એવું ય કંઈ નથી – મકરંદ મુસળે
વાત મારી માનશે એવું ય કંઈ નથી,
આમ પણ મારે હવે કે’વુંય કંઈ નથી.
કંઈ નથી તારી કને જાણી ગયો છું હું,
તારી પાસેથી ખુદા લેવું ય કંઈ નથી.
આમ પોતાનો નથી ગણતા મને કદી,
આમ પાછું પારકા જેવું ય કંઈ નથી.
આંખ તારી મારું સરનામું બની ગઈ,
ઈંટ પથ્થરમાં હવે રે’વુંય કંઈ નથી.
મારી મુઠ્ઠીમાં હશે દુનિયા મને હતું,
જેવું મેં ધાર્યું હતું એવુંય કંઈ નથી.
Print This Article
·
Save this article As PDF
પહોચવુ સરનામે ચ્હે એક આશા દિલમા
મોક્ષ ના ઇરાદા જેવુ કૈ નથિ
excellent……so true……….excellent
ભાઈ ભાઈ..
તે તો બદલી નાખ્યુ છે સરનામુ તારુ
હવે મંદિરે જવા જેવુય કઈ નથી….
ખૂબ સુંદર રચના.
નયન્
વાંચ્યા કરુ છુ ગીત, શાયરી ને ગઝલ,
આ બધું સમજુ છું, એવું યે કાઈ નથી.
કંઈ નથી તારી કને જાણી ગયો છું હું,
તારી પાસેથી ખુદા લેવું ય કંઈ નથી.
……………….
વેલ સેઈડ.
બહુ સરસ્
this poem is very toucheble.i fill that it try to say which man had to spen life to understsnd what is.excellent.
સુંદર ગઝલ
સરળબાનીમાં સહજ વાત.
-અભિનંદન.