અંતરનો ઉજાસ – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[‘અંતરનો ઉજાસ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] શ્રદ્ધા

Picture 035એક માણસની પાછળ વાઘ પડ્યો હતો. જંગલનાં ઝાડી-ઝાંખરાં વચ્ચેથી એ જીવ બચાવવા હતું તેટલું જોર કરીને ભાગી રહ્યો હતો. વાઘ પણ ઘણા દિવસનો ભૂખ્યો હશે. એ પણ પેલાની પાછળ બરાબરનો પડેલો. હાથમાં આવેલો શિકાર આજે છટકી જાય તે એને પણ પોસાય તેમ નહોતું. દોડતાં દોડતાં પેલો માણસ એક ખીણની ધાર પર આવી પહોંચ્યો. અટકી ગયો. નીચે હજારો ફૂટે ઊંડી ખીણ હતી. જો પડી જવાય તો હાડકાંનો એક ટૂકડો પણ હાથ ન લાગે. પાછળ ભૂખ્યોડાંસ વાઘ હતો. આગળ ને પાછળ બંને જગ્યાએ જાણે કે મોત નિશ્ચિત જ હતું. અચાનક જ એની નજર ખીણની દીવાલમાંથી આડા ઊગી નીકળેલા એક નાનકડા ઝાડ પર ગઈ. એ ઝાડનું થડ જાડું નહોતું પણ અત્યારે કૂદકો મારીને થોડેક નીચે ઊગેલા એ ઝાડને પકડી લેવામાં જ એને સાર લાગ્યો, કારણ કે વાઘ હવે બિલકુલ પાસે આવી ગયો હતો. એણે કૂદકો મારીને એ ઝાડને પકડી લીધું. બસ એ જ ક્ષણે વાઘ ખીણની કિનારી સુધી આવી પહોંચ્યો. પોતાના શિકારને આમ પંજામાંથી છટકી જતો જોઈને એણે ખૂબ જ ત્રાડો પાડી. પછી ત્યાં જ આમતેમ આંટા મારવા માંડ્યો.

ઝાડ પર લટકી ગયેલા એ માણસને બચી ગયાનો આનંદ તો થયો પણ એ આનંદ બે ક્ષણથી વધારે ન ચાલ્યો, કારણ કે એણે જે નાનું ઝાડ પકડી લીધું હતું તેનાં મૂળમાંથી માટી ખરવાની શરૂ થઈ ગઈ હતી. એવું લાગતું હતું કે એ નાનકડી ડાળખી જેવડું ઝાડ આ માણસનું વજન ઝીલવા માટે અસમર્થ હતું. કદાચ થોડીક ક્ષણો પછી એ પણ ઊખડી જાય તો ? અને આ તો-નો ખ્યાલ આવતાં જ એ માણસનું ધ્યાન ફરી એક વખત ખીણ તરફ ગયું. હજારો ફૂટની ઊંડાઈ જોતાં જ ભયથી એનાં રૂંવાડાં ખડાં થઈ ગયાં. કદાચ આસપાસ કોઈ હોય તો એને બચાવી લે એ આશાએ એણે અવાજ બેસી જાય ત્યાં સુધી મદદ માટે બૂમો પાડી. પણ જંગલ તો સાવ નિર્જન હતું. વાઘની ત્રાડો સિવાય કોઈ જવાબ ન મળ્યો ત્યારે એ માણસ સાવ નિરાશ થઈ ગયો. હવે એને ભગવાન સાંભર્યા ! સંકટ સમયનો એ જ તો છેલ્લો દરવાજો હોય છે ને ?

એ માણસે આકાશ સામે જોયું. પછી બૂમ પાડી, ‘હે ભગવાન ! હું આજ સુધી એવું સાંભળતો આવ્યો છું કે તું દરેક વ્યક્તિની સાથે હંમેશાં હાજર હોય જ છે. જો એ વાત ખરેખર સત્ય હોય અને તારું ખરેખર અસ્તિત્વ હોય જ તો તું મને આજે મદદ કર. મને તું આજે બચાવી લે, ભગવાન ! પ્લીઝ ! એના બદલામાં તું કહીશ એ બધું જ કરી છૂટવા માટે હું તૈયાર છું. ભગવાન ! તું ખરેખર બધાની જોડે હોય જ છે ને ?’ એ જ વખતે એક મોટી ગડગડાટી થઈ અને આકાશમાંથી અવાજ આવ્યો, ‘હા ! હું હંમેશાં દરેકની સાથે જ હોઉં છું. અને મારે શરણે આવનારને, મને સમર્પિત થનારને હું હંમેશાં બચાવી લઉં છું. તને પણ હું બચાવીશ. પણ તું ખરેખર હું કહું તેમ કરીશ ખરો ?’
‘હા, પ્રભુ ! તું જે કહીશ તે કરીશ એની ખાતરી આપું છું. પણ મને બચાવી લે મારા નાથ !’
‘પણ એ માટે તારામાં અપાર હિંમત જોઈશે અને મારા પરની ખૂબ જ શ્રદ્ધા જોઈશે. મારી મદદ કરવાની રીત સાવ અનેરી હોય છે. બોલ, તું મારા પર સો ટકા ભરોસો રાખીને હું કહું તેમ સાચ્ચે જ કરી શકીશ ?’ આકાશમાંથી સવાલ થયો.
‘હા, ભગવાન ! તું જો મને બચાવી જ લેવાનો હો તો તું કહે તે કરવા તૈયાર છું. મને હવે તારામાં અપાર ભરોસો છે. અને આજે આ નિર્જન જંગલમાં મારો સાદ સાંભળીને તું જ તો દોડી આવ્યો છે. અને હું તારા પર શ્રદ્ધા નહીં રાખું ? તું કહીશ તે હું કરીશ, પણ જલદી અહીંથી છોડાવ. જો, હવે તો આ ડાળખી પણ વજન નથી ખમી શકતી.’
‘તો પછી ડાળખી છોડી દે !’ ભગવાને આદેશ કર્યો.

પેલો માણસ છક્કડ ખાઈ ગયો. નીચે નજર કરતાં જ પાછી એ જ ભયાનક ખીણ દેખાઈ. ઉપર જોયું તો વાઘ હજુ જીભ લપકાવતો ખીણની ધાર પર ઊભો હતો. ડાળખી પણ હવે ધીરે ધીરે ખીણની દીવાલમાંથી ઊખડતી જતી હતી. એણે ઊંચે આકાશ તરફ નિરાશાભરી એક નજર નાખી. પછી જોરથી બૂમ પાડી, ‘અરે કોઈ મારો અવાજ સાંભળે છે ? અરે કોઈક તો મને બચાવો !!’

ભગવાન પરની સાચી શ્રદ્ધા અને હિંમત આપણને કોઈ પણ ખીણમાં પડવા છતાંય બચાવી લેવા સમર્થ છે જ ! જરૂર છે ફક્ત એના પરની સંપૂર્ણ શ્રદ્ધાની. અને આપણા હૃદયમાં જો એવી અનન્ય શ્રદ્ધા પ્રકટી ઊઠે તો ખરા સમયે બીજા કોઈને વ્યર્થ બૂમો પાડવાનો વખત આવે ખરો ? જો ભગવાન આપણને મદદ કરવાનું વચન આપતો જ હોય તો આપણે પણ એના પર શંકા રાખ્યા વિના જ ઝંપલાવવું જોઈએ. અને ત્યાર પછી પાક્કી ખાતરી હોવી જોઈએ કે એ આપણને બચાવી જ લેવાનો !

[2] બે વરુ

એક ગામડામાં ખેતરના શેઢે એક દાદા અને એનો પૌત્ર બેઠા હતા. પૌત્ર ઘાસમાં રમતો હતો અને દાદા ઢળતા સૂરજને પોતાની જિંદગીના પાછલા દિવસો સાથે સરખાવતાં બેઠાં બેઠાં હોકલી પી રહ્યા હતા. એવામાં ખેતરની વાડ પાસેથી એક વરુ ભાગ્યું. દાદાએ લાકડી લઈ એને હુડકારીને દૂર ભગાડી દીધું. પૌત્રે દાદાને પૂછ્યું કે એ શું હતું ? દાદા કહે કે એ વરુ તરીકે ઓળખાતું એક જંગલી જાનવર હતું. પૌત્ર દૂર ભાગી રહેલા વરુને જોઈ રહ્યો.

અચાનક દાદા બોલ્યા : ‘બેટા, તને ખબર છે ? દરેકેદરેક માણસના મનમાં પણ બે વરુઓ હોય છે. એ બંને વરુઓ વચ્ચે હંમેશાં લડાઈ ચાલતી હોય છે.’
‘હેં દાદા ! બધાની અંદર બે વરુઓ હોય ? સાચ્ચેસાચ ?’ છોકરાએ સવાલ પૂછ્યો. એ હતો પણ નવથી દસ વરસનો એટલે આવો સવાલ પૂછે એ પણ સહજ હતું.
‘હા બેટા !’ હોકલીમાંથી કસ ખેંચતાં દાદા બોલ્યા, ‘દરેકના મનમાં બે વરુ હોય. એક વરુ સારાપણાનું હોય છે. આનંદ, શાંતિ, પ્રેમ, દયા, માયા, આશા, માનવતા, કરુણા, શ્રદ્ધા વગેરે એનો ખોરાક છે. સારાપણાનું વરુ એના પર નભે.’
‘અને દાદા બીજું ?’
‘બીજું વરુ દુષ્ટતાનું હોય છે. ગુસ્સો, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, લોભ, અભિમાન, ક્રૂરતા, વેરવૃત્તિ, જુઠ્ઠાણું, નિંદા વગેરે એનો ખોરાક છે. એ એના પર નભે છે. અને બેટા, મજાની વાત તો એ છે કે રાત-દિવસ આ બંને વરુઓ વચ્ચે લડાઈ ચાલુ જ રહે છે.’
‘તો હેં દાદા ! એ બે માંથી ક્યા વરુની જીત થાય છે ?’ પૌત્રે સવાલ કર્યો.

દાદાએ હોકલીમાંથી ઊંડો કસ ખેંચ્યો. પછી બાજુના પથ્થર પર હોકલી ઠપકારીને ખાલી કરી. ત્યાર બાદ પૌત્ર સામે જોઈ હળવેથી કહ્યું, ‘માણસ જે વરુને ખવડાવતો રહે તે ! જે વરુને એ ભોજન આપે એની જ જીત થાય !’ પૌત્ર દાદા સામે જોઈ રહ્યો, દાદા દૂર ક્ષિતિજ સામે જોઈ રહ્યા હતા.

[કુલ પાન : 71. કિંમત રૂ. 50 પ્રાપ્તિસ્થાન : ડૉ. આઈ. કે. વીજળીવાળા, ડોક્ટર હાઉસ, કાળાનાળા, ભાવનગર-364001. ગુજરાત. www.gujaratibestseller.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમ એટલે શું – મીરા ભટ્ટ
અજન્મા – દર્શના વૈદ્ય મહેતા Next »   

23 પ્રતિભાવો : અંતરનો ઉજાસ – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. dhiraj thakkar says:

  khub saras lekh

  ” શ્રદ્ધા ” ma upanisad ni ek katha yaad aavi gai

  ” બે વરુ ” ma bhagavan swaminarayan na “VACHANAMTRUT” ni yaad aavi gai

  ek sudharo chhe dada e nana balak ni sathe હોકલી na pivi joiye

  bal sanskar par kharab ashar pade chhe

 2. બન્ને વારતાઓ સરસ.

  શ્રધ્ધા ટકી ગઇ તો બધુ પાર પડી જાય.

 3. Chintan says:

  ખુબજ સરસ વાર્તાઓ.
  શ્રધ્ધા બહુજ અગત્યની વસ્તુ છે.

 4. Sarika Patel says:

  BOTH STORIES ARE VERY GOOD BUT I THINK A STORY OF SHRDHA IS LITTLE INCOMPLETE.

 5. Bhavin Kotecha says:

  1st story – need some better end – something missing –

 6. ખુબ મજનો લેખ્,તુકા લેખો બધાને ગમે

 7. Veena Dave, USA says:

  આ માનનિય લેખકના લેખ વિષેના લખાણ અને વખાણ કરીએ એ ઓછા પડે. ખુબ સરસ લેખ.

 8. santosh ekande says:

  શ્રધ્ધા કરતા પુરુષાર્થ કદાચ વધુ કામ આવે…. તે ભાગ્યો એટલે બચ્યો. ઝાડ ની ડાળીએ લટ્ક્યો એટલા પુરતુ જીવ્યો.
  બચવા માટે પુરુષાર્થ ભર્યો તુક્કો લડાવવો’તો. “વાઘ સાથે લડાઈ ” કદાચ બચી જાત
  વાઘે પોતાના છટકી જતા ભોજન માટે ભગવાન ને ના બોલાવ્યો. અંત સુધી પુરુષાર્થ કર્યો.
  બચવા માટે માણસે કેમ નહી…? અંત થોડો વધુ ધારદાર બની શક્યો હોત.

 9. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  શ્રધ્ધા ફળે છે.
  પણ તે શંકા વગરની, અટલ હોવી જોઈએ અને સાથેસાથે કોઈને હાનિકર્તા ના હોવી જોઈએ.
  વચનમાં વિશ્ર્વાસ હોવો જોઈએ.—–આતો ભગવાનની વાણી છે.
  અભિનંદન.
  આભાર.

 10. Vraj Dave says:

  ખુબજ સરસ લેખો.
  નમસ્કાર આવજો. . .
  વ્રજ

 11. Navin N Modi says:

  કેટલાક વાંચકોને વાર્તા ‘શ્રદ્ધા’ અધુરી લાગી (સારિકા પટેલ અને ભાવીન કોટેચા) તો વળી કોઈને એ પુરુષાર્થ જેવા સુંદર ગુણની વિરોધી લાગી ( સંતોશ એકાન્દે). પરંતુ મને તો આ વાર્તા એક અપ્રતિમ કલાક્રુતિ લાગી.
  પરમ તત્વની સર્વોપરિતાનો સ્વિકાર એ શ્રદ્ધા છે. પરંતુ માત્ર શ્રદ્ધાને આધારે જ એ માણસ બચી જશે એમ લેખિકા ક્યાં કહે છે? આથી જ આ વાર્તા અધુરી હોય એવું લાગે છે. પરંતુ આ જ તો આ વાર્તાની ખૂબી છે. આવી પરિસ્થિતિમાં શ્રદ્ધા, પુરુષાર્થ કે પછી એ બંનેનો સમન્વય એ માણસને મારશે કે બચાવશે એની કલ્પના પોતાની વિચારસરણી મુજબ કરી લેવા માટે જ લેખિકાએ વાર્તાનો આવો અંત રાખ્યો હોય એવું મને લાગે છે.
  આવી સુંદર ક્રુતિ માટે લેખિકાને અભિનંદન. સાથે એની અહીં રજૂઆત બદલ રીડ ગુજરાતી.કોમના સંચાલકનો આભાર.

 12. ઈન્દ્રેશ વદન says:

  સારી વાર્તાઓ. I.K.V. always writes some good stuff.

 13. ભાવના શુક્લ says:

  શ્રધ્ધાએ ઈશ્વરના અસ્તિત્વનુ પ્રમાણ છે. જો શ્રધ્ધા છે તો ઇશ્વર છે અને નથી તો હુ અને તમે પણ નથી.— ખુબ સરસ સંકલન

 14. nayan panchal says:

  માણસ જે વરુને ખવડાવતો રહે તે ! જે વરુને એ ભોજન આપે એની જ જીત થાય.

  પ્રથમ વાર્તાના અનુસંધાનમાંઃ

  મન તુ શીદને ચિંતા કરે, કૃષ્ણને કરવુ હોય તે કરે.

  One night I dreamed I was walking along the beach with the Lord.
  Many scenes from my life flashed across the sky.
  In each scene I noticed footprints in the sand.
  Sometimes there were two sets of footprints,
  other times there was one only.
  This bothered me because I noticed that during the low periods of my life,
  when I was suffering from anguish,
  sorrow or defeat,
  I could see only one set of footprints,
  so I said to the Lord,
  “You promised me Lord,
  that if I followed you,
  you would walk with me always.
  But I have noticed that during the most trying periods of my life
  there has only been one set of footprints in the sand.
  Why, when I needed you most, have you not been there for me?”
  The Lord replied,
  “The years when you have seen only one set of footprints,
  my child, is when I carried you.”

  નયન

 15. Tejal Tithalia says:

  good articles…………..

 16. kantilal kallaiwalla says:

  I liked toomuch. my salute to Dr.Vijaliwalla.If I need these book can I get from local publisher or I have to write to author direct?

 17. Jit says:

  સ્ર
  ર્
  સ્

 18. Elvis Christie says:

  ખુબજ સરસ ૨ વરુ એક સારા પનુ અને બિજુ ખારાબ પનુ.

 19. gita says:

  ખુબ સરસ .
  મજા આવિ.

 20. Kalpesh Sathwara says:

  તું કૌવર તું પાંડવ મનવા તું રાવણ તું રામ
  હૈયા ના આ કુરુક્ષેત્ર પર પળ પળ ના સંગ્રામ.

 21. ANKIL says:

  આ લેખક મને ખુબ ગમે ચે

 22. pushpa says:

  DADANI VARTA MAJANI, CHATA JIVANANANO MAHTAVNO BODH APE CHE. THANKS

 23. jayraj shah says:

  shrddha , ek vishy jena par ghnu lkhayu che ane lakhase hu em nathi khetok aa lekh mahan che k pachi extraodinary but ha mara manne jarur touch kare che je mari shrdhdha ne tkavine vdhare jay che ….thank s for such a heart touching page………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.