત્રામાં મને બીજી મહત્વની વાત એ સમજાઈ છે કે સાહિત્ય પરસ્પર પ્રેમ, સદભાવ અને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરે છે. એ સૌને પોતાના બનાવી લે છે. માનવીના ઉત્તમ ગુણોને તે પ્રગટ કરે છે. જેણે ખરા અર્થમાં વાંચન કર્યું હોય એની પ્રત્યેક ક્રિયામાં તેનો જાગૃત વિવેક દેખાઈ આવે છે. વિચારવાન માણસ પાસે હંમેશા સારા આચરણની અપેક્ષા રખાય છે. કોઈ વાર અમુક વાચકમિત્રો મને પૂછે છે કે રીડગુજરાતી પર Copyright કે Disclaimer ની માહિતી કેમ નથી ? ત્યારે મને કહેવાનું મન થાય છે કે કાયદા કરતા મને મારા વાચકોમાં વધારે વિશ્વાસ છે. સાહિત્ય આપણી ભાષાની સંપત્તિ છે અને એનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવાડવા માટે સાહિત્ય જ કાફી છે, એને કાયદાના ટેકાની જરૂર નથી. વિનોબાજીને કોઈએ પૂછ્યું હતું કે તમે આટલું વિશાળ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું તો તમે એના કોપીરાઈટ કેમ ના રાખ્યા ? ત્યારે એમણે હસીને જવાબ આપ્યો હતો કે આદિ શંકરાચાર્યએ જે સ્ત્રોતો વનો અને જંગલોમાં ગાયા એની રક્ષા કોણે કરી ? શાશ્વત સાહિત્યની રક્ષા પ્રકૃતિ જ કરતી હોય છે અને એ પ્રકૃતિ જ એને સંભાળી લે છે. સાહિત્ય તો ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ રહેવું જોઈએ. કોઈ માણસ અજાણ્યાની ઘરે જાય છે ત્યારે ટેબલ પર પડેલી વસ્તુ ઉપાડીને ખીસ્સામાં મૂકી દેતો નથી. આમ ન કરવા માટે તેને કોઈ કાયદાની કલમો યાદ નથી આવતી, પણ તેને તેના સહજ સંસ્કાર તેમ કરતાં રોકે છે. સાહિત્ય માનવીય સ્વભાવ પર એટલું ઊંડાણપૂર્વક કામ કરે છે કે તેને ખોટું કરવાની ઈચ્છા થાય તો પણ કરવા દેતું નથી. તો પછી ભય શાનો ? આ પ્રેમ અને વિશ્વાસનું ક્ષેત્ર છે. અહીં દરેકે પોતાના વિવેકથી વર્તવાનું છે. કંઈક ખોટું થાય ત્યારે પણ ધીરજ રાખવી કારણ કે સાહિત્ય માર્ગ ભૂલેલા પથિકને પણ માર્ગ પર લાવી જ દે છે, એમાં કોઈ શંકા નથી.

આજે આપની સાથે અંગત વિચારો વહેંચું છું તેથી થોડી મારી વ્યક્તિગત વાતો કરવાની રજા લઉં છું. સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં મને તેનું સૌમ્યરૂપ જરા વધારે પસંદ છે. જે વાર્તામાં આક્રમક, તીવ્ર અને ઉગ્ર સંવાદો હોય, તે ભલેને શ્રેષ્ઠ વાર્તા તરીકે પુરસ્કૃત થઈ હોય તો પણ મને સ્વીકાર્ય નથી. વાદ-વિવાદ, ચર્ચાઓ, આક્ષેપો-પ્રતિઆક્ષેપોની ધમધમતા લેખોને રીડગુજરાતી પર કોઈ સ્થાન હોતું નથી. એ બધાં પ્રસિદ્ધિના સાધનો છે, પ્રસન્નતાના નહીં. એ જ રીતે મારે મન કોઈ મોટો કે નાનો લેખક છે નહિ. મને ફક્ત સર્જકના લખાણથી નિસ્બત છે. એ નવોદિત છે કે અનુભવી છે તેનાથી કોઈ મતલબ નથી. આ કારણોથી જ સમગ્ર વર્ષ દરમ્યાનના કુલ લેખોમાં નવી કલમોનું સ્થાન આગળ પડતું રહે છે કારણકે તે દરેક વખતે નવા વિચારોને લઈને આવે છે. કૉલેજમાં ભણતા યુવાન યુવતીઓ લખતા થાય તો આપણને કેટલો બધો આનંદ થાય ! એટલે જ વાર્તા-સ્પર્ધાનું આયોજન ફક્ત નવોદિતો પૂરતું સીમિત રાખવામાં આવે છે. પરંતુ રીડગુજરાતીના દરવાજા સમાજના તમામ ક્ષેત્રના લોકો માટે ખુલ્લાં છે. રીડગુજરાતીના બધા જ લેખો જીવનપ્રેરક અને શિસ્ત સાહિત્યને ધ્યાનમાં રાખીને પીરસવામાં આવે છે પણ એથી કંઈ ફરજિયાત ‘સ્ટાન્ડર્ડ’ જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો હોતો નથી. જે કંઈ સહજ નદીના પ્રવાહની જેમ ચાલે છે, તેમ યાત્રા ચાલતી રહે છે.

તો વાચકમિત્રો, પાંચમા વર્ષના આ મંગલ પ્રભાતે વાતોનો ખજાનો ખૂટે તેમ નથી. આપ સૌના પ્રેમ, લાગણી અને રીડગુજરાતી પ્રત્યેની મમતાનો આભાર શી રીતે માનું ? દેશ-વિદેશના અસંખ્ય વાચકો આર્થિક સહાયતાથી લઈને ટેકનિકલ બાબતો સુધી પોતાની સેવાઓ આપવા સદાય તત્પર રહે છે, એની માટે શું કહું ? તમે સૌ મારા પરિવારના જ સભ્યો છો – બસ, આનાથી વધારે કહેવાના મારી પાસે કોઈ શબ્દો નથી. આપણે સૌ આ ઈન્ટરનેટના ઓટલે ભેગા બેસીને સાહિત્યનું આચમન વર્ષો સુધી કર્યા કરીએ એવી પ્રભુપ્રાર્થના. એ સાથે આપણને સૌને આખું વર્ષ આટલા ઉત્તમ સાહિત્યથી ભીંજવનાર તમામ સાહિત્યકારોને હું નતમસ્તક વંદન કરું છું. આજે રીડગુજરાતી જે કંઈ છે તેની સાચી હકદાર તેમની કલમ છે. રીડગુજરાતીને ઉત્તમ પુસ્તકો ભેટ મોકલનાર તમામ સર્જકો, પ્રકાશકો અને પ્રકાશન સંસ્થાઓને યાદ કરીને તેમનો આભાર વ્યક્ત કરું છું. રીડગુજરાતીની નોંધ લેનાર તમામ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર. જેની પર આ ઈમારત ઊભી છે, સુખ-દુ:ખમાં જેમનું સતત માર્ગદર્શન પ્રાપ્ત થતું રહ્યું છે, સારા-નરસા દિવસોમાં જેમણે હિંમત આપી છે તેવા મારા માતાપિતા, સ્વજનો અને સહૃદયી મિત્રોને હું દિલથી પ્રણામ કરું છું. વિશેષ કંઈ કહેવાનું નથી… બસ, વાંચતા રહેજો અને તમને ગમે તો બીજાને વંચાવતા રહેજો… વડોદરા આવો ત્યારે જરૂરથી પધારશો… ફરી એકવાર આપ સૌને મારા પ્રણામ. અસ્તુ.

લિ.
તંત્રી, રીડગુજરાતી.
મૃગેશ શાહ, વડોદરા.
+91 9898064256

તા.ક. : આવતીકાલે રીડગુજરાતી પર રજા રહેશે જેની નોંધ લેશો. નવા બે લેખો સાથે શનિવારે ફરી મળીશું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધોધમાર – ડૉ. રેણુકા એચ. પટેલ
પ્રેમ એટલે શું – મીરા ભટ્ટ Next »   

130 પ્રતિભાવો : રીડગુજરાતી : પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ – તંત્રી

 1. Jayshree says:

  Happy Birthday to Readgujarati.com…!

  Oh yes, its your birthday as well 🙂

  Wishing you to many many happy returns of the day..!!

 2. હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ .

 3. Rajan says:

  Wish ReadGujarati and Mr. Mrugeshbhai a many many happy returns of the day and have a great year ahead with lots of new and amazing articles.
  રીડગુજરાતીએ પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો અને તંત્રીશ્રીએ ? 😉

 4. Ajit Desai says:

  Happy Birthday to Read Gujarati and Mrugeshbhai

  Congratulations and Bestwishes to you all

  Satam jiva Sharada…..

  God bless you and all the readers of Read Gujarati

 5. Nirupam Avashia says:

  Congratulations to Read Gujarati on Birth day.Many many happy returns of the day.
  Nirupam Avashia

 6. Chintan says:

  ખૂબ સુંદર મૃગેશભાઈ એ જે સાહિત્ય ની વાત કરી તે સીધી દિલ માં ઉતરી જાય તેવી છે….આજના આ તદ્દ્ન વ્યાવસાયિક જમાના માં આ દૂષણ થી સર્વથા મુક્ત રહી વાચકો ની સેવા કરવા બદલ રીડ્ગુજરાતી અને મૃગેશભાઈ ને હાર્દિક અભિનંદન ….. ભગવાન કરે અને રીડગુજરાતી ના 50 મા વર્ષે પણ આમ કોમેંટ લખવાનો મોકો મળે…..

 7. sima shah says:

  પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે હાર્દિક અભીનંદન અને શુભેચ્છાઓ……………….

  અને હાં………તંત્રીશ્રીને પણ જન્મદિવસ મુબારક હો.

  આજનો લેખ બહુ ગમ્યો.આભાર.
  મને તો હજુ બે-ત્રણ દિવસ પહેલા જ આ સાઈટની ખબર પડી……….
  દિલ ખુશ થઈ ગયુ…….
  ફરી એક વાર, આભાર
  સીમા

 8. dr sudhakar hathi says:

  આશીર્વાદ
  આપની વાત તદન સાચી
  બાલકો ને વાચતા કરો થોડુ બાલ સહિત્ય પન પ્રકાશિત કરો
  ગુજરતી સાહીત્ય વિસ્વ ને અરપન કરવા બદલ આભીન્દન

 9. Mukesh Pandya says:

  શ્રી મૃગેશ્ભઈ અને રીડગુજરાતીને અનેક શુભેચ્છાઓ. તંત્રીલેખમાં એક વાતનો ઉમેરો કરું કે જાણ્યે અજાણ્યે રીડગુજરાતી, ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો પુરુષાર્થ કરી રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ.

 10. Vaishali Maheshwari says:

  Congratulations to ReadGujarati on completing four years successfully and entering in the fifth year.

  I wish ReadGujarati has a long lasting life, may it prosper and reach to the greatest heights of success.

  Happy Birthday to ReadGujarati and a very Happy Birthday to Mrugeshbhai as well.
  આપ દોનો જિયો હઝારો સાલ, સાલ કે દિન હો પચાસ હઝા૨…

  It was wonderful to read this long article published today. It covered all important aspects.

  Thank you.
  Keep smiling both of you: ReadGujarati and Mrugeshbhai.

  Warm wishes from all of us 🙂

 11. તુમ જિયો હજારો સાલ, સાલકે દિન હો પચાસ હજાર

 12. prakruti says:

  ખૂબ ખૂબ શુભકામનાઓ
  આવનારા વર્ષોમાં પણ આવી અનેકઘણી પ્રગતિ કરતા રહો…તેવી શુભેચ્છા.
  વિઝન રાવલ
  પ્રકૃતિ રાવલ

 13. G.J.Panchal says:

  read gujaratine happy birthday.

 14. રીડગુજરાતીને અને મૃગેશભાઇ જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

  રીડગુજરાતી સાહિત્યના કોઇ ચોક્ક્સ બીબામાં ન ઠળેલુ રહે તેવો તમારો પ્રયત્ન સફળતો ચોક્ક્સ થયો છે. રીડગુજરાતી ઉત્તરો ઉત્તર પ્રગતી કરતુ રહે અને સૌને સાહિત્યના દરેક પાસાનો ખ્યાલ આપતુ રહે તેવી શુભેચ્છાઓ.

  સૌ વાચકો ની તૃષા રીડગુજરાતી તૃપ્ત કરતી રહે તેવી આશા.

 15. Happy Birthday to Readgujarati.com…!

 16. Paresh C. Pandya says:

  Dear Sir,

  wish you all the best, i am pray to god for best wishesh,
  congrulation for enter in 5th year read gujarati
  congrulations

  paresh pandya

 17. મૃગેશભાઈ,

  હાર્દિક અભિનંદન… અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  રીડ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં એક સીમાસ્તંભ બની રહી છે એ આપના નિસ્વાર્થ પ્રયત્નો અને અથાગ મહેનતનુંજ પરીણામ છે…

  જીગ્નેશ અધ્યારૂ

 18. ખુબ ખુબ અભિનન્દન….!
  ૫-મુ વર્ષ પણ પ્રગતિમય રહો એવિ હ્રદયથી શુભેચ્છા..!

  આવી જ રીતે ગુજરતિ સહિત્યકારોની જન્મતિથિ દર્શાવવામા આવે તો આપના આભરી થઈશ.

 19. khushboo shah says:

  મ્રુગેશ ભાઇ ,

  આપને ખુબ ખુબ અભિનનદન્.

 20. Devang Kharod says:

  Heartiest wishes to READGUJARATI.COM…
  this is my the best birthday gift too.

 21. કેતન રૈયાણી says:

  પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશની ખૂબ ખૂબ શુભકામનાઓ…

  મૃગેશભાઇ, આપે જે યજ્ઞ સમાન કાર્ય આદર્યું છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આપ અને રીડગુજરાતી દીર્ઘાયુષી થાવ એવી પ્રભુને પ્રાર્થના…!!!

 22. હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ .

 23. trupti says:

  WISH YOU MANY HAPYY RETRUNS OF THE DAY, READ GUJARATI.

  HOPE MANY MORE TO COME.

  CONGRADULATONS TO MRUGESH BHAI AND HIS TEAM ALSO.

 24. Janakbhai says:

  Dear Mrugeshbhai,
  Heartily well wishes for readgujarati.com. Whatever you have depicted here is really true. Your ideas and love for placing ‘SANSKAR’ through readgujarati is too much praise worthy. No doubt many of the articles and stories and literary creation have inspired people and it has proved ‘ Literature is reflection of life.’ Salute to you and your team work. Buck up.
  Janakbhai

 25. તરંગ ભાલચન્દ્ર હાથી says:

  ખુબ ખુબ અભિનન્દન રીડગુજરાતી, ભગવાન શિવજી મૃગેશભાઇને રીડગુજરાતીને સર્વોત્તમ બનાવવાની શક્તિ આપે તેવી આશા.

  તરંગ ભાલચન્દ્ર હાથી
  ગાંધીનગર.

 26. Dr. Bharat Parikh says:

  મૃગેશભાઈ,

  હાર્દિક અભિનંદન… અને પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશની ખૂબ ખૂબ શુભકામનાઓ…

  ભરત પરીખ

 27. જીતેંન્દ્ર જે. તન્ના says:

  રીડગુજરાતી માટે પરબની ઉપમા પહેલા દિવસથી રહી છે. રસ્તે જતાં વટેમાર્ગુ જેમ તરસ દૂર કરવા અને પોરો ખાવા પરબ પર બેસે અને પછી સૌ પોત-પોતાના રસ્તે નીકળી પડે. કેટલુ સાચુ કહ્યું છે મૃગેશભાઈ. રીડગુજરાતી પાંચ વરસથી પરબ બનીને બધાની સાહિત્યની તરસ છીપાવતુ રહ્યુ છે.

  મૃગેશભાઈ, આપે ‘ગમતાનો ગુલાલ કરીએ ગુલાલ’ એ વાતને સાર્થક કરી બતાવી છે.

  પાંચમાં વર્ષમાઁ મંગલપ્રવેશ માટે હાર્દિક શુભેચ્છા અને અભિનંદન.

 28. shivangi purohit says:

  that’s great….wish u a very happy birthday and many many happy eturns of the day..
  keep it up!!!

 29. pragnaju says:

  પાંચમા વર્ષમાં
  પ્રવેશ નિમિત્તે
  અભીનંદન
  અને શુભેચ્છાઓ

 30. Hetal says:

  Happy Birthday to Readgujarati and Mrugesh Bhai… 🙂
  Wishing you all success in your life…

 31. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

 32. dhiraj thakkar says:

  Wish ReadGujarati and Mr. Mrugeshbhai a many many happy returns of the day

 33. Sahil Shah says:

  Mrugesh bhai,

  Thanks for Sharing your Thoughts.
  You have been inspiration due to your determination and dedication to Sahitya and ReadGujarati.
  Seeing and knowing your strong beliefs and values behind your dedication and your work is such a rare gift.

  Instead of we giving you a gift on b’day, you gave us this gift by sharing your thoughts.
  My heartiest wishes for happiness and bliss in your life.

 34. Ritesh Shah says:

  Happy Birthday to Readgujarati and Mrugesh Bhai…
  i just love to read the Readgujrati..keep it up!!!
  Regards
  Ritesh Shah

 35. Ali Reza Masani, Dubai says:

  ખુબ સરસ.
  અભિનન્દન.

  હુ દુઆ કરુ કે ઈન્શાઅલ્લાહ મારા દીકરા ના દીકરા મારી જેમ રીડ ગુજ્રરાતી પર રૉજ ના બે લેખ વાંચે.
  (આમીન.)

 36. Pinki says:

  મૃગેશભાઈ અને રીડગુજરાતીને,

  જન્મદિને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન….. !!

 37. Girish says:

  મૃગેશભાઈ, આજના મંગલમ પ્રભાતે
  જ્ન્મદિન
  ની મંગલ કામના ઓ
  સહ્
  શત શરદ નું નિરામય
  દીર્ઘાયુ યશ કિર્તિ
  અને સિદ્ધિ સાંપડે તેવિ ઈશ પ્રાથના સહ્
  અભિનંદન

 38. ગુજરાતી ભાષાની કોઈએ ઉડાવી ઠેકડી અને તેમાંથી જન્મ થયો રીડ ગુજરાતીનો અને તે પણ સંપુર્ણ બિન-ધંધાકીય સ્વરૂપ સાથે..!!

  મૃગેશભાઈ
  છેલ્લા ચાર વર્ષની તમારી મહેનતથી કંઈ કેટલાયને નવી દ્રષ્ટી મળી હશે.
  ઉત્તમ સાહિત્ય નિયમીત પીરસતો રીડ ગુજરાતીનો આ ઓટલો હવે તો નિયમીત વાચકોને મળવાનું સ્થળ બન્યો છે.

  આ ઓટલા પર બધા જ પ્રકારનું સાહિત્ય પીરસવામાં આવે છે. ખાસ કરીને જીવનને દ્રષ્ટી આપનાર સાહિત્ય પીરસવાનો વિચાર ઉમદા છે. યુવા વર્ગ ગુજરાતી સાહિત્ય નિયમીત વાંચે અને તેના પર પોતાના વિચાર રજુ કરે તે ગુજરાતી સાહિત્યની એક પ્રકારે સેવા જ છે. ગુજરાતી સાહિત્યનો વારસો વાચકો જ જાળવશે. ભાષાની મર્યાદામાં રહીને વિચારોને મુક્તપણે વહેવા દો.

  બધી જ દિશાઓમાંથી શુભ વિચારો મારા મનમાં આવીને વસો.

  શુભેચ્છાઓ સાથે..

  આભાર.

 39. Archana Damania says:

  Many Many Happy Returns of the Day to Read gujarati and Mukeshbhai.

  You are doing great job.

  Archana

 40. dipak says:

  ખુબ ખુબ અભિનન્દન.

 41. jitendra v. panchal says:

  CONGRATULATION TO MRUGESHBHAI FOR HIS KIND GESTURE AND SELFLESSNESS MADE A LOT OF DIFFERENCE.IT IS REALLY NICE OF HIM BY SHARING HIS THOUGHTS N MY BEST WISHES AND GREAT SUCCESS TO READGUJARATI.COM

 42. Ravi says:

  Very Very Congratulation to Mrugesh bhai !!
  tame youth no test jani and smay sathe chali ne aa website through je sathitya
  and gujarati language ne LIVE rakhi chhe ae really Best chhe!!

  SAHITYA WORLD NA AA MORDEN GURU “Shree MRUGESH BHAI” ne mara VANDAN !!

  Love “ReadGujarati.com” !!!!!

 43. swati says:

  Very Very Happy Returns Of The Day To MRUGESHBHAI & HAPPY BIRTH DAY TO READ GUJARATI & All GUJARATI PEOPLE WHO LOVE &READ GUJARATI.

 44. Hemant Nanavaty - Junagadh says:

  My Dear Mrugesh,
  Many happy returns of the day,my lots of good wishes to you and ReadGujarati.
  Salute to your great contribution for “Matrubhasha”

 45. Jagat Dave says:

  વડોદરામાં ગઈ કાલે ધોધમાર વરસાદ પડયો….આવી જ કોઈ મોસમ હશે……..ને રીડ ગુજરાતી નુ બીજ સ્ફુર્યુ હશે.

  આ વરસાદ વરસતો રહે ને……વડોદરામાં પાંગરેલો આ વડ સમગ્ર વિશ્વમાં તેની વડવાઈઓ ફેલવતો રહે.

  ખુબ શુભેચ્છાઓ.

 46. Manish Joshi says:

  KEM CHHO MARA GUJJUBHAIO
  READGUJARATI NE 5 VARAS PURA THAYA TE GHANI KHUSHI NI VAAT CHHE,LONG LIVE READGUARATI,AABHAR SATHE, AAVAJO

  MANISH JOSHI-KUWAIT (ag)

 47. આજ ના દિને મૃગેશભાઈ આપને તથા રીડ ગુજરાતી ને જન્મદિન ની શુભકામનાઓ. રીડ ગુજરાતી નિરંતર પ્રગતિ કરતું રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ સાથે…

 48. suresh says:

  પાચમા વર્શમા પ્રવેશ ….ધન્યવાદ્.

 49. Megha says:

  Wish you All the Best for coming years Mrugeshbhai! Hope one day we can have your very own ‘Ardhi sadi ni Vaachan Yatra’ ! Cheers!

 50. kalpanadesai says:

  Mrugeshbhai,
  dilne sparshi jato tantrilekh! Khub j pardarshi vichaarone karane
  Read Gujarati aaje paanch pagalaan net par maandi shakyun chhe.
  Khub khub abhinandan ane shubhechchhao saathe salaam.

 51. a says:

  Happy B’day to you,
  Happy B’day to you,
  Happy B’day dear “readgujarati”
  Happy B’day to you………

 52. મૃગેશભાઈ
  આપને અને રેીડ ગુજરાતેીને ખુબ ખુબ અભિન્ઁદન ! આપનેી પુસ્તકોના વિમોચન શાળામાઁ બાળકોનેી હાજરેીમેી કરવાનેી વાત ખુબ જ ગમેી. બાળકોને ગુજરાતેી વાઁચતા કરેીશુઁ તો આપોઆપ તમામ વયના ગુજરાતેીઓ પુસ્તકો વાઁચતા થશે અને વસાવતા પણ થશે.આપણેી માતૃભાષાનુ ગૌરવ પ્રસ્થાપિત કરવામાઁ આપનો અને રેીડગુજરાતેીનો અમુલ્ય ફાળો છે અને આવનારા દિવસોમાઁ પણ રહેશે તે નિસ્ઁદેહ છે. રેીડ ગુજરાતેી અને તમે જેીઓ હજારો સાલ ઓર સાલ કે દિનો હો પચાસ હજાર્ ખુબ ખુબ અભિન્ઁદન !
  સ-સ્નેહ
  અરવિઁદ

 53. Yashasini says:

  મુર્ગેશ જિ,

  ખુબ ખુબ અભિનન્દન્

  wish you and read gujarati both many many happy returns of the day. happy birthday.

  may god shower all his best wishes and blessing always on you.

  and you continue to share good articles and stories for ever and ever to young generation of today.

 54. Tushar says:

  Happy B’day dear “readgujarati”

 55. Ritesh Mehta says:

  Many Many Happy Returns of the Day to Readgujarati and to you too.

 56. Vikram Bhatt says:

  ખુબ ખુબ અભિનંદન તેમ જ આવી ને આવી રીતે સાહિત્યની પરબ પર અને ઇન્ટરનેટના ઓટલે હર હંમેશ મળતા રહીયે એવી આશા ને વિશ્વાસ સાથે,,,

 57. Sandhya Bhatt says:

  તમારી નિખાલસ વાત વાંચી..ખરેખર, લોકો સુધી પહોંચે તે જ સાચું સાહિત્ય.તમારા સાચી દિશાના પ્રયત્નો માટે અભિનંદન.

 58. SAMIR PANDYA says:

  HEARTY HAPPY BIRTHDAY TO readgujarati.com

  KEEP IT UP AND TAKE IT HIGHER…….

 59. સ્નેહીશ્રી મૃગેશભાઈ,
  પ્રથમ તો આપને આપની વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન. અને રીડ ગુજરાતી.કોમની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે બમણા અભિનંદન.
  આપની સાહિત્ય સેવા આવી જ રીતે પાંગરે અને ફૂલેફાલે એવી પ્રભુ પ્રાર્થના.આપને, આપના પરિવારને પ્રભુ તંદુરસ્તી બક્ષે અને આપની પ્રગતિ થાય એવી હાર્દિક શુભેચ્છા.
  રીડગુજરાતીનો હું અંગત ઋણી છું!
  આપ જે વરસો વરસ વાર્તા સ્પર્ધા યોજો છો એ એક અનોખી સાહિત્ય સેવા છે. મને ખ્યાલ નથી કે આવી કોઈ આંતરરાષ્ટ્રિય ગુજરાતી વાર્તા સ્પર્ધા હોય. કે જેમાં સાવ નિષ્પક રીતે તંદુરસ્ત માહોલમાં સ્પર્ધા યોજાતી હોય. માતબર ગુજરાતી માસિક/ સાપ્તાહિક/ અખબાર જે નથી કરી શકતા અને નથી કરતા એવી અમુલ્ય સ્પર્ધા આપ યોજો છો અને સાવ અજાણ્યા લેખકને વિશ્વવિખ્યાત બનાવો છો.
  રીડ ગુજરાતી માટે આપે કહ્યું જ છે કે એ ગુજરાતી સાહિત્યનો ફ્લાય ઓવર છે.
  આપને ફરી અભિનંદન અને આવી સેવા માટે આભાર.

 60. dilip says:

  OUR BEST WISHES ARE ALWAYS WITH YOU.

 61. DHANJI THONTIA says:

  HAPPY BIRTHDAY TO read gujarati.com

  MY BEST WISHES ARE ALWAYS WITH YOU

  KEEP IT UP
  DHANJI THONTIA KARACHI PAKISTAN

 62. dhrutika says:

  અભિનંદન….આ પાંચ સાલમાં ભારતથી દૂર રહેતા અમારા જેવા દરેક ને ગુજરાત ની નજીક લાવવા બદલ…..

 63. Veena Dave, USA says:

  ખુબ ખુબ અભિનન્દન . ગુજરાતી અને ગુજરાતીઓ મા્ટે તમે ખુબ સરસ કામ કરયુ છે. ભઈલા, તારા ઉમદા વિચારો માટે્અભિ્નન્દન..

  GOD BLESS YOU AND READGUJARATI.

 64. Batuk Sata says:

  HAPPY BIRTHDAY TO “readgujarati”

 65. Moxesh Shah says:

  મૃગેશભાઈ,

  Many Many Happy Returns of the Day for U and Read Gujarati.

  I become very imotional, after reading your articles. In present world, it’s very hard to get such purest form of literature and thoughts, which have flown out naturally from the deepest of the heart.

  You really deserve the salute form all the Sahitya Lovers of Gujarati for unconditional love and services.

  With Best Wishes for always,
  Moxesh Shah.

 66. kamlesh naik says:

  નમસકાર

  અભિનદન

  ખુબ સરસ

 67. Ramesh Patel says:

  લોકહૃદય સુધી પહોંચે તે જ સાચો લેખક ….આપની વાત

  શ્રી મૃગેશભાઈ આપતો ગુર્જરવાસીના હૃદયે સ્નેહથી રમી રહ્યા છો.
  પાંચમા વર્ષના મંગલ પ્રવેશે મનભરીને શુભેચ્છા કે જેથીવાચકો
  લાભાન્વિત થયા કરે.

  અભિનંદન
  રમેશ પટેલ(આકાશદીપ)

 68. nayan panchal says:

  સાહિત્યનો અર્થ છે ‘જે સૌનું હિત કરે તે.”

  મૃગેશભાઈ,

  સૌ પ્રથમ તો આપને જન્મદિવસના ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. અને રીડગુજરાતીએ પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આગળની યાત્રા માટે શુભકામનાઓ.

  રીડગુજરાતી તો હવે દિનચર્યાનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. ખરેખર, તમે ગુજરાતી સાહિત્ય માટે, વાચકો માટે જે કર્યુ છે તે શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. જેટલુ ગૌરવ રીડગુજરાતી સાહિત્યનુ લે છે, તેટલુ જ ગૌરવ રીડગુજરાતી માટે પણ લેવાવુ જોઈએ. ગુજરાત તમારુ સદાય માટે ઋણી રહેશે.

  પુસ્તકોનુ વિમોચન માટેનુ શ્રેષ્ઠ સ્થળ શાળાનુ મેદાન હોવુ જોઈએ, કેટલી સાચી વાત. આજ સુધી કોઈના ધ્યાનમાં કેમ નહી આવી હોય (મેં સાંભળ્યુ નથી કે કોઈ પુસ્તકનુ વિમોચન શાળા-કોલેજમાં થયુ હોય).

  વચ્ચે ક્યાંક વાંચ્યુ હતુ ક કોઈક દેશમાં હેરી પોટરના પુસ્તકને અભ્યાસક્રમમાં સમાવવામાં આવશે જેથી બાળકોનો ઈન્ટરનેટ, ટીવી અને કમ્પયુટર ગેમ્સના યુગમાં વાંચનમા રસ જળવાઈ રહે. આપણે અહીં પણ અભ્યાસક્રમમાં એક આખુ પુસ્તક (ઓપ્શનલ વિષય) જ મૂકી દેવાનુ જેને બાળકો માણી શકે અને ગોખણપટ્ટી વગર તેમા ‘સ્કોર’ કરી શકે.

  લગ્નપ્રસંગે કે અન્ય શુભ પ્રસંગોએ ફૂલોના બુકેને બદલે પુસ્તકોની, તેના લવાજમની (નવનીત સમર્પણ જેવા) ભેટ આપો. અરે, કોઈકના મરણ પ્રસંગે પણ અન્ય કશુંક વહેંચવાને બદલે (જો રિવાજ હોય તો), મરનારની યાદમાં મોતીચારો કે આચાર્ય વિજય રત્નસુંદર સૂરિના સારા પુસ્તકો વહેંચો.

  મલ્ટીપ્લેકસમાં એક મૂવી જોવા કરતા (ટિકિટ દીઠ ખર્ચ રૂ. ૧૫૦ એવરેજ) એક સારુ પુસ્તક (મૂલ્યઃ અમૂલ્ય) ખરીદવુ. આ તો એવા ગુજરાતીઓ માટે જેઓ પુસ્તકને dead investment ગણે છે અને જેમને ચોપડી કરતા ચોપડામાં વધુ રસ છે.

  મારા બે પૈસા, (અમેરિકનો my two cents કહે છે તેમ)
  નયન

 69. ઈન્દ્રેશ વદન says:

  ખુબ સરસ. હાર્દિક અભિનંદન.

  નવા વર્ષમાં રોજના બે ને બદલે ત્રણ લેખો મૂકવાનો આગ્રહ.

  એક નવો વિભાગ શરુ કરવો જોઇએ, જ્યાં જાણીતા લેખકોની લોકપ્રિય વાર્તાઓની archives હોય. Readgujarati should aspire to become the central repository of any popular gujarati story, novel or article.

  Congrats again!

 70. Niraj says:

  અભિનંદન…

 71. ભાવના શુક્લ says:

  ખુબ ખુબ અભિનંદન મૃગેશભાઈ!

  એક વાત ખરેખર ગમી કે રીડગુજરાતીમા અનેક વખત અનેક લેખો ખરેખર મનને શાતા આપી ડિપ્રેશનના સમયમા મદદરુપ થયા છે.

 72. Vipul Tank says:

  Hi,

  Many Many Happy Returns of the Day….

  Happy Birth Day to YOU…

  May you have many more years of happiness and success ahead…!

  Have a Good Day…..!!!

  With Best Regards,
  VIPUL K. TANK
  Document Controller

 73. પ્રિય રિદ ગુજ્રતિ, READ GUJRATI, જનમ્દિન નિ ખુબ ખુબ મઉબરક્બદ્
  શતમ જિવેત શરદમ્!!!

 74. વિશાલ says:

  ખુબ ખુબ અભિનંદન………

 75. Chirag Patel says:

  Happy Birthday ReadGujarati… & Congratulations to Mrugesh Bhai….

  Thank you,
  Chirag Patel

 76. એ રામ રામ…

  ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ સહ ….

  અમિત, પૂર્વિ ના જય શ્રી કૃષ્ણ…

 77. Neha says:

  ખૂબ ખૂબ અભિનંદન અને… આગળની યાત્રા માટે શુભકામનાઓ!

 78. Javed says:

  ખુબ ખુબ અભિનન્દન !

 79. Harshad Patel says:

  I concur with your assertion in helping others. You are doing a great service to gujarati people here and abroad. Sitting here in U.S. and reading articles is a real pleasure. Selection of articles is perfect.
  With best wishes,

 80. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  પાંચમું પુનિત પગલું પરમાત્માને પ્રાર્થીને પરઠીએ.
  મૃગેશભાઈ, આપ અને રીડગુજરાતી એકબીજાના પર્યાય બની ગયા છો.
  સમજદારી ધરાવતા સમર્થ સાહિત્યકારના સદગુણો આપના તંત્રીલેખમાં ઉપસ્યા છે.
  પરમકૃપાળુ પરમાત્મા આપને ખૂબ ખૂબ સહાય કરે એવી નમ્ર પ્રાર્થના.
  હાર્દિક અભિનંદન.
  આભાર.

 81. Sujata says:

  રીડ ગુજ્રરાતી મ્ હા સા ગ ર અ ને વાં ચ ના રા મ ર જી વા…..જે ટ લી વા ર ડૂ બ કી લ ગા વે મો તી હા થ લા ગે…..ઉચ્ચ કોટિ નૂં સા હિ ત્ય પી ર સ વા બ દ લ અ ભિ નં દ ન્………………..

 82. Hetal says:

  Happy Birthday to you my ReadGujarati.

 83. Vraj Dave says:

  શ્રીશાહસાહેબ,
  આપના તેમજ રીડગુજરાતી ના જન્મ દિવસ ની અંતરની શુભકામના.ફરી ફરી દર વરષ મલતારહીએ તેવી અભિલાષા.
  “પરબ અનેઓટલો”દરેક ના રદિયા મા સ્થાન પામે તેવી પ્રાર્થના આત્મા સ્વરુપ પરમાત્મા ને.
  લેખ વાચતો હતો ત્યારે પ્રતિભાવમાં શું શું લખવું તેપણ વિચારતો હતો. પણ . . . .”દરેક લેખક નથી બની શક્તા”.
  આભાર સાથે દરેક ઓટલા મિત્રોને નમસ્કાર.
  વ્રજ
  .

 84. santosh ekande says:

  અગણિત વર્ષોથી આપણો ગુજરાતી વિશ્વપ્રવાસી રહ્યો છે.
  જેમ જેમ પ્રવાસો ખેડતો ગયો તેમ તેમ વિસ્તરતો ગયો ,આપણો સમાજ વિસ્તારતો ગયો.
  “જ્યાં જ્યાં એક વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ” ની ઉક્તિને સાર્થક કરતો રહ્યો.
  તો પછી ગુજરાતી ભાષાને કેમ નહિ? જયકીશનો જૅક્સન અને મનમોહનો મૅક બન્યા.
  આપણું પોતીકુ રીડગુજરાતી ડૉટ કૉમ જેકો અને મેકોને આપણી ભાષા તરફ પરત વાળવા નિમિત્ત બનશે.
  આપણી (માતૃ) ભાષાસરિતા આમજ અસ્ખલિત વહેતી રહે,અને આપણો વિશ્વવ્યાપી ગુજરાતી સમાજ તેમા ડૂબકી દઈને
  ભાષાશાળી બનતો રહે….
  મૃગેશ સર ને ધન્યવાદ કયા શબ્દોમા આપવો….? શબ્દો જડતા નથી.
  છેલ્લે આપણી રિડગુજરાતીને પાંચમા ઉદભવ દિને અમારા પરિવારિક અભિનન્દન્
  સંતોષ એકાંડે

 85. મારા તરફથી અનેકાનેક શુભેચ્છાઓ ભાઇ !
  ઘરમાઁ સૌને પ્રણામ ! શુભઁ ભવતુ !!

 86. viresh says:

  સ્નેહીશ્રી મ્રુગેશભાઇ …. હાર્દિક અભિનંદન

 87. અભિનંદન મૃગેશભાઈ. રીડગુજરાતીને જન્મદિનની વધાઈ. આ સમૂહ-વાચનયાત્રા વધુને વધુ સામાન્ય જનસમુદાયને લઈને આજ રીતે આગળ વધતી રહે એવી શુભેચ્છાઓ.

 88. Gira Shukla says:

  WOWWWW
  OMGGGGGG 😀 😀 okayyy first of alll Happpy Birthday to you and the readgujarati!!!!!
  and second of all 😀 Loved the new outlet of your site!!! woww.. I haven’t been on it since 6-7 months!!!!! amazing!!!
  Keep it up!!!! Congrates.. Website looks new and ZAKKAASS!! loll 😀 😉

 89. Dinesh Pandya says:

  મૃગેશભાઈ
  રીડ ગુજરાતી

  જન્મદિન મુબારક!
  પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન!
  ચીવટથી ચુંટીને વિવિધ ગુજરાતી સાહિત્ય પ્રકાશિત કરવાની તમારી આ પ્રસંશાપાત્ર પ્રવ્રુતિ વધુ વિકસે અને તમે માતૃભાષાનુ ગૌરવ વધારતા રહો એવી હાર્દિક શુભેચ્છા!

  દિનેશ પંડ્યા

  ની વધાઈ. આ સમૂહ-વાચનયાત્રા વધુને વધુ સામાન્ય જનસમુદાયને લઈને આજ રીતે આગળ વધતી રહે એવી શુભેચ્છાઓ.

 90. Neela says:

  MANY MANY HAPPY RETURN OF THE DAY FOR YOU AND READGUJARATI.

 91. sudhir patel says:

  રીડગુજરાતી અને મૃગેશભાઈ બન્નેને પાંચમા વર્ષના મંગલ પ્રવેશે હાર્દિક અભિનંદન અને સફળતાની અનેક શુભકામનાઓ!
  સુધીર પટેલ, Charlotte, USA.

 92. Pravin Shah says:

  અભિનન્દન મ્રુગેશભાઈ

 93. Pratik Kachchhi says:

  Dear Mrugeshbhai,

  Most of time, (as you had indicated )I go thru Read Gujarati’s article in free time..either at office or Home ( particularly when alone ! ( when wife busy in kitchen on Holiday / Son busy in playing with his friends)…

  Some of readers righly commented about you…

  A job which is taken up by you for Promotion of Gujarati Sahityay and increase its’ reach to more broader readers’ netwrok – is most challenging..

  You are making sure that all articles are propely lined up / your server remain healthy so, readers enjoy reading articles..must wish you Congratulation in achieveing all success…

  We remain away from India – simply pray to THE ALMIGHTY.. Keep you Happy / Healthy at all the time & provide you enough strength / resources to continue achieving your goals & serve Gujarati Sahityay..

  Have a Good Day ..

 94. Gujarati says:

  અભિનંદન.

  સરસ સાહિત્ય સભર માહિતી નો સંગ્રહ.
  પણ રીડ ગુજરાતી નામાભીધાન મા હજુ પણ આપણી અંગ્રેજી ની ગુલામી ની માનસીકતા દેખાઈ આવે છે. ( માફ કરશો.. પણ આ એક મુક્ત અભીપ્રાય છે).
  સરસ , સ્વચ્છ અને શાલિનતા ભર્યુ માહિતી નો સચોટ સંગ્રહ.

 95. preeti says:

  અભિનન્દન….આ ખુબ સરસ વેબસાઇટ છે….go ahead…

 96. રીડગુજરાતી.કૉમ ને ૫માં જન્મદિવસે ખુબ ખુબ અભિનંદન ….
  અને રીડગુજરાતી.કૉમ આ જ રીતે વધુ ને વધુ લોકો માટે મોટા પ્રમાણમાં પ્રેરણાનો સ્ત્રોત બનતો રહે એવી શુભેચ્છાઓ…

 97. nirlep bhatt says:

  સાહિત્યમાંથી જીવનની તમામ સમસ્યાઓના સમાધાન મળી શકે છે એની ખાત્રી સમાજને થવી જોઈએ……well said – all d best & wish you all successes.

 98. Bhavin Kotecha says:

  1st of all

  Happy B’day.

  2nd

  Great Job

  3rd

  Thank you for bringing gujarat outside of gujarat

  4th

  Why holiday 2morow ? it’s birhtday – suppose to give more stories to celebrate b’day

  5th

  Now onwards’ make 3 stories everyday – kid is growing now.. so..

  6th

  request to put one click button to print whole stories in pdf

  7th

  suggestation – all travel stories / receipe suppose to have relevant picture

  8th

  suggestation – it’s gujarati site – have gujarati calender with all tithi – available for whole year

  9th

  last year we have some abcent -‘case technical error – it’s understood – but read a story everyday is habit and without new story – day is like 🙁

  10th :- LOT’S OF LOVE TO READ GUJARATI

 99. Mrugeshbhai,
  Best wishes and congratulations to you as well as readgujarati team.
  Rajyaguru Mahesh

 100. ghanshyam says:

  પાંચમાં વરસમાં પ્રવેશ પ્રસગે ખુબ ખુબ અભિનંદન.
  આવી રીતે લોકો સુધી ગુજરાતિ સાહિત્ય પુરુ પાડતા રહો એવી હાર્દિક શુભકામના.

 101. kishor budhadev says:

  સ્નેહીશ્રી મ્રુગેશભાઇ,

  વર્ષગાંઠ નિમિત્ત હાર્દિક અભિનંદન. ગુજરાત બહારના ગુજરાતીઓ માટે સુન્દર પ્રયાસ.

 102. lagani says:

  Happy biday 2 u Mrugesh Uncle. I am 10 years old and I read your articles regularly. They are very nice. Thanku.

 103. Maheshchandra Naik says:

  જન્મદિવસની અનેક શુભકામનાઓ અને સાહિત્ય જગતને અમારા સુધી (કેનેડા) લઈ આવવા બદલ આપનો આભાર અને વડોદરા આવવાનુ થાય ત્યારે આપની મુલાકાત લેવાનુ મન છે………………..

 104. Sakhi says:

  Happy Birthday to Read Gujrati.Com

  Thanks Murugeshbhai.

 105. Yatri Dave says:

  તમરિ આ સફલતા માતે ખુબ ખુબ અભિનન્દન…ખુબ સુન્દર પ્રયાસ્ આ તમરો કે જેન દ્વઆરા તમામ વાચકો ને સુન્દર મહિતિ મલિ શકે.

 106. Kamal G. Sheth says:

  Jai Sri Krishna Jai Swaminaryan

  happy birthday to Gujarati.com

  Kamal Sheth
  kamaladdis@gmail.com
  nkb.bros@ethionet.et

 107. Ghanshyam Kothari says:

  Cogratulation Mrugesh for completing five years of web site Read Gujarati.Com.
  I always find some inspiring articles from this website which motivate me.
  Keep it up.
  Thanks,
  Ghanshyam

 108. Jayesh Patel says:

  ખુબ જ અભિનન્દન્ુ ગુજઐત મતે કખુબજ સરિ વેબ સઇસડ ચ્હે.

 109. Hitesh Mehta " Hit " MORBI says:

  BAHUJ SUNDAR . SAHITY SARA SAMAJ NU NIRMAN KARE CHE.

 110. Bakul Sugandhia says:

  આભિનંદન. મસ્ક્ત્માં betha Gujarati saahitya saathe sambandh jadavi shakavaama madad karvaa badal aabhar.
  Bakul Sugandhia

 111. Pranav Sheth says:

  ગુજરાતી ભાષાની આવી વેબસઈટ વિશ્વમાં ક્યાંય નથી.
  અઢળક શુભેચ્છા.

 112. Kishor Shastri says:

  Dear Mrugeshbhai,
  Many many Congratulations….when I get time, I used read your site and it’s taking hours together!! And thanks for providing Good Gujarati literature to us outside India… Pl. keep it up…God blessed you.

  Kishorbhai

 113. Smita says:

  મૃગેશભાઈ
  હાર્દિક અભિનંદન
  Read Gujarati.Com.ની અદભુત સફળતા માટે.
  સ્મિતા કામદાર

 114. KAVI says:

  રીડ ગુજરાર્તીને જન્મદિવસની અનેકગણી શુભકામનાઓ

 115. મૃગેશભાઈ,

  આપે સાયબરમતિ અને સાબરમતિ(ગુજ.ભાષા) ના સંગમનું પુણ્ય કાર્ય કર્યુ છે એ માટૅ આપને અભિનંદન જ નહિ પણ માતૃભાષા માટૅ લગાવ ધરાવનારા સૌ વતિ આભાર પણ માનવો જ રહ્યો. ઇશ્વર આપનો માર્ગ સદૈવ પ્રકાશિત રાખે પ્રાર્થના અને શુભકામનાઓ….

  પ્રણવ ત્રિવેદેી

 116. kanu yogi says:

  congratulations mrugeshbhai for your 5 years journey in a form of ‘ read gujarati ‘.you have done a good job for the interested persons in gujarati literature.your hard work and dedication is remarkeble.gujarat wants some more still. we hope you willn give us your best services for the lovers of gujarati literature. i wish you all the success……………………………………………………………………………………….kanu yogi , rajpipla , narmada,gujarat.

 117. pravinshah says:

  હેલ્લો,જ શ્રિ ક્રિફશ્ન
  રેદ ગુજરાતિ આતે અભિનન્દ્ન્ન્..
  પ્રવિન્.શાહ્.
  ૌઉત્ત્રર્ સ્નદા

 118. vishwajit says:

  many many happy rutern of tha day read gujarati
  congrats mrugeshbhai & wish u all the best

 119. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  આપ સૌના પ્રતિભાવ અને પ્રેમભાવ બદલ ખૂબ ખૂબ આભાર.
  વાંચતા રહેશો…. વંચાવતા રહેશો…..

  ધન્યવાદ.

  લિ. તંત્રી, રીડગુજરાતી.
  મૃગેશ શાહ.

 120. preeti dave says:

  મૃગેશભાઈ,

  રીડ ગુજરાતી ને 5 માં જન્મદિને ખુબ-ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ..

  આમ તો બાલક પાચમાં વર્ષમાં પ્રવેશે એટલે ‘ભણવા’ બેસે… પણ આ 5 વર્ષ નું ‘બાળક’ તો અમને બધાં ને બહુ સરસ ભણાવે છે! :)) ક્યારેક વાર્તા કહે, ક્યારેક કવિતા, ક્યારેક શિખવી જાય કેટલું બધું ! તો ક્યરેક મગજ પર છપાયેલી જુની છાપો લુછી નવી વાતો સ્થાપે !..

  આજનો આપનો લેખ પણ ખુબ જ સંતુલીત, વીચારશીલ અને બીલકુલ પ્રસ્તુત છે. આ સરસ મજાના બાલક ના સરસ વાલી તરીકે આપને પણ અભિનંદન અને શુભેચ્છાઓ..

  ટૂંક માં,
  આ બાળક મજાનું છે અને અમારાં બધાંનું દુલારું છે ! 🙂

  love & best regards,
  preeti dave

 121. krishna patel says:

  many many happy returns of the day…
  thanks mrugesh bhai for making gujarati language alive in our hearts…
  wish u all the best…

 122. Hemshanker Raval says:

  જય શ્રી કૃષ્ણ મૃગેશ ભાઈ,

  પાંચ માં વર્ષ માં પ્રવેશ બદ્દદ્દલ ખુબ ખુબ અભિનંદન …તમારું સાહિત્ય વાંચી ખુબ આનંદ આવે છે. ગુજરાતી ભાષા તમારી ઋણી રહેશે.

  ધન્યવાદ.

  આપનો વાચક
  હેમશંકર રાવલ.

 123. Dhaval B. Shah says:

  Mrugeshbhai, Heartiest congratulations!! I know i hhave been pretty late in posting this but still I felt that I should let you know that how readgujarati has helped me find good books and satsisfy my hunger of reading the books. You won’t believe in the last 1 year after i started reading various articles on readgujarati, i used to note down the contact addresses of the publishers and you would be surprised to know that i bought about rs. 2000 worth of gujarati books in last 6 months. I had never imagined that i would be spending such a huge amount on books at one go!!! And interestingly, i enjoy reading the books. Thanks to you and your efforts to keep ReadGujarati going!! Thank you.

  Dhaval B. Shah

 124. Jayesh says:

  Mrugeshbhai,

  Reading your article on the 5th birthday of Read Gujarati shows that as long as it is in the hands of a matured,intelligent, dedicated young person like you, we are assured of top class reading at no price. THANK YOU and wish you all the best.

 125. Ashish Dave says:

  Congratulations…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.