અમેરિકન મકાઈની મજા – નટવર પંડ્યા

[રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા માટે પ્રસિદ્ધ હાસ્યલેખક શ્રી નટવરભાઈ પંડ્યા (સુરત)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9375852493]

અમારી ગલીના નાકે ઊભો ઊભો ગજેન્દ્ર એટલે કે ગજુ વડચ…વડચ… મકાઈનો ડોડો ખાઈ રહ્યો હતો. મેં પૂછ્યું : ‘ગજુ, આ શું ? અત્યારે મકાઈ ચાવવા માંડ્યો ?’ ત્યારે ગજુએ ગૌરવપૂર્વક મને ડોડો બતાવીને કહ્યું, ‘અમેરિકન મકાઈ છે હોં !’ ત્યારથી જ મારા મનમાં પ્રશ્ન ઊઠ્યો કે મકાઈ ભલેને અમેરિકન હોય પણ બાપ-જન્મારેય કોઈ દિવસ દીઠી ન હોય તેમ ઊભી બજારે ખાવાની ? અમેરિકન મકાઈ હોય અને અમેરિકાના ચાર રસ્તા પર ઊભા રહીને ઊંટ ડાળખાં-પાંદડાં ચાવતો હોય એમ જડબું હલાવતાં-હલાવતાં મકાઈ ખાતા હો તો ત્યાં આપણા પર કોઈક પ્રકારનો કેસ થવાનો સંભવ પૂરેપૂરો.

અરે ત્યાં તો અમેરિકન મકાઈ ધરાઈને ખાધા પછી ‘હો…ઈ….યા….આ…’ એવો ભવ્ય ભારતીય ઓડકાર પણ ન ખાઈ શકાય. મહિનો બે મહિનાની સજા પડે ! જ્યાં ખાધા પછી નિરાંતે ઓડકાર પણ ન ખાઈ શકતા હો તેવા દેશ પર ગૌરવ શા માટે લેવું ? આપણા દેશમાં તો તમે ગમે ત્યાં, ગમે તેનું, ગમે તેટલું ખાઈ જઈ શકો છો. ખાઈને ગમે તેટલા ઓડકાર પણ ખાઈ શકો છો. અને ગમે ત્યાં સૂઈ જઈ શકો છો. મકાઈ ભલે અમેરિકન હોય પણ આપણે ત્યાં તેને ટેસથી ગમે ત્યાં ઊભા-ઊભા, બસમાં બેઠાં-બેઠાં, ફિલ્મ જોતાં-જોતાં, ચકડોળમાં બેઠા-બેઠા કે રામકથા સાંભળતાં સાંભળતાં પણ ખાઈ શકો છો. ખાઈને ખાલી ડોડો ગમે ત્યાં ફગાવી શકો. બાકી અમેરિકામાં તમે મકાઈ ખાતા હો તો ચિંતા થાય કે કચરાપેટી ક્યાં હશે ? આપણા જેવા અજાણ્યા જો અમેરિકા ગયા હોય અને મકાઈ ખાધા પછી કચરાપેટી ન જડે તો પ્રિયતમાએ બર્થ-ડે પ્રેઝન્ટ આપી હોય એમ ખાલી ડોડો આખો દિવસ હાથમાં લઈને ફરવું પડે. ગમે ત્યાં ફગાવી ન શકાય.

જો અમેરિકામાં આ રીતે મકાઈ ખવાઈ ગયા પછી ખાલી ડોડા ગમે ત્યાં ફગાવવામાં આવે અને ત્યાંની મ્યુનિસિપાલિટી દ્વારા ઉપાડવામાં ન આવે તો ડોડાના ઢગલા થાય અને રોગચાળો ફેલાય. આપણે ત્યાં આવું ન બને કારણ કે આપણે ગમે ત્યાં ફગાવેલા ડોડા મ્યુનિસિપાલિટી ભલે ન ઉપાડે પણ તરત જ જેમના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એવા ગાય માતા, ગધેડું કે બકરી આવી ચડે. તેઓ અમેરિકન મકાઈનો સ્વાદ માણે ! આમ સફાઈની સાંકળ આપો આપ રચાઈ જાય. ધારો કે ગાયમાતા, ગધેડું, બકરી કે કૂતરાં રસ્તા પર ન રઝળતા હોત તો આપણે ત્યાં કચરાના કેટલા મોટા ઢગલા થાત એનો વિચાર કર્યો છે ? હવે તો ગાય રોટલા-રોટલી અને સડેલા શાકભાજી જ નહિ, જનકલ્યાણ અર્થે સાદા અને પ્લાસ્ટિકના કાગળ પણ પચાવી જાય છે. એટલે જ ગાય માતા કહેવાય છે. માતા સિવાય આપણી આટલી કાળજી કોણ લે ? આવો કચરો પચાવીને તે દૂધ આપે છે. ભેંસ આવું ન કરી શકે. ભેંસને તમે એક દિવસ પ્લાસ્ટિકના કાગળ ખવડાવો તો ત્રણ દિવસ દૂધ ન આપે. કરુણાં ક્યાં ? એટલે જ ગાય માતા છે.

અમેરિકન મકાઈ ખાવાનો ક્રેઝ આજકાલ અબાલ-વૃદ્ધ સૌમાં જોવા મળે છે. જેમના દાંતની આખે આખી વિધાનસભા બરખાસ્ત થઈ ગઈ છે તે પણ મકાઈના ડોડા ખાવાની કોશિશ કરે છે. (ચોકઠામાં પણ નીચલું ગૃહ અને ઉપલું ગૃહ હોય છે !) આવી કોશિષોને કારણે અભયારણ્ય જેવા મુખમાં મકાઈના દાણા, કલાકો સુધી નિર્ભય બનીને રખડ્યા કરે છે. અમારા પાડોશી ચંદુમામાના મોંમાં એકય દાંત નહોતો. તેથી તેમણે મકાઈ ખાવા માટે જ ચોકઠું બેસાડાવ્યું. નિષ્ણાત ડોકટરને કારણે આ ચોકઠું એવું સરસ મજબૂત અને ફીટ બન્યું કે ગમે તેવી કઠણ ચીજ પણ મોમાં જતા જ ભરડાઈને ભૂકો થઈ જાય. હવે બન્યું એવું કે એકવાર મકાઈ ખાવાના મહાપ્રયત્નમાં ચંદુમામાએ જરૂર કરતાં વધારે બળ વાપર્યું. કારણ કે મકાઈના બે-એક દાણા તેમને વધારે પડતા કઠણ લાગ્યાં. છતાં ચંદુમામાએ ભગીરથ પ્રયત્ન કરી તેને ભરડી નાખ્યા. (ચોકઠું મજબૂત ખરું ને !) અને ગળે ઊતારી દીધા, ખબરેય ન પડી ! એ તો પછી ચોકઠું સાફ કરવા કાઢ્યું ત્યારે ચોકઠાની નીચલાગૃહની બે બેઠકો ખાલી જોતાં ચંદુમામાને ફાળ પડી કે પેલા મકાઈના બે-ચાર દાણા કડક લાગતા હતા તે શું…આ… !?

જો કે માત્ર મકાઈ ખાવા માટે આખે-આખા ચોકઠાં ફીટ કરાવવા આપણને ન પોસાય. મકાઈ ખાવા સારું કંઈ ચોકઠાં નખાવાતા હશે ? એટલે જ અમારા નિવૃત્ત શિક્ષક મનહરલાલ માસ્તરે મોંમાં એકેય દાંત ન હોવા છતાં મૂઠી એક મકાઈના દાણા ઓર્યા. દાણા અને પેઢાંની કુસ્તી શરૂ થઈ. પેઢાં તો બિચારા બિલકુલ ગાંધીબાપુના સત્યાગ્રહીઓ જેવા અહિંસક, શું કરી શકે ? આમ છતાં ગાંધી ચીંધ્યામાર્ગે પ્રયત્નો ચાલુ રાખવાને કારણે પરિણામ એ આવ્યું કે મકાઈના બે દાણા પેઢા વચ્ચે એવા સલવાઈ ગયા કે કોઈ રીતે નીકળે નહિ. દાંતનોય ન થાય એવો દુ:ખાવો આ દાણાએ કર્યો ! છેવટે ડોક્ટરની સલાહ મુજબ પેઢાનો એક્સ-રે પડાવ્યો ત્યારે ડોક્ટર પણ ખુશ થઈને કહેવા લાગ્યા કે સાહેબ, ભલે તમારા બધાય દાંત ગયા પણ આ બંને દાંત તો એવા અફલાતુન છે કે તેના પર એક ડાઘ પણ નથી થયો. છેવટે ડોક્ટરે પાના-પક્કડ લઈ દાંત કાઢ્યા ત્યારે રહસ્ય સમજાયું. આમ ચોકઠાં વગર મકાઈ ખાવામાં મનહરલાલ માસ્તરને રૂપિયા સાતસો ચોંત્રીસનો ખર્ચ થયો અને બે દિવસ રાડો પાડી એ જુદી. આ કુદરતની લીલા કહેવાય. કુદરત કોને, ક્યારે, ક્યાં ફીટ કરી દે કંઈ કહી ન શકાય. માટે સમજાય તે ઘટના અને ન સમજાય તે લીલા !

મકાઈ ખાવી એ પણ કળા છે. જો ખાતા આવડે તો. પતિ ભરચક ટ્રાફિકમાં મહામહેનતે મોટરસાઈકલ ચલાવતો હોય અને પાછળ બેઠાં-બેઠાં મેડમ મકાઈનો ડોડો ખાતાં હોય એ દ્રશ્યમાં સંપૂર્ણ સ્ત્રી-સ્વાતંત્ર્યના દર્શન થાય છે. આવી રીતે મેડમે મૂઠી એક દાણા મોમાં ઓરી દીધાં હોય પછી ભયંકર છીંક આવે તો પતિ જરૂર ફફડી ઊઠે કે નક્કી કોઈક સોપારીબાજે તેના પર ભરબજારે ફાયરિંગ કર્યું ! (એક અર્ધસત્ય ઘટના પર આધારિત..) એકવાર એક ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોઈન્ટર પર ઊભો ઊભો ફરજકાળ દરમિયાન મકાઈનો ડોડો ખાઈ રહ્યો હતો. તેના કમનસીબે બરાબર તે જ સમયે ત્યાંથી કમિશનર સાહેબ પસાર થયા. સાહેબે તે દ્રશ્ય જોયું અને સાહેબને થયું કે આ સાલાને ટ્રાફિક પોઈન્ટર પર ઊભા રહીને શું ખાવું જોઈએ તેનું પણ ભાન નથી ? અને સાહેબે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો.

આમ, મકાઈ ક્યારે ક્યાં કઈ રીતે ખાવો એ અગાઉ કહ્યું તેમ એક કળા છે. અમારા પાડોશી માલતીબેન પોતાનું દરેક કાર્ય કલાત્મક ઢબે કરે છે. તેમના દરેક કામમાં આગવો ટચ હોય છે. આ માલતીબેન મકાઈનો ડોડો ખાતા હોય તો પણ માઉથ ઓરગન વગાડતા હોય એવું લાગે. પણ આવા દ્રશ્યો જોઈને કાંઈ આપણે આપણી પત્નીના હાથમાં મકાઈનો ડોડો આપીને તેમાં દાંત ભરાવતી હોય અને આપણે તેના ખભે હાથ મૂકીને વિકેટકીપરની જેમ પાછળ ઊભા હોય એવા દ્રશ્યની તસ્વીર ન ખેંચાવાય ! કારણ કે આવા દ્રશ્યો જો કહેવાતા પર્યાવરણવાદીઓની નજરે ચઢી જાય તો તેઓ આ મુદ્દે પણ મકાઈ બચાવો…. છોડ બચાવો….. વૃક્ષ બચાવો…. દેશ બચાવો… અથવા ફક્ત બચાવો….બચાવો….બચાવો…ના મુદ્દે પણ રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવી શકે તેમ છે. આ દેશમાં આંદોલન કરનારા ઘણા છે પણ મજબુત મુદ્દા નથી. કહેવાય છે કે આપણા દેશમાં સરકારી ઑફિસમાં કંઈ પણ કામ કરાવવું હોય તો ‘દાંત ભરાવવા’ પડે છે. માટે તમે પણ આજથી જ અમેરિકન મકાઈના ડોડામાં દાંત ભરાવવાની પ્રેક્ટિસ ચાલુ કરી દો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગૃહિણી – શૈલજાનંદ મુખોપાધ્યાય
લોકસાહિત્યમાં કુટુંબભાવના – જિતુદાન ગઢવી Next »   

31 પ્રતિભાવો : અમેરિકન મકાઈની મજા – નટવર પંડ્યા

 1. Pravin Shah says:

  પોલેીસે ટ્રાફેીક પોઇન્ટ પર શુ ખાવુ–સરસ વ્યન્ગ
  પ્રવિણ શાહ

 2. kalpanadesai says:

  waah! savaar savaarmaan vaate vaate vyang!
  maja padi gayi baapu! makaini jem chaavavaa jevo lekh.

 3. આપણે ત્યાં બધી જ પરદેશી વસ્તુઓની સારી એવી માંગ રહે છે…. એ પછી મકાઇ હોય કે મોબાઇલ…. 😀

 4. મજા પડી.- હસતા હસાવતા ઘણું કહી દીધું. જો કે આ મકાઈ માટે અમેરીકન મકાઈ કરતા સ્વીટ કોર્ન (મીઠી મકાઈ) વધારે બંધબેસતો શબ્દ છે. આ મકાઈ ભારતમાં વિપુલ પ્રમાણમાં પાકવા લાગી છે.

 5. જય પટેલ says:

  મકાઈ અમેરિકન હોય ભારતીય કુળની પણ…..
  ખાવાની મઝા તો મેહુલિયાના સંગમાં જ.

  શેકીને ખાવ અથવા બાફીને.
  કૉલસાની સગડી પર બાફેલી મકાઈનો સ્વાદ તો દાઢે વળગે
  આવી મકાઈ શ્રીમાન પૉલિસ કમિશનરને ખવડાવી હોય તો
  ન ખાવાનું ખાતા બંધ જરૂર થઈ જાય…!!!

  સુંદર હાસ્ય લેખ.

 6. nim says:

  શ્રી નટવર પંડ્યા નો આ લેખ વાચી મજા પડી ગઈ.
  અમેરીકા તરફ થી આપણા પૂર્વ રાષ્ટ્ર્પતિ એ. પી. જે. અબ્દુલ કલામ અને હવે શાહરુખ ખાન ને મળેલા અપમાન પછી
  અમેરિકન મકાઈ ખાવા ની ઈછ્છા નથી.
  હવે તો ભારતીય મકાઈ અમેરીકન ને ખવડાવી ને જંપશુ
  બાકી લેખ વાચી બહુ જ મજા આવી.
  ધન્યવાદ
  નિમ

 7. tejal tithalia says:

  Nice Article…..

 8. “અરે ત્યાં તો અમેરિકન મકાઈ ધરાઈને ખાધા પછી ‘હો…ઈ….યા….આ…’ એવો ભવ્ય ભારતીય ઓડકાર પણ ન ખાઈ શકાય. મહિનો બે મહિનાની સજા પડે !”

  હા હા હા હા…. બહુજ સરસ લેખ્…

 9. મજાનો હાસ્ય લેખ અને અર્થસભર વ્યંગ.
  હાસ્યલેખ લેખ-કથા લખવા સરળ નથી અને એ પણ નિર્દોષ વ્યંગ અને હાસ્ય ઉપજાવવું અઘરૂં છે.
  લેખકને અભિનંદન કે એઓ સફળ થયા છે.
  ખાસ તો,
  “જ્યાં ખાધા પછી નિરાંતે ઓડકાર પણ ન ખાઈ શકતા હો તેવા દેશ પર ગૌરવ શા માટે લેવું ? ”
  એ અહિં અમેરિકામાં વધારે સમજાય છે.

 10. Ami Patel says:

  The makai you get in America is not as good as what you get back in India. does anybody know why its even called “American” ?

  • અમીબેન,
   આપની વાત સાચી કે ‘અમેરિકન’ મકાઈ દેશમાં વધુ મીઠી લાગે કારણ કે એણે દેશમાં વહેતી સરિતાઓના ‘અમી’ પીધાં હોય છે.
   અમેરિકન મકાઈ કેમ કેહેવાય એ તો કોઈ ખ્યાલ નથી પણ અહિં અમેરિકામાં મકાઈનો પાક ખુબ જ થાય. અને ખાવામાં કોર્ન ઓઈલ બહુ જ વપરાય છે! આપણાસ સિગતેલની માફ્ક. એમાં સિઁગતેલ જેવો સ્વાદ-સોડમ નથી હોતા.

   • જય પટેલ says:

    શ્રી નટવરભાઈ

    અમેરિકન મકાઈ કે પછી સ્વીટ કૉર્ન વિષે વિસ્તૃત માહિતી વિકીપીડિયા પર ઉપલબ્ધ છે.

    આપ સર્ચ બૉક્ષમાં સ્વીટ કૉર્ન મૂકશો તો સઘળી માહિતી હાજર થશે.

 11. કલ્પેશ says:

  એક આડવાતઃ જો અમેરિકામા મકાઇ ખાઇનો મકાઇનો ડોડો ગમે ત્યા ફેંકી શકાતો હોય તો અમેરિકામા રહેતા ભારતીયો શુ કરે?
  દેશની યાદ આવે ત્યારે ગમે ત્યા ગંદકી કરી લેવી કે પછી નહી? 😉

 12. જય પટેલ says:

  શ્રી કલ્પેશભાઈ

  દેશની યાદ આવે ત્યારે….ના અનુસંધાનમાં કહું તો….

  જેકશન હાઈટ…ન્યુ યોર્કમાં ૭૪મી સ્ટ્રીટ પર ભારતીય બજાર આવેલું છે
  ત્યાંની મુલાકાત લેશો તો તમને પાનના ગલ્લા…પાનની પિચકારીઓ
  પાન પરાગ…માણેકચંદની પડિકીઓ ગમે ત્યાં રસ્તા પર જોવા મળશે.
  શેરડીના કૉલાં પણ જોવા મળશે અને ફુટપાટ પર ભારતની જેમ જ
  ચીજ વસ્તુઓ વેચાય છે.

  આજ દ્રષ્ય ન્યુ જર્સીના નેવાર્ક એવન્યુ કે શિકાગોના ડેવોન પર જોવા મળશે.
  અને હા
  મકાઈ ડોડો તો ભુલાઈ જ ગયો તે પણ મળતો હોય તો નવાઈ નહિ.

  ન્યુ યોર્કના ગીતા મંદિરમાં તો પ્રસાદની એક ઝલક મેળવવા માટે ઝપાઝપીમાંથી
  પસાર થવું પડે…!!!!

  ભારતીયો બધે જ સરખા.

 13. Veena Dave, USA says:

  સરસ લેખ.

 14. Jayesh says:

  લેખ વાંચવાની મજા આવી. આપણી જીવન શૈલી પર સરસ કટાક્ષ છે.
  અમેરિકામાં વીપૂલ પ્રમાણમાં મકાઈ થાય છે પણ માણસ કરતા જનાવર (Pig/Hog farm) માટે તૅનો વધુ ઉપયોગ થાય છે. તેવુ મારુ માનવુ છે.

  ઍક આડ્વાત્. પહૅલી વાર ગુજરાતીમાં કોમૅન્ટ્સ લખી રહ્યો છું. માતૃભાષામાં લખવાની ટકોર અમૂક વાચક મિત્રોઍ થોડા દિવસ પહૅલા કરી અનૅ મને મારી આળસ ખંખેરી પ્રયત્ન કરવાનુ મન થયું. આટલું લખતા ઘણી વાર થઈ પણ પ્રેકટિસનો સવાલ છે. બાકી બાલમંદિરમાં ક, ખ,ગ લખતા જેટલો આનંદ થયો હશે તેટલો આનંદ(thrill) માતૃભાષામાં કોમપ્યુટર પર લખતા આજે થયો.

 15. Vraj Dave says:

  ખુબજ સરસ લેખ. શ્રી જયેશભાઇ ગુજરાતી માં ખુબજ સરસ લખ્યું છે,ધન્યવાદ.આપનું અનુકરણ બીજાઓ પણ કરશે જ એવી આશા.

 16. DKPatel - Gujarat-INDIA says:

  શ્રી કલ્પેશભાઈ અને જય ભાઈ

  આવુ પણ થાય છે

  ન્ઓડિટોરિયમ- હિન્દુ ટેમ્પલ ન્યુયોર્ક.
  છના સમયવાળું ગુજરાતી નાટક પોણા સાતે ઘોંઘાટની હાજરી વચ્ચે ચાલુ થાય એ પહેલાં ની સૂચના : જે જે પ્રેક્ષકો ઉપરની બાલ્કનીમાંથી નીચેની આગલી હરોળમાં ઘૂસી ગયા છો તે સારી વાત નથી. મૂળ જગ્યાએ પાછા જાવ પછી જ શો શરૃ થશે.

 17. DKPatel - Gujarat-INDIA says:

  હિરેનભાઈ

  માણસ પણ પોતાના નામ પાછડ USA લખે છે.

  આપણે ત્યાં બધી જ પરદેશી વસ્તુઓની સારી એવી માંગ રહે છે…. એ પછી મકાઇ હોય કે મોબાઇલ….

 18. Utkarsh Shah says:

  ઘણો જ સરસ લેખ.

  આમ તો ઘણા વાચક મિત્રોએ યોગ્ય પ્રતિભાવ આપ્યા જ છે. પરંતુ લેખકે જે બીજી એક વાત તરફ અંગુલી નિદેશ કર્યો છે, તે બાબત તરફ હું ધ્યાન દોરવા માંગુ છુ.

  ભારતિય સંસ્ક્રુતિમાં ગાય ને માતા ગણવામાં આવે છે. પણ શું આજ ના સમયમાં એ સંન્માન ગાય ને મળી રહ્યુ છે? ગાય ને પ્લાસ્ટિક ખાવું પડે એ બાબત આપણાં બધા માટે દુખદ નથી? દેશ આપણો છે સંસ્ક્રુતિ આપણી છે. અને એના જતનની જવાબદારી પણ આપણી જ છે. ભારતમાં રહી ને કચરો ગમે ત્યાં ફેંકી ને ગંદકી ફેલાવીએ છીએ અને સફાઈ કરવાની જવાબદરી સ્થાનિક સુધરાઈની છે, તેમ કહિ ને છટકી જઈયે છે. વિદેશમાં આવી ને જેતે દેશના દરેક પ્રકારના કાયદાઓનુ ઉન્ધા પડિને પાલન કરીયે છે. આપણા પોતાના દેશમાં, કાયદાનું પાલન કેમ નથી કરતા? કચરાનો યોગ્ય નિકાલ કરવો શું આપણી નૈતિક જવાબદારી નથી?

  આપણે બધા કોઇને કોઇ તબ્બ્કે કાયદાનું ઉલ્લ્ંઘન કરતા હોઇયે છીએ. હું પણ એમાં અપવાદ નથી. કાયદાનું પાલન કરવુ એટલું અઘરું પણ નથી.

  મારું કહેવાનું એટલુજ છે કે આપણા દેશને સુન્દર્ અને ઉત્તમ બનાવવાનું આપણા જ હાથ માં છે. જરુર છે એક પ્રયત્ન કરવાની. ચાલો એક નવો ચીલો ચાતરીયે. એક નવી શરુઆત કરીયે.

 19. nayan panchal says:

  સરસ મજાનો હાસ્યલેખ.

  સ્વીટ કોર્ને એ રીતે પગપેસારો કરી દીધો છે કે સાદા મકાઈ તો હવે શોધવા પડે છે. ભેંસ પ્લાસ્ટિક કે કાગળ ખાઈને દૂધ કેમ નથી આપતી તેના માટે એક તપાસસમિતીની રચના કરવી જોઈએ. આ રીતે તો ભારત જેવા દેશને રોજના હજારો લિટર દૂધનુ નુકસાન થાય છે…

  નયન

 20. Paresh says:

  સુંદર કટાક્ષિકા. હસાવતામ હસાવતાં ઘણૂ કહી દીધુ. સમજાય તે ઘટના અને ન સમજાય તે લીલા, સુંદર. આભાર પંડ્યાજી

 21. લેખ ખરેખર જ વિદ્વત્તાપૂર્ણ છે અને લેખક ધન્યવાદને પાત્ર છે. હું ઉત્કર્ષ શાહ સાથે સંમત છું. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા ગણવામાં આવે છે. ગાયમાતા કચરો અને ગંદકી સાફ કરીને પરોપકારાર્થે દૂધ આપે છે. સ્થાનિક સૂધરાઈનાં જાહેર આરોગ્ય વિભાગની અંદર કામ કરતાં સ્વાસ્ય્. કર્મચારીઓ કચરો અને ગંદકી સાફ કરીને પરોપકારાર્થે સ્વાસ્ય્ત આપે છે. કહેવત છે કે, “સારવાર કરતાં સાવધાની સારી” અથવા ‘‘પ્રીવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર’’. તો શું તેમને આપણે કદી પણ ભગવાન કે માતા તરીકે માન આપ્યું છે ખરૂં? શું એ માત્ર મગરનાં આંસુઓ છે? ભારતીયો તેની અસ્મિતા અને સંસ્કૃતિને લઈને દુનિયાભરમાં જે ઝંડા લઈને ફરે છે તેમને આ એક લપડાક છે. મારૂં કહેવાનું એટલું જ છે કે આપણા દેશને સુન્દર અને ઉત્તમ બનાવવાનું આપણા જ હાથમાં છે. જરૂર છે એક પ્રયત્ન કરવાની. ચાલો એક નવો ચીલો ચીતરીયે. એક નવી શરૂઆત કરીએ. ભગવાન કે માતા તો ઠીક પણ એક માનવી તરીકે તેમને અપનાવીએ.

 22. શ્રીમાન નટવરભાઈ પંડ્યા, આપનો આ હસ્યલેખ વાંચીને ખરેખર ખૂબ જ મઝા પડી ગઈ. આશા છે કે આપના બીજા આવા જ હસ્ય સભર લેખો વાંચવા મળે.

 23. દિવ્યમ અંતાણી '' નાગર'' says:

  Very nice Kalpesh bhai. nobody can use such a sense of Humor except Gujaraties!!! Soooo good!!

 24. Puja Patel says:

  તમારિ આ ક્રુતિ ખરેખર સુન્દર લગિ. તમે ૧ વાર જરુર તમારા મો થિ લોકોને સમ્ભલવજો. મજા પદેી જસે બાપુ….!!!!!very very naice makai… modhama to lab lab pani avi gayu 6e. are bhai koi amerikan makai lavo jaldi…….. munnabhai no oder 6e ……bapu bapu……!!!!!!!!! maja padi gai……… sarkit jaldi jaldi makai la ye le tu bhi khaaaaa……………………………….!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 25. hiral says:

  aap na j desh ,ma malti vastu ni koi ne jane value j nathi and amerika thi ke bija koi pan desh ni vastu hoy to ano garv kare che pan bhai aap na desh jevu sukh and aap ni matrubhumi jevu sukh koi na aapi sake aap ne aap ni vastu no and varasa nu jatan and gaurav karvu j joi ae . bahu j saras story che and vyangpurn varta maja aavi

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.