પરિણામ – બકુલ દવે

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

ઘરમાં અશાંતિ છવાઈ ગઈ.
કામવાળી મંગુ સાથે રેખાબહેનને બોલાચાલી થઈ ગઈ. રેખાબહેને કહ્યું : ‘જો તારે આ જ રીતે – મન ફાવે તેમ કામ કરવું હોય તો કાલે ન આવીશ.’
મંગુનું મગજ પણ ગયું. એનો ગુસ્સો પણ ઓછો ન હતો. એણે કહી દીધું : ‘ભલે. હું ય જોઉં છું કે બીજું કોણ તમારું કામ કરે છે….!’
‘મને ધમકી ન આપ, મંગુડી.’ રેખાબહેનની આંખોનાં ભવાં ચડી ગયાં, ‘કૂકડો હશે તો જ વા’ણું વાશે એવું નથી.’
‘તો કરી દો મારો હિસાબ.’
રેખાબહેને ધૂંઆફૂંઆ થતાં તે જ ઘડીએ હિસાબ કરી પૈસા મંગુની હથેળીમાં મૂક્યા.

ચલણી નોટ સાડલાના છેડે બાંધી મંગુએ એની દીકરીને સાદ પાડ્યો : ‘મઘી….. અરે, મઘલી… ક્યાં મરી ગઈ ?’
‘અહીં છું મા.’ મઘી બીજા રૂમમાંથી આવી. એની પાછળ પાછળ એની ઉંમરની સુવર્ણા પણ આવી. બેય છોકરીઓ પોતપોતાની માના રૌદ્ર રૂપ જોઈ ડઘાઈ ગઈ. એકબીજા સાથે જોવા લાગી. સુવર્ણાએ કહ્યું :
‘મંગુમાસી, તમે જાવ. હું અને મઘી દાખલા ગણીએ છીએ. તે થોડીવાર રહીને આવશે.’
‘ના, એ દાખલા ગણશે તો કામ કોણ કરશે એનો….’
‘મા, મને રોકાવા દે ને….’
‘ના, તારે હવે અહીં નથી આવવાનું.’
‘પણ માસી….’ સુવર્ણા કશુંક કહેવા જતાં અટકી ગઈ. રેખાએ એની સામે ડોળા કકડાવ્યાં-ચૂપ ! મંગુ એની દીકરી પર ગુસ્સો ઉતારતી એને ઢસડીને લઈ ગઈ. ઘસડાતી જતી મઘીએ પાછળ ફરી નિ:સહાય નજરે સુવર્ણા સામે જોયું. પણ સુવર્ણાય ક્યાં કશું કરી શકે તેમ હતી ? એને થયું કે એ દોડીને મઘીને રોકે પણ….

સુવર્ણા અને મઘી છઠ્ઠા ધોરણમાં છે. એક જ શાળામાં, એક જ વર્ગમાં છે બંને. બેય એક જ બેંચ ઉપર આસપાસ બેસે છે. મઘી ભણવામાં હોશિયાર છે. સુવર્ણા સરેરાશ છે. પણ ભણવાની ઘગશ બંનેમાં સરખી છે. સુવર્ણા ટ્યૂશન્સમાં જાય છે. મઘી જઈ શકતી નથી. એ સુવર્ણા પાસેથી નોટ્સ લઈ લે છે. બંને ભણવામાં એકબીજાને મદદરૂપ બને છે. સ્કૂલ છૂટ્યા પછી પણ બંને સાથે રમે છે, ગૃહકાર્ય કરે છે. પણ રેખાબહેન અને મંગુ વચ્ચે ઝઘડો થયો તે પછી પરિસ્થિતિ બદલાઈ. એની અસર સુવર્ણા અને મઘીનાં સંબંધો પર પણ થઈ. રેખાબહેન અને મંગુએ પોતપોતાની દીકરીઓને કડક શબ્દોમાં જણાવી દીધું, ‘ખબરદાર, જો તું એની સાથે બોલી છે તો….!’ રેખાબહેને શાળામાં જઈ શિક્ષિકાને કહી દીધું :
‘તમારે સુવર્ણાને મઘી પાસે નહીં બેસાડવાની.’
‘કેમ ?’
‘મારી દીકરી પર ખરાબ સંસ્કાર પડે છે !’ શિક્ષિકાને રેખાબહેનની દલીલ વાજબી ન જણાઈ તો પણ એણે એમનું કહ્યું કરવું પડ્યું. રેખાબહેનના પતિ શાળાના ટ્રસ્ટીમંડળમાં હતાં. પહેલી પાટલી પરથી મઘી સાવ છેલ્લી પાટલી પર જઈને બેઠી. સાવ એકલી. રેખાબહેનના ચહેરા પર સંતોષ છવાયો.

મંગુને આ જાણ થઈ. એણે મઘીને બીજી શાળામાં મૂકી દીધી. મઘી અને સુવર્ણા અલગ થઈ ગયાં. બંને એકબીજાને શાળામાં મળી શકતાં હતાં તે પણ છીનવાઈ ગયું. બંનેનો શાળાએ જવાનો સમય પણ અલગ થઈ ગયો. સુવર્ણા બપોરની પાળીમાં હતી, જ્યારે મઘી સવારની પાળીમાં હતી. એની નવી શાળામાં બપોરની પાળી હતી જ નહીં. સાંજે શાળાએથી છૂટી સુવર્ણા ટ્યુશન્સમાં જતી એટલે બંને કોઈવાર એકબીજાનો ચહેરો જોઈ શકે એવું પણ ન રહ્યું. મઘી અને સુવર્ણાને પરસ્પરની તીવ્ર યાદ પીડ્યા કરતી હતી. દાખલો ન આવડે ત્યારે સુવર્ણાને મઘી યાદ આવી જતી. આકૃતિ દોરવાની હોય ત્યારે મઘીને સુવર્ણાનું સ્મરણ થઈ આવતું. બપોરે રિસેસમાં લંચબૉક્સ ઉઘાડતાં એકબીજાના ન હોવાની પીડા ઘેરી લેતી. બંનેને થતું, આ ઝઘડો થયો તે સારું નથી થયું.

ત્રણ મહિના પસાર થઈ ગયા.
રેખાબહેને અનેક કામવાળીઓ બદલાવી પણ એકેય ટકી ન શકી. ‘તમારો સ્વભાવ કચકચિયો છે.’ એવું કહી છેલ્લી કામવાળી ચાલી ગઈ ત્યારે રેખાબહેન એને સમજાવીને રોકી લે તો સારું એવું સુવર્ણાને લાગ્યું હતું. એની પરીક્ષાઓ નજીક આવી રહી હતી ને કામવાળી ચાલી જાય તો એના પર કામનો બોજ પડે. ભણવાનું બગડે. પણ રેખાબહેનની સહનશીલતા ઓછી હતી. કોઈને સમજાવી મનાવી વાતને વાળી લેવાનું એમને આવડતું ન હતું. એ કહેતાં : ‘ગરીબ તો એવા જ હોય…. એમને ભાઈબાપા કરવાના ન હોય. પૈસા આપતાં હજાર કામવાળાં મળી રહેશે….’ પણ હજાર નહીં, એક કામવાળી શોધવાનું પણ અઘરું બની ગયું. કામ કરનારાઓનાં સમૂહમાં રેખાબહેનથી સૌ પરિચિત થઈ ગયાં. કોઈ એમને ઘેર જવા તૈયાર ન હતું. ધીમે ધીમે રેખાબહેનને પણ સમજાવા લાગ્યું કે એમના સ્વભાવને અનુકૂળ બની રહે અને ચોખ્ખું કામ કરે એવી કામવાળી શોધવાનું એ માને છે એટલું સહેલું નથી. છેલ્લી કામવાળીને પાણીચું પકડાવ્યા પછી કોઈ પોતાના ઘેર મોંમાંગ્યા પૈસા આપવા છતાંય કામ કરવા માટે તૈયાર નથી તે જોયા પછી રેખાબહેનને ત્રણ મહિના પછી પહેલીવાર મંગુનું સ્મરણ થયું.

રેખાબહેનનું શરીર અદોદળું હતું. મુશ્કેલીથી ઊઠી-બેસી શકતાં. ડાયાબિટીસ અને હાઈબ્લડપ્રેશરના દરદી હતાં. શ્રમ કરવાનું એમના માટે અઘરું હતું. મંગુ હતી ત્યારે એમને નિરાંત હતી. એમના સાવ નાનાં કામ પણ એ કરી આપતી. મઘી લગભગ આખો દિવસ ઘેર આવ-જા કરતી ને હાથવાટકા જેવી હતી. રેખાબહેનની ઈચ્છા હતી કે મંગુ પાછી ફરે તો સારું પણ એ એને પોતાના મોઢે પાછા ફરવાનું કહી શકતાં ન હતાં. સુવર્ણા પર કામનો બોજ આવી ગયો હતો તેની અસર એનાં સ્વાસ્થ્ય અને અભ્યાસ પર થતી હતી. મંગુ પણ ઓછી પરેશાન ન હતી. રેખાબહેનના ઘરે કામ કરવાનાં એને જેટલા પૈસા મળતા હતા એટલું કમાવા માટે એણે હવે ત્રણ ઘરનું કામ કરવું પડતું હતું. એનાથી પહોંચી શકાતું નહીં એટલે એ મઘીને પણ કામમાં જોતરતી. નાના વાછરડાને વજનદાર ગાડા સાથે જોડ્યું હોય એવો ઘાટ થતો. ભણવા માટે સમય ફાળવવમાં મઘીને મુશ્કેલી પડતી. એ થાકી જતી. એ હજી નવી શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાતાવરણ સાથે પણ તાલમેલ સાધી શકી ન હતી. સુવર્ણા એને વારંવાર યાદ આવ્યા કરતી. પસાર થઈ ગયેલા સમયનો પટ વર્તમાન પર લંબાતો ગયો. એ પડછાયાથી કારણભૂત પરિવર્તનોની સ્વીકૃતિ રેખાબહેન, મંગુ, સુવર્ણા અને મઘી કોઈપણ માટે સહજ ન હતી.

અચાનક એક દિવસ રેખાબહેનની તબિયત લથડી. બ્લડ સ્યુગર વધી ગઈ ને લગભગ કોમમાં જતાં રહ્યાં. નજીકની હૉસ્પિટલમાં એમને દાખલ કર્યા. સુવર્ણાએ નિર્ણય લઈ લીધો. એ મંગુમાસીના ઘરે જશે. એ એને ના નહીં પાડે, રેખાબહેન બીમાર છે તે જાણી ન આવે એવાં નથી. સુવર્ણા મંગુને ઘેર પહોંચી ત્યારે ત્યાં સૂનકાર હતો. મઘી એકલી જ હતી ઘરમાં. એ સૂનમૂન બેઠી હતી. સુવર્ણાને જોઈ એણે ખુશી ન દર્શાવી.
‘મંગુમાસી ક્યાં છે ?’ સુવર્ણાએ પૂછ્યું.
‘મારી માને પોલિસ લઈ ગયા….’ કહી મઘી રડવા લાગી.
‘પોલિસ લઈ ગયા ? કેમ ?’
‘એ જે ઘરમાં કામ કરતી હતી ત્યાં ચોરી થઈ. ઘરનાને મારી મા પર શક છે. પોલિસ એને ધક્કા મારીને લઈ ગયા.’ સુવર્ણા સ્તબ્ધ થઈ ગઈ. એને શું બોલવું તે ન સૂઝ્યું. મઘીને એણે કહ્યું :
‘ચાલ, મારા ઘેર.’
મઘીએ ના કહી.
‘તારા બાપુ ક્યાં છે ?’
‘ત્રણ દિ’થી ઘેર નથી આવ્યા.’
‘તો પછી મારા ઘેર ચાલ ને…’
‘ના, મારી મા નહીં પાછી ફરે ત્યાં સુધી હું ઘરમાં જ રહેવાની.’
સુવર્ણાએ વધુ આગ્રહ ન કર્યો.

અઠવાડિયું પસાર થઈ ગયું. રેખાબહેનની તબિયત વધુ બગડી. અચાનક જ એમનું હાર્ટ એરેસ્ટ થઈ ગયું ને એ મૃત્યુ પામ્યા. તે સમયે મઘી એની પાસે આવી. એણે જણાવ્યું કે મંગુ જેલમાં છે. એની પર કેસ ચાલશે. બીજા દિવસે પરીક્ષાનું પરિણામ જાહેર થયું. સુવર્ણા ગણિતમાં નાપાસ થઈ. પહેલા ત્રણમાં આવતી-મઘી માંડ માંડ પાસ થઈ-પંદરમા નંબરે. બંનેમાંથી એકેય પરિણામ લેવા માટે ન જઈ શકી. પરિસ્થિતિથી નિર્મિત પરિણામથી બેય જણ ક્ષુબ્ધ હતી, આહત હતી. એમને બીજું કોઈ પરિણામ હવે આઘાત પહોંચાડી શકે તેમ ન હતું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતના એક મહાન વિજ્ઞાની – મહેન્દ્ર ત્રિવેદી
સામ્યસૂત્ર – વિનોબા ભાવે Next »   

31 પ્રતિભાવો : પરિણામ – બકુલ દવે

 1. ખુબ સરસ…વારતાનો અંત અકલ્પ્ય છે.

 2. Balkrishna Shah,Vile Parle says:

  વાર્તા કંઇ જામી નહીં. રેખાબહેનનો સ્વભાવ અને મંગુની કર્મઠતા પછી પશ્ચાતાપ સાથે બંનેને એકત્ર કર્યા હોત અથવા
  રેખાબહેનની માંદગી વખતે બધુ ભુલાવી મંગુને હાજર કરી હોતતો અંત સારો લાગત. મંગુને જેલમાં મોકલવાનું
  કંઇ જામ્યું નહી.

  • Jagat Dave says:

   બાલક્રુષ્ણભાઈ,

   આપને “વાર્તા કંઇ જામી નહીં”……..પણ આ એક વાસ્તવિક જીવન ચિત્રણ છે…..અને આપણાં જીવનમાં પણ બધું ‘જામે’ એવું ક્યાં બને છે?

   વાર્તાએ તમને વિચારવા અને અભિપ્રાય લખવા મજબુર કર્યા તે લેખકની સફળતાં છે.

 3. urmila says:

  Good story – I like the end as well, as the story is making us aware of the daily happenings of our lives- e.g. Rekhaben not being able to get new servant because of her nature
  Mangu not being able to find better paid job and instead ends up in jail
  two innocent girls suffers emotionally because of adults disputes – and loose their interest in education – hence looses opportunity of good carreers
  IF BOTH WOMEN HAD BEEN TOLERENT OF EACH OTHER, THEY WOULD HAVE SAVED THEIR FAMILIES AND THEMSELVES FROM THIS CATASTROPHY
  Similar incidents happen in daily family life -and extreme incidents ruin the peace of life

  • Jagat Dave says:

   ઉર્મિલાબેન,

   તમારા અભિપ્રાય સાથે શબ્દશઃ સંમત…..સ્ત્રી સ્વભાવની આવી ‘ખાસિયતો’ તેમને અને તેમની આસપાસના લોકોને ઘણું નુકશાન કરે છે……વાંચનાર સ્ત્રીઓ જરૂર આ બાબત પર વિચાર કરે અને આ પ્રકારની પરિસ્થિતીઓ માં યોગ્ય નિર્ણયો લે…તો????

 4. કલ્પેશ says:

  આખલાની લડાઇમા ઝાડનો ભોગ.

 5. Pankaj Vithlani says:

  Most of the writers preferred happy end of the stories but in this story the end is what happens in real life. One must think twice before taking any harsh steps. Good story.

 6. જય પટેલ says:

  વાર્તાનો અંત કરૂણમય છતાં વાસ્તવિક.

  રેખાબહેનને તેમનો અહંકાર ઓગાળી ગયો અને નિર્દોષ મંગુને કામવાળી બાઈના લેબલે મુશ્કેલીમાં મુકી.
  કંકાસ રેખાબેન અને મંગુ વચ્ચે હતો જ નહિ. હકિકતમાં રેખાબેન તેમના સ્વભાવ સાથે લડી રહયા હતા જેમાં છેવટે તેમણે
  પાણની આહુતિ આપવી પડી.

 7. Rasik Butani says:

  બીલકુલ વાસ્તવિક ક્લાઈમેક્સ

 8. nim says:

  નિરાશાજનક વાર્તા,
  લેખક ને શુ કહેવુ છે કઈક ખબર ના પડી

  નિમ

 9. JAWAHARLAL NANDA says:

  સરસ , ખરેખર વાસ્તવિક ચિત્ર ઉપ્સાવ્વામા આવેલ ચ્હે! વાર્તા નિ ભયાનક્તા આપન ને સાવ્ધાન રેહવાનિ સલાહ આપે ચ્હે!!!

 10. Sarika Patel says:

  I like the story. darek vartao ame vachava khatar nathi vachta, kaik navin janava made ane jivan na sara kam mate teno upyog kariye tevu hamesa ame chahata hoi ae che.

  darek lekhak amane ganubadhu varta , lekh or nibandh swarupe kaheva mage che ane ame temathi su janyu
  te ame amari comment dhawara kahi ye che.

  Amaro sahakar darek lekhak sathe rahase.

  Darek lekhak no khu khub abhar.

 11. nilesh patel says:

  good story

 12. Tejal Thakkar says:

  Really good story

 13. Akash says:

  very senti story..

 14. Vaishali Maheshwari says:

  Very nice story.
  Beautifully written.

  We should all understand now that life is too short to hate someone.
  We never know what will happen at the next moment, so live happily and keep smiling.
  We should all learn to make adjustments in life and try to keep our ego on side.
  Mangu and Rekhaben – both of them had ample of ego in themselves.
  Mangu thought she was the best maid and Rekhaben thought she was the best boss (of a house maid), but in actual none of the two were best.

  If we learn atleast something from the moral of this story; in future, we can avoid getting such terrible results as described in the story.

  The title of the story is also very appropriate.
  Thank you Mr. Bakul Dave for teaching something that is crucial in today’s scenario.

 15. ઈન્દ્રેશ વદન says:

  Well written story. But, could’ve been better.
  Got little-too-much drama element.

 16. urmila says:

  Mr Jagat Dave – Thanks for appreciating my comment .My opinion is not directed towards WOMEN and their
  ‘ખાસિયતો’ but towrds human nature and their EGO which ruins peace of the family. Although in this particular story peace is ruined because of two women’s ego. Many incidents in everybodys life occur – where wrong decision has been taken by MALE figure of the family and brings similar results

  • TRUPTI SHAH says:

   Urmilaben,

   I fully agree with you. I have often seen in our ‘male dominant society’ that due to the male ego, a woman has to suffer a lot. As their upbringing is such that, they cannot come to terms that, they can do any thing wrong or any of their decision can be wrong.

   The moral of the above story is not the clash of ego between the two women but I presume, the writer wanted to convey that, the individuals should be given importance keeping aside the individual ego. We often tell people who thinks that they are indispensable, that, ‘ ભાઈ તારા જ મરઘે જ કાઇ સવાર નથિ થતિ.’ However, at the same time that particular person is so important in life that is very difficult to run either the business or the household. Many entrepreneurs often fires their employee if their ego clashes considering that, the person is not indispensable, but that person is so much aware of the in-and out of the business, that unknowingly he becomes indispensable. Here, both Mangi and Rekhaben are very well aware that they cannot go without each other, but still they fought and were separated from each other. You can even put the employee and employer in the said position. There can be a man on one side and the women on the other side.

   But I have often seen, the men always wants to come to some conclusion when, the women is on the other side. The attitude of the men’s needs to be changed.

  • Jagat Dave says:

   While writing comment I have tried to make it more relevent with story since it is revolving around women charatators only.

   Don’t worry….. I will also write about Men’s characteristics, whenever Mrugeshbhai publish such story on this forum. 🙂

   આપને અહીં એ વાત જરુર યાદ રાખવી ધટે કે……..સ્ત્રીઓ અને પુરુષોના સામાજીક વર્તુળ જુદા છે. ભારતીય સંસ્કૃતિમાં ઘરનું વાતાવરણ પુરુષો કરતાં સ્ત્રીઓ ની સમજ અને કુનેહ પર વધારે આધારીત રહેલું છે અને એટલે જ તો આપણી મોટાભાગના પૌરાણીક ગ્રંથો, નવલકથાઓ, ધારાવાહિકો નું કથાનક સ્ત્રીઓ અને તેમનાં સબંધોની આસપાસ ફરતું રહે છે અથવા કથાનકનાં મુખ્ય વળાંકો પાછળ કોઈ સ્ત્રીપાત્ર ની અહમ ભૂમિકા હોય છે.

 17. dhiraj thakkar says:

  good story

 18. dhiraj thakkar says:

  but end is not good it should be happy ending

 19. Tejas Patel says:

  સરસ વારતા,
  અહન્કાર કેત્લુ નુકસાન કરે ચે તે ખબર પદિ

 20. Dhaval B. Shah says:

  Too good!! Different end!!

 21. darshana says:

  Mrugeshbhai,

  i just want to know this author shri bakul dave is from surendranagar..because i had one tuition sir named bakul (ashok) dave and he was author too…please let me know his contact number if you have…

  thanks a lot..

  regards,

  darshana

 22. Chetan says:

  જીદગી ની નરી તસવીર

 23. ભાવના શુક્લ says:

  ચોટદાર વાસ્તવિક અંત. સુંદર શબ્દાંકન.

 24. Pyare says:

  Please write something encouraging and inspiring. People have enough stress in their life.
  I think recently all writers from our motherland tends to write ” Cunning always wins”.
  Z-TV serials and Sony TV serials instead of entertaining at the end of the day gives stress to audience.

 25. Vipul Panchal says:

  Nice story…..with unexpected end.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.