ઈશ્વર પ્રત્યેની આસ્થા – ડૉ. શરદ ઠાકર

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ ડૉ. શરદભાઈનો (અમદાવાદ) આ સરનામે સંપર્ક કરી શકો છો : drsharadthaker@yahoo.com ]

ચોક્કસપણે યાદ નથી કે એ કયું વર્ષ હતું, પણ એટલી ખબર છે કે એ દિવસે અમદાવાદમાં એક રાતમાં બાર ઈંચ વરસાદ પડ્યો હતો. સમી સાંજથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને પછી તો આખી રાત ચાલ્યા કર્યો હતો. બપોર પછીના સૂરજને વાદળે ઢાંકી દીધો હતો, સાંજને બદલે સીધી રાત જ પડી હતી. લગભગ આખું અમદાવાદ ઊંઘતું હતું, માત્ર હું જાગતો હતો અને મારે ત્યાં સુવાવડ માટે દાખલ થયેલી એક નવજુવાન સ્ત્રી અને એમના સગાંસંબંધી અને…. ધર્મેશ શાહ !

ધર્મેશ મારો મિત્ર હતો, ડૉક્ટર હતો, નવો સવો જ ડિગ્રી લઈને બહાર પડ્યો હતો, ઉત્સાહી હતો. મારે ત્યાં કોઈ ઓપરેશન હોય તો ‘આસીસ્ટ’ કરવા દોડી આવતો. મને પણ એની કંપની ગમતી. અમારે જમવાનું બાકી હતું અને બાકી જ રહી ગયું. પેલી સ્ત્રીને નોર્મલ ડિલિવરી માટે ‘ટ્રાયલ’ આપવામાં જ રાતના સાડા અગિયાર વાગી ગયા. છેવટે નાછૂટકે સિઝેરિયનનો નિર્ણય લેવો પડ્યો. કદાચ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા ત્યારે આવી જ મેઘલી રાત હશે. ઓપરેશન થિયેટરની કાચની બંધ બારી ઉપર પાણી રમઝટ બોલાવી રહ્યું હતું. એનેસ્થેટિસ્ટ ડૉક્ટર આવ્યા તે પણ પાણી નીતરતાં, સારું હતું કે એણે રેઈનકોટ પહેર્યો હતો, પણ તેમ છતાં ગોઠણથી નીચેનું પેન્ટ તો જાણે હમણાં જ પાણીની ડોલમાં ઝબકોળીને બહાર કાઢ્યું હોય એવું નીતરતું હતું.

અમે રાત્રે બાર વાગ્યે ઓપરેશન શરૂ કર્યું. આખું ઓપરેશન તો યાદ નથી રહ્યું અને રહેવાની શક્યતા પણ નથી હોતી. ત્યાર પછી છેલ્લાં સાત વર્ષમાં બીજા એવાં જ ઓપરેશનો એટલાં બધાં કર્યાં છે કે એ એક ક્રમ જેવું થઈ ગયું છે. પણ, અમને ડૉક્ટર્સને કોઈ કોઈ ઓપરેશન યાદ રહી જતાં હોય છે એ કરતી વખતે ઊભી થયેલી કોઈ કટોકટીને કારણે ! આમાં પણ એવું જ બનેલું; ગર્ભાશયમાંથી બાળક કાઢતી વખતે એના વિશાળ કદને કારણે ગર્ભાશય પર મૂકેલો ચીરો બંને બાજુએ ખેંચાઈને પહોળો થઈ ગયો અને એમાં રહેલી રક્તવાહિનીઓમાંથી લોહીના ફુવારા ઊડવા માંડેલા ! આવે સમયે જો કોઈ ડોક્ટર એમ કહેતો હોય કે એ ચોપડીમાં વાંચેલા ‘સ્ટેપ્સ’ પ્રમાણે વિચારી વિચારીને નિર્ણય લેતો હોય છે તો મારે કહેવું પડશે કે એ ગીતામાં વર્ણવાયેલો સ્થિતપ્રજ્ઞ મનુષ્ય જ હશે ! મોટા ભાગે તો આવે સમયે ડૉક્ટર અંદરથી ઊઠતાં કોઈ આવેગને વશ થઈને જ કામ કરતો હોય છે. અલબત્ત, એણે મેળવેલું જ્ઞાન એને અવશ્ય કામમાં આવે છે. પણ સમય સાથે હોડ બકવાનું ઝનૂન વધુ મહત્વનું પુરવાર થતું હોય છે.

લોહીના તળાવની વચ્ચે ક્યારે, કેવી રીતે, કેટલાં ટાંકા લેવાઈ ગયા એ માલિક જાણે, પણ એ પછી ક્ષણ માત્રમાં જ રક્તસ્ત્રાવ કાબૂમાં આવી ગયો એ અમે જોયું. યુવતી સલામત હતી, બાળકનું રડવું આખી હોસ્પિટલને ગજવી રહ્યું હતું અને આકાશ ગડગડાટી સાથે એને આવકારી રહ્યું હતું. ‘મોત અહીં આટલામાં જ ક્યાંક હોવું જોઈએ નહીં ?’ ધર્મેશે મૌનનો સન્નાટો તોડતાં પૂછ્યું : ‘કેટલું નજીકથી એ પસાર થઈ ગયું ? બ્લિડિંગ બંધ થતાં માત્ર થોડીક જ વધારે વાર લાગી હોત, તો…તો…!’ આગળ અમે વિચારી શકીએ એમ નહોતાં. અત્યારે આવી ઘનઘોર વરસાદી રાતે બ્લડટ્રાન્સફ્યુઝનની વ્યવસ્થા અમે કેવી રીતે કરી શક્યા હોત ? મેં જોયું કે ધર્મેશ ખળભળી ગયો હતો. એના ચહેરા પરનો આતંક હળવો કરવાના આશયથી મેં રમૂજ કરી :
‘ડૉ. ધર્મેશ, મહામૃત્યુંજય જાપ જપી રહ્યા છો ?’
એ પરાણે હસ્યો. મેં કહ્યું : ‘આવી બાબતમાં ઈશ્વરને વચ્ચે નહીં લાવવાનો, સમજ્યા ?’
‘કેમ ? તમે ઈશ્વરમાં નથી માનતા ?’
‘હું તો માનું છું કે મારો ઈશ્વર એ મારી અતિશય અંગત બાબત છે. જ્યાં માણસની આત્મવિશ્વાસની સરહદ પૂરી થાય છે, ત્યાં એની ઈશ્વર પ્રત્યેની આસ્થાની હદ શરૂ થાય છે. એક ડૉક્ટર તરીકે આપણાં જીવનમાં મૃત્યુનો સામનો કરવાના અનેક પ્રસંગો આવતા જ રહેવાના, અને પરિસ્થિતિનો તબીબી કૌશલ્યથી સામનો કરવાની આવડત જ આપણને એમાંથી વિજેતા બનાવીને બહાર લાવતી રહેવાની ! આઈ વીલ થેન્ક માયસેલ્ફ ફર્સ્ટ એન્ડ ધેન ધેટ ઓલ્ડ મેન !’

ઓપરેશન પૂરું થયું અને અમને ખબર પડી કે હવે ભૂખ લાગી છે. રાતનું જમણ અમે લીધું જ ન હતું. ઘરે ફોન કર્યો તો જાણવા મળ્યું કે આજે રસોયણ બાઈ રાંધવા માટે આવી જ નહોતી. સવારનું વધ્યું ઘટ્યું જ…! અમારી ભૂખ હવે તીવ્ર બની હતી. ઘડિયાળમાં જોયું. રાતનો સવા વાગ્યો હતો. અત્યારે નાસ્તો પણ ક્યાંથી મળે ? મેં ટેલિફોન ડિરેક્ટરી કાઢી. શહેરની જાણીતી બે-ચાર રેસ્ટોરન્ટમાં ફોન કર્યાં. બધેથી નિરાશા સાંપડી. આખરે આશ્રમરોડની એક અતિશય જાણીતી રેસ્ટોરાંમાંથી ‘હા’ આવી : ‘આવી જાવ, પણ માત્ર પંદર જ મિનિટની અંદર ! પછી અમે પણ દુકાન બંધ કરીએ છીએ.’ મેં વિનંતી કરી. આખી પરિસ્થિતિ સમજાવી. છેક આટલે દૂરથી આવા વરસાદમાં આવવાનું, રાતનો સમય, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હોય તો ગાડી પાછી પણ વાળવી પડે…! પંદર મિનિટ તો ઓછી કહેવાય ! રેસ્ટોરાંવાળો ભલો નીકળ્યો : ‘સાહેબ, તમે નિરાંતે આવો. હું તમે નહીં આવો ત્યાં સુધી રાહ જોઈને બેઠો છું. ફક્ત એક કામ કરો, તમે ઓર્ડર લખાવી દો, એટલે હું ગરમાગરમ વાનગી ઉતારીને તૈયાર રાખું.’ ધર્મેશે ઓર્ડર નોંધાવ્યો. અમારા મોંમાં પાણી આવી ગયું.

બહાર તો જાણે પાણીનું જ સામ્રાજ્ય હતું જ ! ગાડીમાં બેસવા જઈએ એટલી વારમાં પણ અમે તરબોળ બની ગયા. મેં ગાડી ચાલુ કરી. ધર્મેશ મારી બાજુમાં જ બેઠો હતો. અમે નાસ્તો લઈને પાછાં ફરીએ ત્યાં સુધી એનેસ્થેટિસ્ટ મારા નર્સિંગ હોમમાં જ બેસવાનો હતો. મેં મારા રોજના માર્ગે ગાડી લીધી, પણ માત્ર થોડાં કદમ આગળ જઈને જ ગાડી પાછી વાળવી પડી. રસ્તાની વચ્ચો-વચ્ચ નદીની જેમ પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો હતો. બીજે રસ્તે પણ એ જ દશા હતી. સામાન્ય સંજોગોમાં અમે કદાચ જવાનું જ મુલત્વી રાખ્યું હોત, પણ બુભુક્ષિત: કિમ ન કરોતિ….? છેવટે એક લાંબા રૂટ પરથી ચકરાવો કરીને પણ જવું તો ખરું જ એમ અમે નક્કી કર્યું. અને એ મુજબ મેં ગાડી ઘુમાવી. થોડે સુધી તો બધું બરાબર ચાલ્યું. ઉપર આકાશમાંથી સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો હતો. નીચેથી ગટરો ઊભરાઈ રહી હતી. જમીનની પાણી સમાવવાની શક્તિ ‘સેચ્યુરેટ’ થઈ ગઈ હતી. ગાડીના ‘વ્હીલ્સ’ પાણીમાં ડૂબી રહ્યા હતા અને અચાનક અમે ‘દો રાહા’ પર આવી ઊભાં. આદતવશ મેં ગાડી જમણા માર્ગે લીધી. સામે કશું દેખાતું હતું જ નહીં, પણ એવાં અંધકારમાં પણ મને પાણીનો ઘૂઘવાટ સંભળાયો. કોઈ અગમ્ય આદેશને વશ થઈને મેં ગાડી પાછી વાળી. આ ક્ષણ મને બરાબર યાદ છે. ધર્મેશે પૂછ્યું પણ ખરું : ‘કેમ ગાડી પાછી વાળી ? રસ્તો તો સાફ છે, જવા દો ને !’
‘ના, આગળ જતાં જોખમ જેવું લાગે છે મને ! એના કરતાં ડાબા રસ્તે થઈને…..’ જે જગ્યાએથી મેં ગાડી રીવર્સ લીધી અને પછી ડાબી તરફના માર્ગે આગળ ધપાવી, ત્યાં એક ગેરેજ હતું. એક ઘરડો મુસ્લિમ ચાચો પતરાંના ‘શેઈડ’ નીચે બેઠો બેઠો બીડી ચૂસી રહ્યો હતો. એણે પણ ધ્યાનપૂર્વક અમારી હરકત જોયા કરી. અને અમે પસાર થઈ ગયા.

રાત્રે લગભગ પોણા બે વાગ્યે જ્યારે અમે આશ્રમરોડ પહોંચ્યા, ત્યારે રેસ્ટોરાં પર માંડ ચારેક ઘરાક હતાં. એમાંથી બે પોલીસવાળા હતા અને બે ભિખારીઓ ! હું હસ્યો. ધર્મેશે પૃચ્છક નજરે મારી સામે જોયું. મેં ધીમેથી એના કાનમાં કહ્યું : ‘આ બધામાં દુકાનદારે કમાવાનું તો ફક્ત આપણી પાસેથી જ ને ?’ અમે હસતાં રહ્યાં અને કંદોઈએ અમને નાસ્તાનાં પડીકાં બાંધી આપ્યા. અમે પૈસા ચૂકવીને એનો આભાર માન્યો. અમારી ‘રીટર્ન જર્ની’ શરૂ થઈ. વરસાદ હજુ પણ અટક્યા વગર વરસી જ રહ્યો હતો. જમીન ઉપર પાણીની ઊંડાઈ વધતી જતી હતી. પણ અમને ખબર હતી કે અમારો માર્ગ કયો છે ! ક્યાંયથી પણ પાછા વળવું પડે એવું નહોતું. વીસેક મિનિટ પછી અમે ફરીથી પેલા ‘દો રાહા’ પાસે આવી પહોંચ્યા.

અનાયાસ અમારી નજર એ જગ્યા પર પડી, જ્યાંથી મેં ગાડી પાછી વાળી હતી. હું કબૂલ કરું છું કે જિંદગીમાં આટલી હદે ક્યારેય હું થથર્યો નથી. એ જગ્યાએ જમીનમાં મોટું ગાબડું પડ્યું હતું અને એક ટ્રક આખ્ખે આખ્ખો એ ગાબડામાં ઊતરી પડ્યો હતો. મેં ગેરેજના પતરાં નીચે બેઠેલા મુસ્લિમ ચાચાને પૂછ્યું : ‘ક્યારે બન્યું આ ?’ એણે બીડીનો છેલ્લો કશ લીધો : ‘સા’બ, તુમ્હારી ગાડી નીકલ ચૂકી, ઉસકે બાદ પૂરી એક મિનિટ કે બાદ ! યે ટ્રક તો બાદ મેં આયા ! આપ બચ ગયે, સા’બ !’ મેં જોયું કે જો હું પાછા ફરવામાં માત્ર એક મિનિટ મોડો પડ્યો હોત, તો અમારી ગાડી સીતામાતાની જેમ ધરતીમાં સમાઈ ગઈ હોત ! રસ્તાના આછા પડની નીચે શહેરી ઘોરી ગટરલાઈન વહી રહી હતી, જે છેક અમને વાસણા કે સુએઝ ફાર્મ સુધી ખેંચી ગઈ હોત !

હું અને ધર્મેશ ચૂપ હતાં. મારા કન્સલ્ટિંગ રૂમમાં બેસીને નાસ્તો કરતી વખતે પણ અમારા બંનેના મનમાં એક જ વિચાર ચાલ્યા કર્યો : ‘કોણે અમને બચાવ્યા ? ઈશ્વરે ? જે ઉપર આકાશમાં બેઠો છે એમ મનાય છે ? આકાશ ફાટી પડ્યું. એણે તો આ હોનારત સર્જી હતી ? કોઈ એવી અગમ્ય શક્તિએ અમને પ્રેર્યા જેને હજુ સુધી આપણું વિજ્ઞાન કે અધ્યાત્મ પણ સમજાવી નથી શક્યું ? કે પછી આ બધો માત્ર જોગાનુજોગ હતો ?’ લગભગ સાત વરસ થવા આવ્યાં છે આ વાતને ! ઘણું બધું ભૂલાઈ ગયું છે આજે પણ એક વાત નથી ભૂલી શકાઈ ! મોત એ રાત્રે અમારી ખૂબ જ નજીકમાં, ક્યાંક આસપાસમાં જ હતું. બે વાર તો અમને સ્પર્શીને પસાર થઈ ગયું; એક વાર ઓપરેશન થિયેટરની અંદર અને બીજી વાર ઓપરેશન થિયેટરની બહાર….. !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શાંત પળોમાં – ગિજુભાઈ બધેકા
બટરિયો – મીનાક્ષી ચંદારાણા Next »   

57 પ્રતિભાવો : ઈશ્વર પ્રત્યેની આસ્થા – ડૉ. શરદ ઠાકર

 1. hardik says:

  very good article..

 2. સરસ લેખ છે અને હમ્ણાં જ આવો અનુભવ ૨૦ ઇંચ વરસાદમાં ઘણાને થયો હશે! અથવા કોઇકને કદાચ.
  પણ બધ્ં બહાર નથી આવતું.

 3. Mukesh Pandya says:

  ડૉ. શરદ ઠાકરની વાર્તાઓ (કે પછી સત્યકથાઓ) માનવ મનની વિવિધ દિશાઓનું પ્રતિબીંબ આપે છે, અને એટલે જ દરેક ઘટના આપણી સાથે બની હોય તેવો આભાસ થાય છે.

 4. એવી ઘણી બાબતો છે કે જે હજુ માનવજાતે શીખવાની બાકી છે. સુંદર રજૂઆત. દિલધડક કથા.

 5. rutvi says:

  ખરેખર , ડૉ. શરદ ઠાકરની વાર્તા ઓ હંમેશા શ્રેષ્ઠ હોય છે

  મારી સાથે ઘણીવાર આવુ બન્યુ છે, કંઇક એવી અદ્રશ્ય શક્તિ છે, જે ઘણીવાર આપણને ઘટનાનો અણસાર આપી દે છે , હુ મારા અનુભવો માંથી બે અનુભવ રીડગુજરાતી સાથે share કરીશ ,
  ૧, મારા પિતરાઈ ભાઈ ના વિવાહ નક્કી થયા, મારા ભાઈએ આશીર્વાદ માટે ફોન કર્યો , મમ્મી-પપ્પાએ મારા ભાભીનુ નામ પૂછ્યુ, તેમણે કહ્યુ – ખુશ્બુ, જ્યારે આ વાત થઈ ,ત્યારે હુ મારી શાળા મા halway મા હતી , હુ મારા science ના ક્લાસ તરફ જતી હતી , એકદમ મારા મન મા “ખુશ્બુ ” નામ સ્મર્યુ , મને પોતાને ખબર ના પડી કે એકદમ આ નામ કેમ? મારી કોઈ ફ્રેન્ડ નુ નામ ખુશ્બુ નથી , ઘરે આવી ને મમ્મી- પપ્પાએ વાત કરી , મે પૂછ્યુ કે ફોન કેટલાવાગે આવ્યો હતો, ખરેખર તેટલાવાગે જ આવ્યો હતો જે વખતે આ નામ યાદ આવ્યુ ,

  ૨. આજે જ હુ કશુ વાંચતી હતી ને મને મારી cousin એકદમ યાદ આવી , ખબર નહી , તેનો વાંચન સાથે કોઈ સંબધ ન હતો , ૧ કલાક પછી મારા ભાઇ નો ફોન આવ્યો કે તે cousin નો accident થયો હતો ૧ કલાક પહેલા….

  • Jagat Dave says:

   Ruthvi:

   Thanks for sharing your personal encounters.

  • saumil says:

   સુ વાત ચે યાર્…….. તો તો તમે ખરેખર ગજબ વ્યક્તિ કેહ્વવાઓ……

  • mahadev dave says:

   બહુ સારિ હો ભઈ મજા આવિ ગૈઇ

  • Jayesh says:

   તમારી પાસે અદ્ભુત શક્તિ છે. તમને મારુ, જગત, સૌમિલ અને મહાદેવ ના નામ પણ યાદ આવ્યા જ હશે.
   અરે ભાઇ, અમે કોમેન્ટ્સ જો લખી છે તમને યાદ કરી ને !!! કોમેન્ટ્સ ની તારીખ અને સમય પણ અહંઈયા લખેલા જ છે.

 6. અગમની એંઘાણી ઈશ્વરકૃપા હોય તો જ મળે.

  આવી અગમ્ય ઘટનાઓને વિજ્ઞાન પ્લાઝમા ફિઝીકસ સાથે સાંકળે છે.
  રામ રાખે તેને કોણ ચાખે.
  આભાર.

 7. nim says:

  દિવ્ય્ભાસ્ક્ર્ર અને રીડ ગુજરતી શરદ ઠાકર ના લેખો થી શુશોભિત થાય છે.
  મ્રુગેશ ભઈ ને ધન્યવાદ્.

 8. anju says:

  realy, ram rakhe ene kon chakhe
  very good

 9. Dhaval says:

  Intuition saved them.

  Dhaval

 10. Chndrakant says:

  આવી જ ક્ષણો ઇશ્વર સાથે જોડિ રાખે
  છે.

 11. ALKA says:

  મ્રુગેશ્ભાઈ
  શરદભાઈ
  બહુજ સરસ લેખ
  ઈશ્વ્રરીય સન્કેત સમય સર જ મલે છે

 12. Shraddha says:

  Just amaizing… but its true…

  When we need real help and we r not know the real problem behind that at that time some special belief alwasy ready to help us and try to overtake that things….

 13. Vraj Dave says:

  ખુબજ સરસ લેખ.
  ધન્યવાદ.

 14. Veena Dave, USA says:

  ઇશ્વર જોયો નથી, આવા ટાણે અનુભવ્યો ઘણી વખત છે.
  લેખકની કલમે લખાયેલ ડૉક્ટરની ડાયરી તો આવી કેટલીએ વાતોથી ભરેલી છે. ગુ. જ મા આ વાતો આવતી ત્યારે એક પણ miss નથી કરી.

 15. Ami Patel says:

  Excellant story! After reading this story when I looked out, for a moment I felt – oh! rain just stopped!! – Then I realized that it was raining in the story, not outside….!!

 16. ભાવના શુક્લ says:

  આત્મવિશ્વાસની હદ પુરી થાય છે ત્યા થી જ ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાની હદ શરુ થાય છે.
  ………………………………………………………
  સોના મા મઢીને લખી રાખવા જેવી ડો. ધર્મેશભાઈની વાત બહુજ ગમી.
  ક્યારેક કશુક આમ જ ક્યાક થી સ્પર્શી જાય છે અને પ્રતિત થાય છે અરે આ એજ તો જે આપણે વિચારતા અને સ્વિકારતા રહ્યા છીએ.

 17. nayan panchal says:

  સુંદર પ્રસંગ.

  બર્ટાન્ડ રસેલ નાસ્તિક હતા. આપણા લેખક ગુણવંત શાહ જ્યારે તેમને મળ્યા ત્યારે તેમની વચ્ચે આ પ્રમાણે સંવાદ થયેલો.

  ગુણવંત ભાઈઃ તમે ઇશ્વરમાં માનો છો?
  રસેલ ભાઈઃ ના.
  ગુણવંત ભાઈઃ ધારો કે, ઇશ્વર તમારી સામે આવીને ઉભો રહી જાય તો?
  રસેલભાઈઃ તો હું તેને માત્ર એટલુ પૂછીશ કે, “તારા હોવાની સાબિતી આટલી ખાનગી કેમ રાખી” ?

  હે ઇશ્વર,
  તુ તારા હોવાની સાબિતી આટલી ખાનગી કેમ રાખે છે ?

  નયન

  • Gujarati says:

   આ સાચો પ્રસંગ છે? મેં વાંચ્યુ છે કે રસેલે આવો જવાબ આપેલો જ્યારે પુછાયુ કે મર્યા પછી ભગવાન મલસે તો શુ કહેશો. પણ એ ખબર નહોતી કે ગુણવંત શાહે આ પુછેલું.

 18. પેલા ટ્રક ડ્રાયવરને ઈશ્વરે કેમ ન બચાવ્યો…! એ કેમ કોઈ વિચારતું નથી.???

 19. Jinal Patel says:

  આત્મવિશ્વાસની હદ પુરી થાય છે ત્યા થી જ ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાની હદ શરુ થાય છે. એક્દમ સત્ય હકીકત્.

 20. naresh says:

  શરદ થકર દોકતર નહિ પરન્તુ ઇશ્વર નુ બિજુ રુપ જે ાનેક લોકો ના કામ કર્યા ચએ સાચે જ હુ ઇસવર કરતા માનુ ચુ

 21. Sweta says:

  તે ડોક્ટર ને ધન્યવાદ કે આટલિ બધિ મુશ્કેલિ હોવા છતા પણ પોતાનિ ફરજ બજાવિ. આભ્ાર

 22. sudha says:

  ઇશ્વર કદાચ જોવા તો ના મલ તમે એનો અહેસાસ કરો કે કોઇ એવિ શક્તિ છે જેનો તમે અહેસાસ કરો છો એ જ તો એ છ્હે ………………………. બાકિ એનુ કોઇઆ એડ્રેસ તો આપનિ પાસે નથિ……………………

  ધન્યવાદડો. શરદ સાહેબ
  તમર અમે નિય્મિત વાન્ચક છ્એ………………………
  દિવ્યભાસ્કર ના પણ
  આભાર્
  સુધા લાથિઆ ભાલસોડ

 23. Hetal says:

  Many things in life make us to believe in God and many horrible moments make us not to believe in god but as they said there is always good thing behind everything.

 24. Chirag Patel says:

  You can run – but you cannot hide. Excellnet story… One day or another – it will come and get you!
  Reminds me of English movie… call – Findal Destination 1/2/3 – check out all THREE parts ….

  WARNNING: If you are a heart patient please DO NOT WATCH these movies!

  Regards,
  Chirag Patel

 25. ઈન્દ્રેશ વદન says:

  ડૉ. ઠાકર જેટલી લોકપ્રિયતા અને પ્રસિધ્ધિ ભાગ્યે જ કોઇ લેખક ને અર્વાચીન સમયમાં મળી છે.

  ડૉક્ટર સાહેબને એક બ્લોગ શરુ કરવા વિનંતી જ્યાં તેમના ચાહકોને તેમના નવા લેખ સરળતાથી મળી રહે.
  તંત્રીશ્રીને લેખકના બીજા પણ લેખો મૂકવાને વિનંતી.

  તાજેતરમાં તેમના પુસ્તક ‘વગડા વચ્ચે ટહુકો ભાગ ૧ અને ૨’ વાંચ્યા છે, જેમાં ઘણાં સારા લેખો છે.

 26. Vaishali Maheshwari says:

  Excellent story Mr. Sharad Thakar.

  I even appreciate Rutvi’s comments.
  Many times such small incidences happened with me too.

  God is omnipotent.
  He shows his presence in some or the other way.

  Doctor’s sixth sense (intuition) helped him to decide on changing his route and he was saved.

  It is said right, that આપણા જિંદગી ના દાણા જ્યારે પુરા થાય ત્યારૅજ ઈશ્વ્રર આપણને એમની જોડે બોલાવે છે.
  He keeps a watch on us and when he feels that it is the right time for us to leave this world, then only he will call us, or else he will keep on saving us in some or the other way.

  Very beautiful story.
  Thank you for the same Author Saaheb.

 27. trupti says:

  God is great.

  I experienced the presence of the God during the 1993 bomb blast.

  During the blast time, I used to work in Fort, Mumbai (the place is close to the Mumbai Stock Exchange). Since my office timing was 11.00 a.m. I used to have early lunch from home to avoid carry the same in the local train. But in the afternoon around at 2.30, my colleague and I used to go out and have some quick bite like sandwiches or some juice. On 12th March93, we were about to leave the office to have some snacks, one of my associates came to visit me so we had to stay back to attend to him. After he left the office, I along with my colleague left the office and was going towards the stock exchange to have some sandwiches (sandwich of Bombay Stock exchange lane was famous). We hardly reached the bank street near the main building of State Bank of India, we saw people running from the other side towards the Hornimon Circle. We were clue less, as we did not even heard the blast. On enquiring with one of the runner by, we were informed about the blast. The sandwich stall, which we were to visit, along with the vendor was destroyed due to the blast. When we came to know about the same, it forced me to think, what made my associate to come to office at the time when we were leaving? If he would not have come, we would be there near the stall and I would not be sharing my experience with you all.

  It was only God who send the associate as our savior to our office.

 28. સંતોષ એકાંડે says:

  શ્રધ્ધા છે કે “ઇશ્વર” છે…તો છે…..!
  એની હયાતી નિશ્ચિત કરવા “પુરાવા” ની શી જરુર..?
  આવા લેખ વાંચીને ‘વજ્ર માતરી સાહેબ’ ચોક્કસ યાદ આવે…
  હો શ્રધ્ધા નો વિષય ત્યાં
  પુરાવા ની શી જરુર….!
  પણ એક વાત તો છે….
  મરાઠી મા સ્વ. રફીસાહેબે ગાયેલુ એક ગીત છે.
  શોધીશી માનવા રાવળી અન્તરી…
  નાન્દતો દેવ હા આપલ્યા અન્તરી….
  અર્થાતજ..
  ઓ માનવ, તુ ઇશ્વરને મન્દિરો-મસ્જિદોમા ક્યા ખોળેછે..?
  એ તો તારા અન્તર મન માંજ છે.
  અને આવી રીતે ક્યારેક અવાજ આપીને તે આપણને
  ‘ ઘાત ‘ માથી બચાવી પણ લે છે….

 29. nayan panchal says:

  હાલમાં જ મારા હાથમાં એક પુસ્તક આવ્યુ છે, Dr Brian Weiss નું Many lives, Many Masters. It’s a true story.

  હજી વાંચવાની શરૂઆત જ કરી છે, પરંતુ ઈશ્વર કે એના જેવુ જે પણ છે તેનામાં આસ્થા દ્રઢ થઈ જશે. જે લોકોને દરેક વસ્તુ વિજ્ઞાન કે તર્ક વગેરેના ચશ્માથી જોવાની આદત છે, તેમણે ખાસ વાંચવુ.

  Final Destination કે એવી અન્ય આધિભૌતિક, આધ્યત્મિક ગૂઢ બાબતોમાં રસ ધરાવનારાઓ ને પણ રસ પડશે.

  મારા બે પૈસા,
  નયન

 30. Vishal Patel says:

  Isn’t he just amazing!!!!!

  His treatment to simple day-to-day experiences make them like thrilling but educational or i should say inspirational story.

  Dr. Thakar is one of most favourite writters who i always wish to read whenever i open readgujarati. I wish Mrugeshbhai can get his pictures & interview.

  Thanks for wonderful experience!!

 31. urmila says:

  Excellent story – Thanks to Mr nayan Panchal for suggesting to read ‘Dr Brian Weiss નું Many lives, Many Masters. It’s a true story. ‘ and Mr Jani for giving the link – very interesting.
  Thanks to Mrugeshbhai once again for creating this sight which keeps us in touch with various intereting subjects

 32. urmila says:

  Dear Trupti – Thanks for sharing your experience – I recently read the few experiences of the people of America who were saved from the bomb blast of 7/11 – one was late reaching office as his foot was hurting due to new shoes/another was late as he went to drop his kid to school/someone was late as he had to take child to doctors – All of them were irritable while travelling thinking their valuable time was wasted on trivial activities instead of reaching office on time -They were all thankful to God for creating this circumstances to make them late to go to office – Whatever happens at any given time in our lives happens for a reason

 33. Kaushal says:

  really very fine…

 34. Parth dave says:

  ખુબ જ સરસ…………….

 35. naresh,,,,,,,,,,(DUBAI) says:

  excellent experience…….

  YAD RAKHO………
  AAPKA DYAN MALIK PE HO NA HO………….PAR…….MALIK KA DYAN SADA AAP PE RAHETA HE……..

  god is great….

 36. Mrugesh Modi says:

  Excellant..!!!!
  One more Amazing Article by Sharad Thakar….

 37. komal says:

  ખુબ જ સરસ

 38. monika says:

  the story was really awesome. i use to read mr. sharad’s stories in newspapers. they all are really very good.

 39. D.D.Prajapati says:

  બહુ સરસ લેખ અભિનદન

 40. જે વ્યક્તિ ના મનમા ક્યારેય જાન્તા કે અજાન્તા કોઇ નુ પન ખરાબ કરવા નો વિચાર પન ના આવે તેનુ પન કોઇ દિવસ ખરાબ નથી થતુ.

  • Chirag 9426447488 says:

   વિપુલભાઈને નમ્ર વિનંતી કે, રીડ ગુજરાતી ઉપર બીજા મારો મોબાઈલ ન્ંબર ન આપે.

 41. Bhavna says:

  Dr Sharad Thakkar

  He is the best author & his stories in divya bhaskar I used to read it daily & before that he write for Gujarat Samachar that also i read regularly & I really like the stories of him

  Great Great stories
  thanks for giving us the chance to read like this great stories

 42. Ravindra Parmar says:

  બહુ સરસ લેખ

  ધન્યવાદ ડો. શરદ સાહેબ
  તમારા હુ નિયમિત વાન્ચક છ

  સિહ પુરુશ વાચિ ને ઘણુ જાણવા મળ્યુ

  આભાર્

 43. dhiraj says:

  યોગી કૃષ્ણ પ્રેમ ઇંગ્લેન્ડ ના સૈનિક હતા અને બીજા વિશ્વ યુદ્ધ વખતે તેમણે પોતાના પ્લેન ને ડાભી બાજુ વળવાનો પ્રયત્ન કર્યો પણ પ્લેન જમણી બાજુ વળ્યું અને તેમનો બચાવ થયો કારણકે ઉપર ઉડતા જર્મન પ્લેન ડાભી બાજુ નિશાન તાકીને બેઠા હતા. પાછળ થી તેઓ ભારત આવ્યા અને સન્યાસ ગ્રહણ કર્યો નામ પર્ડ્યું યોગી કૃષ્ણ પ્રેમ.
  એપોલો – ૧૩ નો પ્રસંગ પણ તેવોજ છે. કોઈક ચમત્કારી શક્તિ ની મદદ થીજ એપોલો – ૧૩ પૃથ્વી પર પાછું આવી શક્યું
  એપોલો – ૧૩ નો આખો પ્રસંગ detail માં ફરી ક્યારેક બ્લોગ પર લખીસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.