ઘડપણ : પાર ઉતરવાનું પ્રવેશદ્વાર – જિતેન્દ્ર દેસાઈ

[‘માનવ પ્રતિષ્ઠાન’ સંસ્થા (અમદાવાદ) દ્વારા પ્રકાશિત ‘ઘડપણ’ પુસ્તકમાંથી સાભાર.]

ઉંમર પિસ્તાલીસેક હશે. બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર ગુજરાત મેલમાં રિઝર્વેશન ચાર્ટ જોતો હતો. ને એક જીન્સ-ટૉપ પહેરેલી યુવતીએ ‘કાકા, જરા આગળ ખસોને…’ કહ્યું ત્યારે થોડો આંચકો લાગેલો. ચઢતી જુવાની પૂરી થઈ હતી તેનું ભાન પેલી યુવતીના ‘કાકા’ના સંબોધને કરાવ્યું. વાતને પચીસેક વરસ વહી ગયાં. અમદાવાદ સ્ટેશને ગુજરાત મેલમાંથી ઉતરી બહુ વજનદાર નહીં એવી બ્રિફકેસ લઈ દાદર પાસે આવતાં, બ્રિફકેસ નીચે મૂકી, પાછી લઈ દાદર ઉતરવા જતો હતો ત્યાં, ‘દાદા લાવો, હું લઈ લઉં’ કહેતાં એક યુવાને બ્રિફકેસ લઈ લીધી. મને બૉમ્બે સેન્ટ્રલ પર પહેલીવાર ‘કાકા, જરા આગળ ખસોને….’ સાંભળતાં જે થોડો આંચકો લાગેલો તે યાદ આવી ગયો. ‘દાદા લાવો, હું લઈ લઉં’ સાંભળતાં એના કરતાં જુદી જ લાગણી થઈ. થોડો આનંદ થયો. કોઈ આપણને ‘દાદા’ કહી બોલાવે તો એ ઘડપણને આવકારે છે. ‘દાદા’ થવાની ઉંમરે પહોંચેલાં સહુ કોઈએ ઘડપણને આવકારવું જોઈએ. ધોળા કે રૂપેરી વાળ એમનેમ નથી થતા. જીવનની લાંબી તડકી છાંયડી જોયા કે માણ્યા પછી એ ભેટ મળે છે. તેને કલપ કરી કાળી ન કરતાં ચમકવા દેવી જોઈએ. આવકારેલા ઘડપણને માણવાની પણ એક મજા છે. અલબત્ત, બધા માટે ઘડપણને આવકારવાનું સહેલું તો નથી જ.

થોડા વરસ પહેલાંની વાત છે. હું અને તારા હાઈકોર્ટ સામેના ‘સન્માન’ રેસ્ટોરન્ટમાં ઢોંસા ખાવા ગયા. રજાનો દિવસ, ચાર સાડાચારનો સમય. રેસ્ટોરામાં ઘણા ટેબલ ખાલી હતાં. અમે ઑર્ડર આપી ઢોંસા આવે તેની રાહ જોતા હતા ત્યાં ખૂણામાં એક ટેબલ પર ખાદીના વસ્ત્રોમાં સજ્જ, કફની પર બંડી ને માથે ટોપીવાળા વૃદ્ધને એકલા એકલા કંઈક આરોગતા જોયા. ‘આ તો ચંદુકાકા….’ તારાએ તેમને ઓળખી કાઢતાં કહ્યું. ‘ચાલો મળીએ….’ કહેતાં અમે ત્યાં ગયા. વેઈટરને અમારો ઑર્ડર ત્યાં લાવવા કહ્યું.

તેમના ટેબલ પર ‘કેમ છો ચંદુકાકા….’ કહેતાં અમે ગોઠવાયા ત્યારે જાણે કંઈ ગુનો કરતાં પકડાઈ ગયા હોય તેમ ચમક્યા. અમને ઓળખ્યા ને પછી થોડી ઔપચારિક વાત કરી દિલ ખોલ્યા વગર ન રહી શક્યા. ‘ઘણા સમયથી બટાટાવડા ખાવાની ઈચ્છા થતી હતી. કોને કહીએ ? કોણ ખવડાવે ?……’ એક સમયે વિમળાકાકી તેમને ત્યાં આવનારને મનગમતા નાસ્તાપાણી કરાવતા તે મને અને તારાને યાદ આવી ગયું. વિમળાકાકી રહ્યાં ન હતાં. દીકરો એક્ઝિક્યુટિવ એન્જિનિયર, તેને પિતાને શું ભાવે ન ભાવે, મળે છે કે કેમ તેની કોઈ પડી નહતી. તે કમાવામાં મસ્ત હતો. દીકરા-વહુ ભણેલી, લાયન્સ કલબની પ્રવૃત્તિમાં ગળાબૂડ, ઘરમાં ધ્યાન ઓછું, ‘સસરા તો સ્વાવલંબી છે… તેમનું કામ જાતે કરી લે છે…..’ એવી વાતનો ગર્વ લે. પણ સસરાને ક્યારેક બટાટાવડા ખાવાનું મન થતું હશે તેનો એને ખ્યાલ સુદ્ધાં ન આવે. સસરા સંકોચશીલ, જોઈતું માગવાની હિંમત ન ચાલે. ન રહેવાય તો ‘સન્માન’માં જઈ બટાટાવડાની મઝા માણી આવે. અમારા ઢોંસા આવી ગયા. અમે ચંદુકાકાને આગ્રહ કરી ઈડલી ખવડાવી. ચંદુકાકા અમારી આગળ દિલ ખોલી થોડા હળવા થયેલા લાગ્યા. ‘હવે કંઈ ખાવાનું મન થાય તો મારે ત્યાં આવી જજો…’ તારાએ ભાવપૂર્વક હસતાં હસતાં કહ્યું. ને ચંદુકાકાએ છેલ્લું વાક્ય ઉચ્ચાર્યું, ‘તારા જેવી વહુ ઘેર હોત તો….’ ચંદુકાકાના ઘડપણના આ બોલમાં ઘણું આવી ગયું. અમે ચંદુકાકાને સાઈડકારમાં બેસાડી ‘સમર્પણ’ ફલેટના દરવાજે મૂકી આવ્યા ને છૂટા પડ્યા. કંઈક વસમા લાગતા ઘડપણમાં જીવતા ચંદુકાકાને, અમારી સાથે વાતો કરી હળવા થયેલા જોઈ લાગે છે કે એ રાતે તેમને કંઈક મીઠી નિંદર આવી હશે. ઘડપણમાં ઊંઘ ઓછી થઈ જાય એય એક સમસ્યા છે.

ઘડપણની એક બીજી સમસ્યાની વાત સ્વ. શાંતિલાલ શાહે કરેલી. તેઓ વ્યવસાયે સોલીસીટર. ભાઈશંકર કાંગા ઍન્ડ ગિરધરલાલની જાણીતી સોલીસીટર પેઢીના ભાગીદાર. મુંબઈ રાજ્યમાં મોરારજીભાઈ દેસાઈના વડપણ વળી સરકારમાં શ્રમમંત્રી, કાયદામંત્રી રહી ચૂકેલા. પાર્લામેન્ટના મેમ્બર પણ થયેલા. જન્મભૂમિ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ને નવજીવન ટ્રસ્ટના પણ મેનેજિંગ ટ્રસ્ટી. નવજીવનના કામે અમદાવાદ મહિને એક વાર આવે ને બે દિવસ રહે, ઉંમર સિત્તેર પંચોતેર થવા આવેલી એટલે ઘડપણ આવી ચૂકેલું. પણ હસતાં હસતાં ઘડપણની મુસીબતોનો સામનો કરે. સ્મૃતિદોષ શરૂ થઈ ગયેલો. એકની એક વાત બે-ત્રણ વાર કરે. વહીવટમાં આ દોષ મુશ્કેલી ઊભી કરે તે વિશે સજાગ. એટલે અમને કહે, ‘જે કાંઈ નિર્ણય લેવાય તે લખી, મને બતાવી મારી સહી લઈ લેવાની. હું પૂછું આવું કેમ કર્યું, ક્યારે કર્યું ત્યારે જો મૂંઝવણ જેવું લાગે તો પેલું લખાણ બતાવી દેવાનું !’ કાને સંભળાતું ઓછું થયું તો કહે, ‘હવે આ કાન ગયા…. થોડું મોટેથી બોલો… પછી કદાચ લખીને વાત કરવી પડશે !’

પણ આ તો સામાન્ય તકલીફ. એક દિવસ કહે, ‘આ ઘડપણની એક મોટી તકલીફ એ છે કે કોઈ ‘તું’ કહીને બોલાવનાર, વાત કરનાર નથી રહ્યું.’
‘કોઈ નાનપણના દોસ્ત તો હજુ તમારી જેમ જીવન ગાળતા હશે.’ મેં કહ્યું.
‘એક છે. અમદાવાદમાં જ પણ એનું સરનામું નથી… શોધી કઢાય તો મળવું છે.’ તેમણે કહ્યું. મેં થોડી માહિતી માગી, જેથી એને શોધી કઢાય. તો કહે, ‘એનો દીકરો કોઈ મિલમાં સેક્રેટરી છે, કંપની સેક્રેટરી. પણ મિલનું કે એનું નામ ખબર નથી. બાપનું નામ કનુભાઈ.’
મેં કહ્યું તપાસ કરીએ.
મિલ ઓનર્સ એસોસિયેશન દ્વારા તપાસ કરી. જેના નામ પાછળ ‘કે’ આવતું હોય એવા કોઈ શાહ, કોઈ મિલમાં કંપની સેક્રેટરી છે ? તપાસ ફળદાયી નીવડી. તેમનો ટેલિફોન નંબર લઈ, તેઓ આમોદના છે તેની અને શાંતિલાલ શાહને ઓળખે છે તેની ખાતરી કરી લીધી. સરનામું શાંતિભાઈને આપી કહ્યું, ‘તમે કહો ત્યારે મળવા જવાશે. મણિનગરમાં રહે છે. ઘરે એકલા હોય છે.’
શાંતિભાઈ કહે ‘આજે જ જઈએ. ત્રણેક વાગ્યે નીકળીએ….’
અમે ત્રણ વાગ્યે નીકળી સરનામા મુજબ એમના મિત્રનું ઘર શોધતાં શોધતાં મિત્રના ઘરને બારણે પહોંચી ગયા. કોલબેલ મારી ઊભા રહ્યા. ધોતી અંગરખૂં પહેરેલા એક વૃદ્ધે બારણું ખોલી પૂછ્યું : ‘કોણ ?’
બીજા વૃદ્ધ, શાંતિલાલ, એમને નખશીખ જોઈ રહ્યા. પછી પૂછ્યું : ‘મને ઓળખ્યો ?’
મિનિટેક શાંતિભાઈને જોયા કરી પેલા વૃદ્ધ થોડા ભાવાવેશમાં આવી ગયા ને બોલ્યા : ‘કોણ શાન્તુ ?’ અને ‘હા કનુ’ એવો જવાબ સાથે બંને એકબીજાને ભેટી પડ્યા. ઘડપણમાં, પંચોતેર વટાવ્યા પછીય, એકબીજાને ‘તું’ કહી બોલાવી શકે તેવા બે વૃદ્ધોનું આવું મિલન મેં જોયા કર્યું. પછી શાંતિભાઈએ મને કહ્યું, ‘હવે તમે ત્રણચાર કલાક પછી મને લઈ જજો.’
ત્રણચાર કલાક પંચોતેર વટાવી ગયેલા બે બાળ ગોઠિયાઓએ ‘તુંતાં’ કરતાં જિંદગીની તડકી-છાંયડીની કેટકેટલી વાતો કરી હશે તે તો કલ્પવું રહ્યું. હું ચાર કલાક બાદ શાંતિભાઈને લેવા ગયો ત્યારે બંને ખુશખુશાલ લાગતા હતા તે હું જોઈ શક્યો. ઘડપણની આ કથા હું ઘણી વાર સંભારું છું.

ઘડપણમાં એક ચિંતા લગભગ સહુને વધતી ઓછી સતાવે છે : મૃત્યુ ક્યારે આવશે, કેવું આવશે. સ્વામી આનંદની ‘મૃત્યુને હંફાવનારા’ યાદ આવે, પણ એવા વીરલા કેટલા ? એક નટુભાઈ યાદ આવે છે. તેમણે ઘડપણનેય આવકાર્યું, મૃત્યુનેય આવકારીને ઉજળું કર્યું. આ નટુભાઈ એટલે શ્રી બી.જી. નાયક. વેગામના વતનીને વલસાડની આર્ટસ ઍન્ડ સાયન્સ કૉલેજના આચાર્ય, વરસો સુધી. ‘વિજ્ઞાન અને અધ્યાત્મ’ પુસ્તક તેમની વૈજ્ઞાનિક દષ્ટિને અધ્યાત્મમાંથી શ્રદ્ધા બંનેને ઉજાગર કરે. ‘વેગામ મારી માવડી’માં પોતાના વતનની, સ્વાતંત્ર્ય-સંગ્રામના તેમના અને સાથીઓના પરાક્રમની વાત તેઓ મૂકી ગયા.

મારા પિતાના મિત્ર, જાણ્યું કે તેમને કૅન્સર થયાનું નિદાન થયું છે એટલે મળવા ગયેલો. તે પહેલાં કૅન્સરનો કોઈ ઉપચાર નથી કરવો, જીવન લંબાવવાની તૃષ્ણા નથી, ઈશ્વરે બોલાવી લેવાનું નક્કી કર્યું છે, ઈચ્છે ત્યારે બોલાવી લેશે, એવી એમની તૈયારીની વાત જાણેલી. તેમના આ જિંદગીની પૂર્વસંધ્યાના દિવસોમાં જ્યારે જ્યારે વલસાડ તરફ જવાનું થાય, વલસાડ વટાવી મુંબઈ જવાનું થાય, ત્યારે તેમને મળવાનું ચૂકતો નહીં, યાદ રાખીને મળવા જતો. મળવાનું થાય ત્યારે તબિયતના સમાચાર પૂછીએ તો સ્વસ્થતાથી જે કંઈ થયું હોય તે સમજાવે. ચાપાણી કરાવે. જવાની રાહ જોઈ રહ્યા છે એવો ભાવ વાતમાં ક્યારેય ન આવવા દે. છૂટા પડતી વખતે કહે ખરા, ‘હવે ફરી મળીએ કે નયે મળીએ !’ છેલ્લી વાર મળવાનું થયું ત્યારે તબિયત થોડી વધુ બગડેલી હતી. પણ ટીવી સામે બેસી વન-ડે જોવાની મઝા માણતા હતા. મને આવેલો જોઈ ટીવી જોતાં જોતાં જ ને વન-ડેની હારજીતની કટોકટી માણતાં માણતાં થોડી વાતો કરી. મને યાદ છે તે મુજબ પંચોતર નજીક કે ઉપર પહોંચેલા. થોડા દિવસ બાદ જાણ્યું કે નટુકાકા ગયા ! એ ઘરડા થઈ ને ગયા કે ઘડપણને શોભાવી કે શરમાવીને ગયા તે આપણે નક્કી કરવાનું.

‘ઘડપણ’ની વાત વાગોળતાં નરસિંહ મહેતાનું ‘ઘડપણ કોણે મોકલ્યું’ વાળું પદ સહેજે યાદ આવી જાય. એ પદ વાંચવું શરૂ કરીએ ત્યારે થાય કે ઘરભંગ થતાં ‘ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજશું શ્રી ગોપાલ’ એમ કહી જીવનની સૌથી વધુ દુ:ખી પળને, સંતોષમાં પલટી નાખનાર નરસિંહ મહેતા ઘડપણને સહજ રીતે કેમ આવકારી શકતા નથી ? પરંતુ પદ વાંચવાનું પૂરું કરીએ ત્યારે સાચી વાત સમજાય.

જુવાનીની રાહ જોઈ હતી ને આવી ત્યારે વધાવી લીધી હતી. ઘડપણની રાહ નહતી જોઈ, જોઈતું જ ન હતું, તોય આવ્યું ! વાળ ધોળા થયા, આંખે ઝાંખપ આવી, કાન માંડીએ તો જ વાત સંભળાય એવી દશા થઈ, ઉંબરો ઓળંગતા ડુંગર ઓળંગવા જેટલી મહેનત પડવા લાગી, પાદરે જવું હોય તો પરગામ જવા જેવું લાગવા માંડ્યું અને પણિયારે પાણી પીવા જવું હોય તો પાણીની ગોળી ગંગા જેટલી દૂર હોય તેમ લાગવા માંડ્યું. ઘરનાંએ ખૂણામાં ખાટલો ઢાળી આપ્યો ને ત્યાં બેસી રહેવા, પડ્યા રેવા સમજાવ્યું. બેસી રહેવાનું ગમે નહીં, ખાધેલું પચે નહીં, તોય શીરો ને સેવની લાપસી ખાવાનું મન થાય. દાંત ગયેલા એટલે રોજ રોજ રાબડી યાદ આવે. ઉઠતાં વેંત ભૂખ લાગે પણ કોને કહેવાય ! દીકરીઓને પરણાવી દીધી ને જમાઈઓ લઈ ગયા. દીકરાઓ કામમાં રચ્યા પચ્યા. ઘરનાં બૈરાં-છોકરાં કંઈ માને નહીં ને ઉલટાનું બોલાવીએ તો ‘બેસી રહેતાં શું થાય’ તેમ કરી આઘાં જાય ! અંતકાળ દેખાય છે પણ આવતો નથી.. કેવી દયનીય દશા થઈ ગઈ છે ! શું કરવું ?
નરસિંહ મહેતા કહે છે :
‘એવું જાણી હરિ ભજો રે, સાંભળજો સહુ સાથ;
પર ઉપકાર કરી પામશો રે, જે કાંઈ દીધું હશે જમણે હાથ,
એવું નફફટ છે વૃદ્ધપણું રે, મૂકી દો અહંકાર;
ધર્મના સત્ય વચન થકી રે, મે’તા નરસૈં ઊતારો ભવ પાર…..’

ઘડપણની યાતના સહુને આવે છે. કોઈકને વધતી, કોઈકને ઓછી. અહંકાર તજી એને સ્વીકારી લો. હરિ ભજન કરી એને હળવી કરો. ઘડપણ એ ભવસાગર પાર કરવાનું પ્રવેશદ્વાર છે. પરલોકની યાત્રા અહીંથી શરૂ થાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સૂર્ય સાથે નાતો – પુ. લ. દેશપાંડે
પ્રેરક પ્રસંગો – સંકલિત Next »   

22 પ્રતિભાવો : ઘડપણ : પાર ઉતરવાનું પ્રવેશદ્વાર – જિતેન્દ્ર દેસાઈ

 1. dr sudhakar hathi says:

  namaskar badha mate gadpan aavkarvu sahelu nathi balkona vikas matejem male stone chhe tam gadpan mate pan mile stone hoy chhe pan te aapanane khabar padati nathi je systam healthy hoy tene mano je organ kam karatu bandh thay teno vavaso nakaro ne tena vina chalavi lo આવજો જય્શ્રિ ક્રિશ્ના

 2. જય પટેલ says:

  ઘડપણનો સથવારો…

  મંગલમય સુપ્રભાત કર્ણપ્રિય ભજનોથી…સવારના શાંત વાતાવરણમાં થોડી કસરત…દૈનિકચર્યા…અખબારવાંચનથી દૂનિયાના પ્રવાહોથી પરિચીત રહેવું….શાકભાજી….બકાલું ખરીદવા જવું..!!!….મધ્યાને રાજભોગ આરોગવો….બપોરે ઈંટરનેટ પર થોડું સર્ફ કરવું…પુસ્તક વાંચવું….નિંદ્રાદેવીને ન્યાય આપવો….અને પોસ્ટ-બપોરની ચા…કેમ ભુલાય…?

  સાંજે મિત્રો સાથે ચર્ચાની એરણ પર દેશની ગંભીર સમસ્યાઓ પર બળાપો કાઢવો….બળાપો કાઢ્યા બાદ મનને શાંત કરવા થોડુ ચાલવું….સાંજે વાળું કરી બંગલાના બગીચામાં હિંચકે ઝુલવું અને સાથે ઘરના પ્રશ્નોને વાચા આપી નિરાકરણ લાવવા આદેશો આપવા….આદેશો આપ્યા બાદ કંઈ કરવાનું રહે છે….?

  ઘોર નિંદ્રા.

  બીજા દિવસે ફરી એજ ઘટમાળ.

 3. chokshidhara says:

  It’s Realy true story about entire life.

 4. Paresh says:

  ઘડપણમાં શારીરિક સમસ્યાઓ સાથે સમાધાન કરી, માનસિક રીતે મજબૂત રહેવાથી ઘડપણ જાજરમાન બને છે. મારા પૂ પિતાશ્રી હાલમાં ૯૦ વર્ષે જાજરમાન ઘડપણ માણી રહ્યા છે. ક્રીકેટ, રાજકારણ અને વાતોના શોખીન. સલાહ આપે પણ તેનો અમલ કર્યો કે ન કર્યો તે બાબતમાં કયારેય માથુ ન મારે. તેમના જમાનાની વાતો કરે પણ આજના જમાનાનો ઉપહાસ ન કરે. તમામ વાનગી ખાઈ શકે. સંકલ્પનો ઢોંસો ખાવા હોંશભેર સાથે આવે. કોઈ રોગ નહી જ્યારે તેમના જ પુત્રો અમે ત્રણેય ભાઈઓ ડાયાબીટીસ અને બીપીની ગોળીઓ ગળી છીએ. આખી જીંદગી તેમની પાસેથી ઘણુ બધુ શિખ્યો અને હજુ પણ તેમની જીવનશૈલી દ્વારા મને ઘડપણને જાજરમાન બનાવવાનું ડેમોસ્ટ્રેશન આપતા હોય તેમ લાગે. તેમનું ઘણૂ બધુ ઋણ છે, તેમને ભાવપૂર્વક વંદન.

  • Jagat Dave says:

   તમે નસીબદાર અને તમારા પિતાશ્રી વધારે નસીબદાર……કારણકે જવલ્લે જ જોવા મળે તેવી લાક્ષણિક્તાઓ તેઓ ધરાવે છે અને ઘડપણ એ વ્યક્તિનાં પુરા જીવનનું પ્રતિબિંબ છે તે પ્રમાણે તેમનું જીવન પણ એટલું જ રસ-મય અને સમ-રસ રહ્યું હશે.

   મારા વતી તેમને સાદર પ્રણામ.

 5. nim says:

  ઘડપણ સ્ત્રી કરતા પુરુશ ને વધારે મુશ્કેલ લાગે છે કારણ કે પત્ની પોતાના પુત્ર સાથે તાલ મિલાવી ને એક થાય છે અને પતિ એકલા પડી જાય છે
  આ મે ઘણા લોકો ના ઘર મા જોયુ છે અને મારા ઘરે પણ અનુભવ્યુ છે

  “પપ્પા” મારા પરીવાર નુ એક સ્વજન – જય વસાવડા પછી નો આ લેખ મારા પપ્પા યાદ આવી ગયા.
  મ્રુગેશ ભાઈ નો ઘણો આભાર
  જિતેન્દ્ર દેસાઈ નો લેખ બેમિશાલ છે ઘણો આભાર

  ધન્યવાદ્

  નિમ

  • trupti says:

   I I agree with you Nim. I would like to share my experience

   During last weekend, my mom had gone to my mama’s house for Rakshabandhan, who stays outside Mumbai. My dad was at home. I stay just 2-3 buildings away form my parents. My mom told my dad that she would make some ‘theplas’ for him for either one dinner or lunch. My dad bluntly refused and said, ” I don’t want your theplas, rather I will go to my daughter’s house for lunch and dinner’ but did not say that he will go to my bro’s house, who stays at the distance of 2-3 minutes from his house. Fathers are always like coconut, hard from outside but very soft from inside and the daughters always has some special place in their harts.

   One more incident, when we two sisters we small and not married, he would often say, ‘I will marry off my daughters in Vile-Parle only’ (we stay in Vile-Parle, Mumbai.)

 6. Vallabh says:

  After reading this article, I really felt very emotional and wish to have my parents stay with me all the time. In old age, parents having to live away from their children is most painful. When we were young, our parents looked after us – and now it is our duty to look after them. If we don’t – then there is no difference between human beings and animals. Gratitude and love is cornerstone of our Indian culture – in the name of development / progress, let us not forget it.

 7. kantibhai kallaiwalla says:

  Nicely described old age, truth of old age. We indians should be proud to have Narsingh mehta and Sankaracharya who has guided us what should be done and what should be done in old age.

 8. nayan panchal says:

  લગે રહો મુન્નાભાઈના ફ્રન્ટ ફૂટ પર સેકન્ડ ઇનીંગ્સ રમતા વૃધ્ધોની યાદ આવી ગઈ.

  મેં હોન્ગકોન્ગમાં વૃધ્ધોને દરરોજ તાઈચી કરતા જોયા છે. તેઓમાંથી કોઈનુ પણ પેટ બહાર નહોતુ (મારુ પોતાનુ પેટ પણ તોંદ બની ગયુ છે), એકદમ સપ્રમાણ શરીર. તેમને જોઈને થતુ હતુ કે વૃધ્ધાવસ્થામાં જો શારીરિક સ્વાસ્થય સારુ રહે તો અડધી તકલીફ ઓછી થઈ જાય. બાકીની અડધી તકલીફ માટે માનસિક સ્વાસ્થય સુધારી દેવુ.

  સુંદર લેખ.

  આભાર,
  નયન

 9. વાસ્તવિકતાનો સ્વીકાર પરિસ્થિતિને હળવી બનાવે છે.

  સરસ લેખ

 10. Veena Dave, USA says:

  ખુબ સરસ લેખ.

 11. kantilal kallaiwalla says:

  in my earlier comments please amend to read what should be done and what should not be done

 12. DKPatel says:

  Why you people write “USA” at end of your name ?
  I am also US Citizen.
  You still remain Indian and gujarati people in US.
  “Veena Dave, USA ” ???????

  • Ashish Dave says:

   I always put my location… which has helped me get in contact with lot of other RG readers who know me from my past life. A great way to connect…

   Nothing to do with who I am… it is just where I am…

   Ashish Dave
   Sunnyvale, California

 13. Jagat Dave says:

  જો ‘US citizen’ હોવાનો તેમને ગર્વ છે…..તો તેવા ગુજરાતી પર મને ગર્વ છે.
  (ગુજરાતી બ્લોગમાં અભિપ્રાયો લખે છે એટલે ગુજરાતી હોવા નો ગર્વ તો તેમને હશે જ અને ગુજરાતી હોવાનો ગર્વ હશે તો દિલમાં ભારત તો વસતું જ હોવાનું)

  જે દેશમાં રહો તેને વફાદાર થઈ ને રહો. (નમક હરામીનો ‘ગુણ’ ફક્ત નેતાઓથી આગળ ન વધે તેની સભાનતા સૌ ભારતીયો ખાસ રાખે. (જે નથી લખતાં તે લોકો ભારત અથવા અમેરીકાને વફાદાર નથી તેવુ કોઈ અહીં ન માની લે તેવી વિનંતિ)

  તેમનાં આશય પર શંકા શા માટે? સ્વતંત્રતા પર લગામ શા માટે? (જો તેઓ ખરેખર જ ‘US citizen’ હોય તો)

 14. Vipul Panchal says:

  પિપલ પાન ખરન્તા,

  હસ્તિ કુપલિયા,

  અમ વિતિ તમ વિત્સે,

  ધિરિ બાપુદિયા

  Really Nice article.

 15. Ashish Dave says:

  My dad (Balmukund Dave) at 80 is enjoying life like any thing. Still can beat me in eating batatawada to shikhand… still plays volleyball with us, and enjoys good music and internet. My mom at 75 enjoys more movies, cricket matches, NFL, NBA than I do.

  Ashish Dave
  Sunnyvale, California

 16. kanu yogi says:

  ખુબ સરસ લેખ -કનુ યોગી

 17. Kokila Chokshi says:

  I m 75. Very friedly to computors. Walking 1 km. in 10 minites. Involved in many social activities. Still have control on singing classical. Reading a lot. My son who is abroad says v have to take appointment tocall mom.Yes, wherever I go I creat livliness. { my friends says} I have welcome my oldage with my warm heart. We, the friends say v r SILVER CITIZENS WITH GOLDEN AGE. And lastly why I wrote all these bcoz I liked your article tooooo much.
  happy go lucky
  Kokila Chokshi

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.