યૌવનની અસ્મિતા – વનલતા મહેતા

[‘કપોળ સમાજ દર્પણ’ સામાયિક જુલાઈ-09માંથી સાભાર.]

‘પણ શું કામ ?’
‘શું કામ નહીં ?’
‘આ તમારી વડીલશાહી છે. તમે નક્કી કરો એમ જ મારે કરવું એ ક્યાંનો ન્યાય ?’
‘ક્યાંનો ન્યાય એટલે ? અમે તારા માબાપ છીએ. તારું ભલું જ અમે ઈચ્છીએ ને ?’
‘હવે આ બધા બોધવાક્યો પેટીમાં પૂરી દો. તમે આજના જમાનાને ઓળખો છો ? ભણતરમાં કઈ લાઈન લેવાથી એ જીવનમાં ઉપયોગી નીવડશે એનો તમને શું ખ્યાલ હોય !’
‘શૈલી ! આ તારી માએ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કર્યું છે અને તારા પપ્પા પણ ફર્સ્ટ કલાસ સી.એ. થયા હતા. છતાં એમને કશું ભાન નથી એમ તું કહે છે ?’
‘ના. નથી જ. તેથી જ તમારી સલાહ મને વાહિયાત લાગે છે. મારે કશું સાંભળવું નથી, બસ તમારું લેકચર બંધ કરો.’
‘તું માથાભારે થઈ ગઈ છે, એમને ? પણ સાંભળી લે, અમે કહીએ એ જ તારે કરવાનું છે. સમજી ? કોઈ પણ દલીલ નહીં જોઈએ.’
‘એટલે ? તમે જુલમ કરશો ? હું તમારી કોઈ દાદાગીરીને વશ થવાની નથી.’
‘તારા મા-બાપ માટે આવા શબ્દો વાપરે છે ?’

‘મા-બાપ થયા તો મારા પર ઉપકાર કરવા નહીં, તમારો મોભો જાળવવા તમે મને ભણાવી. હજી તમારી કેટલી હોંશ બાકી છે ?’
‘શૈલી !!!!?’
‘મમ્મી ! આંખો બતાવી, બૂમ પાડવાની જરૂર નથી. સ્વતંત્ર રીતે વિચાર કરવાની કેળવણી આપી તો હવે મને મારા ભાવિ માટે સ્વતંત્ર રીતે વિચાર કરી વર્તવા દે. ક્યાં સુધી ખોળામાં બેસાડી આપખુદી ચલાવશો ? અમારી જિંદગી અમારી રીતે જીવવાનો હક તો હવે ભોગવવા દો…’
‘ના. મારા ઘરમાં આવી ઉદ્ધતાઈ નહીં ચલાવી લઉં. સમાજમાં અમને નીચું જોવડાવવું છે ?’
‘પપ્પા ! આમાં નીચું શું જોવાનું થયું ? હું ચોરી નથી કરતી, કે નથી છોકરાઓ સાથે બેફામ રખડવા જતી.’
‘શૈલી ચૂપ કર. તારા બાપ આગળ આવું બોલતા શરમાતી નથી ?’
‘મમ્મી ! દીકરીને ગાય દોરે ત્યાં જાય એ દિવસો હવે ભૂલી જાવ. તમારાથી થાય તે કરી લો. હું મારું ધાર્યું જ કરીશ.’ દીકરીની ઉદ્ધતાઈ જોઈ માધવીબેન સમસમી ગયા અને યુવાન દીકરીને એક થપ્પડ ચોડી દીધી.
‘સરસ ! તમારું બળ અજમાવી લીધું ? શબ્દનો માર ઓછો પડ્યો તે હાથનો આશરો લેવો પડ્યો ? મમ્મી ! એમ નહીં માનતા કે હું બીજો ગાલ ધરીશ ! હવે મને વધારે ઉશ્કેર નહીં. હું જાઉં છું. સાંજે પાછી આવીશ….’

શૈલી જેવું યુવાન વ્યક્તિ ખમીર અને વિવેકની મર્યાદા ચૂકી જાય તે વેળા માર કે ધાક કરતાં સમજપૂર્વકના સ્નેહભર્યા વાતાવરણમાં ચર્ચાની જરૂર છે. એકબીજાને સમજવા જરૂરી છે પણ શૈલીના માબાપને એ રીતે વિચારવાનું યોગ્ય ન લાગ્યું. પોતાની દીકરીએ કઈ લાઈન લઈને કેરિયર બનાવવી તે આ બન્ને શિક્ષિત દંપતીએ વિચારી રાખ્યું હતું. તેથી જ્યારે શૈલીએ પોતના વિચારો દર્શાવવાની ધૃષ્ટતા કરી ત્યારે બંનેને પોતાનું સ્વમાન ઘવાતું લાગ્યું. આવા અનેક પ્રશ્નોને કારણે બન્ને પેઢી વચ્ચે ઘર્ષણ થાય જ છે. એવા સમયે જો એકાદ પેઢી પોતાનું સમતોલન ગુમાવે તો…. ? માધવીબેન અને ભુપેન્દ્રભાઈએ ઉશ્કેરાટમાં કાબૂ તો ગુમાવ્યો પણ આખરે બંને ભણેલા, સમજુ અને કેળવાયેલા હતા. શૈલી ગઈ પછી બન્નેએ વાતને વણસતી અટકાવવા શાંત પડી વિચાર્યું કે આ વાતનો નિવેડો ઝગડો કરવાથી નથી આવવાનો. કોઈક અનુભવીની સલાહ લેવી રહી. થોડુક વિચારીને એમણે તાબડતોબ નજીકના હિતેચ્છુઓને બોલાવ્યા અને એમની સમક્ષ આ પ્રશ્ન મૂક્યો.

સાંજે શૈલી આવી. બધાની હાજરી જોતાં જ એ પરિસ્થિતિનો વળાંક કળી ગઈ, અને ડઘાઈ ગઈ. પણ હવે સામનો તો કરવો જ રહ્યો તેથી પોતાની કોર્ટમાર્શલ માટે એ પણ સજ્જ થઈ ગઈ. સોફા પર કુટુંબના શુભચિંતક અને પોતાના માતાપિતાના પ્રોફેસર એવા ઉપાધ્યાય સાહેબ પાસે જઈને તે વંદન કરીને બેઠી.
‘શૈલી ! અમને બધાને જોઈને તું સમજી તો ગઈ જ હશે કે તારા આજના વર્તનથી તારા માબાપ ઘવાયા છે. જો દીકરી, તારા આગળના અભ્યાસની લાઈન માટેની તારી વિચારસરણીથી તારા મા-બાપ ચિંતિત છે. તેમણે વિચારેલી યોજના માટે તું સહમત નથી, એ બરાબર ?’
‘જી.’
‘તને તારા ભાવિ માટે એ દખલગીરી, દાદાગીરી લાગે છે ?’
‘જી.’
‘સારું. હવે બધા ધ્યાનથી સાંભળો. પુખ્ત ઉંમરે પહોંચેલા સંતાનની કેરિયર નક્કી કરવાનો આ જમાનામાં એકપક્ષી અધિકાર માબાપને નથી જ. સંતાનોને પણ પોતાના વિચારો અને એની પાછળના કારણો દર્શાવવાનો એટલો જ હક્ક છે. એમના વિચારો જાણીને પછી જ પોતાના વિચારો રજૂ કરવા રહ્યા. વ્યક્તિગત વિકાસ માટે આ બહુ મહત્વની વાત છે.’ પ્રોફેસર સાહેબે આમ કહ્યું એટલે વિદ્રોહ માટે સજ્જ થયેલી શૈલી થોડી નરમ પડી.

‘પ્રોફેસર સાહેબ ! અમે શૈલીના માબાપ છીએ. દુશ્મન તો નથી જ ને ? અમારી વાત સ્વીકારીને એને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી લેવામાં વાંધો શો છે ? એને માટે અમારો બહોળો અનુભવ છે. જે લાઈન અમારી છે તે એ લે તો એને એમાં ફાયદો જ છે ને !’
‘શૈલી ! હવે આ બધા પ્રશ્નોનો સમજાવટથી ઉકેલ લાવવા અમને બોલાવ્યા છે, સમજી ?’
‘જી, સાહેબ.’
‘સાંભળો, આજના યુગમાં પરિવર્તન આવ્યું છે. તેથી જ શૈલીએ મક્કમતાથી પોતાના વિચારો તમારી સમક્ષ મૂક્યા છે. ભૂપેન્દ્ર, હું તારો શિક્ષક અને આ કુટુંબનો હિતચિંતક છું – ભલે હું શિક્ષણના ક્ષેત્રમાંથી રિટાયર્ડ થયો પણ વિદ્યાર્થી તો નથી જ મટ્યો. અત્યારની પરિસ્થિતિનો અભ્યાસ કરતો રહું છું. ત્રણ વર્ષથી ત્રાણું વર્ષના માનવીઓ જોડે જુદી જુદી રીતે સંપર્કમાં રહું છું. તેથી જ તટસ્થતા કેળવી, બધાને સમજવાની સ્થિરતા રાખું છું. થોડાંક વર્ષોથી શિક્ષણ પદ્ધતિમાં ઘણાં સુધારા વધારા થતાં જ રહ્યા છે. આજના નવા જમાનામાં બહુ જલદી પરિપકવતા આવતી જાય છે અને સમજીને બન્ને પક્ષે વ્યવહાર ચલાવવો જ રહ્યો. ખાસ કરીને યુવાન સંતાનોના માબાપે પોતાના અનુભવને બાજુએ મુકીને નવા જમાનાના ભણતરની રગને પારખી સંતાનના ભાવિને નક્કી કરતો વિચાર કરવો જ રહ્યો. શૈલીના માનસપર આજના યુગના પરિબળોની શું અસર છે એ વિશે પહેલાં સમજવું જરૂરી છે. માટે હવે તું જ બોલ દીકરી……’ પ્રોફેસર સાહેબે કહ્યું.

આટલી સહજતાથી વિવાદના વાદળોને વિખરાતા જોઈ, પોતાના વિચારો સાંભળવા ઘરનાં સૌ સ્વજનો તૈયાર થશે એ ભૂમિકા માટે શૈલી તૈયાર નહોતી. છતાં હવે જ્યારે તક હતી તો એ ગુમાવવા શૈલી ઈચ્છતી નહોતી. એણે પોતાની વાતની શરૂઆત કરી :
‘સવારના મારા વર્તન માટે હું શરમ અનુભવું છું, પણ વડીલો પોતાનું જ ધાર્યું કરાવવા જોહુકમી કરે, એવા વર્તનથી હું પણ ઉશ્કેરાઈ ગઈ હતી. જો અમે એકબીજાને શાંતિથી સાંભળ્યા હોત અથવા મારા આ નિર્ણય પાછળનો આશય જાણવા થોડી ધીરજ રાખી હોત તો આ મનદુ:ખ ઊભું જ ન થાત. મારા વિચારો પાછળની વાસ્તવિકતા રજૂ કરવા માટે મને જે બેકગ્રાઉન્ડનો સહારો મળ્યો છે તે પહેલાં રજૂ કરું છું. આ માટે હું સૌ પહેલા એક પ્રશ્ન પૂછું છું : “મને શા માટે આટલું ભણાવી ? હજી કેટલી વધુ ડીગ્રીઓના ભાર નીચે મને દાટવા ઈચ્છો છો ?’
‘અરે બેટા ! એનાથી તારું ભાવિ ઉજ્જ્વળ બને. તું ભવિષ્યમાં તારા પગ પર ઊભી રહી શકે. જરૂર પડે તો તારા પતિને પણ તું મદદ કરવાની શક્તિ અને બુદ્ધિ મેળવી શકે માટે…..’ માધવીબેન બોલ્યા.
‘હું ડૉક્ટર બનવા ઈચ્છું તો ?’
‘વેલ ! એ લાઈન પણ કારકિર્દી માટે ઉત્તમ છે.’ ભુપેન્દ્રભાઈ બોલ્યા.
‘ધારો કે હું ડૉક્ટર બની અને પછી મારા પ્રેમલગ્ન થાય તો તમને વાંધો તો નથી ને ?’
‘હોય કંઈ ! અમારી સંપૂર્ણ સંમતિ હશે જ.’
‘ધારો કે મેં ખૂબ જ સાધારણ કુટુંબનો યુવાન પસંદ કર્યો કે જેની પાસે ડૉક્ટરનું દવાખાનું ખોલવા જેટલા પણ પૈસા નથી અને મારે સંયુક્ત કુટુંબની એટલી જવાબદારીઓ છે કે એમાં હું મારી ડીગ્રી જ ભૂલી ગઈ, તો શું ? હવે એનાથી વિરુદ્ધ બીજો કેસ વિચારીએ. ધારો કે હું આપણા બધાની સંમતિથી ખૂબ જ શ્રીમંત કુટુંબમાં પરણી કે જ્યાં નોકરીની જરૂર જ નથી. કદાચ એ કુટુંબ એવું છે કે એમાં જો સ્ત્રી નોકરી કરે તો કુટુંબની આબરૂ જાય. તો મારા ભણતરનું શું ?’
‘આ ગંભીર પ્રશ્નો તો છે જ બેટા. આપણા સમાજમાં આવી અનેક સમસ્યાઓ રાક્ષસની જેમ મોં ફાડીને ઊભી જ છે. પણ દીકરી, મારા મતે તારું ભણતર એવું એળે કેમ જવા દેવાય ? આવી બન્ને સ્થિતિમાં ખૂબ સમજપૂર્વક પગલું ભરીને યોગ્ય માર્ગ કાઢવો જોઈએ. આ જમાનો હોય કે જૂનો જમાનો, કોઈ પણ વખતમાં દરેક સ્ત્રીએ પોતાનું સ્વમાન અને ભણતર તો બરબાદ ન જ થવા દેવું જોઈએ. માબાપનો ભણતર પાછળનો ખર્ચ, હોંશ, સંતાનની અભિલાષા અને તેના ભાવિની સદ્ધરતા – આ બધા જ મુદ્દા વિચારવા જોઈએ.’
‘મમ્મી ! બસ, મારે તારે મોઢે આ જ સાંભળવું હતું.’
‘એટલે ?’ બધાના મોંમાંથી એક જ પ્રશ્ન ઊઠ્યો.

‘પ્રોફેસર સાહેબ ! તમે અમારા કુટુંબીજન છો. વરસોથી અમારા ઘરના દરેક સભ્ય જોડે જોડાયેલા છો એટલે હવે હું તમારી સમક્ષ બધુ જ કહીશ. મારા આ વિરોધ પાછળ મારા મતે થોડા સંગીન કારણો છે. એ વિશે મેં પૂરતી તપાસ પણ કરી છે. એ માટે મારે ત્રણ મુદ્દા કહેવા છે. આ ત્રણ મુદ્દાની શરૂઆત ઘર અને સ્વજનોથી થાય છે. હું ક્યાંક ચૂકતી હોઉં તો મને રોકજો અને મારી ભૂલ સુધારજો.’
‘ઓહોહો ! શૈલી ! તું તો જાણે અમને બધાને સપાટામાં લેવા નીકળી છે કે શું ?’
‘અરે મોટી ! આ નખ જેવડી આપણી ભત્રીજી જાણે આપણા બધાને ફાંસીએ ચડાવવાની તૈયારી ન કરતી હોય !’
‘મોટા ફોઈ, નાની ફોઈ, મમ્મી – તમારી સંમતિ હોય તો જ મારી વાત રજૂ કરું. બન્ને ફુવાજી, પપ્પા, તમે મને સાંભળી લો ત્યાં સુધી તટસ્થ રહેજો….’
‘શૈલી દીકરી ! આજે આપણે ખુલ્લા મને વાત કરવા જ ભેગા થયા છીએ. જો પહેલેથી જ બધાને કહી દીધું છે કે આ મામલો સમજણથી ઉકેલવાનો છે એટલે કોઈ તને રોકશે નહીં.’
‘તો સૌપ્રથમ હું મમ્મીની વાતથી મારી શરૂઆત કરું. મમ્મી ! હું જાણું છું કે તારા પિયરની સ્થિતિ મધ્યમવર્ગની છે. મારા નાના-નાનીની તું એક માત્ર દીકરી. તારી દરેક હોંશ પૂરી કરવા પેટે પાટા બાંધીને પણ એ બન્ને તારે પડખે જ રહ્યા હતા. તને ખૂબ ભણાવી. એમાં એમનો એટલો જ સ્વાર્થ કે તું જો કમાતી થાય તો ઘરની સ્થિતિ થોડી સુધરે અને તારું ભવિષ્ય પણ બને. ખરું ને ? પ્રોફેસર સાહેબ, તમે મારી મમ્મીને લાયક નોકરી અપાવી. પહેલો પગાર નાના-નાનીના હાથમાં મૂકતાં મમ્મી ખુશ થઈ જ હશે. નાના-નાનીને પણ સંતોષ થયો હશે. નોકરીમાં પપ્પાનો પરિચય થયો અને બંને પરણ્યા. પપ્પાએ તો ક્યારેય ના કહી નહીં હોય પણ પરણેલી દીકરીનો પગાર લેતા સ્વાભાવિક છે કે નાના-નાનીને સંકોચ થાય જ. એમને મદદ કરવાની બીજી ઘણી રીતો હતી એ તેં વિચાર્યું હતું, મમ્મી ? નાના-નાનીએ પૈસા લેવાની ના કહી એટલે એ રકમ ક્યાં તો બેન્કમાં પડી રહી અથવા ખર્ચમાં વપરાઈ ગઈ. પણ કુંવારી દીકરીનું ભાવિ ઘડનાર મધ્યમવર્ગના માબાપને ઘડપણમાં કઈ રીતે ઉપયોગી થઈ શકાય એ પપ્પા કે મમ્મીએ વિચાર્યું ખરું ?’
‘પણ બેટા, અમે ઘરખર્ચમાં મદદ કરવાનો આગ્રહ કર્યો જ હતો ને !’
‘રોકડ રકમથી જ બધી મદદ નથી થતી. બીજા અનેક રસ્તાઓ છે કે જેનાથી લેનારને નાનપ ન લાગે અને દેનાર ઋણ ચૂકવી શકે. ઠીક ચલો…. એ પછી પપ્પાનો બિઝનેસ વધ્યો. મમ્મીએ નોકરી કરવાનું છોડીને આરામપ્રિય જીવન અપનાવ્યું. મારા જન્મ પછી એને પોતાની કરિયર બનાવવામાં કોઈ વિધ્ન નહોતું કારણ કે મારા ઉછેર માટે તો દાદા-દાદી હતા જ. બરાબર, મમ્મી ? પ્લીઝ વચ્ચે ન બોલતી. તને કોઈએ કામ કરતાં રોકી નહોતી. તારો ખોટો બચાવ ન કરતી !’
‘શૈલી ! હું ખુશ છું તારી આ અવલોકન શક્તિ પર….’

‘પ્રોફેસર સાહેબ ! હજી મારું થોડું સંશોધન મારા આજના વર્તન માટે રજૂ કરવાનું બાકી છે.’
‘દીકરી, તને મનમાં જે હોય તે કહેવાની છૂટ છે.’
‘હવે મોટા ફોઈ તમારી વાત કરીએ. તમે તો ગર્ભશ્રીમંત પરિવારના દીકરી. સમાજસેવા, ગરીબોના કલ્યાણના તમારા સપના. તમે ખૂબ હોંશિયાર અને પૈસાની છૂટ. ડોક્ટર બન્યા અને થોડો સમય પ્રેક્ટિસ કરી. ગામડે પણ રહ્યા પરંતુ એ હાડમારી તમે કેમ વેઠી શકો ? તમે જ્યારે ડૉક્ટર થયા, ત્યારે એ જગ્યા માટે કોઈ જરૂરતવાળા યુવાને પણ એડમિશન માટે ફાંફાં માર્યા જ હશે, પણ કેપિટલ ફી ભરવાની તમારી તાકાતે એ જગ્યા તમને મળી. તમારા એરેન્જ મેરજ થયા ન્યાતના શ્રીમંત દીકરા સાથે. પતિ સાથે પરદેશ ફર્યા. શ્રીમંતાઈના થર તમારા મન-મગજ-શરીર અને સેવાના સપના પર ચડ્યા. સોસાયટીમાં તમે ડોક્ટર છો એના અભિમાન સાથે રાચ્યા. ડૉક્ટરની ડીગ્રી ફક્ત તમારા નામની આગળ લખવા માટે રહી.’

‘હવે નાના ફોઈની વાત. નાના ફોઈ, તમે અકળાતા નહીં. તમારી હું લાડકી છું પણ આજે મારું મન ખોલવા દો. તમારી ઉજ્જ્વળ કારકીર્દિ અને ડિબેટમાં તમને કોઈ પહોંચે એવી કોની મજાલ હતી ? ભણતર સાથે તમે ઈન્ટરનેશનલ સ્કોલરશિપ મેળવી, સભાઓ ગજવી અને દેશ-પરદેશ ફર્યા. ભલભલા લોકો તમારી વાકછટા પાસે મોંમાં આંગળા નાખી જતાં. તમે જીવનમાં એક પ્રખ્યાત વકીલ બન્યા. એક ખૂબ જ લોકજીભે ચડેલો કેસ કોર્ટમાં આવ્યો ત્યારે એ મેળવવા બધા જ મહેનત કરતા હતા. તમારી સાથે જ ભણેલો તમારો મિત્ર એ કેસ લેવા મથતો હતો. પરંતુ તમારી લાગવગે એ પાછો પડ્યો. એ કેસ જો એને મળ્યો હોત તો એની જિંદગી બની જાત. યાદ છે ને ? તમે ધરાર તમારા એ મિત્રની વિનંતી ઠુકરાવી અને તમને એ કેસ મળ્યો. તમે જીત્યા અને વાહ વાહના પોટલા બાંધ્યા. એ કેસમાં નિર્દોષ પુરવાર થયેલા ફુવાજી પણ તમને મળી ગયા. પછી ? પછી શું થયું ? તમે મધ્યમ કુટુંબની રૂઢિમાં અટવાઈ ગયા. જેની વકીલાતે તમારા સાસરિયાની શાખ ઉજળી થઈ હતી તે જ તમારા સાસરાના વડીલોએ તમને વકીલાત કરવાની ના કહી. સમાજની એક જૂનવાણી પ્રથા કે વહુ નોકરી કરે ? ફુવાજી પણ કમને વડીલોની વાત માની ગયા અને સંયુક્ત કુટુંબમાં તમે તમારી વકીલાતની વાકછટા ભૂલી ગયા. કોને ખબર, તમારું બુદ્ધિ કૌશલ્ય ત્યાં કેમ હારી ગયું ?’
‘શૈલી ! આખા કુટુંબની રજેરજ વિગતની તું તો જાણે જીવતી, જાગતી ડાયરી નીકળી !’

‘હા, મારા જીવન માટે મારે આ બધું જાણવું જરૂરી હતું. તમારી દષ્ટિએ હું પણ બેફિકર બની અને લાડકી દીકરી થઈને મારા જીવનને પણ આ જ માર્ગે આગળ ધપાવી શકત. પરંતુ મારું વાંચન અને લોકો મનમાં ચાલી રહેલા જીવનના મૂલ્ય સમજવાની મારી ખેવના એ જ મને આ બધામાં ચંચૂપાત કરવા પ્રેરી છે…… તમારા જ્ઞાનને કાટ લાગ્યો કે ઊધઈએ કોરી ખાધું. તમે ત્રણેય સ્ત્રીઓએ તમારી પસંદ કરેલી અને બરાબર ચકાસીને લીધેલી ડિગ્રીઓનું શું થયું ? આખરે આપણે ડીગ્રીઓ લઈએ છીએ કેમ ? શું યોગ્ય મુરતિયો મેળવવા માટે ? પૈસા માટે ? સામાજીક મોભા માટે ? કે પછી ટોળાથી દોરવાઈ જઈને ? અને લીધેલી ડિગ્રીઓથી કરીએ છીએ શું ? તમે લોકોએ જે પગલું ભર્યું એ શું તમે પોતે જ કરેલી સ્ત્રી તરીકેની આત્મવંચના નથી ? તમે એકદમ અસલના જમાનાની ઘૂંઘટમાં ઘેરાયેલી સ્ત્રીઓ તો હતી નહીં. પુરુષો સાથે ખભેખભા મિલાવીને ચાલનારી સમોવડી નારીઓ હતી. શું સંસારમાં યુવતીઓ એવી ગુંથાઈ જાય છે કે કેટકેટલી આશા વિડંબના, આર્થિક મથામણ પછી મેળવેલી ડિગ્રીઓ ભીંત પર લટકતી રહે છે ? મેં શાળા-જીવનમાં ભણતાં ભણતાં સતત આ જ વિચાર્યું છે કે સ્ત્રીઓ કેમ પોતાના ‘સ્વ’ને ખોરંભે ચઢાવે છે ? જરાક શ્રીમંતાઈ આવી નથી કે બધા જ સપનાઓ પીલ્લુંવાળીને માળિયે મુકાઈ જાય છે. તો શું સ્ત્રીઓ શ્રીમંત થવા કે શ્રીમંત વર મેળવવા જ ભણે છે ? મારે આના મૂળમાં જઈ ઉકેલ શોધવો છે. તેથી જ હું સોશિયોલોજી-સમાજશાસ્ત્રને લઈને આ માળખાના તાણાવાણા શોધવા માગું છું. આપણા સમાજમાં સ્ત્રી તરીકે બધી ફરજ અને જવાબદારી નિભાવવા છતાં સ્ત્રીઓ ક્યાં પાછી પડે છે ? આ કોયડો વ્યવહારિક રીતે ઉકેલવો છે. તમારા બધાના સહકારથી મારી આ મૂંઝવણનો માર્ગ શોધવો છે. એ માટે મને આ માર્ગ સૂઝ્યો છે. તમારી વ્યવહારુ દષ્ટિ જો મને સાચો રસ્તો બતાવશે તો હું મારો નિર્ણય જરૂર બદલવા તૈયાર છું.’

ઘડીભર બધા સ્તબ્ધ બની ગયા. ધીમે રહી પ્રોફેસર ઊભા થયા. એમણે શૈલીને છાતી સરસી ચાંપીને આશિષ દીધા. માધવીબેને આગળ આવી દીકરીના ઓવારણાં લીધા અને બંને ફોઈઓએ શૈલીને ચૂમી લીધી. કોઈ પાસે શબ્દો નહીં હતા. જરૂર પણ શી હતી ? બન્ને ફુવાજીઓએ પત્નીઓના કાન પકડી શૈલીનો હાથ એમના હાથમાં મૂક્યો. ભૂપેન્દ્રભાઈએ આંખના ઝળઝળિયા છુપાવતાં પાસે પડેલી તાસકમાંથી મીઠાઈ ઊંચકી દીકરીનું મોં ગળ્યું કરાવ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સસલું કે સિંહ – ગિરીશ ગણાત્રા
વાચકોની કૃતિઓ – સંકલિત Next »   

31 પ્રતિભાવો : યૌવનની અસ્મિતા – વનલતા મહેતા

 1. ખુબ સરસ….

  જ્યારે માતા-પિતા એમ વિચારે છે કે આ બાળક છે, એને કંઇ ખબર ન પડે, જાતે નિર્ણય ન લઇ શકે…ત્યારની પરિસ્થિતિ વધુ ખતરનાક છે… સાઇકલ શિખતા શિખતા પડાય પણ ખરુ, ને પડ્યા પછી સાઇકલ પણ આવડે જ….એકની એક ભૂલ ફરી ન થાય.

  પોતાના નિર્ણય પોતાની જાતે લેવા અને એના પરિણામની જવાબદારી પણ પોતે લેવી એ સ્વાવલંબનનો પહેલો પાઠ છે.

 2. Neha says:

  Hello Friends,

  liked the story..but the message is confusing..
  one clear message is we should allow our next generation to decide what they want to study .

  But i dont understand why we need all that example which says girls should not take professional degrees ?
  I think already discussed this topic in some other story. So i know that most of the readers dont agree with this.

 3. સુંદર પ્રેરણાસ્પદ વાર્તા – વનલતા બહેન આભાર.

  ઘટમાં ઘોડા થનગને, આતમ વિંઝે પાંખ
  વણદીઠેલી ભોમ પર, યૌવન માંડે આંખ

  આ દેશને પુનઃ પોતાની પૂર્વ અસ્મિતાએ પહોંચાડવા અને તેથીયે વધુ આગળ લઈ જવા માટે આવશ્યકતા છે જોમવંતા યુવકો અને યુવતિઓને કાર્ય કરવા માટે માર્ગ ખુલ્લો કરી આપવાની. વડિલો તે જેટલું વહેલું શરું કરશે તેટલું વહેલું સહુનું કલ્યાણ થશે.

 4. Utkarsh Shah says:

  Nice story.

  What I understood from this story is, parents should give enough opportunities to child to take diecision about their carrier option. New generation and Old generation should sit to gather and find solution of the problem or situtation.

  One other important thing I can make out is, dgree should not be consider as only one stepping stone to get good/ well-settled life partner. Specially girls. I am not opposing girls taking professional degrees. But they should make sure that they are not using it to get good life partner. They should keep in mind that if their seat in college can be given some desivering candidate who has family responsiblity on his shoulders.
  On the other hand boys/men should also not judge girls by their degrees. If a boy is professionally qualified then he should not only look for a girl with professional degree. Girls like Shaili of this story, who has degree in some other field can also be a good life partner.

  What ever dicision you take for your carrier, you should be certain of your goal.

  • TRUPTI SHAH says:

   Utkarshbhai,

   I fully agree with you. And this story is published at the right time for me.

   I have a daughter named Gauravi who is in class VIII in ICSE course. My husband who is a CA and practicing in Taxation and auditing but he has great interest in Science especially in Medical field. He could not take up the said line due to poor financial condition of my father-in-law and was forced to take up Commerce after 10th. When Gauravi was born, he used to always express his wish that, she should become a Doctor as he could not become, but he can afford to give her that education. As long as she was small and not understanding, she used to agree with him. Since she is grown up and understands she has different views. She has shown her willingness to become a lawyer. My hubby thinks she has taken this decision after my sister who is an advocate. In the school where Gauravi is studying, they give option to choose the subject of Science or Commerce from class IX onwards. Gauravi decided to drop Science. But unlike what happened in the above story, my hubby left the decision on her and did not forced her to change her decision.
   In present time, the parents can only be a guiding factor and cannot impose any thing on them. I was neutral right form the beginning and had never expressed any of my wish as far as Guravi’s carrier and education is conceren. As the time is changed and there are many options available to them unlike our time, where there were only three options, you take up Arts, Commerce or Science. I strongly believe that, if every one will become doctors or engineers, then who will cater the need of the society in other field.

 5. Shailesh says:

  As a parent – we can help explore our children various career options but as a parent we should not enforce our choice – it doesn’t work and leaves emotional scars on all.

  Re: women professional education and then not pursuing the career etc. – I think it is a very different and delicate topic.

  As a society – it would be tragedy if we look down upon or devalue those women who make conscious choice of not going to work but look after home, family / children.

 6. આજના ગુજરાતનું વાતાવરણ જોતાં આ વાર્તા અપ્રસ્તુત લાગે છે…!!!

  આજે ગુજરાતમાંથી કેટલી દિકરીઓ ઑસ્ટ્રેલિયા ભણવા એકલી જાય છે
  અને તે પણ પોતાના મનપસંદ વિષયનું શિક્ષણ મેળવવા માટે.

  ગુજરાતમાં કન્યા કેળવણીનું અભિયાન કંઈ આજનું નથી.
  આઝાદીના આંદોલનના ભાગરૂપે
  સ્ત્રી શિક્ષણમાં આવેલી જાગૃતી.

  શૈલી જેવા વિચારોની જાગૃતી લાવવામાં પૂ. ગાંધીજી અનાયાસે નિમીત્ત બનેલા.

  • priyangu says:

   jay bhai,
   For studies going overseas is not that selected by her self only.Here at india also every child can study what ever she/he wants. Today very few comes up with their own thoughts.
   My sis has done BE but she is not going for job she is happy at home!

   • TRUPTI SHAH says:

    Priyangu,
    In my view then it is a national loss. Govt. is spending so much on the education, and if we do not utilise the same what is the use of the same? I am not saying that each individual who takes the professional degree must go out and work for money but must utilise the education by working from home or associate with some organisation that helps in giving the education to under privileged.

    I agree with Jaybhai. Many girls are going our to study. I have been noticing from the time I was in school/ college, very few Gujarati boys (especially from Jain and Kapol families who are mainly in business) used to complete their graduation. However, the girls would finish their education. I have also seen many graduate girls marrying a boy who is undergraduate or even to the boy who has never step in to the college.

    • તૃપ્તી

     આજે ઘણા લોકો પ્રાઉડ લેતા હોય છે કે અમારા સમાજમાં મોટાભાગની દિકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે.
     આ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ શું ?
     સરકાર અને સમાજને એક ડૉક્ટર કે ઈજનેર તૈયાર કરવા પાછળ કેટલો ખર્ચ કરવો પડે છે.?

     જો ઉચ્ચ શિક્ષણ લીધા બાદ ૧૨ થી ૪ બપોરે ઉંઘવાનું જ હોય તો બહેતર છે કે આવી સીટો જરૂરતમંદ વાળા
     વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે જેનાથી નેશનલ પ્રોડ્ક્ટીવિટી પણ ઉપર જાય.

     ઉચ્ચ શિક્ષણનો હેતુ ફકત એ નથી કે ગળામાં પાટિંયુ પહેરીને નાકમાંથી ધુમાડા કાઢીને ફરો.
     આપને ઉચ્ચ શિક્ષણ આપવામાં સમાજે જે કુરબાની આપી તે જ સમાજને આપે શું આપ્યું ?
     નિષ્ક્રીયતા તો સમાજને લૂણો લગાવે છે.

  • Ami says:

   I would not see this as merely for girls. My husband’s parents still try to pressurize him to change his field of work. Though he is very successful at what he does. But his sister is in profession that pays more. He is 30+ and a parent himself, but his parents fail to see him as a grown up. But sometimes parents just fail to understand that once their children grows up, they should let them decide their own path in life.

 7. Parthiv Desai says:

  for 21st century we need doughet like Shaily.
  I have seen in our Anvil samaj
  there are so many doughter ( Dikrio ) are Engeniers but after merrage all she They become a house wife

  • TRUPTI SHAH says:

   I have seen Anavil samaj; most of the girls are working. In the Muncipal schools, they have the dominance. Most of the Municipal School teachers are from Anavil Samaj. In my view, your samaj is more progressive then any other samaj. What you have quoted is many are one of the few cases.

   This is my observation, I may be wrong also.

 8. nayan panchal says:

  સરસ વાર્તા અને તેમાંથી ઘણી વાતો અનુસરવા લાયક.

  સૌથી વધુ આવકારવા લાયક વાત તો ઘરના સભ્યો વચ્ચે જે રીતે ખુલ્લા દિલે ચર્ચા થઈ તે. મારા હિસાબે તો બહુ ઓછા ઘરોમાં આ રીતે નિખાલસ ચર્ચા વડે મુદ્દાઓનુ નિરાકરણ લાવવામાં આવતુ હશે. જો મગજનુ પેરાશુટ ખુલ્લુ રાખીએ, સામેની વ્યકિતના દ્રષ્ટિકોણ પર ઉદારતાથી વિચાર કરીએ તો અડધી સમસ્યાઓ તો એમ જ ઉકલી જાય.

  રહી વાત શિક્ષણની પસંદગીની, તો તેમા દિકરા-દીકરી જેવો ભેદ પાડવાની જરૂર જ નથી. આવી જ વાર્તા દિકરાને પણ કેન્દ્રમાં રાખીને લખી શકાય. હા, આપણા સામાજિક માળખાને કારણે સ્ત્રીઓના જીવનમાં તેમની પસંદગીને અવરોધતા કારણોની સંખ્યા વધુ હોય છે.

  શિક્ષણની પસંદગી મોટાભાગે તો ‘બાળકો’ પણ ગાડરિયા પ્રવાહમાં તણાઈને જ કરે છે. જે લાઈનની ડિમાન્ડ વધારે તેમા એડમિશન લેવુ. જો કોઈ ૯૦% કોમર્સ લે તો બધા વાતો કરે. જો ‘બાળકો’માં SSC કે HSC વખતે એટલી સમજણ આવી જાય કે તેમને કઈ લાઈનમાં આગળ વધવુ છે તો તેઓ પોતાના માતાપિતા સાથે ઉપર પ્રમાણેનો સંવાદ કરી શકે. વનલતા બેને તો જીવનને જોયુ છે એટલે પાત્રના મુખમા આવા સંવાદો મૂકી શકે. સરેરાશ ‘બાળક’ આપણી શિક્ષણ વ્યવસ્થાના પ્રતાપે અને ઘરના વાતાવરણને કારણે શૈલી જેવુ બની શકતુ નથી.

  જેમ કેટલીક ફિલ્મો સહપરિવાર જોવા જેવી હોય છે, તેમ કેટલીક વાર્તાઓ સહપરિવાર વાંચવાલાયક હોય છે.

  આટલી સરસ વાર્તા બદલ વનલતાબેન ને અભિનંદન.

  આભાર,
  નયન

 9. Rajni Gohil says:

  આજના સળગતા પ્રશ્નોની સુંદર રજુઆત કરી છે અને તેનો ઉકેલ પણ જમાનાને અનુરૂપ આપી દીધો છે.
  માણસ પોતાની ર્દષ્ટિ છોડીને બીજાની ર્દષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઇ જાય એ યોય જ કહેવાયું છે.
  આ લેખ વાંચીને is a will, there is a way.

  આટલી સુંદર અને ઉપયોગી વાર્તા આપણને આપવા બદલ વનલતાબેન ને ફક્ત અભિનંદન અપીને બેસી ન રહેતા બીજાને પણ આજના સળગતા પ્રશ્નો ઉકેલવામાં આ વાર્તા વંચાવીને કે યોગ્ય સલાહ આપીશું તેજ વધુ યોગ્ય ગણાશે.
  Knowledge acquired is of no value unless it is put in use.

 10. dipak says:

  This is a very nice & inspirational story for the parents,who think that their child shold obey their decesion
  about career.But now a days time has change .Every one should sit togather & discuss about this with
  open mind then if their childs decesion is ok,they have to give permission for that.Congratulation to
  Vanlattaben

 11. ભાવના શુક્લ says:

  સર અવલોકન!

  એક વાત ભુલાઈ ના જાય ૨૧ વર્ષની ઉમરે જે આદર્શના સપના જોયેલા હોય કે ‘હુ સમાજની બાજુ ઓ જ પલટી નાખીશ’ તે બધાજ સ્વપનાઓ ૩૧ વર્ષ થતા થતા માતો ક્યારેક વાસ્તવિકતાના પગલુછણીયા પર ક્યારે પગ હેઠળજ લુછાઈ જતા હોય તેની ખબર પણ ના રહે. માત્ર વડીલોની વ્યવહારીક જીંદગી માથી છીદ્રો શોધીને જીવનનો રાહ નથી શોધી શકાતો, પોતાની રસ, રુચી, આવડતને ધ્યાન મા રાખીને પસંદ કરાયેલી જીવનશૈલી અને ત્યારબાદ નિષ્ઠાપુર્વક તેને વળગી રહી જાળવી રાખવાની સમજણ કેળવવી પડે. આપણે એવા કેટલાક સંતાનોને જાણતા હોઇએ કે પોતાની ઉદ્ધતાઈને ‘સ્વતંત્રવિચારસરણી’ નુ રુપાળુ નામ દઈને આચરણ કરતા રહે અને અંતમા વડીલોને જ દોષ આપતા રહે કે ‘તમે અમને ટોક્યા કેમ નહી’ અહી વાર્તાની નાયિકા પર કોઇ દોષારોપણ નથી પરંતુ એક મુદ્દો ધ્યાન બહાર ના રહે
  વનલતાબહેને વિચારસરણીની એક નવી બાજુ જ ખોલી આપી.. ખુબ સરસ લેખ.

 12. Veena Dave, USA says:

  ખુબ સરસ લેખ.

  આજના જમાનામા મા-બાપ તો ઠીક પણ ૮ ચોપડી ભણેલી સાસુ અને સા. બુ વગરનો સસરો પોતે આરામની જીન્દગી જીવવા વહુએ શુ આગળ ભણવુ તેનો નિર્ણય અમેરિકા જેવા દેશમા કરે ત્યારે ………….જેમના મગજમા કશુ ઉતરે એમ જ નથી તો શુ કરવાનુ.

  કોમેન્ટ્સ પણ સરસ.

  • Jinal says:

   Agreed Vinaben.
   Atleast, here they are parents and want to take the decision about Shaili’s future. There are people who looks education of their daughter in law (if she can make dollars here) when thair son is getting married. Shame on these kind of people.

 13. Vraj Dave says:

  કોઇ ને પણ અન્યાય નો થાય માટે એટલું જ કહીસ કે આવી અનોખી વાર્તા ધણા સમયે વાચવા મળી.જુદી જુદી ગુજરાતી સાઇટો પર લેખો કવિતાઓ વિગેરે વાંચુ છુ, પણ આ વાર્તા નહી પણ ધણા ઘરોમાં બનતી એક હકીકત છે.ડોકટર, વકિલ, સીએ થયેલા બહેનો બધું છોડી ને ફક્ત હાઉસ વાઇફ તરીકે સેટ થયેલા જોયા છે.અને તે પણ પોતાની ઇછા થી.
  દરેક પ્રતિભાવ પણ સારા છે.
  લેખીકા બહેનને ખુબ ખુબ અભિનંદન.
  વ્રજ દવે
  જામખંભાલીઆ

 14. sudha lathia/Bhalsod says:

  ek saras lekha sawand rahyo

  thodo hatke pan maja aavi
  haju aapna gujarati samaj ma bhanva mate pressure chhe pan chhokri sasre gai ke chhokri ne potani carrier chalu rakhvani ichchha hoyto pan sasra na stats no khyal rakhvo pade chhe loko evu vichaacr chhe ke emne vali shu jarur chhe nokri karvani pan ……….

  aa mari vat sathe loko shamt thay ke na thay to pan ek vat hu jaruar kahish ke 21 mi sadi ma chhokrio e banne ladai ladva mate mansik taiyari rakhavani rahi …………badhu j bhuli jav pan tame pan taem kai evu kam karo ke taem koi ne upsyogi kam kari shako ke jenathi tame je kaoi melveli degree chhe ke knowledge chhe eloko mate prearak bal banne ………………..
  aa mansik sthiti kelvine j education mate kharcha karvo rahiyo………… nahi ke saro vvar ke saro dhar melva mate ………….. ane aa vastu aapano sabhya samaj jo samji jashe to aapni navi pedhi mate dhana badha problem nu solution mali jashe…………. ane dambha ni bhavana to chhodvi j rahi degree ne status na banavo pan serving for society ena aapna samaj mate haju aapne dhanu karvanu chhe haju pan aapana dahre kam karva aavti aapni ben dikri ne sahi karta nathi aavdati to aapne aapni degree ni sharuaat tya thi karie…………..
  ane ene koi anyay na aapnathi thay ke na ene ena pariwar thi thay e samaj ene aapne aapi to pan aapni education ke degree ni value aapne mali jashe ane tamne e je satisfaction malshe ane tame je e vastu ‘realiszed karsho……………..tyare samjashe ke bahle mane mara ba bape bhanavi…………..hu koi ne jindgi ne sudharu shaku to apan dhanu……………….

  dhana time pachhi koi saras vanchan with thinking vanchava malyu

  lekhika ben ne khoob khoob dhanyavad

  aava lekho koi mate preana bane.

  dhanywad
  read gujarati

  sorry for using english pan i have a probelm to write gujarati

  aa samaj ne jagrut karvani ane rakhavani aapna sau ni farj chhe
  sudha lathia /bhalosd London

 15. amol says:

  બોધપ્રદ લેખ માટે આભાર…..

  અમોલ…..

 16. Vipul Panchal says:

  Really good story, keep it up….

 17. Ashish Dave says:

  Nice story, bit dramatic at times…

  બાળકોને પાંખો આપો અને આકાશ પણ, ફ્ક્ત સપના તેમના ખુદના હોય જેના માટે તેઓ ઊડાન ભરવા થન ગની રહ્યા છે.

  Ashish Dave
  Sunnyvale, California

 18. shrujal says:

  excellent!

  it shaws the realality of indian modern society.

 19. jesal says:

  confusing story.

 20. Mardav Vaiyata says:

  વાહ વનલતાજી ! ખુબ જ સરસ અને આજ ના સમાજ ઉપયોગી વાર્તા આપે લખી.
  એ માટૅ આપને ખુબ ખુબ અભિનન્દન.

 21. shashvat says:

  this is excellent. aaj na jamana ma aa rite vichar va ni jarur 6………….

 22. Khushi says:

  Kharekhar khubaj sundar rite vastavikta ne anhiya raju karvama avel chhe em lage chhe jane ke koie dhandholi ne shabdo ane man na vicharo ne shabdik rupe tarta mukya chhe ghana khara cases ma to aam j bane chhe jem aa katha ma banyu chhe pan I think every one (especially women) has to read this questions to them selves and ask these all main 3 questions and try to find the answers…Really touchy and really real thoughts are here.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.