લીલો વાંસ સુક્કું વન – દિનેશ માવલ

[‘લીલો વાંસ સુક્કું વન’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી દિનેશભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427773105]

[1] ગઝલ

Picture 038અમારે તો બસ ગઝલ ગઝલ ને ગઝલ છે
જરા તું યે હસ, ગઝલ ગઝલ ને ગઝલ છે

તને ક્યાં ખબર છે કે ઉત્તમ શું અધમ શું ?
અહીં આવી વસ, ગઝલ ગઝલ ને ગઝલ છે

ભવોભવ ભટકવાની ઈચ્છા હો તો જા
હવે આઘો ખસ, ગઝલ ગઝલ ને ગઝલ છે

અહમનો અંચળો ઉતારીને જો તો
કરી લેશે વશ, ગઝલ ગઝલ ને ગઝલ છે

સમજ્યા કે દવાથી દરદ દૂર થાયે પણ
દોસ્ત દુવા બસ, ગઝલ ગઝલ ને ગઝલ છે

[2] ગઝલ

બધી વાતે ભલે બદનામ કીધો છે
મહોબ્બતનો છતાં’યે જામ પીધો છે

ફનાગીરી ભલે હર હાલમાં મળતી
વિચારીને અમે આ રાહ લીધો છે

અમે હાર્યા, તમે જીત્યાં ખુશી થાઓ
જીવનભર આ જ રીતે દાવ દીધો છે

બધી બાજુ સમયની છે બલિહારી
કજીયો દેવના ઘરમાંયે કીધો છે

તને તો એમ કે ક્યાંથી પ્હોંચી શકે ?
અમારે મન રસ્તો આ સાવ સીધો છે

[3] નીરખીને જોયું તો…

નીરખીને જોયું તો કાન સાવ કાળો
થઈ ગઈ છે પ્રીત હવે શું કરવો ટાળો…

એની તે ચાહ વાલા રેતીના ચીતર,
ઠરીને ઠામ ક્યાંય થાયે ના ભીતર,
દઈ બેઠા દિલ પછી શું રે દાખવવું
હવે મેડી મળે કે પછી માળો…. નીરખીને જોયું તો…

ગોકુળની ગલીઓમાં એવું સૌ ઈચ્છે,
આવીને માધવ આ આંસૂડા લૂછે,
ઠેર ઠેર નોંધાવી ફરિયાદું નાથ તારી,
કે ગોવિંદને પકડી લ્યો ગમે ન્યાં ભાળો… નીરખીને જોયું તો….

ત્રિલોકે તડપાવી તાપ બહુ દીધા
આયખા બાળીને ખાખ સાવ કીધા,
ઝુરે છે શ્વાસ હજુ અટકળમાં એની
સખી ૧ કરશોમાં કોઈ આવો ચાળો…. નીરખીને જોયું તો…..

[કુલ પાન : 156. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : દિનેશ માવલ. રિદ્ધિ-સિદ્ધિ એપાર્ટમેન્ટ, બ્લોક નં. એસ/3 રામેશ્વરનગર, જામનગર. ફોન : +91 9427773105.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અજન્મા – દર્શના વૈદ્ય મહેતા
મૌન : અસરકારક ભાષા – ઉષાકાન્ત સી. દેસાઈ Next »   

7 પ્રતિભાવો : લીલો વાંસ સુક્કું વન – દિનેશ માવલ

 1. Sarika Patel says:

  દરેક ગઝલ ખુબજ સરસ.

  નીરખીને જોયું તો… વધારે ગમેી

  આભાર

 2. ઈન્દ્રેશ વદન says:

  જે કોઈ “સારાભાઈ v/s સારાભાઈ” જોતા હશે, તેમને જરુરથી રોષેશ યાદ આવી ગયો હશે. 🙂

 3. ભાવના શુક્લ says:

  નિરખીને જોયુ…. સરસ ભાવ ભરેલી રચના.

 4. nayan panchal says:

  સુંદર.

  અમે હાર્યા, તમે જીત્યાં ખુશી થાઓ
  જીવનભર આ જ રીતે દાવ દીધો છે

  નયન

 5. manan parikh says:

  ખુબ્જ સરસ ક્રુતિ ચે બન્ને ,બહુ મજા આવિ ,એક્દુમ સરસ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.