લતા મંગેશકર – રજની વ્યાસ

[‘અવિસ્મરણીય વ્યક્તિચિત્રો’ પુસ્તકમાંથી (આવૃત્તિ : 1988) સાભાર.]

1942ના વર્ષના એપ્રિલ મહિનાનો એક દિવસ… મરાઠી રંગભૂમિના એક વખતના ખ્યાતનામ અદાકાર અને સંગીતકાર દીનાનાથ મંગેશકર લથડેલી તબિયતે ઘેર આવ્યા. તેમના કાનમાંથી લોહી દદડતું હતું. આઠ દિવસ સુધી તેમને પથારીમાં જ રહેવું પડ્યું. એક રાતે તેમની તબિયતે ગંભીર સ્વરૂપ પકડ્યું. પોતે જ્યોતિષ જાણતા હતા. એટલે તેમણે પોતાનું ભાવિ ભાખ્યું હતું કે હવે તેમનો અંત નજીક હતો. તેમણે પોતાની સૌથી મોટી દીકરી લતાને પથારી નજીક બેસાડીને વહાલથી કહ્યું : ‘બેટા, તમને સૌને છોડીને હું જાઉં છું. પેલા ખૂણામાં મૂકેલો તાનપૂરો અને મારા ઓશીકા નીચે રાખેલું નોટેશન્સનું પુસ્તક – બસ આ બે જ ચીજો તને આપવા મારી પાસે છે. એ બે ચીજોને સહારે અને મંગેશી માતાના આશીર્વાદ સાથે તારે જીવન શરૂ કરવાનું છે. ઈશ્વર તને સહાય કરે.’

બીજે દિવસે સવારે પૂનાના સાસૂન હોસ્પિટલમાં પથારી પાસે માત્ર લતા અને માની હાજરીમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા. લતા નોંધે છે : ‘મારા પિતાના કોઈ મિત્રો કે અમારાં સગાંવહાલાં આવ્યાં નહીં. આખરે બપોરે સાડા ત્રણ વાગ્યે પિતાના શબને અમે ઘેર લાવ્યાં અને ઉતાવળે સાંજે જ તેમનો અગ્નિદાહ કર્યો. કારણ, તે દિવસો ‘બ્લેકઆઉટ’ના હતા.’ લતાની ઉંમર એ સમયે માત્ર તેર વર્ષની હતી. નાની બહેન આશા, મીના, ઉષા અને ભાઈ હૃદય તો નાનકડાં હતાં. છેલ્લે છેલ્લે કથળી ગયેલી ઘરની હાલતમાં હવે ઘરની સઘળી જવાબદારી આવી ગઈ લતા ઉપર. શરૂઆતમાં કેટલીક મરાઠી-હિન્દી ફિલ્મોમાં લતાએ અભિનય કર્યો હતો પણ એની કમાણી એવી હતી કે કુટુંબને ઘણી વાર બે ટંકનું ભોજન પણ મળતું ન હતું. માત્ર પાણી પીને બાળકો સૂઈ જતાં હતાં. પિતાએ અંત સમયે સોંપેલો તાનપૂરો હવે એનો એકમાત્ર આધાર હતો. એ તાનપૂરા સાથે નાનકડી લતાને આમ તો આઠ વર્ષની દોસ્તી હતી.

પિતા દીનાનાથ એ જમાનામાં સુપ્રસિદ્ધ સંગીતકાર હતા. વિદ્યાર્થીઓ એમને ત્યાં શાસ્ત્રીય સંગીત શીખવા આવતા. એક વખત એક વિદ્યાર્થીએ તાલમાં ભૂલ કરી. દૂર બેઠેલી પાંચ વર્ષની બાલિકા લતાએ તેની ભૂલ બતાવી. પિતા તો ત્યાં બેઠા જ હતા. માત્ર શ્રવણથી કેળવાયેલી લતાની કોઠાસૂઝથી પિતાના મનમાં ઝબકારો થયો. ‘ભલે પાંચ વર્ષની છે. પણ હવે તાલીમ લેવા માટે તે તૈયાર છે.’ બીજે જ દિવસે એમણે લતાને મળસ્કે ચાર વાગે ઉઠાડી. એના નાનકડા દૂબળા હાથો વચ્ચે તાનપૂરો પકડાવ્યો. માથે હાથ મૂકીને આશિષ આપ્યા. પુરિયા ધનાશ્રી રાગથી તેનો પહેલો પાઠ શરૂ થયો. પછીની વહેલી સવારો પિતા દ્વારા દીક્ષિત વિવિધ રાગોથી સુગંધિત બનતી ગઈ. લતાના અવાજમાં પરિપકવતાનો પિંડ બંધાતો ગયો. સંગીત-સમજની સૂક્ષ્મતા સર્જાતી રહી અને ત્યાર પછી પરમસિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ એ સિલસિલો ચાલુ જ રહ્યો. સંગીત શીખવાની શરૂઆત કરનારને પહેલો પાઠ સામાન્ય રીતે સરળ કહેવાય તેવા ભૂપાલી રાગ દ્વારા કરાવવામાં આવે છે. જ્યારે પિતા દીનાનાથે લતાને પુરિયા ધનાશ્રી – જે શીખનાર માટે ઠીક ઠીક અઘરો કહેવાય તેવા રાગથી શરૂઆત કરાવી. કેવા એ સંગીતકાર – કેવી એમની શ્રદ્ધા એમની દીકરી પ્રત્યેની કે પુરિયા ધનાશ્રી જેવા રાગથી આરંભ કરાવ્યો !

1941માં એક એવી ઘટના બની જે લતાને પાર્શ્વગાયનની સામ્રાજ્ઞી બનાવવામાં નિમિત્તરૂપ બની. ‘ખજાનચી’ ફિલ્મ પૂનામાં ધૂમ મચાવી રહી હતી. એ વખતે ફિલ્મમાં સારા ગાનારની શોધ માટે એક ‘ખજાનચી મ્યુઝિક કોમ્પિટિશન’ યોજવામાં આવી હતી. એમાં ખજાનચી ફિલ્મના સંગીત-નિર્દેશક ગુલામ હૈદર પણ હાજર રહેવાના હતા. લતાએ પિતાથી ખાનગી રીતે આ સ્પર્ધાનું ફોર્મ ભર્યું હતું. કારણ કે દીકરી ફિલ્મી ગીતો ગાય તે પિતાને પસંદ ન હતું. છતાં કોઈક રીતે એમને આ વાતની ગંધ આવી ગઈ. તે ગુસ્સે થયા, પણ જુદા કારણસર – દીનાનાથની દીકરી પહેલી ન આવે તો… આબરૂ શી રહે ? પણ એ ભય પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યો જ્યારે ચન્દ્રકોથી ઊભરાતા તેના નાજૂક સીના સાથે નાનકડી લતાએ ઘરમાં પ્રવેશ કર્યો. સાથે તેને એક વધુ ભેટ પણ મળી હતી – દિલરૂબાની ! નાની વયથી જ તેની સંગીત પર પકડનો એક સરસ પ્રસંગ છે. તે વખતે લતા માંડ આઠ-નવ વર્ષની હશે. એક સમારંભમાં તેણે એક ગીત ગાવા માંડ્યું. ગીતના અંતે તાળીઓના ગડગડાટથી તેને વધાવી લેવામાં આવી. આખો કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રેક્ષકો-શ્રોતાઓએ એ નાનકડી છોકરી પાસે ફરી ગીત સાંભળવાનો આગ્રહ રાખ્યો. તપાસ કરતાં જણાયું કે લતા તેની માતાના ખોળામાં ઘસઘસાટ ઊંઘતી હતી !

દીનાનાથના મૃત્યુ પછી ભરણપોષણનો બીજો કોઈ આરો ન દેખાતાં લતાએ ફિલ્મ સ્ટુડિયોનાં ચક્કર મારવા શરૂ કર્યાં હતાં. આશાના કિરણ સાથે ઊગેલી સવારે એ ઉંબર બહાર પગ મૂકતી અને સાંજે-રાત્રે થાકેલી નિરાશાથી ભાંગી પડેલી ફરી ઉંબર વટાવીને ઘરમાં આવતી. દિવસે દિવસે સુકાતો એ મ્લાન ચહેરો જોઈને નાનાં ભાઈ-બહેન પણ શિયાવિયાં થઈ જતાં. એ વખતે હજી પ્લેબેકનો જમાનો આવ્યો ન હતો. તો પછી આવી દૂબળીપાતળી ને શામળી છોકરીને કોણ ફિલ્મમાં રોલ આપે ?
એક દિવસ અચાનક-
આવી એક રઝળપાટમાં લતાને નામી સંગીત-નિર્દેશક ગુલામ હૈદરસાહેબ મળી ગયા. લતાએ તેમને કામ આપવા વિનંતી કરી. ગુલામ હૈદરને છ વર્ષ પહેલાં ‘ખજાનચી’ની સ્પર્ધામાં પ્રથમ આવેલી આ છોકરી બરાબર યાદ હતી. બીજે દિવસે એને સ્ટુડિયોમાં બોલાવી. તે વખતે શશધર મુખરજીની ‘શહીદ’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સવારે દસ વાગે લતા પહોંચી ગઈ સ્ટુડિયો પર. રેકોર્ડિંગ રૂમની બહાર હૈદર સાહેબની વાટ જોતી બેઠી. હૈદરસાહેબ આ વાત ભૂલી ગયેલા. આખો દિવસ એ છોકરી તેમના બહાર આવવાની વાટ જોઈને બેસી રહી – ભૂખે અને તરસે ! રખે ને પોતે ક્યાંક ખાવા-પીવા જાય ને સાહેબ બહાર આવે. પોતાને ન જુએ અને માંડ હાથ આવેલી તક સરકી જાય તો….

આખરે સાંજે કામ પત્યું ત્યારે ગુલામ હૈદર બહાર આવ્યા. લતાને જોતાં જ એમને યાદ આવી ગયું. સ્ટુડિયોના મ્યુઝિશિયનો પણ જતા રહ્યા હતા. આખરે પોતે જ હાર્મોનિયમ પર બેઠા. શશધર મુખરજી પણ બેઠા હતા. લતાએ નૂરજહાંએ ગાયેલું ઝીન્નત ફિલ્મનું એક ગીત ગાયું. શશધરે લતાને ‘નપાસ’ કરી દીધી. આવો દૂબળો અને ઝીણો અવાજ ન ચાલે. પરંતુ ગુલામ હૈદર લતાના કંઠની સોનાની ખાણને પારખી ગયા હતા. તેમણે શશધર મુખરજીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : ‘તમને ઠીક લાગે તેમ કરો. પરંતુ સામી દીવાલે લખી રાખજો કે એક દિવસ નિર્માતાઓ અને દિગ્દર્શકો આ છોકરી પાસે ગવડાવવા માટે તેના પગ પકડતા હશે !’ બીજે દિવસે હૈદરસાહેબે લતાને બોલાવી. લોકલ ટ્રેનમાં તેને મલાડ લઈ ગયા – ‘બોમ્બે ટૉકિઝ’ સ્ટુડિયોમાં. ટ્રેનમાં બેઠા બેઠા તેમણે ‘મજબૂર’ ફિલ્મના પ્રથમ ગીતની બંદિશ કરી. લતાને ગવડાવ્યું. તેની સાથે પોતાના સિગારેટના ટિન પર રિધમ આપી. આ ફિલ્મે બાદમાં સુવર્ણ જયંતી ઊજવી. અને તેય મુખ્યત્વે મ્યુઝિકના જોર પર. તેના આ પ્રથમ ગીતથી ફિલ્મી જગતમાં સન્નાટો મચી ગયો. ગુલામ હૈદરસાહેબની આગાહી સાચી પડી રહી હતી. લતાને કામ મળવા માંડ્યું હતું. મલાડ, અંધેરી ને ગોરેગાંવના સ્ટુડિયોમાં એની સવાર, બપોર ને સાંજ પસાર થતી ગઈ. રોજ બે-ત્રણ બે-ત્રણ ગીતોનું રેકોર્ડિંગ થતું રહ્યું. લતાને હજી યાદ છે તે દિવસો – ‘સ્ટુડિયોમાંથી કારની સતત આવનજાવન રહેતી છતાં કોઈ મને લિફટ આપતું ન હતું. હું તો લોકલ ટ્રેનમાં જ અથડાતી – કુટાતી રહી !’

1948નું વર્ષ એને માટે સુવર્ણવર્ષ સમું નીવડ્યું. છ વર્ષના ગાળામાં તેનું નામ ચમકી ઊઠ્યું હતું. લગભગ બધા જ નામી સંગીત-દિગ્દર્શકો સાથે તે કામ કરી ચૂકી હતી. 1948માં તેણે પોતાની મોટરકાર ખરીદી ! અને 1948ની જ એક સોનેરી સવારે તેણે એક યાદગાર ગીત ગાયું…. ફિલ્મ હતી ‘મહલ.’ સંગીત-નિર્દેશક હતા ખેમચંદ પ્રકાશ અને ગીત હતું : ‘આયેગા…. આયેગા… આનેવાલા…’ પછી તો કીર્તિ અને કલદાર તેનાં ચરણ ચૂમવા લાગ્યાં. ‘અંદાઝ’, ‘આગ’, ‘બરસાત’ ફિલ્મોએ લતાને સર્વોચ્ચ શિખરે બેસાડી દીધી. પોતાની પાસે જ્યારે ઠીક કહી શકાય તેવી આવક થઈ તેમાંથી તેણે સૌ પ્રથમ તેનાં નાનાં ભાઈબહેનો માટે કપડાં અને તે મૂકવા કબાટ ખરીદ્યું. ગરીબીના કારમા દિવસો કાપવા માતાનાં વેચાઈ ગયેલાં ઘરેણાં પાછાં ખરીદ્યાં. પોતે ત્યારથી ગરવીલા સફેદ રંગનાં કપડાં ધારણ કર્યાં. મોટે ભાગે તે આજે પણ સાદગીમાં જ રહે છે.

લતા મંગેશકરનું સ્થાન ચાર ચાર દાયકા સુધી ફિલ્મી પાર્શ્વગાયન ક્ષેત્રે નિશ્ચલ અને અજોડ રહ્યું છે. વીતેલાં વર્ષોમાં બીજી કેટલીય પાર્શ્વગાયિકાઓ આ ક્ષેત્રમાં આવી છે. કેટલાકે સારો યશ પ્રાપ્ત કર્યો છે – કીર્તિ સંપાદન કરી છે – છતાં લતાની બરોબરી કરી શકે તેવો કંઠ હજી ફિલ્મી દુનિયાને પ્રાપ્ત થયો નથી. ફિલ્મી જગતની કારકિર્દી છતાં લતાએ કદી સસ્તી લોકપ્રિયતા ઈચ્છી નથી. કોઈ સમારંભમાં એ ગાતાં નથી. એના જેટલી વિપુલ સંખ્યામાં પણ કોઈએ ગીતો ગાયાં નથી. એટલે જ તો ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં તેઓ સ્થાન પામ્યાં છે. તેમણે 26,000થી પણ વધુ ગીતો ગાયાં છે. લતાનો અદ્દભુત કંઠ ઈશ્વરની એક અદ્દભુત કૃપા સમાન છે. એક દંતકથા સમાન છે. સાધનાની સરાણે ચઢીને એનો સૂર દિવ્ય તેજ પામ્યો હોય તેમ અવિરતપણે રેલાઈ રહ્યો છે. લતાને માટે ગાવું એ શ્વાસ લેવા જેટલું જ સહજ છે. કેટલાંક ગીતોની બંદિશ ટેલિફોન ઉપર જ સાંભળીને સ્ટુડિયોમાં પહેલી જ વારના ટેકમાં તે રેકર્ડ થઈ શક્યાં છે. ધન-વૈભવ, કીર્તિ અને કોઈ અભાવ વિનાની ચરમ પરિતૃપ્તિના શિખરે હોવા છતાં તે અત્યંત સૌમ્ય, વિવેકી અને સાદગીથી ભર્યાં ભર્યાં છે. બધાં ભાઈબહેનો, મીના, આશા, ઉષા પાર્શ્વગાયિકાઓ છે. ભાઈ હૃદયનાથ સંગીત-નિર્દેશક છે.

આટલી સિદ્ધિના શિખરે ઊભવા છતાં લતાના હૃદયમાં એક જ રંજ છે. એને એના પિતાની ઈચ્છાનુસાર શાસ્ત્રીય સંગીતની જ સાધના કરવી હતી. સંજોગોએ એને ફિલ્મક્ષેત્રમાં લઈને મૂકી દીધી. શાસ્ત્રીય સંગીતના આરાધકો – ગમે તેવા ઉચ્ચકોટિના પણ ફિલ્મી સંગીત માટે સૂગ ધરાવે છે.
એક રસપ્રદ પ્રસંગ બન્યો હતો.
એક ખાંસાહેબે-ઉસ્તાદજીએ વાતવાતમાં અભિપ્રાય આપી દીધો : ‘ઠીક છે, છોકરી ફિલ્મોમાં ગાય છે એટલે એ આટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે, પરંતુ આમાં સંગીત-સાધના ક્યાં ?’ લતાને કાને આ વાત ગઈ. ખૂબ આદરપૂર્વક ઉસ્તાદજીને લતાએ પોતાને ત્યાં આમંત્રણ આપ્યું. એમના ચરણસ્પર્શ કરીને કહ્યું :
‘હું તાનપૂરો લઈને બેસું છું. આપ કાંઈક ગાઓ. હું તે દોહરાવવાની કોશિશ કરીશ.’
આવી ગુસ્તાખી ! ઉસ્તાદજીએ મનોમન લતાને પાઠ શિખવાડવાનું નક્કી કર્યું હોય તેમ એક વિચિત્ર તાનપલટાવાળી ગત ગાઈ. લતાએ તરત જ – ક્ષણનાય વિલંબ વિના ઉસ્તાદજી કરતાં પણ વધુ સહજતાથી-કુશળતાથી એ ગત ગાઈ સંભળાવી ! ઉસ્તાદજી અવાક થઈ ગયા. હવે તો એ પણ લતાની પ્રશંસા કરતા થાકતા નથી.

કહે છે કે સાધનાનું મૂલ્ય તો છે જ છતાંય પરમેશ્વરની કૃપાનો કોણ ઈન્કાર કરી શકે ? હા, સંગીતના પરમ સાધક પિતાના હૃદયના આશીર્વાદ સાથે બાલિકા લતાના હાથે ધરાયેલા એ તાનપુરાના સૂરોમાં મા મંગેશીના આશિષ પણ ભળ્યા હતા એ વાત અવાજની સામ્રાજ્ઞી લતા મંગેશકરને હૈયે બરાબર કોતરાયેલી છે. કારણ કે આજે પણ તેને પુરિયા ધનાશ્રીના સૂરો સંભળાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અપશુકન – પુષ્પાબેન પંડ્યા
બુદ્ધિની બલિહારી – કનુભાઈ રાવલ Next »   

46 પ્રતિભાવો : લતા મંગેશકર – રજની વ્યાસ

 1. dr sudhakar hathi says:

  મહાન ગાયિકા લતાજી નો લેખ આપવા બદલ આભાર

 2. trupti says:

  The author has given the good information about the struggle and achievement of Lata Mangehskar, but how many people knows that Lataji’s mother tongue is Gujarati (the language the mother speaks irrespective of her marriage to any other language-speaking person) and she is born in Indore? Brief information about her birth, parents and their lives would have made the article complete in all sense.

  • તૃપ્તી

   સુશ્રી લતાજીના માતૃશ્રી ગુજરાતી છે તે આજે જાણ્યું.
   આભાર.

   ધન્ય ધન્ય ધરા ગુર્જર.

  • Kiran Gupte says:

   Lata Mangeshkar is from Goa & not from Gujarat as claimed by you.

   • TRUPTI SHAH says:

    Lataji is may be from Goa, born in Indore and mother was Gujarati.

    • તૃપ્તી

     લતાજીના માતૃશ્રી ગુજરાતી હોવાની આપની માહિતીની કદર કરૂ છું
     પરંતુ આ બાબતે કોઈ લિંક કે પછી ઉપલબ્ધ માહિતી રજુ કરશો તો
     બાબત નિર્વિવાદ થઈ જશે.

     • trupti says:

      Jay Patel,

      Attaching the link, where the information about the mother is available.

      http://profiles.incredible-people.com/lata-mangeshkar/

      The Nightingale of India , Lata Mangeshkar , with her three octaves spinning, honey-sweet voice, has been the prima donna of Hindi film music, for over five decades. The eldest child of a Gujarati mother and a Marathi Stage actor-singer father, Dinanath Mangeshkar, Lata trained under her father during her childhood.
      Lata made her debut as a playback singer in the marathi film ‘Kiti Kasaal’. Lata Mangeshkar had to act in quite a few Marathi as well as Hindi films due to economic necessities. Lata got her break in Hindi playback singing in the film ‘Majboor’ (1948). The very next year, the films ‘Andaaz’, ‘Barsaat’ and ‘Mahal’, steered Lata towards the pinnacle of success.
      Gradually, her record of hit songs made Lata the most powerful woman in the film industry, She continues her perennial search for perfection. She has recorded over 25,000 songs in 14 major languages. Even at this age she sings for many new actresses.

 3. P Shah says:

  સુંદર અને માહિતી સભર લેખ,
  આભાર.

 4. bhv says:

  મ્રુગેશ્ભાઇ, આભાર. આપણિ ખુશકિસ્મતિ ચેી કે રફિ સાહેબ્ લતાજિ આશાજિ કિશોર કુમાર તલત મહેમુદ જેવા ગાયકો તથા મદન મોહન રોશન નૌશાદ ખયામ ગુલામ હૈદેર ઓ પિ નય્યર જેવા સન્ગિતકારો આપણને મલ્યા ચેી. મને તો ક્યારેક વિચાર આવે ચેી કે જો આ બધા કોઇ બિજા ક્શેત્ર (Field) મા હોત તો આપ્નુ શુ થાત ? આપનિ જિદગિ મા એમના ગિતો એત્લા વણાય ગયા ચેી કે એના વગરનિ જિદગિ વિચારિ પન શક્ત નથિ. આભાર.

 5. Jagat Dave says:

  લતા મંગેશકર ક્યારેય પગમાં ચંપલ પહેરી ને ગાતા નથી. સરસ્વતીદેવી કાંઇ આમ જ તેમના પર પ્રસન્ન થયા નથી. નવા અને ગાયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા યુવાનો એ આ વાત ધ્યાનમાં રાખવી જોઇએ.

  આટ આટલા Telent Hunt પ્રોગ્રામ્સ પછી પણ લતા મંગેશકરની બરોબરી કરી શકે તેવો અવાજ શોધી શકાયો નથી.

  • ભારતીય ફિલ્મ સંગીતની ઓળખના પર્યાય સમાન સુશ્રી લતા મંગેશકર ભારત રત્નથી વંચિત છે.

   આપણા દેશમાં ફિલ્મી નટ શ્રી એમ.જી. રામચંદ્દ્રનને ભારતરત્ન મળી શકે છે.
   પણ
   સુશ્રી લતાજીના અસ્તિત્વની નોંધ લેવાતી નથી…!!!

   સુંદર માહિતી.
   આભાર.

 6. Chintan says:

  મ્રુગેશભાઇ, સુશ્રી લતાજી વિશે સુન્દર માહિતિ આપવા બદલ આભાર.

 7. Bhavi shah says:

  VERY GOOD ARTICLE WITH SUCH A GR8 INFORMATION ABOUT HER STRUGGLE PERIOD OF CHILDHOOD

 8. arun bhatt says:

  i personally met lata ji ………..she was very rude…..and money oriented….but as singer i lots of respect her……she has a god gift thats it….otherwise as person i’ll give her 1 out of 10. but artical is very nice.sorry if i heart anybody’s feeling with lataji.

  • trupti says:

   It is also said that, and to some extent I believe also, Asha Bhosle is much better singer as we all human being too then Lataji. I read somewhere that, if Ashaji would have got a chance and if she had not married to Mr. Bhosle at the tender age, she would have captured the position of Lataji. Even I have read and hear, what you have described about her personal quality. પણ આ પળે આ ચર્ચા અસ્થાને છે. What she has achieved and how she has achieved is more relevant to the topic.

  • Jagat Dave says:

   આવી વિરોધાભાસી વાતો ઘણી પ્રતિભાઓ વિષે સાંભળી છે. બની શકે કે તેઓ તમને જે તે સમયે ન્યાય ન આપી શકયા હોય. આવા એકાદ અનુભવ પર થી સમગ્ર વ્યક્તિ વિષે અભિપ્રાય ન બાંધી શકાય.

   રહી વાત તેમના ‘money oriented’ હોવાની તો, તેમનો આ અભિગમ કદાચ તેમના શરુઆત ના સંઘર્ષમય અને દારુણ ગરીબીમય અનુભવો ને કારણે હોય શકે. અહીં એ ન ભુલવું જોઇએ કે ઘણી ખ્યાતનામ ફિલ્મી હસ્તીઓ જેઓ તેમના સમયમાં પ્રસિધ્ધિ અને સમૃધ્ધિનાં શિખર પર હતી, ગરીબાઈ અને ગુમનામીમાં મૃત્યુ પામી છે.

   • Chetan Tataria says:

    I do agree with you. In one of the interview, Mr. Yash Chopra has said that Lata Ji never took any money for song she sang for all YashRaj movies. And it’s also true that if she sings in any movie, that movie will be musically hit.

    Article is very good. Thanks for the giving details about her struggle and hard work she did in her earlier life to achieve what she is having today.

 9. nayan panchal says:

  લતાજીના જીવન પર માહિતીસભર લેખ આપવા બદલ આભાર.

  એક વ્યક્તિ તરીકે લતાજીની ચર્ચા કરવી અસ્થાને છે, તે તેમનુ વ્યક્તિગત જીવન છે. હા, તેમના ૨૬૦૦૦ ગીતો ગાવા જેવા વિવાદાસ્પદ દાવાનો ઉલ્લેખ કરી શકાય.

  બાકી, મારા હિસાબે તો બે આખી પેઢી તેમને સાંભળીને મોટી થઈ છે, તેમની ‘hunting melodies’ સાંભળીને આજે પણ શરીરમાંથી એક કંપારી પસાર થઈ જાય છે.

  નયન

 10. Vraj Dave says:

  ખરેખર સુ.શ્રીલતાજી વંદનીય છે. માહિતી સરસ આપી.
  આભાર
  વ્રજ

 11. રજતપટના અજોડ પાર્શ્વગાયિકાનો રસપ્રદ પરિચય.

 12. Rashmi says:

  Ashaji cannot blame her. It’s all your Karma who play game with you. and you feel like someone is responsible for your pain. but yourself and karmas are only responsible for your pain. I respect Lataji and Ashaji’s achievements and salute her energy to fight in struggle and take care of family.
  You have to be money oriented in this Kalyug. You cannot live with close eyes in this world.
  So I don’t believe in that criticism.

 13. Chirag Patel says:

  Lata Ji, Aasha Ji, Kishore Da and Rafi Saheb…. The greatest singers ever in Indian Film Industry… There will never be any Lata, Aasha, Kishore or Rafi – EVER… Lots of singes will come and go – centuries will pass, music will change and so will style of singing but there will never… ever be Lata, Asha, Kishore and Rafi…. They are/were not just singers… They are the LORDS of music!!!!

  Did you know Lata Ji used to invite Rafi saheb to sing Bhajans at her house with her – And Rafi Saheb used to sing Bhajans with full devotion – from bottom of his heart and soul…

  Naushad shaab was going to record a song “Maan tadpat hari darshn ko aaj…” (Don’t know the film) but Birj Bhushn was the main actor and he was going to sing… Naushad saab told every one a day before recording that they are going to record this bhajan devoted to Shree Krishan – Rafi saab walkup early on recording day, he went to temple (Mandir) – he sat with Poojari and did prayer – He offered Nariyel and did Divo – He came to recording with Prashad – took his shoes out of the recording room and told every one to do same (take their shooes off and leave out side of the recording room) thus, every one did that – He distribueted prashaed in every one and recorded the song – In ONE Take it was OKed by Naushad… When Naushad went to pay Rafi ssab his fees for the song – Rafi saab didn’t take it – He said “The pleasure that this bhajan has given me, the heppyness that I have felt in my soul with this bhajan… I can not put it in words… There is not and will never be enough to replace that by any amount or anything.” He continued, “… Naushad saab, you have paid me lot more than you can even imagein.”

  • Jagat Dabave says:

   Chiragbhai…..little correction……Movie’s name is ‘Baiju Bawra’ and main actor was Bharat Bhushan. Same story for the another song of this movie ‘Mohe bhul gaye sawariya’ which is in Raag Bhairvi which needs to be sung at PRATHAM PRAHAR of the day and known as SADA SUHAGAN RAAG and Naushad Saab recorded it at 3 AM in the morning. He also instructed every one of his recording and musicians team to come only after taking bath. That’s why we feel that tranquility in old songs.

   આવા કારણો ને લીધે જ જુના ગીતોમાંથી પૈસા ની બૂ નથી આવતી.

   વ્હી. શાંતારામની “નવરંગ” ફિલ્મ નો એક સંવાદ યાદ આવે છે…..”ચાંદી કે સિક્કો કે પીછે દૌડને વાલો કા ચાંદની સે ક્યા વાસ્તા?”

   • Chirag Patel says:

    Jagat Bhai…

    Thank you. I knew I was getting bit mixedup with the name. Great movies though!

    Thank you again,
    Chirag Patel

    • ચિરાગ

     આ સ્ટોરી શેર કરવા બદલ આભાર.
     શ્રી રહી સાહેબની અન્ય ધર્મ પ્રત્યે નિષ્ઠા અને સન્માન પ્રેરણાત્મક છે.
     જો રફી સાહેબ ભાગલા પછી નુરજહાંની જેમ દેશ છોડી ગયા હોત તો
     આપણે ઘણું ઘણું ગુમાવ્યું હોત જે શબ્દોમાં વ્યક્ત કરવું શક્ય નથી.

     • Chirag Patel says:

      Jay Bhai,

      I agree with you 100% on that. This is what I have always said about Rafi saab, His voice was gift from God, he made it gift to God!!! Kishore Da and Rafi Saab are like Heart and Heat Beat!!!

      Thank you,
      Chirag Patel

  • trupti says:

   Chirag,

   You have forgotten the legends Mukeshji, Manna De, Mahendra Kapoor and Hemantda; they have also contributed too much to the Indian film Industry. Do not forget that the showman Raj Kapoor always borrowed the voice of Mukeshji.

   • Chirag Patel says:

    Trupti Ben,

    You are 100% correct and I have not forgotten about them at all. After all Mukesh Ji and I are from same City in India – Baroda! And who can forget the most beautiful song from Manna De’s “Laga Chunri mai daag…” and “Ye raat bhigi bhgi…” etc… and ever green Mukesh Ji’s “Mera juta hai japani…” and “Dost…dost naa raha” They were all gerat singers but I am sorry to say this – They were not even close to what Kishore Kumar and Mohmmad Rafi were.

 14. Hetal says:

  As always gain some more knowledge on readgujarati.com.
  Thank you

 15. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  અવનવી પૂરક માહિતી પિરસતા વાચકમિત્રો લેખને રોચક અને માણવા યોગ્ય બનાવે છે.
  તેવા સહુને ધન્યવાદ.
  મોટાભાગે ટોચ પર પહોંચેલ વ્યક્તિ વિશે સિક્કાની બીજી બાજુ નીકળવાનીજ.
  સાચો માનવી કરોડોમાં કોકજ!!!!!!!!!!—–
  ગાવાની વાત છે ત્યાં લતાજીને કોઈ ન પહોંચે.
  સુંદર માહિતી બદલ અભિનંદન.
  આભાર.

 16. ભાવના શુક્લ says:

  લતા અને મીઠાસ એક બીજા ના પર્યાય થઈ રહ્યા. તેમના યોગદાન ને શબ્દોમા સમાવવુ અઘરુ છે. તેમના વિશે કોઇપણ કમેન્ટ કરવી એ પણ સુરજ ને દિવો બતાવવ સમાન છે.

  માહીતી સભર લેખ.

 17. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ લેખ.
  કોઇ પણ વસ્તુ સર્વશ્રેષ્ઠ છે એનાથી વધુ સારુ બીજુ કાંઈ ન હોઈ શકે એવુ ભાગ્યે જ કહી શકાય.
  લતાજીના અવાજ વિશે આવુ ચોક્કસ કહી શકાય.

 18. Ritesh Shah says:

  mahan gayika koi amni toley naa aavey

 19. desai says:

  very good details lata

 20. jay patel says:

  Lata Mangeshkar is one of the best singers of the Hindi film industry. She is listed in the Guinness Book of World Records as the most recorded artist in the world. It is estimated that she has more than 30,000 solo, duet and chorus backed songs in 20 different languages from 1948 to 1987. Now, it must way over 40,000! Lata Mangeshkar was born on 28th September, 1929 in a place called Indore. Her father Dinanath Mangeshkar was a renowned classical singer himself. Lata was introduced to music at a very young age. The life history of Lata Mangeshkar is truly fascinating. Read this short biography of Lata Mungeshkar.

  Lata Mangeshkar was very young when her father passed away, thus making the family dependant on Lata. To take care of her family’s economic situation, Lata acted in as many as 8 films from 1942 to 1948. She debuted as playback singer in a Marathi film named Kiti Hasaal (1942). Unfortunately the song was edited out. Her first Hindi playback was for the film Aap ke Sewa Main (1947) but she did not get noticed. At that time, the film industry was ruled by female singers who had heavier and huskier voices like Noor Jehan, Shamshad Begum and Zohrabai Ambalewali. While auditioning for the movie Shaheed (1948), she was rejected on the account of her thin voice! But Ghulam Haider saw the potential in her and gave her a chance to sing in the film Majboor.

  The song Dil Mera Toda finally got her noticed and it was touted as her breakthrough song. In 1949, she had four major hits from the films Barsaat, Andaaz, Dulari and Mahal. The song “Aayega Aanewala” from Mahal was a huge hit and Lata secured a firm position in the industry. The husky voices of all other singers became obsolete in front of the high pitched voice of Lata Mangeshkar. The music industry had a huge makeover with the arrival of Lata Mangeshkar. By the late 50’s, the younger sister of Lata Mangeshkar known as Asha Bhonsle also came into the scene and they both were touted as the unbeatable voices of the industry.

  Lata rose to fame rapidly and made her indelible mark in the industry. She has sung with famous singers like Mohammed Rafi, Kishore Kumar, Mukesh, etc. She has perfected almost every genre of music. Her success and determination made her one of the most powerful women in the industry. She refused to sing for the great composer S.D Burman due to some misunderstanding and also stopped singing with Mohammed Rafi. Her power was so immense that they had to come back to her. She actually monopolized the music industry and every music director wanted to work with her. She understood the requirement of each song and sang flawlessly.

  Lata Mangeshkar has been honored with innumerable awards but the one that truly deserves a special mention is that she is the only second singer in the non-classical category (after M.S Subbulakshmi) in India to have received the highest civilian award, Bharat Ratna. She has received three national awards and eight Filmfare awards after which she stopped accepting awards in order to promote new talent. She continues to sing every now and then for Hindi movies and perform live. Truly a living legend, Lata Mangeshkar has a talent that is second to none.

 21. jay patel says:

  -1942, First song: “Naachu Yaa Gade, Khelu Saari Mani Haus Bhaari” for Marathi film “Kiti Hasaal” at the age of 13 (song was dropped from the final cut)
  -1942, Second song: “Natali Chaitraachi Navalaai” for Marathi film “Pahili Mangalaa-gaur”
  -1943, First Hindi song: “Mata Ek Sapoot Ki Duniya Badal De Tu” for Marathi film “Gajaabhaau”
  -1945 – moved to Mumbai, sang “Maata Tere Charnon Mein” in “Badi Maa”
  -1946 – sang “Paa Lagoon Kar Jori” for “Aap Ki Seva Mein”
  -1948 – First major break with “Dil Mera Toda” in “Majboor”
  -1949 – Turning point in career with “Aayega Aanewaala” for “Mahal”

  Landmark Songs

  -1958 -“Aaja Re Pardesi” from “Madhumati”
  -1960 – “Pyar Kiya To Darna Kya” from “Mughal-E-Azam”
  -1960 – “Ajeeb Dastaan Hai Yeh” from “Dil Apna Aur Preet Parai”
  -1962 – “Kahin Deep Jale Kahin Dil” from “Bees Saal Baad”
  -1962 – “Aap Ki Nazron Ne Samjha” from “Anpadh”
  -1963 – “Ae Mere Watan Ke Logon” after the India-China war
  -1964 – “Lag Ja Gale” and “Naina Barse Rim Jhim” from “Woh Kaun Thi?”
  -1965 – “Aaj Phir Jeene Ki Tamanna Hai” and “Piya Tose” from “Guide”
  -1966 – “Tu Jahan Jahan Chalega” from “Mera Saaya”
  -1970 – “Rangeela Re” from “Prem Pujari”
  -1971 – “Khilte Hain Gul Yahaan” from “Sharmeelee”
  -1972 – “Chalte Chalte” and “Inhi Logon Ne” from “Pakeezah”
  -1973 – “Piya Bina” from “Abhimaan”
  -1973 – “Beeti Na Bitai” from “Parichay”
  -1975 – “Roothe Roothe Piya” from “Kora Kagaz”
  -1990 – “Yaara Sili Sili” from “Lekin”
  -1998 – “Jiya Jale” from “Dil Se”
  -2001 – “Khamoshiyan Gungunane Lagin” from “One Two Ka Four”
  -2001 – “O Paalanhaare” from “Lagaan”

  National Honours

  -1969 – Padma Bhushan
  -1972 – National Film Award for Best Female Playback Singer for “Parichay”
  -1975 – National Film Award for Best Female Playback Singer for “Kora Kagaz”
  -1989 – Dada Saheb Phalke Award
  -1990 – National Film Award for Best Female Playback Singer for “Lekin”
  -1997 – Rajiv Gandhi Award
  -1999 – Padma Vibhushan
  -2001 – Bharat Ratna (second vocalist to receive the award after classical singer M.S. Subbulakshmi)
  -2008 – “One Time Award for Lifetime Achievement” honour to commemorate the 60th anniversary of India’s independence

  International Honours

  -1980 – Presented key of the city of Georgetown, Guyana, South America
  -1980 – Honorary Citizenship of The Republic of Surinam, South America
  -1985 – June 9, declared as Asia Day in honour of her arrival in Toronto, Canada
  -1987 – Honorary Citizenship of USA in Houston, Texas
  -2004 – Her song “Wada Na Tod” was selected as a part of the soundtrack for Hollywood movie “Eternal Sunshine of the Spotless Mind”
  -2007 – Legion of Honour (highest French civilian award)

  Other Milestones

  -1974 – The Guinness Book of Records listed Lata Mangeshkar as the most recorded artist in the history, stating that she had reportedly recorded “not less than 25,000 solo, duet and chorus backed songs in 20 Indian languages” between 1948-1974
  -1974 – First concert overseas at the Royal Albert Hall, London
  -1984 – The Guinness Book of Records stated Lata Mangeshkar’s name for the “Most Recordings” (later editions of Guinness Book stated that Lata Mangeshkar had sung no fewer than 30,000 songs between 1948 and 1987)
  -1999 – a perfume brand named after her “Lata Eau De Parfum” was launched
  -1999 – nominated as a member of Rajya Sabha
  -2001 – she established the Master Deenanath Mangeshkar Hospital in Pune, managed by the Lata Mangeshkar Medical Foundation (founded by the Mangeshkar family in October 1989)

  • Vraj Dave says:

   ભાઇશ્રી જય પટેલ,
   લતાજી વીશે નું આપનું સંકલન વખાણવા લાયક છે.
   આભાર.
   વ્રજ

 22. nim says:

  કિશોર કુમાર અને લતા મન્ગેશકરે ત્યાર ના સમય મા નવોદિત ને તક ન આપી આ પણ એક કડ્વુ સત્ય છે.
  પણ એ વાત સત્ય છે. કે આજ સુધી તેમના જેવા ગાયક થયા નથી.

  • Chirag Patel says:

   You are right about that but look at this way… Once a reporter asked Lata Ji, Aashi Ji, Rafi Saab, Manna Da – Why is so dificult to sing with Kishore Kumar? They all answered pretty much the same… Its not becuase he doesn’t have classical trainning, but the man is so genious and so versital that you have to put 110% and more to your song if you are singing with him. Kishore Da sang in sach a style and rythem that was unmatched by any of these singers. I have always said Rafi’s voice was gift from God and Rafi made his voice gift to God. Rafi saab kenw music and raag where Kishore Da was him self Music and Raag.

 23. Dilipkumar D.Chinchwadkar says:

  Date:27-07-2009
  Vadodara

  અવનવી પૂરક માહિતી પિરસતા વાચકમિત્રો લેખને રોચક અને માણવા યોગ્ય બનાવે છે.

  ધન્યવાદ.

  મોટાભાગે ટોચ પર પહોંચેલ વ્યક્તિ સુંદર માહિતી બદલ અભિનંદન.

  આભાર.

  Dilipkumar D. Chinchwadkar
  VADODARA(Gujarat State)

 24. Vipul Panchal says:

  Nice Article about lataji’s life, so much info gain today about lataji.

 25. લતાજી આજના ભારતની શાન છે.
  તેમનો અવાજ યુગો સુધી સઁભળાશે !
  તેઓનો કઁઠ કોયલનો પર્યાય છે !
  ઇશ્વર તેઓને દીર્ઘાયુ બક્ષે ! !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.