અજન્મા – દર્શના વૈદ્ય મહેતા

[ અછાંદસ કાવ્યો, હાઈકુ વગેરેને સમાવતા ‘અજન્મા’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે દર્શનાબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર.]

[1] આરસી

Picture 037સાંભળો મને તો એક વાત કહું
નાનીશી આરસી એમાં હું રહું.

કરું મારું જો હું મનમાન્યું
રહે કશું નહીં એનાથી છાનું

કુદરતને ખોળે નિજમસ્તી મ્હાણું
મારું એ સ્વપ્નું એમાં નિહાળું

હું તો જાણું કે એ છે સ્વજન મારું
એ મને જ ન ઓળખે એમ કેમ વારુ

[2] થવાકાળ

છે કો’ક સંગાથ અને
રહું છું ક્યાં’ક દોરાઈ

જે થયું કે થવાનું હશે
જાય છે કો’ક કરાવી

જે સ્ફુરેલા વિચાર એને
ડૂબાડું મન વમળ મહિં

છે અટકેલા શબ્દ જીભે
લખું કોને સંબોધિ

ખડિયે શાહી છલોછલે
રહ્યું છે પાન કોરું હજી

[3] દીવાદાંડી

મેઘધનુષમાં
રંગીલું બનતું
મારું અસ્તિત્વ…

એક વાર ગાઢા ધુમ્મસ ને ભેદી
ખળખળતા ઝરણાના લયમાં
સુરીલું બન્યું’તું

પહાડોની ટોચ સાથે
ટકરાતાં વાદળાં ના
તડકા છાંયા માં
રમ્યું’તું

દરિયા કિનારે
રેતીની શૈયામાં
મોજા ના પછડાટે ભીંજાતું
સ્થગિત હતું
મારું અસ્તિત્વ

[કુલ પાન : 40. કિંમત તેમજ પ્રાપ્તિસ્થાન માટે : ajanmaa@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અંતરનો ઉજાસ – ડૉ. આઈ. કે. વીજળીવાળા
લીલો વાંસ સુક્કું વન – દિનેશ માવલ Next »   

7 પ્રતિભાવો : અજન્મા – દર્શના વૈદ્ય મહેતા

 1. Sarika Patel says:

  ખુબજ સરસ કાવ્યો.

  આભાર

 2. Chirag Patel says:

  ” અજનમા ” પર થી અવુ લાગ્યુ કે મહાદેવ પર લેખ હશે. But nice poems…

  Thank you,
  Chirag Patel

 3. nayan panchal says:

  સુંદર રચનાઓ,

  આભાર.
  નયન

 4. hiral says:

  nice poem bahu j saras che really too gud

 5. hiral says:

  thavakal bahu j saras kavita che

 6. dinesh modhera says:

  સરસ….સુંદર…. રચના……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.