માણસવેડા – શીતલ દેસાઈ

[નવોદીતોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલી ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2009’માં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ આ વાર્તાના લેખિકા શ્રીમતી શીતલબેન દેસાઈને (વડોદરા) ખૂબ ખૂબ અભિનંદન. 45 વર્ષીય શીતલબેન અભ્યાસે એમ.ફિલ (અંગ્રેજી) છે અને હાલમાં તેઓ વિદ્યાનગરની વી.પી. સાયન્સ કૉલેજ ખાતે લેકચરરની ફરજ બજાવી રહ્યા છે. તેમના ઘણા લેખો ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘વિચારવલોણું’, ‘સંદેશ’ જેવા અખબાર અને સામાયિકોમાં સ્થાન પામ્યા છે. તેમણે અનુવાદક્ષેત્રે પણ સુંદર કામ કર્યું છે. તેમની પ્રસ્તુતવાર્તા સૌ વાચકોને વલસાડથી અમદાવાદ જતી ‘ગુજરાત ક્વીન’ ટ્રેનની સફર કરાવે છે અને સાથે પ્રવાસીઓના વિચારો, આસપાસનું વાતાવરણ અને ટ્રેનની ગતિ સાથે ભળતી જીવનની ગતિનું એક તાદશ્ય ચિત્ર ઊભું કરે છે. આપ તેમનો આ નંબર પર +91 9825959446 અથવા આ સરનામે shitalabhay@hotmail.com સંપર્ક કરી શકો છો.]

rail

બહુ મોટું છે મારું નામ અને વટ પણ એટલો જ. જાણો છો મારું નામ ? મારું નામ છે ‘ગુજરાત ક્વીન’. મારા જેવી બીજી કોઈ ટ્રેન નહીં. દરરોજ વહેલી સવારે વલસાડથી મારી યાત્રા શરૂ કરું અને ઓફિસ ટાઈમ થતાં સુધીમાં તો અમદાવાદ ભેગા ! પછી આખો દિવસ અમદાવાદથી યાત્રા શરૂ થાય અને રાત સુધી ચાલે. તેમાં ક્યાંયે મીન-મેખ નહીં. ગતિ તો મારી જ. મારી યાત્રામાં કંઈ કેટલીયે લોકલ ટ્રેનોને પાછળ મૂકી રાણીની અદાથી નીકળી જાઉં. ખાતરી ન થતી હોય તો પૂછો રોજ અપ-ડાઉન કરતા મુસાફરોને ! લોકો બીજી ગાડીને છોડી મારી રાહ જોતા ઊભા રહે છે.

હું સાવ નિર્લેપ ભાવે મુસાફરોને લઈ જાઉં છું. કેટલાંયે લોકો મારા વખાણ કરતાં થાકતા નથી. તો ક્યારેક વહેલા-મોડું થાય કે કોઈ ટેકનિકલ ખામી સર્જાય, તો લોકો મને ગાળો પણ આપે છે પણ મને તેની કોઈ અસર થતી નથી. એ રીતે જોવા જાવ તો ગીતામાં વર્ણવેલા ‘સ્થિતપ્રજ્ઞ’નાં લક્ષણો મારામાં છે, તેમ કહેવાય. ટાઢ-તડકો-વરસાદ-પવન આ બધું મને અડે છે, પણ સ્પર્શતું નથી. મૂશળધાર વરસાદમાં સાવ ગણીગાંઠી સાથી ટ્રેનો સાથે ગણ્યા ગાઠ્યાં મુસાફરોને લઈ મારી યાત્રા ચાલુ રહે છે.

વેકેશનની ઉભરતી ભીડનો ભાર સહન કરીને પણ આ યાત્રા ચાલુ રહે છે. ઘણા ઝઘડાઓ પણ જોયા છે અને ઘણા ઈલુ-ઈલુ પણ નિહાળ્યા છે. સંવેદનાથી સભર લાગણી નીતરતું મનુષ્યત્વ પણ નીરખ્યું છે અને સાવ જડભરતને પણ વેંઢાર્યા છે. મારા હૃદય સુધી કોઈ બાબત પહોંચતી નથી. આખરે તો હું મશીનને ? હકીકતે માણસની કેટલીયે વાતો મને સમજાતી નથી, નવાઈ પમાડે છે અને ક્યારેક અકળાવે છે. આ માણસ માણસવેડા કર્યા વિના મારી જેમ તટસ્થ, નિર્લેપ, દ્રષ્ટા ક્યારે બનશે ? હજી હમણાં જ MST ડબ્બામાં મારામારી થઈ. કોઈ મુસાફરને રોજનાં પાસઘારક સાથે જગ્યા માટે ઝઘડો થયો.
‘હે….ય ત્યાં ન બેસશો. અમારી સીટ છે.’
‘તે નામ લખ્યું છે ?’
‘એમ જ માનો. ઊઠો.’
‘ના થવાય. થાય તે કરી લો.’
અવાજ ઊંચા થઈ ગયા અને શાબ્દિક યુદ્ધ શારીરિક પ્રહાર સુધી પહોંચી ગયું. આ માણસ શા માટે નાની વાતે ઝઘડતો હશે ?

ઘણી વાર હજુ તો મારો સ્ટેશન પર પ્રવેશ થયો ન થયો કે લોકો બારીની સળિયા પકડી દોડવા માંડે છે. સામાનની અફડાતફડી અને બૂમ-બરાડા ચાલુ થઈ જાય. જે ધક્કો મારવામાં માહિર તે જંગ જીતે. બારીમાંથી છાપુ-રૂમાલ આપી જગ્યા રાખનારાનાં ડોકિયા શરૂ થઈ જાય. ડબ્બામાં અંદર જઈ ‘મારો રૂમાલ છે, મારી જગ્યા છે’ એમ કહી જગા લેનારા પણ મળે અને રૂમાલનાં રૂમાલો ગુમ કરાવી નાંખી જગ્યા મેળવવાવાળા પણ મળી આવે. ‘હે…ઈ… ચડો, ચડો સંગલી, આઈ જા… તારા પપ્પા ક્યાં ?’ અને ચપાતી, દબાતી સંગલીનો જવાબ કોને સંભળાય ? આટલું ઓછું હોય તેમ ઉતરનારાની સાથે ચડવા મથતા મુસાફરો કે ફેરિયાવાળાની ઝપાઝપી ઓછી રંજક નથી. આ બધી અથડામણમાં ક્યાંક કોઈનું પાકીટ તફડાયું તો ક્યાંક ચેઈન જાય. આમ જ પલકારામાં ચેઈન ગુમાવનારા એક બેન તો ત્યાં જ ફસડાઈ પડ્યા. તેમણે મોટેથી રડવાનું શરૂ કર્યું :
‘મારી ચાર તોલાની ચેઈન…..’
‘હશે, ચિંતા ન કરશો, પોલીસ ફરિયાદ કરીશું….’ સાથે રહેલ બેન સમજાવતા હતા. બાજુમાં ઊભા રહેલ ત્રીજા અજાણ્યા બેને તેમને પાણી આપ્યું અને હાયકારો ઠાલવ્યો.
‘બિચારી કેવી રોવે છે !’
ત્યાં તો સાથીદાર બોલી : ‘હવે શું ? સોનું પહેરીને ના નીકળ્યા હોત તો ?’ પછી ધીમે રહી ઉમેર્યું, ‘અક્કલ જ નહીં.’
‘હું તો મુસાફરી વખતે ખોટું જ પહેરું.’ બીજીએ સ્વયં બુદ્ધિશાળી હોવાનું પ્રતિપાદિત કર્યું. પણ આ રોક્કળ, સમજાવટ કે વ્યંગ બધુ જ મને સાવ વ્યર્થ લાગે છે. માણસની રીત જ એવી !

વડોદરા સ્ટેશન હજી તો આવ્યું નથી ત્યાં જ પેસેજમાં ભીડ થઈ જાય છે. વળી પાછળથી કોઈ આવે,
‘જવા દો….’
‘મારે પણ ઉતરવાનું જ છે.’
‘ક્યાં ? મારે તો પહેલી સીડીએ. મને જવા દે.’
‘ઓ પહેલી એ નહીં, બીજી એ જજે. સ્પીડ ઘણી હોય છે.’
‘આપણ ને તો પ્રેક્ટિસ…..’
અને આ ભાઈ; ના કોઈ જુવાન તરવરિયો છોકરો નહીં, પણ પ્રૌઢ જે કુટુંબ ને પાળવા સવારથી રાત સુધી ઘર બહાર રહી, ગામ બહાર જઈ નોકરી કરે છે, જેનાં હૈયામાં સાહસ કરવાના ધખારા આથમી ચૂક્યા છે, જેણે જિંદગીને જોઈ છે, તે પ્રેક્ટિસનાં વિશ્વાસે ઉતર્યા પણ આજે તેમની પ્રેક્ટિસમાં પંકચર પડ્યું. પગ લથડ્યો અને ગબડ્યા. તરત જ ચેઈન-પુલીંગ થયું. મિત્રો સારવાર અર્થે લઈ જતાં હતાં, ત્યાં રસ્તામાં જ તેમના રામ રમી ગયા. પછીનો સીન હું તો વર્ણવી શકીશ પણ તમે એ નહીં સાંભળી શકો. આખરે તમે માણસ ખરા ને ?

કેટલાક લોકોની જગ્યા છેલ્લા કોચમાં ઉપરની પાટલીએ ફિક્સ જ છે.
‘એ…ઈ… પાઠક… રોજ કેમ ઉપર ચડી બેસે છે ? જરા નીચેની દુનિયા તો જો….’
‘ના ભાઈ, આપણે તો અહીં જ સારા… તમારી કચ-કચ ન જોઈએ.’
‘એલા પંદર વર્ષ સુધી કંપની હતી, હવે રિટાયર થવાનો થયો એટલે કચ-કચ થઈ ગઈ એમ ને ?’
‘એમ કંઈ હોય ?’ પાઠક જેવા સિન્સીયરને એક્સ્ટેશન મળવાનું છે….’
‘ના રે, મારે નહીં જોઈએ….’ પાઠકે કહ્યું, ‘દીકરાએ ભણી લીધું છે. હવે આપણે ધક્કા નથી ખાવા, સવારે-સાંજે શૅર રિક્ષા માટે દોડો અને ગાડીમાં ધક્કા ખાવ….’
‘કેમ તું તો મોટર સાઈકલ ચલાવે છે ને ? સ્ટેશને રાખતો હોય તો ?’
‘ના હવે હમણા છોકરાને જરૂર પડે એટલે ઘેર રાખું છું.’
ત્યાં જ અવાજ આવ્યો, ‘શીંગ ગરમા ગરમ શીંગ… તાજી ને મીઠી…. ગરમાગરમ શીંગ….’ હૈયે હૈયા દળાય તેવી ભીડમાંથી પણ રસ્તો કાઢી શીંગવાળો પસાર થતો હતો.
‘કેમ હમણાં બે દિવસ ન દેખાયો ?’
‘જવા દો ને સાહેબ…. રોજની રામાયણ… હપ્તો દેતાં યે મન પડે ત્યારે પકડી જાય…. માંડ છૂટકારો થયો. કમાવાનું ઓછું ને બીજાઓને ખવડાવવાનું ઘણું’ તેની વાણી શીંગ જેવી વરાળભરી હતી. અને પૂછ્યા વિના જ તેણે સાહેબને પડીકું આપ્યું અને સાહેબે પૈસા. આ કદાચ તેમનો નિત્યક્રમ હતો.

ત્યાં બીજી બાજુ પોટલા લઈને આવેલા બીજા બહેનોને માળા ને ઝીણી બુટ્ટી ને બંગડી એવું બધું બતાવતા હતા. કૉલેજની છોકરીઓ વીંટીનું આખું કપડું લઈ જોતી હતી. કઈ વીંટી સારી તે નક્કી ન થતું હોય ત્યારે બહેનપણીને પૂછતી હતી.
‘આ પાટલાનું શું ?’
‘પચાસ….’
‘અરે ઓછા કરો, આટલા ન હોય.’
‘નહીં ચાલે બેન, નથી પોષાતું. સવારના વહેલા પરવારી દોડું છું તે સાંજ સુધી દોડું, ત્યારે બે પૈસા મળે.’
‘ના, તે તો વધારે છે ચાલીસ રાખો.’
પફ-પાવડર-લીપસ્ટીકથી શોભતા બેને ચીપી ચીપીને કહ્યું અને પછી પોતાની મિત્ર સાથે ફરી અંગ્રેજીમાં વાર્તાલાપ કરવા બેસી ગયા. પાંચ-છ છોકરીઓએ ઝીણી બુટ્ટી ને વીંટી લીધી. બે-એક બહેનોએ ગળાની ચેઈન પસંદ કરી. ત્યાં જ કોઈએ આ સામાન વેચતા બેનને કહ્યું : ‘માસી કાલે માથામાં નાંખવાનાં બોરીયા લાવજો. આ મીનલને જોઈએ છે….’ અને બધા ખડખડાટ હસી પડ્યા. મીનલને બોયકટ હતા ! એક સીટ પર પાંચ-છ જણા બેસી પ્રવાસ કરી રહ્યા હતા. છતાં સહુ હસતા હતા.

પેલી બાજુ ફર્સ્ટ કલાસમાં પણ કેટલાક લોકો ઊભા હતા. ફરક એટલો કે તેઓ થોડું સારી રીતે ઊભા રહી શકે. ટી.સી.નું આગમન થતાં જ કોઈએ બૂમ પાડી :
‘ક્યા તિવારી સા’બ… જગા હી નહી રખતે…. એ.સી. મે ચલા જાઉં ?’
ટી.સી.એ ખાલી સ્મિત આપ્યું અને અજાણ્યા લાગતા ચહેરાઓ પાસે ટિકિટ માંગવા લાગ્યો. તેથી સાથે એક બીજો ટી.સી. પણ હતો. કદાચ તે નવો હતો. તેથી કામ શીખવા જ તિવારી સાથે નીકળ્યો હતો. તે એક ગ્રુપ પાસે અટક્યો. એક-બે બેનો ને એકાદ ભાઈનું ગ્રુપ મસ્તીથી નાસ્તો કરતું હતું. નવા ટી.સી.એ ટિકિટ માંગી. બેનો ડબ્બા સાઈડમાં ગોઠવી, પર્સ શોધવા લાગ્યા. ત્યાં જ તિવારી આવ્યો :
‘અરે યાર, ચલ ઉનકો નાસ્તા કરને દે… યે રોજ કે પાસવાલે હૈ….’ અને આમ જ યાત્રા ચાલુ રહેતી હતી, સતત અને અવિરત. પોતાનું સ્ટેશન આવતાં સહુ ઉતરી પડતા હતા. વડોદરાથી ઘણું મોટું ગ્રુપ રોજ ચડતું હતું.. વાસદ આવતાં જ કેટલાંક સીટધારી પેસેન્જર ઊભા થઈ, પોતપોતાના મિત્રોને બેસવાની જગ્યા કરી આપતા અને ખુદ ઊભા રહેતા હતા. આ એક વણલખેલો શાસ્ત્રોક્ત નિયમ હતો, જેનું ચુસ્તપણે પાલન થતું હતું.

શ્રાવણ મહિનો આવતાં જ કથા માટેનો દિવસ નક્કી થતો. કેટલાંક ઉત્સાહી સમગ્ર આયોજનની જવાબદારી સંભાળી લેતા. દરેક પાસેથી ફાળો ઉઘરાવાતો. કોઈ એક સોમવાર કે અગિયારસ કે પૂનમ ના દિવસે સાક્ષાત ગોરમહારાજ હાજર થતા. કોઈ જુવાન તે દિવસે સપત્નીક પૂજા કરતાં. તે દિવસે તેની પત્ની પણ પ્રવાસ કરતી અને તેને પણ ખબર પડતી કે રોજ-રોજ કેવી રીતે પ્રવાસ થાય છે ! કેટલાક બહેનો ઘરનાં માંડવે પ્રસંગ હોય એમ સરસ તૈયાર થઈ આવતાં. ઉત્સાહી આયોજકો રેશમી ઝભ્ભા ચડાવી ફરતા. તેઓ ઘણીવાર વહેલા ઊઠી સવારે આગલા સ્ટેશન જઈ, ત્યાંથી કોચની બહાર અને અંદર સુશોભન કરતા. શીરાનો પ્રસાદ કોચમાં જ નહીં, આસપાસ કોચમાં પણ વહેંચાતો. ક્યારેક પ્રવાસ કરનારા લોકો કંઈક આશ્ચર્ય અને અહોભાવથી આ સમગ્ર ઘટના નિહાળી રહેતા તો કેટલાંક સોફિસ્ટીકેટેડ મુસાફરો તો આ સઘળું નિહાળી બઘવાઈ જતાં.

લોકોની વાતો સાંભળવાની મજા કંઈક ઓર જ છે ! બેંકનાં કર્મચારીઓ તેમના પગાર વધારાની અને ન થાય તો હડતાલની વાતો કરતા હતા. ઈન્સ્યોરન્સ કંપનીનાં ગ્રુપને તેમનો બિઝનેસ લાવવાની ચિંતા હતી, તો શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓને તેમના પ્રશ્નો હતા. દરેકની વાતમાં એક બાબત સર્વસામાન્ય હતી. તેમનો ‘બોસ’ જે ખુદ અક્કલ વગરનો છે છતાં દમ મારવામાંથી ઊંચો આવતો નથી ! આ બોસ નામના પ્રાણી સાથે કઈ રીતે ‘ટેકલ’ કરવું તેના વિવિધ નુસખાઓ વિચારતા અને તેની આપ-લે થતી…..
‘તમારે તો સારું, બેંકમાં પગાર સારો તેથી વાંધો ન આવે.’
‘અરે લાગે…. કેશની જવાબદારી કેટલી ? કોઈવાર ન મળે ત્યારે આંખે અંધારા આવી જાય….’
ત્યાં વળી કોઈ કહેશે : ‘અમારી ઑફિસ તો એટલી ગં…દી છે, કોણ જાણે ક્યારે સુધરશે.’
‘બધે એમ જ હોય. કાગડા ક્યાંય ધોળા હોતા હશે ?’
ત્રીજા થોડા પ્રૌઢ પણ જાજરમાન જણાતા બેને કહ્યું : ‘તે એવું જ હોય. માણસો પણ એવા જ હોય અને તેમાં જ આપણે કામ કરવાનું છે. એ એનું કામ કરે આપણે આપણું કામ કરીએ.’ આ કદાચ અનુભવનો નિચોડ બોલતો હતો.
‘ઓહો… મનીષાબેન, કેટલા વખતે ? શું બીમાર પડી ગયા હતા ?’
‘આ પગની જ તકલીફ છે.’ તેમના પગ થાંભલા જેવા હતા. તેમનાથી માંડ માંડ ચલાતું હતું છતાં નોકરી છોડાય તેવી પરિસ્થિતિ ન હતી. પતિની નાનકડી દુકાન હતી. બે છોકરાઓ એક દસમામાં, બીજો આઠમામાં. સવારના આઠ પહેલા રસોઈ બનાવીને નીકળવાનું અને રાતે સાડાઆઠ પછી ઘેર પહોંચી રસોઈ કરી પરવારવાનું રહેતું. ઉગતા છોકરાઓની સંભાળ લેતા લેતા, સમય સાથે દોડતા દોડતા કામ કરે જતા હતા. શરીર પાસેથી ઘણું કામ ખેંચ્યું હતું. પણ હવે તે સાથ આપવા ના પાડતું હતું. પેલી નીનાને પણ રોજ સાંજે છ જણાની રસોઈ કરવી પડતી. પોતે ચાર અને સાસુ-સસરા. તેનો દીકરો હજી નાનો હતો. દીકરી પહેલા ધોરણમાં ભણતી હતી. તે કહેતી :
‘સાસુ આખો દિવસ છોકરાં રાખે એટલે રાતે તો મારે કરવું જ પડે ને ? ને ભેગી છોકરાની ફરિયાદો યે સાંભળવી પડે….’ થોડા એક સારું કમાતા બહેનો રસોઈ માટે બાઈ રાખી શકતા હતા. પણ ટ્રેનમાંથી તેમની સૂચનાઓ ફોન પર ચાલુ રહેતી : ‘સવારનું શું પડ્યું છે ? હા તો વઘારેલો ભાત, કઢી ને થોડીક ભાખરી બનાવી નાંખો…’

મોટાભાગના પુરુષો એ રીતે સુખી હતા. તેમના ઘરનાં વ્યવહારો અન્ય લોકો સંભાળી લેતા હતા. છતાંયે કેટલીયે વાર તેમને પણ કેટલાંક બેંકમાં કામ માટે, સગાસંબંધીની બિમારી કે મૃત્યુ અંગે કે પછી કૌટુંબિક માંગલિક પ્રસંગે વહેલા મોડા નોકરી પર જવાનું થતું ત્યારે તેમનાથી બોલાઈ જતું : ‘કાલે કલાક વહેલો નીકળ્યો તેમાં તો સાહેબ બગડ્યો છે, શું કરવું ?’ આ સનાતન પ્રશ્નનો કોઈ ઉત્તર નથી. દરેક પોતપોતાની પદ્ધતિને અનુરૂપ માર્ગ કરી લે છે. કોઈ ચમચાગીરી કરે છે, ત્યાં કોઈ દાદાગીરી કરે. કેટલાંક વળી નજર ચૂકાવીને ભાગી જાય છે, તો કેટલાંક બિન્દાસ એક કાને સાંભળી, બીજા કાને કાઢી નાંખે છે. હું દરેકની વાતો સાંભળું છું. હું તેઓનો અભિનય નિહાળું છું. તેમના પ્રેમ ને તેમનો રોષ, તેમની પ્રશંસા ને તેમનો ગુસ્સો, કાવા-દાવા, કાનાફસી, રડારોળ, હસાહસ – આ સઘળાની હું સાક્ષી છું પણ માત્ર સાક્ષી જ છું. રોજ આ વાતો સાંભળવામાં મારો સમય ક્યાં પસાર થઈ જાય છે, તેની મને ખબર નથી. જો કે આ બધું મને ક્યારેય સમજાતું નથી અને સમજાવાનું પણ નથી. જો કે મારે શા માટે સમજવું પણ જોઈએ ? મારું કામ જ નથી. હું તો માત્ર વાહક છું. મારા માટે માણસ સમજવો એ પહોંચ બહારનું કામ છે. આપણા રામ તો બસ જોયા કરે છે, સાંભળ્યા કરે છે અને પોતાનું કામ કર્યા કરે છે.

ત્યાં બીજા એક દિવસે પેલા લેડીઝ કોચમાં કલબલાટ થાય છે અને નાસ્તાના ડબ્બા એક હાથમાંથી બીજા હાથમાં પસાર થાય છે. ઘરનાં કામમાંથી નાસ્તા બનાવવા માટે પણ સમય કાઢી, સ્વયં ખાતા અને બીજાને ખવડાવતા, થોડીક મોકળાશ મળે તો શાકભાજી સમારતા, ભીડમાં ઊભા ઊભા મુસાફરી કરવા છતાં કુટુંબની સેવામાં ખડે પગે રહેનાર આ બહેનો ભાઈઓ કરતા યે મજબૂત છે અને બહાદુર છે.
‘તારો હાંડવો બહુ સરસ છે.’
કે પછી
‘નિશા ! તારે માટે સાબુદાણાની ખીચડી લાવી છું.’
‘વાહ ! ખીચડી તો તારા હાથની જ. કહેવું પડે !’
કે પછી
‘ચાલો કાલે ભેળ બનાવીએ…..’ આ સંવાદો તો રોજના છે પણ આજે કંઈક જુદો જ માહોલ દેખાય છે. રોજનાં ચણામમરાના સ્થાને કંઈક શાહી ઠાઠ દેખાય છે. દાળમૂઠ અને સમોસાની સોડમ ફેલાઈ ગઈ છે. ઉપરથી પાછા ગુલાબજાંબુ સહુ પ્રેમથી ખાય છે, પણ આજે સહુનો પ્રેમ આ રંજનીબેન પર ઉભરાયો છે.
‘ના, ના લેવું જ પડશે. પછી અમે ક્યાં આવવાના છીએ ?’
‘તે આવજો ને… નોકરીમાં ટ્રાન્સફર થઈ છે, પણ રહેવાની તો ગામમાં જ ને ?’
એમ વાત છે, તો આ ફેરવેલ પાર્ટી છે. તેમાં સહુએ રંજનીને ગીફટ પણ આપી અને રંજનીએ બધાને ફાઈવસ્ટારથી મીઠું મોં કરાવ્યું. હા…હા…હી…હી…માં અમદાવાદ આવી ગયું અને અચાનક સોપો પડી ગયો. કોઈક કહેતું હતું : ‘યાદ રાખજે, ક્યારેક ફોન તો કરજે…’ તો કોઈને ગળે ડૂમો બાઝ્યો હતો. રંજનીબેન આમ તો ખુશ હતા અને છતાંયે રોવા જેવા થઈ ગયા હતા. માંડ માંડ બોલ્યાં :
‘તમારી કંપની – અને આ મઝા – હવે ક્યાં મળશે ?’
આમ તો બધા ખુશ છે, છતાંય બધા દુ:ખી ? આમ કેમ ? એ ખરેખર મારા માટે કોયડો છે.

રોજ મારી યાત્રામાં મહી નદીને પસાર કરું છું. કેટલાંયે લોકો નદી આવતાં જ ખાવા-ગાવા-બોલવા-વાંચવાનું છોડીને તરત નમન કરે છે. કેટલાયે પૈસા ફેંકે છે-સોરી પધરાવે છે. બહુ લોકો દેવને ચડાવેલ પુષ્પો થેલીમાં ભરી લાવી નદીમાં પધરાવે છે. આમાંથી કેટલું પ્રવાહ સાથે ભળ્યું તે ખબર નથી. કેટલાંક અણઘડ, ઉતાવળિયા હજી તો નદીનો પટ શરૂ થયો ન થયો ત્યાં તો જોરથી પૈસા ફેંકે છે. નદીની પૂજા થઈ કે ન થઈ, બ્રીજ નીચે રમતા ટેણિયાઓને જલસા પડી જાય છે. આ બધાનો અર્થ શું તે હું નહીં પૂછું, કારણ ધાર્મિક આસ્થા જેવા વિષય પર મૌન જ સારું. અમાસનાં દિવસે નાના જૂથમાં પૂજા કરતા લોકો નજરે પડે છે. કોઈ વ્રતની પૂર્ણાહૂતિમાં સમગ્ર તટ સુંદર મઝાની મૂર્તિઓ અને ભાવુકોથી ઊભરાય છે. દૂર દૂરનાં ગામમાંથી ચાલતાં, બસમાં કે ટ્રેનમાં, મૂર્તિને સાચવી સાચવીને પધરાવવા માટે નદી સુધી લઈ આવતા ભાવિકોની લાગણી મને ક્યાંથી સમજાય ?

ચોમાસામાં બે કાંઠે મહી વહી રહી હોય છે. આસપાસનો સમગ્ર વિસ્તાર લીલીછમ વનરાજીથી છવાઈ જાય છે. લીલા પર્ણ પર મોતી બિંદુ સમાન વરસાદી જળ ઓપી રહ્યા હોય. ક્યારેક આકાશ ગોરંભાયેલું હોય ત્યારે તો એકદમ અંઘારુ છવાઈ જાય છે. તો ક્યાંક વાદળાની પેલી પાર રૂપેરી કોર દેખાય છે. આ બધા વચ્ચે છૂક….છૂક… કરતી યાત્રા ચાલતી રહે છે. ક્યાંકથી કોઈ બોલી ઊઠે છે :
‘અરે, જુઓ જુઓ સામે મોર છે….’
‘હા હવે બરાબર. તું કાયમ મોરનું બહુ ધ્યાન રાખે છે.’
‘હા જોજે આટલામાં ઢેલ પણ હશે…’
‘મોર તો સાચે જ કળા કરીને એવી રીતે ઊભો હતો જાણે કોઈ તેનો ફોટો પાડી રહ્યું ન હોય !’ મોર શોધનાર ભાઈની નજર હજી બહાર જ હતી. બીજા મોરની દિશામાં નજર ઘૂમી રહી હતી. બહાર જ નજર રાખી તેમણે કહ્યું : ‘હવે તો નીલગાય ઓછી દેખાય છે. બાકી તો અહીંથી પસાર થતાં કેટલાંયે મોર અને કેટલીયે નીલગાય જોવા મળતી.’
‘હા ભઈ, અપ-ડાઉનની આ જ તો મજા છે. બાકી શહેરનાં સિમેન્ટ-કોન્ક્રિટનાં જંગલમાં શું જોવા મળે ? આપણા છોકરાઓએ તો મોરનું ચિત્ર જ જોયું છે.’
‘સાચી વાત છે, બહુ બહુ ઝૂમાં લઈ જઈએ તો થોડાંક પશુ-પંખી તેને જોવા મળે.’
‘અરે પણ આ છોકરાંને ઘરની બહાર ફરવા આવવું ક્યાં ગમે છે ? આખો દિવસ કાર્ટૂન ચેનલ જોવાની કે પછી કમ્પ્યુટર પર ગેમ રમવાની ઘેલછા છે.’
‘અને હા, આપણી જેમ વેકેશનમાં કાકા-મામાને ઘેર જઈ રહેવાનું તો ગમતું જ નથી. આપણે જવું હોય તો પણ બંધન થાય.’
‘તેમાં વાંક આપણો પણ ખરો ને !’
આ ગહન ચર્ચા હજી આગળ ચાલત, ત્યાં જ મોર શોધતા ભાઈએ કહ્યું : ‘અરે ચર્ચા કર્યા વિના બારી બહાર જુઓ ને ! જુઓ આ મહી નો બ્રીજ આવી ગયો…. અહાહા ! પાણી તો જુઓ ! હા, ભાઈ, મહીસાગર કંઈ અમસ્તા કહ્યું છે ?’

ચોમાસામાં ભરપુર વહેતી મહી જોઈ ખુશ થનાર, કોઈ ઉનાળુ સાંજે બોલી ઊઠે છે :
‘જો તો કેટલું ઓછું પાણી છે ?’
‘કાલ કરતાં ઘટ્યું.’
નદીનાં આ બંને રૂપ હું જોતી રહું છું અને મારું કામ કરે જાઉં છું… એ જ અચલતાથી અને એ જ નિસ્પૃહતાથી. મે મહિનાની એક ભીડભરી સવારે આમ જ હું સંભાળીને પુલ વટાવી રહી હતી, ત્યાં મારા કાને કોઈ અવાજ અથડાયો.
‘અરે જો તો, આમાં પાણી જ નથી.’
‘ઉનાળો ને ?’
‘ના આ ડેમ બાંધ્યો ત્યારથી બધું પાણી એમાં જાય છે. હવે નદીનું નૂર જતું રહ્યું છે. આમ જ રહેશે.’ અનાયાસે જ મારી નજર નદી તરફ મંડાઈ આ મહી ? ક્યાં અષાઢનાં પ્રથમ ભીના ચુંબને કાંઠા તોડી જતી યૌવના સમી મહી ? ક્યાં શિયાળુ સાંજે પ્રગલ્લભ ગૃહિણી સમી શાંત-સહજ-સરલ મહી ? ક્યાં ગયું મહીસાગરનું એ અપ્રતિમ ઘૂઘવાતું રૂપ ?

પણ આ શું ? હું કંઈ સમજું કે વિચારું તે પહેલાં જ અચાનક મારા પગ જાણે ખીલા ઠોક્યાં હોય તેમ જડાઈ ગયા. મારી આંખમાંથી અશ્રુબિંદુ સરી પડ્યું. કેમ ? તે તો માણસ જાણે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એ ઘડી વીતી ગઈ – અવંતિકા ગુણવંત
જુગતી તમે જાણી લેજો – ગંગાસતી Next »   

47 પ્રતિભાવો : માણસવેડા – શીતલ દેસાઈ

 1. Nirupam Avashia says:

  21.08.2009
  Shitalben,
  Vah, Khubaj saras safer ane chotdar aant.
  Congratulations
  Nirupam

 2. મહાત્મા ગાંધીએ ભારત દર્શન માટે ભારતિય રેલની પસંદગી કરેલ અને રેલ યાત્રા દ્વારા ભારતને જાણવાનો પ્રથમ પ્રયત્ન કરેલ.
  મેં પણ દેશમાં ચારેક વરસ રેલ્વેમાં અપ-ડાઉન કરેલ. એની યાદ આવી ગઈ.

  સ-રસ વર્ણન અલગ રચના.. અનોખો અનુભવ. નવિન શૈલી..

  શીતલબેનને અંગત અભિનંદન તો મળ્યા જ છે. ફરીથી હાર્દિક અભિનંદન.

 3. Chirag Baxi says:

  Well, Mrs. Shital Desai, one of the greatest qualitative character I have ever seen in my life. She is not only a great story writer but, she is a very nice Debater. She is very much popular for her speech. Her knowledge of literature is extraordinary. She is a very nice announcer. She is a very good reader too. This story is just a little example of her enormous literature knowledge.

  I am knowing all these things as she is my dearest Masi. All of her relatives are also having some status in their life & none of them can deny her kindest contribution in making the solid base of their lives…
  We are really very much thankful & proud to be her relative… Keep writing Masi, Make yourself explored at your best…

  With Warmest Regards to her,
  Chirag B. Baxi.

 4. Dr Janak Shah says:

  Reading the story, I felt as if I was one of the passengers of Gujarat Queen and all that was described happening in front of me. I think this is the value of true literature. Literature is the reflection of life. I could experience the real reflection of life mingled with the motion of a train and the passengers’ motion. Hearty congratulation Shitalben
  Dr. Janak Shah

 5. ક્વીન માં સફરનો આનંદ અનોખો છે…અને એમાંય સરસ કંપની મળી જાય તો મજા.

  સુંદર વારતા. આ વારતા વાંચીએ તો સફર કરતા હોય એમ જ લાગે. નવીન શૌલી ગમી. અભિનંદન.

 6. Maheshchandra Naik says:

  સરસ વાર્તા અને અન્ત ખુબ ભાવવાહી રહ્યો, શ્રી શીતલબેનને અભિનદન………

 7. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ. આ વાર્તા વાંચીને સફર કરતા હોય એમ જ લાગે. નવીન શૌલી. અપ-ડાઉન કરનારાઓની અલગ દુનિયાની આટલી સરસ ઝાંખી કરાવવા માટે ખુબ ખુબ આભાર.

 8. જય પટેલ says:

  ભારતીય પ્રજાની નાડ જો પારખવી હોય અને ભારતીયતાના દર્શન કરવાં હોય
  તો રેલ્વેથી વધારે બીજુ કોઈ માધ્યમ નથી.

  શ્રી મોહનચંદ ગાંધી ૧૯૧૫માં સ્વદેશ પરત થયા બાદ ભારતભ્રમણ રેલ્વે દ્વારા કરેલું.
  ભારતીય રેલ્વે દૂનિયાનો સૌથી મોટો એમપ્લોયર છે..!!

  ગુજરાત ક્વીનની કથની ભારતીય સમાજની સભ્યતાનું પ્રતિબીંબ છે.
  સુંદર કલ્પના અને આલેખન.

 9. bhavin says:

  ખુબ ખુબ આભાર અને અભિનન્દન. ૧૯૯૬ મા લગ્ભગ ૬ મહિના ગુજારાત ક્વિન મા સુરત વદોદરા વચ્ચે કરેલ up down ni yaad aavi gaye.

 10. Vipul Chauhan says:

  ઑહ ક્વીનમાં ફરી આવ્યો.

 11. dr sudhakar hathi says:

  રેલ્વે એ આપના દૅનિક જિવન મા અનોખુ સ્થાન ચે શીતલબેન ને અભિન્દન

 12. Chintan says:

  આજે ઓફિસ મા લન્ચ ટાઇમ મા મિત્રો સાથે ટ્રેન અપ ડાઉન ની જ વાતો થતી હતી અને અત્યારે આટલો સરસ લેખ વાન્ચવા મળ્યો. ખુબ જ સુન્દર રજુઆત. નવતર પ્રયોગ ગમી ગયો.

  શિતલબેન ને ખુબ ખુબ અભિનન્દન.

 13. Jigar says:

  I like the artical (i don’t call it story).

  My opinion: I think it’s avg. and don’t think so it deserves 2nd position, it’s not like that you would like to read this at one go, though story has some very practical material, but some how I don’t like this.

  P.S.: Friends, it’s just my opinion and may be I am wrong, I have just one complain (this is not the short stroy, you can consider this as an Essay category),

  Best Regards,
  Jigar Shah

 14. trupti says:

  આવુ જ કાઇ બોમ્બયા લોકલ માટે કહિ શકાય.
  Every day lakhs of people are traveling by local train of Mumbai from Virar to Churchgate. The local trains are like a mini super market, where you can purchase anything right from the needle to the dress materials and sarees. You can see the co- passengers exchanging and discussing their problems and philosophy with each other. There are ‘ bhajan mandalis’ in the gents’ compartment who sings the ‘ bhajans’ in the morning as well as in the evening by using the walls of the train as ‘Tabala’. Some times even pooja is performed, not in the large scale as it is performed in intercity trains of Gujarat but in the small scale. The bounding between the co- passengers becomes so much strong that the same emotional seen is performed as the farewell of Ranjanben in the story. The baggers as well as the eunuchs will also disturb you. There are fights, (verbal as well as physical), robbery and pick pocketing. The passengers are hanging out of the rain and even take a seat on the roof of the train to reach their work place on time is a common seen. They experience the derailments as well as the BOMB BLAST. There is water lodging on the train in the monsoon, but irrespective of any discomforts, the MUMBAIKERS cannot leave without the train, as it is a lifeline of the people.You will find the same number of people and the same people next day who are saved on the earlier day from the Bomb Blast! Even the local train services are stopped for 10-15 minutes, the passengers suffer a lot. There are seen like the slums and the open toilets adjacent to the railway track. There are fields growing leafy vegetables on the side of the railway track with the help of the gutter water!!. Still the LOCAL TRAIN is the essential part of every mumbaikers life.

 15. Parthiv Desai says:

  સરસ ત્રેન્ મા બેથા હોઇએ એવિઅનુભુતિ થ્ઈ.

  પર્થિવ્

 16. kaushal says:

  shitalji a good obeservation ab people who travalling in train. it’s really nice. after reading this story i remind my old days when i travalled in ahemdabad maimu train,that time also same atmospher in the train.i like also yr way of discrib.good job keep it up!!& many many congratulations!!!

 17. Kauhisk says:

  ઈનામને પાત્ર વાર્તા(???) ન લાગી.

  આને વાર્તા કે’વાય કે કેમ એ પણ એક પ્રશ્ન છે.

  આવી વાર્તા બીજું ઈનામ જીતે તો બીજી અન્ય વાર્તાઓનું લેવલ કેવું હશે?
  આ તો મારો અંગત મત છે.

  • drggtank says:

   I agree that this is an excellant description of a train journey, but this is not a story. It doesn’t gives you a flow while reading. It shouldn’t get second price. Its nothing personal to Sheetalben. She has done a good job.
   My apologies for anyone who thinks I am rude.

   • Viren says:

    This is like Award Winner Hindi Films? People may not understand what is there in the film or why even the film is made. They are useless and waste of time.

    This shows the level of judges.
    What a crap story that is declared as Second Prize.

    This even doesn’t qualify as story and what are the judges thinking?
    I would not even think to submit story from me for competition.

    Even the first prized story also doesn’t seem good.

 18. nayan panchal says:

  શીતલબેનને ઇનામ જીતવા બદલ અભિનંદન.

  સામાન્ય જીવનની નાડ પારખવી હોય તો બસ, ટ્રેનની યાત્રાથી સારી રીતે પારખી શકાય. તૃપ્તીબેને કહ્યુ તેમ મુંબઈ લોકલ વિશે પણ ઘણુ બધુ લખી શકાય.

  નયન

 19. bhavesh says:

  It remind me of my days of commuting from Baroda/Anand and in Mumbai local trains. Amazing!

 20. vanraj -Bangalore says:

  Excellent work……!!! I had not travell much in train but my brother is telling me all things about updown as he was doing travelling between anand & baroda for his entire college life. and I was so excited to travelling daily in train but today i my excitement got satisfied. Thats all.
  nice work..

 21. માણસવેડા – સરસ અવલોકન. કોઈ પણ પરિસ્થિતિનું યથાર્થ વર્ણન કરવા માટે તેનું બારીકાઈથી અવલોકન કરવું પડે ત્યાર પછી તે પ્રસંગોને મમળાવવા પડે અને પછી તેને શબ્દદેહ આપવો પડે. રોજિંદી મુસાફરી કરનારા પ્રવાસીઓનું સુંદર અવલોકન અને રજૂઆત. દ્વિતિય ઈનામ મેળવવા બદલ અભીનંદન.

  આવો જ એકાદ લેખ વાચકવેડા ઉપર આપો તો મજા આવે. જેમાં રીડ ગુજરાતીને ગુજરાત ક્વિનના સ્થાને મુકી અને પ્રતિભાવકોને મુસાફરોના સ્થાને મુક્યા હોય અને પછી તેમના મનોભાવોનું વર્ણન કરો તો જલસો પડી જાય.

 22. કલ્પેશ says:

  માણસવેડા? આપણે માણસ જ છીએ, માનવ નથી થયા.
  અને ખબર નથી કે થશુ કે નહી? ખોટુ લાગતુ હોય તો ટ્રેનને પૂછી જુઓ.

  આનુ શિર્ષક “ટ્રેનની આત્મ્કથા” હોત તો યોગ્ય લાગતે.

 23. Vraj Dave says:

  સરસ વાતો.

 24. drggtank says:

  I agree that this is an excellant description of a train journey, but this is not a story. It doesn’t gives you a flow while reading. It shouldn’t get second price. Its nothing personal to Sheetalben. She has done a good job.
  My apologies for anyone who thinks I am rude.

 25. Hawa ni Mahenk says:

  જોયુ ..!! આટલી સરસ વાર્તા વાન્ચીને પણ ઘણા લોકો “માણસવેડા” નથી છોડતા. આ મારો અંગત અભિપ્રાય છે. આભિનંદન ..!!

 26. tailor preeti says:

  આપણા જીવનનાં બે સ્થાનો ઘર અને કાર્યક્ષેત્ર વચ્ચે ધબકતી જીંદગીનો જાણે આંખે દેખ્યો અહેવાલ છે એવી અનુભૂતિ થઈ…જીવન જાણે ત્યાં જ જીવાઈ જાય છે….ઝીણવટ ભર્યું અવલોકન માણવાની મઝા આવી ગઈ….
  ખૂબ ખૂબ અભિનંદન શીતલબેન…સ્પર્ધામાં વિજેતા બનવા બદલ…..

 27. nim says:

  ગાડી બુલા રહી હે સીટી બજા રહી હે
  ચલના હે ઝીંદગી હે ચલતી હી જા રહી હે….

  ધન્યવાદ
  નિમ

 28. Rajni Gohil says:

  વગર પૈસે ટ્રેનની મુસાફરીનો આનંદ માણ્યો. સુંદર રજુઅત બદલ શીતલબેનને અભિનંદન.

 29. kaushal says:

  i loved that’s, how wonderfull she’s observation.just few peoples will do like this kind of observation.so many peoples r travelling, but whould u think that a single persone has this kind of observing power??she’s observation is so true.

 30. antani nachiet paresh bhai says:

  shiltenben, it is good story of rail. i like it Donot be upset if any opeinion is against of your story. real assence of this story can be understand who used to updwn in train or bus.=paresh antani.junagadh

 31. Dear Shital madam,
  You were rock today, thanks for scintillating story.
  I was mesmerizing while read your such a marvelous story.
  I was remembering my days when i used to commute between Vadodara to Anand in Queen for five years.
  Many Many congratulations for won the Prize.

 32. Moxesh Shah says:

  શીતલબેન નો આ લેખ વાર્તા કહેવાય કે નહિ તે ચર્ચા જ અસ્થાને છે. અગત્ય ની વાત એ છે કે સાહિત્ય ના આ એક પ્રકાર મા પણ તેમણે ખુબ જ ભાવવાહિ અને અદભુત વર્ણન કરેલુ છે. આ પ્રકાર નો લેખ લખવા માટે સાહિત્ય ની સમજ હોવિ જોઇએ જે તેમની વાર્તા મા અનુભવાય છે.

  ખૂબ ખૂબ અભિનંદન શીતલબેન…સ્પર્ધામાં વિજેતા બનવા બદલ…..

 33. hari patel says:

  ખરેખર ખુબ સરસ લેખ્.મને ગુજરાત ક્વિન નિ સફર થૈ ગૈ.

 34. શીતલબેન,

  આ વાર્તા કહેવાય કે આત્મકથા કે ભાવવાહી વર્ણન, પરંતુ સાહિત્ય માં આ પ્રકાર ની કંઈક નવી જ રીતની રજૂઆત ખુબ જ ગમી તે બદલ તમને ખુબ-ખુબ અભિનંદન !!

  તમે એક વાત આમાં ભૂલી જ ગયા , વ્યંઢળો અને ભિખારી ના પાત્રો પણ આ ટ્રેન ના એક ભાગ છે. તેના વિશે પણ લખ્યું હોત તો મજા પડત.

 35. jalpa says:

  ખુબજ સરસ વર્નન્….but I think its not story it should be called “આત્મ્કથા”

 36. shital desai says:

  I, Shital Desai,is thankful to all the respondents of my story MANASVEDA irrespective of the fact if the liked it or not.
  The real story lies in the end.only a few readers,including the very first respondent Mr Nirupam Avashia could get it.Man has started to spoil Nature.His act to exploit natural resources for his own good is not only selfish but also cruel.To convey this effectively I have taken up the symbol of an object like train which is lifeless.the whole story is full of referances that the train has no feelings.So it does not understand people and their behaviour.But Mankind’s attack on Nature is so cruel that even a lifeless object like train stops its journey for a while(that hardly happens even during heavy rain) and tears roll into its eyes(that does not roll even when a head of the family dies climbing dawn).The train is confused about its reaction as 1)for the first time it FEELS something that man always feels and 2)man is responsible for waterless river.So the the story ends with a question why tears?MANAS JANE.

  To convey this message in as lively manner as possible the differant situations are described with an observant eye.Moreover juxtaposing train’s lifelessness with people’s care and concern I have tried to create a picture that would be interesting and entertaining despite serious theme.only people like Chintan,Trupti,Bhavesh,Paresh,Falgun or those who have commuted ,know hardshipsof it.Commuting makes people smart, more sensible and provides an insight to understand human suuffering.If you have enjoyed the story the credit can only go to those commuters who fight the battle at many fields bravely everyday.If you don’t enjoy reading it,discredit certainly goes to the writer.

  • Nirupam Avashia says:

   Thank u Shitalben.
   I have been lover of such thing which explains big things in short. your story looks like Sonet.In Sonet the last two lines r always important.that is why I had given only 2 line comments .
   nirupam

  • Vraj Dave says:

   આદરણીય શીતલબેન દેસાઇ,
   આપ ગુજરાતી ના લેખક છો, રીડગુજરાતી માં પ્રતિભાવ આપો છો તો ગુજરાતી માં કેમ નહી?
   આશા છે ફરી ગુજરાતી પ્રતિભાવ આપશો.
   આભાર..આવજો…
   વ્રજ દવે

 37. AG Hingrajia says:

  હું જ્યારે અપ-ડાઊન કરતો ત્યારે અમદાવાદ રેલ્વેશ્ટેશન પર એક સાઈન બોર્ડ હતુ,
  “ટ્રાવેલીંગ ટિચીસ અસ ટોલરન્સ” એ જ રીતે કહેવાય કે મુસાફરી આપણને સમાજ જીવન અને દેશનાં દર્શન કરાવે છે.

 38. Ajit P Desai says:

  Dear Sheetalben, your articles are wonderful.Congratylations

 39. Ashish Dave says:

  Congratulations Shitalben. Trains have always fascinated me. I wanted to be a train driver when I was very young.

  Ashish Dave
  Sunnyvale, California

 40. સુજિત્ says:

  સુદર અતિ સુદર
  મજા પડી ગઇ

 41. Baba Bhai says:

  Khare Khar Maja Aavi Gayi Mane Pan Mara Up Down Na Divso Yaad Aavi Gaya Hu Pan Gujarat Express Ma MST na Coach Ma Up Down Karto Hato Pan Ek Vaat Che Ke Sheetal Ben e Mahisagar ni Vaat Kari Pan Surat Pase Aavti Tapi Nadi Ni Vaat Na Kari Tapi Nadi Maa 12 Mass Pani Hoi Chhe

 42. Chandrakant Nirmal, Limbdi says:

  ABHINANDAN. Anokhi rajuaat, Navi tareh, Kharekhar MAJA aavi.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.