અમૃતવર્ષા – ચંદ્રેશ શાહ

[‘અમૃતવર્ષા’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી ચંદ્રેશભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9998093550. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.]

Picture 050[1] હશે

શબ્દ મારો પણ સિકંદર હશે
આત્મા જો એની અંદર હશે

ચૂમશે લઈ આદમીને ગોદમાં
લાગણીનો એ સમંદર હશે

મૂળમાં એની આટલી બુલંદી ?
નાબૂદ શંકા સદંતર હશે

દોહરાવી ઈતિહાસ નહિ શકાય
એક જ નમૂનો નિરંતર હશે

હો ભલે ધૂની મિજાજે, ‘ચંદ્રેશ’
અંતમાં તો એ ધુરંધર હશે

[2] બહેનને સંભારતા

બહેન એટલે
ભાઈને લીલોછમ રાખતી
નિર્મળ પ્રેમની નદી

બહેન એટલે
ભાઈને સંગીતથી ભીંજવતો
કોયલનો ટહુકો

બહેન એટલે
માઁની મમતા-મૂર્તિમાંથી પ્રગટેલું
સ્નેહનું મનોહર શિલ્પ

બહેન એટલે
ભાઈના અંતરને અજવાળતી
ઝળહળ દીવાની જ્યોત

બહેન એટલે
ભાઈના કોયડા ઊકેલતી
કુદરતી બોલતી-ચાલતી કવિતા

[3] એવી ગઝલ સંભળાવ

રણમાં ઊગે લીલો છોડ એવી ગઝલ સંભળાવ
કોઈ રહે ન અધૂરા કોડ એવી ગઝલ સંભળાવ

આવી છે બહુ યાદ મને ફરી મૂળ ઘરની મસ્તી
ખૂલે અનહદમાં જેના મોડ એવી ગઝલ સંભળાવ

સંવાદ ભલે તું પ્રેમના કર પણ પછી આગળ વધી
આદમ પામે ઈવની સોડ એવી ગઝલ સંભળાવ

વહેંચી લ્યે સહુ એનાથી અહીં જિંદગીની એકલતા
લાગે બાવન પત્તાની જોડ એવી ગઝલ સંભળાવ

[4] શ્રાવણ ઝીલવાની વેળાએ

નીતરતા શ્રાવણમાં
તમે ઈચ્છતા હો કે
કોરું તન નહિ
ડહોળું મન પણ ભીંજાય-ન્હાય
તો તમે
વાસી વિચારોના વસ્ત્રો ફેંકી
ખુલ્લા આકાશ નીચે જાતને ફંગોળી દો
ઝરમર વરસાદમાં જાતને ઝબોળી દો
અને
હરિયાળા ખેતરોમાં જાતને ઢોળી દો.
તમે એમ પણ ઈચ્છતા હો કે
ફક્ત વેરાન ભૂમિમાં જ નહિ
પરંતુ બેચેન હૈયામાં પણ
કશુંક લીલુંછમ ઊગીને લહેરાય
તો પછી
ભક્તિમય શ્રાવણમાં
પરમને સંભાળી લો
અહમને ઓગાળી દો
પ્રેમથી બધું પલાળી દો
એટલે અંતરનાં આંગણે જ
મહેકી ઉઠશે જીવનબાગ.

[કુલ પાન : 84. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : ચંદ્રેશ શાહ. 7, પ્રાપ્તિ એપાર્ટમેન્ટ. 6, પટેલ કોલોની. જામનગર 361008.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ત્રિપથગા – રમેશ પટેલ ‘આકાશદીપ’
ભજી લેને કિરતાર (ચાબખા) – ભોજા ભગત Next »   

11 પ્રતિભાવો : અમૃતવર્ષા – ચંદ્રેશ શાહ

 1. kantilal kallaiwalla says:

  I liked and enjoyed no.(1) and no.(4).Many thanks to Mrugeshbhai to give me such good reading all the times.

  • chandresh shah says:

   Dear Kantial,
   Iam glad to recieve your comment. I shall be glad to know about you also. Which are your favourite writers or poets?
   Thanking you and with good wishes

 2. vimal shah says:

  sweet soft lovely fresh like early morning. thanks vimal.

 3. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  હૃદયને સ્પર્શતા ભાવો અને મધુરી વાણી.
  સાચેજ અમૃતૃવર્ષા.
  ભાઈશ્રી ચંદ્રેશ,
  અભિનંદન અને આભાર.

 4. ભાવના શુક્લ says:

  સરસ રચના..

 5. nayan panchal says:

  બધી જ રચનાઓ ખૂબ સુંદર.

  આભાર,
  નયન

 6. અશોક ચાવડા says:

  અમૃતવર્ષામાં સંવેદનોનું અમૃત મૂર્તિમંત કરવામાં કવિ સફળ રહ્યા છે તે બદલ અભિનંદન

 7. nirlep bhatt - doha/jamnagar says:

  (1) and (4) are having a classic touch…meaningful, indeed!

  શબ્દ મારો પણ સિકંદર હશે
  આત્મા જો એની અંદર હશે

  wonderful.

 8. maulik says:

  શબ્દ મારો પણ સિકંદર હશે
  આત્મા જો એની અંદર હશે,

  દોહરાવી ઈતિહાસ નહિ શકાય
  એક જ નમૂનો નિરંતર હશે

  કેવિ સુન્દર વાત ?

  really its the height of thinking….

  મને આ વેબ સાઈટ વિસે ચન્દ્રેશ ભાઈ જ જાનકારિ કરાવિ ખુબ ખુબ આભાર ચન્દ્રેશ ભાઈ ….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.