ત્રિપથગા – રમેશ પટેલ ‘આકાશદીપ’
[‘ત્રિપથગા’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રમેશભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 951-736-8089 અથવા આ સરનામે rjpsmv@yahoo.com સંપર્ક કરી શકો છો : પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] જોબન જેવું
જોબન જેવું જગમાં, કોઈ દીઠું ના આજ
અંગઅંગમાં ઊછળે કંઈક અજબ ગજબનું રાઝ
દૂર ગગને માંડું નજરું, મીઠા ભાળું સાદ
ઢોલ ધબૂકે અંતર હરખે, ઝરમર વરસે નાદ
કૂવા કાંઠે નદી તટે, છલકે ગાગરે પ્રીત
મન મોગરો મહેકે મહેકે, ગાતાં ગાતાં ગીત
એકલ ખૂણે એકલ પંડે, એકલું હરખે મુખ
સ્વપ્નમાં શણગાર ધરુંને, સ્વર્ગનું ભાળું સુખ
હું હસું ને હસે જગ, મલકે યૌવન હીર
સાગર તીરે મોજાં ઊછળે, મનડું થાયે અધીર
કોઈ આવી દિલમાં વસે, રમે અંતરે આશ
જોબન જેવું જગમાં કોઈ ના દીઠું ચોપાસ
જોબન જાતાં વાર ના લાગે, માણીલો મલકાટ
ઝીલો જિંદગીએ, મસ્તીલો રંગીલો જોશીલો ચળકાટ
[2] સોનેરી વાત
અમી પીરસે વૃક્ષોની વહાલ
કહે સાંભળજો સોનેરી વાત
કેવી કરુણા ઉતારે કિરતાર,
પ્રકૃતિ ને પુરુષ પ્રગટાવ્યા સાથ
રમતી શાતા દીઠી અપાર,
તારા સંગાથે ઝૂમે સંસાર
તરુવરની તોલે કોણ આવે,
વામનમાંથી વિરાટ થઈ મહાલે
ઋતુઓ રમાડે કરી ખેલ,
વસંતની શોભાના રૂડા રે મેળ
રસીલાં ફળોની ઝૂલે લૂમાલૂમ,
ઘરે શ્રીફળની મધુરી હેલ
રંગો રમાડે નાજુક ફૂલ,
હિંચોળી પ્રેમે દીધાં સન્માન
મળી મતી જાગજો માનવ,
થાજો તમે ભગવદગુણોથી ભગવાન.
[કુલ પાન : 197. (મોટી સાઈઝ) કિંમત રૂ. 211. પ્રાપ્તિસ્થાન : વિનુભાઈ જે પટેલ. મુખીની ખડકી, મુ.પો. મહિસા. તા. મહુધા. જિ. ખેડા-387340. ફોન : +91 26825 76449]
Print This Article
·
Save this article As PDF
એકલ ખૂણે એકલ પંડે, એકલું હરખે મુખ
સ્વપ્નમાં શણગાર ધરુંને, સ્વર્ગનું ભાળું સુખ
હું હસું ને હસે જગ, મલકે યૌવન હીર
સાગર તીરે મોજાં ઊછળે, મનડું થાયે અધીર
અને
રંગો રમાડે નાજુક ફૂલ,
હિંચોળી પ્રેમે દીધાં સન્માન
મળી મતી જાગજો માનવ,
થાજો તમે ભગવદગુણોથી ભગવાન.
કાવ્ય વાંચતાં જ પંક્તિઓ મનમાં રમી જાય તેવી છે.
શબ્દ ચિત્ર જોબનનો મલકાટ રમાડતો લાગ્યો.
બંન્ને રચનાઓ ખૂબ જ મૌલિક લાગી.
વિતલ પટેલ
યુવાની અને ઉમંગ અને કાવ્ય દ્વારા ઝીલાતા મનના તરંગો
ખૂબજ સરસ રીતે ઉભરી આવ્યા છે.ઘણી વેબ સાઈટ પર
પ્રસંગને અનુરુપ કાવ્ય ધારાઓ આપની કલમે વહાવી છે
અને સૌને પ્રવાહમાં ડૂબાડ્યા છે.બંને કાવ્યો વિચાર વૈભવથી
ભરેલા લાગ્યા.
આભાર રીડ ગુજરાતી અને આકાશદીપનો.
ચીરાગ પટેલ
ત્રિપથગા નામ ખૂબ જ સૂચક.
ગંગાજી સ્વર્ગ પૃથવીલોક અને પાતાળમાં ગમન કરે
એટલે ત્રિપથગા તરીકે જાણીતાં થયાં
આપના પુસ્તકને આદરણીય સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી અને શ્રી દોલતભાઈ ભટ્ટ
દ્વારા આવકાર સાંપડ્યો છે.
આ પુસ્તક પ્રકાશનમાં અમને સહયોગી થવાનો લ્હાવો મળ્યો છે.
આજે રીડ ગુજરાતી દ્વારા મળેલ અભિવાદન આનંદ આપીગયો.
આપના કાવ્ય સંગ્રહની પંક્તિઓ વીજની જેમ ચમકે છે.
શબ્દ દ્વારા પ્રેમને શું સમજાવીએ કે માપીએ
હૃદય જાણે છે પ્રેમને અને જગત રમતું પ્રેમથી
…
નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારું
મારામાં રમતું તે તારામાં રમતું અવિનાશી અજવાળું
…
જ્યાં ચરણ ચારુ રત્નોનાં પડે,અરે મહાસાગર પણ માર્ગો ચીંધે
પૂનમની ચાંદની બની ખીલે આભે, એને કોણ સીમાડે રોકી શકે?
…
પાટણની પ્રભુતા, કચ્છ કસુંબલે ખીલ્યા છે ગુલદસ્ત
વિશ્વ પથ દર્શક ગાંધી અમારો,મઘમઘતું માનવ પુષ્પ
અખંડ ભારતનો સ્વપ્ન દ્રષ્ટા ,અડગ વલ્લભ સરદાર
રંમાડે ખોળે સિંહ સંતાન, શોભે યશચંદ્ર તવ ભાલ
જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ
ભાઈશ્રી કનેરિયાએ આપની કલમની કસબનું ‘ આચમન ‘ અર્પી યશકલગી ચઢાવી છે.
‘રંગો રમાડે————————–ભગવાન.’
તેમજ
‘ પાટણની પ્રભુતા—————–તવ ભાલ ‘
મન અને તનને તાજગી બક્ષે છે.
હાર્દિક અભિનંદન.
આભાર.
શ્રી રમેશભાઈ પટેલ (‘આકાશદીપ’) ની અન્ય ત્રણ ભાવ/જ્ઞાન સભર કૃતિઓ માણવા નીચેની લિન્ક ઉપત ક્લિક કરશો.
http://bhajanamrutwani.wordpress.com/tag/આકાશદીપ/
રી ડ ગુજરાતી પર આપની કવિતા વહાલી દિકરી માટે,લેખિકા સુ. શ્રી નીલમ દોશીના પ્રતિભાવમાં
લખેલા શબ્દો..’આ કવિતા પહેલાં મળી હોત તો શક્ય છેકે, મારા પુસ્તકમાં તેમની કેટલિક પંક્તિઓનો સમાવેસ કરત, આજે
યાદ આવી ગયા.
મને વેબ સ્સાઈટ પર આપણા સાહિત્યકારોની રચનાઓમાંથી સારી પંક્તોઓ નોટબોકમાં નોંધી માણવાની ટેવ છે.
આકાશદીપનાં કવન વિવિધતા અને લયથી ભરેલાં છે.વિચાર વૈવિધ્યનો લાભ વાચકોને મળ્યો છે.
છંદ થી સુશોભીત રચનાઓ જો આપ આપશો તો ગુજરાતી સાહિત્યને નઝરાણું મળશે.
આપની કવિતાઓ સંસ્કારથી ભરેલી છે,કદાચ પાઠ્ય પુસ્તકોમાં પણ સ્થાન મેળવવા લાયક છે.
નવા પુસ્તક માટે શુભેચ્છા.શ્રી અતુલભાઈની વેબ સાઈટ અને
આપની જ કવિતા કવિલોક કે મનના વિશ્વાસ બ્લોગના આભાર સાથે..
વૈશાખી પૂનમ..બુધ્ધ પૂર્ણિમા
ત્યાગી ગૃહ તપી ભમી,પુનિત પીપળે આંખો ઢળી
શીતલ વાયુ સુગંધ ઢોળે,પ્રસન્ન ફરી પૂનમ વૈશાખની
ચાંદની ખુદ શાતા ઝીલે,પ્રકૃતિ દિસે સુખદાયની
પૂર્ણ રુપે વૈશાખી ખીલી,પૂર્ણ સંગ બ્રહ્માંડે રમી
રસિયો વાચક
પરેશ પટેલ(ટેક્સાસ,USA}
સાહિત્યથી સમાજ ઉજળો છે, ત્રિપથગાની કવિતા બાબત પ્રતિભાવમાં મળેલી
જાણકારી,આકાશદીપ વિશે માન ઉપજાવી ગઈ.
સરળ લોકભોગ્ય કૃતિઓ હૃદયની નજીક વરતાયછે.દરેકની પોતાની વેશેષતા
હોય છે.તમારી રચનાઓ બ્લોગ દ્વારા બહોળા જનમાનસ પર રમી રહી છે,
આપને અભિનંદન.
તરુવરની તોલે કોણ આવે,
વામનમાંથી વિરાટ થઈ મહાલે
ચન્દ્ર પટેલ
શ્રી રમેશભાઈ, મને આન્ંદ થયો આપના સ્ંગ્રહનું મુખપ્રુષ્ઠ જોઇ..ત્રિપગથા ને વધાવું છું..લોકભોગ્ય અને શિવભક્ત ગમ્ય બની રહેશે તેવું ચાહુ છું…
આપની અનેક રચનઆઓ વાંચી આધ્યાત્મિક ભાવોમાં લીન થયો છું..આ સમયમાં આ વિષય પર બહુ ઓછા કવિઅઓ દેખાય છે તેમાંના રમેશભાઈ છે…ત્રિપગથા..ત્રિદલમ ત્રિદલાકાર્ં પ્રિય અએવા શિવજીમાં ઘણી પ્રેરક વિષેશતા ઓ છે એક દિવસ મનમાં વિચાર આવતા..૯૦ જેટલાં ત્રિઅવસ્થા ત્રિદલ શિવજીને મનોમન અર્પણ કરેલા…જેમ કે જીવનની ત્રણ અવસ્થા..કૌમારં યૌવનમ જરા, ભૂત વર્તમાન ભવિષ્ય,સવાર બપોર સાંજ…મારા બ્લોગ પર તેમની રચના અવારનવાર આપતો જ રહું છું..અને તેઅઓ પણ મળતા રહે છે…મૃગેશ, આપે મને ખુબ પ્રોત્સાહિક કર્યો છે આપનું આ કાર્ય સરાહનીય છે…ફરી મળીશું.. જીવને છે શિવનો સ્ંગાથ પણ, ઈન્દ્રિયોને વિષયોની પ્યાસ છે…શીવ જ મારો વિષય બની રહે તો ?…
http://leicestergurjari.wordpress.com/
દિલીપ ગજજર, લેસ્ટર, મલ્ટીકલ્ચરલ શહેર
કોઈ આવી દિલમાં વસે, રમે અંતરે આશ
જોબન જેવું જગમાં કોઈ ના દીઠું ચોપાસ……
રંગો રમાડે નાજુક ફૂલ,
હિંચોળી પ્રેમે દીધાં સન્માન
મળી મતી જાગજો માનવ,
થાજો તમે ભગવદગુણોથી ભગવાન.
Rameshbhai …Nice to know of the Book you had published…Nice Kavyo ! Congratulationa ! May you publish many more !>>>>>Dr. Chandravadan Mistry ( CHANDRAPUKAR )
http://www.chandrapukar.wordpress.com
જોબન જેવું
રીડ ગુજરાતી પર એક સંપૂર્ણ રીતે જોબન વિષયને આવરીલેતું કાવ્ય માણવા મળ્યું.
મનના તરંગોમાં સુંદર રીતે આકાશદીપે ઉજાશ ભર્યો છે.
એકલ ખૂણે એકલ પંડે, એકલું હરખે મુખ
સ્વપ્નમાં શણગાર ધરુંને, સ્વર્ગનું ભાળું સુખ
હું હસું ને હસે જગ, મલકે યૌવન હીર
સાગર તીરે મોજાં ઊછળે, મનડું થાયે અધીર
ખૂબ જ ગમ્યું
હેતલ અને હાર્દિક
જય શ્રીકૃષ્ણ
રમેશભાઈ પટેલ ‘આકાશદીપ’ આપના કાવ્યો તો ખરેખર અનેરા હોય છે, અને માફ કરજો કે થોડો મોડો છું આ માણવામાં કારણકે વ્યસ્ત હતો પણ એનો અર્થ એ નથી કે વિસરી ગયો.
જો કે હજું આપનું ત્રિપથગા મારા હાથમાં નથિ આવ્યું પણ હા તેના ઘણા ખરા કાવ્યો આપે જ મને ઈમેલ દ્વારા અપેલ છે અને જેમાંથી કેટલાક તો મનનો વિશ્વાસ પર રજુ પણ થઈ ચુક્યા છે.
ખુબ જ સુંદર ગીતો છે .
અભિનંદન.
ભારતીય સંસ્કારના તાણાવાણા આપની કવિતાઓમાં,વિવિધ બ્લોગની
વિઝીટ દ્વારા માણ્યા.
વતન પ્રેમ પ્રભુ ભક્તિ અને અંતરની ઉજાશ સાચે જ આકાશદીપે
તેમની કૃતિઓમાં છલકાવી છે.
અભિનંદન
સ્વેતા પટેલ
રમતી શાતા દીઠી અપાર,
તારા સંગાથે ઝૂમે સંસાર
તરુવરની તોલે કોણ આવે,
વામનમાંથી વિરાટ થઈ મહાલે
ઋતુઓ રમાડે કરી ખેલ,
વસંતની શોભાના રૂડા રે મેળ
રસીલાં ફળોની ઝૂલે લૂમાલૂમ,
ઘરે શ્રીફળની મધુરી હેલ
વાહ! કેટલું સુંદર.ખૂબ જ મજાનું.
ધન્યવાદ.રમેશભાઈ(આકાશદીપ)
ડૉ આશીષ પટેલ(યુ એસ એ)
આભાર શ્રી મૃગેશભાઈ.
સાહિત્ય રસિક મિત્રોને ભાવભર્યુ આમંત્રણ
‘ત્રિપથગા ‘કાવ્ય સંગ્રહનું લોકાર્પણ..અહેવાલ
Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel