મારામાંથી આખું ગામ અદશ્ય થઈ જાય છે…! – પંકજ ત્રિવેદી
[વ્યવસાયે કલાર્કની ફરજ બજાવતા શ્રી પંકજભાઈ (સુરેન્દ્રનગર) સ્વભાવે સાહિત્યકાર છે. તેમની અનેક વાર્તાઓ અને કૉલમોને લોકપ્રિય અખબારોમાં સ્થાન મળ્યું છે. હાલમાં તેઓ ફૂલછાબમાં ‘મર્મવેધ’ નામની કૉલમ લખી રહ્યા છે. આ નામે તેમનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : pankajsmit@gmail.com ]
વહેલી સવારમાં મોબાઈલ પર મેસેજ ટોન રણકી ઊઠ્યો. એક મિત્રએ લખેલું કે ઈ-મેઈલ દ્વારા એક લેખ મોકલ્યો છે, જરા જોઈ લેશો. શહેરમાં આવ્યા પછી મોબાઈલ પર સેટ કરેલા એલાર્મની ઘંટડી જગાડે છે ત્યારે સ્ફૂર્તિથી પથારીમાંથી ઊભા થવામાં શરીર બહુ સાથ નથી આપતું. મોડી રાત સુધી જોયેલા ટી.વી. સેટ પરના કાર્યક્રમોમાં એટલા તો અભાન બની જઈએ છીએ કે કેટલા વાગ્યા સુધી જાગ્યા તેનો અંદાજ નથી રહેતો. આવા ઉજાગરાને કારણે સવાર મોડી પડે છે. એકાદ-બે ઘરકામ કરવાનો સમય માંડ મળે છે. જાગીને પ્રાત: કાર્ય પછી નાહ્યા વગર જ લખવા બેસી જવું પડે છે. મારી તાસિર જ એવી છે કે સવારમાં નાહીને લખવા બેસું તો વિચારો પાણીમાં વહી જાય છે. પછી કશુંજ લખી શકાતું નથી. સવારમાં કોઈ મુલાકાતી આવી જાય તો માણસ તરીકે જરૂર ગમે છે, પરંતુ કેટલાંક તો કારણ વગરની વાતો કરતાં બેસી રહે ત્યારે ગુસ્સો આવી જાય છે. મનમાં ઘોળાતા વિચારો જ્યાં સુધી કાગળ પર ન ઊતરે ત્યાં સુધી બેચેની રહ્યાં કરે છે.
એક સમય હતો, વહેલી સવારમાં ખેતરે જતાં ખેડૂતો બળદગાડા લઈને નીકળે. ત્યારે બળદોના ગળામાં બાંધેલા ઘૂઘરાના મીઠાં રણકારથી આંખ ખૂલી જતી, તો ક્યારેક દૂધ આપવા આવેલી મેલીઘેલી અને ભોળી ભરવાડણનો મીઠો ટહૂકો જગાડી જતો. દેશી નળિયા વચ્ચેથી ઊગતા સૂર્યના કુમળા કિરણો ચાંદરણા બનીને મોં પર જાણે કે મોરપિંચ્છ બની ગલગલિયા કરતાં ન હોય ? પથારીમાંથી ઊભા થતાં જ તાજગીનો અનુભવ આળસને પ્રવેશવા દેતો જ નહીં. કારણ કે અહીં વીજળી નહોતી કે નહોતા ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો. સાંજ પડ્યે ખેતરેથી થાકીને આવેલા ગામના લોકો ફાનસના અજવાળે વાળુ કરી લેતાં. બૈરાંઓ વાસણ ઊટકીને ઓટલે બેસી અલક-મલકની વાતો કરતાં. એમાં કોઈની મીઠી મશ્કરી હોય તો ક્યારેક વડીલો ઓઠાં દઈને જુવાનિયાઓને સલાહ આપતાં. અમારા જેવા જુવાનિયાઓ ત્યાંથી નીકળીને તળાવની પાળે આવેલા શંકરના મંદિરે તોફાન મસ્તી કરતાં. ક્યારેક પૂનમની ચાંદનીમાં અમે કબડ્ડી કે પકડદાવની રમતો રમતાં.
ગામમાં ચોરા પાસે રામદેવપીરના આખ્યાનો થતાં તો ક્યારેક કોઈના સૂરીલા ગળામાંથી ભજનોના સૂર રેલાતા. અમને જ્યારે ખબર પડતી કે આજે આખ્યાન છે, ત્યારે સાંજે નિશાળેથી છૂટીને દફતરને ઓરડાના ખૂણામાં ફંગોળતા. ક્યારેક એ કારણે દફતરમાં રહેલી પાટી (સ્લેટ) તૂટી જતી. બૂમ પાડતી બા પાછળ દોડે અને જો પકડાઈ ગયા તો પીઠમાં બે-ચાર ધબ્બાના પ્રહારને ઝીલવો પડતો. આખો દિવસ નિશાળે ગયા હોઈએ અને સીધા જ ચોરા તરફ દોડીએ તો બા મારે જ ને ? એ જમાનામાં લંચબોક્ષ નહોતા. બા કહેતી કે થોડુંક ખાઈને જા. પરંતુ એવી ધીરજ ક્યાં ? અમે તો સીધા જ રામજી મંદિરના ચોરે પહોંચતા. જ્યાં રાત્રે ખેલ ભજવવાની તૈયારી કરતા કલાકારોને મેક-અપ કરતા જોવા તે લ્હાવો હતો. એમાંયે પુરુષ કલાકારો સ્ત્રી પાત્ર ભજવવાના હોય ત્યારે એમને આશ્ચર્યમિશ્રિત જુગુપ્સાથી છાનામાના જોતા. આવા આખ્યાનો જોયા પછી અમે ભાઈબંધો ભેગા મળીને દિવસો સુધી ઘરમાં જ આખ્યાન ભજવતા.
આજે મારી દીકરીઓને એવી વાતો કરવાનો સમય પણ બચ્યો નથી. ક્યારેક થોડો સમય મળે છે ત્યારે એમનું મન ટી.વી. સિરિયલ, કૉમ્પ્યુટર કે બજારમાં ખરીદી કરવા આતુર હોય છે. ખરીદી તો થાય કે નહીં, એ તો રામ જાણે પરંતુ પાણીપૂરી અચૂક ખાઈને આવે. ક્યારેક આપણને સલાહ પણ આપે કે પાણીપૂરી ખાવ તો ખબર પડે ને ? અહીં શહેરમાં તો પથારીમાંથી જાગતી વખતે મચ્છરોના આક્રમણ વચ્ચે વિવિધ પ્રકારની મેટ અથવા સ્પ્રેનો ઉપયોગ કરવો પડે છે. એને કારણે નાનકડા ફળિયાના એક ખૂણામાં વાવેલા પારિજાતના વૃક્ષની સુગંધ મારી ધ્રાણેન્દ્રિય સુધી પહોંચી શકતી નથી. એને બદલે મચ્છર અગરબત્તીની તીવ્ર વાસથી નાકમાં બળતરા થાય છે. ક્યારેક શ્વાસ રુંધાય છે. નગરપાલિકાનો પૂરતો વેરો ભર્યા પછી પણ આપણી અપેક્ષાઓ પર ખાદીધારી નેતાઓ આરામ ફરમાવે છે ને આપણે લાચાર બનીને એ બોજ સહ્યાં કરીએ છીએ. અહીં શહેરમાં ક્યારેક નાટક જોવા જવાનું બને છે. પરંતુ એમાં પેલી પ્રાદેશિકતાની સુવાસ નથી હોતી. જો કે શહેરી પ્રશ્નોને વાચા આપતાં કેટલાંક નાટકો જોવા ગમે છે. કારણ કે શહેરમાં રહીને એવી જ ઘટનાઓના સાક્ષી બનવાનું અનેકવાર બને છે.
ગામડામાં રહેતા ત્યારે ફળિયામાં રહેલા વિશાળ લીમડાના વૃક્ષ નીચે ખાટલો પાથરીને બેસતાં. વૈશાખના ધોમધખતા તાપમાં પણ એ લીમડાનું વૃક્ષ શીતળતા આપતું. એરકન્ડિશન ઠંડક આપી શકે શીતળતા તો નહિ જ ને ? ફળિયામાં બાંધેલા વાછરડાં ગોધૂલી ટાણે ભાંભરડા નાખે અને સીમમાં ચરવા ગયેલી ગાય ખળાવાડમાંથી ઘર તરફ દોટ માંડે. મા ને મળવા આતુર વાછરડા માટે આખો દિવસ સીમમાં ભટકીને લીલો-સૂકો ચારો ચરીને આવેલી ગાયમાતાના આઉનો ઉભાર એની દોટ માટે કદી બાધક બન્યાનું જાણ્યું નથી. ગામડાનો ગોવાળ હોય કે કોઈ ખેડૂ, એ વાછરડાને ધવરાવ્યા વગર કદી દૂધ દોહવા ન બેસે. ધાવતા વાછરડાને ચાટતી ગાયનો પ્રેમ એની લાળમાંથી પ્રગટે છે અને વાછરડાના શરીરે પ્રસરે છે. ગાય જે જગ્યાએ વાછરડાને ચાટે ત્યાં એની રુંવાટીને જોતાં મને મારી બા યાદ આવે છે. મારા માથા પર રહેલા ટૂંકા વાળમાં તેલ ઘસીને જ્યારે માથું ઓળે પછી અરીસામાં જોવાની મજા આવે. આપણે સરખાં ન બેઠા હોઈએ, વાતો કરીએ, ઓળતી વખતે માથું હલાવ-હલાવ કરીએ ત્યારે બા ઠાલો ગુસ્સો કરે. વચ્ચે પાંથી પાડીને બેય બાજુ વાળને બરાબર ચીપકાવે. ક્યારેક તેલનો રેલો કાન પાસેથી પહેરણના કોલર સુધી પહોંચે. ભાગ્યે જ પહેરવા મળતા આખી બાંયના પહેરણથી જો નાક લૂછ્યું હોય, તો કપડાંની સાથે બા આપણને ય ખંગાળે. કારણ કે ઉનાળામાં તળાવ સૂકાઈ ગયું હોય ત્યારે બા ને કપડાં ધોવા કૂવે જવું પડે ત્યારે પાણી સિંચવાનું કામ અમારું રહેતું.
અહીં તો અનેકવિધ શેમ્પૂ કે સાબુ બાથરૂમની શોભા બને છે. મને યાદ આવે છે વહેલી સવારે કૂવામાંથી પાણીની ડોલ સિંચીને મોટાભાઈ મારા માથે ઠંડું પાણી રેડતા અને મુંઝાઈને રુંવાડા ઊભા થઈ જતાં ! ક્યારેક તળાવમાં કૂદકા મારીને મિત્રો સાથે પાણીમાં જ પકડદાવ રમતાં. આવા તો અનેક તોફાનો સાથે જૂના મિત્રોના સ્મરણો જીવંત બની જતાં. મને બરાબર યાદ છે કે બહેનના લાંબા વાળમાં ક્યારેક જૂ પડતી તો સૂંડલો માર ખાતી. ખોડો થયા પછી અરીઠાને પલાળીને એ પાણીથી બા નવરાવતી. બાપુજી તો હંમેશા લીમડાના પાણીથી જ નાહતા. કહેતા કે કદી ચામડીના રોગ ન થાય. શરીર નિરોગી હોય તો ચિંતા નહીં ને ! શિયાળામાં અજમાવાળું તેલ ગરમ કરી આખા શરીરે માલિશ કરતાં. ઘરમાં કડુ-કરીયાતું ઊકાળીને અઠવાડિયે એકવાર અચૂક એ પાણી પીવાતું, જેથી તાવ ન આવે. આજે તો સહેજ અમસ્થું માથું દુ:ખે છે ને શેરીના નાકે રહેલી દવાની દુકાને દોડી જઈએ છીએ. ગટરની ગંદકીને કારણે મચ્છરોના આક્રમણ સામે માણસ લાચાર બની રહ્યો છે. દૂષિત વાતાવરણને કારણે થતાં રોગો અને હાઈબ્રિડ ખાતરને કારણે સ્વાદવિહિન ખોરાક માણસના સ્વાસ્થ્ય માટે જવાબદાર છે. ભોજનમાં સાત્વિકતા નથી સચવાતી એટલે માણસના વાણી-વ્યવહારમાં પણ એની વિપરિત અસર અનુભવવા મળે છે. ફાસ્ટફૂડથી ટેવાયેલી નવી પેઢીમાં ખુમારીથી ટટ્ટાર ચાલવાની ત્રેવડ દેખાતી નથી ત્યાં એમની શૌર્યગાથા લખાય એવી અપેક્ષા કેમ રાખવી ?
સ્મરણો સાથે વાસ્તવિકતાનો બહુ મેળ નથી પડતો. પરંતુ મારી પાસે મારા ગામની માટીની સુગંધ છે, મિત્રોના ચહેરાઓ છે, ગાય-વાછરડા સાથે રાતડી કૂતરીની મીઠી યાદ છે. રાતડી ઘરના પગથિયા પર સૂઈ રહેતી અને ચોકીદારી કરતી. હું એના પેટ પર પગ મૂકીને પગથિયા ઊતરતો, એના પર સવારી કરતો અને તોય એ મને વાત્સલ્યભાવથી જોઈને ચાટતી પણ ખરી ! ક્યારેક જીવનનો ભૂતકાળ બની ગયેલા આ બધાં ચિત્રો નજર સમક્ષ તાદશ્ય થઈ જતાં ત્યારે અશ્રુઓ આપમેળે વહેવા લાગતાં. મારા આ અશ્રુઓ જ મારું બળ બની જતાં. શહેરમાં ભાગદોડ કરાવતી જિંદગીમાં કોઈને કોઈ માટે સમય નથી. લાગણીની અપેક્ષા હંમેશા દગો કરે છે. સ્વાર્થના સંબંધો વચ્ચે ક્યારેક મારામાં આખેઆખું ગામડું જીવંત થઈ જાય છે. અને હું શહેરની ગર્મ હવામાં પણ ગામના તળાવની પાળે વડવાઈના સહારે ઝૂલતો હતો, એ જ શીતળતા મારા રોમરોમમાં તાજગી ભરી દે છે. અચાનક મોબાઈલનો રીંગટોન રણકે છે…. અને મારામાંથી આખું ગામ અદશ્ય થઈ જાય છે !!
Print This Article
·
Save this article As PDF
ખુબ જ સુંદર …. શહેરી જીવન અને ગ્રામ્ય જીવન ને ખુબ સુંદર રીતે વ્યકત કર્યુ છે.
Yes, we are missing nature itself in city.
વાહ… પંકજભાઈ, સરસ વાત કરી. !!
પંકજભાઇ તમારામાં લોહી નહી ગામડાની હવા દોડે છે. કેટલી બધા સભાંરણાં
વાહ….શ્રી મણિલાલ પટેલ…ભગીરથ બ્રહ્મભટ્ટ્…અને હવે પંકજ ત્રિવેદી….મઝા પડી.
ગ્રામડાંનું નિર્દોષ જીવન અને ચક્રની સાથે ગોળ ગોળ ચાલતું શહેરી જીવન કેટલાંના ભાગ્યમાં એક સાથે હોય…?..!!!
લેખક લખે છે કે….
નવી પેઢીમાં….ત્યાં એમની શોર્યગાથા લખાય એવી અપેક્ષા કેમ રાખવી ?
બિલકુલ સાચી વાત….
….અને શોર્યગાથા લખનાર મેઘાણી પણ ક્યાં છે ?
શ્રી પંકજ ત્રિવેદીના ગ્રામ્ય જીવન પર પ્રકાશ પાડતા અવનવા લેખ માણવા મળશે તેવી અપેક્ષા સાથે.
આભાર.
ગ્રામ્યલોકો દિવસ ને દિવસ માનેી ને ચાલે છે જ્યારે શહેરેીલોકો રાત ને દિવસ માનેી ને ચાલે છે.
આભાર પંકજભાઈ.
really great arlical
ખૂબ સરસ પંકજભાઈ….
આભાર…
સરસ લેખ પંકજભાઇ.. સાચે જ આજ ના કોક્રિટ જંગલો મા સરળ ગ્રામ્ય જીવન ખોવાઇ ગયુ છે. ચાંદની રાત ની સુંદરતા હવે ફક્ત નિયોન લાઇટ પુરતી રહી ગઇ છે. દેશી ઓસડિયા નુ સ્થાન હવે એન્ટિ-બાયોટેક દવાઓ એ લઈ લીધુ છે. આખેઆખું ગામડું જીવંત થઈ જાય તેવા પ્રસંગો હવે વેઢે ગણાય તેટલા રહ્યા છે.
સરસ લેખ.
Atisunder !
Simply Amazing!!!
After reading this article, I remembered my native place. Changing time has been describled very tactfully.
ગામડાં ગામનું નિરાળું પ્રાકૃતિક સૌંદર્ય અને ઢોર ઢાંખર, કુતરાં-ગલુડિયાં તેમજ ભલાંભોળાં નરનારીઓની વાસ્તવિકતા શહેરની ઝાકમઝોળ જિંદગીમાં ક્યાંય વિલાઈ જાય છે ખબર પડતી નથી.
પંકજ——-સાહિત્ય જગતમાં આપ કમળ સરખા શોભી રહો, શિરમોર બનો!
હાર્દિક શુભેચ્છાઓ.
પરમકૃપાળુને પ્રાર્થના.
આભાર.
હવે ગામડામાં પણ માટી ની મહેક ઓછી થાતી જાયછે.છતાં વાંચતા વાંચતા જુના દિવસો ની યાદ તાજી થૈ.
પંકજભાઇને અભિનંદન સારુ અને મનને ગમે તેવું લખતા રહો એજ શુભેક્ષા.
આભાર ફરી મલ્યા……જો……તો.
વ્રજ
Wah .
અત્યારના ભેળસેળીયા વાતાવરણમાંથી કુદરતી,નિર્ભેળ, નરવી દુનિયામાં લઈ ગયા.
પરિવર્તન એજ જિવન છે.
સુન્દર લેખ છે. પરન્તુ હાલ ના સમય મા લાગુ નહિ પડે.
પંકજભાઈ,
આપે જેનૂ વર્ણન કર્યુ છે તેવું સુંદર ગ્રામ્યજીવન આજે ગામડાઓ માં પણ રહયું નથી. અને વિકાસ સાથે તાલ મિલાવ્યા વગર છુટકો જ નથી. સવાલ ફક્ત એટલો છે કે…….. પવિત્ર લાગણીઓ અને નિસ્વાર્થ સબંધો ની સરવાણી ક્યાક સુકાય ના જાય તેટલી જાગરુકતા રાખવાની.. ભાવિપેઢીને એટલું તો વારસામાં આપી શકાશે ને?
ખુબ સરસ
સ્મરણો સાથે વાસ્તવિકતાનો બહુ મેળ નથી પડતો.
………………………………………………………………………………
માત્ર ઉપરના જ શબ્દોમા આખા લેખની એક સંપુર્ણ અભિવ્યક્તિ… સરસ લેખ
ગ્રામ્યજીવનનો લહાવો લેવા તો શહેરમાં વસતી પ્રજા હાઈવે પરની મઢૂલી જેવી હોટલોમા જાય છે.
આપણે તો યાદોને સહારે પણ ગ્રામ્યજીવન માણી લઈશુ, આવનારી પેઢી તો આ બધાથી વંચિત જ રહી જશે.
ખૂબ જ સરસ લેખ.
નયન
અતી સુંદર ,ખૂબ જ સરસ લેખ………..
નયનભાઈએ સાચી જ વાત કહી, આવનારી પેઢી તો આ બધાથી વંચિત રહી જશે.
સીમા
Dear Pankajbhai, If you miss the Gaam so much…why can’t you go back?
We always hate where we are….and still we live there…..
Person living in Gaam must be dreaming to come to city.
છેલ્લા વાક્યની open secret જેવી ચમત્કૃતિ ખૂબ જળવાઈ છે!
ખુબ જ સુંદર લેખ્
Villages are lost in to the new forces of change. Unfortunately the allocation of resources are not fair for villages and hence the transformation. Well written…
Ashish Dave
Sunnyvale, California
ા લેખ વાચિ ને મને મારુ બચ્પન મલિ ગયુ.
બહુ સરસ મઝ આવિ ગઈ
માણસ ગમે એટલો સારો હોય પણ અહંમ એને નીચે પાડે છે.