બે ગઝલો – સંકલિત

[1] ગઝલ – અમિત ત્રિવેદી

[યુવાસર્જક શ્રી અમિતભાઈની (વડોદરા) અનેક પદ્યકૃતિઓ અગાઉ ઘણા સામાયિકોમાં સ્થાન પામી ચૂકી છે. રીડગુજરાતીને આ ગઝલ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે amit.vadodara@gmail.com સંપર્ક કરી શકો છો.]

મારી સાથે મારો ઈશ્વર, નિભાવે એવો નાતો
મારે ઘેરે દીવો કરવા એ પાડે છે રાતો

સમજણની દીવાલો તોડી છોને દોડી જાયે
જો ઋણાનુંબંધ હશે તો, આવશે ઠોકર ખાતો

અષાઢી રાતે તારું ન હોવું એવું કૈં ડંખે કે
ભરચોમાસે રાતી આંખે દુકાળ આ ચકરાતો

શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે એ નિરંતર વસતો
તોય નિરાકારી હોવાનો પ્રશ્ન સદા ચર્ચાતો

તું ક્યાં છે ? શું કર્મ કરે છે ? સમય એ જોવા ખોયો
હું છું તો શું ? પ્રશ્ન મને એ તેથી ના સમજાતો

સગપણ નોખું તારું, મંદિરમાં તું લાગે સૌનો
ભીતરમાં બેઠેલો તું કેવો અંગત વરતાતો
.

[2] આદમ ભુલા પડ્યાં – તેજસ શાહ

[રીડગુજરાતીને આ ગઝલ મોકલવા માટે તેજસભાઈનો (ઓસ્ટ્રેલિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : tejasshah9@yahoo.com ]

આદમ બધાં એ ગામનાં કેવા જુઓ ગુમનામ છે!
સરિયામ શેરીઓ છતાં કઈ ચાલ આ બેફામ છે?

ઝાકળ બની આંખો વહે ફુલપાંખડીના ગાલ પર,
પુષ્પો ખરી કંટક ઉગે એ પાપનો અંજામ છે.

હર પળ મરી જીવવા થકી પળ પળ હણી સ્પર્ધા કરે,
નહિ પામતાં એ વાત કે હર શ્વાસમાં ઈનામ છે.

ઊલેચતાં મધ મન ભરી, નહિ વ્હેચતાં ટીપું કદી,
દરિયો જડ્યે પણ રોદણાં, જળ ગાળવાનાં દામ છે.

અન્યાયની આંધી મચે, નરમાશથી નિંદા પચે,
કોઠે પડે વિષ નસ નસે જ્યાં અમરતોના જામ છે.

આચારનાં આકાર નૈ, રમતાં ધનુષ ને બાણ થૈ,
સાચો રમતને જીતશે એ વાતથી આરામ છે.

કોઈ રટે કુરાનને તો કોઈ રામાયણ રટે,
અલ્લાહ બાંગે-બાંગ છે, પથ્થર તરે ત્યાં રામ છે!

આદમ બધાં એ ગામમાં બેભાન છે બેનામ છે,
ભુલી પડેલી ભીડને બસ ભોમિયાનું કામ છે!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાદળગાડી – સોમાભાઈ ભાવસાર
વાનગી વૈવિધ્ય – સરયુ શાહ Next »   

10 પ્રતિભાવો : બે ગઝલો – સંકલિત

 1. ભાવના શુક્લ says:

  આદમ બધાં એ ગામમાં બેભાન છે બેનામ છે,
  ભુલી પડેલી ભીડને બસ ભોમિયાનું કામ છે!
  …………………………

  ભૈ વાહ!!!

 2. sanjay says:

  wah… saras chhe ho…!!!

 3. jogen maniar says:

  gazal vachvi gami
  anand thayo chhe….

 4. preeti dave says:

  મારી સાથે મારો ઈશ્વર, નિભાવે એવો નાતો
  મારે ઘેરે દીવો કરવા એ પાડે છે રાતો

  સમજણની દીવાલો તોડી છોને દોડી જાયે
  જો ઋણાનુંબંધ હશે તો, આવશે ઠોકર ખાતો…

  આહા !! i love these lines..very true..excellent !!

 5. preeti dave says:

  આદમ બધાં એ ગામમાં બેભાન છે બેનામ છે,
  ભુલી પડેલી ભીડને બસ ભોમિયાનું કામ છે!

  સરસ લખ્યુ છે…ખરેખર !!

 6. hemangi.dave says:

  hi,
  frst of all Jai Shri Krishna , i also wanna keep my article on dis site but i dont know hw to type in gujju . so can anybody help me for hw to type in gujju.Anyways very much gud creations in gujju ghazals , i like it very much.

  thnx
  JSK

  • જગત દવે says:

   હેમાંગી બેનઃ

   રીડ-ગુજરાતી નાં મથાળા પર ‘પ્રથમ પાનુ’ પર ક્લિક કરો જેનાથી આપના જમણી બાજુનાં કોલમ પર ‘ગુજરાતીમાં લખો’ એ મુજબનું લખાણ દેખાશે. તેને પસંદ કરવાથી. ગુજરાતી કેવી રીતે લખી શકાય તે જાણવા મળશે.

 7. kavindra jani says:

  આદમ બધાં એ ગામમાં બેભાન છે બેનામ છે,
  ભુલી પડેલી ભીડને બસ ભોમિયાનું કામ છે!

  very very impressive
  kavindra jani
  kavi5153@gmail.com

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.