વાનગી વૈવિધ્ય – સરયુ શાહ

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.]

chaat

[1] ચટપટી ચાટ

સામગ્રી :
50 ગ્રામ મગ,
50 ગ્રામ મસૂર,
50 ગ્રામ ચણાની દાળ,
50 ગ્રામ કાબૂલી ચણા,
50 ગ્રામ રાજમા,
1 વાટકી તાજું દહીં, 1 ચમચી ચાટ મસાલો,
1 ચમચી મીઠું, અડધી ચમચી મરચું,
2 લીલાં મરચાં સમારેલાં, કોથમીર બારીક સમારેલી,
1 ડુંગળી બારીક સમારેલી, 1 લીંબુ.

રીત:
બધાં કઠોળને સાફ કરી રાત્રે પાણીમાં પલાળી દો. સવારે પાણીમાંથી કાઢી એમાં થોડું મીઠું નાખી કૂકરમાં બાફી લો. તે એકદમ બફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખો. બધાં કઠોળ છૂટાં રહેવાં જોઈએ. હવે તેને એક પ્લેટમાં કાઢી એની પર લીંબુ નીચોવો. ફીણેલું દહીં એની પર રેડો, એની પર ચાટ મસાલો, મીઠું, મરચું ભભરાવો અને કોથમીર, મરચાં, ડુંગળીથી સજાવી ખટમીઠી ચટણી સાથે ચટપટી ચાટનો સ્વાદ માણો.

[2] મેથીનાં મુઠિયાં

સામગ્રી :
1 કપ ચણાનો લોટ,
પોણો કપ એકદમ ઝીણી સમારેલી મેથી,
1 મોટી ચમચી રવો,
મીઠું સ્વાદ મુજબ,
અડધો કપ તેલ.

ગ્રેવી માટે સામગ્રી :
1 ડુંગળી વાટેલી, 2 ચમચા આદુ-લસણની પેસ્ટ,
એક કપ ઘટ્ટ દહીં, દોઢ ચમચી મીઠું, 1 ચમચી લાલ મરચું,
અડધી ચમચી હળદર, 2 ચમચા ધાણા, 4 ચમચા તેલ,
1 ચમચી જીરું.

રીત :
સૌપ્રથમ મુઠિયાં બનાવવા માટે તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી દો. તેમાં 2 મોટી ચમચી તેલ નાખીને મસળો અને પાણીથી કડક બાંધી લો. રોલ પણ સાથે જ બનાવી લો. ઊકળતા પાણીમાં રોલ નાખી દો. 15 મિનિટ પછી તે ઉપર તરવા લાગશે ત્યારે બહાર કાઢીને 1 ઈંચના જાડા ટુકડામાં કાપીને ગરમ તેલમાં તળી લો. મુઠિયાંના પાણીનો ગ્રેવીમાં ઉપયોગ કરો. વાસણમાં તેલ ગરમ કરો. જીરાનો વઘાર કરી વાટેલી ડુંગળી, આદુ-લસણની પેસ્ટ નાખીને સાંતળો. દહીં અને મસાલો નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. મુઠિયાંનું ઘટ્ટ પાણી તેમાં નાખી ઊભરો આવવા દો. મુઠિયાં નાખીને 10 મિનિટ સુધી રંધાવા દો. છેલ્લે સમારેલી કોથમીર અને ગરમ મસાલો નાખી ઉતારો.

[3] સૂરણ વટાણાની ભાજી

સામગ્રી :
500 ગ્રામ સૂરણ,
1 કપ વટાણાના દાણા,
1 કપ છીણેલી ડુંગળી,
2 મોટાં ટામેટાં ઝીણાં સમારેલાં,
આદુનો ટુકડો, લીલાં મરચાં ઝીણાં સમારેલાં,
1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર,
2 ચમચી ધાણા, પા કપ સમારેલી કોથમીર,
1 કપ તેલ.

રીત :
સૌપ્રથમ સૂરણને છોલીને નાના-નાના ટુકડા કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરીને તેને સોનેરી રંગે સાંતળી લો. કઢાઈમાંથી વધારાનું તેલ કાઢીને ડુંગળી, આદુ અને મરચાં નાખીને સાંતળો. તેમાં મસાલા અને ટામેટાં નાખો. ટામેટાં ચઢી જાય ત્યાં સુધી હલાવતાં રહો. ત્યારબાદ સૂરણ અને વટાણા નાખી અડધો કપ પાણી પણ રેડો. શાક બરાબર રંધાઈ જાય પછી ઉતારીને કોથમીર નાંખો.

[4] દૂધી અને દાલના વડાં – જ્યોતિ મહેતા

સામગ્રી :
500 ગ્રામ છીણેલી દૂધી,
1 ટી સ્પૂન લસણ (ઝીણું સમારેલ),
અડધી ટી સ્પૂન આદુ (ઝીણું સમારેલ),
1 ટી સ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં,
1 ટેબલ સ્પૂન કોથમીર,
1 ટેબલ સ્પૂન ફૂદીનો,
1 ટી સ્પૂન ચાટમસાલા,
2 ટેબલ સ્પૂન સોયાબીનના ગ્રેન્યુલ્સ (4 ટેબલ સ્પૂન ગરમ પાણીમાં દસ મિનિટ પલાળેલાં),
2 ટેબલ સ્પૂન તુવેરની દાળ તથા 2 ટેબલ સ્પૂન ચણાની દાળ (બંને બાફેલી),
1 ટેબલ સ્પૂન તેલ, 1 ટી સ્પૂન ગરમ મસાલો,
થોડાં બ્રાઉન બ્રેડના બ્રેડક્રમ્સ.

રીત:
સૌપ્રથમ નોનસ્ટિક વાસણમાં તેલ ગરમ કરો. આદુ-લસણને થોડીવાર સાંતળીને દૂધી ઉમેરો અને હલાવો. ગરમ મસાલો, દાળો, સોયાબીન, ચાટ મસાલો, કોથમીર તથા ફૂદીનો ઉમેરો. વ્યવસ્થિત ભેળવીને ધીમા તાપે ચારથી છ મિનિટ સુધી રંધાવા દો. નીચે ઉતારી લઈ બ્રેડક્રમ્સ ભેળવો. ત્યાર બાદ એક સરખા વડા જેવડાં ભાગ પાડીને પહેલેથી ગરમ કરેલાં ઓવનમાં 150 અંશ સેન્ટિગ્રેડ પર પાંચથી સાત મિનિટ પકાવો. ફૂદીનાની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

[5] ચણાની દાળ-વટાણાનું શાક

સામગ્રી :
1 કપ ચણાની દાળ,
1 કપ વટાણાના દાણા,
1 કપ દહીં,
1 ડુંગળી ઝીણી સમારેલી,
4 લવિંગ, 2 મોટી એલચી,
2 તમાલપત્ર,
1 આદુનો ટુકડો, 1 ચમચી લાલ મરચું,
2 મોટી ચમચી તેલ,
સમારેલી કોથમીર,
મીઠું સ્વાદ મુજબ.

રીત :
સૌપ્રથમ ચણાની દાળને 4 કલાક પાણીમાં પલાળીને નિતારી લો. કૂકરમાં તેલ ગરમ કરો. આખા મસાલા, ડુંગળી અને આદુ નાખીને સાંતળો. પછી દહીં અને મસાલા નાખીને ફરી સાંતળો. અડધો કપ પાણી, દાળ અને વટાણા નાખીને એક સીટી વાગે ત્યાં સુધી કૂકરમાં ચડવા દો. છેલ્લે કોથમીર ભભરાવીને પીરસો.

(photo courtesy : wikimedia.org)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ગઝલો – સંકલિત
મારામાંથી આખું ગામ અદશ્ય થઈ જાય છે…! – પંકજ ત્રિવેદી Next »   

20 પ્રતિભાવો : વાનગી વૈવિધ્ય – સરયુ શાહ

 1. Sarika Patel says:

  ખુબજ સરસ વાનગેીઓ. આજે જ બનાવવાનો પ્રયત્ન કરેીશ.

  આભાર સરયુ બેન.

 2. ભાવના શુક્લ says:

  તદ્દન નવી જ વાનગીઓ. ખાસ કરી ને દુધી – દાળ ના વડા અને ચણાની દાળ વટાણાનુ શાક સંપુર્ણ ઓછા તેલમા બની શકે તેવી પ્રોટિનસભર સ્વાદ ભરેલી નવી જ રેસેપી.

  સરયુબહેન્ આવી જ મૌલિક વાનગીઓ ની રીત અવાર-નવાર પીરસતા રહેશો. ખાસ કેલેરી વેલ્યુ સાથે પીરસસો તો વધુ અજમાવવા અને માણવા લાયક રહેશે.
  તમારો ખુબ આભાર.

 3. anil says:

  વટાણા કેવા?
  લીલા કે સુકા તેની ચોખવટ કરવા વિન્ન્તી ચૅ.

 4. sweta says:

  બહુ સરસ વાનગી છ.

 5. kilu says:

  new variety..something different and tasty

 6. vaishali says:

  khub ja saras vangio che hu pan aajae ja ghare jaine try karish pan ketla vayakti mate che te janavo to vadhu saru to mane praman badalvani khabar pade. thank you so much aasha rakhu ke aavija saras maja ni vangi pirsya karso. thnks

 7. SEEMA says:

  ખુબ જ સરસ મોંમા પાણી આવી ગયુ. ખૂબ જ આભાર્

  SEEMA PRASHANT

 8. simi says:

  VERY NICE RECIPES

 9. jalpa says:

  chat pati chaat bahu j saras……

 10. niyati says:

  મને આ વિભાગ બહુ ગમ્યો, હજુ વધારે વાનગીને આવરી લેવા વિનતિ.

 11. sejal says:

  can u give me Veg Manchuriyan Recipie??? PLZ

 12. PREM PANDEY says:

  મજા આવી ગયી……હૂ જાતે આ ડિસ તૈયાર કરિ ને મજા લીધો છએ

 13. payal says:

  NAVI NAVI SARAS RECIPES SIKHVA MADI ………. MATE THANX, AJI NAVI ANE JAIN VEGETABLE NI RECIPES MOKLAVO..

 14. ashita says:

  મન ચના દાલ વટાણા શાક ગમ્યુ.

 15. Krupa says:

  Hello,

  all recipes are good and I cook all items and its very test full food.

  can you add more recipes like egg less cake to prepare in microwave or without microwave , chocolates and cookies?

  Thanks for giving very testy food recipes.

 16. Hardik N Chauhan says:

  તમારિ વાનગિ મને સારિ લાગ હુ ૧ દિવસ આ વાનગિ ઘરે બનાવિસ ત્યારે હુ તમને ચોક્ક્સ યાદ કરિસ. હાર્દિક ૯૨૨૮૫૭૦૦૩૯

 17. sonal says:

  hello frds
  im new here one frds give me this website so i like and i also reply
  bengan na bharta ma lila vatana naki ne 10min sudhi garam kre ne perso to test is very good ek navo test jova malse tame

 18. sonal says:

  hello frds
  im new here one frds give me this website so i like and i also reply
  bengan na bharta ma lila vatana naki ne 10min sudhi garam kre ne perso to test is very good ek navo test jova malse tame

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.