અમૃતનો ઓડકાર – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ ડૉ. આઈ. કે. વીજળીવાળાના ઉત્તમ પુસ્તકોની શ્રેણીમાં થોડા સમય અગાઉ પ્રકાશિત થયું છે ‘મોતીચારો ભાગ-4’ એટલે કે ‘અમૃતનો ઓડકાર.’ ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત થયેલી સુંદર જીવનપ્રેરક કથાઓના અનુવાદ કરીને તેમણે આપણને અને ગુજરાતી સાહિત્યને અમૂલ્ય સાહિત્યની ભેટ ધરી છે. તેમાંના કેટલાક લેખ આપણે થોડા મહિનાઓ અગાઉ માણ્યા હતા. આજે માણીએ બે વધુ લેખ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : drikv@yahoo.com ]

[અ] બાળકોના મતે ‘પ્રેમ’ શબ્દનો અર્થ

એક સર્વે દરમિયાન પરદેશની એક પ્રાથમિક શાળામાં 4 થી 8 વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’ એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા. એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :

[1] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે. એને પ્રેમ કહેવાય ! – (રિબેકા, 8 વર્ષ)

[2] ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ !’ – (બિલિ, 4 વર્ષ)

[3] ‘પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના…એ !’ – (ક્રિસ્ટી, 6 વર્ષ)

[4] ‘તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !’ – (ટેરી, 4 વર્ષ)

[5] ‘મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !’ બસ, એને જ પ્રેમ કહેવાય ! – (ડેની, 7 વર્ષ.)

[6] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !’ – (બૉબી, 7 વર્ષ.)

[7] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ !’ – (નોએલ, 7 વર્ષ.)

[8] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય !’ – (ટોમી, 6 વર્ષ.)

[9] ‘મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ !’ – (કલેર, 6 વર્ષ.)

[10] ‘પ્રેમ એટલે – મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળ ધૂળ હોય અને પરસેવાથી ગંધાતા હોય છતાં મારી મમ્મી એની સામે હસે અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે – એ જ તો વળી !’ – (ક્રિસ, 7 વર્ષ.)

[11] ‘સવારમાં તમે હોમવર્ક કરતા હો એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય અને પછી આખો દિવસ ઘરમાં એકલું છોડી દીધું હોય એ ગલૂડિયું સાંજે તમે નિશાળે પાછા આવો ત્યારે તમારો ગાલ ચાટે એને પ્રેમ કહેવાય !’ – (મૅરી એન, 4 વર્ષ.)

[12] ‘કોઈ તમને આઈ લવ યુ કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લાગવા માંડે એ જ પ્રેમ !’ – (કરેન, 7 વર્ષ.)

નથી લાગતું કે આ ટબૂડિયાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ? હવે એક નાનકડી વાત. પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વરસનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે, ‘બેટા ! તેં વળી દાદાને શું કહ્યું ?’
‘કંઈ નહીં મમ્મી !’ બાળકે જવાબ આપ્યો, ‘એમના ખોળામાં બેસી મેં એમને રડવામાં મદદ કરી !’
…..બસ, આ જ પ્રેમ !!

[બ] ભગવાન શું નહીં પૂછે – શું પૂછશે ?

[1] ભગવાન એ નહીં પૂછે કે આપણે કઈ બ્રાન્ડની કાર વાપરતા હતા, પરંતુ એ જરૂર પૂછશે કે કેટલા જરૂરિયાતવાળા અને અશક્ત લોકોને એમના ઘર સુધી પહોંચવામાં આપણે મદદ કરી હતી !

[2] ભગવાન એ નહીં પૂછે કે આપણું ઘર કેટલા સ્ક્વેરફૂટનું ક્ષેત્રફળ ધરાવે છે, પરંતુ એ જરૂર પૂછશે કે સાચા દિલથી એ ઘરમાં આપણે કેટલા લોકોને આવકાર્યા હતા.

[3] ભગવાન એ નહીં પૂછે કે આપણી પાસે કેટલા અને કેવાં કપડાં છે, પણ એ જરૂર પૂછશે કે કેટલા લોકોના ઉઘાડા શરીર આપણે ઢાંકી શક્યા.

[4] આપણા સામાજિક દરજ્જા અંગે પૂછપરછ કરવાની એ જરાપણ દરકાર નહીં કરે, હા ! આપણા નૈતિક દરજ્જા અંગે એ બરાબર પૂછશે !

[5] આપણી પાસે કેટલી સંપત્તિ હતી એ અંગે જાણવામાં એને રસ નહીં હોય, પરંતુ આપણે સંપત્તિના કે સંપત્તિ આપણી ગુલામ હતી એ અંગે એ જરૂર પૂછશે.

[6] આપણો પગારનો ગ્રેડ કેટલો ઊંચો હતો એ અંગે ભગવાન કશું જ નહીં પૂછે, પણ એને માટે અને એટલો ગ્રેડ હોવા છતાં આપણે કેટલું નીચે ઊતરવું પડ્યું હતું એ તો જરૂર પૂછશે.

[7] આપણને નોકરીમાં, સમાજમાં, સત્તામાં કે અન્ય સંગઠનોમાં કેટલી બઢતી મળી એની સાથે એને કંઈ જ લેવાદેવા નથી, પરંતુ બીજા લોકોને આગળ આવવા દેવામાં આપણે કેટલી મદદ કરી કે શું કર્યું એની એ સવિસ્તાર નોંધ માગશે. (જોકે એની પાસે એ નોંધ હશે જ !)

[8] આપણે કલાસ વનના કે કલાસ ફોરના કર્મચારી હતા એ અંગે એ કંઈ જ નહીં પૂછે, પરંતુ આપણને સોંપાયેલ જે કંઈ કામ હોય તે આપણે નિષ્ઠાપૂર્વક કર્યું હતું કે નહીં એની એ પાક્કી પૂછપરછ કરશે.

[9] પોતાની જાતને મદદરૂપ થવા માટે આપણે શું શું કર્યું એમાં એને થોડોક પણ રસ નહીં હોય, પરંતુ બીજાને મદદરૂપ થવા આપણે શું કરી છૂટ્યા એ અંગે એ બધું જ વિગતે પૂછશે.

[10] આપણા કેટલા અને કેવા સરસ મિત્રો હતા એની થોડીક પણ પૂછપરછ એ નહીં કરે, પરંતુ અન્ય લોકો સાથે આપણે કેટલો મિત્રતાપૂર્ણ વ્યવહાર કરતા હતા એ વાત એને મન ખૂબ જ અગત્યની હશે.

[11] આપણા પોતાના હક્કોની જાળવણી માટે આપણે કેવો અને કેટલો સંઘર્ષ કર્યો એના વિશે ભગવાન કંઈ જ નહીં પૂછે, પરંતુ બીજાના અધિકારોની જાળવણી માટે આપણે કેટલું લડ્યા એની રજેરજ માહિતી એ માગશે.

[12] આપણે કેવા ઉચ્ચ પડોશમાં રહેતા હતા એની એને જરાય પડી નહીં હોય, પરંતુ આપણા પડોશીઓ સાથે આપણો વ્યવહાર કેવો હતો એ જાણવામાં એને જરૂર રસ હોવાનો !

[13] આપણી ચામડીના કે ચહેરાના રંગને એ જોવાનો જ નથી, એ તો આપણા ચારિત્ર્યના ચહેરાને જ જોશે અને એ અંગે જ પૂછશે.

[14] આપણે બોલ્યા એ કેટલી વખત આચરણમાં મૂક્યું એ અંગે એ નહીં પૂછે, પરંતુ એવું કેટલી વાર નથી બન્યું એ અંગે જરૂર પૂછાશે.

[15] અને છેલ્લે…. પોતાના હાથ ફેલાવીને સર્વ સુખ અને શાંતિના દરવાજા ખોલીને આપણી રાહ જોઈ રહેલો એ એવું નહીં જ પૂછે કે આટલી બધી વાર શું કામ થઈ, પરંતુ એ એવું જ પૂછશે કે આ બધું તમારા માટે જ છે, પણ આ બધું છોડીને ફાલતુ વસ્તુઓ માટે જતા તો નહીં રહો ને ?!

[કુલ પાન : 87. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : http://gujaratibestseller.com/ અથવા આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફોન : +91 79 25506572.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેરક પ્રસંગો – સંકલિત
જ્યારે બારી ખૂલી જાય છે – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ Next »   

30 પ્રતિભાવો : અમૃતનો ઓડકાર – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. જય પટેલ says:

  મનનીય વિચારોથી ગુંથાયેલી સુંદર પુસ્તિકા.

 2. ખુબ સુંદર.

  પ્રેમની વ્યાખ્યાઓ તો બાળકોની ઉંમરના પ્રમાણમાં અદ્ભુત છે.

 3. Balkrishna Shah,Vile Parle says:

  અ અને બ બેજ પ્રસંગો આટલા રળીયામણા છે તો આખા પુસ્તક્ની તો વાતજ નિરાળી હશે.

 4. Jagat Dave says:

  ‘ભગવાન શું નહીં પૂછે – શું પૂછશે ?’ Excellent one….!!!! ! We all should keep these quotes in our mind…… all the time

  Many of you must have came across to people who always carry thier position/ designation where ever they go and think that all the people should obay/respect them all the time just like what they might be receiving in their office or work place because they are Manager, CEO, CA, Doctor, Govt. Officer etc. OR…..they are earning more money than others.

  They consider their position as licence to behave rudely with every one around them.

 5. kumar says:

  I love all the books of ડૉ. આઈ. કે. વીજળીવાળા’ and I am not doubting ડૉ. આઈ. કે. વીજળીવાળા’s ability to write such things but I had read many of statements from this article long before in a forwarded mail.( may be that mail was copied from this book only)

 6. nim says:

  અદભુત્ સુંદર,
  ડો. આઈ કે વીજડીવાલા નો આભાર

  ધન્યવાદ

  નિમ

 7. Paresh says:

  Dr. Vijalivala is one of m favourite writer.
  May be book is written for those who cannot access internet.

 8. Sarika Patel says:

  excellent..

  Thanks

 9. nayan panchal says:

  પ્રેમની કેટલી સુંદર વ્યાખ્યાઓ. વારંવાર વાંચવા ગમે એવુ પુસ્તક.

  ખૂબ આભાર,
  નયન

  પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના…એ

  [6] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !’ – (બૉબી, 7 વર્ષ.)

  [7] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ !’ – (નોએલ, 7 વર્ષ.)

  [8] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય !’ – (ટોમી, 6 વર્ષ.)

  [9] ‘મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ !’ – (કલેર, 6 વર્ષ.)

 10. Ami Patel says:

  very nice. definitions of love. so innocent !!

 11. PAMAKA says:

  ખુબ સુન્દર !!!

 12. Jinal Patel says:

  પ્રેમ ની આ વ્યાખ્યાઓ dictionaries મા તો ના જ હોય ને!!

 13. ડૉ. વીજળીવાળાનો લેખ વાંચીએ અને હ્રદયમાં હરખના હીલ્લોળા લહેરાય તેનું નામ પ્રેમ.

  આપણે કેવા પ્રતિભાવો આપ્યા અને બીજાને કેટલાં ઉતારી પાડ્યાં તેવું ભગવાન નહીં પુછે, પણ મૃગેશભાઈએ મહેનતથી મુકેલા, જીવન ઘડતરનું ભાથું બાંધી આપનારા લેખોમાંથી કેટલું જીવનમાં ઉતાર્યું તે જરૂર પુછશે. (જો કે તેને તે ખબર જ હશે !)

 14. Veena Dave, USA says:

  સેલ્યુટ, ડૉ. વીજળીવાળા.

  જાનીભાઈ, ખુબ સરસ કોમેન્ટ્….અભિનન્દન એક ભાવનગરી તરફથી…….

  • વીણાબહેન,

   આભાર.

   આપ ભાવનગરી છો તે જાણીને મારા “ભાવ” “નગર” માં એક આનંદની લહેરખી દોડી ગઈ. અને ડો. વીજળીવાળા પણ આપણા “ભાવ” “નગર” ના જ સ્તો વળી.

   • Ashish Dave says:

    I studied in Bhavnagar staying with my Mama Shri Ashwinbhai Bhatt (a professor from Shyamal Das) for two years. That was the best phase of my life. It was back in 1988-90.

    Ashish Dave
    Sunnyvale, California

 15. NITIN TALATI says:

  જે નુ અન્તર પ્રે મથેી તરબોલ હોય તે જ આવુ પિરસિ શકે ઉમદા મા નવેી ને અન્તર ના અભિ નન્દન્

 16. ડો. વીજળીવાળાનો ચમકારો હર હંમેશ આંજી નાંખનાર હોય છે . મનને આંજી નાંખી એવો.
  પ્રેમની અદભુત અને અદ્વિતિય વ્યાખ્યા તો એ જ કે પ્યાર કો પ્યાર હી રહેને દો કોઈ ઓર નામ ન દો..

 17. rekha sndhal says:

  પ્રેમ એટલે શુઁ ? નેી બાળક્નેી સમજ અને ભગવાનના પ્રશ્નો બન્ને લેખ ખુબ અસરકારક !

  આભાર !

 18. Bhavi shah says:

  ખુબ સુન્દર , મ્રુગેશભાઈ, વીજળીવાલા ના લેખો કાયમ અલગ જ હોય છે, અને અતુલભાઈ ની કોમેન્ટ પણ બહુ સરસ છે.

 19. Jagat Dave says:

  બાળક ને પ્રેમની સમજણ આપવાની જ ન હોય….બાળક ને ઈશ્વર એક જ સમજણ આપીને મોકલે છે અને તે છે……. “પ્રેમ”……. બાળક એ જ “પ્રેમ” નું સાક્ષાત અવતરણ છે.

  પછી આપણે બધાં તેની પાછળ પડી જઈએ છીએ……તેને જલ્દી “આપણા જેવું” બનાવી દેવા માટે.

 20. Jay says:

  સરસ . . . મારા માટે તો પ્રેમ એટલે મિત્રતા . . .

 21. minaz says:

  very nice childrens love enemy also but we does not love ours

 22. Pradipsinh zala says:

  Wah…. maja padi. dr. saheb ni darek book mast 6. aavu ne aavu aapta j rejo. . . aa book zadap thi vanchvi j rahi..

 23. gautam says:

  amzing defination of love..only innocent children can give this type defination.

 24. kishor chitroda says:

  સરસ

 25. Kalpesh Sathwara says:

  સૌ જાણ છે કે પ્રેમ ને સમજાવવા માટે વિશ્વ ની કોઇપણ ભાષા નો શબ્દકોષ ઓછો પડશે

  તેમ છતાઁ પ્રેમ ની સમજણ આપવાનો એક ઉમદા પ્રયાસ.

  કાબિલેદાદ !

  પ્રેમ એક અઢિ અક્ષરનો શબ્દ સમજવામાં ઘણી વખત આખી જિન્દગી પસાર થઈ જાય છે.

  સોલી કાપડીયાજી ના ગીત મુજબ કહુ તો સ્વપ્નમાં પળાય એવો કાયદો.

  આભાર.

 26. mukesh says:

  આંસુ એ પ્રેમની શાંત ભાષા છે… આંસુ જ્યારે કારણ સાથે આવે છે ત્યારે તમારે સમસ્યા હોય છે. પણ વગર કારણે જ્યારે આંસુ આવે છે ત્યારે એ પ્રેમ જ હોય છે……………………….

 27. DR.VIJLIVALA DESERVES NOBLE PRIZE FOR LITERATURE. HIS PRESENTATION OF THE MATTER IS VERY APPEALING AND TOUCHES OUR HEARTS STRAIGHT. IF YOU READ ALL HIS BOOKS – YOU CAN RE-READ ALSO-
  BUT YOU HAVE TO DIGEST HIS FEELINGS, WHEN YOU SLEEP OR THINK – JUST SPEND SOME TIME ABOUT HIS
  STORIES – IT IS SUPERB-EXCELLENT – I LOVE TO READ -RE-READ ALSO -MEDITATE ON HIS BOOKS AND WISH I COULD MEET HIM PERSONALLY TO TELL HIM MY JAI JINENDRA- PRANAM . I THINK EVEN IT IS DIFFICULT FOR ME TO EXPRESS SO MANY THINGS. I PRAY GOD -TO GIVE HIM AND ALL HIS FAMILY MEMBERS WHO HAVE BEEN SUPPORTING HIM 100 PERCENT AND THE ATTACHMENT-UNDERSTANDING WITHIN FAMILY -MAKES YOU TO GIVE ALL THE RESPECT OU CAN GIVE TO THEM – IF ALL FAMILIES BECOME LIKE HIS FAMILY -WORLD WILL BE THE MOST BEAUTIFUL PLACE TO LIVE – IT WILL OVERTAKE HEAVEN. HOME IS HEAVEN – PLEASE CONVEY MY CONGRATULATIONS AND RESPECTS TO ALL – I PRAY -GOD BLESS ALL – MRUGESH SHAH & ALL. YOUR EFFORTS ARE EXTRA ORDINARY. IF GOD WISHES I WANT TO MEET YOU ALL SOMEDAY-MAN PROPOSES -GOD DISPOSES. NARENDRA M.SHAH – MOBILE-09341218296-BANGALORE

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.