e -મેઈલ – ગુણવંત શાહ

[પુસ્તકોના અનેક પ્રકાર પૈકી એક પ્રકાર છે ‘કૉફી-ટેબલ-બુક’ કે જેમાં જે તે લેખકની વિશિષ્ટ તસ્વીરો અને તેમના લેખનના વિશિષ્ટ વિષય વૈવિધ્યનો સમાવેશ કરાતો હોય છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સૌ પ્રથમ પુસ્તક બન્યું છે ‘e –મેઈલ’ કે જેનું તસ્વીર અને સંપાદન સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર શ્રી સંજયભાઈ વૈદ્યે કર્યું છે. આપણી ભાષાના સમર્થ વિચારક અને આદરણીય સાહિત્યકાર એવા શ્રી ગુણવંતભાઈ શાહના મૌલિક વિચારો (સંજયભાઈની ભાષામાં કહીએ તો ‘પવિત્ર પજવણી’ કરતા રહે તેવા વિચારો !)ના આ પુસ્તકનું આજે આપણે થોડુંક આચમન કરીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2340673]

[1]
Picture 039એક મજાની ઘટના બની ગઈ.
મુંબઈની ડબલડેકર
કોઈ નાના બસસ્ટેન્ડ પર
થોડીક પળો માટે થંભી ગઈ. ઉપરની
બારીમાંથી
પાસેના વૃક્ષની
એક નાનકડી ડાળખી
સંકોચપૂર્વક
અંદર દાખલ થઈ ગઈ.

ત્રણ મજાનાં
લીલાં પાન
મારી છાતી આગળ
આવીને ગોઠવાઈ ગયાં

ત્રણેને
બસ ઊપડી
ત્યાં સુધી પંપાળી લીધાં.
ત્રણે વગર બોલ્યે કંઈક કહી ગયાં.

કોઈ જૂનો મિત્ર
વર્ષો પછી ક્યાંક મળી જાય
અને
ટોણો મારે તેમ એ લોકોએ કહ્યું :
‘કેમ,
શહેરમાં ગયા પછી
અમને ભૂલી ગયો ને ?’

[2]
Picture 040મારા
તાબામાં છે એટલી
સઘળી સમજને
એકઠી કરીને
કહેવા
ઈચ્છું છું કે
જીવનમાં જેણે એક
પણ વૃક્ષ ન ઉછેર્યું
હોય એવી વ્યક્તિ
ખરેખર
નિ:સંતાન જ
ગણાય.

[3]
યુવાનની વ્યાખ્યા શી ?
વાહિયાત બાબતો સહન કરવાની
જેની શક્તિ મર્યાદિત હોય
તે ‘યુવાન’ ગણાય.
સંસ્કૃતમાં યુવાન એટલે ઉત્તમ, મજબૂત,
નીરોગી અને નાની વયનો.
‘અયુવાન’ કોને કહેવાય ?
દહેજ લેનાર કે આપનાર
યુવાન વયની વ્યક્તિ
પણ અયુવાન ગણાય.
ગ્રીન કાર્ડને લોભે જે
જીવનસાથીની પસંદગી કરે
તે અયુવાન ગણાય.
દસ કિલોમીટર થાક્યા વિના ચાલી ન શકે,
Picture 042સો મીટર તરી ન શકે,
એક કિલોમીટર ઝડપભેર દોડી ન શકે અને
નવું નવું વાંચવામાં આળસ કરે
તેવો વીસ વર્ષનો યુવાન પણ ડોસો ગણાય.
જે દેશની સંસ્કૃતિએ ઉપનિષદ અને ગીતા
જેવા ગ્રંથો આપ્યા તે દેશમાં ચીમળાયેલા
ચહેરાઓની સંખ્યા આટલી મોટી કેમ ?
ચેતન વગરની ચાલ
અને ગાગરિયા પેટવાળા
આળસુ લોકો દેશને ગરીબ રાખે છે.
રાષ્ટ્ર્ર પણ ઘરડું હોઈ શકે છે.
જે રાષ્ટ્ર અયુવાન હોય તે ગરીબ હોવાનું.

[4]
માતૃભાષા આપણી આંખ છે.
એ આંખ વધારે સારું જોઈ શકે એ માટે
અન્ય ભાષાનાં શ્રેષ્ઠતમ ચશ્માંની મદદ લેવી જોઈએ.
ટપાલી તો કોરું પોસ્ટકાર્ડ પણ યોગ્ય સરનામે
પહોંચાડી શકે. શુદ્ધ ગુજરાતીમાં પાંચ વાક્યો
બોલનારો યુવાન ક્યાંક ભેટી જાય ત્યારે
Picture 043દિવસ સુધરી ગયો હોય એવી લાગણી થાય છે.
એ વળી, ખરું અંગ્રેજી બોલે
ત્યારે લાગે કે ભવ સુધરી ગયો.
મને ગુજરાતી બોલતાં ફાવતું નથી,
એમ કહીને સાવ ખોટું અંગ્રેજી બોલનારને
લાફો મારવાનું મન થાય છે.

અંગ્રેજી માધ્યમમાં ભણનારાં ગુજરાતી બાળકો
નરસિંહ મહેતાના કાવ્ય ‘નાગદમન’થી
વંચિત રહ્યાં અને વળી, વર્ડ્ઝવર્થના કાવ્ય
‘ધ ડોફોડિલ્સ’નું સૌંદર્ય પણ ન પામ્યાં.
કલાપીની ‘ગ્રામ્ય માતા’ ન ભણ્યાં
તે તો ઠીક; પરંતુ થોમસ હાર્ડીની
‘વેધર્સ’ની સૌંદર્યનુભૂતિ પણ ન પામ્યાં.
તેઓ પ્રેમાનંદ કે મેઘાણીને ન પામ્યાં અને વળી,
વોલ્ટ વ્હીટમનથી પણ અનભિજ્ઞ રહી ગયાં.
બચારાં ન ઘરનાં રહ્યાં, ન ઘાટનાં.
નાદાન માતાપિતાને આ બધું કોણ સમજાવે ?
વિચારવાની ટેવ છૂટી જાય પછી તો પોપટની માફક
‘થેંક યુ’, ‘ઓ.કે.’ અને ‘સોરી’ બોલનારો
લાડકો ગગો પણ સ્માર્ટ લાગે છે !

[5]
Picture 041માતાપિતા
બાળકોને પૂરતો સમય આપે તે મહત્વનું છે.
મોંઘીદાટ નિશાળમાં પ્રવેશ મળી જાય,
ટ્યુશનો ગોઠવાઈ જાય,
રમકડાં ઠલવાઈ જાય,
ફ્રીજમાં પીણાંની બાટલીઓ ગોઠવાઈ જાય,
ડાઈનિંગ ટેબલ પર વાનગીઓ વધી પડે
અને ફેશનેબલ વસ્ત્રોથી કબાટ ફાટફાટ થાય ત્યારે
મૂર્ખ માબાપને લાગે કે એમની ફરજ પૂરી થઈ.
પછી બાળકોને વાર્તા કહે તે બીજા.
જે માતા કે પિતા પાસે
પોતાનાં નાનડિયાંને
કહેવા જેવી એક વાર્તા પણ નથી
એમની દયા ખાજો.

તેઓ પોતાની કારને રિપેર કરાવવા
ગરાજમાં મૂકી આવે તેમ
બાળકને નર્સરીમાં મૂકી આવે છે.
ગરાજના માલિકને તેઓ કહે છે :
‘જે કાંઈ બદલવું હોય તે બદલી નાખજે
પણ પછી પ્રોબ્લેમ ન થવો જોઈએ.’
બસ, આવી જ વૃત્તિથી તેઓ
સિનિયર કે.જીની શિક્ષિકાને મળવા જાય છે.
બાળકોનું શિક્ષણ કૉન્ટ્રાક્ટ બેસિસ પર નહીં,
પાર્ટનરશિપ બેસિસ પર
ગોઠવાવું જોઈએ.

[6]
ઈશ્વર સાથે વાતચીતનો મેળ
ઝટ પડતો નથી.
આપણી લાગવગ ટૂંકી પડે છે.

એક ખાનગી ઉપાય
મને જડ્યો છે.
આકાશમાંથી એની કૃપા
વરસી રહી હોય
ત્યારે એમાં ભીંજાતી વખતે
ક્યારેક એક ક્ષણ
એવી આવી મળે છે
જ્યારે એ વાત કરે છે અને
આપણને કશુંક સંભળાય છે.

એ વાત કાનથી નહીં
હૃદયથી સાંભળવી પડે છે,
મૌન દ્વારા સાંભળવી પડે છે
અને મૌન દ્વારા જ
પહોંચાડવી પડે છે.

વરસાદ એટલે
મનુષ્ય અને ઈશ્વર
વચ્ચેની હૉટ લાઈન.

[7]
જે ઘરમાં દસ સારાં પુસ્તકો
ન હોય એવા ઘરમાં
દીકરી આપવામાં જોખમ છે
અને
એવા ઘરની દીકરી લેવામાં
પણ જોખમ છે.

[કુલ પાન : 114 (ગ્લોસી પેપર્સ-ફોટોબુક) કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, જૈન દેરાસર પાસે, પતાસા પોળની સામે, ગાંધી રોડ, અમદાવાદ-1. ફોન : +91 79 22132921, 22139253 ઈ-મેઈલ : info@navbharatonline.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મૌન : અસરકારક ભાષા – ઉષાકાન્ત સી. દેસાઈ
જિંદગી જીવો બીરબલ બુદ્ધિથી – લુઈસ એસ. આર. વાસ, અનિતા એસ. આર. વાસ Next »   

66 પ્રતિભાવો : e -મેઈલ – ગુણવંત શાહ

 1. જીતેંન્દ્ર જે. તન્ના says:

  . શ્રી ગુણવંતભાઈ વિશે અભિપ્રાય આપવો એ સુરજને દિવાના દર્શન કરાવવા બરોબર છે. એટલે માત્ર એટલુ જ કહીશ. ખુબ સરસ. અતિ ઉતમ.

 2. DHIRAJ THAKKAR says:

  “જે ઘરમાં દસ સારાં પુસ્તકો
  ન હોય એવા ઘરમાં
  દીકરી આપવામાં જોખમ છે”

  “જે માતા કે પિતા પાસે
  પોતાનાં નાનડિયાંને
  કહેવા જેવી એક વાર્તા પણ નથી
  એમની દયા ખાજો.”

  adbhoot!!!!!!!!

 3. અર્વાચિન ઋષિ શ્રી ગુણવંત શાહ ગુર્જર વિચારધારાના પર્યાય છે.

  વૃક્ષની ડાળી પર બેસીને ટહુકો કરૂ તો…

  વૃક્ષનાં વાવેતર કરનાર આગળ તો કુદરત પણ ઝુકી જાય છે.
  વૃક્ષોની માવજત કરનાર કોઈ મળી જાય તો સમજવું કે ઈશ્વરનો પ્રતિનીધી મળ્યો..!!

  દરેક બંગલા આગળ બની શકે તો એક છાયા વૃક્ષ જરૂરથી ઉછેરવું જોઈએ.

  યુવાનીમાં માવજતથી ઉછેરેલું વૃક્ષ ઘડપણનો સથવારો બની શકે છે.

  સુંદર પુસ્તક.

  આભાર.

 4. Sarika Patel says:

  ખુબજ સરસ.

 5. trupti says:

  નાની અમથી કવિતા ઓ કેટલિ મોટી વાતો કહી ગઇ તે પણ સીધી સરળ ભાષા મા!

  Wonderful.

 6. suresh says:

  જે માતા કે પિતા
  પોતાની કારને રિપેર કરાવવા
  ગરાજમાં મૂકી આવે તેમ
  બાળકને નર્સરીમાં મૂકી આવે છે.
  ગરાજના માલિકને તેઓ કહે છે :
  ‘જે કાંઈ બદલવું હોય તે બદલી નાખજે
  પણ પછી પ્રોબ્લેમ ન થવો જોઈએ…
  વાહ ભઈ વાહ્……..ખરેખર પ્રશ્ન સુચક્……..

 7. Jagat Dave says:

  જે દેશની સંસ્કૃતિએ ઉપનિષદ અને ગીતા
  જેવા ગ્રંથો આપ્યા તે દેશમાં ચીમળાયેલા
  ચહેરાઓની સંખ્યા આટલી મોટી કેમ ?
  ચેતન વગરની ચાલ
  અને ગાગરિયા પેટવાળા
  આળસુ લોકો દેશને ગરીબ રાખે છે.
  રાષ્ટ્ર્ર પણ ઘરડું હોઈ શકે છે.

  – આ વાંચી ને પણ જે મનન ન કરે તે પણ તે અયુવાન ગણાય.આપના વિચારો દરેક ગુજરાતીઓ ને પજવે તેવી ઈશ્વર ને પ્રાથના.

 8. આપણી ભાષાના સમર્થ વિચારક અને આદરણીય સાહિત્યકાર એવા શ્રી ગુણવંતભાઈ શાહના આ પુસ્તક વિષે માહિતી આપવા બદ્લ આભાર.

 9. gohil shaktisinh says:

  ખુબ જ સરસ !!!!!! તેથિ જ શ્રિ ગુન્વન્ત સાહેબ મારા પ્રિય લેખક ચે

 10. ઈન્દ્રેશ વદન says:

  Not a fan of Gunvant Shah’s writing.
  However, this one is really good.

 11. Veena Dave, USA says:

  વાહ, ખુબ સરસ. હ્રદયની ફ્રેમમા મઢીને મનમા સાચવી રાખવા જેવી અમુલ્ય આ વાતો છે.
  આ જ મા. લેખની ‘અખન્ડ આનન્દ’ મા લખેલી એક વાત …..’નકામા સબન્ધનુ નિન્દણ કરવૂ જોઇએ’ ….મને બેઠકરુમમા મુકવા જેવુ વાક્ય લાગ્યુ હતુ.

  આવા અમુલ્ય લેખ આપવા વિ્ન્નતિ.

 12. Veena Dave, USA says:

  માનનિય લેખક.

 13. Ami Patel says:

  વાહ ! લાજવાબ !!!

 14. dr sudhakar hathi says:

  ગુનવન્ત શાહ આપના સરવોતમ લેખક
  જેને એક પણ છોડ ની માવજત ના કરી હોય એ નિસતાન કહેવાય કેટલી સાચી વાત?ખુબ સુન્દર લેખ

 15. કલ્પેશ says:

  ૪થી ઇ-મેઇલ એકદમ સાચી છે.

  નહી ઘરના અને ઘાટના. ખરુ જોતા એમ કહી શકાય કે કોઇ અંગ્રેજી સાહિત્ય વાંચે અને વાગોળી શકે એને અંગ્રેજીમા બોલવા માટે દેખાડા કરવાની જરુર નહી પડે. ખરો માણસ ભાષાને એક ઘડતરના માધ્યમ તરીકે જોઇ શકશે. એને ગુજરાતી કે અંગ્રેજી માટે પક્ષપાત નહી હોય.

  ગીતાના દેશમા આપણે બધા નમાલા કેમ? એ પ્રશ્નનો જવાબ ગોતવો રહ્યો.
  ઘાંટા પાડીને કૃષ્ણ કહે છે કે મરવાથી ડરવાની જરુર નથી અને આપણે કેવી ક્ષુલ્લક વાતોથી ડરીએ છીએ?

 16. SUNIL KOTHARI (USA) says:

  Shree Gunvantbhai,
  Really you are doing good job for GUJARATI in present science era, we appreciate your effort to give your level best.Hate is off.

 17. Smita says:

  માનનિય ગુણવઁતભાઈ
  ક્યારેક જ મળે છે આવા શબ્દો …જે સીધા હ્રદયને સઁભળાય ,
  પછી તે આપની નાની અમથી કવિતા હોય કે અન્ય કૃતિ
  મૌનના પ્રદેશમાઁ દુર દુર સુધી એનો રણકાર ગુઁજતો રહે છે.
  સ્મિતા કામદાર
  મુઁબઈ

 18. MEMISH K MEHTA says:

  It is wonderful articals.Lots of thoughts required by all the parents ,behind all the articals.

 19. kantilal kallaiwalla says:

  I am not fan of gunvantbhais writing as I feel that the writer has got LAKHVA howver I appreciate many facts he has mentioned in his own style which is useful to society at large. I do not agree with his saying that one should think twice before giving his daugther to family where there is no 10 books, also do not agree that one should think twice before taking daugther from the family who have no 10 books in house. Gunvantbhai, i have seen many people having cupboards of books under dust (without reading). Books are now a days fashion. To me it seems one should think twice before taking or giving daughter from and/or to family who have not READ 10 GOOD BOOKS.

  • કલ્પેશ says:

   કાંતીલાલજી,

   મતલબ એ જ છે. નહી તો રદ્દીવાળાને ત્યા તો ઘણા પુસ્તકો હોય છે.

  • Jagat Dabave says:

   લેખક ના ફેન ન હોવ તો કોઇ નુકશાન નથી પણ વિચારો ના ચિંતક નથી તો મોટુ નુકશાન છે. ૧૦ પુસ્તકો ની વાત મા કાંઇક આવીજ ગેરસમજ આપને થઈ હોય તેમ લાગે છે. થોડું વિચારશો તો સમજાઈ જશે. મે તો એવા પણ લોકો જોયા છે કે જેમનુ વૈચારિક પછાતપણું પુસ્તકો વાંચ્યા પછી પણ તેમના આચારોમાં થી ગયું ન હોય.

 20. Zalak (USA) says:

  Awsome!!! MY favorite were # 3, 5 and 7.

 21. શ્રી કલ્લાઈવાળા ભાઈ

  સખેદ આશ્વર્ય થયું કે બહુ જૂજ ગુજરાતીઓમાં આપ વિરાજો છો કે આપશ્રી શ્રી ગુણવંત શાહના ચાહક નથી.
  આપે કોને ચાહવું આપને મુબારક.
  મુળ વાત પર આવું તો….

  આપ લખો છો કે જે ઘરના લોકોએ ૧૦ પુસ્તક વાંચ્યા ના હોય ત્યાં દિકરી આપવી કે લેવી નહી.
  લેખક પણ આ જ વાત કરે છે.
  જે ઘરમાં દસ સારાં પુસ્તક ના હોય ત્યાં….

  હવે આપણી ગુજરાતી માનસિકતા વિષે થોડું મંથન કરીએ તો
  જે પ્રજા બે રૂપિયાની ચા પણ કટિંગમાં પીવા માટે દૂનિયા આખીમાં જાણીતી હોય તે રૂ. ૩૦૦ નું પુસ્તક
  બજારમાંથી ખરીદીને અભરાઈ પર ચડાવી દે તે માનવું જરા વધું પડતું છે.

  જે ગુજરાતીઓ રૂ. ૩૦૦ નું પુસ્તક ખરીદતા હોય તે જરૂરથી વ્હેલું-મોડુ…આખું-અડધું વાંચતા હોય.
  રૂ. ૩૦૦ નું પુસ્તક ખરીદીને શોભાના ગાંઠિયાની માફક કપબોર્ડમાં મુકી ડેડ ઈનવેસ્ટમેંટ કરે તે ગુજરાતી ના હોય.

 22. ભાવના શુક્લ says:

  હ્ર્દયસોસરવુ ઉતરવુ એ શુ છે તે વાચતાજ સમજાય છે… જાણે મન અને આંખ કૈ કેટલાય સમયથી ભુખ્યા અને તરસ્યા હતા ને વિરડી મળી ગઈ…

 23. panna vyas says:

  sorry gunvantbhai,i know better gujarati but i do no know how to write here.i am your fan from the beginning.i have read your many aricles in news paper and magazines.i have read your 2-3 books.i had once heard you personally at Dharmaj in the school in 2000. reading is my hobby so i like the article most.thanks for giving wonderful articles.

 24. Ramesh Patel says:

  ગુજરાતી હૈયાંને પોતાની પ્રતિભાશાળી કલમથી ગૌરવભર્યા અને ઉન્નત રાખનારને ધન્યવાદ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 25. URvi Shah says:

  Ek Awaz Je Hriday Par Takora MAri Jay..
  Koik Gunha no Ehasas KAravi Apradhi ni Bhavana Jagadi Jay,
  Badhu Pamya P
  achhi PanKoi Amulya Varso Gumavyan Ehassas KAravi Jay..

  Ati Sunder..
  Hats Off To u Sir!!
  Kulli aakhe Sutela Gujrati JAgadva Jaroori Aawaz..

 26. piyush devda says:

  ગુંણવંત સાહેબ લખે એટલે આંખ મિંચિને વાંચિ શકાય એવુ હોય છે.
  ખુબ જ સરસ.

 27. kantilal kallaiwalla says:

  This space is reserved by Shree Mrugesh bhai to let the reader give his opinion about article,I did within the limit mentioned and outlined by Shree Kishorlal Gjansyamdas Masruvala. One Mr.Kalpesh and Mr.Jay Patel has not only wasted their time and read gujrati space well. space belongs to readgujrati. I have done my duty towards Gunvantbhai and Mrugeshbhai.

  • Jagat Dave says:

   There is an option given below on each “Abhipray” to “Reply” and if I am not wrong, the purpose behind it is to allow other people to express their views on your “Abhipray”. So that someone can express his/her viewpoint on your ‘Abhipray”. It’s a very democratic way…and helps us to see other side of our thoughts and many times it is beneficial for us to re-analyse our thinking process.

   So your doubts on wasting time or space are irrelevant. Keep your window open and let fresh wind of thoughts blow.

   Why you want to close your window? It is very unhygienic to breathe intoxicated air.

   • શ્રી કલ્લાઈવાળા ભાઈ

    તમારા વિચારો પરથી લાગે છે કે તમે બ્લોગની દૂનિયામાં નવા છો અથવા આ વિષે મર્યાદિત જ્ઞાન ધરાવો છો.

    સૌ પ્રથમ તો તમને આ વિષે જણાવવું જ રહ્યું.

    બ્લોગમાં કોઈ વિષય ઉપર આપ આપનો અભિપ્રાય આપી શકો છો તથા ઘણા બ્લોગ આપના મંતવ્ય પર બીજા વાચકને
    તેનો અભિપ્રાય આપવાની છૂટ આપે છે. આ પ્રક્રિયાને કોમેંટ – રીપ્લાય કહેવાય. આ રીતે કોઈ વિષય પર વાચકોને ચર્ચામાં આમંત્રિત કરી ભાષાની મર્યાદામાં રહીને વિષયના વિવિધ પાસાં પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવે છે. જેમ કે સંસદમાં કોઈ બિલ પસાર કરતાં પહેલાં તેના પર મંથન કરવામાં આવે છે તે રીતે.
    હવે રીપ્લાય બાબતમાં કહું તો કોઈ પણ વાચકને આપના અભિપ્રાય પર તેના વિચારો પ્રગટ કરવાની છૂટ છે જેવી રીતે આપ આપના વિચાર પ્રગટ કરો છો. હંમેશા જરૂરી નથી કે કોઈ મારા વિચારો સાથે સંમત થાય જ. કોઈ વિષય પર સ્વસ્થ અને પ્રામાણિક ચર્ચા કરવી હોય તો મનમંદિરના દ્વાર ખુલ્લા રાખવા જોઈએ. આ ચર્ચાના ભાગરૂપે ઘણીવાર કોઈ વાચક આપના વિચાર સાથે અસંમત પણ થાય જે અનકોમન નથી.
    ઘણી વાર બનતું હોય છે કે હું જે બાબત ના જાણતો હોઉ તે બીજા વાચકથી મને જાણવા મળે. આના માટે મારે મારા મનની બારીઓ ઉઘાડેલી રાખવી જોઈએ. કોઈ મારા વિચાર સાથે અસંમત થાય તો તે મારૂ અપમાન કરે છે કે અથવા કોઈ બીજા અર્થમાં ના લેવું જોઈએ.
    .
    વિજ્ઞાનના આ આવિષ્કારે દૂનિયાભરના વાચકોને એક બ્લોગ પર ભેગા કરી કોઈ વિષય પર તેનું પૃથ્થકરણ કરવાની અમર્યાદિત છૂટ આપી છે જે આજની પેઢી માટે આર્શિવાદ સમાન છે.

    સંસ્કૃતમાં કહ્યું છે કે…..

    સમગ્ર વિશ્વમાંથી શુભ વિચારો મારા મનમાં આવીને વસો.

    આશા રાખું કે વિષય પર સ્વસ્થ ચર્ચા કરવા આપ આપનું મન મોકળું રાખશો.

  • કલ્પેશ says:

   Now that I have wasted my time & readgujarati space, I am fine with a little more of it.

   My intent was to let you know of the “nitpicking” that you did with the article.
   The author is knowledgeable when he says – don’t give your kids to a place who dont have books (and by that he means about people who read books & not just store it to fill the space)

   Lets close the discussion here. It becomes irrelevant when we discuss things not related to the article (which you started by pointing to me that I have wasted the space)

 28. Paresh says:

  શ્રી ગુણવંતભાઈ જેટલું સારૂ લખે છે તેટલુ જ સારૂ તેમનું વક્તવ્ય હોય છે. સ્ંદર વાત આભાર

 29. ‘કૉફી-ટેબલ-બુક’ પ્રકારનું ગુજરાતી ભાષામાં આ સર્વ પ્રથમ પુસ્તક છે તે જાણીને આશ્ચર્ય થયું. આ પુસ્તક ઉપરથી પ્રેરણા લઈને અન્ય લેખકો પણ આ પ્રકારના પુસ્તકો બહાર પાડવા પ્રેરાય તો આ પ્રકારના વધારે પુસ્તકો મળી શકે. “e-Mail” માંથી લીધેલા ૭તેય e-Mail મજાના છે અને વાચકને વિચારતા કરી મુકે તેવા છે.

 30. Nare says:

  Reading E-mails and its resposes- It looks some people are getting agitated or disturbed over other person’s view and reading it, there doesnt seem anything wrong!! then why to get disturbed and reply to it? let writer clarify his stand and that too if ‘he wishes’, else just enjoy the world. And some people say ‘ there should be openness in opinion, then why to get disturbed by other person’s opinion?
  It is fine for some one to be fan or no fan of any one! and this is personal right too.
  Do anybody object when some one writes that ‘I am ardent fan of so- and so?’
  Let us enjoy this nice spot of modern age and not make it like “Loksabha’ as some one has pointed out.Amen

  • tvk says:

   I agree with you. Every one has right give their opinion.

  • Jagat Dave says:

   નારેભાઈ,

   આપની પણ ગેરસમજ થઈ છે. ગુણવંતભાઈ ના ફેન ન હોવા નો કોઇએ વિરોધ કર્યો જ નથી, જય પટેલ અને કલપેશભાઈ એ “૧૦ પુસ્તકો” અંગે તેમની ગેરસમજ બાબત સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે. જેને શ્રી કલ્લાઈવાળાભાઈ એ “waste of time and space” કહ્યો છે. જેના કારણે આ ગેરસમજ વધુ લંબાઈ છે. સૌનો આશય ફક્ત સુવિચારો ના હાર્દ ને સમજાવવા નો જ છે જેને મારા હિસાબે વિરોધ ન કહિ શકાય.

   ફરી વાંચશો તો વધૂ ખ્યાલ આવશે. આપે મારી નીચેની ટિપ્પ્ણીઓ પણ વાંચી નથી લાગતી..

   “લેખક ના ફેન ન હોવ તો કોઇ નુકશાન નથી પણ વિચારો ના ચિંતક નથી તો મોટુ નુકશાન છે. ૧૦ પુસ્તકો ની વાત મા કાંઇક આવીજ ગેરસમજ આપને થઈ હોય તેમ લાગે છે. થોડું વિચારશો તો સમજાઈ જશે.”

 31. Sakhi says:

  Very nice broad thinking I most like 2,4,5 are Awesome rest are good

  Thanks Gunvantbhai.

 32. Sanjay Upadhyay says:

  શ્રી ગુણવંત શાહ ના ચાહકો માટે અનિવાર્ય એવું આ પુસ્તક તેના સુંદર લે-આઊટ અને પ્રિન્ટીંગ થકી એટલું આકર્ષક બન્યું છે કે સંપાદક શ્રી સંજય વૈદ્ય ને અભિનંદન આપવા પડે.
  To enhance gujarati readership such compilations should be made so as to attract new generation towards literary reading.

 33. nayan panchal says:

  ગુણવંતભાઈનુ લખાણ હોય એટલે પૂછવુ જ શું? કયો માણસ બસની બારીમાંથી અંદર આવતા પાંદડા સાથે સંવાદ કરી શકે !!!

  વિવિધ પ્રકારના ક્લાસીસમાં જતા બાળકની સરખામણી કાર સાથે કરવાનુ પણ આજના સમયની તાસીર રજૂ કરે છે.

  ખૂબ આભાર,
  નયન

 34. Vipul Panchal says:

  “જે ઘરમાં દસ સારાં પુસ્તકો
  ન હોય એવા ઘરમાં
  દીકરી આપવામાં જોખમ છે”

  “જે માતા કે પિતા પાસે
  પોતાનાં નાનડિયાંને
  કહેવા જેવી એક વાર્તા પણ નથી
  એમની દયા ખાજો.”
  “Awesome”.

 35. સરસ..
  હવે તો પુસ્તક ગોતવુ રહ્યુ…

 36. Ashish Dave says:

  All emails are soul moving.

  How short would your life have to be before you would start living differently today? Just a thought…

  Ashish Dave
  Sunnyvale, California

 37. vijay( manchester) says:

  EXCELLENT
  EVER GREEN THINKING
  ONE OF THE BEST AUTHORS
  ALL GUJARATIS SHOULD BE PROUD OF GUNVANT BHAI.

 38. D.D.Prajapati says:

  નમસ્કાર

 39. Dharmesh Dave says:

  Dear sir,
  I want to say only one word and that is “Excellent”.

 40. VIVEK DESAI says:

  1st one prompted me to go thru all and really they all were superb.
  Thanks Gunvant bhai and Mrugesh bhai for giving nice such a nice opportunity to access such a wonderful and meaningful articles.
  તમારો પ્રયત્ન્ ખરેખર સરાહનિય છે.

 41. Ismail a. koya ( Paris) says:

  વાહ સરસ લેખ

 42. Kaushalendra says:

  First it is important to know what called “GOOD” books. Because it is of no use to have so many books until and unless they are “GOOD”.
  One should also be cautious while reading different authors on same topic because some times extra reading also affects as it may deviate one from his own thought process…and the reader may not be able to determine which he actually wants to follow.

  Darek chiz no atirek nuksan karak hoy che….

 43. શ્રીગુણવંતભાઇના લેખો ના પ્રતિભાવો જ બતાવે છે કે કેટલી ચાહના છે.તેમના લેખોમાં ગંભીરતા સાથે સમજ આપવાની તાકાત છે.
  આભાર.
  વ્રજ દવે

 44. Pravin V. Patel [USA] says:

  ‘ગુણવંત’ મતલબ કે ગુણવાન અગર તો ગુણનો ભંડાર.
  સ્વયં નામ ધન્ય, ગુજરાતના પનોતા પુત્ર.
  ગુણવંતી ગુજરાતના ગુણવંતા ‘ગુણવંત’.
  સાચાબોલા છે, લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલ જેવા.
  મારી જાણ મુજબ તેઓ પણ ‘પટેલ’ છે.
  મોરના ઈંડાને ચિતરવાની જરુર ન હોય.
  રળિયામણા ‘ઈ-મેઈલ’ માટે ધન્યવાદ.
  હાર્દિક અભિનંદન.

  • trupti says:

   Pravin V. Patel [USA] ,

   આપણે જાતીવાદ માથી ક્યારે ઉચ્ચા આવશું? આ પટેલ, પેલો વાણિયો, ફલાણો બ્રામણ અને ઢીકણો જૈન………… આપણે પહેલા ભારતીય, પછી ગુજરાતી, અને છેલ્લે પટેલ કે વાણિયા કે ન બની શકીયે?

   • Mayur Kotecha says:

    truptiben,

    I agree with you.

    To me the reply of Mr. Pravin Patel (USA) sounds like stressing on Gunvant Shah being Patel. Had this not been the case what is meant by ”મારી જાણ મુજબ તેઓ પણ ‘પટેલ’ છે.
    મોરના ઈંડાને ચિતરવાની જરુર ન હોય.” ????

    Thanks,
    Mayur

 45. Sanjay Upadhyay says:

  ત્રુપ્તિબેન,
  જાતિવાદથી મુક્ત થવુ હોય તો પણ ગુણવંત શાહને જ વાંચવા અને પચાવવા પડશે. મારા માનવા મુજબ શ્રી પ્રવિણ પટેલ પણ ગુણવંત શાહની સરખામણી સરદાર સાથે સચ્ચાઈના પાયા પર કરવા માગતા હતા, પટેલ હોવા ન હોવાને લીધે નહી,. હાલ શ્રી ગુણવંત શાહ માત્રુવંદના યાત્રા દ્વારા ગુજરાતી ભાષાનું ગૌરવ વધારી રહ્યા છે જે નિહાળી સરદારનો આત્મા જરુર હરખાતો હશે.

  • જય પટેલ says:

   સંજયભાઈ

   શ્રી પ્રવિણભાઈ પટેલના અભિપ્રાયનું પૃથ્થક્રરણ આપે સચોટ કયું છે.
   ગુણવંત સાચાબોલા છે….લોખંડી પુરૂષ સરદાર પટેલ જેવા….ના કંટ્યુનેશનમાં
   આગળ વધતા તેમણે શ્રી ગુણવંત શાહની સરખામણી શ્રી સરદાર પટેલના
   સાચાબોલા વ્યકતિત્વ સાથે કરી છે.

   …અને કોઈને જાણ ના હોય કે શ્રી ગુણવંત શાહ….પાટીદાર છે તો આપણે પ્રવિણભાઈનો
   નમ્ર આભાર માનવાની સૌજન્યતા દાખવીશું ?

 46. mahesh upadhay says:

  શબ્દ બ્રહ્મ બની આમ વેબ સાઇટમા વિહરે ત્યારે એને કેટલાય સ્ટોપેજ મળી જાય.એ શબ્દ ની સફર .

 47. mahesh upadhyay says:

  સપ્રેમ વન્દન.
  દૂર સુદૂર થી. શબ્દ બ્રહ્મ ને.અદ્
  ભૂત મૂલાકાત.

 48. Shanivaar ni bapore ane tamara vicharo par chintan, ati sundar shu hoi shake! Khub gamya, badhaj 7 vicharo. Vyatha ee che ke gujarati ma lakhvano praytna karyo pun dirghai, rasvai, kano, matra ni mahomaya ma gunvai gai. Jevato jagto dakhlo angreji madhum ma bhanela gujarati balako no! Maja e-mail vanchine.

 49. anil chokshi says:

  ya,gunvantbhai is a this century`s ” raja rammohanrai.a true samaj sudharak.In sandesh i use to read each & every article.In baroda i attended his lacture on “sambhavmi yuge yuge”.He is good speaker.In our political cinareo we want people like gunvatbhai.

 50. જયસુખ તલાવિયા says:

  ગુણવન્તભાઈને ખુબ વાન્ચ્યા છે.આવા સાત્વિક વાન્ચનનુ સાતત્ય ન જળવાયુ. આજે એવુ અનુભવાય છે કે સારુ વાન્ચન તો જાણે ઘાસની ગન્જીમા સોય ખોવાય ગઈ હોય તેમ વિલોપ થઈ ગયુ. આ સોય (સારુ વાન્ચન)શોધવાના નિશ્ફળ ફાફા હજીય ચાલુ છે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.