પરી – પરેશ કળસરિયા
[ નવોદીતોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલી ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2009’માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ આ વાર્તાના સર્જક શ્રી પરેશભાઈને (ભાવનગર, ગુજરાત) ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +91 9427244722, +91 9974355615 અથવા આ સરનામે paresh9427244722@gmail.com સંપર્ક કરી શકો છો.]
‘પરી !’ મારી આંખો આશ્ચર્યથી પહોળી થતી. પપ્પાએ મને મનગમતું રમકડું લાવી આપ્યું હોય એમ હું તેમને વળગી પડતો, ‘પરીની વાર્તા ! પરીની વાર્તા !’ અને પપ્પા પરીની વાર્તા શરૂ કરતા, ‘ઘણાં ઘણાં વરસો પહેલાંની વાત છે, એક રાજા હતો. ખૂબ જ ભલો રાજા !’
‘પપ્પા ! પરી કેવી હોય ?’ હું વચ્ચે ટપકી પડતો. પપ્પા મને ટોક્યા વિના કહેતા, ‘સુંદર ! સૌથી વધુ સુંદર !’ અને વાર્તા આગળ ધપાવતા, ‘રાજાને બે કુંવર. તારી જેવા જ. રૂપાળા ને ડાહ્યા. રાજા તો રાજકુમારોને ખૂબ લાડથી ઉછેરે. ને કુંવરોય દિવસે ન વધે એટલા રાતે વધે ને રાતે ન વધે એટલા દિવસે…….’
‘પરીને પાંખો હોય, પપ્પા ?’
‘હા, બેટા !’ પપ્પા હસીને જવાબ આપતા અને હું ફરી નવો પ્રશ્ન વિચારવા લાગતો.
‘સમય વીતતો ગયો. બંને રાજકુમારો યુવાન થયા. એવામાં એક દિવસ રાજાના મહેલમાં….’
‘….આકાશમાંથી એક પરી ઊડીને આવી, સાચું ને પપ્પા ?’
પપ્પા મારે માથે વ્હાલથી હાથ ફેરવતા અને મારી આંખોમાંથી છલકાતા કુતૂહલને ઝીલી લેતા, ‘રાજાના મહેલમાં….. આવ્યો એક….. ગરીબ બ્રાહ્મણ…..’
મારું કુતૂહલ અધીરાઈમાં પલટાતું. હું અકળાઈ ઊઠતો, ‘પપ્પા ! પરી ક્યારે આવશે ?’
પપ્પા મને ધીરજ બંધાવતા, ‘ધીરો થા, દીકરા ! ધીરો થા ! હમણાં આવશે !’ હું પપ્પાની વાતમાં વિશ્વાસ દાખવતાં વધુ ધ્યાનથી સાંભળતો.
‘રાજાએ બ્રાહ્મણની આગતા-સ્વાગતા કરી. બ્રાહ્મણને એક વાતનું ભારે દુ:ખ ! બ્રાહ્મણને એક દીકરી. જુવાન પણ કદરૂપી…..’ મારા ચહેરા પર અણગમો છવાતો. પપ્પા મારા પ્રશ્નની વાટે સહેજ અટકતા. પણ હું ચુપચાપ, એકીટશે તેમના ઉઘાડ-બંધ થતા હોઠને નિહાળતો રહેતો. જાણે હમણાં ત્યાંથી જ પેલી પરી બહાર આવવાની હોય !
‘બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરવા કોઈ તૈયાર થતું નો’તું. રાજાએ બ્રાહ્મણને દુ:ખ દૂર કરવાનું વચન આપ્યું. બેય રાજકુમારોને બોલાવ્યા. બધી વાત કરી. બેમાંથી એક રાજકુમારને બ્રાહ્મણની દીકરી સાથે લગ્ન કરવા આજ્ઞા કરી. મોટા રાજકુમારે તો કદરૂપી છોકરી વિશે સાંભળીને ના જ પાડી દીધી. પણ નાના રાજકુમારને તો પિતા પર બહુ પ્રેમ. તે તો પિતાની કોઈ વાત ન ટાળે. તેણે રાજાની આજ્ઞા માની. ને કદરૂપી બ્રાહ્મણપુત્રી સાથે લગ્ન કર્યાં.’ હું મારા ખૂટતાં જતાં વિશ્વાસ અને ધીરજને માંડમાંડ જાળવતો. પપ્પા મારી અકળામણ પારખી લેતાં. છતાં તેમનો ચહેરો મારી કસોટી કરતો હોય તેમ વધુ ગંભીર બનતો,
‘…..લગ્ન પછી પહેલીવાર રાજકુમાર એ કદરૂપી છોકરીને મળવા ગયો. તેની આંખોમાં રાજકુમાર માટે અપાર પ્રેમ હતો. તેણે રાજકુમાર તરફ એક હાથ લંબાવ્યો. રાજકુમારે તેના લંબાવેલા હાથને પોતાના હાથમાં લીધો અને…..’ પપ્પાના ચહેરાની ગંભીરતા અચાનક રંગ બદલતી. તેમના મુખ પર મને ખૂબ જ ગમતા આશ્ચર્ય અને ખુશીના ભાવ એકસાથે આવતા. પપ્પા મને કંઈ વિચારવાનો કે બોલવાનો સમય ન મળવા દેતા.
‘……અને ચમત્કાર થયો…. એ કદરૂપી છોકરી…. બની ગઈ એક પરી……’
હું ખડખડાટ હસી પડતો. તાળીઓ પાડી ઊઠતો અને પપ્પાના ગળે વળગી પડતો. પપ્પા સહેજ અટકી મને ખુશી વ્યક્ત કરવાનો પૂરો સમય આપતા. પછી હું પરીનું વર્ણન સાંભળવા તેમના ચહેરાની એકદમ નજીક મારો ચહેરો લઈ જતો.
‘….રૂપરૂપના અંબાર જેવી પરી…. ફૂલની પાંદડી જેવું કુમળું પરીનું શરીર…. ચાંદની જેવો ઊજળો રંગ… આકાશના તારલા જેવી ચમકતી આંખો….’
‘અને પાંખો કેવી, પપ્પા ?’ હું મારા બંને હાથ પહોળા કરી પાંખોની જેમ હલાવી પૂછતો.
‘પાંખો ? પાંખો તો વાદળ જેવી પોચી…’ વળી પપ્પા મારા અચરજને વધારતા જ રહેતા, ‘પરી હસે ત્યારે તેના મોંમાંથી ફૂલ ઝરે. પરી રડે ત્યારે તેની આંખોમાંથી આંસુને બદલે મોતી ખરે…..’
‘પપ્પા, પપ્પા ! પરી જાદુ કરી શકે ?’
‘કરી શકેને, બેટા ! પણ પરી જાદુથી કોઈનું બૂરું ન કરે, બધાંનું ભલું જ કરે. એટલે તો પરીના જાદુથી કોઈ ન બચી શકે. પરીનો જાદુ તો બધાં પર ચાલે……’ અને… બીજા કોઈ પર ચાલે ન ચાલે મારા પર પરીનો જાદુ છવાઈ જતો. મારી આંખો મીંચાઈ જતી. હું ખોવાઈ જતો પરીનાં શમણામાં………
હું મોટો થયો, વાર્તાના રાજકુમારની જેમ જ; પછી ન પપ્પા વાર્તા કહેતા, ન હું સાંભળતો. છતાં પણ ન તો હું એ પરીની વાર્તા ભૂલ્યો હતો કે ન તો પપ્પા એ પરીની વાર્તા ભૂલ્યા હતા. હા, ન તો મને એ યાદ હતું કે મેં પરીની વાર્તા કેટલીવાર સાંભળી છે, ન તો પપ્પાને યાદ હતું કે તેમણે પરીની વાર્તા કેટલીકવાર સંભળાવી છે. અને તોય મારા મન પરથી પરીનો જાદુ ઓસર્યો ન હતો.
પપ્પા જ્ઞાતિમાં તેમના ઓળખીતામાં મારા લગ્નની વાત ચલાવતા. ઘણી જગ્યાએ સામેથી પણ વાત આવતી. કન્યા જોવાનું ગોઠવાતું. મને કોઈ કન્યા પસંદ ન પડતી. કોઈ છોકરી મારી અપેક્ષાઓ પર ખરી ન ઊતરતી. કોઈ વખત હું સહેજ રસ દાખવું તો સામેના પક્ષેથી વાત આગળ ન વધતી. વરસો વીતતાં રહેતાં હતાં. મારી ઉંમર અને પપ્પાની ચિંતા વધતી જતી હતી. પણ પપ્પા મને તેમની ચિંતા દેખાવા ન દેતા. પપ્પા વાસ્તવિકતા સમજતા હતા. મારો આળસુ અને કલ્પનાશીલ સ્વભાવ જાણતા હતા કે જેને લીધે જ મેં જીવનમાં કંઈ ખાસ પ્રગતિ સાધી ન હતી. બી.એસ.સી. બી.એડ હોવા છતાં હું એક પ્રાથમિક શિક્ષકની નોકરી માંડ મેળવી શક્યો હતો. તેમાં પણ પહેલાં પાંચ વર્ષ માટે વિદ્યાસહાયક તરીકે રૂ. 2500ના ફિક્સ પગારમાં !
પપ્પા નિવૃત્ત થઈ ગયા પછી સગાસંબંધી અને ઓળખીતાંય ઓછાં ઠેકાણાં ચીંધતાં. પપ્પા મને પ્રેમથી સમજાવતા, ‘જે કામ સમયસર થાય એ જ શોભે !’
‘પણ કોઈ ઢંગનું પાત્ર તો મળવું જોઈએ ને !’ હું દલીલ કરતો.
‘કેમ શીલામાં શું વાંધો છે ?’
‘એ તો કાળી છે !’ હું મોં ફૂલાવી જવાબ આપતો. મારા ચહેરા પર અણગમાના ભાવ ઊપસતા. પપ્પા આશાભર્યા સ્વરે યાદ કરાવતા, ‘તો કાજલ ? એ તો ગોરી છે ને !’
‘….પણ પપ્પા ! કાજલ તો સાવ ઠીંગણી છે !’
‘…..પુષ્પા…. જાડી, ખ્યાતિ…. વધારે પડતી પાતળી, ગીતા…. બહુ ઓછું ભણેલી. પપ્પા એક પછી એક મેં જોઈને રિજેક્ટ કરેલી છોકરીઓનાં નામ લેતા જતાં અને હું તેમને રિજેક્ટ કરવાનાં કારણો આપતો જતો. ન તો હું પપ્પાની ઉતાવળનું કારણ સમજી શકતો, ન તો તેમના અવાજમાં ભળેલી નિરાશાને પામી શકતો. કેમ કે પપ્પા મજાકમાં કહેતા હોય તેમ બોલતા, ‘બેટા, આછું-ડોળું પાત્ર જોઈ પરણી જવાય ! આમ પણ લગ્નની ચોરીનો ધુમાડો ખાધા પછી કોઈપણ કન્યા રૂપાળી બની જાય છે…… પરી જેવી !’ મને તરત પરીની વાર્તા યાદ આવતી. પરીનું વર્ણન કરતો પપ્પાનો કરચલી વિનાનો ચહેરો મારી આંખો આગળ તરવરી ઊઠતો. અને હું પરીના જાદુમાંથી બહાર ન નીકળી શકતો.
પપ્પા ગયા. મને મા વિનાના દીકરાને એકલે હાથે મોટો કર્યો, નોકરીએ ચડાવ્યો, પરણાવ્યો અને સાવ અચાનક જ. ડૉક્ટર સાહેબે પપ્પાના અવસાનથી એકાદ મહિના પહેલાં જ નિદાન કર્યું હતું, ‘બ્લડ કેન્સર છે, હજી છ-સાત મહિના ખેંચી શકશે ! પણ વધુ…..’ હું સ્તબ્ધ થઈ ગયો હતો. પહેલીવાર મને સમયનું મહત્વ સમજાયું હતું. મને ઊંડો આઘાત લાગ્યો હતો. પણ હું જાણતો હતો કે પપ્પાની ખુશી માટે મારું ખુશ રહેવું જરૂરી હતું. મેં આંખો મીંચીને સુધા સાથે લગ્ન કરી લીધાં. જેને મેં પહેલાં જોઈ ત્યારે, ‘કાળીય છે ને જાડીયે છે….’ – કહી રિજેકટ કરી હતી. પરંતુ પપ્પાને તે ગમેલી. પપ્પા મને સ્હેજેય ફોર્સ કર્યા વિના, માત્ર તેમનું મંતવ્ય આપતા હોય તેમ બોલ્યા હતા, ‘સંસ્કારી છોકરી છે અને કુટુંબ પણ જાણીતું છે.’ મેં પપ્પાની બીમારીની વાત જાણ્યા બાદ, સુધા સાથે લગ્નનો નિર્ણય કર્યો ત્યારે પણ પપ્પાએ મને પાસે બેસાડી પૂછ્યું હતું :
‘બેટા, મારે માટે ઉતાવળ તો નથી કરતો ને ?’
‘ના પપ્પા ! એવું કંઈ નથી. આમ પણ તમે જ કહો છો ને કે ચોરીનો ધુમાડો ખાઈને કોઈપણ કન્યા રૂપાળી બની જાય છે, પરી જેવી !’ મેં પપ્પાની વાતને મજાકમાં ઉડાવવા પ્રયાસ કર્યો હતો. પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા અને પછી અમે બન્ને ઘણીવાર સુધી પરીવાળી વાર્તાની વાતો કરતા રહ્યા હતા. અંતે પપ્પાએ ધીમેથી કહ્યું હતું : ‘દીકરા, ધીરજ રાખજે !’
મારા લગ્નના દસ દિવસ પછી જ પપ્પાનો દેહાંત થયો હતો. મૃત્યુ સમયે પપ્પાના ચહેરા પર એવો જ સંતોષ હતો જેવો પરીની વાર્તા સંભળાવતી વખતે મને તાળીઓ પાડી ખુશ થતો જોઈને આવતો. પપ્પાના એ સંતોષભર્યા ચહેરાએ મને તેમના અવસાનનો આઘાત સહન કરવા માટે થોડું આશ્વાસન પૂરું પાડ્યું હતું. પપ્પા ગયા પછી સુધા સાથેનું મારું લગ્નજીવન માંડ થોડો સમય ચાલ્યું. બિચારી સુધાનો કંઈ વાંક ન હતો. છતાં મને સુધાનો ચહેરો જોઈને જ અણગમો થતો. પરીની વાર્તામાં પેલી બ્રાહ્મણની છોકરીની વાત સાંભળતી વખતે થતો તેવો અણગમો. જેમ સુધા મારો વધુ ને વધુ ખ્યાલ રાખતી તેમ હું સુધા તરફ વધુ ને વધુ ચિડાતો. હું સુધા સાથે અવાર-નવાર ઝઘડા કરતો. એક વખત નાની અમથી વાતમાંથી ખૂબ મોટો ઝઘડો કરી મેં સુધાને પિયર મોકલી દીધી. થોડા દિવસો પછી મેં ડિવોર્સ પેપર્સ મોકલ્યાં. તો તે પણ સુધાએ ચુપચાપ સહી કરી મને મોકલી આપ્યાં.
આ વાતને સાતેક મહિના થયા. અચાનક એક દિવસ સુધાના ભાઈનો ફોન આવ્યો, ‘સુધાને એક્સિડન્ટ થયો છે, કદાચ…..’
હું હૉસ્પિટલે પહોંચ્યો.
‘દાદર પરથી પગ લપસ્યો…..’ સુધાના ભાઈએ અત્યંત દુ:ખી સ્વરે જણાવ્યું અને તેના અવાજની વેદના ચરમસીમાએ પહોંચી, ‘….આઠમો મહિનો હતો…….’ મારા પગ તળેથી ધરતી સરકી ગઈ. ઘડીભર હું કંઈ બોલી ન શક્યો. મને જાત પ્રત્યે ઘૃણા ઊપજી. મેં આ ઘૃણા ઓછી કરવા નિરર્થક પ્રયાસ કર્યો, ‘…. મને જણાવ્યું પણ નહિ… અને…. સહી પણ….’
‘….અમે તો જાણ કરવા સમજાવ્યું હતું પણ સુધા તમને કોઈ બંધનોમાં બાંધવા નહોતી ઈચ્છતી….’ સુધાના ભાઈએ લાચારી દર્શાવી. મને પહેલીવાર સુધા પ્રત્યે પ્રેમ ઊપજ્યો. ઑપરેશન થિયેટરનો દરવાજો ખૂલ્યો. એક નર્સ બહાર આવી, ‘સુધાબેનના મિસ્ટર કોણ છે ?’
નર્સ મને અંદર લઈ ગઈ. ઓપરેશન બેડ પર સૂતેલી સુધાની આંખો જાણે મને જ તાકી રહી હતી. તેના ચહેરા પર વેદનાભર્યો સંતોષ પ્રસરી ગયો. તેનો એક હાથ મારી તરફ લંબાવ્યો હોય તેમ પથારીમાં પડ્યો. હું અધીરાઈભર્યા પગલે તેની પાસે પહોંચ્યો. મેં પથારીમાં પડેલો તેનો હાથ પ્રેમપૂર્વક મારા હાથમાં લીધો. તેનો હાથ મારા પ્રેમની ઉષ્મા ન અનુભવી શકે તેટલો ઠંડો પડી ચૂક્યો હતો. મેં રડવા ઈચ્છયું, પણ હું રડી ન શક્યો. પપ્પાના અવસાનના શોક કરતાંય આ દુ:ખ બમણું હોય તેમ મને લાગ્યું. મેં જ સુધાનો ભોગ લીધો હોય તેવી લાગણી થઈ. દીવાલમાં માથું પછાડવાનું મન થયું, પણ હું સુધાનો ઠંડો પડતો જતો હાથ પકડી બેસી રહ્યો.
અચાનક પાછળથી કોઈએ મારા ખભે હાથ મૂક્યો. મેં ફરીને પાછળ જોયું. તરત જ પાછળ ઊભેલી લાગણીભીની આંખોવાળી નર્સ ભારે હૈયે બોલી, ‘તેમની છેલ્લી નિશાની….’ અને તેના અનુભવી હાથ વડે બહુ કાળજીપૂર્વક ઊંચકેલી એક નવજાત બાળકી મારાં નિર્જીવ હાથમાં મૂકી, ‘આઠ જ માસ થયા’તા…. તોય સાવ તંદુરસ્ત છે… ચમત્કાર જ કહેવાય !’ પપ્પાનો વાર્તા કહેતો ચહેરો અને શબ્દો મારી આસપાસ ઘૂમરાવા લાગ્યા. ‘ફૂલની પાંદડી જેવું કુમળું શરીર…. ચાંદની જેવો ઊજળો રંગ…. આકાશના તારલા જેવી ચમકતી આંખો….’ એકાએક તેનામાં સળવળાટ થયો. તેના બેઉ હાથ બાજુમાં ફેલાયા. મારા કાનમાં મેં એકદમ નજીકથી જોયેલા પપ્પાના વાર્તા કહેતા મુખમાંથી નીકળતા શબ્દો અથડાયા, ‘પાંખો ? પાંખો તો વાદળ જેવી પોચી……’
તેના ગાલ પર એક અડધું સુકાયેલું આંસુ ચમકી રહ્યું હતું…. મોતીની જેમ. હું કોઈ જાદુઈ વિસ્મયથી ઘેરાતો ગયો. મેં તેની આંખોમાં જોયું. તેના બે હોઠ વચ્ચેથી એક ફૂલ ઝર્યું. મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ, ‘પરી !’
Awesome…
અદભૂત !
મઝા આવી ગઈ…… ઘણી સરસ વાર્તા….
ખુબ સુંદર વારતા…..
ક્લ્પનાની પાંખો વાસ્તવિકતાના આકાશમાં ફેલાય છે….ને પાછી કલ્પનાના આકાશમાં પાછી ફરે છે.
સુંદર … પ્રથમ ક્રમાંકને પાત્ર…
ekdam rovdavi de tevi vaarta..
deserves to be number 1..
congrats Pareshbhai..khooob saras..
કહાની નંબર વન
સુંદર ક્રુતિ
ધન્યવાદ
નિમ
Excellent….
ખૂબ જ સુંદર. આભિનંદન
ખુબ સરસ. અદભુત વાર્તા. અદભુત વર્ણન. અદભુત કન્સેપ્ટ. ખુબ સરસ. અભિનંદન્.
ખુબ જ સરસ, ભાવવાહિ વાર્તા.
અભિનન્દન્
નવોદિત લેખક વાર્તાનો લય જાળવી પરાકાષ્ડાએ પહોચાડવામાં સફળ થયા છે.
પરી….પ્રથમ ક્રમાંકને લાયક છે.
લેખકશ્રીને શુભેચ્છાઓ સાથે
આભાર.
“પણ હું ચુપચાપ, એકીટશે તેમના ઉઘાડ-બંધ થતા હોઠને નિહાળતો રહેતો. જાણે હમણાં ત્યાંથી જ પેલી પરી બહાર આવવાની હોય !”
ખુબ સુન્દર રજુઆત..મન પ્રફુલિત થઈ ગયુ.
touching!
Excellent Story. It deserves to be No. 1. Congratulation Paresh Bhai!!
very nice story.
thanks pareshbhai
Excellent…..Thanks Pareshbhai for the emotins created by story………
ખુબ જ સુન્દર વાર્તા.. હૈયુ ભારે થઇ ગયુ..મજા આવિ..આભાર્..
સરસ વાર્તા ! મજા આવી ગઈ ! પરેશ કળસરિયા એક સારા કવિ છે એ વાતતો હું જાણતો હતો પરંતું સારા વાર્તાકાર પણ છે એ આજે જાણ્યું ! આવી ને આવી શૈલીમાં કલમને ચલાવતા રહે ને ગુજરાતી સાહિત્ય ને સમૃધ્ધ કરતા રહે એ જ શુભેચ્છાઓ ! અંતે ફરી એક વાર સહ્ર્દય અભિનંદન …-‘ઈશ્ક’પાલનપુરી
દીકરી ખરેજ પરી જેવી હોય છે. ખૂબજ લાગણીસભર વાર્તા. બાળપણ મા સામ્ભળેલી વાર્તાઓ યાદ આવી ગઈ. લેખક ને ખુબ અભિનન્દન.
કૃતિ વાંચીને બે ‘પરીઓ’ ના બાપ હોવાનું ગૌરવ બેવડાયું.
કૃતિ વાંચ્યા પછી આ જગતમાં કોઈ એક જણ પણ……..દીકરીનાં ગર્ભ ને ન પડાવે……..તો તેનાથી મોટો કોઈ પુરસ્કાર નહી હોય.
આડવાત…….લેખકની જેમ…..હું પણ ભાવનગરી છું એટલે થોડો વધારે ‘પોરસાયો’
Very nice story.
બહાર ની સુંદરતા કરતા મન ની સુંદરતા વધુ જરુરી છે.
We often read the matrimonial adversiement, where there is a demand for fair, beautiful and slim (FBS)daughetr-in-law, irrespective of the beauity of the boy. The boy may be fat, black and ugly looking but his expectation for the bride will be FBS.
ધોળિયા ઓ એ ગોરા વાન નુ એટલુ ઘેલુ લગાડયુ છે કે, આઝાદિ ના આટલા વરસ પછી પણ આપણે એના મોહ મા થી બહા નથી આવી શકયા.
પોતાનાં મન અને બુધ્ધિનાં અવિકાસ માટે બીજાને દોષ આપવાની જરૂર નથી.
તૃપ્તીબેન,
જો આવુ જ હોત તો સ્ત્રીઓમાં ખુશવંત સિંહ સલમાન ખાન કરતા વધુ પોપ્યુલર હોત.
આજે તો પેકેજીંગનો જમાનો છે. અને એમ પણ આપણા ભારતમાં arranged marriage એક બજારથી કમ નથી. છોકરો ખાનદાની, સારુ કમાતો હોવો જોઇએ અને છોકરી રૂપાળી, ઘરકામમાં કુશળ હોવી જોઈએ. વિદેશથી આવેલા ગ્રીન કાર્ડ હોલ્ડરો ૧૫ દિવસ-એક મહિનામાં ‘શોપિંગ’ નથી કરી જતા !!
ગુજરાતમાં લોકો ઘણા લિબરલ છે પરંતુ તમે પંજાબ, યુપી, બિહારની અત્યારની સમાજવ્યવસ્થા જોશો તો લગ્નના નામે શું શું ચાલે છે તે જાણીને આઘાત પામશો.
નયન
શ્રી નયનભાઈ
તમે જે ઉત્તર ભારતની લગ્ન વ્યવસ્થા બાબતે કહ્યું તે આજની વાસ્તવિકતા છે.
ઉત્તર ભારતના ખસ કરીને પંજાબમાં ફ્રોડી લગ્નોનું પ્રમાણ અત્યંત વધી જવાથી અને
આ સમસ્યા ભારત સરકાર માટે માથાના દૂઃખાવા સમાન બની હોવાને કારણે
વિદેશોમાં કૉંસ્યુલેટમાં ખાસ બ્યુરો ઉભા કરવા પડ્યા છે જેમાં કોઈપણ પિડીત સ્ત્રીને
મફત કાનૂની વ્યવસ્થા માંડીને શક્ય તેટલી મદદ કરવાનો પ્રયાસ થાય છે.
શ્રી જયભાઈ તથા નયનભાઈ,
કૃપયા વિષયાંતર ન કરતાં, વાર્તાના સંદર્ભમાં જ આપના વિચારો વ્યક્ત કરવાનો આગ્રહ રાખો.
ધન્યવાદ.
લિ.
તંત્રી, રીડગુજરાતી.
Nayanbhai,
I was talking in the general terms and not particularly about any state or region.
In any newspaper, if you see the matrimonial advt., the expectation for the bride will be, as have described in my original comment. Here the issue was not of any liberalisation in Gujarat and so on OR the bride or groom coming from abroad for the respective life partner.
If you are talking about the NRI coming to India for the marriage prospect, let me tell you, the scenario has changed, the girls of India who can have the all facility in life in India is not willing to go abroad, as there the house maid facility is not available (where as here in India they are use to of the same) at the same time, due to globalization and high job prosperity, there are better job opportunities in India. NRI girls do not want the groom from India, as the boys of India (especially in our Gujarati community) are not used to of working at home. In addition, in the western country irrespective of your education and status in the society, every one has to share the housework and no discrimination is possible on the ground of the sex.
Though the topic to be discussed was not the one that we are discussing, but could not resist giving reply to your irrelevant comment.
Nayanbhai,
One more thing I wanted to add, ‘ in context with your statement, ‘છોકરી રૂપાળી, ઘરકામમાં કુશળ હોવી જોઈએ’ even, the black and ugly looking girl can run the household may be more efficiently then the beautiful girl.
મૃગેશભાઈ,
વિષયાતંર બદલ ક્ષમા કરશો. આ તો સાલુ પ્રેમ જેવુ છે, ખબર જ નહિ પડે, વિષયાતંર ક્યારે થઈ ગયો.
તૃપ્તિબેન,
“We often read the matrimonial adversiement, where there is a demand for fair, beautiful and slim (FBS)daughetr-in-law, irrespective of the beauity of the boy. The boy may be fat, black and ugly looking but his expectation for the bride will be FBS. ”
તમારી ઉપરની લાઈને મને રિપ્લાઈ કરવા મજબૂર કરી દીઘો. હંમેશા પુરૂષ જ કંઈ ખરાબ નથી હોતો. અને છોકરી કે તેના માતા પિતાને પસંદગીનો પૂરેપૂરો અવકાશ છે.
“One more thing I wanted to add, ‘ in context with your statement, ‘છોકરી રૂપાળી, ઘરકામમાં કુશળ હોવી જોઈએ’ even, the black and ugly looking girl can run the household may be more efficiently then the beautiful girl.”
ફેટ, બ્લેક અને અગ્લી પુરૂષ પણ દેખાવડા પુરૂષ કરતા સારો પતિ પુરવાર થઈ શકે છે.
મૃગેશભાઈ,
તંત્રીનોંધ મૂકવાનુ કષ્ટ ન કરશો, આના પછી મારા તરફથી કોઈ કોમેન્ટ નહી આવે.
નયન
Nayanbhai,
No where in any of the matirmonial advt. there is a demand for fair and hadsome boy!!!!!!!!!!!!!!!!
એક હ્ર્દ્ય્સ્પ્શિ વ્/ર્ત્/.
really wonderful n touching story….it makes me cry!!
mr. paresh deserves to be no. 1…..
thank u
Beautiful story… Got goosebumps….. પ્રથમ પુરસ્કાર માટે એક્દમ “Perfect”
સરળ અને હ્રદય સ્પર્શી શૈલી મા વાર્તા રજૂ કરી છે પ્રથમ ક્રમાકે આવી શકેઈ એવી વાર્તા છે.
wah !………..wah!………..
it’s realy this story is no.1
sir tumari yeh story realy me dil ko chhu gae he.hum aapse request kar rahe he k plz aapki aur article hume jarur se post kiji yega plz plz plz
dil se aaj hum kahena chahenge irshad
પરી+ઈશ=પરેશ
પરેશભાઈના નામમાં જ પરી સમાઈ છે.
પરી જેવી જ નાજુક કોમળ કુશળ વાર્તા. વાર્તાનો નાયક સહેજ મોડો પડ્યો…
બાહ્ય સુંદરતા કરતા આંતરિક સુંદરતા- સૌંદર્ય જ સાચું અને અમર છે.
પરેશભાઈને અંગત અભિનંદન તો મળ્યા જ હશે. ફરીથી અભિનંદન..
ખુબ જ સરસ !! અભિનનદન .
Very nice story
Deserves to be no.1
I feel the main character should bo in time instead of late and should save his wife.
In short,the end should be happy.
કલ્પનાની પીંછી વડે ભાવવિશ્વને ખૂબજ સુંદર રીતે ઉપસાવ્યું છે
ખરેખર ખુબ જ સુંદર વાર્તા !
અભિનંદન અને શુભેચ્છાઓ !
-વર્ષા બારોટ
ખુબ સુન્દર ,
Wonderful!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Go ahead. It seems you have the blessings of Saraswati Devi.
May god bless you!
Dr. Janak Shah
બહુ બહુ સરસ
બહુ જ સુન્દર ભાવવાહી વાર્તા લખી છે.
ખુબ સરસ, ખુબ સરસ વારતા. પ્રથમ નમ્બરની જ વારતા. અભિનન્દન.
પરેશભાઈ, સરસ વારતા લખતા રહેજો અને મૃગેશભાઈ સરસ વારતા અમને વન્ચાવતા રહેજો. આભાર.
Excellent Story. Deserves to be # 1
પરેશભાઈ,
પ્રથમ તો સ્પર્ધા જીતવા બદલ અભિનંદન. મેં સ્પર્ધાની અન્ય કોઈ વાર્તાઓ તો વાંચી નથી આથી ક્રમ બાબતે અભિપ્રાય આપી નથી શકતો.
પરંતુ તમારી વાર્તા, તમારી માવજત ખૂબ જ સરસ છે, તેમા કોઈ જ બેમત નથી. તમે માનવજીવનના એકથી વધુ પહેલુઓને અસરકારક રીતે રજૂ કર્યા. પિતા-પુત્રનો સંબંધ, પુત્રની ઉત્સુકતા, પતિ-પત્નીનો સંબંધ અને પ્રેમનો સંબંધ તો ખરો જ.
પ્રેમ જીતવા માટે તો હારવુ જ પડે. સુધાએ તેમને સર્વ બંધનોમાંથી મુક્ત કરીને પ્રેમના બધનમા બાંધી દીધા.
નયન
શ્રી નયનભાઈ
વાર્તામાં સુધાએ પરીના પાત્રને નિખારવા પ્રાણની આહુતિ આપી પરંતુ જો સુધા સર્વાઈ થઈ
હોત તો વાર્તાના નાયકને પશ્વાતાપનો મોકો મળત અને સુધા તરફની દ્રષ્ટી બદલાઈ
હોવાથી લગ્નજીવન મહેંકી ઉઠત અને તેમનો સંસારબાગ મહેંકી ઉઠ્યો હોત.
વાલ્મિકીનું મહત્વ ત્યારે જ વધે જ્યારે વાલિયા લૂંટારાનો પણ ઉલ્લેખ થાય.
ઘણી વાર વાર્તાને પરાકાષ્ઢા સુધી પહોંચાડવા અને વાચકોની સહાનુભુતિ મેળવવા
આવા પ્લોટ પર વાર્તા મંડાતી હોય છે.
શ્રી જયભાઈ,
તમે જે વાત કહી છે તે સાચી છે. દરેક વાર્તા, ફિલ્મ, પુસ્તક તો આખરે તેના કર્તાનુ સંતાન છે. કર્તાઓ ઓવરઓલ વધુ અસર નીપજાવવા આવા દુઃખદ આંચકા આપતા જ હોય છે. જો સુધા બચી જાત તો પછી ખાધુ, પીધુ ને રાજ કર્યુ જેવો ચીલાચાલુ અંત આવત. શોલેમાં અમિતાભ ન મરત તો, HAHK માં રેણુકા શહાણે ન મરત તો, ન્યુયોર્કમાં જહોન-કેટરીના ન મરત તો…
જો વાર્તામા તમે દુઃખદ આંચકા ન આપો તો સુખદ અંતની ધારી અસર નીપજતી નથી. પરેશભાઈ એટલે જ વધુ અભિનંદનના અધિકારી છે કારણ કે વાર્તાના અંત અને આરંભને બાદ કરતા કશુ જ feel good નથી. (પિતાનુ મૃત્યુ, ઓછો પગાર, કજોડું, પત્નીનુ મૃત્યુ). તેમની માવજતના કારણે જ સુધાનુ મૃત્યુ થવા છતા, પરી જન્મતાની સાથે જ મા વગરની થઈ ગઈ હોવા છતા વાચક feel good અનુભવે છે.
આ મારો પોતાનો અંગત અભિપ્રાય છે.
નયન
શ્રી નયનભાઈ
આપના દ્રષ્ટિકોણ સાથે સંમત છું. નકારાત્મક પરાકાષ્ઢા ધણીવાર ફીલ ગૂડ કરાવીને પણ
અસરકારતા તો ઉભી કરવામાં સફળ થાય છે જ. દરેક વાર્તામાં ખાધુ પીધું ને રાજ કર્યુ જેવું
હોય તો તેની અપીલ પણ તેટલી જ ઘટે.
કદાચ તેથી જ વાર્તાના નાયકનું હદય પરિવર્તન અને આગળનું સંસારચક્ર અપ્રસ્તુત છે.
અને હા આજના યુગમાં વાલિયામાંથી વાલ્મિકીનું કથાવહન ઓછું અપીલ કરી શકે
તેવો ભય પણ અસ્થાને નથી.
આ વાર્તા જેવા બનાવો સમાજમાં પણ ક્યાં નથી બનતા. આપણા હાસ્ય લેખક
શ્રી તારક મહેતાના માતૃશ્રી તેમને જન્મ આપ્યા બાદ ૧૦ દિવસે સ્વર્ગવાસી થયા હતા.
વાર્તા હ્યદયસ્પર્શી છે પણ બાળકોને નાનપણમાં ફક્ત રાજા / પરીઓની કાલ્પનિક વાર્તાઓ કહીને ઉછેરવાનું આ પરિણામ છે. નાનાં બાળકોને રાજા / રાજકુમાર / પરીઓની વાર્તા કયારેક કરવી ઠીક પણ સાથે સાથે બાળસંસ્કાર અને જીવન ઘડતરની વાર્તાઓ પણ કરવી જરૂરી છે. ફક્ત બાહ્ય સૌંદર્ય જેને દેખાય છે અને મન / બુધ્ધિનું આંતરિક સૌંદર્યની જેને કલ્પના નથી અને ઓળખતા આવડતું નથી એ માણસ નથી પણ પશુ છે.
Very nice touching story
superb story and congrats for win first prize
Wonderful story Mr. Paresh Kadsaria.
Wonderful description of fairy – (પરી) and feelings.
Enjoyed reading it.
Congratulations to you on being the top winner of the story competition.
ખુબ જ સુંદર રચના!
વાર્તા નાયક જેટલો જ રોમાંચ થયો — પરી માટે!
Really very nice and very interesting story of Pari!! Well done and Greate “Wordings”
its a beatiful story…
congratulation for winning the compitition…
its remind me my childhood….
when i us
રચનાત્મક વાર્તા માટે લેખક ને અભિનંદન પાઠ્વું છું.
Spellbinding writing.
Writer has charisma of a seasoned author.
congratulation………..pareshbhai……………
its unique story……………excellent……….u deserv this prize………best of luck,,,,,,,
હમવતની ભાવનગરના શ્રી પરેશભાઈને ખૂબ જ સુંદર વાર્તા આપવા બદલ અને પ્રથમ ઈનામ પ્રાપ્ત કરવા બદલ બેવડાં અભિનંદન!
વાર્તાની સરસ માંડણી અને પ્રવાહી કથન શૈલી ખાસ ધ્યાન ખેંચે છે.
સુધીર પટેલ.
very good story
very good
ખુબ કુશળ રજુઆત … વાર્તા લખવા ની શૈલી સ્ંવેદનશીલ્.. ઓછા શબ્દોમાં તમે ત્રણ પેઢી ની વાત કહી દીધી….શુભેચ્છાઓ….
i like it.
khub gamyu
વાહ પરેશભાઈ,વાર્તા વાચ્યા બાદ ખરેખર રડી જ પડાયુ…..
સ ર સ.
When I knew that the story got first price, I started to read it… with great expectations / doubts if it’ll be that much good… but truly, THIS IS ONE OF THE BEST STORIES one might have ever read!!!!! Bravo Sir!!! Bravo!!!!
વાહ!!!!!!!!!વાહ!!!!!!!!! પરેશભાઈ,
હૈયું હલાવી દેતી ‘ પરી ‘ .
નયનોએ જવાબ આપી દીધો.
સાચેજ નંબર વન.
હાર્દિક અભિનંદન.
સમજદાર કલમ પ્રસાદી પિરસતા રહો.
હાર્દિક શુભેચ્છાઓ.
આભાર.
પરીની વાર્તા સાંભળી, પરીના હૃદય જેવી પત્ની મળી પણ ઓળખી નહીં અને પરી જેવી જ પુત્રી મળી. બાહ્યરૂપ તો સમયની સાથે ઓસરતું જાય છે અને અંતઃચક્ષુ ખુલી જાય તો સુંદર મનના દર્શન થાય. સંતોષી નર સદા સુખી એ જીવનમાં કેમ ઉતરતું નથી?.
અબ પછતાયે હોત ક્યા જબ ચિડિયા ચુગ ગયી ખેત. પરી જેવી જ સુંદર મઝાની વાર્તા આપવા બદલ પરેશભાઇને અભિનંદન.
ખુબ જ સરસ્…વાચતા ની સાથે જ આખો મા આસુ આવી ગયા….well written…… many thanks to pareshbhai for such a fantastic article and thanks to mrugesh bhai…….for Read Gujarati….without him we ae not able to read such a nice article.
બહુ જ સરસ કલાત્મક વાર્તા.. અભિનંદન..
ITS REALLY NICE STORY…
ખૂબ જ સુન્દર. અભિનન્દન!!
VERY IMOTIONAL STORY.KEEP IT UP!
Pareshbhai,
Really a very nice story, touched my heart.
Keep it up.
Vipul
અભિનંદન પરેશ ભાઈ,
અત્યંત સરળ પણ અત્યંત માર્મિક વાર્તા…
ખૂબ ગમી…
……અને ચમત્કાર થયો…. એ કદરૂપી છોકરી…. બની ગઈ એક પરી……
પરી ને નિહાળ વા હ્દય નયન ખોલવા પડે સુન્દરતા જોવાથિ નહિ માણવા થિ પ્રાપ્ત થાય ,
ખુબ સુન્દર વાર્તા અભિનંદન પરેશ ભાઈ,
ખૂબ જ સુંદર વાર્તા…………
અભિનંદન પરેશભાઈ,
અત્યંત સરળ, હ્રદયસ્પર્શી, અને માર્મિક વાર્તા………..
સાચે જ નંબર વન,
આવી જ વાર્તાઓ આપતા રહો એવી દિલથી ઈચ્છા……..
સાથે હાર્દિક શુભેચ્છા પણ………..
સીમા
very touchy story!!!!!
congratulation pareshbhai!!!!
આવી વાર્તાઓ લખતા રહો!!!!!!
અદભુત
પન કદાચ આ વાર્તા ના કહેવાય
એકાન્કિ કહેવાય
પરેશ ભાઈ
very gud story. really a like it so much….
aankho bhini thayee gayee…
keep it up
shanu
ચોરીનો ધુમાડો ખાઈને કોઈપણ કન્યા રૂપાળી બની જાય
મીત્રો સાથે સાભળેલી લીટી યાદ આવી ગઇ. આએનુ કારણ વૈગ્નાનીક કારણનુ સ્મરણ થયુ.
I tried to use Gujarati key board, but could not go beyond two words so I am putting my thoughts in English.
The weaving of story is excellent, use of simple traditional words has been very effective. It touches the heart.Chidhood dreams and realities of youth are defined clearly.Reality of life is always cruel and demanding though the Childhood “PARI” syndrome remains in heart. We all live in this Paradox…..
This shows that written words are always more effective & powerful than the visual medium.
Jayendra Tanna-Bharti Tanna.
Thank you very much Pareshbhai you have touched our heart.
wow! came on this site after years!! 😀 lol.. nice story.. the title made me read this story… beautiful! congrates to the write for the win! 🙂
ખરેખર એક્દમ હ્દય સ્પ્ર્સશિ વારતા.
We people expect a lot from our life partners, but when we see its not coming true what we really want.. this kind of problem happens.
પરેશભાઇને કહેવુ પરે… excellent story.. Keep it Up.
Congratulations Pareshbhai for such a nice story.
Ashish Dave
Sunnyvale, California