તમારો ભગવાન…મારો ભગવાન – શકુંતલા નેને

તમારો ભગવાન બહેરો થયો છે ?
લાઉડ-સ્પીકર વગર
નથી સાંભળતો તમારી વાતને ?
મારો ભગવાન તો
સાંભળે છે મારી પ્રાર્થના, વણબોલાયેલી પણ;
સાંભળે છે મારા શ્વાસોચ્છવાસની વ્યથાને.

ઈશ્વર તમારો આંધળો થયો છે ?
એને દેખાડવા તમારે
જલાવવા પડે છે હજારો વોલ્ટના દીવા ?
મારો ઈશ્વર તો ઓળખે છે મારા અંતરની વ્યથાને,
કોડિયાનું અજવાળું પણ ન હોય તોયે
દેખે છે મારી દુનિયાની દુર્દશાને !

તમારો કનૈયો કાન ફાડે તેવા અવાજમાં
નાચે છે ડિસ્કો-દાંડિયા ?
મારો કાનો તો હજી
એ જ મધુરી વાંસળી વગાડે છે,
નચાવે છે મને
એના સુરીલા સંગીતમાં.

ચૂપ થઈ જાવ ઘડીભર,
બંધ કરો લાઉડ-સ્પીકરો,
બુઝાવી દો હજારો વોલ્ટના દીવાઓ-
તો તમને પણ સંભળાશે
અને દેખાશે એની રાસલીલા,
સંભળાશે દરેક પંખીના ટહુકામાં એની વાંસળી,
દેખાશે દરેક તારાના તેજમાં
એની આંખોનો પ્રકાશ
અને તમારી પ્રજ્ઞાજ્યોત પણ પ્રજળી ઊઠશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લગ્નસાગર – ફાધર વાલેસ
વાદળગાડી – સોમાભાઈ ભાવસાર Next »   

12 પ્રતિભાવો : તમારો ભગવાન…મારો ભગવાન – શકુંતલા નેને

 1. ખુબ જ સુંદર….

  ખરેખર ક્યારેક લાગે કે ભગવાન આપણી વાત સાંભળતો નથી, આપણી વ્યથાને જોઇ શકતો નથી…પણ ખરેખર તો અત્ર – તત્ર- સર્વત્ર છે ને દરેક નાનામાં નાની ઘટનાને નીહાળે છે….તેનુ ‘મોનીટરીંગ’ ને ‘નેટવર્ક્રીગ’ જબરજસ્ત છે.

 2. જેનાથી બોલાય છે, જેનાથી સંભળાય છે, જેનાથી સઘળું પ્રકાશે છે – તેને કોણ બોલી બતાવશે, તેને કોણ પ્રકાશી શકશે. બહુ સુંદર વાત અહીં કરી છે – ચૂપ થઈ જાઓ ઘડીભર અને તે આપોઆપ પ્રગટ થઈ જશે.

  માણસની તકલીફ જ ઈ છે કે તે ઈશ્વરનું પણ માર્કેટીંગ કરીને ધંધો કરવા માંગે છે. પણ ઓ મૂર્ખ વેપારીઓ ભગવાન જોઈતો હોય તો સોદાબાજી અને નારાબાજીથી કામ નહીં થાય ત્યાં તો જોઈશે તમારું પ્રેમથી ભરેલું લાગણીસભર હૈયું.

  સુંદર રચના

  • કલ્પેશ says:

   અતુલભાઇ,

   ભગવાન એટલે શુ એ સમજાવશો?
   આ સવાલ તમને કરવાનુ કારણ – તમારુ આધ્યાત્મિક જ્ઞાન.

   તમે મને ઇ-મેઇલ કરી શકો – shahkalpesh77 at gmail d0tc0m.

 3. urmila says:

  beautiful poem – very well expressed – All Mighty doesnot need blaring-ear damaging music – prayers in from within the walls of your heart helps to achieve the inner peace of your mind

 4. Veena Dave, USA says:

  ખુબ સરસ કાવ્ય્.

 5. કલ્પેશ says:

  મુંબઇમા ગણેશોત્સવ જોઉ ત્યારે એમ જ થાય કે શુ લોકમાન્ય ટીળકે આ માટે ગણેશોત્સવ શરુ કર્યો હતો.
  લાંબે જોતા એમ લાગે છે કે દરેક સારા તહેવારમા કે ઉદ્દેશમા માત્ર ક્રીયા રહી જાય છે અને મર્મ ભૂલાઇ જાય છે.

  પછી એ હોળી, દિવાળી કે નવરાત્રી.

 6. Jigna Bhavsar says:

  ખરેખર, આજકાલ દેખાડાના જમાના માં ભક્તિ પણ દેખાડી ને, બધાંને સંભળાવી ને, કરવામાં આવે છે. જાણે કે ભગવાન પર ઉપકાર ના કરતો હોય. ઉપરથી તહેવારો માત્ર ફેશન, ખાવા-પીવા, નાચ-પાર્ટી , ગોસીપ અને નેવર્ક માટે જ માત્ર ઉજવાય છે.

 7. trupti says:

  કવિ એ ‘ઘટ ના નાદે કાન ફૂટે મારા……………’ કવિતા યાદ કરાવિ દીધી..

 8. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  સર્જન, પોષણ અને વિસર્જનની દોરી જેના હાથમાં છે એ ભગવાન.
  ભગવાન સર્વ કારણના કારણ અને સર્વોપરી છે.
  ભજે એના ભગવાન.
  એ સૌના છે, ચાહે ગરીબ હોય કે તવંગર.
  પ્રાર્થના મૌન, મોટેથી કે પછી વાજિંત્ર-ઘંટારવ સાથે હોય.
  રીત જુદી છે, ધ્યેય એક છે—- ભગવાનનું ભજન-પ્રાર્થના.
  જગત નિયંતા સૌનું સાંભળે છે.
  અભિનંદન…………………..દિલની પુકારને.
  આભાર.

 9. Chirag Patel says:

  વાહ…. ખુબજ સુન્દર…. ખરેખર આત્મા ને શાન્તિ મળિ…જાણે શિવજી ના દૅશન થયા….

 10. nayan panchal says:

  ખૂબ જ સુંદર કાવ્ય.

  આમાં ઉમેરવાનુ મન થાય છે કે શું તમારો ભગવાન મોટો વી.આઈ.પી. બની ગયો છે કે તેને મળવા મોટા મોટા આલિશાન ધર્મસ્થાનોમાં જવુ પડે છે. મારો ભગવાન તો તેને સ્મરું એટલે જ ઉપસ્થિત થઈ જાય.

  નયન

 11. Ashish Dave says:

  Well said… I am believer of a God being found in the small things, small voices, and nature. No special efforts needed. God is always available for everybody whenever they need him.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.