એ ઘડી વીતી ગઈ – અવંતિકા ગુણવંત

[‘પ્રેમ ! તારાં છે હજાર ધામ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 067દેવશ્રી રુચિરને રોજ મળતી ને એક પત્ર આપતી. પાંચસાત લીટીમાં એ કાગળ પૂરો થઈ જતો. ક્યારેક તો એકાદ બે લીટીમાં જ – પણ એ થોડા જ શબ્દોમાં દેવશ્રી એનું હૈયું ઠાલવી દેતી. એ કાગળ વાંચીને રુચિરનો ચહેરો પુલકિત થઈ ઊઠતો. હસી ઊઠતો. દેવશ્રી અધીરી થઈ ઊઠતી કે રુચિર હવે કંઈક બોલશે, પણ રુચિર કંઈક બોલતો નહીં. દેવશ્રીના મનમાં પ્રશ્ન અટવાયા કરતો કે ‘રુચિર મને કહે, તું કેમ આટલો ખુશ થઈ ગયો ? મારા કાગળથી તારા હૈયામાં કેવી લાગણીઓ ઊઠે છે ?’ પણ દેવશ્રી મનમાં ઊઠતો એ પ્રશ્ન હોઠ બહાર કાઢી શકતી નહિ. વાતાવરણ જીવંત રાખવા એ એક હજાર ને એક નિરર્થક સવાલો પૂછતી ને રુચિર એ પ્રશ્નોના જવાબ આપતો. પણ દેવશ્રીના હૃદયને બેચેન કરી મૂકતો પેલો સવાલ તો બાકી જ રહી જતો.

રુચિર દેવશ્રી સાથે દુનિયાભરની વાતો કરતો. નાનપણનાં તોફાનની, મિત્રો સાથે હતુતુ અને નાગોળચું રમતાં કેટલી વાર પડ્યો હતો ને હાથપગ છોલાયા હતા. સંતાકૂકડી રમતાં ભોંયરામાં જતાં એ કેવો ડરતો હતો ને ખો રમે ત્યારે દાવ આવે તો એ કેવો ગભરાઈ ઊઠતો, લખોટી રમવાની કુનેહ કુશલતા કદી સધાઈ નહિ ને કાયમ હારી જતો, બધી લખોટીઓ ગુમાવવાથી સર્વસ્વ ગુમાવ્યું હોય એમ એ હક્કાબક્કા થઈ જતો. આમ બાળપણની વાતો એ સંપૂર્ણ વિગતે દેવશ્રીને કરતો, ત્યારે દેવશ્રી એકીટશે એના મોં-આંખો સામે જોતી. રુચિરની આંખોમાં બાળકોની દુનિયા દેખાતી પણ દેવશ્રીને એના સવાલનો જવાબ ના મળતો.

ચિરપુરાતન આ એક સવાલ સદીઓથી એક પ્રેમીએ બીજા પ્રેમીને પૂછ્યો છે, ‘તમને મારી જરૂર છે ને ! તું મારા વગર જીવી નહિ શકે ને ! મારા વગર તારી જિંદગી અધૂરી રહી જશે ને ! બોલ એક વાર બોલ, મને એક વાર કહે તને આખી દુનિયા વગર ચાલશે પણ મારા વગર નહિ ચાલે !’ દેવશ્રીના હૃદયમાં આ સવાલ આંધીની જેમ ઊઠતો અને એના સમગ્ર અસ્તિત્વનો ભરડો લઈ લેતો. રુચિરને હચમચાવીને આ પૂછવા ઉત્સુક થઈ ઊઠતી કે, ‘બોલ રુચિર બોલ. આ ક્ષણે, આ પળે જ મને જવાબ આપ. આ ક્ષણ વીતી જાય પછી કોને ખબર શું થાય ?’ પણ દેવશ્રી પૂછી શકતી નહિ. એ અત્યંત સ્વમાની હતી. એનામાં એ આભિજાત્ય અને લજ્જાનું એવું આવરણ હતું કે એ હટાવીને રાતદિવસ એને સતાવતો પ્રશ્ન એ ખુલ્લંખુલ્લા પૂછી શકતી નહિ. રુચિર એને કેટલીય સાહિત્યકૃતિઓ અને કલાકૃતિઓની વાત કરતો. દેવશ્રી એને ચૂપચાપ સાંભળ્યા કરતી. એની આંખો રુચિરના ચહેરા પર સ્થિર થતી. પોતાની આંખો દ્વારા જાણે એ કહેવા માગતી હતી, રુચિર એક પુસ્તક તારી સામે પડ્યું છે, એ જીવંત છે, ખુલ્લું છે, એનાં પાનાં હવામાં ઊડે છે, તું હાથ લંબાવ, તારા હાથમાં આ પુસ્તક લે, એ વાંચ, એમાં તારા હસ્તાક્ષર કર. પણ રુચિર દેવશ્રીની આંખની ભાષા સમજી શકતો નથી. અને દેવશ્રી સીધેસીધું, મોંથી પૂછવામાં માનતી નથી. કહેવું ગમતું નથી.

છતાં એક વાર એ એક સુગંધીદાર ગુલાબી કાગળ પર લીલા રંગની શાહીથી લખે છે, ‘રુચિર, તારી આંખમાં એક ચમક છે. એનું ઉદ્દભવસ્થાન ક્યાં છે ?’ રુચિર આ વાંચીને હસે છે પણ દેવશ્રી જે શબ્દો સાંભળવા આતુર છે એ બોલતો નથી. એક દિવસ દેવશ્રી એને યલો રંગનું કાર્ડ આપે છે. એમાં લખ્યું છે, ‘તારી પ્રસન્નતાથી મને સંગીત કેમ સંભળાય છે ?’ રુચિરે આ વાંચ્યું ને હસ્યો પણ એ હસવામાં દેવશ્રી કોઈ અર્થ ના તારવી શકી. એક રમ્ય સાંજે નજીક બેઠેલા રુચિરને દેવશ્રીએ પૂછ્યું, ‘રુચિર, મને લાગ્યું કે હું નજીક બેઠી ત્યારે મારા સ્પર્શથી તારામાં કોઈ ઝણઝણાટી થઈ હતી. બોલ એ સાચું કે ભ્રમ ?!’ દેવશ્રી આ પ્રશ્ન પૂછીને ક્યાંય સુધી રુચિર સામે તાકી રહી પણ રુચિરમાં ભાવની કોઈ ઉત્કટતા ના આવી, એના મોંમાંથી કોઈ શબ્દો ના નીકળ્યા. એણે હાથ લંબાવીને દેવશ્રીના હાથ પકડીને પ્રેમનો કોઈ એકરાર ના કર્યો. લગ્નનો પ્રસ્તાવ ના મૂક્યો.

સમય વીતતો જાય છે. સોનાનાં ઘડી પળ કાળનાં ગર્ભમાં ઓગળતાં જાય છે. પૂર્ણ યૌવનના ઉંબરે આવીને બેઉ ઊભાં. હવે તો કોઈ નિર્ણય લેવો આવશ્યક છે. દેવશ્રીના ઘરમાં વિવાહની વાત ચર્ચાવા લાગી. દેવશ્રીને પોતાની વાત કહેવી છે, પણ કઈ રીતે કહે ? એના અને રુચિર વચ્ચે કોઈ સ્પષ્ટતા નથી થઈ. મા-બાપને એ શું કહે ? દેવશ્રી અત્યંત સંવેદનશીલ, ઋજુ અને નાજુક હૃદયની હતી. એની અપેક્ષાઓ, અરમાનો ઘણા ઊંચાં હતાં. એ ઈચ્છતી હતી જે રીતે કળી સ્વયં પુષ્પરૂપે ખીલે છે, એ જ રીતે રુચિરના હૃદયમાં દેવશ્રી માટે પોકાર પડવો જોઈએ. એના અસ્તિત્વનું રૂંવેરૂંવું દેવશ્રી દેવશ્રી પોકારી ઊઠે અને એ દેવશ્રી પાસે દોડી આવે ને કહે, ‘ચાલ દેવશ્રી અત્યારે, હાલ આ જ પળે આપણે એક થઈ જઈએ…’ પણ દેવશ્રીના હૈયાનું ગાન જ જાણે રુચિરને સંભળાયું નહિ, અથવા તો સંભળાયું પણ કોઈ પ્રતિધ્વનિ ઊઠ્યો નહિ. પ્રેમનો પ્રબળ સાદ ઊઠ્યો જ નહિ.

હવે ? હવે શું થાય. દેવશ્રી તો પ્રતીક્ષામાં બેઠી હતી, પણ એનાં મા-બાપ તો વ્યાવહારીક સંસારમાં વસનારાં હતાં. એ ક્યાં સુધી રાહ જુએ ? એમને તો દીકરીની વાત સમજાતી જ ન હતી. એ તાડૂકે છે, ‘આવો તો કેવો તારો પ્રેમ ? છોકરો કેમ કંઈ બોલતો નથી ? તું સીધેસીધું જ પૂછી જો. લગ્નની માગણી કર.’ આ સાંભળીને એનો ભાઈ જતીન બોલ્યો, ‘ના, ના, બહેન. તું માંગણ નથી. પ્રેમની ભીખ શું માગવાની ? માંગ્યો મળે તો એ પ્રેમ જ ના કહેવાય. એણે પ્રેમ ઓળખવો જોઈએ. તારા વગર કહે એણે જ પ્રેમનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. છોકરો જ માગણી કરે…’ દેવશ્રી મા-બાપ અને ભાઈની વાત સાંભળે છે, પણ કંઈ બોલતી નથી. ભાભી એની સખી જેવી હતી એ હેતથી પૂછે છે, ‘તમારી વચ્ચે ખરેખર પ્રેમ છે કે પછી ભ્રમણા જ છે ? તમારી કહાનીનો આરંભ ક્યારે થયો, ક્યાં થયો, વાત તો કરો !’ પણ દેવશ્રી શું વાત કરે ? એના હૈયામાં તુમુલ મંથન ચાલી રહ્યું છે, શું કરું, હું શું કરું ? રાતોની રાતો એ જાગતી બેસી રહે છે. હાથમાં પેન લે છે પણ રુચિરને કાગળ લખી શકતી નથી. થાય છે, શબ્દો તો બધા નિરર્થક નીવડ્યા. અંતરમાં રુચિર રુચિર નામ પડઘાય છે ને રુદનના ઓઘ ઊમટે છે. હાથમાંથી પેન સરી પડે છે.

દેવશ્રીની બહેનપણી રાજુલાએ દેવશ્રીની સ્થિતિ જાણી ને એ રુચિર પાસે દોડી. કંઈ પણ પ્રસ્તાવના કર્યા વિના ગોળી છોડતી હોય એમ એ બોલી, ‘રુચિર, નિર્ણય કર.’
‘નિર્ણય, શાનો નિર્ણય ?’ રુચિર ફફડી ઊઠ્યો.
‘સેંકડો વખત તું અને દેવશ્રી મળ્યાં છો. કલાકો વાતો કરી છે. શું કામ, શું કામ ? એને આવી રીતે અધવચ્ચે છોડી દેવા ?’
‘તો હું શું કરું ?’ રુચિરે બાઘાની જેમ પૂછ્યું. આ સાંભળ્યું ને રાજુલાનું મગજ તપી ગયું, ‘ઓ ભગવાન, આ માણસને શું કહેવું ? રાજકુંવર જેવા બત્રીસલક્ષણા કંઈ કેટલાય છોકરાઓ પ્રાણ પાથરતા હતા એ બધાને મૂકીને દેવશ્રીએ આવા ઊણા, અધૂરા, ઓછા છોકરાની સાથે કેમ હૃદય જોડ્યું ? આમાં શું જોઈને વારી ગઈ ? આ એના નસીબની કરુણતા જ ને ! કમનસીબી.’ પોતાના ગુસ્સા પર માંડ માંડ કાબૂ રાખીને રાજુલાએ કઠોરતાથી પૂછ્યું :
‘રુચિર, દેવશ્રી તને રોજ કાગળ લખતી હતી કેમ ? બીજા કોઈને નહિ ને તને રોજ મળતી હતી, તને જોઈને નાચી ઊઠતી હતી કારણ કે એને તારા માટે પ્રેમ હતો. એટલું તો તેને સમજાય છે ને ?’
‘હા’ રુચિર શાંતિથી બોલ્યો.
‘તો આવા ઉત્કટ પ્રેમની પરિણીતિ શું હોય ? લગ્ન. તું દેવશ્રીને ચાહતો નથી ? એની સાથે લગ્ન કરવાની ઈચ્છા તને નથી ?’ રાજુલાએ ચોખવટથી પૂછ્યું.
‘દેવશ્રી લગ્ન કરવા ઈચ્છે છે ?’ સામાન્ય સવાલ પૂછતો હોય એમ રુચિરે પૂછ્યું. રાજુલા ગુસ્સાથી બોલી, ‘કોઈ અબુધ, અબુઝ માનવી પણ આ સમજી શકે, રુચિર પ્રેમ કંઈ વિચારવાની કે સમજવાની જ વાત નથી. એ તો અનુભવવાની વાત છે, ફીલ કરવાની વાત છે. તારું હૈયું શું ઈચ્છે છે ? તું લગ્ન નથી ઈચ્છતો ? પ્રેમીઓની ઈચ્છા શું હોય ચિરમિલન. લગ્ન.’
‘જો દેવશ્રીની ઈચ્છા હશે, માગણી હશે તો હું લગ્ન કરીશ.’ ઠંડા અવાજે રુચિરે પૂછ્યું.

રાજુલાના મોંએ દેવશ્રીએ સાંભળ્યું કે રુચિરે કહ્યું છે, ‘જો દેવશ્રીની ઈચ્છા હશે તો હું લગ્ન કરીશ.’ ને દેવશ્રીએ માથું કૂટ્યું, ‘ઓરે મને તો મારા પ્રેમમાં પારાવાર શ્રદ્ધા હતી. મને ભરોસો હતો કે રુચિર વગર કહે સમજશે. મને તો એ ઘડીની ઝંખના હતી કે રુચિર પ્રેમમાં પાગલ બનીને દોડી આવશે, કહેશે ચાલ દેવશ્રી, આપણે લગ્ન કરી લઈએ.’ પણ રુચિર તો મારા જેવી પ્રેમની ઉત્કટતા ને તીવ્રતા અનુભવતો જ નથી. એ તો મારા ખાતર, મારી જો ઈચ્છા હોય તો દયા કરતો હોય એમ મારી સાથે લગ્ન કરશે. દેવશ્રીનો અહંકાર ઘવાયો. એ બોલી ઊઠી, ‘રહેવા દો નથી કરવાં મારે લગ્ન’ એનું મન મરી ગયું.

દેવશ્રીએ ઘરમાં કહી દીધું પોતે લગ્ન નહિ કરે. એના ઈન્કારમાં એટલી મક્કમતા હતી કે એના લગ્નની વાત પર પડદો પડ્યો. પાંચ-છ મહિના પસાર થયા ને રુચિર દેવશ્રીના દ્વારે આવ્યો,
‘દેવશ્રી, ચાલ લગ્ન કરી લઈએ.’
‘રુચિર, એ ઘડી પળ તો ક્યારનાં વીતી ગયાં.’ નિસાસો નાંખતા દેવશ્રીએ કહ્યું.
‘તો શું હવે તું મને પ્રેમ નથી કરતી ? તારો પ્રેમ મરી ગયો ? તારો પ્રેમ એવો ઝાકળબિંદુ જેવો હતો ?’
‘તને શું જવાબ આપું ? રુચિર, પ્રેમ કદી મરતો નથી. હું રુચિરને જ પ્રેમ કરું છું. સ્વપ્નમાં કે જાગ્રત અવસ્થામાં રુચિર જ મારી સાથે હોય છે. એના વિના બીજા કોઈ પુરુષનો સાથ મને ખપે નહિ.’
‘તો પછી લગ્નની ના કેમ કહે છે ?’
‘રુચિર, મારો રુચિર આ મારી નજર આગળ ઊભો છે એ દેહધારી રુચિર નથી. મારો રુચિર તો મારા મનનો મોરલો છે. જે આ સ્થૂળ આંખે દેખાય નહિ, હાથથી અડકાય નહિ. એ તો મારા હૃદયમનનો સાથીદાર છે. મારી સાથે એકાકાર થઈ ગયો છે.’

રુચિર જોઈ રહ્યો. આ વિચિત્ર છોકરીને શું કહેવું ? એ મારી પાછળ પાગલ હતી, તેથી તો બીજા કોઈની સાથે લગ્ન કર્યા નથી. હું સામેથી લગ્નનું કહું છું તો ના પાડે છે. એનાં મા-બાપને વાંધો નથી. ક્યાંય અંતરાય નથી. અવરોધ નથી છતાં મારો પ્રસ્તાવ સ્વીકારતી નથી. એ આજીજીભર્યા સૂરે બોલ્યો : ‘દેવશ્રી, તારા વગર હું નહિ રહી શકું’
‘પણ તારા વગર રહેવાનો મેં નિર્ણય લઈ લીધો છે. હવે ભૂતકાળની યાદ ના દેવડાવ, એ સ્થૂળ સહવાસ તો ભુલાઈ ગયો.’ દેવશ્રી બોલી.
‘જો ભૂતકાળ યાદ ના કરવો હોય તો તેં અપરિણીત રહેવાનો નિર્ધાર કર્યો હતો એ ઘડીય વીતી ગઈ છે. એ ભૂતકાળની વાત થઈ. તો એ નિર્ણયને શું કામ વળગી રહે છે. દરેક ક્ષણના નવા નિર્ણય હોય. દેવશ્રી, આ ઘડીએ નવો નિર્ણય લે. એક થવાનો સંકલ્પ કર.’ આર્તભર્યા કંઠે રુચિર બોલ્યો.
‘રુચિર, ભૂતકાળ વીતી જાય છે પણ એની અસર રહી જાય છે. એના પાયા પર જ વર્તમાન રચાય છે. રુચિર, વિચાર કર, આપણે બે આટલાં પાસે હોવાં છતાં પહેલાંની જેમ કેમ નજીક બેસીને હાથમાં હાથ પકડીને વાત નથી કરતાં ? એનું કારણ શું ? વચ્ચે જે ઘટના ઘટી એની અસર વર્તમાન પર છે જ.’
આ સાંભળીને રુચિર અકળાઈને બોલ્યો : ‘આ તો જડતા કહેવાય. દેવશ્રી, તું હાથે કરીને તારા હૃદયનાં બારણાં ભીડી દે છે. સુખ ઉંબરે આવ્યું છે ને તું અંદર નથી પ્રવેશવા દેતી. તારી બુદ્ધિ બહેર મારી ગઈ છે. ભૂલી જા એ તારા ગાંડા નિર્ણયને.’
‘રુચિર, મારા હૃદય પર બુદ્ધિની ગણતરી કે તોલમાપ લાગુ નથી પડતાં. એના રાહ જુદા છે. એ એની રીતે જ વર્તે છે. તારી સાથેના લગ્નની ઈચ્છા મેં ત્યજી દીધી. હવે એ વાત સમાપ્ત થઈ ગઈ. હવે ફરી ત્યાં અંકુર ફૂટે જ નહિ. હવે લગ્નની વાત જ નહિ. તારી સાથેય નહિ કે બીજા કોઈની સાથેય નહિ. રુચિર, મારા જીવનમાં લગ્ન નથી, એ વાત મેં સ્વીકારી લીધી છે.’

રુચિરે નિસાસો નાખ્યો, ‘ઓ રે, આ દેવશ્રીના દિલને કોણ મનાવે ? એની પર કોની સત્તા ચાલે ? એને એકલતાનો ડર નથી, ભવિષ્યનો ભય નથી. એ ગભરુ કે નિર્બળ નથી. એનું તેજ જરાય ઝાંખું નથી પડ્યું. એવી જ મસ્તી એના વ્યક્તિત્વમાંથી છલકાય છે, માત્ર મારી સાથેના લગ્નની બાદબાકી થઈ ગઈ. હવે ત્યાં કોઈ સરવાળો ના થાય. મારે જવું જ રહ્યું.’ લાચાર બનીને આશાહીન રુચિર લથડતા પગે દીન મુખમુદ્રા સાથે પાછો વળી ગયો.

[કુલ પાન : 216. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની, ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પંચામૃત – ભૂપત વડોદરિયા
માણસવેડા – શીતલ દેસાઈ Next »   

37 પ્રતિભાવો : એ ઘડી વીતી ગઈ – અવંતિકા ગુણવંત

 1. Chintan Parmar says:

  A woman would run through fire and water for such a kind heart.
  -William Shakespeare

 2. જય પટેલ says:

  અવંતિકાબેનની આ વાર્તાએ નિરાશ કર્યા.

  રૂચિરની અવઢવ માનસિકતાએ દેવશ્રીના અહંકારને હિમાલયના દર્શન કરાવ્યાં અને
  અંતે દેવશ્રી જડતા આભને આંબી ગઈ.

  વાસ્તવિક જીવનમાં ભાગ્યે જ બનતી આવી ઘટનાથી વાર્તાની મઝા મારી ગઈ.
  પણ અંતે તો આ વાર્તા છે.

  વાર્તા રે વાર્તા..!!

  • trupti says:

   I agree with you Jay, ( I am addressing you as Jay and not Jaybhai, so that even you can address me as Trupti without putting yourself in embarrassing situation). Sometimes, the unspoken words say many things. One more thing, I presume, the boys are many times not as sentiment as the girls and can take a girl (especially with whom their wavelant matches) for granted and presume that the girl will understand the felling and will make a beginning and propose.
   Overall, the story was good, but I don’t think so the same can happen in reality once the words are out form both the party’s mouth. If either party is silent, the end result of marriage will not happen.

   • જય પટેલ says:

    તૃપ્તી

    અવંતિકાબેનની આ વાર્તા દેવશ્રીના ભાવવિશ્વ પર મંડરાયેલી છે. સમગ્ર વાર્તાનું કેન્દ્ર બિન્દુ દેવશ્રીનો એકતરફી
    ઉત્કંઠ પ્રેમ છે. સ્ત્રી માટે પ્રેમ એ સર્વસ્વ છે અને તેને પામવા ઝંખતુ મન સઘળું ન્યોછાવર કરવા તત્પર રહે છે.
    જ્યારે રૂચિરને રિયલાઈસ થયું કે તે લાગણી વ્યકત કરવામાં મોડો પડ્યો છે અને
    ત્યારબાદ રિકનસીલીયેશન માટેના પ્રયાસ દરમ્યાન દેવશ્રીની જડતા કે પછી ઘવાયેલો અહંકાર તેને રૂચિર સાથે અનુસંધાન કરતાં રોકે છે. છેવટે રૂચિરને કાયમનો વસવસો રહી જાય છે.
    મારૂ માનવું છે કે આજના યુગમાં ડગલે ને પગલે બાંધછોડના જમાનામાં દેવશ્રીના જેવું નૉન કૉમ્પ્રોમાઈસડ
    એટિટીયુડ જવલ્લે જ જોવા મળે. આ તો રૂચિર માટે સારૂ થયું કે જડતાની આ જળો લગ્ન પહેલાં જ વિખરાઈ
    ગઈ. લગ્ન બાદ કોઈ મુદ્દે દેવશ્રીનું વલણ કેવું હોય તે કલ્પના કરવું મુશ્કેલ નથી.
    એકંદરે આ વાર્તા વાસ્તવિકતાથી જોજનો દૂર છે.

    આજના આતંકના યુગમાં વાર્તાઓમાં પણ આતંકમય આંચકાઓ વાર્તાને સફળ બનાવવા અપાતા રહે છે…!!!

 3. Neha says:

  hi ,
  i liked the stroy..ofcourse not the end.. i mean i can perfectly understand Devshree.
  and its true , that we cant expect same passion from boys as their priorities are more towards money and career. Also in the first half , when Devshree analysed the situation and conclude its love , for Ruchir its just freidnship. This happenes when girls go by action and conclude its love, guys still think, ” but when i said I love you..”. for them Love is only a part of life. for Girls its life.

  want to convey Avantika madam that i liked all her stories. and keep it up.

 4. heena says:

  story is gud but end is not gud reallity ma koi aavu na hoy lagni ne aavi rite na mari nakhay maNAS manas che koi yantra nathi ke jad thai jay but story is story

 5. બહુ જ સરસ વાર્તા.. જો વાર્તા ના અંત માં રુચિર પણ લગ્ન ના કરવાનો નિર્ણય લઈ લેત નો વાર્તા ને અલગ જ રૂપ મડત.. બાકી તો ગુજરાતી વાર્તા વાંચ્વામાં જે મજા આવે છે તે English માં પણ નથી આવતી….

 6. ' સંતોષ ' એકાંડે says:

  નાયિકા નાયક પાસે શું અપેક્ષા રાખે છે… સમજાયું નહી.
  શું પ્રેમ એવી ‘ ચીજ ‘ હોઈ શકે કે ફક્ત છ મહિના જેવા ટુંકા ગાળામાં સુકાઈ કે કરમાઈ જાય…?
  અરે…! આટલા ટુંકા સમયગાળામાં તો સારી રીતે પાંગરેલો છોડ પણ કરમાઈ જતો નથી.
  નાયિકાનો અહમ ઘવાય છે….
  પ્રેમમાં વળી અહમ નું શું કામ…!
  અને અહમ હોય, ત્યાંતો પછી પ્રેમ ના ગણિતમાં બાદબાકીજ બાકી રહે
  આજીવન કુંવારા રહેવું, એ નાયિકાનું જીદ્દી વલણ દર્શાવે છે.
  પ્રેમમાં તો કઈક આપવાનુંજ હોય છે.લેવાનુ નહી.
  નાયિકા સામાન્ય સંવાદ પણ આપી નથી શકી, બલ્કે લેવાનો આગ્રહ રાખ્યો
  વળી, ‘ પહેલો ઘા શૂરાનો ‘ ની જેમ પહેલી માંગણી પુરુષની, એતો ‘ નારિત્વ ‘ ને ‘ પુરુષત્વ ‘ આગળ
  હીન સાબિત કરે….!
  બાકીતો પછી…..
  વંદે માતરમ

 7. nayan panchal says:

  કોઈપણ સંબંધમાં સંવાદ સૌથી મહત્વનુ પરિબળ છે. સંવાદના અભાવે ઘણા સંબંધો પૂરતો વિકાસ પામી શકતા નથી કે અણધાર્યો અંત પામે છે.

  આજના જમાનામાં આ વાર્તા ઘણી અપ્રસ્તુત લાગે છે.

  રાજૂલા અને રૂચિરના સંવાદ પરથી તો જડતા દેવશ્રી કરતા રૂચિરમાં વધારે લાગે છે. મારા હિસાબે તો બંનેના લગ્ન ન થયા તે વધુ સારુ થયુ.

  નયન

 8. vanraj -Bangalore says:

  Very nice story…………!!! Specially for those who dont like the end, all you dont understand the story perfectly.Sorry for this but this is true.

 9. Ami Patel says:

  Very nice story. Specially end is really good.
  I completely agree with author . Lagan na git lagane j gavay.
  My advise to all boyfriends — Dont wait till its too late.

 10. જીતેન્દ્ર તન્ના says:

  કહેવાય છે કે તમે જે છોકરીને પ્રેમ કરતા હોય એનો હાથ પકડીને એને પુછો કે તુ મને પ્રેમ કરે છે કે નહિ? અને એનો હાથ ક્યારેય છોડવાના ન હોય એ રીતે પકડો તો એ જરૂરથી હા જ પાડે. સ્ત્રીને એની પર અધિકાર જમાવનારો પુરૂષ ગમે જ છે. અને આવા અધિકારને એ પ્રેમની એક અભિવ્યક્તિ જ ગણે છે.
  અને એક બીજી વાત કે તમે જેને પણ ખરેખર ચાહતા હોય તો કહી જ દેવુ જોઇએ, કેમ કે એની હા તમારી જીંદગી બનાવી દેશે અને ના પાડે તો જીંદગીની બીજી દિશા તરફ જવાની ખબર પડે. આખરે જીવવાનુ તો હોય જ છે.

 11. એ ઘડી વીતી ગઈ – હશે હવે જે થયું તે, જો લગનનું પાકું થયુ હોત તો જાનમાં આવવા મળત હવે વાર્તા વાંચીને જ સંતોશ માનશું.

 12. Chirag Patel says:

  There is an old say in Hindi… “Haath ko aaya, mu ko naa laga…” Deveshree more power to you girl… Hi 5 to you! If I was your father, brother or friend – I would be so proud of you – and the loser guy – whant can I say… you are a LOSER!!!!!

  Thank you,
  Chirag Patel

 13. Hetal says:

  I like this story very much because its represent how women think.
  Women always want to man understand how much she love him without using this three words “I love you”.

 14. Vraj Dave says:

  હા.. .વાર્તા . .રે….વાર્તા.શ્રીઅતુલભાઇ “થોરા માં ઘનું કીધું” હો.
  જય. . .હો…જય. .હો.
  આભાર.

 15. Jinal Patel says:

  વાર્તા જલ્દી ગળે ઉતરે તેવી તો નથી જ્ સ્વમાન અને અભિમાન ની વચ્ચે બહુ પાતળી રેખ હોય છે. રુચિર પુરુષ હોવાના નાતે કદાચ મોડો પડ્યો હોય પણ દેવશ્રિ એ એને એક તક તો આપવી જોઇએ. !!

 16. કલ્પેશ says:

  છોકરી પાછળથી જે હિંમત દેખાડે છે એ જ હિંમતથી લગ્નનો પ્રસ્તાવ કેમ ન મૂકી શકે?

  મારા મત પ્રમાણે – બન્નેમાથી કોઇ બીજાને સમજી શકતુ નથી અને બન્ને પાત્રોને સામેનુ પાત્ર કેમ હોવુ/કરવુ જોઇએ એવી અપેક્ષા હોય છે (જે વણકહેવાયેલી હોય છે) અને એટલે જ આવો અંત આવી શકે.

  સંબંધોમા આટલુ “સેંટિમેન્ટલ” થવુ કેમ? અને વાત કોઇને સમજાતી ન હોય તો કહી દો.
  આ વિષય પર આવતા હજારો વર્ષ પછી પણ આવી ચર્ચા થતી રહેશે.

  અતુલભાઇએ કહ્યુ એમ – કાંઇ સારો અંત આવતે તો લગ્નમા તો જવા મળત 🙂

 17. nim says:

  આજ સુધી નારી ને કોઈ ઓળખી નહી શક્યુ.
  દેવર્શી ને તેનો ઈગો નળ્યો.

  ધન્યવાદ
  નિમ

 18. Jay Patel says:

  The quality of love and the duration of a relationship are in direct proportion to the depth of the commitment by both people to making the relationship successful. Commit yourself wholeheartedly and unconditionally to the most important people in your life. ……………

 19. Chetali Patel says:

  There is no difficulty that enough love will not conquer, no disease that enough love will not heal, no door that enough love will not bridge, no wall that enough love will not throw down, no sin that enough love will not redeem… It makes no difference how deeply seated may be the trouble, how hopeless the outlook, how muddled the tangle, how great the mistake. A sufficient realization of love will dissolve it all. If only you could love enough, you could be the happiest and most powerful being in the world…

 20. Mrugesh Modi says:

  Really It was a Heart touching Love story…
  Both are loving each other but cant Marriage.. Sooo Sad…

 21. અભિનંદન અવંતિકા આન્ટી ને …
  સરસ વાર્તા…

 22. Kavit says:

  “Have you ever been in love? Horrible isn’t it? It makes you so vulnerable. It opens your chest and it opens up your heart and it means that someone can get inside you and mess you up. You build up all these defenses, you build up a whole suit of armor, so that nothing can hurt you, then one stupid person, no different from any other stupid person, wanders into your stupid life…You give them a piece of you. They didn’t ask for it. They did something dumb one day, like kiss you or smile at you, and then your life isn’t your own anymore. Love takes hostages. It gets inside you. It eats you out and leaves you crying in the darkness, so simple a phrase like ‘maybe we should be just friends’ turns into a glass splinter working its way into your heart. It hurts. Not just in the imagination. Not just in the mind. It’s a soul-hurt, a real gets-inside-you-and-rips-you-apart pain. I hate love.”

  • Chirag Patel says:

   Kavit,

   I do not agree with you at all…. It’s better to be in love and not successful then never been loved. Love is the most beautiful thing in the entier world…. The reason it hurts is becuase you expect something in return… Love should be unconditional… It’s not necessary that the person you love – loves you back…. what is more important that you love some one…. Look at Radha – Krishna love – Shree Krishna never married Radha ji yet every temple you will only see Radha Krishna – not Rukmani Krishna (who Shree Krishana married)… Love doesn’t hurt any one – its our expections and wshies hurts…

   • Kavit says:

    Chiragbhai,

    Love is the most beautiful thing in the entier world…. but only in story.
    In India when you talk to some one (like boy and girl) they think only love, they never think about friendship
    Like Radha & Krishna ( they are not lover- they are friend)
    If you think about Krishna maybe that time is more modern then America.
    Krishna has lots of girlfriend, still he is god?

 23. chinu says:

  Really nice story. I love the end.

 24. hari patel says:

  સારો પ્રયાસ્.પન બહુ જમિ નહિ.

 25. Vipul Panchal says:

  Really good Story, enjoyed lot.

  want to convey Avantika madam that i liked all her stories. and keep it up.

 26. Hitesh Mehta says:

  bahuj khub …….. hitesh mehta

 27. Kalakar says:

  પ્રેમમાં તો માણસ દીવાનગી કરતો હોય છે. એક એવી અવસ્થા જયાં પાગલપન નથી તો વ્યવહારિકતા પણ નથી. કદાચ નાયિકાના વારંવાર ના પ્રેમ અને લાગણીના એકરારનો નાયક તરફથી મળેલો ઠંડો આવકાર નાયિકાના દિલને હીમ જેવુ બનાવી દીધુ છે. જો આ વાર્તા ને આગળ વધારીને લખી હોય તો અંત બે ના મિલનનો જ હોત પણ એના માટે નાયકે પણ એટલો જ પ્રેમ અને લાગણી નાયિકા પ્રત્યે બતાવવા પડત. નાયિકાનો ગુસ્સો નાયકના એના પ્રત્યેના બેરુખા વર્તન થી હતો.

  She was looking for her soulmate, not for one body to live whole life with her. With whom she can feel herself complete.

 28. Vaishali Maheshwari says:

  Wonderful story.

  I feel that the main issue in this story was communication gap and ego problem.

  Ruchir knew that Devashri loved him, but he did not wanted to speak, even though Devashri gave her so many hints. On the other hand, Devashri loved Ruchir so much, but she did not tell it very clearly and waited for Ruchir to speak first. But, Devarshri atleast gave hints to Ruchir, but Ruchir did not take it much seriously and did not give a proper response.

  This kind of stories seem to be unpractical in today’s world. But as many of the readers have mentioned in the comments before, story is after all a story. So, enjoyed reading it.

  Passionate love and Ego: both ruled in this story, one at a time…

  Thank you Ms. Avantika Gunwant for sharing this story with all of us.

 29. Avantikaben has tried to follow a different path. She has succeeded -but considering Indian mind and attitude- we always like happy ending. In the given story it is presented extremely well -and Devshri in order to avoid her family getting other marriage proposals -decides against marriage and informs family that she has taken one firm decision that she will not marry -come what may. Accordingly she stands by her decision -even when Rudhir – the very person with whom she wanted to marry before -when asks her for her hand -she has been bold enough to tell him that she is not interested in physical Rudhir but in a different way – like how Meera was Krishna’s devotee -same way. Butr this love is known as plutonic love -where there are no expectations from one another. There is no self desire -but it is above the normal married life. So Avantikaben has succeeded in showing this side of the coin to the readers. Anyway, congratulations to Avantikaben for following a new road. All the best. Readers get used to different approaches gradually unlike author. Happy & prosperous Deepavali and new year. NARENDRA M SHAH.

 30. Avantikaben has succeded in showing the other side of coin – that is how a girl reacts to a boy – who says that if she is interested and if she asks for me -then only he will marry her. When Devshri came to know of Rudhir’s thinking -she thought he will come running and ask for her – but still his ego or lack of suitable approach – changes the mind frame of Devshri – who thinks that marriage is not ultimate outcome – but if true love is there-then even you can love a person and it is not necessary that he is around you physically. For instance – Meera was in extreme devotion and love with Srikrishna Bhagwan – people accepted it. So here in the given story Devshri is completely Rudhirmay and she tells openly I always think of you in all my thoughts – but the time is gone. When time came – you did not come for me -now time is over – so no chance. Time and tide waits for no one. Either you make good use or waste it.
  There is one proverb in Gujarati – : “”Gruhalakshmi chandlo karva aave tyare modhu dhova no javay.
  Happy Deepavali and prosperous new year. Narendra M Shah – wishes you all – all the best always.

 31. Hetal says:

  Excellent story Aavntikaben- I really loved Devashri’s character- she did right thing and made right decision of not marrying Ruchir- I must say though that she picked a wrong person for her intense and matured love.
  She should have left him long ago and should not have waited so long ( so many years) to have him propose her. He was an idiot that did not get it for long time and all of a sudden after break up, he comes to her and instead of apologizing blames her for being stubborn and all. He failed to understand her understand her and her intense love for him all along. His conversation with Devashri’s friend also shows that how stupid as well as selfish he was- he gave such a cold reaction to the question- that if she wants and asks for it then-I’ll marry – what the heck? What do you want dude? Devashri made a right decision of not marrying him or anybody else. If she had married someone else- it will not have worked as she loved him beyond any boundaries.

 32. tulsi says:

  hi, nice story. it is not story of ego or self respect. sometimes it occer in marriedlife also and . itis astory of women and her thinking

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.