કેટલું ભૂલું ? – કિશોર જિકાદરા

[‘અખંડ આનંદ’ એપ્રિલ-09 માંથી સાભાર.]

ભૂલ્યો ટાણું, ભૂલ્યો અવસર, ભૂલ્યો છું કેટલું મળતર,
ભૂલ્યો હું માન ને મનવર, બીજું હું કેટલું ભૂલું ?

ભૂલ્યો છું હાથ ને રેખા, ભૂલ્યો કિસ્મત અને લેખાં,
ભૂલ્યો હું જાતને અકસર, બીજું હું કેટલું ભૂલું ?

ભૂલ્યો જખમો અને ઓસડ, ભૂલ્યો પીડા અને દડ દડ,
ભૂલ્યો હું કાળજે નસ્તર, બીજું હું કેટલું ભૂલું ?

ભૂલ્યો પાદર, નદી નાળાં, ભૂલ્યો શેરી અને ગાળા,
ભૂલ્યો હું ગામ ને સરવર, બીજું હું કેટલું ભૂલું ?

ભૂલ્યો કંકુ અને કાજળ, ભૂલ્યો રંગીન એ વાદળ,
ભૂલ્યો દશ્યો બધાં મનહર, બીજું હું કેટલું ભૂલું ?

ભૂલ્યો પગલાં અને થાપા, ભૂલ્યો છું કેટલાં દાપાં,
ભૂલ્યો આંગણ અને એ ઘર, બીજું હું કેટલું ભૂલું ?

ભૂલ્યો છું રાતની રાતો, ભૂલ્યો વહેવાર સચવાતો,
ભૂલ્યો છું પ્રેમનું વળતર, બીજું હું કેટલું ભૂલું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જુગતી તમે જાણી લેજો – ગંગાસતી
દાદા હો દીકરી – લોકગીત Next »   

15 પ્રતિભાવો : કેટલું ભૂલું ? – કિશોર જિકાદરા

 1. sudhir patel says:

  સરસ ગઝલ! મજા આવી.
  સુધીર પટેલ.

 2. nayan panchal says:

  ખૂબ જ સરસ ગઝલ, કિશોરભાઈ.

  અભિનંદન અને આભાર,
  નયન

 3. સુંદર ગઝલ

  જે સામે છે તેને માણું, વીતી વાતને ભુલી જાણું
  યાદ પણ હવે રહ્યું ના, શું થયું તું અને શું હું ભૂલું?

 4. ડૉ. ભાલચન્દ્ર હ. હાથી, ગાંધીનગર says:

  કિશોરભાઇ,

  આપની કવિતાઓ ગુજરાત, અખંડ આનંદ, કુમારમાં વાંચવા મળી છે તેમજ કવિતાનો આપનો સંગ્રહ બહાર પડ્યો છે તે પણ ઘણી સુંદર કવિતાઓનો આસ્વાદ કરાવી ગયાં છે. આપ આવી અનેક સુન્દર રચનાઓ આપતા રહો અને અમે માણી શકીએ તે માટે આપને અનેક શુભેચ્છાઓ.

  ડૉ. ભાલચન્દ્ર હ. હાથી, ગાંધીનગર

 5. PAMAKA says:

  મઝા આવિ ગૈ

 6. dr sudhakar hathi says:

  KHUBAJ SUNDAR GAZAL ABHINANADAN KISHOR BHAI

 7. અખંડ આનંદ માં વાંચી હતી…. ફરી માણવાની મજા આવી …

 8. Apeksha hathi says:

  અરે વાહ કિશોર કાકા ,

  મઝા પડી ગઈ. આવી સુન્દર રચના રચના રચતા રહો અને અમને વંચાવતા રહો.

  આભાર…

  – અપેક્ષા હાથી ( ગાંધીનગર )

 9. Mahendra dave says:

  તમારી ગઝલ વાંચી. ખુબ આનંદ થયો.

  આવી સરસ રચનાઓ વધુ ને વધુ પ્રમાણમાં તમારી પાસેથી મળતી રહે એવી અમારી શુભેચ્છાઓ.

 10. હરીશ આર.ત્રિવેદી રાધિકા અચે.ત્રિવેદી says:

  આદરણીય કિશોરભાઇ,

  આપની ગઝલ વાંચીને મને તથા મારી દિકરીને ખૂબ આનંદ થયો.
  નવું વધુ સારૂં લખતા રહો.એવી શુભેચ્‍છા.

  હરીશ આર.ત્રિવેદી
  રાધિકા એચ.ત્રિવેદી

 11. nihkil u mehta says:

  વાહ કીશૉર કાકા ,
  ખૂબ જ મ્જા આવી
  નીખીલ મ્હૅતા

 12. preeti dave says:

  ભૂલ્યો જખમો અને ઓસડ, ભૂલ્યો પીડા અને દડ દડ,
  ભૂલ્યો હું કાળજે નસ્તર, બીજું હું કેટલું ભૂલું ?

  સરસ..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.