સુંદરવન – મંગળ રાઠોડ

[‘તાદર્થ્ય’ સામાયિકમાંથી સાભાર.]

વૃક્ષો તો-
એક જ જગ્યાએ
ઊભાં તે ઊભાં
ક્યાંય જાય નહિ
આવે નહીં.
જૈસે થે.
એટલે જ
પતંગિયાંઓ
નીકળી પડે છે
સવાર-સાંજ
લટાર મારવા.
ખબર-અંતર પૂછી જાય.
કરે ગૂફતેગો
નાના નાના ફૂલછોડ સાથે
ઝૂકીને.
એમની સાથે ખાસ ઘરોબો
વાતોએ ચડી જાય તો
બેસી જ રહે
કોઈ ફૂલછોડ પર.
ઊડે ત્યારે જ ખબર પડે કે
અરે એ તો-
હતું પતંગિયું !
ભલેને બે ઘડી તો બે ઘડી
પણ મળે જરૂર.
એટલાં સામાજિક કોઈ નહીં.
ભારે માયાળુ અને મિલનસાર
આ પતંગિયાં !
વૃક્ષો તો એક જ જગ્યાએ
ઊભાં તે ઊભાં, જૈસે થે !
જાણે કે કોઈની પ્રતીક્ષામાં
એટલામાં આવી ચડે કોઈ
લઈને રંગોની પિચકારી
ને રંગી નાંખે આપણને
આ સુંદરવન !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એવું ય કંઈ નથી – મકરંદ મુસળે
મજા પડે (બાળગીત) – પ્રો. રક્ષાબહેન દવે Next »   

2 પ્રતિભાવો : સુંદરવન – મંગળ રાઠોડ

  1. કોઈ વૃક્ષ ને કોઈ વળી પતંગિયા.
    કોઈ ઉભા ને કોઈ ઉડે.
    કોઈ સ્થીર ને કોઈ ચંચળ.

    હું તો જોયા જ કરુ – આ સુંદરવન

  2. ભાવના શુક્લ says:

    ખરે જ જો પતંગીયાની ગુફ્તગુ ન હોય તો વૃક્ષનુ વન સુનુ જ રહી જાત્… પતંગીયા વન કે બાગ ને જમાત માથી મહેફીલ બનાવે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.