Archive for August, 2009

આનંદ – માનવ પ્રતિષ્ઠાન

[આલેખન : મૃગેશ શાહ] આનંદ એ પ્રાણીમાત્રનો સ્વભાવ છે. આ જગત જાણે કે આનંદના સુત્રથી પરોવાયેલું છે. પશુ-પક્ષીથી લઈને મનુષ્ય સુધીની જીવસૃષ્ટિ સતત આનંદ પ્રાપ્ત કરવા મથે છે. પરંતુ વિનોબાજી કહે છે તેમ પશુઓના આનંદ અને માનવીય આનંદ વચ્ચે ફરક એટલો છે કે માનવીનું લક્ષ્ય ફક્ત આનંદ પ્રાપ્તિનું નથી, સાથે સાથે આનંદ શુદ્ધિનું પણ છે. […]

ઘર તમે કોને કહો છો ? – જયવતી કાજી

[‘જનકલ્યાણ’ સામાયિક ઑગસ્ટ-2009માંથી સાભાર.] બે-ત્રણ વર્ષ પહેલાં અમારે કેનેડા જવાનું થયેલું. ટોરન્ટોમાં અમારા એક પરિચિત હતા. એમનો ઘણો આગ્રહ હતો, એટલે એમને ઘેર રહેવાનું નક્કી કર્યું. પતિ-પત્ની અને એમના બે દીકરાઓ. બંને છોકરાઓ અમેરિકામાં ભણતા હતા. પતિ ડૉક્ટર અને પત્ની ત્યાંની એક મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર. મોટું ઘર, સરસ બગીચો અને એમના ગ્રીન હાઉસમાં […]

સાચા પોલીસમેન – દિવ્યકાન્ત પટેલ

[રીડગુજરાતીને આ સત્યઘટનાત્મક કૃતિ મોકલવા માટે દિવ્યકાન્તભાઈનો (શિકાગો, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : dkpatel1980@gmail.com] [1] બે વર્ષ પહેલાં હું મીઠાખળી અન્ડરબ્રીજ લ્યુના ઉપર પાસ કરી રહ્યો હતો ત્યારે બપોરે ખાસ ટ્રાફિક નહોતો. તે સમયે સામેથી બે વિદ્યાર્થીનીઓ સ્કુટી પર આવી રહી હતી. કોઈ કારણસર સ્કુટીનું બેલેન્સ ન […]

મમ્મીને પત્ર – રૂતુ રાવલ

[માતા કૉમામાં સરી પડીને આઈ.સી.યુ.ના બિછાને હોય ત્યારે એક દીકરી દ્વારા લખાયેલો આ ભાવભીનો પત્ર છે. માતા સાથેની સ્મૃતિઓ વાગોળતી દીકરીની આ કથા છે. રીડગુજરાતીને આ સત્યઘટનાત્મક કૃતિ પત્રસાહિત્ય સ્વરૂપે મોકલવા માટે રૂતુબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. તેઓ વડોદરા ખાતે ‘પારૂલ એન્જિનિયરિંગ કૉલેજ’માં આર્કીટેક વિભાગમાં લેકચરરની ફરજ બજાવે છે. આપ તેમનો આ નંબર પર +91 […]

કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. બાવળિયાની શૂળ હોય તો ….ખણી કાઢીએ મૂળ, કેરથોરના કાંટા અમને ….કાંકરિયાળી ધૂળ; આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે, કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. તાવ હોય જો કડો ટાઢિયો …..કવાથ કૂલડી ભરીએ, વાંતરિયો વળગાડ હોય તો …..ભૂવો કરી […]

વાત – મગનભાઈ દેસાઈ ‘કોલક’

મારે નથી ઝાઝેરું કહેવું, નથી કાંઈ માગવું લેવું, થોડીશી વાત છે કહેવી, વેરણ વીજળી જેવી. હૈયું મારું ખૂબ ભરાયું, જાણે ઘનઘોર છવાયું: રહી ગઈ વાત રે કહેવી પ્રભાતના તારલા જેવી. જીવી રહ્યો જિંદગી મારી, વહી જાય જેમ રે વારિ, મારે એની વાત છે કહેવી બુઝાતા દીવડા જેવી. આવ્યો અહીં એકલો મારે, જવું ક્યાં કેમ ને […]

પ્રભુને પત્રો – હરીન્દ્ર દવે

[ જાણીતા લેખક અને પત્રકાર શ્રી હરીન્દ્રભાઈ દવેના પુસ્તક ‘શબ્દ ભીતર સુધી’ (આવૃત્તિ : 1992)માંથી સાભાર….] [1] હે પ્રભુ, તમને લખવાનું મન થાય તો….. અક્ષર પુરુષોત્તમ મંદિરના સંત સાધુ આનંદજીવનદાસે મારા હાથમાં એક પરબીડિયું મૂક્યું અને કહ્યું : ‘અમે દર રવિવારે મંદિરમાં બાળકોનું મંડળ ચલાવીએ છીએ. એક રવિવારે નક્કી કર્યું કે દરેક બાળક પોતાના મનમાં […]

સુભાષિત રત્નાવલી – પ્રો. ડૉ. એ. એમ. પ્રજાપતિ

[સંસ્કૃત સુભાષિતો એ આપણો સાંસ્કૃતિક વારસો છે. બે પંક્તિઓમાં તે જીવનનું સત્ય સ્પષ્ટરૂપે મૂકી આપે છે. 1150 જેટલા સુભાષિતોનું સંકલન ધરાવતા ‘સુભાષિત રત્નાવલી’ ગ્રંથમાંથી આજે માણીએ કેટલાક સુંદર સુભાષિતો સાભાર. આ ગ્રંથનું સંપાદન પ્રો.ડૉ. અંબાલાલ પ્રજાપતિએ (એમ.એ. એમ.ફીલ, પી.એચ.ડી.) કર્યું છે જેઓ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ)માં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને ભારતીય વિદ્યા વિભાગના કાર્યકારી કુલપતિ […]

સંતની મંગલવાણી – સં. હરિશ્ચંદ્ર

[ મૂકસેવક તરીખે ઓળખાતા રવિશંકર મહારાજના નામથી તો કોણ અપરિચિત હોય ? બીજા માટે ઘસાઈ છૂટવું એ તેમના જીવનનો મહામંત્ર રહ્યો. ગાંધીજી અને વિનોબાજી સાથે અદ્દભુત કાર્યો કર્યા. સતત ભ્રમણ કરતા રહ્યા. સરળ શબ્દોમાં જીવનની ગહન વાતોને સમજાવવાની તેમની અનોખી શૈલી રહી. તેમની આ જીવનપ્રેરક વાતોનું ‘હરિશ્ચંદ્ર’ ઉપનામથી લખતા કાન્તાબેન અને હરવિલાસબેને સુંદર સંપાદન કર્યું […]

ગણિતના જાદુપ્રયોગો – ઈન્દ્રજિત એચ. ડૉક્ટર

[બાળકો-કિશોરોને ઉપયોગી થાય, જ્ઞાન સાથે ગમ્મત આપે અને સમયનો સદુપયોગ થાય તેવા સુંદર જાદુપ્રયોગો અને ગણિત ગમ્મતના પુસ્તક ‘ગણિતના જાદુપ્રયોગો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] જાદુપ્રયોગ : તમે કોઈ પણ સંખ્યા ધારો પણ જવાબ તો 7 જ ! જાદુગર પ્રેક્ષકો સમક્ષ આવે છે અને ફલક પર મોટા અક્ષરે 7 લખે […]

વૃંદાવન મોરલી વાગે છે ! – સતીશ ડણાક

[ શ્રી સતીશભાઈ ડણાકનું નામ ગુજરાતી સાહિત્યમાં જાણીતું છે. તેમણે છ કાવ્યસંગ્રહો, દીર્ઘકાવ્ય, ગીત અને ગઝલના સ્વરૂપમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમને ‘ઉમાશંકર જોશી’ એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમણે ગુજરાતી સાહિત્યને સુંદર નિબંધ સંગ્રહો અને વિવેચન સંગ્રહો આપ્યા છે. ‘જલારામદીપ’ સામાયિકના તેઓ તંત્રી છે. ભારતીય ભાષાઓ પૈકી ગુજરાતી ભાષામાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ઈન્ટરનેશનલ પેંગ્વીન […]

બગડેલી પેનનું શું કરશો ? – નિર્મિશ ઠાકર

[ નિર્મિશભાઈ ઠાકરના હાસ્યલેખોના સુપ્રસિદ્ધ પુસ્તક ‘નિર્મિશાય નમ:’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] હાલ મગજ પણ બગડેલી પેન જેવું થઈ ગયેલું છે, નહીં તો સવારના પહોરમાં આવો […]

વિશ્વાસભંગ – જગદીશ ઓઝા

[રીડગુજરાતીને આ સત્યઘટના મોકલવા માટે વડીલ મુરબ્બી શ્રી જગદીશભાઈ ઓઝાનો (દિલ્હી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 11 22483919, +91 11 23264725 અથવા આ સરનામે jmojha@yahoo.com સંપર્ક કરી શકો છો.] ઘણાં વરસો પહેલા સિનેમામાં એક પિક્ચર જોયું હતું. ઘણું કરીને સોહરાબ મોદીની ફિલ્મ હતી, જેમાં સોહરાબ કોઇને કહે છે કે ‘વિશ્વાસ કરતા […]

એલિસની અજાયબ નગરી – મીરા ભટ્ટ

[ એક સમાજસેવિકાના સંઘર્ષની સત્ય ઘટના, ‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર. આપ મીરાબેનનો (વડોદરા) આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 265 2432497.] લાલ કિનારીવાળી સફેદ સાડીમાં સજ્જ, કપાળે લાલ બિંદી, ખભે લટકતાં પર્સ સાથેની મધ્યમ કદની એક મહિલાને રાજસ્થાનના પાંચ જિલ્લાના ત્રણસો ગામડાંનો કોઈ પણ માણસ જુએ તો ‘નમસ્તે દીદી’નો ટહૂકો અવશ્ય સાંભળવા […]

એટ્લાન્ટીકની સફરે – અનાયાસ ઝીંઝુવાડિયા

[નવોદીતોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલી ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2009’માં તૃતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ આ કૃતિના 24 વર્ષીય સર્જક શ્રી અનાયાસભાઈને (ન્યુજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +1 732-213-3308 અથવા આ સરનામે herbu_hotmail@yahoo.com સંપર્ક કરી શકો છો.] અચાનક ઊંઘમાંથી એ ઉઠી જાય છે. એના રૂંવાડા ઊભા થઈ ગયા હોય છે. શરીર […]

વો કાગઝ કી કશ્તી…. – નમ્રતા શૈલેષ દેસાઈ

[નવોદિત યુવા સર્જક નમ્રતાબેને ગુજરાતી સાહિત્ય સાથે એમ.એ. કરેલું છે. ત્યારબાદ તેઓ છેલ્લા પાંચ વર્ષથી ‘દિવ્યભાસ્કર’, ‘ગુજરાતમિત્ર’, ‘સંદેશ’ જેવા પ્રતિષ્ઠિત અખબારોમાં અસ્થાયીરૂપે પત્રકાર તરીકેની સેવાઓ આપી રહ્યા છે. તેમની એક નવલિકા પ્રકાશન હેઠળ છે. તેમની પ્રસ્તૃત કૃતિ જાણીતા ‘ગુજરાતમિત્ર’ અખબારમાં સ્થાન પામી છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નમ્રતાબેનનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો […]

જાગીને જોઉં તો – નરસિંહ મહેતા

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્રુપ છે; બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે….. જાગીને….. પંચમહાભૂત પરિબ્રહ્મથી ઉપન્યાં, અરસપરસ રહ્યાં તેહને વળગી; ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી….. જાગીને…. વેદ તો એમ વદે, શ્રૃતિ-સ્મૃતિ શાખ દે; કનકકુંડળ વિશે ભેદ ન્હોયે; ઘાટ ઘડિયા પછી નામ […]

દાદા હો દીકરી – લોકગીત

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં નવ દેજો રે સૈ. વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે…. દાદા… દિ’એ દળાવે મને, દિ’એ દળાવે, રાતડીએ કંતાવે રે સૈ, પાછલે તે પરોઢીએ પાણીડાં મોકલે રે…. દાદા… ઓશીકે ઈંઢોણી મારે, ઓશીકે ઈંઢોણી, પાંગતીએ સિંચણિયું રે સૈ, સામે તે ઓરડીએ વહુ તારું બેડલું રે…. દાદા…. ઘડો ન ડૂબે મારો, ઘડો […]

કેટલું ભૂલું ? – કિશોર જિકાદરા

[‘અખંડ આનંદ’ એપ્રિલ-09 માંથી સાભાર.] ભૂલ્યો ટાણું, ભૂલ્યો અવસર, ભૂલ્યો છું કેટલું મળતર, ભૂલ્યો હું માન ને મનવર, બીજું હું કેટલું ભૂલું ? ભૂલ્યો છું હાથ ને રેખા, ભૂલ્યો કિસ્મત અને લેખાં, ભૂલ્યો હું જાતને અકસર, બીજું હું કેટલું ભૂલું ? ભૂલ્યો જખમો અને ઓસડ, ભૂલ્યો પીડા અને દડ દડ, ભૂલ્યો હું કાળજે નસ્તર, બીજું […]

જુગતી તમે જાણી લેજો – ગંગાસતી

જુગતી તમે જાણી લેજો પાનબાઈ ! મેળવો વચનનો એક તાર, વચન રૂપી દોરમાં સુરતાને બાંધો, ત્યારે મટી જશે જમનો માર – ભાઈ રે ! જુગતી જાણ્યા વિના ભગતી નૈ શોભે. મરજાદ લોપાઈ ભલે જાય. ધરમ અનાદિયો જુગતીથી ખેલો જુગતીથી અલખ તો જણાય…. જુગતી. ભાઈ રે ! જુગતીથી સેજે ગુરુપદ જડે પાનબાઈ ! જુગતીથી તાર જોને […]

માણસવેડા – શીતલ દેસાઈ

[નવોદીતોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલી ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2009’માં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ આ વાર્તાના લેખિકા શ્રીમતી શીતલબેન દેસાઈને (વડોદરા) ખૂબ ખૂબ અભિનંદન. 45 વર્ષીય શીતલબેન અભ્યાસે એમ.ફિલ (અંગ્રેજી) છે અને હાલમાં તેઓ વિદ્યાનગરની વી.પી. સાયન્સ કૉલેજ ખાતે લેકચરરની ફરજ બજાવી રહ્યા છે. તેમના ઘણા લેખો ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘વિચારવલોણું’, ‘સંદેશ’ જેવા અખબાર અને સામાયિકોમાં […]

એ ઘડી વીતી ગઈ – અવંતિકા ગુણવંત

[‘પ્રેમ ! તારાં છે હજાર ધામ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] દેવશ્રી રુચિરને રોજ મળતી ને એક પત્ર આપતી. પાંચસાત લીટીમાં એ કાગળ પૂરો થઈ […]

પંચામૃત – ભૂપત વડોદરિયા

[1] પ્રેમનું દાન ભારરૂપ ક્યારે ન લાગે ? એક પુરુષ કહે છે : ‘ભાગ્યે જ કોઈ પુરુષે મારા જેવા સર્વાંગભાવે પત્નીને પ્રેમ કર્યો હશે. પત્ની માટે મેં કેટકેટલું કર્યું છે ! સામાન્યત: પત્ની માગે છે ને પતિ નથી આપી શકતો. મારા કિસ્સામાં પત્નીની સ્પષ્ટ માગણી વગર પણ મેં આપ્યા જ કર્યું છે. રાત-દિવસ જોયા વિના […]

એક અંધારી રાતે – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામયિકમાંથી સાભાર.] ઓખા તરફ દોડતો સૌરાષ્ટ્ર-મેલ આજે પગલાં પાડતી અઘરણીની જેમ મંથર ગતિએ આગળ વધી રહ્યો હતો. મોરબીના મચ્છુડેમની હોનારત પછી તમામ એન્જિન ડ્રાઈવરોએ વરસાદની ઋતુમાં સાવચેતીરૂપે ટ્રેનની ધીરી ગતિએ લઈ જવાનું મુનાસિબ માન્યું હતું. એમાંય વાંકાનેર-રાજકોટની વચ્ચે અનરાધાર વરસી રહેલા મેઘારાણાની રૂખ પારખી, સૌરાષ્ટ્ર-મેલનો ડ્રાઈવર ખૂબ જ સાવધ રહી આગળ વધી રહ્યો હતો. […]

લોકસાહિત્યમાં કુટુંબભાવના – જિતુદાન ગઢવી

[પ્રતિવર્ષ મહુવા ખાતે યોજાતા ‘અસ્મિતાપર્વ’ પરથી સંપાદિત થયેલ પુસ્તક ‘અસ્મિતાપર્વ વાકધારા’ ભાગ-4 (વર્ષ : 2001)માંથી ‘લોકસાહિત્યમાં કુટુંબભાવના’ વિષય પરના આદરણીય લોકસાહિત્યકાર શ્રી જિતુદાનભાઈ ગઢવીના વક્તવ્યમાંથી સાભાર પ્રસ્તુત છે કેટલાક અંશો.] વિષય અનુસાર બોલવું, એ આમ અઘરું ગણાય. પણ… સાથોસાથ એ પણ સાચી વાત છે કે, લગભગ કલાકારો વિષય અનુરૂપ જ બોલતા હોય છે. બનતાં સુધી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.