બાળકની શૈક્ષણિક સફળતાનું વિજ્ઞાન – અશોક પટેલ

[બાળકોના ઉછેર અને ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન આપતા શ્રી અશોકભાઈના અનેક સેમિનારો સૂરત ખાતે યોજાયા છે. દરેક માતાપિતાએ તેમાં ખરેખર ભાગ લેવા જેવો છે. બાળકોમાં સંસ્કાર સિંચનથી લઈને તેમની શૈક્ષણિક સફળતા માટેની અનેક સુંદર વાતો તેઓ વૈજ્ઞાનિક ઢબે કહીને સામાજિક જાગૃતિનું એક સુંદર કામ કરી રહ્યા છે. તેમનું આ પુસ્તક પણ આ તમામ બાબતોને દષ્ટાંત સાથે વિસ્તારપૂર્વક સમજાવે છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી અશોકભાઈનો (સૂરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9712554433 અથવા આ સરનામે ashok.patel@ymail.com પર સંપર્ક કરી શકો છો.]

[અ] બાળકની સ્વપ્રતિમા

Picture 046બાળકની શૈક્ષણિક સફળતાના કેટલાક અગત્યનાં પરિબળો પૈકી એક છે બાળકની સ્વપ્રતિમા. બાળકને પોતાના માટે કેવો અભિપ્રાય છે ? તે પોતાને કેવો માને છે ? કાબેલ, હોંશિયાર, સાધારણ, સામાન્ય, બિનઆવડતવાળો, કમઅક્કલ, અલબત્ત આવા અનેક વિશેષણો હોઈ શકે. એમાંના ક્યા વિશેષણોને લાયક તેણે પોતાને માની લીધો છે ? એ માન્યતા તેની શૈક્ષણિક સફળતા પર અસર કરનારું સૌથી અગત્યનું પરિબળ છે. આધુનિક મનોવિજ્ઞાનનો શિક્ષણ બાબતોનો એક અગત્યનો સિદ્ધાંત એ છે કે, બાળકને પોતાની શક્તિ કે આવડત વિશે જે ખ્યાલો રહે છે, તેને અનુરૂપ જ તે પોતાની શક્તિનો ઉપયોગ કરતો રહે છે. પોતાના વિશેનો અભિપ્રાય એટલે કે બાળકની સ્વપ્રતિમા. તેની શૈક્ષણિક સફળતામાં તે બહુ મહત્વનો મુદ્દો બની રહે છે.

વ્યક્તિત્વનો એક સિદ્ધાંત છે કે, વ્યક્તિ જીવનમાં જે કંઈ મેળવે છે તેની પ્રાપ્તિ પ્રથમ તેના માનસમાં થાય છે. પ્રથમ વ્યક્તિ સફળતાનું સર્જન માનસિક રીતે કરે છે, અને પછી જ વાસ્તવમાં એ સર્જનનું અસ્તિત્વ બને છે. હવે વ્યક્તિ આ માનસિક સર્જન કેવી રીતે કરે છે ? માનસિક સર્જનના પાયામાં તેની સ્વપ્રતિમા હોય છે. વ્યક્તિ પોતાને જે તે કાર્ય માટે સશક્ત અને ક્ષમતાવાન માને તોજ તે, જે તે કાર્ય કરવા આગળ વધે છે. તેથી વ્યક્તિની સફળતા જે પાયા પર ઊભી થાય છે, એ પાયો છે સ્વપ્રતિમા. બાળકની શૈક્ષણિક સફળતાની બાબતમાં પણ આ સિદ્ધાંત લાગુ પડે છે. બાળક પોતાને ભણવામાં સક્ષમ માનતો હોય તો જ અભ્યાસમાં તેના અન્ય પ્રયત્નોનો કોઈ અર્થ સરે, બાળક પોતાને જ ભણવામાં નબળો, ઠોઠ, મંદબુદ્ધિ, અણઆવડતવાળો માનતો હોય તો તેને અભ્યાસની કોઈપણ બાબતમાં રસ પડતો નથી. સમયાંતરે બાળક પોતાને જે માનતો હોય છે, એ પ્રમાણે જ પ્રયત્ન કરે છે, લક્ષ્ય નક્કી કરે છે, અને એ પ્રમાણે જ મહેનત કરે છે. મોટા ભાગના બાળકો પોતાની જે સ્વપ્રતિમા પોતાના મનમાં ઘડાઈ ગઈ છે તે કોચલામાંથી બહાર આવતાં નથી. સ્વપ્રતિમાના આ સિદ્ધાંતની અસરો સામાન્ય રીતે નીચેની બાબતો પરથી સ્પષ્ટ થાય છે :

[1] વિદ્યાર્થીની જે સામાન્ય ટકાવારી હોય એ મુજબ એ લક્ષ્ય નક્કી કરે છે, તેનાથી આગળ વધવાનું વિચારતા નથી.
[2] મોટા ભાગનાં બાળકોની પોતાના અભ્યાસમાં સરેરાશ ટકાવારી જેવી ને તેવી હોય છે.
[3] વર્ગખંડના માનસિક વાતાવરણમાં હોંશિયાર, મધ્યમ અને નબળા વિદ્યાર્થીઓના સ્પષ્ટ વિભાગો હોય છે. તેમાં વધુ બદલાવ જોવા મળતો નથી.
[4] મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની સરેરાશ ટકાવારી જાળવવાના જ પ્રયત્નમાં હોય છે.
[5] શિક્ષક દ્વારા જ્યારે સારાં પરિણામ લાવવાની ચર્ચા થતી હોય, ત્યારે સારાં પરિણામ લાવનારા વિદ્યાર્થીઓ જ તેમાં રસ લે છે.
[6] પોતાના નબળા કે સામાન્ય પરિણામનો બાળકને અફસોસ હોતો નથી કારણ કે તે પોતાને તેને જ લાયક માને છે.

આ અને આવી કેટલીય બાળકની માનસિકતા અને વર્તણુંક એ વાતને સાબિત કરે છે કે, બાળકને શૈક્ષણિક સફળતા તરફ દોરી જવા પ્રથમ તો તેના માનસમાં પોતાના વિશેના જે ખ્યાલો અને માનસિકતા છે, તેનું પરિવર્તન લાવવું રહ્યું. એ માટે પ્રથમ તો બાળકમાં નબળી સ્વપ્રતિમા કેમ ઘડાય છે એ જાણવું રહ્યું. સામાન્ય રીતે માતા-પિતાની આવી માનસિકતા અને ટીકાઓ બાળકની નબળી, સ્વપ્રતિમા ઘડે છે :

[1] બહુ ડાહ્યો ન થા; હું કહું તેમ કર.
[2] એમાં બહુ સવાલ-જવાબ નહિ કરવાના, તને કહું તેમ કર.
[3] તું થોડીક વધારે મહેનત કેમ નથી કરતો ?
[4] તારે મને પહેલાં પૂછવું તો જોઈતું હતું, તેં મને પૂછ્યું કેમ નહિ ?
[5] તું સનતની માફક કેમ કરી બતાવતો નથી ?
[6] તું કશો શક્કરવાર વાળી શકે તેમ નથી.
[7] મૂરખ ન થા.
[8] તારાથી એક કામ બરાબર થતું નથી.
[9] તું આટલો આળસુ કેમ છો ?

માતાપિતાએ પોતાનાં વાણી, વર્તનમાં સતત જાગૃતિ રાખી અને આવી ટીકાઓથી બચવું જોઈએ અને પોતાનાં વાણી અને વર્તનમાં બાળકની તંદુરસ્ત સ્વપ્રતિમા ઘડતી ટેવોને અપનાવવી જોઈએ. નીચેની બાબતોથી બાળકની તંદુરસ્ત સ્વપ્રતિમા ઘડી શકાય.

[1] બાળકને ટીકાત્મક વિધાનો ન કહેવાં.
[2] બાળકની નાનામાં નાની સફળતા બદલ ધન્યવાદ આપો.
[3] બાળકને એકવાર શિક્ષા કરો તો, પાંચવાર તેની કદર કરી શકો એવા પ્રસંગો શોધી અને કદર કરો.
[4] તમારા વર્તનથી બાળકને સતત એ આત્મવિશ્વાસ અપાવો કે તેનામાં ઘણી શક્તિ છે.
[5] નાનામાં નાની બાબત માટે બાળક સાથે ચર્ચા કરો.
[6] પરિવારમાં અને આ દુનિયામાં તમારું બાળક એક અગત્યની વ્યક્તિ છે, એવું તમારા વર્તનથી સતત એને યાદ અપાવો.
[7] બાળકને માર્ગદર્શન આપો, અભિપ્રાયો અને સલાહો નહિ.
[8] બાળક સાથે નિયમીત સમય પસાર કરો.
[9] તમે હૃદયપુર્વક એ માનો કે, બાળકમાં ખરેખર અનંત શક્તિઓ છે.
.

[બ] બાળકનું પ્રેરક તત્વ

બાળકની શૈક્ષણિક સફળતા માટે વધુ એક અગત્યનું પરિબળ છે, બાળકમાં રહેલું પ્રેરક તત્વ. કોઈપણ કાર્ય કરવા માટે બાળક કેવી રીતે પ્રેરિત થાય છે, અથવા પરિણામો મેળવવા પાછળની તેની પ્રેરણા શી છે, એ તેની સફળતા માટે મહત્વનું પરિબળ સિદ્ધ થાય છે. બાળકોના સામાન્ય વ્યવહારમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણાં બાળકો કોઈ બાબતમાં જ્યાં સુધી સંપૂર્ણ શીખી ન લે અથવા બરાબર પૂરી કરી ના લે ત્યાં સુધી, તે એ જ બાબતમાં લાગી રહે છે. જ્યારે ઘણાં બાળકો થોડો ઘણો પ્રયત્ન કરશે, અને જરા જેટલી મુશ્કેલી આવતા પોતાનો પ્રયત્ન અધૂરો છોડી અને માની લેશે કે, મને આ નહિ આવડે અથવા આ મારાથી નહિ થાય. અભ્યાસની પ્રક્રિયામાં સાતત્યનો ખૂબ મોટો ભાગ હોય છે. સાતત્ય કેટલો સમય ટકશે તેનો મુખ્ય આઘાર તેના પ્રેરક તત્વ પર હોય છે. કેટલાંક બાળકો દાખલા ગણતી વેળાએ ગૂંચવાઈ જાય છે, કેટલાકમાં ભૂલ થાય છે, ગણતરી ખોટી થાય છે, આ બધી સામાન્ય બાબતો છે. કોઈ પણ વિષયમાં કુશળતા મેળવતા પહેલા થોડી નિષ્ફળતાઓ કે ભૂલો અનિવાર્ય છે. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખવો જરૂરી છે. પરંતુ એ જ બાળકો આવો પ્રયત્ન ચાલુ રાખી શકે છે, જેમનું પ્રેરક તત્વ વધુ પ્રમાણમાં અને ચોક્કસ હોય છે.

પ્રેરક તત્વ બાળકમાં કઈ રીતે કામ કરે છે, એ સમજવા માટે માણસની સફળતાની પ્રેરણાનું વિજ્ઞાન સમજવું જોઈએ. દરેક માણસમાં સફળ થવાની ઈચ્છા કે ભૂખ હોય છે. ઉપલક નજરે ઘણી વ્યક્તિઓમાં તમને તેનો અભાવ વર્તાય પણ તેથી ભૂખ હોતી નથી, એમ માની લેવું ખોટું છે. સફળતા જોઈએ જ છે, પણ તેના માટેની લગની દેખાતી નથી. માણસમાં સફળ થવાની લગની ક્યારે આવે ? તેના જવાબમાં કહી શકાય કે, માણસમાં અમુક પ્રમાણમાં સફળતાની ઈચ્છા અથવા તો સિદ્ધિની ભૂખ હોવી જોઈએ. તેથી માતા-પિતાએ બાળકમાં સિદ્ધિ માટેની ભૂખ જાગૃત કરવી જોઈએ. તમારી ઈચ્છા બાળકના શૈક્ષણિક ક્ષેત્રે ગમે તેટલી સફળતા આપવાની હોય પણ બાળકમાં સફળતા માટેની ભૂખ ઉત્પન્ન થતી ન હોય તો તમારા પ્રયત્નનો કોઈ વિશેષ અર્થ રહેશે નહિ. તેથી માતા-પિતાનો પ્રથમ પ્રયાસ બાળકમાં આવા પ્રેરક બળનો સંચાર કરવાનો જ હોવો જોઈએ. આ માટેની આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ :

[1] બાળકને પોતાની પ્રવૃત્તિ જાતે જ કરવા દો. કેટલીક વાર એ ભૂલ કરશે અથવા ગૂંચવાઈ જશે. ભલે એમ થતું. એ વેળા તમને તેના પર ગુસ્સાની લાગણી થઈ આવશે. પણ એ પ્રગટ ન કરશો. તેનાં કામ તેને પોતાની રીતે કરવા દો.

[2] તે પોતાની રીતે વિચારે કે કામ કરે તે માટે પ્રોત્સાહન આપતા રહો. તે રીતે તેનામાં સ્વતંત્ર રીતે વિચારવા, વર્તવાની આદત પડશે.

[3] બાળકની નાની-મોટી સફળતા માટે કદર કરતા રહો. પ્રશંસાના બે શબ્દો કે ચહેરા પરનો પ્રોત્સાહનનો ભાવ તેના માટે પૂરતા છે. તેની નિષ્ફળતા માટે કશો રોષ વ્યક્ત ન કરશો. પોતાની ભૂલ ક્યાં અને કેવી રીતે થઈ તે બાળકને જાતેજ શોધવા દો.

[4] બાળક કેટલુંક એવું કરશે કે જે તમને મૂર્ખામીભર્યુ લાગશે. તેની ફિકર ન કરશો.

[5] બાળકે સ્વતંત્રપણે કામ કરતાં કે વિચારતાં શીખવું હશે તો આ ભૂલો અનિવાર્ય છે.

[6] તે પોતાના અનુભવમાંથી શીખી શકશે. કેટલાંક અનુભવોના કારણે તે નિરાશ થશે, હતાશ થશે. તેને કોઈ આવો જાત અનુભવ ન થાય એ માટે તેને તદ્દન અટકાવ્યા કરવો એ ખોટું છે, હા તેને નુકશાનકારક કે આફતરૂપ નીવડે તેવી પરિસ્થિતિમાં તેનું રક્ષણ જરૂર કરજો, પણ જ્યારે ને ત્યારે બચાવ્યા કરવાની લાલચમાં ન પડશો.

[7] તમે તમારા બાલ્યાવસ્થા કે કિશોરાવસ્થા દરમિયાન કેટલીક આકાંક્ષાઓ સેવી હશે, પણ એ સિદ્ધ ન પણ કરી શક્યા હો તો એ આકાંક્ષાઓ બાળક પર રોપવાના પ્રયત્ન ન કરશો. કેટલાક માતા-પિતા પોતાના અધૂરા રહેલા અરમાનો પોતાનાં સંતાનો મારફત પૂરા કરવાની લાલચમાં પડી જાય છે. તેનાથી બાળક પોતાની રીતે પોતાની શક્તિ કે કૌશલ્યવિકાસ સાધી શકતું નથી, ઉપરાંત તેના સ્વાભાવિક વિકાસને પણ ધક્કો પહોંચે છે.

[8] બાળક કશી પ્રવૃત્તિ હાથ ધરે તે વેળા તમને એમ લાગે છે, કે આમાં તે નિષ્ફળ જ જશે, તમને તેની સો એ સો ટકા ખાતરી જ હોય, તો પણ તેને તે કરતાં અટકાવશો નહિ. બાળકને લાગે કે મારે એ કરવું છે, તેને તે કરવા દો. હા તેની પ્રવૃત્તિ અયોગ્ય અને ગેરવાજબી હોય તો આવી છૂટ ન આપી શકાય તે દેખીતું છે. પણ બીજી બાબતોમાં આ કામ મારી શક્તિ બહારનું છે, એ સમજવા માટે પણ તે જાતે પ્રયોગ કરે એ જરૂરી છે.

આવી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાથી બાળકમાં સફળતા માટેની ભૂખ જન્મે છે. જે તેને સખત પરિશ્રમ, નિયમિતતા, એકાગ્રતા જેવા ગુણો તરફ લઈ જાય છે. આ ગુણો જ બાળકની શૈક્ષણિક સફળતાના જ નહિ પણ સમગ્ર જીવનની સફળતાના પાયામાં હોય છે.

[કુલ પાન : 62. કિંમત રૂ. 40. પ્રાપ્તિસ્થાન : 89,90 આમ્રકુંજ સોસાયટી, પૂણા સીમાડા રોડ, વરાછા, સુરત. ફોન : +91 9712554433.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કુદરતી સૌંદર્યથી ભરેલું સ્થળ : પાસીઘાટ – હેતલ દવે
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ Next »   

27 પ્રતિભાવો : બાળકની શૈક્ષણિક સફળતાનું વિજ્ઞાન – અશોક પટેલ

 1. મારી મા હંમેશા મને એક વાત સમજાવતી … “કુમળા છોડને જેમ વાળીએ એમ વળે, પણ એટલો બધો એ છોડને ન વાળવો કે એ વૃક્ષ થતાં પહેલાં જ બટકાઇ જાય.”

  • કલ્પેશ says:

   સરસ.

   મારુ એક વાક્ય – ઝાડ મોટુ થઇ ગયા પછી વળી ન શકે (એક ઉંમર પછી લોકો બદલવા તૈયાર નથી હોતા અથવા લોકો પોતાના વિચારોમા જડ થઇ જાય છે)

 2. Sandhya Bhatt says:

  આજના સમયને થોડોક પણ સુંદર બનાવતા હોય તો તે બાળકો છે.તેમને માટે વિચારો લઈને આવેલા લેખકને અભિનંદન

 3. બાળકોના ઘડતર વિષે પ્રકાશ પાડતું પુસ્તક.

  લેખક કહે છે કે…
  મોટાભાગના બાળકો અભ્યાસમાં સરેરાશ જાળવી રાખતાં હોય છે.
  આ નિષ્કર્ષ સાથે સંમત થવું મુશ્કેલ છે.

  બાળકોની સ્વ-પ્રતિભાની સાથે સાથે…
  બાળક કોની સાથે હળે-મળે છે…
  બાળકની આજુ-બાજુનું વાતાવરણ જેમ કે ઘરનું..મહોલ્લાનું..શાળાનું વગેરે બાબતો બાળકના કુમળા માનસ પર
  અસર કરતી હોય છે. સ્વ-પ્રતિભા ગમે તેટલી હોય પણ કુસંગે ચડ્યું હોય તો પરિણામની અપેક્ષા રાખવી વ્યર્થ છે.
  જેવો સંગ તેવો રંગ.

  સરેરાશ વિષે…
  ઘણા બાળકો પાછળથી ખિલતાં હોય છે
  અને શિક્ષણમાં જ ખિલવું જોઈએ તે અપેક્ષા વધુ પડતી કહેવાય.
  ઈતિહાસ સર્જનાર શ્રી બિલ ગેટ્સ હાઈસ્કુલ ડ્રોપ-આઉટ હતા.
  જે બાળકો એકેડેમીક ક્ષેત્રમાં તેજસ્વી હોય તે જ દૂનિયાની સમસ્યાઓ હળવી કરી દેશે તે તો દિવા-સ્વપ્ન કહેવાય…!!!

  શિક્ષણનું મહત્વ તેની જગ્યાએ છે જ પરંતુ વ્યકિત પોતે કેટલો ખંતિલો..સાહસિક છે તે મહત્વનું છે.
  મન હોય તો માળવે જવાય.

  • trupti says:

   Jay,

   I agree with you. It is rightly said, “ Bhanela karta Ganela manas vadhare sukhi”.

   Education is must in today’s competitive world, but it is not necessary that one should have the engineering or medical degree, or should be Chartered Accountant or MBA. As long as the person is capable of earning good amount from the right path or honest way is more then sufficient.

   As there are many doctor/ engineers/CAs/MBAs are earning less or job less then the person who is just school dropped out. I have seen people around me, due to their high degree feels below their dignity to take up any kind of low profile job, hence they are job less and at the same time the person who has not received the basic education of college, manages their business in very nice manner due to their hard work and willing to take up any challenge and take up any job/work which comes on their way to make good life for themselves as well as their family members.

   I often see people telling their children to study hard to take up either engineering or medical as their profession, but if every one becomes the engineer or doctors, who will take care of the other needs of the society? Parents should not impose their wish on their children and should allow them to decide what they want to become in life. The parents should guide the children but not impose.

 4. urmila says:

  Good article – each child is differenet but each child has been given the ability to earn and look after themselves – whether he earns income through working as professional/businessman or doing labour work or any other means of honest earning
  home enviornment plays big part in bringing up children and so does the education system as they spend large part of day in schools with other children who come from various backgrounds – their habits and upbringing affects the children – correct guidance from parents is necessary and as the writer so rightly said they should
  be allowed to learn from their mistakes which matures them

 5. Jagat Dave says:

  નવી શોધો, નવા પ્રયોગો, નવા ચિંતન ને આપણું સામાજીક, ધાર્મિક, રાજકિય, શૈક્ષણિક માળખુ સ્વીકારતું જ નથી. અને તેથી જ આપણે આધુનિક મજુરો જ (MBAs, CAs, Engineers, Graduates, Doctors) પેદા કરીએ છીએ અને તેમને નાનપણ થી એવી બાળાગોળી પીવડાવીએ છીએ કે તેમની ઈતિશ્રિ તેમના કુટુંબ માટે પૈસા કમાવાથી કે થોડા ભૌતિક વૈભવથી વિશેષ આગળ વધતી જ નથી. આપણે એન્ટરપ્રેન્યોર્સ પેદા નથી કરી શકતા. તેથી જ તેમની મહત્વાકાંક્ષા ની પાંખો વિસ્તરતી નથી અને નવી ક્ષિતિજો સુધી ઊડાન ભરી શકાતી નથી. ત્યાં સુધી કે તેમના સપનાઓ પર પણ તે કાબૂ જમાવી દે છે.

  ગુલામી નું DNA હજુ પણ આપણામાં શુષુપ્ત રીતે પડેલું છે. આપણૂં શિક્ષણ નોકરીપેશા અથવા નોકરોનું શિક્ષણ છે. જે માળખું અંગ્રેજો (મેકોલે) મુકી ને ગયા છે તેમા આપણે કોઇ ફેરફાર કર્યા જ નથી. હજુ પણ વિદેશીઓનો મોટાભાગના ઉદ્યોગો પર કાબુ છે. નવી શોધો, નવા પ્રયોગો, નવા ચિંતન ને આપણું સામાજીક, ધાર્મિક, રાજકિય, શૈક્ષણિક માળખુ સ્વીકારતું જ નથી. અને તેથી જ આપણે આધુનિક મજુરો જ (MBAs, CAs, Engineers, Graduates, Doctors) પેદા કરીએ છીએ અને તેમને નાનપણ થી એવી બાળાગોળી પીવડાવીએ છીએ કે તેમની ઈતિશ્રિ તેમના કુટુંબ માટે પૈસા કમાવાથી કે થોડા ભૌતિક વૈભ વસાવવાથી વિશેષ આગળ વધતી જ નથી. કોઈ પેદા પણ થાય છે તો તેને વિદેશ ની ધરતી તલાશવી પડે છે.

 6. Jagat Dave says:

  પ્રાથમિક શિક્ષણ ને જે મહત્વ અપાય છે તેના ઉપર થી જ ખ્યાલ આવે છે કે આપણે ‘મળતર’ ના ચાહકો છીએ ‘ઘડતર’ ના નહી. સામાન્યતઃ આજે પ્રાથમિક શિક્ષકો ને ૧૫૦૦-૨૦૦૦ રુ. મહિને અપાય છે અને આશા રખાય છે કે તેઓ બાળકનું સારુ ઘડતર કરશે. મે ઘણી પ્રાથમિક શાળાઓ ના ‘શિક્ષકો’ ને બાળકો સામે તમાકુ-માવા ખાતા કે સિગરેટ પીતા જોયાં છે. ભારત ના ગામડાંઓ મા આજકાલ શરાબ સેવન નુ ચલણ પણ ભયજનક સ્તરે પહોચ્યું છે. અને તેમાંથી શિક્ષકો પણ બાકાત નથી. આવા વાતાવરણમાં આપણે ભારત-નિર્માણ નું દિવા-સ્વપ્ન જોઈએ છીએ.

  • trupti says:

   Because of the poor pay structure, willingly no body is ready to take up the teaching as a profession. The one who is becoming teachers may be either by force or by choice, is interested in making extra money by way of taking coaching or private tuitions. Due to bad habits of tuitions, the teachers in the school are not taking active interest in the growth of the students and that forces the parents to shell out extra money for the tuition.

   During recent trip of Hillary Clinton to Mumbai she also emphasized on the development of role of the teachers, and for that reason, she and Aamir Khan emphasized on the increasing the pay structure of the teachers.

   As you said, the teachers in the villages are chewing tobacco or pan or smoking cigarette. The same situation is shown in the currently famous daily soap on colors named ‘balika vadhu’ where the son of the main family of the serial is leaving the Scholl with the spilt brat of the businessman father, who is forced to send his son to the village because of his multiple failure in the school in a particular grade in the city school. The newly appointed teacher who is chewing pan sees both boys moving out of the school, initially stops them form going, but that spoilt brat is bribing the teacher by giving him pan. The teacher not only readily allows both of them to go out of the school, at the same time ask them to bring two more pans also.

   The seen takes only 2 minutes of the viewers but the impact of the action is very huge. The spoilt brat is instigating the boy of the main family to rob the required amount of money from the house to fulfill his requirements.

   There is a saying in our Gujarati ‘ ભુખ્યા પેટે ભજન ના થાય’ . The teachers are forced to behave in such a manner due to poor pay structure.

 7. Jagat Dave says:

  શિક્ષણ ને બે પ્રકાર માં વ્હેંચી શકાય
  ૧. ભણતર અને
  ૨. ઘડતર અને…..
  બંને એક્બીજાના પૂરક છે બલ્કે………. મારા મતે ઘડતર નુ પલડુ જરા વધારે ભારે રહે છે. ભણતર છે અને ઘડતર નથી તેવા…… ‘ભણેલા અભણ’ લોકો થી તમે ક્યારેક તો પરિચિત થયા જ હશો…….આપણા સમાજમાં તેવા લોકોની કોઈ કમી નથી. એટલે જ તો ગંદકી, ભ્રષ્ટાચાર, અંધશ્રધ્ધા જેવા રાષ્ટ્રિય “ગુણો” આપણી પહેચાન બન્યાં છે.

 8. Chintan says:

  Nice article describing scientific way to educate a child.

 9. Sarika Patel says:

  very useful article. And also , I am appreciate with all the viewers comments.

  Thanks to Ashokbhai.

 10. Brinda says:

  બહુ જ સરસ લેખ. મારી ૭ વર્ષની દીકરી જ્યારે ભણવાની અરુચી બતાવે, ત્યારે કારણ જાણ્યા વગર હું ગુસ્સે થઈને એને કેટલુ દુખ પહોચાડતી હોઈશ તે હવે મને ખ્યાલ આવે છે.

 11. nayan panchal says:

  સ્વ પ્રતિમા માત્ર બાળકો માટે નહી પરંતુ મોટેરાઓ માટે પણ એટલી જ અગત્યની હોય છે.
  શિક્ષક માટે તો એટલુ જ કહેવુ પૂરતુ છે કે, એક ખરાબ માતા-પિતા એક બાળકને બગાડી શકે છે. એક ખરાબ શિક્ષક એક આખી પેઢીને બગાડી શકે છે.

  આભાર,
  નયન

 12. Veena Dave, USA says:

  સરસ લેખ્.

  કોમેન્ટ્સ પણ સરસ.

 13. ભાવના શુક્લ says:

  સો વાતની એક જ વાત..
  બાળકને માર્ગદર્શન આપો, અભિપ્રાયો અને સલાહો નહિ.
  …………………

  અતિ મહત્વાકાંક્ષી માતા-પિતા ને સમજવા જેવો લેખ.

 14. rahul says:

  જગત ભાઇ નિ વાતો એક્દમ સાચિ છે.

 15. Hitesh Mehta says:

  Balak upar jabardasti na karvi joya. Balak Na vicharo jani sara – narsa ni samaj apavi joye. Balak na manne mahekva devo joye. apano lekh vanchi ghanoj anand thayo. – Thanks.

 16. jalpa says:

  અશોકભૈ બહુ જ સરસ લખ્યુ ચ્હે.દરેક માબાપ પહેલા આ સમજ કેળવવી જોઇએ. મને તો આ વિશય પર હજી વધુ માહિતિ વાચવી ગમશે.

 17. Vipul Panchal says:

  “Taare Zameen Par”

  Awesome Article for Parents & Chlldren both.

 18. Ashish Dave says:

  Nice article. Parents need to learn a lot. We have such a massed up education system that innovation is just not there in our blood. Creativity and imagination has no room when it comes to a three hour final exam at the end of the year.

  Well said Jagatbhai. Totally agree with your assessment.

  I have been told by my Amrican boss that one Indian Engineer (educated in India) can perform better than five individual Americans but five American Engineers in a team can blow 1000 Indian engineers.

  Ashish Dave
  Sunnyvale, California

 19. જિજ્ઞેશ શનિશ્વરા says:

  [9] તમે હૃદયપુર્વક એ માનો કે, બાળકમાં ખરેખર અનંત શક્તિઓ છે.

  સરસ લેખ્.
  આભાર.

 20. suneel says:

  બાળકમા ઘણી શક્તિઓ ૫ડેલી છે પણ દરેક બાળકમા પડેલી આ શક્તિઓ જુદા જુદા પ્રકાર ની હોય છે. તે શિક્ષકે – મા બાપે સમજવી શોધવી જોઈએ. આ માટે આમિર ખાન અભિનિત તારે જમીન પર અને ૩ ઈડીયટ ફિલ્મ જોઇ લેવી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.