સમીક્ષા – રોહિત શાહ

[ ‘નારી, તું તો ન્યારી !’ પુસ્તકમાંથી (આવૃત્તિ : 1990) સાભાર.]

સમીક્ષાને હું નાનપણથી ઓળખું.
શ્રીમંત માતાપિતાની એકની એક દીકરી. લાડકોડમાં ઉછરેલી એટલે જરા સ્વતંત્ર મિજાજની. કોઈ વખત જીદ ઉપર આવી જાય તો તોબા કરાવી મૂકે ! આડોશ-પાડોશમાં ય કોઈ એનું નામ ન લે ! એની છાપ જ એવી પડેલી કે સૌ એનાથી ચેતીને ચાલે.

પડોશમાં રહેતા નંદુકાકા અવારનવાર પુસ્તક માગવા આવે. એક વખત સમીક્ષા એકલી હતી ને નંદુકાકા આવ્યા :
‘કેમ, બેટા સમીક્ષા ! ઘરમાં બીજું કોઈ નથી ?’
‘ના, બધાં બહાર ગયાં છે. અને આજે તમને કોઈ પુસ્તક મળે તેમ પણ નથી !’
‘લે, તને કોણે કહ્યું કે હું પુસ્તક લેવા આવ્યો છું ?’
‘એ તો હું તમને ઓળખું જ છું ને !’
‘એટલે ?’
‘તમે સાહિત્યના શોખીન છો.’
‘એ વાત ખરી, બેટા ! મને તો બાળપણથી જ સારાં સારાં પુસ્તકો વાંચવાનો શોખ છે ! મારાં ફોઈ બા તો કહેતાં હતાં કે હવે મારો બીજો જન્મ ઉધઈ રૂપે જ થશે !’ કહીને નંદુકાકા હસી પડ્યા.
‘પણ એક વાત કહું, નંદુકાકા ?’
‘હા, કહે ને !’
‘તમને સાહિત્યનો શોખ હોય તો પોતાના પૈસા વાપરવા જોઈએ. પાડોશીનાં મફતિયાં પુસ્તકો વાંચવાની આદતને શોખ ન કહેવાય, પણ કુટેવ કહેવાય !’ સમીક્ષા બોલી. એનો વ્યંગ્ય સાંભળીને નંદુકાકાનો ચહેરો એવો તો ઓશિયાળો થઈ ગયો કે ન પૂછો વાત ! ત્યાં તો સમીક્ષાએ ઉમેર્યું, ‘ને તમે તો ઘણી વખત, વાંચવા લઈ ગયેલાં પુસ્તકો પાછાં ય નથી આપતા ! અમે યાદ કરાવીએ ત્યારે પાછાં આપો છો !’ બસ, એ દિવસથી નંદુકાકા પાડોશમાં કોઈને ત્યાં પુસ્તક તો શું છાપું લેવાય કદી ગયા નહિ !

એક વખત સમીક્ષા એના પપ્પા સાથે રેલવે દ્વારા પ્રવાસે ગઈ હતી. રાતની ટ્રેનનું રિઝર્વેશન કરાવેલું હતું. રાત્રે સાડા નવ વાગે ગાડી ઊપડી. પણ રિઝર્વેશન કોચનો કંડટકટર ટિકિટ ચેક કરવા બહુ મોડો આવ્યો. સમીક્ષા તો સૂઈ ગઈ હતી. કંડક્ટરે ટિકિટ માગી. સમીક્ષા બોલી :
‘સવારે બતાવીશ. અત્યારે મને નિરાંતે સૂવા દો.’
‘હું કાંઈ તમારો નોકર નથી, તે તમારા હુકમ મુજબ આવું.’ કંડક્ટરે સત્તાવાહી સ્વરમાં કહ્યું.
સમીક્ષા તરત ઊભી થઈને બોલી : ‘એ મિસ્ટર ! તમે અત્યારે રેલવેના સર્વન્ટ જ છો. ગાડી સાડા નવ વાગ્યે ઊપડી હતી. તમે અત્યારે છેક બાર વાગ્યે ટિકિટ ચેક કરવા આવો છો. અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા હતા ?’
‘એ તમારે જોવાનું નથી.’
‘તો તમને મારી ઊંઘ બગાડવાની કોઈ સત્તા નથી.’
‘હું ટિકિટચેકર છું. ગમે ત્યારે ટિકિટ માગી શકું છું.’
‘તમે ટિકિટચેકર નથી, કંડક્ટર છો. ગાડી ઊપડે તેના અડધા કલાકમાં ટિકિટ તપાસી લેવી જોઈએ.’
‘તમે મને મારી ડ્યુટી નહિ સમજાવો તો ચાલશે.’
‘તો જાઓ, સવારે આવજો.’
‘એમ નહિ ચાલે. ટિકિટ તો બતાવવી જ પડશે.’
‘જુઓ ભાઈ ! રિઝર્વેશનના પૈસા ખરચીને અમે ટિકિટ શા માટે મેળવીએ છીએ ? નિરાંતે સૂતાં સૂતાં યાત્રા કરી શકાય તે માટે. તમે અમને ઊંઘવા જ ના દો તો અમે પૈસા શેના આપીએ ? માટે હવે ચર્ચા બંધ કરો, નહિતર આગળના સ્ટેશને ગાડી થોભાવીને મારે લેખિત કાર્યવાહી કરવી પડશે.’ ને ટિકિટ જોયા વગર જ કંડક્ટર પાછો ગયો હતો. સમીક્ષા એટલે ઊડતું આઝાદ પંખી ! એને કોઈ કદી કેદ ન કરી શકે !

અરે, એક વખત તો સમીક્ષા એક જગ્યાએ ઈન્ટરવ્યૂ આપવા ગયેલી. ત્યાં ઈન્ટરવ્યૂ લેનારે કહ્યું :
‘તમારી શૈક્ષણિક લાયકાત તો બરાબર છે. પણ તમે બીજી બાબતમાં કેવી તૈયારી ધરાવો છો ?’
‘એટલે ?’
‘જુઓ, અત્યાર સુધીમાં આ જગા માટે કેટલાક ઉમેદવારોએ અમને રૂપિયા પચીસ હજાર આપવા સુધીની તૈયારી તો બતાવી જ છે. તમે તમારી રકમ કહો, એટલે અમે વિચારીશું !’
સમીક્ષા પળભર તો એમને તાકી જ રહી, પછી બોલી,
‘હરામખોરો ! પહેલાં તો તમે મને પચાસ હજાર રૂપિયા આપવાની તમારી તૈયારી છે કે નહિ તે કહો, ત્યાર પછી જ હું વિચારીશ કે તમારા જેવા અધમ કક્ષાના લંપટો સાથે મારે કામ કરવું કે નહિ ? તમારાં મા-બાપ, પત્ની, બાળકો મૃત્યુ પામે ત્યારે એમનાં મડદાં વેચશો તો ય રૂપિયા તો મળશે. તમારે તો માત્ર રૂપિયા જ જોઈએ છે ને ?’ ઈન્ટરવ્યૂ લેનારાના ચહેરા વીલા થઈ ગયા હતા. ખોટું તો એ જરાય સહન ન કરે ! એના પપ્પાની ભૂલ હોય તો એમને ય રોકડું પરખાવી દે ! એથી જ એના પપ્પાને સતત એની ચિંતા રહ્યા કરતી હતી, કે સમીક્ષા માટે ઘર અને વર કેવાં શોધવાં ?

ને ત્યાં તો એક વખત સમીક્ષા પોતે જ કૉલેજમાં સાથે ભણતા વિશ્વાસને લઈને ઘેર આવી. પપ્પા સાથે એનો પરિચય કરાવતાં કહ્યું : ‘પપ્પા ! આ વિશ્વાસ ખૂબ હોશિયાર છે ને મને ખૂબ ગમે છે. જો કે આર્થિક રીતે ખૂબ ગરીબ છે, પણ સંસ્કારની દષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. હું એની સાથે લગ્ન કરવા ઈચ્છું તો આપને કશો વાંધો તો નથી ને ?’
‘બેટા ! તારી પસંદગી હોય ત્યાં મારે સંમતિ જ આપવાની હોય. એક વડીલ તરીકે, તારા પિતા તરીકે તને એટલું કહું કે લગ્નની બાબતમાં ઉતાવળિયો નિર્ણય નહિ કરવો. તમે બન્ને મિત્રો છો. પરસ્પરનો પરિચય વધવા દો. પછી જ નિર્ણય કરજો.’ પપ્પાની સલાહ માનીને સમીક્ષા એકાદ વરસ માટે મૌન રહી. લગ્ન વિશે કશી જ વાત ન કરી. પણ છેલ્લે એણે એના પપ્પાને કહ્યું :
‘પપ્પા ! વિશ્વાસની બાબતે મારો વિશ્વાસ જરાય ખોટો નથી પડ્યો. એ મને ચાહે છે. હું પણ તેને ચાહું છું.’
‘તો મને કોઈ વિરોધ નથી.’
અને સમીક્ષા પરણીને સાસરે ગઈ.

શરૂમાં તો બધું બરાબર ચાલ્યું. પણ પછી સમીક્ષાના પપ્પા પાસે એવી વાતો આવવા લાગી કે સમીક્ષા અને વિશ્વાસને રોજ રોજ ઝઘડા થાય છે. વિશ્વાસ તો ખૂબ ગુસ્સાવાળો છે. ગરીબ છે, પણ મિજાજનો પાર નથી ! તમારી સમીક્ષા તો દુ:ખી દુ:ખી છે !’ સમીક્ષાના પપ્પાને આ સમાચારથી આઘાત લાગ્યો. એક વખત સમીક્ષા પિયર આવી. એના પપ્પાએ કહ્યું :
‘બેટા ! તારે મમ્મી હોત તો તું તારા દિલની વ્યથા ઠાલવીને હળવી થઈ શકી હોત, પણ હું તારો બાપ છું. જો કે બીજી રીતે તારો મિત્ર પણ છું. તું મને બધી વાત નિરાંતે કર.’
‘શાની વાત ?’
‘વિશ્વાસની.’
‘એ તો મજામાં છે.’
‘પણ… તું ?’
‘હું ય મજામાં જ છું ને !’
‘મેં તો સાંભળ્યું છે કે વિશ્વાસ ખૂબ ગરમ મિજાજનો છે ?’
‘સાવ સાચું સાંભળ્યું છે, તમે.’
‘તો તારા ઉપર પણ કોઈ વાર ગુસ્સે થતો જ હશે ને !’
‘હા…. ઘણી વાર.’
‘તો તને દુ:ખ નથી થતું ?’
‘ના રે, પપ્પા ! એમાં દુ:ખની શી વાત છે ? વિશ્વાસ ગરમ સ્વભાવનો છે એની ના નહિ પણ એ મને પ્રેમ પણ ભરપૂર કરે છે. એના પ્રેમનો સાગર એટલો વિશાળ છે કે એનો ગુસ્સો તો મને તુચ્છ ખાબોચિયું જ લાગે ! મને વિશ્વાસ સામે કોઈ ફરિયાદ નથી. પપ્પા ! લોકોને તો રજનું ગજ કરવાની આદત હોય છે. મને કોઈ વાતે દુ:ખ નથી. ઊલટાનું મને તો વિશ્વાસનો ગુસ્સો ય ખૂબ ગમે છે. જે આપણને સાચા હૃદયથી ચાહે, તેને ગુસ્સો કરવાનો હક્ક તો આપવો જ પડે ને !’

સમીક્ષાના શબ્દોએ તેના પપ્પાના હૈયાને ટાઢક બક્ષી. સમીક્ષા સ્વમાની, જીદ્દી અને સ્વતંત્ર મિજાજની હતી. લગ્ન પછી એનામાં આટલું બધું પરિવર્તન એકાએક શી રીતે આવ્યું હશે ? કે પછી સમીક્ષા પહેલેથી જ એવી સમજુ અને શાણી હશે ? કોણ જાણે ! તેથી જ તો જ્ઞાનીઓ કહે છે કે ‘સ્ત્રીને કદીય કોઈ પૂર્ણરૂપે ઓળખી શક્યું નથી !’ તમે શું માનો છો ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બુદ્ધિની બલિહારી – કનુભાઈ રાવલ
ત્રિપથગા – રમેશ પટેલ ‘આકાશદીપ’ Next »   

22 પ્રતિભાવો : સમીક્ષા – રોહિત શાહ

 1. dr sudhakar hathi says:

  આપને માનતા હતાકે સમિક્ષા દુખિ થાશે પન ઉલટુ થયૂ

 2. ‘સ્ત્રીને કદીય કોઈ પૂર્ણરૂપે ઓળખી શક્યું નથી !’ … એ વાત સાચી પણ મને એવું લાગ્યું કે આ વાર્તા આ તથ્યને યોગ્ય રીતે મૂર્ત કરી ન શકી…

 3. anju says:

  good story, but something missing

 4. P Shah says:

  સમીક્ષા પતિનો ગુસ્સો ચૂપચાપ પચાવી જાય તેવી તો નહોતી જ !
  તેનામાં આવું પરિવર્તન કેવી રીતે આવ્યું એ જ આ વાર્તાની સાચી થીમ હતી
  એવું લાગે છે

 5. jasmine says:

  આ બધો જ પ્રેમ નો જ પ્રતાપ. પ્રેમ જ માણસ ને બદલી શકે છે. મા વગર ની સમીક્ષા ને ભરપુર પ્રેમ એના પતિ પાસે થી મળયો તો એને એનો ગુસ્સો પ્રેમ ની સામે તુચ્છ લાગે છે.
  સરસ વાર્તા છે.

 6. શરૂઆતમાં જુની અને જાણીતી ‘રજની સિરિયલ આવી ગઈ. એમાં પણ રજનીને સમીક્ષાની જેમ દરેક સચ્ચાઈનો સામનો કરતાં અને જીતતા બતાવી હતી!
  પણ પછી કહાણીમામ ટ્વિસ્ટ લાવીને સ્ત્રીનું સબળું પાસું સામે લાવી લેખકે કમાલ કરી!
  અને સમીક્ષાની ખરી ઓળખાણ વાંચકોને કરાવી.
  સરસ વાર્તા…..

 7. Rashmi says:

  very nice story about women nature.

 8. krishman says:

  Could have been better.

 9. parikh shailee says:

  ખુબ ઉપયોગી વેબસાઇટ જેણે અમારી વાચન ભુખ જગાડી છે.

 10. Harshad Patel says:

  Hard head sranage behavior!

 11. nayan panchal says:

  સારી વાર્તા છે…

  પ્રેમમાં જો “હું તને પ્રેમ કરુ છું, પણ…” ; આવો ‘પણ’ આવે તો સમજવુ કે પ્રેમ શરતોને આધીન છે.

  નયન

  જે આપણને સાચા હૃદયથી ચાહે, તેને ગુસ્સો કરવાનો હક્ક તો આપવો જ પડે ને !’

 12. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  સમીક્ષાની ઉજળી બાજુ તેંનુ સાફ દિલ છે.
  તેના મનમાં ઝેર નથી.
  માણસને ઓળખી શકે છે.
  સાચો પ્રેમ સમજી શકે છે.
  રોહિતભાઈ અભિનંદન.
  આભાર.

 13. ઈન્દ્રેશ વદન says:

  લેખકે શરુઆતમાં સમીક્ષાનું પાત્ર બહાદુર, આખાબોલું, મોર્ડન, જીદ્દી અને કંઈક અંશે intelligent પણ દર્શાવ્યુ છે.
  લગ્ન પછી ગરીબ પતિ સાથે રહીને તે પરંપરાગત ‘આદર્શ ભારતીય નારી’ એકાએક કેમ કરીને બની ગઈ તે વર્ણવ્યું હોત તો વાર્તા વધુ credible રહેત.

  Maybe this is author’s mere fantasy. Cuz, everyone likes a girlfriend who is a replica of Samiksha-before-marriage and everyone also likes a wife who is total replica of Samiksha-after-marriage. 😀
  No one wants to mix it up. Wish it was that simple. 😀

 14. સંતોષ એકાંડે says:

  નારીને અન્યાય સામે ” રણચંડી ” થતા સાંભળી છે……
  રણચંડીને ‘નારી ‘ થતી કદાચ મેં સાંભળી નથી.
  અને પોતાને થતા
  અન્યાય ને હસતે મુખે
  સહન કરતી
  ‘ બોલ્ડ’ નારી તો પહેલી વારજ વાંચી.
  (લગભગ)

  બાકીતો…

  ” નારી તુ કભી ના હારી
  યહીતો મરદોં કી લાચારી
  ઇસી લીયે સંસાર યુધ્ધમે
  તેરા પલડા રહતા ભારી”

  ખેર, હું તેનો પપ્પા હોત તો…
  પૂરી ખણખોદ કરત….

 15. Chirag Patel says:

  Skmiksha should work with Naradra Modi… She will have brighter future!!!!

  Thanks.
  Chirag Patel

 16. Vraj Dave says:

  થોડી વાર વાર્તા વાંચીને . . .સમીક્ષા. .ને સમજવાની કોશીસ કરવી પડે.ખેર હવે પ્રતિભાવો આવસે પત્ની પરાયણ જેવા.સંતોષભાઇ હવે પ્રતિભાવો નો મારો થાસે. . .સાવધાન.
  અને હં નટુભાઇ આપણે તો શ્રીવિસ્વદીપ બારડની સાહિત્યની સાઇટ પર પણ મલીયે છીએ બરોબર ને?
  નમસ્તે. . આવજો . . .આભાર . . .
  વ્રજ

 17. ભાવના શુક્લ says:

  સ્ત્રીને કદીય કોઈ પૂર્ણરૂપે ઓળખી શક્યું નથી !’

 18. Jinal Patel says:

  She was intelligent enough to grasp that she was the woman of whole words. When she got husband who gets angry real easy, she made compromise of her nature with the husband’s angry nature. Both had to live with something different in nature. So they loved each other and also fight with each other.

 19. tanvi says:

  women only want love and if she gets it there is nothing she want anymore

 20. riya says:

  good story but feels like something is missing from it. i don’t know.

 21. meeta says:

  સરસ વાર્તા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.