કલોઝઅપ – સં. ચંદ્રેશ શાહ
[જામનગરના શ્રી ચંદ્રેશભાઈ શાહના પુસ્તક ‘કાવ્યોત્સવ’માંથી આજે માણીએ કેટલાક ‘કલોઝઅપ’. તેમના આ પુસ્તકની વિગત અને તેમાંની કેટલીક રચનાઓ આપણે ટૂંક સમયમાં માણીશું.]
[1]
મારી પત્ની Eye Specialist છે.
તેનું હું ગૌરવ અનુભવું છું
પણ
જ્યારે જ્યારે મારી આંખમાં
આંસુ આવે છે ત્યારે એ
મારા આંસુઓને લૂછતી નથી
પણ મને
Prescription લખી આપે છે.
(કવિ શ્રી મેઘબિન્દુ)
[2]
તોફાની બારકસ છોકરાની માફક
કાવ્ય
અંદરથી
મનની ઊંચી દીવાલ પર ચઢી
જોઈ લે છે.
કોઈ જોતું તો નથી ને……!
ને પછી છેક ઊંચેથી મારે છે કૂદકો
મારા કાગળ ઉપર
(કવિયત્રી સંસ્કૃતિરાણી દેસાઈ)
[3]
જે વ્યક્તિ મુક્ત રીતે હસી શકે છે તે ગરીબ નથી – રેમંડ હિચકોક
[4]
કોકિલાના ટહુકામાં બૌદ્ધિક તત્વજ્ઞાન નથી. ઉછળતા ઝરણાંના સ્વચ્છંદ વહેણમાં ચિંતન નથી. મેઘધનુષના મનમોહક દશ્યમાં, સિંદૂરવર્ણી સંધ્યામાં અને અરુણોદયની આભામાં સૂક્ષ્મ તર્ક નથી. ચાંદ-સિતારા પણ ગહન ઉપદેશક નથી. રંગબેરંગી પુષ્પોની માદક સુગંધ અને મંદ પવન લહેરીઓ ગ્રંથમંથન કરતાં નથી, પરંતુ એમની હૃદયસ્પર્શી ઝલક માત્ર તમોને પરમને ચરણે સોંપી દેશે. (સાધક કવિ : નાથાલાલ જોષી)
[5]
પ્રેમ એક એવું તત્વ છે, જે નૂતન તાજગીભર્યું જીવંત છે. પ્રેમને ગઈકાલ કે આવતીકાલ નથી. તમે જ્યારે કશું શોધતા નથી, કશું ઈચ્છતા નથી, કશાની પાછળ દોટ મૂકતા નથી. ત્યારે કોઈ કેન્દ્ર હોતું નથી, ત્યારે ફક્ત પ્રેમ હોય છે. (જે. કૃષ્ણમૂર્તિ)
[6]
મારા હાથે
વૃક્ષ કાપવાનો અપરાધ થયો છે
પછી મેં ઘણાંય છોડ રોપી જોયા
પણ કૂંપળ ફૂટતી નથી.
(દલપત પઢિયાર)
[7]
પરમાત્મા જેના પર કૃપા કરવા ઈચ્છે છે, તેને જ વધુમાં વધુ કષ્ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્મીયજનનું મૃત્યુ, આ સર્વ ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે. – ગોસ્વામી તુલસીદાસ.
[8]
તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો….? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા
આખી જિંદગી બળ્યા છો…..?
(મુકેશ જોશી)
[9]
જેઓ ઊગતા સૂર્ય તરફ
પીઠ ફેરવીને બેઠેલા રહે છે
જેઓ કોયલના ટહુકાઓ સંભળાતા હોય
ત્યારે પણ કામમાં રોકાયેલા રહે છે, અને
જેઓ કોઈ સુંદર કાવ્યપંક્તિ વાંચ્યા પછી, પણ
કોરાને કોરા રહી જવા જેટલા ચાલાક છે, તેઓ પણ
ખૂબ લાંબું જીવવાનો અભરખો
શા માટે રાખતા હશે….. ?
(ગુણવંત શાહ)
[10]
મને હાથો બનાવવાની
કોશિષ કરનારા મારા પરમ મિત્રો
હું હાથો બનીશ પણ કોઈ ડંકીનો….!
(જનક દવે)
[11]
ખંડેર વિશે
કશુંક લખવા બેસું છું ને થાય છે
ક્યાંક હું
મારી આત્મકથા તો
નથી લખી રહ્યો ને….!
(કવિ શ્રી રમેશ ઠક્કર)
Print This Article
·
Save this article As PDF
ચન્દ્રેશભાઈનું સંકલન ગમ્યું. માણવાની મજા પડી.
કોકિલાના ટહુકામાં બૌદ્ધિક તત્વજ્ઞાન નથી. ઉછળતા ઝરણાંના સ્વચ્છંદ વહેણમાં ચિંતન નથી. મેઘધનુષના મનમોહક દશ્યમાં, સિંદૂરવર્ણી સંધ્યામાં અને અરુણોદયની આભામાં સૂક્ષ્મ તર્ક નથી. ચાંદ-સિતારા પણ ગહન ઉપદેશક નથી. રંગબેરંગી પુષ્પોની માદક સુગંધ અને મંદ પવન લહેરીઓ ગ્રંથમંથન કરતાં નથી, પરંતુ એમની હૃદયસ્પર્શી ઝલક માત્ર તમોને પરમને ચરણે સોંપી દેશે.
ઘણુ સરસ.
અતુલભાઈ,
તમારો અભિપ્રાય વાંચ્યા પછી….. શ્રી ચંદ્રેશભાઈ શાહ સંકલીત કૃતિઓ માણવાંની વધારે મજા આવી.
મેં મારી યુવાનીમાં કુદરતને દિલ ફાડીને ચાહી છે…..માણી છે…..એટલી કે…….કોઈ બીજા ‘પ્રેમ’ માં હું ‘પડી’ જ શક્યો.
મારા હાથે
વૃક્ષ કાપવાનો અપરાધ થયો છે
પછી મેં ઘણાંય છોડ રોપી જોયા
પણ કૂંપળ ફૂટતી નથી.
ખુબજ સરસ
ચંદ્રેશભાઈ શાહ નો આભાર.
કુદરત ને તો બસ માણવા માં આનંદ છે
પછી જો આપણે એને વિજ્ઞાન થી મારીમચોડી ને માપવા બેસસુ તો દરેક જગ્યા એ માત્ર દુખ મેળવશુ.
ધન્યવાદ
નિમ
મારા હાથે
વૃક્ષ કાપવાનો અપરાધ થયો છે….
પછી મેં ઘણા છોડ રોપી જોયા
પણ કુંપળ ફૂટતી નથી….
વાહ….વૃક્ષોની માવજત કરવાનો આનાથી વધારે સારો
કોઈ સંદેશ હોઈ શકે ?
ખૂબ જ સરસ સંકલન. આવા સંકલન જેમ બને તેમ વધુ વખત આપવા વિનંતી.
short n sweet.
નયન
મને હાથો બનાવવાની
કોશિષ કરનારા મારા પરમ મિત્રો
હું હાથો બનીશ પણ કોઈ ડંકીનો….!
ખુબ સરસ……આ વાંચી કાંઇક યાદ આવી ગયુ….
કુહાડીનો લાકડાનો હાથો જોઇ વૃક્ષ રડે છે….
જ્યારે આપણુ પોતાનુ બીજા કોઇ નો હાથો બને ત્યારે કપાવુ જ પડે….
સ ર સ.
Nice ones!!
ખુબ સરસ્
પરમાત્મા જેના પર કૃપા કરવા ઈચ્છે છે, તેને જ વધુમાં વધુ કષ્ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્મીયજનનું મૃત્યુ, આ સર્વ ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે.
તદ્દન ખરુ…… માત્ર વ્યક્તિએ પરમાત્માની કૃપાને પામવા ધીરજ ધરવાની જરૂર છે.
અને જો સીધા મળી જાય તો અત્યારના માનવીને પચે પણ નહિ…
વાહ………..ખુબ સરસ……… સંકલન છે. ચંદ્રેશભાઇ શાહ
અદભુત રચના … જ્યારે આપણી શ્રધ્ધા ,આપણો વિશ્વાસ ઈશ્વર પ્ર્ત્યેનો , આપણી સમક્ષ અનોખા રુપમાઁ પ્ર્સ્તુત થાય છે ,ત્યારે લોકો એને કદાચ ચમત્કાર કહે છે. આ કૃતિ પણ એવા જ કોઈ રુપ નો અહેસાસ કરાવી જાય છે.
Out of this world…
Ashish Dave
Sunnyvale, California
મને હાથો બનાવવાની
કોશિષ કરનારા મારા પરમ મિત્રો
હું હાથો બનીશ પણ કોઈ ડંકીનો….!
વાહ………વાહ………વાહ………
Mind blowing!
ચન્દ્રેશભાઈ, પરમને ચરણે જવા માટૅ પ્રકૃતિનાતત્વઓ આવશ્યક છે એતો નિર્વિવાદછે, પણજ્યારે એતત્વો કવિની વાણી -કાવ્ય બની જાયછે ત્યારે જરુર તત્વ,જ્ઞાન, તર્ક્ ચિન્તન અને ઉપદેશક બની જાયછે