સૂર્ય સાથે નાતો – પુ. લ. દેશપાંડે

[સુપ્રસિદ્ધ પુસ્તક ‘વિશ્વનાં યાદગાર પ્રવચનો’માંથી સાભાર. અનુવાદ : અરુણા જાડેજા. સંપાદન : સુરેશ દલાલ, મહેશ દવે.]

ગયા વર્ષે જાન્યુઆરીની વીસ તારીખથી માંડીને તે છેક ગયા સોમવાર સુધી એટલે કે છેલ્લાં દોઢેક વર્ષથી દર સોમવારે આકાશવાણી પરથી ‘સત્યના પ્રયોગો’નું હું વાચન કરતો આવ્યો હતો. આજ સુધી વાંચતો આવ્યો એ તો ગાંધીજીના શબ્દો હતા. શ્રી આપ્પા પટવર્ધને સંપૂર્ણ ગાંધીમય થઈને કરેલું એ મરાઠી ભાષાંતર. આજ સુધી મારી ભૂમિકા કથાકારમહારાજની રહી હતી. પણ આજે મારે મારી વાત કહેવી છે.

કેટલાંક સામાયિકોને પહેલે પાને એક સંપાદકીય ખુલાસો જોવા મળે છે. ‘આ સામાયિકમાં વ્યકત થનારા મત સાથે સંપાદક સહમત હોય જ એવું નથી.’ હકીકતે તો ગાંધીજીની આત્મકથા બાબતમાં મારી ભૂમિકા પણ એવા જ એક ત્રાહિતની હતી. છાપખાનામાં શબ્દોનાં બીબાં ગોઠવનારાઓ એકાદી શૃંગારિક ‘લાવણી’ કે વૈરાગ્યમય ‘અભંગ’ જેટલી અલિપ્તતાથી ગોઠવે છે, તેટલી જ અલિપ્તતાથી હું એ આત્મકથા વાંચતો હતો એમ કહું તો ખોટું નહીં. જેમ કોઈ નટ એકાદી ભૂમિકા સાથે તેટલા પૂરતો જ તન્મય થઈ રહે તેવી મારી તન્મયતા હતી, એમ કહીને હું મારો છુટકારો તો કરાવી શકું પણ મારે તેવો છુટકારો કરાવવો નથી. આ પુસ્તકના વાચને મને આનંદ પણ આપ્યો છે અને અસ્વસ્થ પણ તેટલો જ કર્યો છે. વાંચતી વખતે મને થયેલો આનંદ હું બીજાને કેટલો આપી શક્યો એની કોઈ કલ્પના થઈ શકે નહીં. કેટલાક શ્રોતાઓએ આ વાચન પોતાને ગમતું હોવાનું જણાવ્યું. તો કેટલાકે તીવ્ર શબ્દોમાં અણગમો દર્શાવ્યો. એમનો વિરોધ મારા વાચન માટે હતો તેનાથીય વિશેષ તો ગાંધીજીની આત્મકથા માટે હતો.

આપણે ગળે ઊતરે નહીં તેવી વાત માટે વિરોધ નોંધાવવો એ હકીકતે તો ગાંધીજીની વિચારસરણીને અનુલક્ષીને છે. બાકી વિરોધે વિનયની ઓથ છોડવી ન જોઈએ એવો ગાંધીજીનો વિચારતંતુ આવા વિરોધીઓને જચ્યો નહીં હોય, કારણ કે મારા પર આવેલા એકાદ બે પત્રોમાં તો ખાસ્સા આકારા અને અસભ્ય શબ્દો પણ હતા. આવા પત્રોએ મને અસ્વસ્થ તો કર્યો પણ સાથે સાથે અંતર્મુખ પણ કર્યો. મતભેદ નોંધાવવા અને અસહિષ્ણુતા ધરાવવી એ બન્નેમાં મુખ્ય તફાવત કયો હોઈ શકે એનો વિચાર હું કરવા લાગ્યો. મતભેદ વ્યક્ત કરનારો માણસ એક વિચારને સ્થાને બીજો વિચાર લાવવા ઈચ્છે છે અને અસહિષ્ણુ માણસ વિચાર નષ્ટ થઈ શકે તેમ નથી એવું જાણતાં જ વિચાર માંડનારી વ્યક્તિને જ નષ્ટ કરવા ઈચ્છે છે. ગાંધીજીના આ પુસ્તકમાં માણસ અને માણસના વિચારો થકી માણસને જીવંત રાખતાં જઈને તેને બદલવાની મથામણ થઈ છે. એને જ એમણે ‘હ્રદયપરિવર્તન’ કહ્યું છે. એ કાર્યને ‘સત્યાગ્રહ’ કહ્યો છે. અને આ વિચારપરિવર્તન અથવા સત્યાગ્રહ અથવા કાનૂનભંગ કરતી વખતે એ કાર્ય સવિનય કઈ રીતે થઈ શકે એની પળેપળ કાળજી લીધી છે.

હિંસા-અહિંસા-વિચાર અહીં ઉદ્દભવ્યો. આપણો સંઘર્ષ વૈચારિક હોવો જોઈએ. ત્યાં પછી ક્રોધ-લોભ-દ્વેષ-ઈર્ષ્યા માટે અને એમાંથી ઉત્પન્ન થનારી કાયા-વાચા-મનની હિંસા માટે સ્થાન હોવું ન જોઈએ. તે માટે જીવનના આહારથી માંડીને સામ્રાજ્યશાહીના વિરોધ સુધી થતા અનેક વૈચારિક સંઘર્ષોની આ કથા છે, જેને ગાંધીજીએ ‘સત્યના પ્રયોગો’ કહ્યા છે. તેથી આ પ્રયોગોની નોંધ પણ વૈજ્ઞાનિકોની જેમ જ શબ્દે શબ્દને સાચવાતાં-સંભાળતાં થઈ છે. અહીં ભાષા પૂર્ણપણે અલંકારરહિત છે – ગાંધીજીની પોતડી જેવી સાદી અને સ્વચ્છ શબ્દોનાં મૂલ્ય વિચારોના વાહનથી અધિક ન આંકનારી. સાથોસાથ ‘સત્યાગ્રહ’, ‘સવિનય કાનૂનભંગ’ એવા શબ્દોના જન્મની કુળકથા અહીં મળે છે. કમનસીબે એમાંના કેટલાક શબ્દો આજે હાસ્યાસ્પદ બની ચૂક્યા છે. જો કે શબ્દો હાસ્યાસ્પદ નથી થતા પણ એની પાછળનો આચાર પ્રાણહીન થાય, નકલી થાય, તકલાદી થાય એટલે શબ્દોનું બીજ જતું રહે છે અને રહી જાય છે ફોતરાં. દરેકેદરેક શબ્દ પાછળ આચરણની કેટલી મથામણ હતી ! ગાંધીજીએ ‘સત્યાગ્રહ’, ‘અહિંસા’, ‘ઉપવાસ’ જેવાં શબ્દો વાપર્યા, રાજકીય જીવનમાં રૂઢ કર્યા. પરંતુ એ શબ્દોનો જન્મ કાંઈ શાહીના ખડિયામાંથી કાગળ પર જ થયો નહોતો. એમને શબ્દનું આવરણ મળ્યું તે પહેલાંનું એ આચરણ હતું. એ આચરણને અક્ષરોનું આવરણ લાધ્યું અને શબ્દ સજીવ થઈ ઊઠ્યો. આચરણના આવરણ વગરના શબ્દોનું મૂલ્ય કોડીનુંય હોતું નથી.

પહેલા કર્યું અને પછી બોલ્યા એવી પરિસ્થિતિ જો ન હોય તો એ બોલની કાંઈ ખાસ કિંમત હોતી નથી. ગાંધીજીએ જીવનના બધા જ પ્રયોગો પહેલાં પોતાની જાત પર કર્યા. આ પ્રયોગો બીજા કોઈ પણ પ્રયોગોની જેમ પહેલાં પહેલાં તો વિચિત્ર લાગ્યા. નાનીમોટી વાતો માટે પણ સમાજની રૂઢ એવી કલ્પનાઓ હોય છે. આ બાબતે પ્રગતિશીલ મનાયેલો યુરોપીય સમાજ પણ કોઈ અપવાદ હોતો નથી. માતાના પ્રેમ ખાતર ગળામાં પહેરેલી વૈષ્ણવદીક્ષાની કંઠી ગાંધીજીને ધાર્મિક દષ્ટિએ મહત્વની લાગતી નહોતી પણ એ માળા, માતાના જે પ્રેમને તાંતણે ગૂંથાઈ હતી, એ તાંતણો મહત્વનો હતો. એમને ખ્રિસ્તી ધર્મ તરફ દોરી જનારા મિશનરી મિત્રને એ કંઠીમાં અંધશ્રદ્ધા દેખાતી હતી. પણ ગળામાં પહેરાતા ક્રૉસમાં દેખાતી નહોતી. ગાંધીજીએ ખ્રિસ્તીઓનો પ્રેમમાર્ગ નકાર્યો નહોતો. તોય એ મિશનરીને તેટલા માત્રથી સંતોષ નહોતો, કારણ કે એનો પ્રેમ વિશુદ્ધ પ્રેમમાર્ગ નહોતો – ખ્રિસ્તીઓએ રચેલો પ્રેમ એ ખાસ નિરાળો છે અને સારાયે જગતને વિષ્ણુમય માનનારા વૈષ્ણવોનો પ્રેમ કાંઈ જુદો જ છે એવું એને લાગતું હતું. ‘મનનો સાલસ, જીભનો રસાળ, એના ગળે કંઠી હો કે ના હો’ એવું સમજવા માટે પોતાના જીવનનું પ્રત્યેક કાર્ય દષ્ટાની રીતે જોવું પડે છે. અને એ જોવું પણ વૈજ્ઞાનિક જેવું તટસ્થ હોવું જોઈએ. એવા તટસ્થપણે પોતાના જીવન પ્રત્યે નીરખતાં જઈને થયેલા પ્રયોગોની આ નોંધ છે. અહીં અહંકાર કોરાણે મૂકવો પડે છે. યશ અને અપયશ જેવી સંજ્ઞાઓનો કોઈ અર્થ રહેતો નથી. રહી જાય છે ફક્ત વસ્તુસ્થિતિનો અભ્યાસ. પોતાના જ ટેબલ પર સૂતાં સૂતાં પોતે જ પોતાના હાથે પોતાનું જ ઑપરેશન કરવા જેવી આ અવસ્થા હોય છે. એમાંથી નવી અનુભૂતિઓ થાય છે. રૂઢ કલ્પનાઓનાં રૂઢ ચિત્રોને આંચકો આપનારાં કાર્યો થતાં રહે છે.

સીધુંસાદું બહાદુરીનું જ ઉદાહરણ લઈએ. હાથમાં બંદૂક લઈને બીજા પર ગોળી ફોડવા નીકળેલો માણસ આપણને બહાદુર, નીડર લાગે છે. પરંતુ મારી ભારતીય સંસ્કૃતિમાં ઉઘાડા માથે ફરવું નિંદ્ય છે આથી હું માથા પરની પાઘડી નહીં ઉતારું, એ વાતને વળગી રહીને ગોરા, ઉદ્ધત મૅજિસ્ટ્રેટની નારાજી વહોરવા તૈયાર થયેલો આ નવયુવાન વકીલ પણ ભારે મોટી નીડરતાનો નમૂનો છે, એ તો આપણા ધ્યાનમાં આવતું જ નથી. મારી માતાને મેં માંસ ન ખાવાનું વચન આપ્યું, ઈંગ્લૅન્ડમાં મને કેટલીય મુશ્કેલી કેમ ન આવે; એટલું જ નહીં, મરી જાઉં તોય એ મૂકવાનો નથી. એ નિર્ધાર પાછળ આપેલા વચનને મૃત્યુના મૂલે ચૂકવવાની તૈયારી છે, જે આપણે સમજી શકતા નથી, કારણ કે નીડરતાનું આ દર્શન સ્થૂળ નથી. એમાં અભિનય નથી. માંસાહાર નકારવાનું વચન શું કે દૂધ પીવાનું વ્રત શું, વાતો તો જોવામાં નાની હોય છે, નજીવી હોય છે પણ મહાન સિદ્ધાંતોનાં એ ઉગમસ્થાનો હોય છે. ઝાડ પરથી પડેલું પેલું એક ફળ આમ તો સાવ ક્ષુલ્લક ઘટના. પણ એમાંથી ન્યૂટનનો એક મહાન શાસ્ત્રીય સિદ્ધાંત ઊભો થયો. ગાંધીજીના આહારના અને ઉપવાસના આ આવા જ નાના નાના પ્રયોગો. આપણાં ઘરોમાં બિચારી બા-બહેનો શું ઓછાં વ્રત કરે છે ? પણ એ કરવા પાછળ કોઈ દષ્ટિ નથી હોતી. ત્યાં હોય છે ફક્ત આંધળી શ્રદ્ધા. ગાંધીજીએ એ વ્રત પાછળના હેતુની, એની પાછળ રહેલા તત્વજ્ઞાનની શોધ આદરવાની શરૂઆત કરી. અને એમાંથી દેશવ્યાપી ચળવળને જન્મ દેનારી પ્રવૃત્તિનો જન્મ થયો. મેં ફર્સ્ટકલાસની ટિકિટ કઢાવી છે, અહીં બેસવાનો મારો કાયદેસરનો હક છે. આ વાત દક્ષિણ આફ્રિકાના રંગદ્વેષથી પાગલ થયેલા ગોરા અધિકારીને નમ્રપણે છતાં રોકડા શબ્દોમાં પરખાવનારા મોહનદાસ કરમચંદ ગાંધી નામના યુવાન બૅરિસ્ટરના સત્યના આગ્રહમાંથી જ ચળવળનો જન્મ થયો. ભારતના જ નહીં, પણ જગત આખાના તરછોડાયેલા માનવસમુદાયે એક નવા તત્વજ્ઞાન તરીકે શાંતિમય સત્યાગ્રહનો માર્ગ સ્વીકાર્યો.

આ પુસ્તક વાંચતી વખતે નિશાળમાં ચાલતું યુક્લિડનું પુસ્તક સાંભરી આવતું. આટલા અમસ્તા કાગળ પર લીટીઓ તાણવામાં આવે, આવડા આવડા ત્રિકોણ-ચોરસ દોરવામાં આવે અને એમાંથી જે સિદ્ધાંતો તૈયાર થતા હોય છે તે કેવો ભવ્ય વૈજ્ઞાનિક વિકાસ ઘડી આપતા હોય છે ! જે સમયે ગાંધીજીને ખાદીનું સૂત્ર જડ્યું, તે સમયે સૂતર કાંતવાના એ કાર્યને તો ઠેઠ તપશ્ચર્યાનું સામર્થ્ય લાધી ચૂક્યું હતું, કારણ કે એ કાર્ય પાછળ વ્રતની ભાવના હતી. વ્રત માટે માણસે અનેક નિયમો પાળવા પડે છે. ઘણી વાતોને ધીરજપૂર્વક નકારવી પડે છે. એટલું જ નહીં, સ્વીકાર કરતાં મનથી પવિત્ર એવા નકારમાંથી સામર્થ્યની ઉપાસના ઉદ્દભવતી હોય છે. આવી જીવનસાધના માટે કેટલુંક તંત્રાચરણ પણ કરવું પડે છે. એમ જોઈએ તો પવાલુંભર પાણી શું ગટગટ પી શકાતું નથી ? તો પછી ‘કેશવાય નમ:, નારાયણાય નમ:’ એમ કહેતાં કહેતાં આચમનો શા માટે લેવાં જોઈએ ? મિલમાં કાપડ ધડાધડ વણી શકાય છે. છતાંય ધીમે ધીમે વણાતી ખાદી શા માટે ? પણ આચમન લેવું એટલે તરસ છિપાવવા માટે પાણી પીવાનું નથી. પણ આપણે વ્રતબદ્ધ છીએ એ વાતનું સતત ભાન કરાવતું એ એક તંત્ર છે. પણ આ મંત્ર-તંત્ર પાછળની ધ્યેયનિષ્ઠા, સાત્વિક વ્રતની પ્રેરણા નષ્ટ થાય કે પછી ઢોંગનો જન્મ થતો હોય છે. રહી જાય છે ટીલાંટપકાં, અંતરનો ઉમળકો અદશ્ય થઈ જાય છે.

ગાંધીજીના આ સત્યના પ્રયોગો હું કાંઈ પહેલી જ વાર વાંચતો હતો એવું નહોતું. હું તો મૂળે જ એવા સમયગાળામાં જન્મ્યો અને ઊછર્યો કે ધ્યેયના હવનકુંડમાં ઝંપલાવવાની ચારે બાજુ બસ ચડસાચડસી થઈ રહી હતી. સામાજિક, રાજકીય કે પછી ધાર્મિક સુધારણાનો કોઈ પણ વિચાર ગાંધીજીના એને લગતા મતના સંદર્ભમાં થતો. જીવનમાં એવી એકેય વાત નહોતી કે જે ગાંધીજીએ પોતાના કાર્યક્ષેત્રમાં લીધી ન હોય. તેમણે રાજકારણમાં જીવનનાં બધાં જ અંગોનો સમન્વય કર્યો હતો. ચા પીવી નહીં એ પણ રાજકારણનો જ એક ભાગ હતો, અને પોલીસની લાઠીને ન ગણકારતાં સત્યાગ્રહ ચાલુ રાખવો એ પણ રાજકારણનો જ એક ભાગ હતો. ગાંધીજીએ લોકો સામે સેંકડો વ્રતો મૂક્યાં હતાં. જેને જે જોઈએ તે તેણે ઉપાડી લેવું. એ વ્રતોમાં નાનું વ્રત અને મોટું વ્રત એવું કાંઈ નહોતું. ‘सर्वदेवनमस्कार: केशवम प्रति गच्छति’ એ ન્યાયે બધાં વ્રતોનો ઉદ્દેશ તો સ્વરાજ જ હતો. માણસના એક જ દેહમાં જેમ અનેક પ્રવૃત્તિઓ હળીમળીને રહેતી હોય તેમ રાજપુરુષોના દેહમાં પણ એ એકસાથે હળીમળીને રહેતી હોય છે. આથી શિક્ષણકાર્ય જુદું, સમાજસુધારણા જુદી, રાજકારણ જુદું એવી એકેય વાત એમની વિચારસરણીમાં જ નહોતી. રાજપુરુષોનું આરોગ્ય ટુકડે ટુકડે આવા ઈલાજ કરીને સુધારાતું નથી. એ સિદ્ધાંત ગાંધીજીએ આ બધા પ્રયોગોમાંથી શોધી કાઢ્યો હતો. તેથી ચંપારણનો સત્યાગ્રહ હોય કે બ્રહ્મચર્યપાલન હોય, બાળકોનું માતૃભાષામાં શિક્ષણ હોય કે નિસર્ગોપચાર હોય, રાષ્ટ્રીય પુરુષના આરોગ્ય માટે આ બધી વાતો જરૂરી છે. એવો નિષ્કર્ષ આ પ્રયોગોમાંથી નીકળ્યો. અને આ વિચારપ્રણાલીને ‘સર્વોદય’ એવું નામ મળ્યું. એક નવો શબ્દ અવતર્યો. પરંતુ તે પણ નવું બાળક માતાના લોહીમાંથી પોષાઈને અવતરે છે તેમ ગાંધીજીના લોહીમાંથી પોષાઈને આવ્યો હતો. એ શબ્દના સર્જન પાછળ કેટલો મોટો ઈતિહાસ છે, કેટલી મથામણ છે, આશાની કેટલી ચિનગારી છે, નિરાશાના કેટલા પ્રસંગો છે, ઉપવાસ છે, અપમાન છે, લોકોએ કરેલી ગેરસમજ છે ! આખરે તો જીવંત બાળક પ્રમાણે જીવંત શબ્દને અવતારવો એટલે ગર્ભવતીની વેદના જેવી વેદના સહ્યા વગર એ શબ્દમાંથી પ્રાણ સ્પંદતો નથી.

આ બધા પ્રયોગો કરતી વખતે ગાંધીજીને જડેલું બીજું એક સત્ય તે એ કે આખોય માનવસમાજ, આમથી કે તેમથી બધેથી સરખો જ. તેથી સંઘર્ષ વ્યક્તિ સાથે નહીં પણ પ્રવૃત્તિ સાથે કરવાનો હોય છે. આફ્રિકાના નિગ્રો લોકો માટે માણસાઈના સીધાસાદા હકો નકારનારા ગોરા લોકો અને હાડમાંસના બનેલા આપણા જેવા જ લોકોને અસ્પૃશ્ય કહીને ધુત્કારી મૂકનારા આપણે બધા, આવે વખતે એકસરખા જ અપરાધી છીએ એવું થઈ આવે છે. સ્વાતંત્ર્યનો પ્રશ્ન પહેલાં હલ કરી લઈએ, હરિજનોનું પછીથી જોયું જશે, એવા સગવડિયા અને કહેવાતા વ્યવહારુ તત્વજ્ઞાન માટે અહીં સ્થાન રહેતું નથી. માતાને માંસાહાર નકારવાનું વચન આપ્યા બાદ એમાંથી બુદ્ધિએ સૂચવેલી છટકબારીઓ સ્વીકારવી નહીં એ નિર્ધાર, આપેલો શબ્દ પાળવો જ જોઈએ એવા શાસ્ત્રવચનના આધાર પર દઢપણે ઊભો રહે છે. પ્રયોગો પરત્વે ભળતી જીદ પકડીને ચાલવું વૈજ્ઞાનિકોને પોસાય નહીં. માર્ગ ભૂલભર્યો છે, એ વાત ધ્યાનમાં આવતાં જ પંદર પંદર વર્ષોની તપશ્ચર્યા એળે જાય તોપણ એનો અફસોસ ન કરતાં વૈજ્ઞાનિક સત્ય શોધવાનો પ્રયત્ન પાછો નવેસરથી કરવો પડે છે. હિમાલય જેવડી પોતાની ભૂલ કબૂલવી પડે છે. તુકારામબાપુ ‘રાતદિન અમોને યુદ્ધનું ટાણું’ કહે છે તે આ જ. રામદાસ જેવા સમર્થ હૈયાધારી સંત પણ ‘અટકચાળું મુજ મન વાર્યું ન વળે’ કહીને કોક ભૂખ્યા બાળકની જેમ જ વ્યાકુળ થઈ ઊઠે છે તે આવી આત્મવંચનાની ક્ષણોમાંથી પાર ઊતરવા માટે જ્યારે સામર્થ્ય ઓછું પડતું હોય છે ત્યારે જ. ગાંધીજીના જીવનમાં દૂધ વિશે – બકરીના દૂધ માટે થઈને એમણે કરેલું સમાધાન એમને આમ જીવનભર ખૂંચતું રહ્યું હતું. ધર્મશાસ્ત્રોએ પણ આપદધર્મ માન્યો છે, પણ આપદધર્મ તરીકે કરેલું અશાસ્ત્રોક્ત આચરણ પણ દોષના ડાઘ મૂકતું જાય છે.

રૂ પીંજીએ તેમ પોતાના અનુભવો ગાંધીજીએ પોતાની સામે છૂટાછૂટા કરીને મૂક્યા છે. એમના નિષ્કર્ષ સાથે બધાં સહમત થશે જ એવું જરાય નથી. એમની હયાતીમાં પણ ખાસ્સો વિરોધ હતો. આજે પણ છે. મોહનદાસ કરમચંદ ગાંધી નામનો અંગત જીવન જીવનારો બે-પાંચ જણા જેવો જ કુટુંબકબીલાવાળો એક માણસ મહાત્મા ગાંધીના નામે સાર્વજનિક મિલકત બની બેઠો. કીર્તનકારોની કથામાં મીઠાની ઢીંગલીની એક વાત આવે છે : મીઠાની એક ઢીંગલીએ પોતાની જાતને દરિયામાં ઝંપલાવી દીધી. પછી એ અને દરિયો એકરૂપ થઈ રહ્યાં. ગાંધીજીએ પોતાની જાતને જનસાગરમાં ઝંપલાવી દીધી. એમના જીવનનું ખાનગીપણું સંપૂર્ણતયા સાર્વજનિક જીવનમાં વિલીન થઈ ગયું. લૌકિક જીવનનાં અનેક અંગોમાં સુગંધની જેમ અજાણતાં જ પ્રવેશ કરનારી વ્યક્તિના આ અલૌકિક પ્રયોગો. એ વાંચતી વખતે નાનપણના એ સત્યાગ્રહનાં, લાઠીમારનાં, સંસારને લાત મારીને નીડરપણે બહાર નીકળેલા સમાજના બધા જ સ્તરના લોકોનાં સરઘસોનાં, અંગ્રેજોની પોલીસે કરેલી એમની ટાંગાટોળીનાં ચિત્રો મારી આંખ સામે આવતાં હતાં. એમના લાંબા ઉપવાસના કાળમાં, ઘરના વડીલો મેવા-મીઠાઈ ખાવા નહીં, લગ્નસમારંભો કરવા નહીં એવાં વ્રતો લેતા, ઘરમાં ચિંતાનું વાતાવરણ રહેતું – આ બધું જ આંખ સામે ખડું થતું હતું. આગળ જતાં જે કાર્યે વિરાટ સ્વરૂપ લીધું, એની ગંગોત્રી આ આત્મચરિત્રમાં છે. ગંગાનાં દર્શન જેટલું જ ગંગોત્રીનું દર્શન પણ પવિત્ર. આ ગ્રંથમાંથી લહેરાતા રહેનારા ઉગમનાં આવાં નાનાં નાનાં ઝરણાં.

ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’નું કમનસીબે આજની નિરાશામય પરિસ્થિતિમાં વાચન કરતી વખતે મને મારી ભૂમિકા પણ નાનકડા તુચ્છ દીવડા જેવી લાગતી હતી. આ વાચન થકી મેં કયું કાર્ય કર્યું, એ તો ભગવાન જાણે ! ભલે ને, થોડાક સમય માટે કેમ ન હોય, પણ મારો નાતો મનુષ્યોમાંના એક સૂર્ય સાથે જોડાયો હતો, એ જ મારો સૌથી મોટો સંતોષ.

[કુલ પાન : 464. (પાકું પૂઠું) કિંમત રૂ. 500. પ્રાપ્તિ સ્થાન : ઈમેજ પબ્લિકેશન પ્રા. લિ. 1-2 અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, આંબાવાડી, અમદાવાદ-380006. ફૉન : +91 79 26560504, 26442836]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous GX (જનરેશન નેકસ્ટ) – ઈલા આરબ મહેતા
ઘડપણ : પાર ઉતરવાનું પ્રવેશદ્વાર – જિતેન્દ્ર દેસાઈ Next »   

39 પ્રતિભાવો : સૂર્ય સાથે નાતો – પુ. લ. દેશપાંડે

 1. જય પટેલ says:

  ગાંધીજીના ઘણા વિચારો આદર્શવાદી હતા પણ પ્રેકટિકલ ન્હોતા તેથી તેનું બાષ્પીભવન બહું જલદી થઈ ગયું.
  ગાંધી માત્ર સરકારી સમારોહમાં જ કેદ થઈ ગયા. પ્રજા અને બાપુનો તંતુ તૂટી ગયો.

  સ્વતંત્ર ભારતમાં તેમના હરિજનપુત્રો આજે ભાંડણલીલામાં વ્યસ્ત છે અને રાજકીય રોટલી શેકી રાજાધિકાર ભોગેવે છે.

  ગાંધીજીનું સૌથી મોટું યોગદાન દેશની પ્રજાને નિર્ભય કરવાનું હતું. સદીઓની ગુલામી વેઠીને પ્રજા આત્મ-વિશ્વાસ ખોઈ બેઠી હતી તેમાં ખુમારી-જાગૃતિનો શંખ ફુક્યો.

  ગાંધી એટલે નિર્ભયતા અને ગાંધી વગરના ભારતની કલ્પના પણ ના થઈ શકે.

  • trupti says:

   Jaybhai,
   I respect Bapu, and have even passed the examination ‘ Gandhi vivhar’ when I was in school, I think when I was in 7th Std. (I passed SSC in 1981). We as an Indian always have seen the brighter side of Bapu and always admired him. I still admire Bapu and strongly believe that without Bapu, the independence was not possible. But at present, I am reading one book named ‘ Mahatma v/s Gandhi’ written by Shri Dinker Joshi. It is originally written in Gujarati named ‘ Prakash No Padchayo’ .The same is published in serial form in three Gujarati dailies:
   1- Samkaleen- Mumbai
   2- Jansatta-Ahmedabad
   3- Loksatta- Baroda.

   We have often misunderstood the eldest son of Bapu named Harilal.

   This book higlights the life of Harilal in the shadow of Bapu and tussle between the father and the son. Harilal drawn himself towards the darkness in life due to dominance of Bapu. How he along with his other three siblings were deprived of the basic education and how Bapu humiliated Baa in front of all the ‘ashramvasi’ in Africa for a spoon of sugar she used for her youngest son Devdas on complain of one of the ‘ashramvasi’ and this humiliation carried by Harilal throughout his life. He was derived of many basic things in life and instead of he being fortunate to be a son of Bapu, how he was deprived of many things in life. As Bapu was busy attending meetings and conferences where the fate of forty cores Indians was to be decided.
   The book highlights the tragedy of human life, the enigmatic struggle; the pain the agony of the tale that remained buried deep in heart despite being on the top position in the contemporary history; the whole hearted attempt of man to attain success in life and yet both success and life remaining elusive as ever. Harlal was the most painful chapter of Bapu’s life. In his lifetime Bapu failed to convince two persons-one was Mohammed Ali Jinnah, due to that Hindustan was divided in two major parts- India and Pakistan and the other one is Harilal.

   Was Bapu responsible in any way in turning the life of Harilal in rebel? One can not give the judgment on this issue, as until now no body is able to assess Gandhi. Hence, who talk about reassessing Gandhi are merely pulling wool over their own eyes.

   Mrugeshbhai,

   I have taken some of the sentences form the book. But have no intension of breaching the Publicity or Royalty rights.

   This book is worth reading.

   • જય પટેલ says:

    તૃપ્તીબેન

    I must admire your Gandhi Love and the way you put the book in the right perspective.

    ગાંધી પ્રત્યેનો મારો પ્રેમ તમારાથી જરાય ઉતરતો નથી.
    આપણે ભારતીયો એક રોગથી પિડાઈ રહ્યા છીએ તે છે આંધળી ભક્તિ.
    આ આંધળી ભક્તિ નેતાને તેના સાચા મુલ્યાંકનથી વંચિત રાખે છે. વિદેશમાં કોઈ નેતાએ ગમે તેટલી સિધ્ધિ હાંસલ કરી હોય પણ તેના નિર્ણયોનું પૃથ્કરણ થતું રહે છે. આ સંદર્ભમાં એક પુસ્તક વાંચવા આપને સખ્ત ભલામણ કરૂ છું. આપ પુસ્તક પ્રેમી છો તેવો મારો અંદેશો છે.

    બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ દૂનિયા આખીમાં જાણીતા છે તેમણે બ્રિટીશ સામ્રાજ્ય વિખેરવામાં શું ભુમિકા ભજવી ( આશ્ચર્ય થયું ને..!! ) તેનું આ પુસ્તકમાં તાદ્શ નિરૂપણ છે. મારો વિશ્વાસ છે કે તમારે નિરાશ નહિ થવું પડે.

    આપણે ભારતીયો અને વિદેશીઓ નેતાનું મુલ્યાંકન કેવી રીતે કરીએ છીએ તેનો તેમાં ઉત્તર મળી જશે.

    પુસ્તકની વિગત.

    THE LAST THOUSAND DAYS OF THE BRITISH EMPIRE.

    CHUCHILL…ROOSEVELT AND THE BIRTH OF THE PAX AMERICANA BY PETER CLARKE.

    • trupti says:

     Thank you Jaybhai.

     I will definitely would like to read the book you have suggested. Yes, you have rightly guessed, my 12 years daughter and I are bookworms!!!!!!!. You will be surprised to know that my daughter also loved the book- Mahatma V/s Gandhi.

     • Ravi Patel says:

      Aapde bahdha Gita ma Krishna a kaheli vaat yaad hase ke ” Jyare Jyare dharm ni hani thase tyare hu pruthvi par janm laish lok kalyan mate……………………….

      According to me GANDHI was an incarnation of Lord Krishna……………..I see Gandhi as a modern god who came to earth to show new way of TRUTH and NON-Violence.

 2. Chintan says:

  Excellent article..personally i like it very much.

  Thanks a lot Mrugeshbhai.

 3. Jagat Dave says:

  ગાંધીજીનું ચિંતન એ વહેતું ચિંતન હતું…….તેમણે તેમના ઘણાં વિચારોમાં પાછળથી બાંધ છોડ પણ કરેલી અને કહેલું પણ ખરુ કે બની શકે કે હું મારા આજના વિચારો કાલે બદલાય પણ ખરા…….પણ…..તેના અનુયાયીઓ એ તેને જડ બનાવી દીધું……..ચિંતન નો પ્રવાહ બંધ અને મૂઢતા નો કોહવાટ શરુ.

  વિશ્વમાં આવું જ ચાલતું આવ્યું છે……બધાં ધર્મનાં મુળ માં એક સારા માનવ સમાજનુ સર્જન કરવાની ભાવના છે……તેના રચનાકારો એ જે તે સમયને અનુરૂપ સિધ્ધાંતો રચ્યા અને તેને મૂઢ્-મતિ લોકો એ અંતિમ માની લિધા અને તે હવે ચિંતન ન રહેતાં કૂવાનું પાણી થઈ ગયું. અને તેને અનુસરનારા કૂવામાં રહેલાં દેડકા જેવા થઈ ગયા.

 4. Chintan says:

  I am agree with Jagatbhai’s comment. Whatever bapu said and did is purely relate with time and situation of our country. It will far better if todays young generation understand that fact and think on it for india’s development.

  Regards,
  Chintan Oza

 5. nim says:

  ગાંધીજી ના સત્ય ના પ્રયોગ પર પ્રતિભાવ આપવો એટ્લે કે સુર્ય ની ઉચાઈ માપવી અને સાગર ની ઉંડાઈ માપવી.
  મારી એટ્લી લાયકાત નથી કે હુ ગાંધીજી અને એમના સત્ય ના પ્રયોગ પર કોમેન્ટ્સ કરી શકુ.
  એના સારુ મારે ગાંધીજી ના વિચાર , પ્રયોગો નો અભ્યાસ કરી આચરણ મા મુકી એમની લેવલ સુધી પહોચવા પડે.

  બાકી લેખ સુંદર હતો
  મ્રુગેશ ભાઈ નો આભાર અને
  પુ. લ. દેશપાંડે ને પ્રણામ

  ધન્યવાદ

  નિમ

 6. Vallabh says:

  While we are on the subject of Harilal – I think unless we know the full details of what exactly transpired, it is hard to evaluate Gandhiji as father.

  On other hand, why in the first place, we are expecting that Gandhi as father was as good as national leader?

  Gandhiji has been quoted as saying – “I was a slave of my passions when Harilal was conceived”. If this is indeed true then – it is really sad.

  • trupti says:

   Gandhiji has been quoted as saying – “I was a slave of my passions when Harilal was conceived”. If this is indeed true then – it is really sad.

   There is a mention of the same in the book, Mahatma v/s Gandhi. You rightly said, it is very difficult to expect that he should be a good father where the fate of 40 cores of Indian was on his shoulder. But he himself was a Barrister but did not allow any of his children to take even school level of education.

   Baa pleaded him that, what is the future of her children in this darkness, what will happen to them in absence of the education.

   Harilal strongly wanted to become a Barrister but Bapu did not allow him to do so as he could not afford to do it. When Pranjieeven Mehta who was staying in London who offered to sponsor the education of one person of the Ashram in Africa, instead of nominating Harilal Bapu nominated another Ashramwasi named Chaganlal. Chaganlal could not cope up with the studies, left the same half way, and went back to India. The same offer was still pending as Chaganlal created the vacuum; Harilal again had some hope to pursue the course sponsored by Pranjeevan bhai. However, once again, Bapu nominated one Parsee gentleman Sorabji. All this aggravated the anger of Harilal, as he was a very wick man and could not bare it any more. All this frustrations lead Harilal to become a rebellion.

   • Vallabh says:

    Thanks for sharing this. If what you mention re: Gandhiji is indeed true – it is clear that Gandhiji though great as a national leader was not a great father. I am shocked to hear that Gandhiji created obstacles for his children’s growth just for some idealistic reasons. It is not difficult to imagine how hopeless Harilal must have felt. Anyway – all this is is more than half century ago – so better to learn from it and move on. We all must respect Gandhiji’s contribution for national freedom but we also must remember that quite a few of his ideas (e.g. Brahamcharya etc.) were completely out of date and in fact completely contrary to principles of Bhagvad Gita. Bhagvad Gita teaches us to keep balance between “Pravrutti” and “Nivrutti” whereas in certain aspects I suspect Gandhiji misunderstood Bhagvad Gita completely.

 7. Vallabh says:

  Check this from 1998 article by Pritish Nandy – Harilal is a heart wrenching story:

  http://www.rediff.com/news/1998/feb/23nandy.htm

 8. સત્યના પ્રયોગો આચરણમાં મુકાયેલ પ્રયોગો છે અને પરીણામ આપણી સમક્ષ છે. જ્યારે આખુ ભારત ગુલામી અને ભુખમરાથી સબડતું હોય ત્યાંરે મારો પુત્ર , મારો પુત્ર એ તો કોઈ સ્વાર્થી માણસ જ કરી શકે નહીં કે એક સાચો નેતા. આવા તો ઘણા એ અત્યાચાર ગાંધીજીએ પોતાના કુટુંબના સભ્યો ઉપર કર્યા છે તેમ લાગે પણ તેની પાછળની વિચારસરણી સમજ્યાં વગર કલમ ઘસડે જવામાં છીછરાપણું દેખાય છે. આપણાં પોતાના જીવનમાં જ એકાદ નિર્ણય કરીને વળગી રહેવાનો પ્રયત્ન કરી જુઓ. અને જો એક મહિનો સતત આ કરી શકાય તો જ બાપુ વીશે કાઈક લખવાની આપણામાં યોગ્યતા આવી ગણાય.

  • જય પટેલ says:

   જાનીજી

   જ્યારે આખુ ભારત……….ત્યારે મારો પુત્ર..મારો પુત્ર

   આપના મત સાથે સંમત થવું થોડું અઘરૂ પડશે.
   ગાંધીજીને દેશદાઝ હોય તો તે તેમનો પ્રશ્વ છે પરંતુ તેમણે પરિવાર શરૂ કરતાં પહેલાં આ બાબતે વિચાર કરી લેવો જોઈતો હતો.
   દેશમાં દેશદાઝથી પિડાતા ભેખધારીઓની કોઈ કમી નથી અને તેમણે જીવન આખુ તેમાં જ ખપાવી દીધું છે…પરિવારનો ત્યાગ કરીને…સંતાનો ના પેદા કરીને. જેથી તેમને અંન્યાય પણ ના થાય. આવા ભેખધારીઓનું બલિદાન ગાંધીજીથી ઓછું આંકવાની મહાભુલ આપણે ના કરીએ.

   આંખો ખોલો અને જુઓ

   હાલના ભેખધારી ગુજરાતના નાથ
   નરેન્દ્ર મોદીને…!!!

   • Vallabh says:

    Agree. Gandhiji is well entitled to believe in his principles but to deny basic education so that children can live comfortably and to insist that his children must follow his ideals shows that while he was great as national leader, as a family man – he had his shortcomings. The fact that he was rigid is also revealed from the fact that when he did Gujarati Jodnikosh – he ended with pronouncement that no one in future has any right to amend the Gujarati jodni! I mean – didn’t he realize that language also need to move with time and it is possible that some jodni may need to be modified? Gandhiji was a good national leader but he was a failed family man. His thoughts regarding “Brahmacharya” etc. is bogus / non-sense. Sexuality is normal and we all should enjoy sex within limits. There is nothing wrong in enjoying sex (within boundary as established in our Gruhasthashram) and there is nothing wrong in earning money. Gandhi’s many thoughts were completely idiotic notwithstanding his great contribution in galvanizing people towards a common cause at that time i.e. freedom.

   • જેણે કામ કરવુ હોય તેણે દ્રઢ થવું પડે – નરેન્દ્ર મોદીની દ્રઢતાથી સહુ કોઈ વાકેફ જ હશે.

    વળી ગાંધીજીને પોતાના પરિવારનું કેવી રીતે પાલન કરવું તે તેમનો પ્રશ્ન છે. પણ જાહેર જીવનમા ખરા હ્રદયથી સમાજનું હિત ચિંતવવુ એ જ અગત્યનુ છે – જે ગાંધીજીએ સારી રીતે કરી બતાવ્યું છે. આપણે આપણી બાજુમાં રહેતા પાડોશીએ કેમ જીવવુ કે તેના પરિવાર સાથે કેમ વર્તવું તે નક્કી કરવાનો અધિકાર નથી ધરાવતા તેવે વખતે ગાંધીજીએ તેમના પરિવાર સાથે કેમ વર્તવું જોઈતુ હતુ તે નક્કી કરવા વાળા આપણે કોણ? બલીદાન કોઈનું ઓછું આંકવાનો સવાલ જ નથી. અહીં વાત છે સંકુચિત સ્વાર્થ સામે વિશાળ જનહિત.

   • trupti says:

    If you really want to read more about Narendra Modi, Pl. read the book written by M.V.Kamth, the name of the book is ‘ The Architect of a Modern State.’ I have not finished reading the book, but it is about, how he was misinterpreted at the time of ‘Godhrakand’ and his struggle and work done by him to bring the state of Gujarat in the world map with pride and developing and making the Gujarat, the ‘Vibrant Gujarat’

   • nim says:

    જય ભાઈ તમારી કોમેન્ટ્સ વાચી ને મારુ બીપી હાઈ થઈ ગયુ
    જ્યારે દુનિયા એ ગાંધીજી ને આદર્શ માન્યા છે ત્યા આપણા જ ભારતીય ના વિચાર જાણી દુખ થયુ

    નિમ

    • trupti says:

     Sorry to intervene.

     Bapu’s ‘adarsh’ is very good and even if 1 % of the same we follow, our life will be ‘dhanya’. I think you have misunderstood the message. No body is trying to say that Bapu was wrong. He was right is his own way. However, to help the nation and society he neglected his own family. Harilal was very weak mentally, hence could not understand Bapu and his ideas, as to understand him one has to have the caliber of high standard that was missing in his eldest son. Where as all other three sons were also deprived of the necessity of life, but since they were strong, they could take things in a right spirit.

     When during their stay in Africa, Manilal was infatuated one of the Ashramwasi girl and in the spur of the moment, he lured. On coming to know about this, Bapu punished himself by fasting, as he believed that he failed in his duty to raise his child as a father and Manilal was sent back form Tolstoy farm.

     After Bapu came back form Africa, his other three sons continued staying with him in the Ashram. Later on Manilal settled in Africa for good, Devdas in Delhi and Ramdas in Nagpur.

     • Vallabh says:

      Even when Kasturba was dying in 1944, Gandhiji created ruckus by refusing to give injection to save her life and had fight with his son (Devdas, I think) over that matter. Just put yourself in shoes of Harilal – how would a son feel if his father says that his son turned out to be bad because of his lust… What problem on the earth Gandhi had accepting that just like hunger, thirst etc. – Sex is a basic need of human beings. Our Shastras established and accepted Gruhasthashram because our Rishis knew this. Once again – I do not want to undermine Gandhi’s contribution for freedom struggle and one must salute him and scores of other freedom fighters for their sacrifices so that India could be liberated but Gandhi misinterpreted Gita completely. For e.g. Gandhi despised wealth whereas in our Shastras / Vedas – our Rishis sang “Shri Suktam” where all sorts of “Vaibhav” (not just money) is desired and there is nothing wrong with it. Gandhi made generation of Indians weak in their thinking and self-belief. “Ahimsa” was another non-sense stretched beyond limit by Gandhi.

    • જય પટેલ says:

     નિમ

     મારા એક વકતવ્યથી આપનું બીપી હાઈ થઈ ગયું તે જાણીને હું તો દુઃખી દુઃખી થઈ ગયો..!!!
     સત્વરે આપ ચિકીત્સકને મળી યોગ્ય સારવાર કરાવશો.

     મારી એક કૉમેંટથી જો આપનું બીપી ઉચું થઈ જતું હોય તો જ્યારે ગાંધીએ આ દેશની ધુરા પં. નહેરૂને સોંપવાનો
     સરમુખ્ત્યારી નિર્ણય કયોં ત્યારે ૪૦ કરોડ ભારતીયોનું બીપી ઉચું ગયું હશે ને ?
     ગાંધીના ઈલ-વિઝીન…એક ગલત નિર્ણયનો ભોગ આજની પેઢી પણ ભોગવી રહી છે….!!!

     આપણા દેશમાં આંધળી ભક્તિ રાજ કરે છે. આ દેશમાં ફિલ્મી નાચગાન કરી પેટીયું રળનાર ફિલ્મી નટને પણ
     ભારત રત્ન જેવા એવૉર્ડથી નવાજવામાં આવે છે.

     આજે અમેરિકામાં લોકો રૉનાલ્ડ રેગનને ગાળો ભાંડે છે જે એક જમાનામાં લોકોની આંખોનો સિતારો હતો.
     આજના અમેરિકામાં બેંકો તૂટી અને ક્રેડિટ ક્રાઈસીસ ઉભી થઈ તેનાં બીજ રેગને વાવ્યાં હતાં. રૉનાલ્ડ રેગનની
     પ્રેસિડેંસીનું પુનઃમૂલ્યાંકન થઈ રહ્યું છે….!!!!

     ઉપર જ મેં જણાવ્યું છે કે ગાંધી પ્રત્યેનો મારો પ્રેમ કોઈનાથી ઉતરતો નથી.
     પણ તેમના ઐતિહાસિક નિર્ણયોનું મૂલ્યાંકન પણ તેટલું જ જરૂરી છે તો જ એક નેતાને તેનો સાચો હક
     આપણે આપી શકીશું.

     • trupti says:

      Vallabhbhai,

      I would like to correct you in one respect:

      You have mentioned that, ‘Even when Kasturba was dying in 1944, Gandhiji created ruckus by refusing to give injection to save her life and had fight with his son (Devdas, I think) over that matter.’

      If you refer to the book, it is mentioned in the book that, the penicillin injection was not in stock with the doctor’s team who was attending to her sickness in Agakhan Palace in Pune. Since the said injection was manufactured in the USA and was used only for the defense officials. Ramdas informed the British official of India to procure for the same and in turn, he immediately sent a high official of the British Army to get it. Baa’s condition was declining day by day as she had stopped responding to the medicines and even stopped taking the medicines. When one of the evenings she was unconscious, the new of the arrival of the penicillin came. After that, the doctors examined the pulse and heartbeat; they were of the opinion that the penicillin may not help her, other than giving her a few more breaths to live. Even though the injections of penicillin were going to be too heavy on Baa’s feeble body, Devdas requested the doctors to make one last attempt to save her. When Bapu came to know about this, he said:

      “Devdas, you won’t be able to help your mother, in spite of the wonder drug. If you all insist, I will give in, but I feel that your hopes are baseless. For the past two days, Baa has stopped taking all her medicines. She has even stopped drinking water. Her life is in the hands of God. If you wish, you could interfere in his will, but I would advice you against it. Think-by injecting her, do you wish to prolong your mother’s suffering on her last hours?”

      To this Devdas had no answer and the issue of penicillin stopped.

      I think this kind of decision we as a laymen also take. Moreover, in my view it is not right on our part to blame Bapu on this issue. As the way we cannot see the suffering of our own near and dear ones, he was also a family men with heart and soul hence could not see the suffering of Baa. What decision he took at that time was proper.

   • Jagat Dave says:

    જયભાઈ,

    દેશની સેવા કરવા સંસારનો ત્યાગ કરવો જરુરી છે? જે સંસારીઓ ને દેશની સેવા કરીએ ‘ભેખધારી’ નહોતા? શું તે બધાં જ લોકોનાં સંતાનો ‘હરિલાલ’ થઈ ગયા? શું તે બધાનો સંસાર અસફળ હતો?

    આવું વિચારીને જ આપણે બાવાઓની જમાત ઊભી કરી છે. પેન્ટ-શર્ટ કે સુટ-ટાઈ પહેરેલો સંસારી માણસ પણ રુષિ કે સંત હોય શકે તેવું આપણું મન માની જ નથી શકતું અને તેટલે જ ઘણાં નકલી ‘ભેખધારીઓ’ પ્રજાને ભેખડે ભરાવી ને ભરમાવે છે અને લોકો હોંશે હોંશે ભરમાય પણ છે. મૂળ વાત પર આવીએ………..

    શું બધો જ વાંક ગાંધીજીનો જ હતો? જો હા….તો તેમના અન્ય સંતાનો પણ હતાં તે પણ ‘ભટકી’ જવા જોઈતા હતાં.

    મારા પિતાશ્રી શિક્ષણનાં વ્યવસાય જોડે સંકળાયેલા હતાં તેમણે ક્યારેય ‘Private Tutions’ ન્હોતા કર્યા તેનાં કારણે અમારી માસિક આવક તેમ્ના અન્ય સહ-કર્મીઓ કરતાં ઓછી હતી તો અમે પરિવારનાં કોઈએ પણ તેમની તેમના આ સિધ્ધાંત માટે નિંદા કરી નથી…..ઊલટો સાથ આપ્યો અને ક્યારેય અસંતોષ વ્યક્ત નથી કર્યો.

    જો હું આજે એમ કહું કે મારા પિતાજી એ ‘Private Tutions’ કર્યા હોતતો હું દેશની ઉતમ બિઝનેસ સ્કુલમાં ભણી શક્યો હોત અથવા વિદેશમાં ભણ્યો હોત તો તે કેટલું વ્યાજબી ગણાય? મારા માતુશ્રી જો એમ કહે કે ‘Private Tutions’ ની આવક હોત તો ઘરઘંટી કે બીજા સાધનો થી મને કેટલો આરામ હોત. તો તે કેટલું વ્યાજબી ગણાય?

    જો હરીલાલનાં પિતાશ્રી દેશનાં કલ્યાણનાં કાર્ય માં જોડાયેલા હોય તો હરિલાલનું પણ કર્તવ્ય બને છે કે તેમનો સાથ આપે.
    હરિલાલની અંગત દુર્બળતાઓ નો બધોજ આરોપ ગાંધીજી પર લગાવી શકાય નહી.

    • જય પટેલ says:

     જગતભાઈ

     મને જાણીને અત્યંત આનંદ થયો કે આપના પિતાશ્રી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.
     મારા વંદન તેમને કહેશો.
     હું પણ એક શિક્ષકનો દિકરો છું અને ગર્વ સાથે કહું છું કે મારા માતૃશ્રીએ કદી પ્રાઈવેટ ટ્યુશન કર્યા નથી.

     તમારા ભેખધારીના સંદર્ભમાં કહું તો આપની સાથે હું સંપૂર્ણ સંમત છું. પણ તમારી થોડી અહીં ગેરસમજ
     થાય છે તે દૂર કરવી ઈચ્છનીય છે. મેં જે ભેખધારીની વાત કરી છે તે શ્રી અતુલભાઈની કૉમેંટના સંદર્ભમાં છે.
     ફરીથી તે બંનેને સાથે વાંચી જશો.

     ગાંધીજીને જો રાષ્ટ્રની સેવા કરવાની ભાવના હોય તો તેમણે પરિવાર શરૂ કરતાં પહેલાં આ વિષે ગહેરાઈથી
     વિચાર કરવો જોઈતો હતો કે હું મારા પરિવારને પૂરતો ન્યાય આપી શકીશ. પોતાનાં બાળકોને શિક્ષણથી વંચિત
     રાખવાં કેટલે અંશે યોગ્ય કહેવાય.

     જે વ્યક્તિ પબ્લીક ડૉમેનમાં હોય તેના પરિવારની બાબત પણ અંગત રહેતી નથી.
     એક નેતાની લંગોટી જો ઢીલી હોય તો દેશ કેવા પરિણામ ભોગવે તે આપણે જોયું છે.

   • Prutha says:

    i really cannt undrstnd y u all people scraching jst one thing abt Gandhiji-a person who is nt here in this world to see or listen all these…n it was his personal life n his personal desicisions abt their family’s life.n i think in india still parents has rights to take desicision for their childern’s life if its wrong or right.And in this “WHOLE WORLD” no one is completely right …if we are thn we will nt jst humans we would be somethingelse….

 9. Vallabh says:

  Have a look at this: http://www.exoticindiaart.com/book/details/IDJ821/

  From this book preface, Gandhiji has been quoted as:


  What I expect from the Gandhi family is that all members should devote themselves exclusively to service work, observe the utmost self-control and have no desire for wealth. They should not marry and those who are married should observe brahmacharya. They should live on whatever they get from service work.

  It is clear that Gandhiji not only had strong conviction about what he believed in (which is good) but he imposed his thoughts and his way of thinking on all his family members. Which father in his right mind would tell that one of my son has turned out to be bad because at the time he was born, I was lusty?

  I have seen number of people in my life who have devoted their life to the cause they believed in without imposing their thoughts on their family members.

  No doubt Gandhiji was a great national leader but he was an utter failure as a father.

 10. બાપુ સાથે અત્યારના નેતાઓ સરખાવી જુઓ – કે જેઓ પોતાના કુટુંબનુ અને પુત્રોનું ભલી ભાંતિ ધ્યાન રાખે છે, અને તેના કલ્યાણમાં રત છે. અને દેશનું જે થવું હોય તે થાય (લુંટાય એટલો લુંટો, ભાઈ કોના બાપની દિવાળી).

 11. Veena Dave, USA says:

  સરસ લેખ.

 12. કલ્પેશ says:

  આ બધી કોમેન્ટ વાંચ્યા પછી

  ૧) ગાંધીજીએ એક આદર્શ પ્રમાણે જીવન જીવ્યુ અને એમ આશા રાખી કે એમનો પરિવાર પણ એમ કરે. જે કદાચ અશક્ય છે.
  આપણા પોતાના ઘરમા નાની વાતમા પણ આપણા લોકો અસહમત હોય છે. તો ગાંધીજીએ તો બહુ મોટા નિયમો પાળવાની આશા ઘરના લોકો પાસે રાખી.

  ૨) ગાંધીજીનુ સ્થાન એવી જ્ગ્યાએ છે જ્યા એમને મંદિરમા બેસાડી શકાય. પણ પછી એમની હાલત એવી કે લોકો પૂજા કરશે, હાર-તોરા પહેરાવશે પણ કોઇ આચરણમા નહી મૂકી શકે (જેવી હાલત બધા સંપ્રદાયોની છે).

  ૩) આપણે ગાંધીજીને કારણે આઝાદ થયા એ માનવુ ખોટુ છે. ગાંધીજીએ જે કર્યુ એ કોઇ ન કરી શકે.
  તે છતા બ્રિટીશ લોકો પોતાની તે સમયની નાણાકીય હાલતને કારણે ભારત અને પેલેસ્ટાઇન છોડી ગયા. અને જો વિશ્વયુદ્ધ ૨ મા બ્રિટન ની હાલત ખરાબ ન હોત તો શુ એ લોકો ભારત છોડી ને જાય?

  ૪) ગાંધીજીના હાલત શોભાના પૂતળા જેવી થઇ ગઇ, કોંગ્રેસને કારણે.
  બધે ગાંધી જોવા મળે છે (કૉર્ટમા, પૉલિસ સ્ટેશન, ચલણી નોટ) પણ એનુ કહેલુ/કરેલાનો એક ટકો આપણે કરી શકીએ?

  પ) બીજા બધા નેતા જેમા આગેવાન સ્ત્રીઓનો પણ ફાળો છે. એ બધા હાંસિયામા ધકેલી દેવામા આવ્યા.
  પટેલ, ટીળક, સરોજિની દેવી નાયડુ, ભગતસિંહ, બોઝ, ગોખલે અને એવા લોકો જેના નામ આપણને ખબર પણ નહી હોય

  બાબુ ગેનુ – એક મજુર જેણે કાલ્બાદેવીમા એક કાપડના ગોડાઉનમાથી કપડા લઇ જતી બ્રિટીશ ટ્રકને રોકવા સામે ઊભો રહી ગયો હતો અને ટ્રક એના ઊપરથી ચઢાવીને લઇ જવામા આવી હતી.

  થોડા દિવસો પહેલા એક સ્ટોરમા “મહાત્મા” બાસમતી ચોખા જોયા ત્યારે લાગ્યુ કે રવિંદ્રનાથ ટાગોરે એમ નહી વિચાર્યુ હોય કે આ પણ એક બ્રાંડ થઇ જશે.

  • Ravi Patel says:

   Tame je loko ne hasiya ma dhakeli devani vaat karo cho a badha ek ane biji rite Gandhi vicharo thi attract thaya ta including Sardar Patel

   Aapde bahdha Gita ma Krishna a kaheli vaat yaad hase ke ” Jyare Jyare dharm ni hani thase tyare hu pruthvi par janm laish lok kalyan mate……………………….

   According to me GANDHI was an incarnation of Lord Krishna……………..I see Gandhi as a modern god who came to earth to show new way of TRUTH and NON-Violence.

 13. કલ્પેશ says:

  Disclaimer: મારી કૉમેન્ટ પર રિપ્લાય ન કરવા વિનંતી. હુ અહી કોઇ ચર્ચાની આશા રાખતો નથી

 14. Chirag Patel says:

  Ghandi Bapu was a great soul and an amazing personlaity. He sure was one of the key factor for India’s independence from British but he is NOT THE ONLY factor. We surely can not forget hundreds and thousands of Men and Women who fought till the last breath of their life for India – I am pretty sure they are so many unheard off or unnamed stories about this – Sardar Patel, Subhash Chandra Bose, Maha Rani Laxmi Bai, Tatiaya Tope, Bhagat Singh, Raj Gujru, Sukhdev, Mangal Pnade and many many more…

 15. hiral says:

  article was gr8 and many comments I saw here.
  I appreciate comments by Jagat Dave, Atul bhai.
  weak mind people only saw sympathy towards Harilal….

  • hiral says:

   I mean we should see good and right thing of Mahatma Gandhiji…we no need to look or we are no where to Judge Gandhiji’s personal life..and what Jagatbhai said..that is also right. Harilal should not blame his father too much.

 16. rahul says:

  લેખ કરતા ચર્ચાઓ વાચવામા બહુ મજા આવિ. ……….આવિ સુદર ચર્ચાઓ વાચિને આનદ થયો કે આજે પણ તન્દુરસ્ત ચર્ચા કરવા વાલિ જન્તા ચે.

 17. Ravi Patel says:

  Aapde bahdha Gita ma Krishna a kaheli vaat yaad hase ke ” Jyare Jyare dharm ni hani thase tyare hu pruthvi par janm laish lok kalyan mate……………………….

  According to me GANDHI was an incarnation of Lord Krishna……………..I see Gandhi as a modern god who came to earth to show new way of TRUTH and NON-Violence.

  Great column……………………I was crying while reading it because I have always wanted to see this great personality…………….If god give me one with I would just ask for meeting MK GANDHI………..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.