મૌન : અસરકારક ભાષા – ઉષાકાન્ત સી. દેસાઈ

[‘અખંડ આનંદ’ સામાયિક માર્ચ-2009માંથી સાભાર.]

ગમો-અણગમો, સુખ-દુ:ખ, આશા-સ્વપ્ન, દરેક બાબતો – વિષયોની શરૂઆત કે બી વિચારના રૂપમાં મનમાં જન્મે છે, જે આપણે ભાષાના માધ્યમથી વ્યક્ત કરીએ છીએ. પશુ-પંખી એટલે મૂંગાં પ્રાણીઓને ઈશ્વરે વાચા-બોલવાની શક્તિ આપેલ નથી. તેથી તેઓ વર્તનથી – માત્ર મૂંગાં રહી ઘણી વાર ઘણું કહેતાં હોય છે. ભાષા દ્વારા જે વિચારો, અન્ય વ્યક્તિ સુધી પહોંચે તેની અસરથી તે વ્યક્તિ કોઈ માહિતીની નોંધ કરે કે વર્તે કે પછી તેના પ્રત્યાઘાત રૂપે બોલે. પ્રાણીઓમાં પણ અમુક બાબતોમાં આપણી ભાષા-સમજવાની શક્તિ હોય છે અને કા….કા… બૂમ પાડો તો કાગડા આવે કે તુ….તુ… બૂમ પાડશો તો કૂતરાં ભેગાં થશે કે ગા…ય…. ગા..ય.. કરી બોલાવવાથી ગાય પાસે આવશે. પોપટ જેવાં પાળેલાં પંખી તો….સી…તા.. રામ જેવા શબ્દો… કે અવાજ પણ કાઢી શકે છે.

જેમ સરોવરના સ્થિર-શાંત જળમાં એકાદ કાંકરી પણ પડે તો તરંગો ઊભા થતા ને ફેલાતા જોવા મળે છે, તેમ ધારો કે ચાર-પાંચ કે વધુ વ્યક્તિ શાંત-મૌન બેઠી હોય ને એકાદ વ્યક્તિ કંઈ બોલે તો તેની અસર તરંગો જેમ આસપાસની વ્યક્તિના મન સુધી પહોંચતી હોય છે. એટલે કે તમે જે કંઈ કડવું-મીઠું, ગુસ્સામાં કે કડવાશમાં કે પ્રેમથી બોલો તે દરેકે દરેક શબ્દની અસર થાય છે, પ્રત્યાઘાત પડે છે. ઘણી વાર બોલવાના બદલે લખાણથી વિચારો પ્રગટ કરાય તો કેટલીક વાર વગર બોલે ને વગર લખાણે માત્ર શરીરના અવયવોના હલનચલન કે હાવ-ભાવથી આપણે ઘણું કહેતા હોઈએ છીએ. જેને કૉમ્યુનિકેશનની ભાષામાં ‘નોન-વર્બલ કૉમ્યુનિકેશન’ કહે છે. તમારી ચાલ પરથી તમારો ગુસ્સો કે ઊભડક બેસવા પરથી તમે ઉતાવળમાં હોવાનું કે આંખના ડોળા કે નાક પર આંગળી રાખવાથી તમે ‘ચૂપ રહેવા’ કહો છો – આવી ઘણી બોડી લૅંગવેજ પ્રચલિત છે.

‘બોલવાથી બોર વેચાય’ જેવી કહેવતથી બોલવાનું મહત્વ અને જરૂરત દર્શાવાયાં છે અને તેથી માર્કેટિંગમાં ઠેકઠેકાણે રસ્તામાં બેનરો મૂકવા ઉપરાંત ટી.વી.ની દરેક સીરિયલમાં વારંવાર, પ્રેક્ષકો કંટાળે તેટલી હદે, જાહેરાતો આવતી હોય છે. આ ઉપરાંત મોબાઈલ ફોન રાખનારાને દિવસમાં દસથી વીસ વાર જાહેરાતના કોલ કે એસ.એમ.એસ. આવે છે. જાહેર જીવનમાં પણ દેશના દરેક નાગરિકને ગમે તે બોલવાની સ્વતંત્રતા, દેશના બંધારણમાં આપેલ છે. વળી, જેનાથી તોફાનો કે હુલ્લડો થતા હોય તેવું ન બોલવાના કાયદા પણ બનેલા છે.

જીવનવ્યવહારમાં ઘણા પ્રસંગો એવા હોય છે કે બોલવા કરતાં ન બોલવામાં લાભ સમાયેલો હોય કે પછી ન બોલવાથી કોઈ નુકશાન થતું બચે. તેથી વડીલોએ એક બીજી કહેવત બનાવેલી છે કે, ‘ન બોલવામાં નવ ગુણ.’ ઘણી વાર બોલવાના લીધે ઉશ્કેરાટ થાય, ગુસ્સો થાય, ઝઘડા થાય, મતભેદ થાય, પૂર્વગ્રહ બંધાય, કે જે કામ થતું હોય તે અધૂરું રહે કે બગડે કે સંબંધો સુધરવાના બદલે બગડે. આવું ઘણું ન ઈચ્છવાયોગ્ય બોલવાના લીધે થતું હોય છે. ઘણી વાર બોલનારનો (બદ) ઈરાદો જ તે માટે એટલે ઉશ્કેરવા માટે જ હોય છે કે સંબંધો બગાડવા માટે હોય છે. મૅનેજમેન્ટની ભાષામાં ‘નેગેટીવ-એપ્રોચ’ હોય છે. ઘણા પ્રસંગો – વિષયોમાં ‘હા’ કહેવામાં કે ‘કબૂલાત’માં પણ જોખમ રહેલું હોય છે. તો સાથે ‘ના’ કહેવામાં કે નકારવામાં પણ જોખમ દેખાતું હોય છે. ઘણી વાર વાર્તાઓમાં એવું આપણે સાંભળેલ છે કે, ‘હા કહીશ તો હાથ કપાય અને ના કહીશ તો નાક કપાશે.’ તેવી પરિસ્થિતિ હોય છે. સામસામા બે પક્ષો હોય, જેમ કે દેરાણી-જેઠાણી કે સાસુ-વહુ વચ્ચેના વિવાદમાં ‘કોણ સાચું’ તે તમારે જણાવવાનું હોય ત્યારે પણ જો ભૂલથી એક તરફી બોલાય જાય તો સામેના બીજી તરફેણવાળા સાથે તમારા સંબંધ બગડશે જ. એટલે આવા સેન્સિટીવ પ્રસંગે – કંઈ પણ બોલવાના બદલે, ન બોલી મૌન રહેવામાં શાણપણ છે. મૌન પરમ ભૂષણમ જેવાં સુવાક્યો સંસ્કૃતમાં ઘણી જગ્યાએ વાંચવા મળે છે.

જ્યારે તમારા કોઈ વાંક-ગુના વગર, તમને અપરાધી ઠરાવવાની વાત ચાલતી હોય અને તમે નિર્દોષ હોવાની દલીલ ન કરો તો ‘સાયલન્સ ઈઝ હાફ કન્સેન્ટ’ – એટલે મૌનના લીધે તમે ગુનેગાર-અપરાધી હોવાનું કબૂલ કરો છો તેવો અર્થ નીકળે. તેથી ઘણી વાર મૌન રહેવું જોખમી પુરવાર થાય ત્યારે તો જોરદાર બચાવ કરી તમારે બોલવું જ જોઈએ. કૉર્ટના ઘણા કેસોમાં, બન્ને પક્ષો એટલે ફરિયાદી અને બચાવ કરનારને વારંવાર જજ સાહેબમ ‘તમારે કંઈ કહેવું છે ?’ તેવું પૂછતા હોય છે જેથી જે મનમાં હોય તે બોલે. સાક્ષી કે બચાવ પક્ષે, ઘણી વાર ન બોલવાથી, તેઓને અન્યાય થાય છે, ને ખોટી રીતે સજા ભોગવવી પડે છે, કે નિર્દોષને અન્યાય થાય છે.

શિક્ષકો, પ્રોફેસરો કે નેતા કે કોઈ પ્રવચન કરનારાનો અનુભવ છે કે બોલવામાં શ્રમ પડે છે, તેનાથી ઘણી વાર થાક લાગે કે મગજ ને અસર પહોંચે છે. બીજી ભાષામાં બોલવામાં શરીરની શક્તિ વપરાય છે. જો બિનજરૂરી બોલતા હોઈએ તો શક્તિ વેડફાય છે ને જો જરૂરી કામ કે કોઈ હેતુસર બોલાતું હોય તો શક્તિનો સદઉપયોગ થાય છે. કોઈ વાર શાંતિથી વિચારજો દિવસ દરમિયાન તમે જેટલું બોલો છો તેમાંથી કામનું – જરૂરી કેટલું બોલો છો અને બિનજરૂરી, નિરર્થક કેટલું બધું બોલો છો. તમને ખ્યાલ આવશે કે બિનજરૂરી બોલ બોલ કરવામાં આપણે બધી શક્તિનો વ્યય કરીએ છીએ. સંસ્કાર, સદભાવના વિષે બોલનારાનો બોધ ઘણી વાર તમે સાંભળ્યો હશે કે, ‘કમ ખાના ઔર ગમ ખાના’ મતલબ ઓછો – જરૂરી ખોરાક ખાનાર અને જરૂર પૂરતું બોલનાર સુખી થાય છે. તે જ પ્રમાણે કેટલાક વિદ્વાનો સલાહ આપે છે કે ‘કમ બોલો, સચ બોલો ઔર મીઠા બોલો.’ આમાં પણ ઓછું બોલવા સાથે, સાચું અને મીઠું એટલે પ્રિય વાણી બોલવાનો બોધ છે.

અનુભવીઓ અને મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે મૌનમાં અદ્દભુત શક્તિ રહેલી છે. તમે જ્યારે મૌન રહો ત્યારે વિચારવાનું બંધ કરતા નથી. એટલે બાહ્ય જગતને જોવો પણ મૌન રહેવાના કારણે તમે આંતરિક જગત તરફ વળશો ને વિચારવાની ક્રિયામાં અંતર્મુખી થતાં તમે ધાર્મિક-આધ્યાત્મિક વિષયમાં વિચારતા થશો. જગતમાં જે ઘણું મિથ્યા છે, સંસારની જે માયા છે, તે બધાના વિચારોના લીધે તમે જે જે ખરાબ, ખોટાં, અનૈતિક કામો કે સ્વાર્થમાં ઘણું ખોટું કરવાની કુટેવ કે ‘અસંસ્કારી જીવન’ છે તે તરફથી પાછા વળશો. જો ક્યાંક અસત્યના માર્ગે હશો તો સત્યના માર્ગ પર આવવાના વિચારો મૌન સ્થિતિમાં આવવા માંડશે. જુદા જુદા ધર્મોમાં પૂજા-પાઠ-તપ-સાધના વગેરે સાથે ‘મૌનવ્રત’ને પણ મહત્વ અપાયું છે. દિવસના અમુક કલાક નિયમિત તમે મૌન પાળો તો જીવનમાં ઘણા ચમત્કાર થવા માંડશે. ઘણા સાધુ-સંતો તો ઘણા મહિના કે વર્ષો મૌન પાળે છે. મૌન પાળશો ત્યારે તમે કરેલાં ઘણાં ખોટાં-અનૈતિક કામો માટે પશ્ચાત્તાપ પણ અનુભવશો. કોઈને અન્યાય કર્યો હોય, કોઈને દુ:ખ પહોંચાડ્યું હોય, કોઈને નુકશાન પહોંચાડ્યું હોય, આ બધાનો ડંખ દરેકના મનમાં ક્યાંક ખૂણે છુપાયેલો હોય જ છે, જે મૌન અવસ્થામાં બહાર આવે જ છે.

ટૂંકમાં મૌન એક અદ્દભુત અસરકારક ભાષા જ નથી, તે એક સાધના-તપ અને જીવનની ઉન્નતિ માટે ઉત્તમ ઉપાય પણ છે. શરૂઆતમાં મુશ્કેલ લાગશે; પરંતુ પ્રયત્ન કરવાથી, વધુ ને વધુ મૌન રહી, તેનો પ્રત્યક્ષ અનુભવ કરી શકાશે ને મનની છૂપી અદ્દભુત શક્તિ બહાર આવશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લીલો વાંસ સુક્કું વન – દિનેશ માવલ
e -મેઈલ – ગુણવંત શાહ Next »   

20 પ્રતિભાવો : મૌન : અસરકારક ભાષા – ઉષાકાન્ત સી. દેસાઈ

 1. મૌનનો અભિષેક માણવાનું શરૂ કરીએ તો ઘણા પ્રશ્નો સરળ થઈ જાય.

  આમેય આઈપોડ જનરેશન મૌનનો સ્વ-અભિષેક માણી રહી છે.
  સેલ્ફ ઈમ્પોઝ મૌન… વિજ્ઞાનની કૃપા..!!!

  • Navin N Modi says:

   આઇપોડ જનરેશન મૌનનો સ્વ- અભિષેક માણી રહી છે એ આપના વિધાન સાથે હું સહમત નથી થઈ શક્તો. મૌન એટલે માત્ર વાણીનું જ મૌન એમ નથી. મનની શાંતિ એ ખરું મૌન છે. ગાઢ નિંદ્રા એ એનું ઉદાહરણ છે
   સાથે એક ચોખવટ કરી લઉં કે આઈપોડ જનરેશનને હું કંઈ ખરાબ નથી સમજતો.

   • શ્રી નવીનભાઈ

    તમે મારી કોમેંટ બરાબર સમજી શક્યા નથી.
    મેં Self-Imposed મૌન ભૌતિક અર્થમાં કહ્યું છે. જો iPod સાંભળવું હોય તો મૌન ઘારણ કરવું જ પડે તો જ સંગીતને સારી રીતે માણી શકાય. તમે જે મૌનની વાત કરો છો તે આધ્યાત્મિક દૂનિયાનું છે જે અહીં અપ્રસ્તુત છે.

    આઈપોડની શોધથી દૂનિયામાં ક્રાઈમ ઓછો થયો છે ?

    આ વિષય સંશોધનનો છે. જેમ તમે ઓછું બોલો તેમ વાદ-વિવાદ ઓછા થાય અને યુવાન વયે સ્વંય-મૌન પાળવું લગભગ અશક્ય છે. આઈપોડના આવિષ્કારે આ કામ કર્યુ છે. આજની યુવા પેઢી જૂની પેઢી કરતાં ઓછું બોલે છે તેમાં સંદેહ નથી જે સામાજિક સમસ્યાઓ ઓછી કરવામાં સહાયરૂપ છે.

    • trupti says:

     ‘Youngsters are talking less then the old generation’ in what way?
     By not talking also, they say so many things and they are people of few words, as what they do not say, is expressed by them in their physical behavior or by their act. And unspoken words hurts more then the spoken words.

     • તૃપ્તી

      અહીં સાપેક્ષમાં આજની યુવા પેઢી કરતાં જૂની યુવા પેઢીની વાત છે.

      હું પોતે ઓટલા જનરેશનનો છું. આજે ખડકી કે ગલીમાં ફળિયાનાં કેટલાં બાળકો બોલ-બેટ રમે છે કે
      ઓટલા પર ગપ્પાં કે ટોળ-ટપ્પાં કરે છે…!!!
      પહેલાં ભણવા બાબતે કોઈ સીરિયસ ન્હોતું .

      આજે મોટા ભાગે બધાં બાળકો શિક્ષણ બાબતે સજાગ થઈ ગયા છે.

      મહાભારતમાં દ્રૌપદીએ ફકત.. આંધળાનાં આંધળા… શબ્દનો પ્રયોગ કર્યો અને મહાભારત સર્જ્યું.

      હવે આ દ્રૌપદીને આઈપોડ પર તેનું ફેવરીટ ગીત સાંભળતી કલ્પી જુઓ…દુર્યોધનની પાણીનાં હોજમાં પડવાની ઘટનાને શક્ય છે કે ઈગનોર કરી હોત.

      ભાથામાંથી છુટેલું તીર
      અને

      મોં માંથી નિકળલો શબ્દ
      કદી પાછાં વળતાં નથી.

    • Navin N Modi says:

     શ્રી જયભાઈ,
     આપે ખુલાસો કર્યો એ મને બહુ ગમ્યું.
     જો માત્ર ભૌતિક જગતની જ વાત હોય તો હું આપની વાત સાથે પૂર્ણપણે સહમત છું. મને આધ્યાત્મમાં રસ હોવાથી મારા
     વિચારોમાં અનાયાસે જ એ વણાઈ જાય છે. આથી કબૂલું છું કે હું આપની વાત બરાબર સમજી શક્યો નહોતો.
     ખોટા પ્રતિભાવ બદલ માફી ચાહું છું.
     આપનો આભારી,
     નવીન મોદી

 2. Sarika Patel says:

  What a great essay. I am really impressed.

  Thanks to Desaibhai

 3. Chirag Patel says:

  બોલે એના બોર વેચાય, ના બોલે એના સો ગુણ.

  Very nice… I enjoyed it.

  Thank you,
  Chirag Patel

 4. dr sudhakar hathi says:

  મૌન મા અદભુત શક્તિ સમાએલી હોય વાની ને સભાલિ ને વાપરવી જોઇયે

 5. ઈન્દ્રેશ વદન says:

  ‘મૌન’ પરના લેખ વિષે મૌન સેવવું જ વ્યાજબી રહેશે.

 6. nayan panchal says:

  મૌનની મહિમા સમજાવતો સુંદર લેખ.

  મૌન રહીને આસપાસ થઈ રહેલુ વધુ સારી રીતે નિહાળી શકાય છે, સમજી શકાય છે, માણી શકાય છે. બાકી જીભ મૌન હોય અને મગજમાં ઉત્પાત મચેલો હોય તે મૌનને મૌન થોડું કહેવાય?

  કોઈ વાર શાંતિથી વિચારજો દિવસ દરમિયાન તમે જેટલું બોલો છો તેમાંથી કામનું – જરૂરી કેટલું બોલો છો અને બિનજરૂરી, નિરર્થક કેટલું બધું બોલો છો.

  આભાર,
  નયન

 7. Ashish Dave says:

  God cannot be found in noise and restlessness because he is the friend of silence. On a side note…

  Mark Twain said:
  It is better to keep your mouth closed and let people think you are a fool than to open it and remove all doubt.

  Ashish Dave
  Sunnyvale, California

 8. jigar shukla says:

  i want to bye this book , please send me the name of publications if possible.

 9. સુંદર લેખ. સાચેજ ક્યારેક ન બોલવાથી ઘણુ બધુ સુધરી જાય છે

  ગાંધીજી પણ અઠવાડિયામાં એક દિવસ મૌનવ્રત રાખતા.

 10. yatish says:

  I would express and request about silence in two sentences: your article very nice…

  Vaattnoon Vatesar na karo;

  Maunnoon Vavetar karo….

  Yatish Mehta

 11. sujata says:

  મૌન ને ફૂટી છે પાંખો
  મૌન ને ફૂટી છે આંખો
  મૌન માં સંભળાયા પડઘા
  મૌન માં પણ થયા અડઘા
  મૌન માં સર્જાયો વિવાદ
  મૌન બની ગયો અપવાદ
  મૌન ના કર્મ સઘળા સાચા
  મૌન ને ફૂટી છે વાચા
  મૌન ના બાણ બહુ અણીયારા
  મૌન માં પણ વહી છે ધારા
  મૌન ની કરશું જાણવણી
  મેળવશું આવી કેળવણી
  વારે તહેવારે રાખશું મૌન
  મૌન થી શણગાર્શું મૌન …..સુજાતા

 12. priya says:

  very nice story ..

 13. હરિસિંહ સી. ડોડીયા says:

  ભાઇશ્રી જય ૫ટેલ,

  માૈન રહેવું અેસારી વાત છે ૫ણ ઘણી વાર વઘુ ૫ડતાં મોનથી લોકો માનસિક રોગનાં ભોગી ૫ણ બનતાં જોયા છે અને આજનાં યુગમાં ડીપ્રેશનનો રોગ એ એટલો બધો વધી ગયો છે કે નાની ઉ:મરનાં છોકરાઓમાં તે વધુ દેખાય છે મૌન એ જે તે જમાનામાં જેટલું ઉપયોગી હતું તેટલું કદાચ આજે નથી. આજે તો તમો જો નહીં બોલો તો તમને કોઇ ગણશે પણ નહીં અને એક બાજુ કોરાણે મુકીને લોકો તમારી ઉપ્‍ર હસશે.

  પહેલાનાં જમાનામાં ભોળા છોકરા ઉપર દયા ભાવ રાખવામાં આવતો હતો અને આજે તેને મુર્ખ ગણવામાં આવે છે
  તે જ રીતે લુચ્‍ચા છોકરાને સમાજ તિરસ્‍કારની ભાવનાથી જોતો હતો જયારે આજે તેને હોંશિયાર ગણશે.

  માટે મારા ભાઇ જમાનો ,યુગ જેમ અપગ્રેડ થાય તેમ આપણે થવું જ પડે . આજે તમો એક પણ દિવસનું મૌન રાખી શકવાને શકતિમાન નથી. કારણ કે જીવનશૈલી જ એટલી ઝડપ્‍ી થઇ ગઇ છે કે બોલ્‍યા વગર ચાલી જ ન શકે છેવટે મોબાઇલમાં પણ બોલવાનાં તો ખરા ને અરે ન બોલો તો મનમાં પણ બોલવાનાં મૌનનો ખરો અર્થ એકદમ િવચારશૂન્‍ય જેને એક જમાનામાં નિર્વિચાર અવસ્‍થા કહેવામાં આવતી તેની પ્રરંભિક અવસ્‍થા છે. આજે તો બોલે એના જ બોર વેચાય ન બોલે તો તમો કોઇ રીક્ષામાં પણ બેસતાં નથી. ભાઇ શટલીયામાં બુમ સાંભળીને કેવા ઠાવકા થઇને ગોઠવાઇ જાઓ છો .

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.