વાદળગાડી – સોમાભાઈ ભાવસાર

વાદળની તો ગાડી કીધી,
વીજળીનું એન્જિન કીધું;
તારલિયાનું લશ્કર બેઠું
ડબ્બામાં સીધેસીધું.

વીજળીએ વીસલ કીધી ને
ગાડી ઊપડી ગડ-ગડ-ગડ !
મોં મલક્યાં ચાંદા-સૂરજનાં,
હસિયા બન્ને ખડ-ખડ-ખડ !

ડુંગર કૂદતી, ખીણો ખૂંદતી
ગાડી તો ચાલ્યા કરતી,
દેશદેશનાં શહેરો પરથી
દુનિયાની ચોગરદમ ફરતી…

આભ અડીને ઊંચે ઊભો
હિમાલય આવે સામો !
ગાડી તો ગભરાઈ જઈને
નાખે એને ત્યાં ધામો !

ચાંદો ઊતરે, સૂરજ ઊતરે,
ઊતરે તારલિયાનાં દળ;
ખસેડવા હિમાલયને સૌ
ચોગરદમથી કરતાં બળ.

ખસે તસુ ના હિમાલય પણ,
પડતાં સૌ વિમાસણમાં,
છૂટું પડતું વીજળી-એન્જિન,
વીખરાતાં વાદળ ક્ષણમાં !

ચાંદો ભાગે પશ્ચિમ દેશે,
સૂરજ ભાગે પૂર્વ દેશ;
તારલિયા આભે સંતાતા
મૂકીને લશ્કરનો વેશ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તમારો ભગવાન…મારો ભગવાન – શકુંતલા નેને
બે ગઝલો – સંકલિત Next »   

7 પ્રતિભાવો : વાદળગાડી – સોમાભાઈ ભાવસાર

 1. dr sudhakar hathi says:

  ચન્દો ઉતરે સુરજ ઉતરે ….. ખુબજ સુન્દર કલ્પના

 2. સુંદર કાવ્ય

  “વાદળની તો ગાડી કીધી,
  વીજળીનું એન્જિન કીધું;
  તારલિયાનું લશ્કર બેઠું
  ડબ્બામાં સીધેસીધું.”

 3. Divyesh says:

  સુન્દર મજાનુ કાવ્ય, બાણપણ ની યાદ આવી ગઇ.

 4. બાળ કાવ્યો અને બાળ વાર્તાઓ ભુલાય રહ્યા છે આજકાલ.
  છકો મકો, મિઁયા ફુસકી, ચતુર બકોર પટેલ કેમ વિસરાય?

 5. nayan panchal says:

  સુંદર મજાનુ બાળકાવ્ય, મજા આવી ગઈ.

  આભાર,
  નયન

 6. ભાવના શુક્લ says:

  સુંદર બાળકાવ્ય!

 7. Ashish Dave says:

  Modern yet classic…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.