છેતરાયેલું પંખી – મોહનલાલ પટેલ

[‘જલારામદીપ – બાળમાનસ વાર્તાવિશેષાંક’ માંથી સાભાર.]

સુશીલાબહેનની મોટી દીકરી રેખા થોડા દિવસ માટે પિયર આવી હતી. એ આવી ત્યારથી જ સુશીલાબહેન એની આગળ સુમી વિશે રોજરોજ એક જ ફરિયાદ કરતાં હતાં : ‘સુમીના રોજના કજિયાથી હું ત્રાસી ગઈ છું. આવું હઠીલું અને કજિયાળું છોકરું ક્યાંય ન જોયું.’ જવાબમાં રેખા માને ઘણીવાર કહેતી :
‘તેં જ એને વધારે પડતા લાડ લડાવીને બગાડી છે. એનાં મમ્મીપપ્પા પરદેશ છે એવા વેવલા ખ્યાલથી તેં એને પંપાળ્યે રાખી છે એટલે એ આટલી બધી મોઢે ચઢી ગઈ છે.’

પરસાળમાં રમતાં રમતાં સુમીએ રેખામાસીની આ દરખાસ્ત સાંભળી, ત્યારપછી તો કોણ જાણે કેમ એનામાં શાણપણનો ઉદય થયો હોય એમ ઘરમાં એનો કકળાટ એકદમ બંધ થઈ ગયો. જે ફ્રૉક ન પહેરવા માટે એને ધરાઈને માર ખાવો પડ્યો હતો એ ફ્રૉક એ ટપ દઈને પહેરી લેવા લાગી અને જે રોટલી ખવડાવવા માટે સુશીલાબહેનને હાથમાં વેલણ કે સાણસી લેવી પડતી એ રોટલી થાળીમાં પડતાંની સાથે જ એ ચૂપચાપ ખાઈ લેવા માંડી. અને છતાંય રેખામાસીના જવાની આગલી સાંજે સુશીલાબહેનને પોતાના કપડાં એક થેલીમાં ગોઠવતાં જોઈ એ જાણે ડઘાઈ જ ગઈ હોય એમ દૂર ઊભી ઊભી દાદીમાની આ પ્રવૃત્તિ નિહાળી રહી.

સુશીલાબહેન સુમીનાં કપડાંની થેલી તૈયાર તો કરતાં હતાં પણ હવે એમનું મન પાછું પડવા લાગ્યું હતું. નાની દીકરી અને જમાઈ અમેરિકા ગયાં ત્યારે એમની લાડકી દીકરી દાદાદાદીને સોંપી હતી. આજ એમને કશી જાણ કર્યા વગર એ દીકરીને પોતે પોતાનાથી વેગળી કરી રહ્યાં હતાં. ‘ચાર વર્ષના બાળકનો એવો તે શો ત્રાસ ?’ સુશીલાબહેનનું મન એમને ઠપકો આપી રહ્યું હતું.
‘એ ગમે એટલી કજિયાળી હશે પણ એને તમારો કેટલો બધો નેડો છે ! તમારા વગર એક પળ પણ એ રહી શકતી નથી. જ્યાં જાઓ ત્યાં સાથે ને સાથે….’
એમણે રેખાને કહ્યું : ‘એમ થાય છે, રેખા, કે સુમીને હવે મોકલવી નથી.’
‘વિચાર ફર્યો ? શું થયું ?’
‘તું જ કહે, હવે એનો કોઈ કજિયો દેખાય છે ?’
‘એ તો હું અહીં છું ત્યાં સુધી’ કહી રેખાએ ઉમેર્યું, ‘તું ઈચ્છે કે ન ઈચ્છે, પણ હું એને મારી સાથે લઈ જવાની છું. વહેલા મોડા એનેય અમેરિકા જવાનું થશે. એ આમ સાવ બોતડા જેવી રહે એ કેમ ચાલે ? હું એને કેળવીશ. તમે રહ્યાં જૂના જમાનાનાં. તમને એ બધું ન ફાવે.’

દીકરી-જમાઈ પરદેશ ગયાં ત્યારે માબાપથી વિખુટી પડેલી સુમીની સ્થિતિ અત્યારે સુશીલાબહેનને યાદ આવી ગઈ. એક અઠવાડિયા સુધી તો ‘મમ્મી… મમ્મી’ કરતી રાતદિવસ હિજરાતી રહી હતી. બિચારીને રડતાંય બીક લાગે. છાની છાની રડે. રાતમાં પથારીમાં બેઠી થઈ જાય. ક્યારેક ડૂસકાં ભરે… સુશીલાબહેને રેખા સાથેની વાત આગળ વધારતાં કહ્યું : ‘અમારા બંનેની એને ઘણી માયા છે. તારે ત્યાં આવીને એ હિજરાશે.’
રેખાએ દઢ સ્વરે માને જવાબ આપ્યો : ‘આમ ઢીલી થઈશ નહીં, બા. એના ભવિષ્યનો વિચાર કર. અહીં રહેશે તો એ બગડી જશે.’ વળી સુશીલાબહેને મન કઠણ કરીને થેલી ભરવાનું ચાલુ રાખ્યું. પણ એમની નજર વળી વળીને દૂર ઊભેલી સુમી ઉપર ઠરતી હતી અને સુમીને ટગર ટગર નિહાળી રહેલી જોઈને એમનું હૈયું દ્રવવા લાગ્યું હતું. રેખા સહેજ આઘીપાછી થઈ એટલે દાદીમાની સ્નિગ્ધ નજર પારખીને સુમી એમની પાસે આવી. એણે ઢીલા અવાજે પૂછ્યું : ‘માસીને ઘેર જવાનું છે, બા ?’
‘હા, બેટા.’
સુમી ચૂપ થઈ ગઈ. એની આદત પ્રમાણે એણે ન કશી રાડ પાડી કે ન પગ પછાડ્યા. જીભ સિવાઈ ગઈ હોય એમ ચૂપ જ રહી. સુમીને આશ્વાસન આપવા ખાતર જ સુશીલાબહેને કહ્યું :
‘અત્યારે તું માસીની સાથે જા, પછી અમે તારી ખબર કાઢવા આવીશું.’
સુશીલાબહેનના અવાજમાં કશો રણકાર નહોતો. સુમીને એમની વાતમાં વિશ્વાસ ન બેઠો છતાં એ બોલી : ‘દાદા આવશે ?’
‘હા, એય આવશે.’
જાણે બધુંય સમજતી હોય એમ થોડી રીસ સાથે સુમી બોલી : ‘અમને બધી ખબર છે. તમે કોઈ આવવાનાં નથી. હું યે નહીં જાઉં.’
સુશીલાબહેને કશો પ્રત્યુત્તર ન આપ્યો. એમણે થેલી ભરવાનું ચાલુ રાખ્યું. એમાં એમણે બે રમકડાં પણ મૂક્યાં. આમ તો, રમકડાંની વાત આવે ત્યારે ‘આ નહીં, તે નહીં.’ એવી સુમીની ભાંજગડ શરૂ થઈ જાય. પણ અત્યારે એ ચૂપ રહી અને જોયા કર્યું.

સુમીને સાડી પહેરવાનો ખૂબ શોખ. સુશીલાબહેને એક જૂની સાડી કપાવીને સુમી માટે ઓટાવી હતી. એ પહેરવામાં સુમી કલાકો કાઢી નાખીને રાજી રહેતી. સુશીલાબહેનને થયું, સુમીનું મન બીજે ક્યાંય નહીં લાગે તો આ સાડીમાં તો જરૂર લાગશે અને એનો સમય જશે. સુશીલાબહેને એને પૂછ્યું, ‘પેલી સાડી થેલીમાં મૂકું, બેટા ?’
કશા ઉમળકા વગર સુમીએ જવાબ આપ્યો : ‘મૂક.’
વહેલી સવારે સુમી જાગી ગઈ. એણે ચારેતરફ નજર ફેરવી. રાડ પાડીને એને કહી દેવાનું મન થયું, ‘હું નથી જવાની.’
પણ રેખામાસીને જોઈને એ જાણે મૂક જ થઈ ગઈ.
રેખાએ કહ્યું : ‘ચાલ સુમી, તૈયાર થઈ જા.’
‘બા ક્યાં છે ?’
‘બાનું શું કામ છે ? બ્રશ કરી લે.’
સુમી કશું જ બોલી શકી નહીં. રેખાની નજર એના પર બરાબર જડાયેલી હતી. પલંગ પરથી ઊતરીને એ બ્રશ કરવા ચાલી ગઈ. નીકળતી વખતે બધી બીક છોડી દઈને સુમીએ રડવા માંડ્યું. રિક્ષામાં ન બેસવા માટે હઠ પકડી. સુશીલાબહેને એને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો પણ સુમી પર એની કશી અસર ન થઈ. આખરે એમણે એક અસત્યનો આશ્રય લીધો. એમણે સુમીને કહ્યું : ‘અમે આવતીકાલે બપોરની ગાડીમાં રેખામાસીને ત્યાં આવીશું.’ પણ અસત્યમાં તે શો રણકાર હોય ? દાદીની વાત સુમીના ગળે ના ઊતરી.

હવે સુમીને બળજબરીથી રિક્ષામાં બેસાડ્યા વગર છૂટકો નહોતો. એ કામ રેખાએ કરવા માંડ્યું. રેખા જેમ જેમ એને ઊંચકવાનો પ્રયાસ કરતી તેમ તેમ એ એના હાથમાંથી બળપૂર્વક સરકી જતી હતી. રેખા અચંબામાં પડી ગઈ. ચાર વર્ષની છોકરીમાં આટલી તાકાત ? દાદાએ સુમીને ઊંચકીને રિક્ષામાં બેસાડવામાં રેખાને મદદ કરી. અને સુમીને વિશ્વાસ પડે એ રીતે સુશીલાબહેનની વાતને દોહરાવતાં કહ્યું : ‘અમે આવતીકાલે બપોર પછી નીકળીને ત્યાં આવીશું.’ થોડો વિશ્વાસ પડતો હોય એમ જરા શાંત થઈને સુમી દાદાની વાત સાંભળી રહી. દાદા કદી જૂઠું ન બોલે. છતાં ખાતરી કરી લેવા એણે રડતાં રડતાં દાદાને પૂછ્યું :
‘તમે આવશોને, દાદા ?’
‘હા, બેટા. અમે જરૂર આવીશું.’
‘ક્યારે ?’
‘કાલે બપોર પછી નીકળીશું અને રાત પહેલાં તારી પાસે પહોંચી જઈશું.’
સુમીના પ્રશ્નોનો અંત નહીં આવે એમ સમજી રેખાએ રિક્ષાવાળાને રિક્ષા ચલાવવાની સૂચના આપી. અને રિક્ષાવાળાએ રિક્ષા હંકારી મૂકી.

સુમીને જે રીતે મોકલી દેવાઈ એ રીતથી બિહારીભાઈ અને સુશીલાબહેન દુ:ખી હતાં. સુમીને છેતરીને રવાના કરી દેવા બદલ એક પ્રકારના અંત:તાપથી બંને જણ સીઝાઈ રહ્યાં. બપોર થઈ, રસોડામાં આજ કશો કકળાટ નહોતો. દાદાદાદી ચૂપચાપ જમતાં હતાં. અકળાવતા મૌનનો ભંગ કરવાની ખાતર જ બિહારીભાઈ બોલ્યા : ‘સુમી વગર જરાક સૂનું તો લાગે છે, કેમ ?’
જવાબમાં સુશીલાબહેને મનમાં ઘોળાતી વાત જ કહી :
‘આવતીકાલે એ બિચારી આપણી રાહ જોયા કરશે અને નિસાસા નાખ્યા કરશે.’
એક આશ્વાસન ખાતર બિહારીભાઈ જે મનમાં નહોતું એ બોલ્યા : ‘આપણે એના હિતમાં જ કઠોર થયાં છીએ ને ? સુમી દીકરીને ત્યાં છે. એ આપણા કરતાં એને સારી રીતે સાચવશે. પછી શી ચિંતા ?’
‘ચિંતા તો કશી નહીં, પણ બાળક કંઈ સમજે છે ? એ તો હિજરાયા કરશે.’
રસોડામાં ફરીથી મૌન છવાઈ ગયું.

જમ્યા પછી બિહારીભાઈ સીધા મેડીએ ચઢી ગયા. ઉપર જઈને એમણે મહિના પહેલાં અમેરિકાથી આવેલો દીકરીનો કાગળ કાઢ્યો. દીકરીએ છેલ્લા ફકરામાં સુમીને વાંચી સંભળાવવા માટે આ લખ્યું હતું : ‘સુમી બેટા, દાદા-દાદીને જરાય હેરાન ન કરતી. દાદાદાદીને તું ખૂબ વહાલી છે. અમારા કરતાંય એમનો પ્રેમ તારા ઉપર વધારે છે. એમનું કહ્યું કરજે અને ખુશ રહેજે.’ બિહારીભાઈ કડવાશભર્યું હસ્યા. પછી સ્વગત બોલ્યા :
‘ખોટી વાત. સુમી ઉપર તમારોય પ્રેમ નથી અને અમારોય પ્રેમ નથી. તમે એને અમારા હવાલે કરી અને અમે રેખાના હવાલે…. એને અહીંથી જવું નહોતું. ન જવા માટે એણે કેટલા ધમપછાડા કર્યા ! મોટાના શારીરિક બળ આગળ એનું શું ચાલે ? એ કેટલું રડી હશે એનો હિસાબ કોણ આપવાનું હતું ?’

એકાદ અઠવાડિયા પછી રેખાનો કાગળ આવ્યો. એણે લખ્યું હતું : ‘સુમીને બરાબર ફાવી ગયું છે. સોસાયટીનાં છોકરાં સાથે આખો દિવસ રમ્યા કરે છે. અને તમને યાદ પણ કરતી નથી.’ રેખાના કાગળની સુશીલાબહેન કે બિહારીભાઈ બેમાંથી કોઈના હૈયાને ધરપત થઈ નહીં. ઊલટું, એમની ગમગીનીમાં ઉમેરો થયો. દીકરી અને જમાઈ સુમીને મૂકીને અમેરિકા ગયાં એ પછી એમને પોતે લખેલો કાગળ બિહારીભાઈને યાદ આવી ગયો. એમણે લખ્યું હતું : ‘સુમી મજા કરે છે. એને હવે જરાય એકલવાયું લાગતું નથી. આખો દિવસ ફળિયામાં રમ્યા કરે છે…..’ એ પત્ર લખાતો હતો ત્યારે સુમી મમ્મીને યાદ કરીને લાંબે લહેકે રડી રહી હતી. રેખાના કાગળમાં દંપતીને કશું આશ્વાસન ન મળ્યું. પંદરેક દિવસ પછી બીજો કાગળ આવ્યો ત્યારે તો સુશીલાબહેને કહી જ દીધું : ‘કાગળ-બાગળ કંઈ નહીં. આપણે જાતે જ સુમીની ખબર કાઢી આવીએ.’
પત્નીના આ વિચારને મોળો પાડવાના હેતુથી બિહારીભાઈએ કહ્યું : ‘આપણે ત્યાં જઈશું એટલે વળી સુમીનું મન ત્યાંથી ઉપડી જશે.’
પણ સુશીલાબહેને એક જ રટણ ચાલુ રાખ્યું : ‘સુમીની જાતે ખબર કાઢ્યા વિના જીવને ચેન પડવાનું નથી.’ બિહારીભાઈ આખરે પત્નીની વાતમાં સંમત થયા. એ લોકો રેખાને ત્યાં પહોંચ્યા. કશી ખબર આપ્યા વિના માબાપને આવેલાં જોઈ રેખા વિચારમાં પડી ગઈ.

અંદર દાખલ થતાં સુશીલાબહેનની નજર કશુંક શોધી રહી હોવાનું જણાતાં રેખાએ પૂછ્યું : ‘સુમીને ખોળે છે, બા ?’ પોતાના આવ્યાનો અણસાર આવતાં જ સુમી હરખભેર દોડતી આવશે એવો સુશીલાબહેનનો ખ્યાલ હતો પણ સુમીને દોડી આવેલી ન જોઈ એમની નજર એને ખોળી રહી હતી. એમણે કહ્યું :
‘એ કેમ દેખાતી નથઈ ?’
‘હમણાં શોભાને ઘેર છે.’ શોભા સુશીલાબહેનની બીજી દીકરી હતી. તે આ શહેરમાં હતી.
‘એને બોલાવી લે.’ સુશીલાબહેને કહ્યું.
રેખાએ તરત જવાબ આપી દીધો : ‘કંઈ બોલાવવાની નથી. માંડઠેકાણે આવી છે તે તમને જોઈને વળી ફુંગરે થશે.’ સુશીલાબહેન રેખા સામે તાકી રહ્યા. આખરે માની લાગણી સમજી રેખાએ શોભાને ફોન કર્યો અને શોભા સુમીને લઈને આવી પહોંચી. દરવાજામાં દાખલ થતાં સુમી ત્યાં જ ઊભી રહી. ડઘાઈ ગઈ હોય એમ થોડીવાર તો એ બાઘાની જેમ બોલ્યાચાલ્યા વગર જ ઊભી રહી અને પછી કોઈ આવેગવશ રડવા લાગી. સુશીલાબહેને એને એકદમ ઊંચકી લીધી. અને ડૂમો છૂટી ગયો હોય એમ એ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. સુશીલાબહેને એને છાતીસરસી ચાંપી રાખી. એમની આંખ ભરાઈ આવી. બિહારીભાઈએ પણ આડું જોયું.

સાંજે સુશીલાબહેનને મળવા આવેલા રેખાના પડોશી ભૂપતભાઈએ કહ્યું : ‘ભાઈ, તમારી સુમીને તો તમારાં આ દીકરી-જમાઈ જ રાખી શકે.’ સુશીલાબહેન જિજ્ઞાસાથી ભૂપતરાય તરફ જોઈ રહ્યાં.
ભૂપતરાય બોલ્યાં : ‘અહીં આવ્યા પછી એ છોકરીએ એક અઠવાડિયા સુધી તો મોંમાં જીભ ઘાલી નથી. રાતદિવસ રડ્યા કરે. એક જ રટણ – ‘બા પાસે જવું છે.’ છોકરીની આટલી બધી કનડગત જોઈને મને રેખાબહેનની દયા આવી. એક દિવસ તો હું જ ત્યાં પહોંચી ગયો. એક એવો ઘાંટો તાણીને એને ઘમકાવી નાખી કે એ ત્યાં ને ત્યાં જ થથરી ગઈ અને પછી એવી ચૂપ થઈ ગઈ કે આજની ઘડી અને કાલનો દહાડો !’ આ સાંભળી સુશીલાબહેને માંડ આંસુ ખાળી રાખ્યાં. દાદાદાદીના આવ્યા પછી સુમીમાં હવે જાણે નવા પ્રાણનો સંચાર થયો હતો. પંખીની જેમ એ હીંચકો, બગીચાની લૉન, મકાન પાછળના ક્યારાઓ વચ્ચે દોડાદોડ અને ઉડાઉડ કરતી હતી. આવા મુક્ત ભ્રમણ વચ્ચે પણ સુમી વારંવાર દાદા અને દાદીની ખબર લઈ જતી હતી. આના સંદર્ભમાં એક પળે બિહારીભાઈએ સુશીલાબહેનને કહ્યું : ‘સુમી પાંચ પાંચ મિનિટે આપણી ખબર લઈ જાય છે. જાણો છો, શાથી ?’ ઉત્તરની રાહ જોયા વગર એમણે જ કહી દીધું : ‘એને બીક પેસી ગઈ છે કે ક્યાંક આપણે એને છોડીને ચાલ્યા જઈશું. એક વખત આપણે એને છેતરી છે ને, હવે એને વિશ્વાસ પડતો નથી.’

થોડી ક્ષણો સુધી મૌન ધારણ કરીને બિહારીભાઈ બોલ્યા : ‘આપણે એને સાથે જ લઈ જઈએ તો ?’ હરખમાં આવી જઈને સુશીલાબહેને તરત કહી દીધું, ‘આ તો તમે મારા મનની જ વાત કહી.’ ઉત્સાહમાં આવી જઈને એમણે આવતીકાલે જ જવાનું વિચાર્યું. રેખા કોઈ સ્નેહીને મળવા ગઈ હતી. રાત્રે એ પાછી ફરે ત્યારે એને જાણ કરાશે એ ખ્યાલથી એમણે જવાની તૈયારી કરવા માંડી. ફરી એકવાર સુશીલાબહેન સુમીનાં કપડાં થેલીમાં ભરવા માંડ્યાં. આ નજરે પડ્યા પછી કોઈ અજાણી આશાનો અંકુર સુમીના ચિત્તમાં એકાએક ફૂટ્યો. એણે દાદીને પૂછ્યું : ‘મારાં કપડાં થેલીમાં કેમ ભરે છે, બા ?’
‘કાલે ઘેર જવું છે. તનેય સાથે લઈ જવાની છે.’ સુશીલાબહેને ઉત્સાહમાં ને ઉત્સાહમાં આ પણ કહી દીધું. કપડાં ભરતાં ભરતાં સુશીલાબહેનને પેલી સાડી યાદ આવી. એમણે સુમીને કહ્યું : ‘તને પહેરવા આપી હતી તે સાડી લઈ આવ તો.’
‘એ તો માસીએ ભિખારીને આપી દીધી.’
‘કેમ ?’
‘માસી કહે, આવા ગામડિયા લબાચા ઘરમાં ન જોઈએ.’
સુશીલાબહેન કશું બોલ્યાં નહીં.
સુમીએ પૂછ્યું : ‘ક્યારે જવાનું, બા ?’
‘કાલે બપોરે જમીને.’
રાત્રે ઘેર આવતાં રેખાને ઠીક ઠીક મોડું થયું. સુમી ઊંઘી ગઈ હતી. જમ્યા પછી સુશીલાબહેને રેખાને એમના નિર્ણયની જાણ કરી અને સુમીને સાથે લઈ જવાનો ઈરાદો પણ જાહેર કર્યો.
‘સુમીને સાથે લઈ જવી છે ?’ આશ્ચર્ય અને રોષની મિશ્ર લાગણી સાથે રેખા બોલી ઊઠી.
‘હા.’
‘હું સુમીને રાખવા અહીં લાવી અને આટલા દિવસમાં તમે એને પાછી લઈ જાઓ એનો શો અર્થ ? લોકો શું ધારે ?’
‘લોકો શું ધારવાનાં હતાં ? થોડા દિવસ માટે માસીને ત્યાં આવી હતી હવે પાછી ગઈ.’
‘લોકો તું સમજે છે એવાં ભોટ નથી હોતાં, બા. સુમીને બાલમંદિરમાં દાખલ કરાવવા મેં કેટલી દોડધામ કરી અને ડોનેશનમાં કેટલી રકમ આપી એ તું શું જાણે ? સોમવારથી એને મોકલવાની છે અને તું એને લઈ જવાની વાત કરે છે.’ આટલું કહી માઠું લાગ્યું હોય એમ રેખા ચૂપ થઈ ગઈ.

બિહારીભાઈને લાગ્યું કે સુમીની દેખભાળ બાબતે પોતાનામાં બા-બાપુને વિશ્વાસ નથી એવું રેખા માની બેઠી છે. અને તેથી જ એને ખૂબ માઠું લાગ્યું છે. એટલે એમણે સુમીને સાથે લઈ જવાનો ઈરાદો છોડી દીધો. અને હવે આવતીકાલે બપોરે જવાને બદલે વહેલી સવારે સુમી ઊંઘતી હોય ત્યારે નીકળી જવાનું વિચારી લીધું. સુશીલાબહેનને પણ એમણે પ્રયત્નપૂર્વક સમજાવ્યાં અને વહેલા નીકળી જવા અંગે રેખાને પણ સંમત કરી. સુશીલાબહેને ઉઘાડી આંખે રાત પસાર કરી અને બિહારીભાઈ પણ પાસાં ઘસતા રહ્યા. વહેલી સવારે નીકળતી વખતે સુશીલાબહેન એમની બેગ લેવા માટે દીવાલ તરફ વળ્યાં. સુમીની થેલી બૅગને અઢેલીને મૂકી હતી. સુશીલાબહેને એ થેલી ઉપાડીને બાજુએ મૂકી. થેલીમાં મૂકેલી ઢીંગલીનો ચહેરો બહાર ડોકાઈ રહ્યો હતો.
ઢીંગલી હસી રહી હતી.
સુશીલાબહેને બેગ ઉપાડી. એમણે એકવાર પેલી થેલી તરફ જોયું. અને પછી સુમી તરફ નજર કર્યા સિવાય જ પગને આંચકો આપીને ચાલવા માંડ્યું.
એ વખતે સુમી ઊંઘતી હતી.
અને ઢીંગલી હસી રહી હતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાંચન વૈવિધ્ય – સંકલિત
પપ્પા : મારા ‘પરિવાર’નું એકમાત્ર સ્વજન..! – જય વસાવડા Next »   

42 પ્રતિભાવો : છેતરાયેલું પંખી – મોહનલાલ પટેલ

 1. panna vyas says:

  so touchy story! children are really so innocent and very loving.one should not break their trust.

 2. સુંદર વાર્તા.

  મોસાળ…મારી બા…યાદ આવી ગઈ.

 3. સુંદર વારતા….બાળકના મન નું સુંદર નિરુપણ.

 4. ખુબ સંવેદનશીલ વાર્તા…

 5. Anand Anjaria says:

  ખુબ જ સરસ વાર્તા.. થોડુક મન દુખી થયુ નાના બાળક માટે.

 6. vandana says:

  it was really very nice story
  i personally believe that it is not the school or college that teaches the children but it is the love of parents and so it does not matter where the child stays he or she will shine up if he is nurtured properly.

 7. Sarika Patel says:

  ખુબજ સરસ વાર્તા.. વાર્તા..

 8. hardik says:

  Saari and toching story but sumi ne Dada-Dadi aagal rahevado..

 9. dhiraj says:

  ‘સુમી પાંચ પાંચ મિનિટે આપણી ખબર લઈ જાય છે. જાણો છો, શાથી ?’ ઉત્તરની રાહ જોયા વગર એમણે જ કહી દીધું : ‘એને બીક પેસી ગઈ છે કે ક્યાંક આપણે એને છોડીને ચાલ્યા જઈશું. એક વખત આપણે એને છેતરી છે ને, હવે એને વિશ્વાસ પડતો નથી.’

  great

  રડુ આવિ ગયુ

 10. a says:

  ખૂબ સરસ….
  એક શેર યાદ આવી ગયો,
  ઘરસે મસ્જિદ તો બહોત દૂર હે,
  ચલ યે કર કે કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાયે,
  આભાર…

 11. Ami Patel says:

  Nice touchy story…End can be better…This end made me cry!! Thank god I did not have to send my daughter to India.

 12. ભાવના શુક્લ says:

  સરસ વાર્તા!!!

 13. Veena Dave,USA says:

  ખુબ કરુણ વાત પણ સત્ય્.
  આવુ રોજ અમેરિકાથી આવતા પ્લેનમા જોવા મળશે.
  આવુ કોણ કરે છે એ આ લેખકને ખબર પણ હશે.
  પૈસા કમાવાની લ્હાયમા સન્તાનોની લાગણી માટે ના વિચારે એ મા-બાપ કહેવાય? આવા બાળકો મો્ટા થઈને શુ કરે એ વિચરવા જેવુ..
  છે્વટે મન્દબુધ્ધીના આશ્રમમા મુકવાનો વખત આવે ત્યારે ઘણુ મો્ડુ થઈ ગયુ હોય્.
  આવા પઈસાની લ્હાયવાળા મા-બાપ દિકરાનુ ઘર પણ ભાન્ગી નાખે. જ્યા લાગણી નથી તે માણસ પશુથી પણ નીચો.

 14. Zalak (USA) says:

  Very Touching Story ….. Its very sad to think that she may not have trust on her own parents.
  Now days parents are busy making money and trying to keep their child away, but its not good for kids. I think if a person is not capable of raise his or her own child, then should not have think about having one. – Child એવુ નથિ કહેતુ કે મને તમે દુનિયા મા લાવો, એ તો આપને એમને લાવિયે છે -what goes around comes around- today parents keep them away, later on the child will keep them away.

  • tvk says:

   In America, in spite of keeping the children by their parents, they leave their parents when they are capable of leaving alone. I am talking only about Indian-American. One more thing, are any of your parents or parents- in-law staying with you?
   The situation may change even after giving birth to the children.
   I my view your comments should not have been so harsh!!!!!!!! It is very easy to say for a person who has not gone through the situation. It is not always correct that, the parents do not love their children because they have separated their small children for some reason. (That too temporarily) The situation plays very important role.

   • hardik says:

    TVK,

    Can we ask one honest question to ourselves, were conditions better for our parents when we were kid?
    I know today’s world is different but nature,earth and everything is same. Bottom line: We don’t want to sacrifice our life. Be it responsibility or anything else for that matter. But what we lack is will to do things..

    I understand the situation and point you are making.

    Regards,
    Hardik

    • tvk says:

     Hardik,

     I understand, the situation was even worse then what is now when we were kids, as may be we were 2-3 siblings, as compare to may be single at present. However, the time is changing, the condition is changing, and the needs for the kid/kids are changing. In the world of competition, we do not want our child/children to be behind in the competition.

     Education is becoming expensive as we all as very competitive also, so to make place for our child/ children in the world we parents have to work hard to give them the best.
     Tell me one thing how much your parents must have spent on your education until you finally finished the education? Not even 10% of the amount what we are spending on our child/ children on yearly basis.

     At what % were you getting admission in Medical or Engineering? Forget about about these competitive fields, even to get admission in Commerce stream in reputed college of Mumbai one has to secure more then 88% in class X, and when I passed my SSC, this was the highest % in our school!!!!!!

     Do not forget that, whatever the parents are doing is for their child/children. Very few parents are self-fish.

     If we are talking about the parents, how many children leaving their parents behind in the country to settle in the foreign country. Why their parents had not sacrificed their life for them? (the situation where, the parents had sacrificed their working career to raise the children.). How may children think about their parents? As we read so many times, that many NRI’s are using their parents as their servants, they invite them to their house in foreign country only to raise their children. Why then NRI’s do not come back either to their country or either of the parents take up the responsibility of raising the chid/children leaving their respective job. The glitter of the dollars is so tempting. However, that time they argue that it is not possible in the USA/UK or any other western country to survive with the single person’s earning.

     Many of our NRI readers have painted the mother of the child in story as villain or bad but have they forgotten their days? How far it is correct to measure every one in the different scale in the different country?

     • riya says:

      to: TVK
      Why some some people in living in india think that if person go to USA/UK are greedy about doller. I am getting sick of this kind of comment. Tell me, how are they different from any other people who leave country either for work reason or family reason.

     • hardik says:

      TVK,

      Are you NRI? If you’re then you know the reason why people don’t come back immediately. Regarding challenging and competitive environment,the thing is we don’t trust our kids and we want to make them competitive as what we think is the best for them not the other way around. At least, that is not the case if you’re away from India,believe me. I agree education is become costly but who makes that costly. I know my niece was place in play group which costs 40K INR P.A that was the amount i completed by B.E and 12th Science and have some spare money too. What’s the need of spending 40K in play group?Same is the case with higher education..

      Regarding Education>>it’s’ demographic changes see the population increase in decades it’s mammoth and obviously competition is going to coast the higher prices.. simple supply and demand..

      Regarding Selfishness i agree no parent is selfish but they are over protective..

      Let your kid know what is reality and upbring them based on reality only. Don’t put them with grand parents to raise them as their responsibility.. they may be good human but will lack something may be warmth of parents..

      I am not here to debate but what i believe is “Feeling of “Home” must be preserved before it turns “House” “..

      Regarding NRIs i think you’ve some true assumptions and very wrong perceptions..all are not bad..But that’s true all generalizations are bad..

  • Premal says:

   I totally agree. “ઘરડા ઘર ની શરુઆત ના પાયા માં ઘોડીયા ઘર નો પ્રારંભ રહેલો છે” નાનપણ માં સંતાનો મા – બાપ ની હુંફ ઝંખે છે જો તમે તેને તે આપી શકતા ના હો તો તમારી વૃધ્ધાવસ્થા માં તેમનો સહકાર મેળવવા ની આશા તદન નકામી છે.
   In this story, Sumi’s parents are most responsible for her situation.

 15. Jinal Patel says:

  સુમી ના માતાપિતા (અને એના જેવા બીજા જેમ્ને મન સન્તાન કરતા અમેરીકા વધુ મહત્વ નુ છે) ઍ સુમી પાસે થી કોઇ આશા ના રાખ્વી કારણ કે સુમીને રમવાના દિવસોમા પોતે કોને ઘેર કેવી રિતે રેહ્શે એની ચિન્તા કરવી પડે છે. બા હોય કે માસી માતા વગર પુત્રિ ને કોઇ સમજી નથી શક્તુ. atleast I believe so..Love you mom!!

 16. avidreader says:

  A child needs the parents loving care and no amount of money or gifts given when he or she grows up can make up for its absence. Bring a child in this world only if you are ready to take the responsibility not because the society or your relatives want u to do so.

 17. tejal tithalia says:

  ખુબ જ સરસ વર્તા.વાચતા આખો મા પાણી આવી ગયુ…………દાદા-દાદી જોડૅ સુમિ જાત તો બહુ સારુ લાગતે………

 18. tvk says:

  In my view, the end should have been different. The grand parents should have taken the child with them. By leaving the child behind in her sleep after giving assurance to her that, she would be taken way by them to their house, has broken the trust of the child.

  How the child was feeling, and how the mother must have felt leaving her child that also I can feel.

  The author has tried to depict the situation where, the child is feeling lonely as her parents are leaving her behind and gone abroad. Many of our reader has painted the parents greedy and self fish, but only the parents can tell how they must have felt while leaving their child. One must try to understand the situation of the parents also. The author has sent the parents to USA, but in reality, the parents leave their children in the care of grandparents within the country also for many reasons.

  I had kept my child with my parents when she was small. The reason was because not only I was working but also the reason was the atmosphere in the house. There was constant nagging of my mother-in-law (MIL). I was working much before my marriage and was ready to give up my job as my hubby was doing well, but even if my hubby buys any small gift for me my MIL will humiliate me in front of the relative and would even say that, I must have asked/ forced my hubby to buy the gift for me, and being the only son my hubby would not say anything to keep harmony in the house. I was not allowed to go and meet my parents as, as per my MIL, I am roaming out of the house from Monday to Friday so I should stay at home. At the same, she used to feel dirty when my child used to do potty in her ‘potty chair’ in drawing room. These are the few instances, which forced me decide, whether I should give up my job or not as by leaving the job, I would be losing my economic independence.

  Since, I was not feeling comfortable to keep my child in the day acre centre, I left my child in the care of my parents, who used to stay nearly 12 k.m. away from my house( as once again, my MIL was not willing to take care of her even if I employ the full time servant for her). I used to bring her home during the weekends.

  Finally, after some time, I could afford to buy a house near my parent’s house and shifted close to their house, so that I can continue working at the same time can give quality time to my child. As in the present economic condition, in India too single member working is not sufficient.

 19. Sakhi says:

  Very nice Story I cry , In end when Sumi’s grand parent live her to her masi’s house . Very sad.

  Second point in this story when Sumi come to her masi’s house and Rekha’s neighber saying to grand parents ભૂપતરાય બોલ્યાં : ‘અહીં આવ્યા પછી એ છોકરીએ એક અઠવાડિયા સુધી તો મોંમાં જીભ ઘાલી નથી.રેખાબહેનની દયા આવી. એક દિવસ તો હું જ ત્યાં પહોંચી ગયો.એક એવો ઘાંટો તાણીને એને ઘમકાવી નાખી કે એ ત્યાં ને ત્યાં જ થથરી ગઈ અને પછી એવી ચૂપ થઈ ગઈ કે આજની ઘડી અને કાલનો દહાડો ! What kind of Masi she is ?? her neighber come and screm on her niece to make that 4 year old stop crying.

  Meaning of Masi is you see your mom in her . In this story Rekha is not good masi to make stright Sumi. Poor child

  Same on her own parents .

 20. Vraj Dave says:

  આવું પણ બને છે?

 21. Urvi pathak says:

  કાશ મેં આ વારતા ના વાંચી હોત્

  કરુણ વાર્તા…..

  મન વ્યાકુળ થઇ ગયુ….
  બિચારી સૂમી….

  રજૂઆત ખૂબ જ સુંદર્… કેવી રીતે કહું…..

  બાળકના અસ્તિવની જવાબદારી નાસમજ લોકો ને મા-બાપ થવાનો હક્ક નથી

 22. Namrata says:

  Editors, if possible, please put stories with positive ending on this site. So many people start their day with this site and its depressing if one reads these type of the stories. However, It is nice touchy story and positive end may have made it a mediocre positive ending story.

 23. Vaishali Maheshwari says:

  Very touchy story Mohanlal Patel.

  I also could not stop my tears while ready it.
  Beautifully described.

  Little kids have hunger for love.
  Parents should feel pity on leaving their children at the age when the kids need them the most.

  Very nice story, but surely happy ending would have made it nicer.
  The author could have mentioned something like Sumi grew up very smart under her Masi’s guidance, etc. etc.

  Thank you.

 24. Atul says:

  Very nice story. Many of us doesn’t understand the mind of a child. Child psychology is difficult from adult pshychology. I have seen some family, when I was in India, that daughter puts her children with her parents and a child is doing study there also. It makes a big difference also in kid’s mind if you go to see off them at school rather then you send them by riksaw or bye van.

 25. nayan panchal says:

  કેટલી સરસ વાર્તા !!!

  આપણે મોટાઓ જ બાળકોની નિર્દોષતા ખતમ કરીએ છીએ. જેવુ વાવો તેવુ લણો.

  અંત દુઃખદ પરંતુ એટલો જ વાસ્તવિક.

  નયન

 26. kamlesh patel says:

  aa varta vanchi mane pan maro ek kisso yad aavi gayo ne aankho bhini thai gai.mari ben ni bhani amari sathe nanpan thij raheti hati. e be varas ni hati tyare tena dadi(bn na sasu) ek var aavi ne jabardasti emni sathe lai gaya. ben to deesa raheta hata ane temna sasu gamde raheta hata.mama,baa,ane dada sivay kyarey raheli nai ane ek athvadiya ma to radi radi ne ek dam kali padi gayeli.mammi e mane kahyu beta nokrithi aavti vakhte bhani ni khabar leto aavje.hu bhani ne jova gayo to dhruske dhruske radvalagi.me mari sathe lai jav mate tena dadi ne kahyu to temne na padi didhi etle hu radmas chahere pachho valyo tyare bhani khoobaj radva lagi tethi hu pan radi padyo,pan man makkam kari teni dadi sathe zagdo karine mari sathe lai aavyo.aaje to mohiniben(bhani)mota thai gaya chhe. ptc thai gaya chhe ane gayavarse school ma nokri pan lagi gai chhe.

 27. ami says:

  its heart touching story, i m also live with my grand ma& grand pa
  so its very heart touching, i understand Sumi’s fillings

 28. Dhaval B. Shah says:

  ખૂબ સન્વેદનશીલ વાર્તા.

 29. Darshana says:

  ખુબ જ સરસ રિતે એક શિશુ ના મન નિ રજુઆત.
  મારે પન ચાર વર્શ નિ દિકરિ ચ્હે. અને હુન પ્રયત્ન કરિશ કેઈ એ કદિ છેતરાયેલું પંખી ના બને.

  નમ્ર્તા બેન , દરેક વાર્તા માથિ હમેશા કશુક શિખવા નુ હોય જ . એ તો આપના ઉપર હોય કે આપને વાર્તા મા શુ જોવુ.
  If we read stories with positive outlook, you will find at least one positive point.

  Very good story, really touchy. i couldn’t stop my tears!

  Darshana

 30. Ashish Dave says:

  Story depicts the child’s mind-set very well. However, there are many loose ends that make this story hard to believe. For example, why parents leave their child behind? In US I have seen so many lower middle class NRI working hard with small children. I have seen mother working night shifts and father working day shifts to make ends meet as well as take care of the children.

  Child psychology 101 (basic class) teaches never lie to the child and keep them under elusions.

  Ashish Dave
  Sunnyvale, California

 31. Jasmin Mehta says:

  Very nicely written, felt really bad for the child as she has to go thru so many emotions at an early age. Again well written..I was hoping for the end to be more cheering.

 32. dipti says:

  i was working before i got married and when my first child born i got 4 and 1/2 months leave then my mom got summer vacation in school.she was going for babysitting at neighbor’s house from5th to 10th month age. she was no fuss-no cry baby. my sasuji said “when she starts sitting i will take care of her.” that time she was 10 months old, i took her to a’bad from bharuch stayed there for 10 days//diwali days and kept her their. she woke up and started doing things with dadi and foi.when i reach to bharuch without her my mom got tears in her eyes. and i thought is it really that big decision i made?(my mom was teacher and thinking she could stay upto diwali vacation with her at bharuch as she was teacher but small child got used too to place and a’bad family for 10 days and i didn’t wanted to break that bond. but i was going every weekend to a’bad to see her travelling 180 km. my daughter was safe with dadi even she got sick and in her b’day, exams, all festivals i was always with her. later when we came to USA i told my husband that if our child was not coming with me i wouldn’t come alone as i can’t do weekly up-down from usa to india
  in this story rekha should have younger fresher approch to train sumi instead DHAK-DHAMAKEE.
  IF SHE HAS CHILD WHAT SHE WOULD DO?SOME TIMES CHILD HAVE WHYANING NATURE EVEN they are STAYING WITH THERE PARENTS. dada-dadi were taking her with them but change decision just because she gave donation and for sake of what people will think?other fact of human nature is here that a person is more influenced by present person’s acts and orders then someone is far. here rekha’s VATHUKAM is winning over sumi’s parent’s feelings and trust as they are not here to see what is going on. rekha is not a mom that’s why she is far away from child heart-thoughts-psycology and feeling.
  SO VATNI EK VAAT—–
  sometimes (being) practicles can create explosion insted of product if the whole approch is wrong.

 33. dipti says:

  if a school can make a child more engaged and disiplined sumi can goto school from dada-dadi’s house .

 34. N Patel says:

  Nice Story. i can compare my sister’s daughter with Sumi as My sis’s daughter is also staying with my father not with her parents. while reading , i was feeling as if i am reading the story of our house, and i couldnt resist my tears. Looking at the heading ‘ Chhetarayelu Pankhi’ after reading the story, again tears coming from my eyes.
  Thank you Very much Mr. Mohanlal Patel.

  Generally i never write any comment for any story, but today after reading this..i couldnt stop my self.

  Thank you very much

 35. nikhil says:

  As a story writer you could have change the end!!!

 36. riddhi says:

  khub bhavuk story. બિહારીભાઈ કડવાશભર્યું હસ્યા. પછી સ્વગત બોલ્યા :
  ‘ખોટી વાત. સુમી ઉપર તમારોય પ્રેમ નથી અને અમારોય પ્રેમ નથી. તમે એને અમારા હવાલે કરી અને અમે રેખાના હવાલે…. thatS actually true.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.