મજા પડે (બાળગીત) – પ્રો. રક્ષાબહેન દવે

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]

આ જાડો પાડો લીમડો જો
લંગડી રમવા આવે તો ?
મજા પડે ભૈ ! મજા પડે…..

આ ગુલાબ, ટગરી, ગલગોટો
કબડી રમવા આવે તો ?
મજા પડે ભૈ ! મજા પડે……

આ ટમટમતી નભ-તારલીઓ
પતંગિયાં થઈ આવે તો ?
મજા પડે ભૈ ! મજા પડે……

આ શૉ-કેસની ઢીંગલીઓ
ગરબે રમવા આવે તો ?
મજા પડે ભૈ ! મજા પડે……

આ બુઝારાનો મોરલિયો
ટેહૂંક ટહુકવા લાગે તો ?
મજા પડે ભૈ ! મજા પડે…….

આ પૂજામાં રહેલો નંદલાલો
માખણ ને મિસરી માંગે તો ?
મજા પડે ભૈ ! મજા પડે…….

આ જાડો પાડો લીમડો જો
લંગડી રમવા આવે તો ?
મજા પડે ભૈ ! મજા પડે…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુંદરવન – મંગળ રાઠોડ
ફૂલડાંની ફોરમ – સંકલિત Next »   

8 પ્રતિભાવો : મજા પડે (બાળગીત) – પ્રો. રક્ષાબહેન દવે

 1. dr sudhakar hathi says:

  sahity sarjan ma kavya prkar e mushkel chhe kavya nu sarjan mushkel chhe e ishvar datt gift chhe tema pan bal kavya e khub agaru sarjan karya chhe khubaj ochha sabdo ekdam saral bhashama balko ne hothe rame teva kavya rachavu e dad magile tevi kala chhe raxa ben ne abhinandan

 2. Jagat Dave says:

  આવા જ બાલગીતો જો
  રક્ષાબહેન દવે બનાવે તો?
  મજા પડે ભૈ ! મજા પડે…..

  કવિતામાં કુદરતનાં પ્રતિકો જેવા કે જાડો પાડો લીમડો, ગુલાબ, ટગરી, ગલગોટો, ટમટમતી નભ-તારલીઓ નો ઉપયોગ ખુબ ગમ્યો. આજના બાળકને કુદરતની નજીક લઈ જવાની વધુ જરુર છે.

  મેં બાળપણમાં લીમડા અને ગુલમહોર ના છાયાં નીચે ખુબ કિલ્લોલ કર્યો છે. લીમડા અને ગુલમહોર પર ચઢીને ખુબ મજા કરી છે. લીમડા અને ગુલમહોર અમને દાદાજી જેવા લાગતા હતાં. નદીની રેતમાં ખુબ રમ્યા છીએ. ટમટમતી નભ-તારલીઓ ના સાનિધ્યમાં મિત્રો સાથે રાત્રે અગાસી પર ખુબ વાતો કરી છે.

 3. ફરી એક વખત “ભાવ” “નગર” – રક્ષાબહેનને ધન્યવાદ.

  રક્ષાબહેન તત્વજ્ઞાન તો સમજાવે પણ, આવા સુંદર બાલગીતો પણ રચે છે તે તો આજે જ જાણ્યું.

 4. Veena Dave, USA says:

  સરસ બાળગીત.

 5. ભાવના શુક્લ says:

  સુંદર બાળગીત. મજા પડી જ ગઈ!

 6. dr. parv doshi says:

  bau j saras maja padi bhai maja padi……hu baal kaavyo ane baal sahitya no premi chu,mane aap ni pase thi vadhu baal sahitya collection mali rahe to aapno aabhaar…hu gujarati haiku pan lakhu chu…..

 7. rekhakhaben dave says:

  આ ગેીત હુ રોજ શાળામા ગવડાવુ છુ. મને અને બાળકોને ખરેખર મઝા પડૅ છે.

  રેખાબહેન દવે
  અમદાવાદ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.