કોણ પરાયું ? કોણ પોતીકું ? – મીનાક્ષી દેસાઈ
[ સત્ય ઘટના, ‘અખંડ આનંદ’ ફેબ્રુઆરી-2009માંથી સાભાર.]
સાંજના ચારેક વાગ્યા હશે, એ સમયે નિયમિત ઘંટ વગાડતો એક શાકવાળો અમારી શેરીમાં પ્રવેશ કરે. હું શાક લેવા માટે બહાર ગઈ, ત્યાં જ મારાં પાડોશી રમીલાબહેન પણ આવ્યાં હતાં અને મને તરત જ પૂછ્યું, ‘અમીબહેન, તમારા સાસુમા કાંતાબા સુરતથી આવી ગયાં ?’
મેં કહ્યું : ‘હા, ગઈકાલે સાંજે જ અમે એમને લઈ આવ્યાં, આવોને રમીલામાસી ઘરમાં ?’
એ કહે : ‘ના, હજી મારે ચા મૂકવાની છે.’
મેં તરત કહ્યું : ‘અમારી બધાની બા-બાપુજીની સાથે તમારી એક કપ ચા વધુ મૂકીશ, એમાં શું ?’
અને મારી સાથે ઘરમાં પ્રવેશે છે. મારાં સાસુમાને જોઈ આશ્ચર્યસહ પૂછે, ‘અરે, કાંતાબા ! મોટા દીકરા શૌનકને ત્યાં તો ખાસું રહી આવ્યાં ખરું ? પણ આટલાં બધાં સુકાઈ કેમ ગયાં ? કેમ રહી તમારાં મોટાં વહુ-સિદ્ધિવહુની સેવા ?’
કાંતાબા રમીલાબહેનને તરત અટકાવી કહે : ‘ના રે ના, એવું શું વળી ? આ નાના દીકરાનું ઘર, એવું એય મોટા દીકરાનું ઘર જ છે ને ? આ છેલ્લાં અગિયાર વર્ષથી નાના દીકરા રોનક અને મારી અમીવહુ – જોકે અમે તો એને વહુ કદી કહેતાં જ નથી, અમારી વહુબેટી સાથે જ રહીએ છીએ ને ? – અહીં ના અને ત્યાંના હવા-પાણીમાં ફેર….’
એમને વચ્ચે જ અટકાવી રમીલાબહેન કહે, ‘કાંતાબા, તમારી અમીમાં તો સાચે જ નામ પ્રમાણે ગુણ છે, હોં ! એની વાણીમાંયે અમી ઝરે અને વર્તનમાંથી તો નર્યું અમી જ નીતરે, એનાં રખોપાં એવા જ હોય ને ?’ ત્યાં તો હું ચારેક કપ ચા લઈને ડ્રૉઈંગરૂમમાં આવી, મેં કહ્યું :
‘શું રમીલામાસી ? આટલાં બધાં મારાં વખાણ કરશો ને તો હું તો ફૂલીને ફાળકો થઈ જઈશ !’
બા તરત જ બોલી ઊઠ્યાં, ‘જો અમી બેટા, જે સાચું છે તે સહુ જુએ જ છે ને ? ભગવાને મને ભલે દીકરી ના આપી, ભલે તું વહુ ખરી પણ અમારે મન દીકરીથી અધિક છે. સાચી વાત છે ને રમીલાબહેન ?’ બાના આ વાક્યોનો મર્મ મને સમજતાં વાર લાગે ?
આ તો અમીને એની ઑફિસની ત્રણ મહિના માટેની ટ્રેનિંગ માટે દિલ્હી જવાનું થયું. આમ તો અહીં પણ રસોઈ કરનાર બહેન સારાં છે, જૂના વખતનો વિશ્વાસુ નોકર, અને સ્વજનથીયે વિશેષ એવા તમારા જેવા માયાળુ પાડોશી તો છે જ. પણ શૌનક જ્યારે જ્યારે સારા-માઠા પ્રસંગે સુરતથી અહીં વલસાડ આવે ત્યારે આગ્રહ કરે કે, બા-બાપુજી થોડા દિવસ તો અમારે ત્યાં સુરત આવો ? એટલે મારા રોનકને થયું કે, ત્રણ મહિનાની અમીની ટ્રેનિંગ છે તો લાવને, બા, બાપુજીને મોટા ભાઈને ત્યાં સુરત મૂકી આવું ? એટલે પહેલાં ફોન કર્યો અને એમને ત્યાં મૂકી આવ્યો.’
બા વાત કરતાં જ હતાં ત્યાં બારણે કોલબેલ રણક્યો. હું ઉઘાડું છું ત્યાં જ મારી ખાસ ફ્રેન્ડ મમતા આવી.
‘ઓ હો, મમતા ?’
‘હા અમી, મેં કાલે જ ફોન કર્યો હતો, એ જાણવા જ કે તું દિલ્હીથી આવી ગઈ ? તારી રસોઈ કરનાર બહેન કમલાબહેને જ ફોન ઉપાડી મને કહ્યું, ‘અમીબહેન અને રોનકભાઈ બા-બાપુજીને તેડવા સુરત શૌનકભાઈને ત્યાં ગયાં છે, બપોરે જ ગયાં, આપણા વલસાડથી સુરત ક્યાં દૂર છે ? રાત્રે આઠ સુધીમાં તો આવી જવાનાં છે. કારણ કે અમીબહેને બધાયનું જમવાનું અહીં જ બનાવડાવ્યું છે.’
આવતાંની સાથે જ મમતાએ બાને પાયલાગણ તો કર્યા પણ પછી તરત પૂછ્યું : ‘બા, આટલાં બધાં સુકાઈ ગયાં ? કેમ સુરત માફક ન આવ્યું ?’ બાએ ટૂંકમાં જ કહ્યું, ‘જો બેન, બધાંય ગામનાં હવા-પાણી જુદાં જુદાં જ હોય ને ?’ મમતાને ક્યાં ખબર હતી કે આ ‘હવા’ અને ‘પાણી’નો મોટા દીકરાને ઘેર કેવો અનુભવ થયો હતો ? મેં મમતાને ચા-નાસ્તો આપ્યાં, પછી કહ્યું, ‘ચાલને આપણે બહાર ગાર્ડનને હિંચકે બેસીએ ?’ બા સાથે રમીલાબહેનને વાતો કરતાં મૂકી હું અને મમતા બહાર ગયાં.
મમતાએ મારી ટ્રેનિંગ વિષે પહેલાં તો પૂછ્યું. પણ પછી તરત જ કહે, ‘એ અમી, આ બા તો શરીરમાં અડધાં જ થઈ ગયાં જાણે, કેમ એમ ?’ મેં કહ્યું, ‘જો અમી, પોતાના સગા દીકરા-વહુ વિષે મોટે ભાગે તો કોઈ માતા બીજાને મોંએ ઘસાતું તો ના જ બોલેને ? પરંતુ જે સાચો અનુભવ એમના જીવનમાં ત્યાં બન્યો છે એ સાંભળીને તારાં તો રૂંવાડાં જ ખડાં થઈ જશે, તને થશે કે કોઈ પણ દીકરો-વહુ આગ્રહ કરીને મા-બાપને પોતાને ઘેર બોલાવે, પછી આવું પણ કરી શકે ?’
મમતા કહે : ‘અરે, એવું તે શું બન્યું ? મને જલદી કહે.’
એટલે મેં કહ્યું : ‘જો સાંભળ, અમે જે દિવસે એમને ત્યાં મૂકી આવ્યાં અને બીજે જ દિવસે હું તો દિલ્હી ગઈ, પણ રોનક કાયમ આંતરે દિવસે ક્યાં તો સવારે, ક્યાં તો રાત્રે ફોન કરી એમના ખબરઅંતર પૂછે. શૌનકભાઈ કે સિદ્ધિભાભી તરત જ બા જમવા બેઠાં છે. બોલાવું હોં ! અથવા તો શૌનકભાઈ ફોન લે તો તરત જ બાપુજી આ બેઠા વાત કરી લે. પછી બાને ફોન આપું છું હોં ! આમ અચૂક બન્ને સાથે વાત કરાવે, એમનાં ખબરઅંતર પૂછે, એટલે એ લોકોને પણ સંતોષ થાય. પરંતુ દસેક દિવસ બાદ તો જ્યારે રોનકનો ફોન જાય ત્યારે શૌનકભાઈ કે ભાભી કહે, હા, બા હમણાં જ અહીં બેઠાં ટી.વી. જ જોતાં હતાં, હમણાં જ અંદર એમના રૂમમાં સૂવાં ગયાં છે. સવારે કરે ફોન અને ‘બાપુજીને આપ’ એમ કહે તો જવાબ મળે, બાપુજી તો નાહી ધોઈને મને કહે કે હું જરા ચાલવા જાઉં છું, બજારથી કાંઈ લાવવું હોય તો મને કહો.’ અને બા વિશે તો ગમે તે જવાબ હાજર જ હોય, ક્યાં તો ‘હમણાં આડાં પડ્યાં છે.’ કે મંદિરે ગયાં છે કે બીજો જે ફાવે તે જવાબ મળે, બસ, ફક્ત આઠ-દસ દિવસ જ બા-બાપુજી સાથે વાત થઈ ચૂકી. પણ બંને મજામાં છે, આ વાક્ય તો છેલ્લે અચૂક બોલે જ અને પછી ?’
પછી શું મમતા અધીરી બની.
‘પછીની સત્ય ઘટના તું સાંભળી શકીશ મમતા ? તો સાંભળ, ફક્ત એક જ અઠવાડિયું – આઠ જ દિવસ પોતાને ઘેર મા-બાપને રાખી, આ જ્યેષ્ઠ પુત્ર શૌનકભાઈ અને સિદ્ધિભાભીથી મા-બાપને ના વેઠી શકાતાં સુરત પાસેના જ વૃદ્ધાશ્રમમાં ‘આવકાર’માં એ બન્નેને મૂકી આવ્યાં. સંચાલકશ્રી સાથે શી વાત કરી હશે અને શા કારણો આપ્યાં હશે એ તો ઉપરવાળો જ જાણે. જોકે સંચાલકશ્રી ઘણા જ ઉદાર દિલના અને બા-બાપુજીને એમણે ઘણી જ સારી રીતે સાચવ્યાં, એમ પણ બાપુજીએ અમે પાછા ગાડીમાં આવતાં એમનો અનુભવ કહ્યો ત્યારે જાણ્યું.’ હજી તો હું બોલી જ રહી હતી ત્યાં જ મમતાની આંખમાંથી આંસુ સરવા માંડ્યાં.
મેં કહ્યું : ‘હજી મને વાત તો કરવા દે ? હું દિલ્હીથી તો પરમ દિવસે આવી ગઈ હતી, પણ અમારી સાથે વર્ષોથી બા-બાપુજી રહે એટલે ઘર મને તો ખાલી ખાલી લાગવા માંડ્યું, ખાલી ઘર જાણે ખાવા ધાય, એટલે મેં ગઈ કાલે જ રોનકને કહ્યું, ‘જુઓ, આજે બીજો શનિવાર છે એટલે તમને તો ઑફિસમાં રજા છે. પણ હું તો વહેલી નીકળી શકીશ, તમે બપોરે મારી ઑફિસે આવી જાવ, આપણે આજે જ સુરત જઈ બા-બાપુજીને લઈ આવીએ. બા તો જરૂર આપણી રાહ જોતાં હશે જ, કારણ કે એમને તો મારી દિલ્હીથી પાછા આવવાની તારીખ પણ ખબર છે. અને આજે તારી રજા પણ એ યાદ કરે જ,’ રોનક કહે, ‘શૌનકભાઈને ફોન કરી દઉં કે આજે અમે બપોર પછી નીકળીશું અને બા-બાપુજીને લઈ આવીશું. મેં કહ્યું, ‘ના રે ના, એવી શી જરૂર છે ?’ અને અમે સમયસર અત્રેથી નીકળીને સુરત ગયાં, શૌનકભાઈને ઘેર પહોંચીને જોયું તો એ અને સિદ્ધિભાભી એકલાં જ હતાં.’
‘આવો, આવો અરે પણ રોનક, તમે બંને આજે આવવાના હતાં તો ફોન ના કર્યો ?’ શૌનકે પૂછવા ખાતર પૂછ્યું, પણ મેં કહ્યું, ‘શી જરૂર હતી ? પણ બા-બાપુજી કેમ દેખાતાં નથી ? અંદર એમના રૂમમાં છે ? હું તો ઉતાવળે પગે અંદર જવા જ જતી હતી, ત્યાં તરત જ ભાભી બોલ્યાં, ‘ના એ બંને અંદર નથી, પછી બંનેએ એકબીજા સામે જોયું અને શૌનકભાઈ તરત જ બોલ્યા, ‘એ તો એવું છે ને રોનક કે અમારી રસોઈ કરનાર બાઈ ત્રણ-ચાર દિવસ માટે બહારગામ જવાની હતી, સિદ્ધિને જોકે બપોરની સ્કૂલની નોકરી ખરી, પણ બધાંની રસોઈ માટે એનાથી પહોંચી વળાય નહિ, રસોઈવાળી બાઈ પછી કેટલે દિવસે આવે એનું કાંઈ ન કહેવાય….’
‘એટલે….એટલે….’ તરત જ આ સાંભળી રોનકે તો જાણે ત્રાડ પાડી.
‘અમે એટલે જ અહીં પાસેના ઘરડાઘરમાં એ બંનેને મૂકી આવ્યાં, આમ તો એના સંચાલક ભાઈને-રામભાઈને હું સારી રીતે ઓળખું છું.’ આ સાંભળી રોનક તો રાતોપીળો થઈ ગયો અને કહે, ‘આટલા આગ્રહ પછી તમારે આંગણે આવેલાં મા-બાપ કે જે, મારે જો કે કહેવું ના જોઈએ કે મારે ત્યાં અગિયાર અગિયાર વર્ષથી જે શાંતિથી રહેતાં હતાં, એમને તું અગિયાર દિવસ પણ સાચવી ના શક્યો ? હવે એક મિનિટ પણ બગાડ્યા વિના મને જલદીથી એ ઘરડાઘરનું સરનામું આપી દે.’
શૌનકભાઈ કહે, ‘શાંત થા ભાઈ, હું પણ આવું છું ને ? આટલા અઢી મહિના એ બંને ત્યાં રહ્યાં એનું પેમેન્ટ પણ મારે….’
‘બસ કરો શૌનકભાઈ બસ, તમારે ત્યાં આવવાની જરૂર નથી. પેમેન્ટ આપી શકવા જેટલી ક્ષમતા તો હું ધરાવું છું. એમનાં કપડાં, દવા વગેરે તો આટલા સમયથી એ બન્ને ત્યાં જ છે એટલે એમની પાસે જ હશે ને ? સરનામું જલદી આપો, તમારે આવવું હોય તો આવો અને ના આવવું હોય તો ના આવો.’ આમ બોલી હું અને રોનક લિફટ પાસે ગયાં કે તરત શૌનકભાઈ અમારી પાસે આવી પહોંચ્યા. જેવા ઘરડાનાં ઘર ‘આવકાર’માં અમે પ્રવેશ કર્યો કે ત્યાં બહાર ઓસરીમાં અમારી રાહ જોઈને જ બેઠાં હોય એમ આવી બા-બાપુજી અમને વળગી પડ્યાં. બાની આંખમાં અશ્રુ આવી ગયાં. મને વળગીને કહે, ‘અમી બેટી, અમી બેટી…’ અને રોનકને બાપુજી વળગી પડ્યા, ‘તું આવી ગયો રોનક બેટા ?’ આગળ અક્ષરે બોલી જ ના શક્યા.
ત્યાર બાદ રોનકે જ સંચાલકશ્રીને પેમેન્ટ બાબત પૂછ્યું, શૌનકભાઈએ વિવેક ખાતર કહ્યું તો ખરું, ‘તું રહેવા દે ને રોનક !’ પરંતુ અગ્નિના તાપથીયે વિશેષ ગરમ થયેલો રોનક માને ખરો ? એણે તરત જ કહ્યું, ‘સંચાલકશ્રી રામભાઈ, એમની પાસેથી પેમેન્ટ લેવાનું નથી, લ્યો આ ચેક, મને આંકડો કહો. અને એમણે જે રકમ કહી એ ઉપરાંત વૃદ્ધાશ્રમના દાનપેટે રૂપિયા એક હજાર અને એક ઉમેરી રામભાઈનો ખૂબ આભાર માની, અમે બા-બાપુજીની બૅગ-દવા વગેરે ગાડીમાં મૂકવા ગયાં કે તરત શૌનકભાઈ કહે, ‘આપણે પહેલાં અહીં મારે ઘેર જઈએ, ત્યાં ચા પાણી કરીને….’ તરત જ રોનકે એમને અટકાવીને કહ્યું : ‘ચા તો અમે બહાર પી લઈશું….’
શૌનક પૂછે : ‘કેમ બહાર ?’
અત્યાર સુધી મૌન ધારણ કરી રહેલા બાપુજી આખરે વ્યંગમાં બોલ્યા ખરા, ‘અઢી મહિના તો બહારની જ પીધી ને ? એક દિવસ વધારે, થેંક્યું શૌનક બેટા, થેંક્યું વેરી મચ. આઠ દિવસ તો આઠ દિવસ, તેં અમને રાખ્યાં તો ખરાં ને ?’
શૌનકભાઈ કહે : ‘શું બાપુજી, પોતાનાને કોઈ થેંક્યું કહી આભાર માનતું હશે ?’
બાપુજી તરત જ સંચાલક શ્રી રામભાઈ, જે એમને વળાવવા ગાડી સુધી આવ્યા હતા, એમની સામે જોઈ બોલ્યા, ‘તમે જ કહો રામભાઈ, આજે હું પરાયો કોને કહું ? અને પોતીકો કોને કહું ?’
Print This Article
·
Save this article As PDF
મારા ખ્યાલથી તો શૌનકેતો યોગ્યજ પગલુ ભર્યુ કહેવાય. (ખાસ તો બા-બાપુજી માટે).
બાકી બા જે શરીરે અડધા વધેલા, તેય વૃધ્ધાશ્રમને કારણેજ. ત્યાંનો પ્રેમજ તેમને અડધુંય ટકાવી શક્યો.
નહીતો રોનકે બા-બાપુજીને ક્યાં શોધવાં પડ્યાં હોત…!
ખરેખર રોનકેતો શૌનકનો આભારજ માનવો રહ્યો…!
આ સત્ય ઘટના ઘણા સુખી પરિવારોનું પ્રતિબીંબ છે.
ગુજરાતમાં જાણે શિક્ષણનું સ્તર જેમ જેમ વધતું જાય છે તેમ તેમ સહનશીલતા પાતાળને
ખોળે બેસવા અધુરી થઈ હોય તેમ જણાય છે. થોડું જતું કરવાની ભાવના કેળવાય તો
સમસ્યાનું વળગણ આપોઆપ છૂટી જાય.
અને હા આ ભયંકર માનવતાના બાષ્પીભવનનો પ્રશ્ન છે ત્યારે આપણા મહાપંડિત
મહાજ્ઞાની…શબ્દોના અલંકારથી આંજી દેતા કથાવાચકો ક્યાં છે ?
તેમને આ વૃદ્ધોની આંખોની શુષ્કતા નરી આંખે દેખાય છે ?
કદાચ ના
તેમને તો ફક્ત ડૉલર અને પાઉંડ જ દેખાય છે.
ઘરડાં ઘર ગુજરાતનું કલંક છે.
અર્જુન ઉવાચઃ- કોનાથી પ્રેરાઈને પાપ કરે છે લોક?
શ્રીકૃષ્ણ ઉવાચઃ-
ઈચ્છા, તૃષ્ણા, વાસના, લોભ કહ્યો છે જે
તે જ કરાવે પાપને દુશ્મન જનના તે
જીવનની પ્રત્યેક સમસ્યાઓ અને તેના ઉકેલ શ્રીમદ ભગવદગીતામાં આપ્યાં છે. પણ ગીતા ખોલે કોણ?
સમાજમાં બનતી કલંકરૂપ ઘટનાઓ ના મૂળભુત કારણો માનવની અંદર રહેલા હોય છે – માણસ સુધરે, તો સમાજ સુધરે, સમાજ સુધરે તો રાજ્ય અને રાષ્ટ્ર સુધરે અને પરીણામે આખુંય વિશ્વ સુધરે. પણ માનવને પોતાનો નહીં પણ અન્યનો જ સુધાર કરવો છે અને પરીણામે હતા ઠેર ના ઠેર.
સંસારનું મહા-ભારત ક્યાં રોકી શકાય છે???????? શ્રીકૃષ્ણ જન્માષ્ટમી માં મટકી ફોડતો સમાજ…..ગીતાના ગ્યાનની
મટુકી કયારે ફોડશે????આંખનું કાજળ ગાલે લખતો સમાજ કયારે સમજશે??????
આ ભુતકાળ અને વર્તમાનનો સંઘર્ષ છે. ભુતકાળ ને વર્તમાન સુધી કેમ પહોંચાડવો…..અને વર્તમાનકાળ ને ભવિષ્યકાળ કેવી રીતે દેખાડવો?
Unfortunately the incident mentioned in the article are increasing in our society. Before sending the parents in Ashram the son should think that he will be also Old on one day and at that time his son will also give him the same treatment.
શોનક જેવા નાલાયક કપુત ના લિધે જ ઘરડા ઘર ને પ્રોત્સાહન મળે છે
બાકી ઘરડાઘર તો આપણા સમાજ માં તદુંરસ્ત વિચાર તો ના જ કહેવાય.
મીનાક્ષી બેન નો આભાર.
આ લેખ વાચી ને જેના દીલ માં જરા જેટલી શરમ હશે એ સુધરી જશે.
અને પોતાના માં-બાપ ને ધુત્કારસે નહીઅ.
ધન્યવાદ
નિમ
રોનક અને શૌનક એ આપણાં સમાજની ઉજળી અને કાળી એમ બે બાજુ છે. તેવી જ રીતે મનુષ્યની સમક્ષ હંમેશા શ્રેય અને પ્રેય તેમ બે પસંદગી હોય છે. જે શ્રેય પસંદ કરે છે તે રોનકની જેમ ઉજળો થઈને સમાજને દાખલારૂપ બને છે અને જે શ્રેયના ભોગે પ્રેયને પસંદ કરે છે તે સમાજને માટે કલંકરૂપ છે અને ધિક્કારને પાત્ર છે.
અતુલ ભાઈ,
તમે ગલ્ફ માં રહો છો?
કારણ કે તમારો ફોટો જોઈને લાગે છે કે મે તમને ક્યાંક જોયા છે.
નિમ
Shaunak must be hanged for his work
પહેલા અખન્ડ આનન્દમા અને અત્યારે અહિ આ સત્ય વાત વાચીને ફરીથી આખમા પાણી આવી ગયા.
મીનાક્શીબેન દેસાઈ ને હુ મળેલી છુ. ખુબ ઉમદા વ્યક્તિત્વ છે.
આભાર.
દિકરા ને તો મા બાપ ને રાખવાનુ ગમે જ છ્હે પરન્તુ કોણ જાણે કેમ વહુ ઓને એમના મા બાપ સાસરે આવ્યા પછ્હિ કેમ યાદ નહિ આવત હોય ?
Harshad Thakkarbhai,
તાળિ એક હાથે નથિ વાગતિ.
Here in this, story, may be the Mother-in-law (MIL) was loving and treating the daughter-in-law (DIL) as a daughter, but in our society, how many MIL are treating their DIL as daughter?
એક ઘર મા સાથે રહેતા વ્યક્તિઓ વચ્ચે મતભેદ હોવા એ સ્વાભાવિક છે પરન્તુ તેનાથી સબન્ધો પુરા નથી થઈ જતા. સાસુ વહુ ને દીકરી ની જેમ ના ગણે તેનો મતલબ એ નથી કે વહુ સાસુ સસરા પ્રત્યે ની પોતાની ફરજ ભુલી જાય. પ્રસ્તુત વાર્તા મા સિદ્ધિએ ખાલી એટલુ જ વીચાર્યુ હોત કે પોતાના ભાઈ ભાભી એ પોતાના માતા પિતા સાથે જો આવુ કર્યુ હોત તો એ પોતાના પતિ ને આ પાપ માથી બચાવી શકી હોત.
Meghnaben,
I fully agree with you. The relation is like traffic on the road. If the traffic is flowing only one way, then there are all chances of getting it jam. Relation is also like a traffic on the road. If in relation, if it is two ways then the move will be smooth.
I have seen in many houses, there are expectations from the DIL, but in return, nothing is given. You just cannot go on taking; you should have habit of giving also. However, the kind of a treatment they are giving to their DIL, if the same kind of treatment their daughter is getting in her house, their blood and heart boils. This is a reality. MIL does not leave any chance of comparing her own daughter with DIL, but the way five fingers are not alike, you can expect the two individuals are to be alike, as both are brought up in the different atmosphere; there way of life is different. Comparison is not a healthy sign, one must not forget that, the DIL has entered in to their house leaving all her near and dear ones behind to accept the strangers and make them her near and dear ones. If your daughter makes any mistake, immediately you can forgive her, why can’t you do it to your DIL? At the same time if you can take a scolding of your own mother one should take a scolding of MIL also in a right spirit. Moreover, in today’s world of life one must not keep any high expectation from any one and must learn to leave in harmony and peace.
wrong thinking by you.all motherin law are not bad.infact more fault is from dil s side.
Trupti Mam,
I fully agree with you. MIL are not ready to accept her DIL as daughter therefore all probs.start in life. MIL
always accept tht my DIL should do like this & don’t do like this, its not gud & etc. But DIL come from other
family & ofcourse she has to suffer from different atmosphere, nature, life style etc.& its not a easy task &
if DIL fails to perform her duty MIL always listern her two words. But why she cann’t think that her son can
not adjust little in his life. DIL always accept in laws family life style, cooking style etc. & if she act on her
style MIL don’t like & says my son not like this, he will angry. Why its so……..?She shold also give advise to
him for adjustment & why she always blaming DIL?Everyone should keep in life that after marriage all of
us have to adjust & compromise with each other not only DIL. Am to gujarati ma kehvat che ne’ nari j nari ni
dushman che’ jya sudhi nari biji nari ne nahi samje tya sudhi aa no koi ant nathi……
મા બાપે તો પોતાના કર્મોનું ફળ ભોગવી લીધું. પરંતુ શૌનકભાઈ તો વૃધ્ધાશ્રમ સુધી પહોંચવાને પણ લાયક નથી રહ્યા. આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઇ મા-બાપને આવા દિવસો જોવાનો વારો ન આવે. સ્વપ્નમાં ન વિચારાય એવો પ્રસંગ સાંભળીને ર્હુદયને આંચકો બધાને લાગ્યો જ હશે. મીનાક્ષીબહેને આપણને આ પ્રસંગ દ્વારા ચેતવી દીધા છે. સમાજ શૌનકભાઈ જેવા લોકોનો બહિસ્કાર કરે તો આવા પસંગો બનવાની શક્યતા ઘટી જાય. ફક્ત આંખો ભીની કરી બેસી ન રહેતાં આવા પ્રસંગો બને જ નહીં તે માટે પ્રયત્ન થવા જ જોઇએ. મીનાક્ષીબહેને વાર્તા આપવા બદલ ધન્યવાદ.
Very well said Rajniben. I have a very good friend who is not treating the parents right after the marraige and I have slowly stopped my friendship with him.
Ashish Dave
Sunnyvale, California
બહુ જ સરસ વાર્તા.
sir tumari yeh story realy me dil ko chhu gae he.hum aapse request kar rahe he k plz aapki aur article hume jarur se post kiji yega plz plz plz
dil se aaj hum kahena chahenge irshad
ભુલો ભલે બિજુ બધુ મા બા ને ભુલસો નહિ
અગનિત છે ઉપકાર એના એ કદી વિસરસો નહિ.
મારી વિનંતી છે કે તમારા બિજા લેખ મને ઈ-મેલ કરસો
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.
હ્રદયસ્પર્શી..
નયન
સ ર સ.
ખુબ સ્રરસ્ વાર્તા
Nice one.
આમા કઈ નવુ નથિ આપ્ને સદિઓ થિ આવા અનુભવ જોઇએ ચ્હ્હે આમા મા બાપ નિ ભુલ કહેવાઈ આ એમને પોતે સ્વત્ન્ત્ર થવુ જોઇતુ હતુ, પોતનિ પસે ઘર અને પૈસા હોઇ તો આવ દિવસો ના જોવા પડૅ , દરેક જન સ્વાર્થિ હોઇ ચ્હ્હે, આ એત્લે આપને સુધર્વ્ુ પડૅ, બિજવો પસેથિ આપ્ને ફાવતિ હોઇ આએવિ અશાવો રાખિ ના શકાઇ.
Heart touching………
માતા-પિતા બે રૂમ ના ઘર મા ચાર બાળકો ને સાચવી શકે છે પણ ચાર બાળકો પાસે પોતાના આઠ રૂમો મા બે માતા-પિતા માટે જ્ગ્યા નથી હોતી. અને ક્યા થી હોય જેના દિલ મા જ્ગ્યા હોય તો એના ઘર મા જ્ગ્યા હોય્ ને.
બહુ જ સરસ
REALY BEST STORY
BUT UNFORTUNATALY IT’S TRUE STORY.
THANX
sansar ma to ava ketlay dakhala che dikaro na gare gare bagbana che ketlak maabaa shan kare che pan dikara vahu taraf ek sabad boli nathi sakta sammaje ma tamanu kharb na dekhy ava dikara vahu ne to amna santano amane pan vrudhasam ma muke ava jo ye to j amni akho kule jesi karni ve si bharni atla matje bati bacho nu sutar apnnau joye atyare dikari j maabaap ni sava kare che
જે મા બાપ પોતાના સનતનો ને વર્સો સુધિ કેત્લિય તક્લિફ ઉથવિ મોટા કરે ચે ….તે જ સન્તનો પોતાના મા બાપ ને થોડાજ મહિના મા પોતાનિ સાથે રાખિને થાકિ કેમ જતા હસે ……એજ સમજાતુ નથિ..લેખ વાચિ ને અમિતાભ નિ ફિલ્મ બાગબાન નિ યાદ અવિ ગયિ……ખુબ સરસ લેખ …………
mata ane pita ae ketla dukho vethi ne santano no uchher karyo hase, emna upkaro ne na bhulva jove… temnu ghadpan to ruun chukkvano lhhavo che aa vat badha ae yad rakhvi jove…..
ખરેખર ખુબ્ જ સુન્દર લેખ