એલફેલ કસ્ટમર કેર – જીગ્નેશ અધ્યારૂ

[હાસ્યના અનેક પ્રકારો પૈકી ખરેખરું હાસ્ય આપણી આસપાસ બનતી રોજિંદી ઘટનાઓમાંથી મળે છે. બદલાતા સમય સાથે નવી નવી સુવિધાઓ અસ્તિત્વમાં આવી છે જેમાંથી એ પ્રકારનું હાસ્ય નિષ્પન્ન થતું હોય છે. એવી જ એક સુવિધા છે મોબાઈલ. વ્યવસાયે યુવા સિવિલ એન્જિનિયર એવા જીગ્નેશભાઈએ મોબાઈલ વિશેની એક પ્રચલિત ઑડિયો ક્લિપનો પોતાની શૈલીમાં ભાવાનુવાદ કરીને, વિસ્તાર કરીને તથા તેમાં મરી-મસાલો છાંટીને આ સુંદર હાસ્યલેખ તૈયાર કર્યો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે જીગ્નેશભાઈનો (મહુવા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jigneshadhyaru@yahoo.co.in અથવા આ નંબર +91 9727777121 પર સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

એક વખત રેલ્વેના પૂછપરછ કેન્દ્રમાં બેઠેલા એક બહેનને કોઇએ પૂછ્યું :
‘માળુ, ખરી નોકરી છે તમારી હોં, કેટલી કચકચ અને પૂછાપૂછ સાંભળવાની ?’
‘સાચી વાત છે ભાઇ, પણ શું થાય.. કામ જ એવું છે તો…’ બહેન બોલ્યાં.
‘તે બહેન, કેટલા વરહથી ઓંય ઢયડા કરો છો ?’
‘દસ વરસ થયા નોકરીને….’ ઘૂરકીને પ્રશ્નકર્તા સામે જોતાં બહેન બોલ્યાં.
‘તે તમુને કંટારો નથી આવતો ?’
‘નોકરી તો કરવી જ પડે ને ભાઇ…’ કંટાળીને બહેને સૂર પુરાવ્યો.
‘હા, ઘરે એરકન્ડિશનમાં આમ બેહવાનો થોડો કોઇ પગાર આપે ? તે તમારી ઉંમર કેટલી હશે ?’
‘તમારે શું એ બધી પંચાત…..’
‘પૂછવુ તો પડે ને, તમે અમારી સુવિધાનું ધ્યાન રાખો છો તો અમારે તમારૂં ધ્યાન રાખવું પડે ને ?’
‘????’ (આવ્યો મોટો દોઢડાહ્યો…) બહેન મનોમન બબડ્યા.
‘તમે કહો તો ખરા ! સારું ચલો એ કહો કે તમે પરણેલા છો કે કુંવારા ?’
‘આવું બધું તે અહીં પૂછાય ?’
‘અહીં તો લખ્યું છે કે પૂછપરછ….’
‘પણ તે આવું થોડું પૂછવાનું ?’
‘તો અહીં શું પૂછાય તેના પ્રકારો કેમ નથી લખતા ?’

માણસને પ્રશ્નોની કોઇ અછત નથી કે તેના પ્રશ્નોનો કોઈ અંત નથી. આદમના ‘સફરજન’ થી લઈને આમ આદમીના ‘સફર’ સુધી અને ‘આલમ આરા’ના દ્રશ્યોથી ‘કમ્બખ્ત ઇશ્ક’ના કલેક્શન સુધી તથા અમેરીકાથી લઇને પાકિસ્તાન સુધી બધેય પ્રશ્નો જ પ્રશ્નો છે. એમાંથી જવાબ કેટલાકને મળે છે એ તો ભગવાન જાણે પરંતુ મોબાઇલના ગ્રાહક પૂછપરછ કેન્દ્રને તમે જે પ્રશ્ન પૂછ્યો હોય એ જ પ્રશ્નનો જવાબ મળે તો તમે ચોક્કસ નસીબદાર હોવાના ! થોડા દિવસ પહેલા એક મિત્ર સાથે મુલાકાત થઈ. તે મુંબઇમાં એક જાણીતી મોબાઇલ કંપનીના ‘કસ્ટમર-કેર’ વિભાગમાં નોકરી કરે છે. વાતવાતમાં તેણે એ કામ દરમ્યાન ગ્રાહકો સાથે થતાં અવનવા અનુભવો અને જાતજાતના સવાલો વિશે કહ્યું. આપણા મોબાઇલમાંથી કોલ કરવામાં જો કોઇ તકલીફ ઊભી થાય તો આપણે તરતજ ગ્રાહક સુવિધા કેન્દ્ર એટલે કે ‘કસ્ટમર-કેર’ જેવા રૂડા-રૂપાળા નામે ઓળખાતી સહાયતા માટેની આ સુવિધાનો ઉપયોગ કરીએ છીએ.

મિત્રએ કહ્યું કે અહીં દરેક પ્રકારના સવાલો પૂછી શકાય તેવી માન્યતાવાળા લોકોના ઘણા ફોન આવે છે. જેમ કે, મારા છોકરાની મકર રાશી આવે છે તો કોઈ નવું નામ સાંભળ્યું હોય તો કહેશો ? કે પછી આજે સાંતાક્રુઝમાં કેવોક વરસાદ છે ? હમણાં પી.વી.આરમાં કયું પિક્ચર લાગ્યું છે ? કોઇકવાર કોઇ એવું પણ પૂછે કે કોઈ સારા ઇલેક્ટ્રિશિયનનો નંબર આપો ને ! તો કોઇકવાર કોઇ છોકરો અનાયાસ કોલ લેનાર કસ્ટમર-કેર સેન્ટરની છોકરીને એમ પણ કહે કે હું તો ટાઇમ પાસ કરવા ફોન કરું છું.. પ્લીઝ, થોડી વાર વાતો કરોને….!! કોઇક અહીં ફોન કરીને સમય પૂછે તો કોઇક પોતાની પત્નીને લગ્નની વર્ષગાંઠે કઇ ભેટ આપવી એ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો રસ્તો પૂછે. અરે, એક ભાઈએ તો ફોન કરીને એમ પણ કહ્યું હતું કે તમારા કોલ સેન્ટરમાં કોઈ સારી લગ્નોત્સુક યુવતી હોય તો મને કહેજો !! લો બોલો… !!

એ મિત્રએ જણાવેલા એવા જ એકાદ-બે અનુભવોની મરી મસાલા સાથેની ઝલક તમારી સામે પ્રસ્તુત કરું છું. પહેલો પ્રસંગ લઈએ. ગ્રાહક કંઈક જાણવા માટે ‘કસ્ટમર-કેર’નો ફોન લગાડે છે. સામે છેડે મોબાઈલ કંપનીનો રેર્કોડ કરેલો સંદેશ સંભળાય છે :
‘નમસ્કાર ! એલફેલ કસ્ટમર કેરમાં આપનું સ્વાગત છે ! અમને આપની સહાયતા કરીને આનંદ થશે. જો આપ સ્વયંસંચાલિત ધ્વનિમુદ્રિત અવાજની મદદથી સહાયતા મેળવવા માંગતા હોવ તો ‘1’ દબાવો. અમારા ગ્રાહક સહાયતા અધિકારી સાથે વાત કરવા ‘2’ દબાવો.’
ગ્રાહક ‘2’ નંબર દબાવે છે.
ફરીથી રેકોર્ડ કરેલો અવાજ સંભળાય છે : ‘કૃપા કરી રાહ જુઓ. અમારા બધા ગ્રાહક સહાયતા અધિકારી અન્ય ગ્રાહકોની સહાયતામાં વ્યસ્ત છે (કે ત્રસ્ત છે !!). આપનો કોલ અમારા માટે મહત્વપૂર્ણ છે.’ પછી એકાદ-બે નવી યોજનાઓ વિશે બળજબરીથી માહિતી સંભળાવવામાં આવે છે. ફરી પાછો એ જ સંદેશ : ‘કૃપા કરીને રાહ જુઓ. અમારા બધા ગ્રાહક સહાયતા અધિકારી અન્ય ગ્રાહકોની સહાયતામાં વ્યસ્ત છે. આપનો કોલ અમારા માટે મહત્વપૂર્ણ છે….’ ફરી પાછી એકાદ બે યોજનાઓ, આમ પાંચેક મિનિટ જતી રહે છે.

ગ્રાહક મનોમન બબડે છે : ‘હા, તમે એક જ કામઢા છો, અમે તો નવરી બજાર છીએ. તમારા કસ્ટમર-કેરમાં ફોન કરવા સિવાય અમારે કાંઇ કામ જ નથી…!’
સામા છેડે ઘંટડી વાગે છે.
પાછો એક રેકોર્ડ કરેલો સંદેશ સંભળાય છે : ‘સંગ્રહ અને પ્રશિક્ષણ હેતુ આપનો કોલ રેકોર્ડ કરવામાં આવી શકે છે. ફરીથી એક ટૂંકો ઘંટનાદ અને કંટાળીને ગ્રાહક ફોન કટ કરવાનું વિચારે છે ત્યાંજ એક સુંદર કોકીલ કંઠી સ્વર સાથે એનો વાર્તાલાપની શરૂઆત થાય છે.
‘હલો….’ ગ્રાહક ઉત્સાહિત થઈને બોલે છે.
‘નમસ્કાર, હું વીણા મફતીયા. એલફેલ કસ્ટમર કેરમાં આપનું સ્વાગત છે. હું આપની શું સહાયતા કરી શકું, સર ?’
‘મેં ગઇકાલે 87 રૂપિયાનું પ્રિપેઈડ રિચાર્જ કરાવ્યું છે પણ હજુ સુધી મારા ખાતામાં એ રકમ ઉમેરાઇ નથી. જેથી હું ફોન નથી કરી શક્તો. તો એ પૈસા ક્યાં ગયા ?’
‘આપને થયેલી આ અસુવિધા માટે હું આપની માફી ચાહું છું, સર. ચોક્કસ હું આપની સહાયતા કરીશ પણ એ પહેલા શું હું આપનું નામ અને મોબાઇલ નંબર જાણી શકું ?’
‘વશરામ’
‘શું ?’
‘મારું નામ વશરામ ભૂવા.’
‘અને આપનો નંબર ?’
‘99999 99999…’
‘ધન્યવાદ વશરામજી, શું આપ એ જ નંબર પરથી ફોન કરી રહ્યા છો જેમાં આપે ગઇકાલે રિચાર્જ કરાવ્યું છે ?’
‘હા, કારણકે તમે તેમાં બેલેન્સ તો આવવા દીધું નથી એટલે તમારા સિવાય કોઇના ફોન સાથે વ્યવહાર કરી શકાય તેમ નથી…’
‘ચોક્કસ સર. એ ચેક કરી લઈએ. એ માટે શું હું આપને થોડીવાર હોલ્ડ પર રાખી શકું ?’
‘પૂછો છો તે ખાલી પૂછવા પૂરતુંજ ને ? હું હોલ્ડ પર રહેવાની ના પાડું તો બીજો કોઇ વિકલ્પ છે ?’
‘ધન્યવાદ’

ફરી બે-ત્રણ ન જ જોઇતી હોય તેવી નવી સ્કીમ અને બળજબરીથી ખખડતી જાહેરાતો….
‘હોલ્ડ પર રહેવા માટે ધન્યવાદ સર….’
‘મને એક વાત કહો મેડમ, તમને કોઇ ઢોરમાર મારે અને પછી એ માર ખાધા બદલ ધન્યવાદ કહે તો તમને કેવું લાગે ?’
‘હેં હેં શું શું ?’
‘અરે, આજુબાજુની બધી વાતો કરતા મને એમ કહો કે આ પૈસા કોણ ખાઈ ગયું ? જો તમને ખબર ન પડતી હોય…’
‘હું તમારી ક્ષમા ચાહું છું સર પણ….’
‘આપી…..’
‘શું આપી ?’
‘ક્ષમા….’
‘સોરી સર, અત્યારે અમારી સિસ્ટમ અપગ્રેડ થઈ રહી છે એટલે માહિતી મળી શકે તેમ નથી. મહેરબાની કરીને થોડીવાર પછી ફરી પ્રયત્ન કરો.’
‘અરે ! એક તો લોટરી જીતવા કરતાંય વધારે અઘરૂં તમને ફોન લગાડવો અને માંડ માંડ લાગે તો એમાંય ફરી પ્રયત્ન કરવાનો ? અને આ તમારી સિસ્ટમ આખો દિવસ અપગ્રેડ જ થયા કરે છે ? આવી સિસ્ટમ ભંગારવાળાને વેચી કેમ નથી નાખતા ? તમારા પ્રિપેઇડ કાર્ડ કરતા તો ફોન ન હોવો એ વધારે સારું….’
‘સર, એ માટે આપની ક્ષમા ચાહું છું પણ….’
ગ્રાહકે કંટાળીને ફોન કાપી નાખ્યો.

આ તો થઈ જાગૃત ગ્રાહકની વાત. પણ મોબાઈલ તો હવે એટલું ઉપયોગી સાધન થઈ ગયું છે કે ગામડામાં ઢોર ચરાવતા ગોવાળના હાથમાં પણ મોબાઈલ સામાન્ય થઈ ગયો છે. જેને પ્રિપેઈડ, ટોકટાઈમ અને કસ્ટમર કેર જેવી કંઈ જ ખબર નથી એવા વ્યક્તિને ખરેખર જો કસ્ટમર-કેરમાં વાત કરવાનું થાય ત્યારે શું થાય ? જોઈએ એક નિર્દોષ અને રમૂજી વાર્તાલાપનો બીજો પ્રસંગ…..

‘નમસ્કાર ! હું ઈલા તરવાડી આપની શું સહાયતા કરી શકું ?’
‘હા તે બૂન, કોઇ હારી સ્ચીમ નેકરી હોય તો કે’જો લગાર….’ ગ્રાહક ઉવાચ.
‘શું સર ?’
‘એ એ…ને કોઇ નવી સ્ચીમ નેકરી હોય તો કે’જો ન લગાર….’
‘નવી કઈ સ્કીમ વિશે આપને માહિતી જોઇએ છે, સર ?
‘એ તમને જે આવડતી હોય તે. તમારે જે કે’વું હોય ઇ ક્યો…. આપણે તમારી હારે વાત કરવાનું ચ્યોં બીલ આવે છે ?’
‘આપને એ વિશે જરૂરથી જણાવી દઉં પણ એ માટે આપનું નામ અને નંબર જાણી શકું, સર ?’
‘અભરખો’
‘શું સર ? કયો ડખો ?’
‘ડખો નહિ….અભરખો…. અભરખો….’
‘આભાર અભરખાભાઇ ! આપને એલફેલ પ્રિપેઇડની નવી સ્કીમ વિશે માહિતી જોઇએ છે, બરાબર ?’
‘અલા બેન, આ ફોન ચ્યોં લાગ્યો સે ?’
‘હેં ?….’ (આશ્ચર્યથી ઉઘાડું રહેલું મોઢું થોડીવારે બંધ કર્યું હશે એટલે બે ત્રણ મિનિટ વિચારીને..) ‘ફોન ક્યાં લાગ્યો છે એના વિશે આપને માહિતી જોઇએ છે, સર ?’
‘હા….’
‘તો સર, આપે એલફેલ કસ્ટમર-કેરમાં ફોન કર્યો છે સર….’
‘એલા હાં…, ઓલી ઘેંટીનું બસું (બચ્ચું) બધેય નાના છોકરડાની પાછળ ફર્યા કરે છે ઇ એડવર્ટાઇ તમારી કંપની જ ને ? તી તમે બીલ વસૂલ કરવા ઇમ પાછળ નાહીધોઇને પડી જાવ છો ?’
‘ના સર, એ તો….’
‘ઇને મેલો તડકે… હવ નવી કોઈ સ્ચીમ હોય તો ક્યો ને લગાર….’
‘હા તો એ માટે આપ 90 રૂપિયાનું રિચાર્જ કરાવી શકો. જો તમે 90 રૂપિયાનું રિચાર્જ કરાવશો સર તો આપને 90 રૂપિયાનો ફૂલ ટોકટાઇમ મળશે…. બરાબર છે સર ?’
‘તે ટોકટાઇમ એટલે હું બૂન ?’
‘ટોકટાઈમ એટલે શું એ વિશે આપને માહિતિ જોઇએ છે સર? (મનોમન બબડતાં…. ‘આવું તો મને ઇન્ટરવ્યૂ વખતેય નહોતું પૂછ્યું !!’) આપ આપના મોબાઇલથી ફોન કરી બીજા સાથે જેટલો સમય વાત કરો એટલો ટોકટાઇમ કહેવાય…. બરાબર છે, સર ?’

‘તો હું ત્રણ-ચાર રૂપિયાનું રિચાર્જ કરાવું અને આ 90 રૂપિયાનો ટોકટાઇમ મળે એવું કોંક ગોઠવો ને બૂન. ઉપરના તમારા જે થાય ઇ આપણે હમજી લૈશું…’
‘ના સર, એવું નથી થઇ શકતું કે આપ ત્રણ ચાર રૂપિયાનું રિચાર્જ કરાવો ને 90 રૂપિયાનો ટોકટાઇમ મળે…’
‘તો વીસ રૂપિયા રાખો…..’
‘અરે સર….’
‘હારૂ હાલો, નૈ તમારૂ ને નૈ મારૂ…, ચાલી રૂપિયા રાખો…..’
‘ના સર, એવું નથી થઇ શક્તું….’ (મનોમન : ‘અરે ! આ તો કાંઇ ભીંડા લેવા નીકળ્યા છો ?’) જો આપ 90 રૂપિયાનું રિચાર્જ કરાવો તો જ સર આપને 90 રૂપિયાનો ટોકટાઇમ મળે… બરાબર છે, સર ?’
‘તો આ 90 રૂપિયા તો મારે ચ્યોંથી લાવ્વા ? તમારે તો રૂડું બેહવું છે ને મીઠું મીઠું બોલવું છે ને અમે તો આ મોંઘવારીમોં ચગદાઈ જ્યાં, તે મજૂરી કામ કરી કરીને ઊંધે માથે થૈ જ્યાં તોય એટલા રૂપિયા ભેળા થાતા નથી તે ચ્યોં જાવું ને પૈહા ચ્યોંથી લાવું ? મારે તો બીડીયું લાવ્વાનાય પૈહા નથી રયા તો આ નેવું રૂપિયા મારે કાઢવા ક્યોંથી ?’
(ગ્રાહક અધિકારી બેન મનોમન બબડતાં : ‘મારી પર ઉપકાર કરે છે જાણે રિચાર્જ કરાવીને…)
‘આપ 90 રૂપિયાનું રીચાર્જ કરાવો તો જ સર આપને 90 રૂપિયાનો ટોકટાઇમ મળે…. બરાબર છે સર ?’
‘તે બૂન, હમણાં તમેં રિચાર્જ કરી દયો ને પછી હું કપાહ (કપાસ) કે તમાકૂ નાખી જાઉં એવું ન હાલે ?’
‘શું સર !! (માળો હાળો, નક્કી નવરો પડ્યો છે….) ના સર, એવું નથી થઈ શકતું કે હમણાં તમે રિચાર્જ કરાવી લો ને પછી પૈસાની બદલે કપાસ કે તમાકુ આપી જાઓ….’
‘તો પછી રોકડા આપી જૈશ, ઇ હાલશે ?’
‘ના સર, એવું નથી થઇ શકતું. જો તમે 90 રૂપિયા આપીને રિચાર્જ કરાવો તો જ તમને 90 રૂપિયાનો ટોકટાઇમ મળે.’
‘તયેં ઇમ ક્યોને કે તમૂને અમારો વિશવા (વિશ્વાસ) નથી. તે તમે શે’ર વારા ગામરા વારાનો વિશવા નો કરો…
‘!!!!! (હવે મૂકે તો સારું બાપા !)’
‘તે બૂન, આ નેવું રૂપિયામાં તમે હું ઘહાઇ જાવાના ? એકવાર મારી બદલે તમે નેવું રૂપિયા નો દૈ શકો ? તમારો પોંચ-છ લાખ તો પગાર હશે કે ?’
‘સર, ક્ષમા ચાહું છું પણ આપને એ બધા વિશે માહિતી નથી આપી શક્તી…..’ (તારા જેવાને સહન કરવા તો એ પગારેય ઓછો પડે…)
‘તે બૂન, આ નેવું રૂપિયા ભરું તો નેવું રૂપિયાનો ટોકટાઇમ મલી જાય એની હું ખાત્રી ?’
‘સર, એ મળી જ જાય…’
‘ખા જો કારકા માં ના….’
‘શું સર ?….’
‘ખા જો કારકા માં ના હમ (સમ) કે આ ટોકટાઇમ મલી જ જાય….’
‘હાં તો સર, એ માટે હું આપને થોડો સમય હોલ્ડ પર રાખી શકું ?’
‘રોડ પર તો હું ઉભો છું બૂન, હવે ચેટલોક રોડ પર લાવવો છે તમારે ?’
‘સર, હું આપને હોલ્ડ પર ઉભા રહેવાનું નથી કે’તી સર, હું આપને રોડ પર….અરે, સોરી સોરી….(માથું ફરી ગયું મારું !!) હું આપને રોડ પર ઉભા રહેવાનું નથી કહેતી સર, હું આપને હોલ્ડ પર રહેવાનું કહું છું. સારું, તમે ફોન કટ ન કરતા હું એક મિનિટ પછી ફરીથી તમારી સાથે વાત કરીશ…’
‘હારૂ હેંડો…’

મોબાઇલ કંપનીની નવી સ્કીમ વિશે માહિતીની રેકર્ડ વાગે છે : ‘હવે આપ મેળવો એલફેલ મોબાઇલ પ્રિપેઇડ ત્રીસ રૂપિયાની આકર્ષક સ્કીમ જેમાં ફક્ત ત્રીસ રૂપિયા ભરો અને પૂરા દસ મિનિટ સુધી વાત કરો. આ યોજના ફક્ત ‘એલફેલ’ થી ‘એલફેલ’ કોલ્સ પર જ લાગૂ છે.’ – આવી બે-ત્રણ વાહીયાત જાહેરખબરો પછી ગ્રાહકની ક્ષમતાની પૂરેપૂરી ચકાસણી કર્યા બાદ ગયા જન્મના કોઈક પુણ્ય આડા આવ્યા હશે કે કસ્ટમર-કેર અધિકારી બેન પાછા આવ્યા :
‘હોલ્ડ પર રહેવા બદલ આપનો આભાર સર.’
‘તે બૂન આમ રોડ પર હું ચ્યોં લગણ ઉભો રઉં ? ઓંય બધા વાહનને સાધન આવતા જાતા હોય તો કોક મને મારી ને વયું જાય તો તમારે તો હું ? તમે તો કે’શો હારૂ થ્યુ કે બલા ગઇ !’
‘સર, હું આપને એમ નથી કહેતી પણ આપે ફોન ચાલુ રાખ્યો ને….. તે બદલ આપનો આભાર.’
‘હોલ્ડને બોલ્ડ અમને હું ખબર પડે ? હોલ્ડ એટલે હું ? તમે બોલો તો હોંભરવામોં હારૂ લાગે બૂન પણ મને તો હોંધાની ય હમજ પડતી નથ, તમારા હમ. તમે શેર વારા અમારા ગામરા વારા જેવું કૈક બોલો તો હમજેય પરે. હવે તમે ક્યારના આ સર સર કરો છો તે સર એટલે હું ? મારું કપાર ?
‘????’
‘તે બૂન મારે પેલા પચ્ચી પૈસે વાત થાતી’તી ને હવે પચ્ચા પૈહા કેમ કપાય છે ?’
‘સર….(થોડી વાર વિચારીને) હું આપનો ફોન અમારા સુપરવાઇઝરને ટ્રાન્સફર કરી રહી છું… એટલે કે…અમારા ઉપરી અધિકારીને આપી રહી છું આપ તેમની સાથે વાત કરો…’
(એટલામાં કોઈકની બૂમ સંભળાય છે અને પછી ગ્રાહક બોલે છે….)
‘હારૂ હાલો બૂન, છોટાઉદેપુરની બસ આવી ગૈ. તમારા સુપરવાઇઝર સાથે ફરી ક્યારેક વાત….’
અને ફોન કટ…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફૂલડાંની ફોરમ – સંકલિત
થોડાંક બહાર નીકળીએ તો…. – જયવતી કાજી Next »   

45 પ્રતિભાવો : એલફેલ કસ્ટમર કેર – જીગ્નેશ અધ્યારૂ

 1. Vaishali Maheshwari says:

  Wonderful comedy Mr. Jignesh Adhyaru.

  Enjoyed reading each and every instance.
  It is true. Almost all customer cares are typical, having same norms and few customers are very funny.

  Thank you for sharing this with us.

  Keep writing and keep on spreading smiles 🙂

 2. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ. ખડખડાટ હસવુ આવી ગયુ.

 3. તરંગ બી. હાથી says:

  જોરદાર જીગ્નેશભાઇ,

  મોબાઇલ કસ્ટમર કેર વાળું તો આજકાલ બધાની સાથે બનતું હોય છે અને હવે તો તેના ઓડીયો મેસેજ પણ લગભગ બધાના મોબાઇલ માં ફરતા થયા છે.

  ક્યારેક તો એવું થાય છે કે કસ્ટમર કેર અધિકારી ને પણ અમુક સ્કીમો વિશે ખબર હોતી નથી એટલે આપણને હોલ્ડ પર રાખે છે.

  બી.એસ.એન.એલ. પર ફોન કે બ્રોડબેંડ વિશે ફરિયાદ કરવા માટે આપણે ૧૫૦૦ ડાયલ કરીએ છીએ ત્યારે તો ખરી રમુજ પેદા થાય છે. તેના પર એક જોક

  એક બાપુ એસટીડી પીસીઓ પર ફોન કરવા ગયા ત્યાં એક બોર્ડ મારેલ હતું તે જોઇ બાપુ બહાર નિકળ્યા અને પીસીઓના માલિક ને ૨ થપ્પડ લગાવી દીધી પછી તરત કહ્યું કે આતો અન્દર બોર્ડ મારેલ છે ને કે ” BSNL” નો નંબર ડાયલ કરતાં પહેલાં બે લગાવો. એટલે.

  સવારમાં હસવાનું થયું છે એટલે આજે તો બાપુ આપણો દિવસ જોરદાર જવાનો ભાઆઆઆય…

  તરંગ બી. હાથી, ગાંધીનગર.

 4. તે બૂન આમ રોડ પર હું ચ્યોં લગણ ઉભો રહું ?

  વાહ ભાઈ વાહ
  મઝા આવી.

  નકલમાં અકલ નહિ.
  આઝાદી બાદ વારસામાં મળેલું બધું જ
  તેમનું તેમ સ્વીકારી લીધું
  અને હવે
  ઈકોનોમી ઑપન કર્યા બાદ પણ ઈતિહાસનું પુનરાવર્તન.

  oops…સીસ્ટમને ભારતીયતાનો ઑપ આપવાનું તો ભુલી જ ગયા…!!!

  • Jagat Dave says:

   જયભાઈ…..

   આપના અભિપ્રાયમાં પણ ‘ઈકોનોમી’, ‘ઓપન’, ‘oops’ અને ‘સીસ્ટમ’ જેવા ‘અંગ્રેજી’ શબ્દોનો ઉપયોગ એ વાતની સાબિતી છે….કે….આપણે આઝાદી બાદ વારસામાં મળેલું બધું જ તેમનું તેમ સ્વીકારી લીધું અને ભારતીય ઓપ આપવાનું ભુલાય ગયું આપણે બધા એ જ રંગે રંગાઈ ગયા છીએ…..કારણો ઘણા છે….પરંતુ અહીં અપ્રસ્તુત હોવાથી ચર્ચા કરતો નથી.

   • જગતભાઈ

    અંગેજી શબ્દોનો ઉપયોગ રોજિંદા વપરાશમાં કરવો ( જે હવે મોટાભાગના ગુજરાતીઓ કરે છે ) અને તંત્રને ભારતીયતાનો ઓપ આપવો અલગ વસ્તુ છે.

    એક ઉદાહરણ આપીશ જેનાથી ભારતીયતાનો ઓપ આપવાનું કાર્ય એટલે શું ?

    આઝાદી બાદ ઘણા વિકટ પ્રશ્નો શ્રી સરદાર પટેલે હાથ ધર્યા એમાંનું એક એટલે આજનું IAS.
    આ આઈએએસ પહેલાં આઈસીએસ કહેવાતું.

    શ્રી સરદાર પટેલે આ ભારતીય વહિવટી સેવાને અંદરથી પણ રીફોર્મ કરી…ભારતીયતા બક્ષી.
    સ્વતંત્ર દેશ તરીકે આપણી જરૂરિયાતો શું છે તે સરદાર સાહેબ જાણતા હતા.
    અફસોસ કે તેમના આ કાર્યને આગળ કોઈ વધારી ના શક્યું.

    • Jagat Dave says:

     જયભાઈ…..માઠું ના લગાડશો….પણ ‘આપના મોટાભાગનાં ગુજરાતીઓ’ એટલે શહેરી ગુજરાતીઓ……અંગ્રેજી’ નો હું વિરોધી નથી પણ જ્યારે કોઈ ભાષા અકારણ જ તેના અશુધ્ધ સ્વરુપમાં બોલાય ત્યારે સરસ્વતીદેવીની સફેદ રંગની સાડી પર કોઈ સ્યાહી છાંટતું હોય તેવું લાગે છે……હું એ જાણું છું કે આજ ના સમયમાં ઘણાં શબ્દો એવાં છે કે જેનું ગુજરાતી રુપાંતરણ શકય નથી……પણ મારો એવો અંગત અભિપ્રાય છે કે આપણે ગુજરાતીઓએ આપણી ભાષાને લખતી અને બોલતી વખતે જાગૃત રહીને પણ વધુ ને વધુ આપણી ભાષાના શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ……ભાષાને એક દર્દીની જેમ જીવાડવા માટે નહીં પણ ધબકતી રાખવા માટે……અહીં હું દંભ નહી કરું……હું પણ ધણીવાર ભુલો કરૂં જ છું પરંતુ પ્રમાણિક પ્રયત્નો પણ સાથે સાથે ચાલુ જ છે.

     સરદાર પટેલ મારા ર્હ્દયમાં બહું જ ઉચ્ચ સ્થાને બિરાજે છે…..હું અને તમે જ નહીં પણ દરેક ભારતવાસી તેમનો દરેક પળે રુણી છે.

     • TRUPTI SHAH says:

      Jagatbhai,

      First of all pl. excuse me for writing in English as I cannot type in Gujarati.

      You have mentioned in, that ‘ આપના મોટાભાગનાં ગુજરાતીઓ’ એટલે શહેરી ગુજરાતીઓ……’ I want to correct, even in the small villages of Gujarat, no body speaks ‘ શુધ્ધ’ Gujarati. Some words are become so much part of our routine conversation that most of the people may not be knowing the meaning of the same in Gujarati or by speaking that word in Gujarati will sound very heavy.

      1- Railway- What do you call it in Gujarati?
      2- Railway Station-What do you call it in Gujarati?
      3-Neck tie- What do you call it in Gujarati?
      4- Ticket-What do you call it in Gujarati?
      5- Telephone- What do you call it in Gujarati?
      6-Mobile Phone-What do you call it in Gujarati?
      The list is endless. This is not purely a gift of ‘અંગ્રેજ’ this is a language adopted by most of the Indians for the convenience purpose.

     • Jagat Dave says:

      તૃપ્તિબેન, આપે મારો અભિપ્રાય ધ્યાનથી વાંચ્યો નથી……ફરી વાંચશો?

      મારો અંગુલીનિર્દેશ ફક્ત જ્યારે કોઈ ભાષા અકારણ જ તેના અશુધ્ધ સ્વરુપમાં બોલાય ત્યાર માટેનો છે……..મારા ઘણાં મિત્રો છે જેમની માત્રુભાષા મરાઠી, તમિલ, મલયાલમ, બંગાળી છે. તેમને ક્યારેય તેમની માતૃભાષાને આટલી અશુધ્ધ સ્વરુપમાં બોલતાં નથી સાંભળ્યા. આપણે એ સ્વીકારીએ કે ન સ્વીકારીએ આપણને આપણી ભાષાનું એટલું ગૌરવ નથી જેટલું મરાઠી, તમિલ, મલયાલમ, બંગાળીઓ ને છે. અને તે આપણે આપણી બોલચાલમાં અકારણ જ ‘અંગ્રેજી’ વાક્યો કે શબ્દો બોલી ને પ્રદર્શિત કરીએ છીએ. મેં વડોદરામાં ગુજરાતી વિદ્યાર્થીઓ ને અકારણ જ હિન્દીમાં બોલવાનું ચલણ જોયું છે.

      મારા મતે જ્યારે જે ભાષા બોલો, લખો ત્યારે બને ત્યાં સુધી જે તે ભાષા સાથે પ્રમાણિક રહેવાનો પ્રયત્ન કરો. મેં તો ગુજરાતો ને એક જ વાક્યમાં ત્રણ ત્રણ ભાષાઓ બોલતાં જોયાં છે. શરુઆત અંગ્રેજીથી કરશે…..તેમાં ફાફાં પડશે એટલે હિન્દી બોલવા નું શરુ કરશે અને તેમાં પણ ફાફાં પડશે એટલે ના છુટકે ગુજરાતીમાં પૂર્ણ કરશે

     • Editor says:

      વાચકમિત્રો,

      કૃપયા વિષયાંતર ન કરતાં અહીં લેખના સંદર્ભે જ આપનો અભિપ્રાય લખવાનો આગ્રહ રાખો. અંગત વાર્તાલાપ એકમેકનું ઈ-મેઈલ મેળવીને કરશો તો વધુ યોગ્ય રહેશે.

      ધન્યવાદ.
      તંત્રી, રીડગુજરાતી.

 5. kumar says:

  ખરેખર ખુબ સરસ અને વાસ્તવિક લેખ છે.
  આપણા દેશ ની ગમે તે મોબાઈલ ની customer care લઈ લો, કોઇ પણ વખાણવાને તો છોડો, કોઇ પણ બાબત મા લાયક નથી. (airtel, idea,reliance,bsnl,tata,vodaphone) બધા જ એક નમ્બર ના ચોર છે.

 6. tejal tithalia says:

  haa….haa…haa………….

 7. Akash says:

  manoranjan thi bharpur samvaad..khub maja aavi..

 8. It’s Very Wonderful story By MR.jigneshadhyaru

  If you have any more story about full of comedy Pls send this website.

  THanks.

 9. Chintan says:

  મસ્ત..મજા પડી ગઈ.

 10. nayan panchal says:

  જે હાસ્યલેખ સ્થળ અને સમય ભૂલાવીને મોઢા પર સ્મિત, મુક્ત હાસ્ય કે ખડખડાટ હાસ્ય (સમય પ્રમાણે હસવુ પડે ભાઈ) તે લેખ ખરો હાસ્ય લેખ.

  ખૂબ આભાર,
  નયન

 11. Brinda says:

  મજા પડી ગઈ! એમા પણ છેલ્લે – હારૂ હાલો બૂન, છોટાઉદેપુરની બસ આવી ગૈ. તમારા સુપરવાઇઝર સાથે ફરી ક્યારેક વાત….’
  સુપર્બ એન્ડ હા હા હા

 12. હસો અને હસાવો…
  નહિ ફાવે તો કસ્ટમર કેર વાળાને ફસાવો…
  કરો મફતિયા ફોન ને એકલતા દુર ભગાવો…
  બુન તમે તો બો હારા કહી બેનને તપાવો…
  જીગ્નેશભાઈ મજા પડી…
  અમે જ્યારે અહિંથી કસ્ટમર કેરવાળાને ફોન કરીએ,ખાસ તો ડેલ કમ્પ્યુટર કસ્ટમર કેર વાળાને, ત્યારે આપણા જ કોઈ મોહન કે મનોજભાઈ મેક કે માઈક બનીને વાતો કરે અને અમારા કમ્પ્યુટરના પ્રોબ્લેમ સોલ્વ કરે..!
  મેં એક વાર પુછી લીધું કે આપકા સચ્ચા નામ ક્યા હૈ ત્યારે એ ભાઈ હસી પડેલ. પણ સાચું નામ તો ન જ જણાવેલ…
  બિઝનેસ એથિટ્કસ..
  મજા આવી…

 13. સુશ્રી વીણાબેન દવે….અમેરિકાવાસી.

  આપના અભિપ્રાય સાથે સંમત થવું શક્ય નથી.
  ઉપરોક્ત બધા જ અભિપ્રાયમાંથી કયો અભિપ્રાય આપના મતે છીછરો છે ?
  અથવા અભદ્ર ભાષાનો પ્રયોગ થયો છે તે જણાવશો ?

  કોઈપણ વિષય પર સ્વસ્થ ચર્ચા કરવી તે બ્લોગ પર અસહજ નથી.
  રીડ ગુજરાતી પર મોટાભાગના વાચકો ભાષાની મર્યાદામાં રહીને ચર્ચા કરતા હોય છે.

  આપના અભિપ્રાયમાં થોડો પ્રામાણિકતાનો અંશ પણ ઉમેરતા રહેશો તો બધાને અનુકુળતા રહેશે.
  શિખંડી હવે ઈતિહાસના પાન પર વિરાજે છે….વાસ્તવિક દૂનિયામાં અસ્થાને છે.

 14. Sunita Thakar(UK) says:

  Once my hasband called in 3G customer care office(its in Delhi). The customer care officer asked about the situation of Jobs and living in UK for his future plans.
  Very nice and funny article. I am a regular reader of ReadGujarati. Thank you Mrugeshbhai for this Website.

 15. shital desai says:

  Really very minute observation with a knack of comic sense.
  congrates to the writer and editor both.
  shital desai

 16. Harshad Patel says:

  Nice humor. Enjoyed the article.

 17. sushma says:

  saras article and saru observation chhe jigneshbhai!
  aava gujarati lekhako ni jarur chhe gujaratibhasha ne mrutpryai thati aatkavva mate.
  khub j saras!
  sushma oza

 18. Premal says:

  ખુબજ સરસ આર્ટીકલ છે. હાસ્ય સભર. But its not always Customers who irritates people at Customer Care, as in my case I have seen happen vice versa also. It took me 3 months of continious calling 2 hours a day to get refund ($ 750) for 2 of my High-End Cellphones which I returned to Most popular Cellular company as phones were having some technical issues. IT was the one of the worst experience had in my life dealing with Customer Care depoartment of that company.

 19. NITIN TALATI says:

  ગુજરાતિ ભાશા નિ મહત્તા ,અને તેનો આદર કરવાને બદલે ,વાતવાત મા અન્ગ્રેજિ બોલિ ને પાન્દિત્ય બતાવવુ તે ફેશન થઇ
  મા નાના દેીકરા ને જમેી લે ને બદલે ઈત કરિલે તેવુ કહેશે
  આ કમનશેીબેી નહિ તો શુ?

  • Premal says:

   Nitinbhai, R u sure about what you just said? How can one devaluate one language by speaking another instead? Do you still think that speaking English or communicating in English can devaluate Gujarati language? You think that we people speak English just to show off? To me it’s not true anymore. People do have to communicate in English at most of the places now days, because it has become a necessity and it’s the only international language spoken over the world? I still don’t understand some people’s mentality. They want to work for Fortune 500 companies (95+ % of them are foreign companies), want to get huge salary packages from them, and want to receive all amenities and luxuries they can ever get but still if they find two Gujarati people talking in English at any place their love for Gujarati language will kick in and will start commenting about it. Come on, now I am sure that people who work at or for multinational (even national or I can even say regional) companies are not talking to you in Gujarati!! I bet you must be signing your checks in English while Signature is valid in any language throughout world. Hope my message has been passed throughout this.

   Any way I didn’t had an intension to hurt anyone feelings

   • Jagat Dave says:

    પ્રેમલભાઈ,

    તમારા અંગ્રેજીપ્રેમ ને અકબંધ રાખો….દરેક ભાષા મહાન જ છે. મારા મતે જ્યારે જે ભાષા બોલો, લખો ત્યારે બને ત્યાં સુધી જે તે ભાષા સાથે પ્રમાણિક રહેવાનો પ્રયત્ન કરો. નીતિનભાઈ એ પણ એ જ કહેવા નો પ્રયત્ન કર્યો છે તેમ મને લાગે છે. બે ગુજરાતીઓ Fortune 500 company માં કામ કરતી વખતે અંગ્રેજી બોલે તે સ્વભાવિક છે અને આવકાર્ય પણ છે પણ ઘરે ગયાં પછી માતા સાથે, ભાઈ/બહેન, સંતાનો કે હમ-વતની બાળગોઠીયાઓ સાથે અંગ્રેજી બોલે તે અસ્વભાવિક અને વરવું લાગે છે.

    તમે ભાષાનું વ્યવસાયીક રુપ ધ્યાનમાં રાખ્યું છે. ભાવનાત્મકરુપ થી દૂર રહ્યા છો. માતૃભાષા અને વ્યવસાયીક ભાષા અલગ હોય તેમાં કોઈ મતભેદ નથી..

    તમને કોઇ સ્ત્રી આકર્ષક કે સુંદર લાગી શકે અને તેના લાલિત્યથી તમે આકર્ષાઈ ને તમે તેની સાથે લગ્ન પણ કરી લો છતાં પણ તેને તમારી માતા થી વધુ ઊંચુ સ્થાન તમે નહી આપી શકો. તમે અંગ્રેજી સાથે લગ્ન કર્યા છે……..પણ તેનાથી તમારી માતાનું સ્થાન બદલાઈ નથી જતુ.

    શું તમને વિચારો અને સપના પણ અંગ્રેજી માં આવે છે? જો હા તો તમે ‘પ્રેમલ’ નો અર્થ ભુલી ગયા છો.

 20. ઈન્દ્રેશ વદન says:

  જીગ્નેશભાઈએ સારો લેખ લખ્યો છે, ઘણો ખરો બકુલ ત્રિપાઠીના ‘કક્કો બારાખડી’ જેવો.

  તંત્રીશ્રી, તમે કોમેન્ટસ પર રિપ્લાય કરવાનુ ફિચર આપ્યું છે, તો વાંચકો ઉપયોગ તો કરશે જ. It seems to be a fun part too.
  And with all due respect, hope you agree, more often than not, comments are more interesting than the articles themselves. 😀

  કોમેન્ટ્સ વાંચીને લાગ્યુ કે તમારી કોમેન્ટ્ને તો ‘છીછરી’ કહેવામાં નથી આવી ને? …. હા હા.. just kiddin’…

  • ઈન્દ્રેશજી

   આપના અભિપ્રાય પ્રમાણે કૉમેંટસમાંથી ફન મળે છે
   તો ચાલો થોડું ફન કરીએ…!!!

   આપશ્રીએ તંત્રીશ્રીને ઉદ્દેશીને કૉમેંટ કરી છે તો આપને જણાવું કે
   મૃગેશભાઈએ આ લેખ પર કૉઈ કૉમેંટ કરી જ નથી તેથી તેમની કૉમેંટ છીછરી હોવાનો સવાલ જ ઉભો થતો નથી.
   તંત્રીશ્રીએ ફક્ત સૂચના જ આપી છે અને આ સૂચના છીછરી તો નથી જ..!!!

   કોઈને કમળો થયો હોય અને તેને દૂનિયા આખી પીળી દેખાય તો તેના પર રહેમદીલી રાખવી જ રહી.
   રીડ ગુજરાતી એક સૂજ્ઞ-સાહિત્યીક ફોરમ છે અને આપણે તેને તે જ રીતે જાળવી રાખવું જોઈએ.
   કોઈના અભિપ્રાય સાથે સંમત-અસંમત થવું સ્વાભાવિક છે.

   • જયભાઈ,
    આપ આપની વેબ સાઈટ કે બ્લોગની માહિતીમાં “સંદેશ” એડ્રેસ આપો છો? કેમ??
    કેમકે મેં અહિં આપના નામ પર ક્લિક કરી તો મને સંદેશનું હોમ પેઈજ મળ્યું કે પછી મેં કોઈ ગલતી કરી?
    મૃગેશભાઈ ધ્યાન આપો…

    • નટવરભાઈ

     આપની વાત સાચી છે.
     વેબસાઈટમાં હું સંદેશ અખબાર આપું છુ. કારણ કે સંદેશ મારૂ પ્રિય અખબાર છે.
     જ્યારે મુરબ્બી શ્રી ચીમનભાઈ પટેલ હતા ત્યારે ગુજરાતના નામાંકિત લેખકોના લેખ સંદેશમાં આવતા.
     સંદેશની સંસ્કાર પૂર્તિ ખૂબ જ લોકપ્રિય હતી અને આજે પણ મહંદશે તે જ સ્વરૂપ જળવાઈ રહ્યું છે.

     વેબસાઈટનું બોક્સ આ માટે આપવામાં આવે છે તે તો મને પણ ખબર નથી…!!!
     કદાચ… જે લોકો પોતાના બ્લોગ્સ ચલાવતા હોય તેના માટે ?
     આભાર.

     • જયભાઈ,
      આપનો આભાર!
      પરન્તુ, આપ આ રીતે “સંદેશ” ને કોઈપણ બ્લોગના ચર્ચા માટે દર્શાવી ન શકો.
      ભલે આપને “સંદેશ” બહુ ગમતું હોય.
      બ્લોગ પરની ચર્ચાઓમાં આપ આપની વેબસાઈટ કે બ્લોગની માહિતી આપો તો વધુ યોગ્ય રહેશે. અને બ્લોગ બનાવવાનું સહેલુ છે અને આપ આપના વિચારો સારી રીતે પ્રદર્શિત કરી શકશો.
      આમ તો ઘણા ખોટાં નામે અને બેનામ બનીને કોમેન્ટ કરે અને ખોટું કે બીજાનું ઈ મેઈલ આઈડી આપે છે. એ પણ વ્યાજબી નથી. ખરેખર તો બ્લોગ પર હવે ફોટા મુકવાની (Gravatar )વ્યવસ્થા છે એનો પણ ઘણા લોકો ભગવાન કે અન્ય કોઈ ચિત્રો મુકી લાભ લે છે. એ પણ મારી દ્રષ્ટીએ યોગ્ય નથી. હું કદાચ ખોટો પણ હોઉં. મને જે યોગ્ય લાગે એ કહ્યું. ખોટું ન લાવશો.

 21. nim says:

  જિગ્નેશ ભાઈ,
  મજા પડી
  આપણા બાપુ એ તો કમાલ કરી ભાઈ
  કસ્ટમર કેર ને નાની યાદ આવી ગઈ.

  નિમ

 22. Girish says:

  very nice article …Good Congratulation JIgneshbhai..

 23. ભાઇ ભાઇ …
  હાસ્ય મળે ત્યાં માણતાં રહીએ … 🙂

 24. ભાવના શુક્લ says:

  ખરી રમુજભરી વાતો છે અને તળપદી પણુ સરસ ઉપસાવ્યુ. જાણે આપણેજ કોઈની સાથે વાત કરતા હોઇએ તેટલી સરળતા પુર્વકનુ લખાણ.

 25. આ હાસ્યલેખમાં આજની યંત્રવત બનતી જતી જીંદગીની કરૂણામયી સચ્ચાઇ અને વ્યાપારની પશ્ચિમી વિપર્ણન(Marketing) પધ્ધ્તિઓની બેશરમી ઝલકે છે.

 26. hari patel says:

  very good humour.i laughed very very freely.

 27. Vipul Panchal says:

  Amazing Story…..fall in laughter, really nice story.

 28. જોરદાર ભૈઇ તમે તો.

 29. Bhinita says:

  Really Enjoyable and True experience!

 30. Normally, I place my comments in Gujarati in this site, and believe me this is the best site for Gujarati and has best user interface for writing in Gujarati.

  However would like point that freedom of expression should not be restrictive, yet should be done with proper consideration.

  Anyway this is best comic article on readgujarati.com

 31. Dhaval says:

  સરસ લેખ્

 32. Deval Nakshiwala says:

  ખરેખર જોરદાર હાસ્યલેખ છે. મજા આવી ગઈ.

  લેખકનું અવલોકન સખત છે. કસ્ટમર-કેરનો વાર્તાલાપ જીવંત અનુભવાયો અને એ પણ હસતાં-હસતાં.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.