દાદા હો દીકરી – લોકગીત

દાદા હો દીકરી, દાદા હો દીકરી,
વાગડમાં નવ દેજો રે સૈ.
વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે…. દાદા…

દિ’એ દળાવે મને, દિ’એ દળાવે,
રાતડીએ કંતાવે રે સૈ,
પાછલે તે પરોઢીએ પાણીડાં મોકલે રે…. દાદા…

ઓશીકે ઈંઢોણી મારે, ઓશીકે ઈંઢોણી,
પાંગતીએ સિંચણિયું રે સૈ,
સામે તે ઓરડીએ વહુ તારું બેડલું રે…. દાદા….

ઘડો ન ડૂબે મારો, ઘડો ન ડૂબે,
સિંચણિયું નવ પહોંચે રે સૈ,
ઊઠ્યો ને આથમ્યો કૂવા કાંઠડે રે…. દાદા…..

ઊડતા પંખીડાં મારો, ઊડતાં પંખીડાં મારો,
સંદેશો લઈ જાજો રે સૈ,
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે….. દાદા….

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો,
અજવાળી આઠમના આણા આવશે રે… દાદા….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેટલું ભૂલું ? – કિશોર જિકાદરા
જાગીને જોઉં તો – નરસિંહ મહેતા Next »   

12 પ્રતિભાવો : દાદા હો દીકરી – લોકગીત

 1. nayan panchal says:

  સરસ લોકગીત.

  ગઈકાલે જુગતી વાડુ ગંગાસતીજીના ભજનનો અર્થ સમજવામાં તકલીફ થઈ હતી. રીડગુજરાતીનો આભાર કે ગુજરાતી સાહિત્યના આવા બધા રત્નોથી પણ માહિતગાર કરાવે છે.

  નયન

 2. nim says:

  દાદા હો દીકરી, દાદા હો દીકરી,
  વાગડમાં નવ દેજો રે સૈ.
  વાગડની વઢિયાળી સાસુ, દોહ્યલી રે

  વાગડ શું ગામ નુ નામ છે કે સમાજ નું?
  અહીં વાગડ નો અર્થ કોઈ સમજાવશે?

  ધન્યવાદ

  નિમ

 3. વાગડ એક પ્રદેશનું નામ છે. કરિયાવર / આણું વગેરે માટે સાસુ વહુ ઉપર ખુબ જ જુલ્મ કરે છે. અજવાળી આઠમના આણા આવે તે પહેલા જ દિકરી કુવે પડીને જીવન ટૂંકાવી નાખે છે. એક કરૂણાંતિકા કે જે લોકગીત સ્વરૂપ ગવાતી હતી.

  • nim says:

   તો શું અતુલ ભાઈ વાગડ પ્રદેશ ના લોકો ને આ લોકગીત થી વાંધો ના હોઈ?

   ધન્યવાદ

   નિમ

   • શ્રી નીમબહેન,

    વાગડના લોકોને વાંધો તો હોઈ શકે, પણ જ્યારે ખુબ જ ત્રાસ થતો હોય ત્યારે આપણે જે તે પરિસ્થિતિને બદલે આખાંએ પર્યાવરણને દોષ દેતાં હોઈએ છીએ. જેમ કે ક્યારેક આપણે આપણી વર્તમાન અવ્યવસ્થાથી અકળાઈ જઈએ તો કહેતા હોઈ છીએ કે અરે આ તો કેવો દેશ છે? તેવી જ રીતે અમારા પ્લોટનું નામ “મધુવન” છે અને અમારુ કુટુંબ શિક્ષણમાં રત રહેનાર કુટુંબ તરીકે ઑળખાય છે. ઘણી વખત અમે અને અમારા વડીલો આવનારી વહુની જીવનને અનેક રીતે માણી શકાય અને તે રીતે માણવાના પ્રયત્નોને સ્વીકારી શકતા નથી અને સારસ્વત ઉપદેશ દેવા લાગીએ છીએ ત્યારે આ વહુઓ કંટાળીને કહે છે કે ભાઈ “મધુવન”માં તો કોઈ દીકરી દેશો જ નહીં. ત્યારે તેનું તાત્પર્ય તો ત્યારની પોતાની જ પરિસ્થિતિ હોય છે પણ તે આખાએ મધુવનને સંબોધે છે.

 4. એક નીચો તે વરના જો જો દાદાજી ….. નીચો તે નીત ઠેબે આવશે… …………………………….
  ભીખુ દાન ગઢવીના અવાજ માં ચાર ચાર સહેલી ની છુપી છુપી કહાની … સાંભળવાની પણ મજા આવે …

  🙂

 5. urmila says:

  I read lot of stories about ‘સાસુ’ and they are usually nasty stories – are there any good stories about ‘સાસુ’ at all

 6. કેતન રૈયાણી says:

  એકાદ અંતરો ખૂટતો લાગે છે…અહીં આખું ગીત સાંભળી શકો છોઃ http://tahuko.com/?p=2113

 7. PAMAKA says:

  ઊડતા પંખીડાં મારો, ઊડતાં પંખીડાં મારો,
  સંદેશો લઈ જાજો રે સૈ,
  દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે
  આખ ભિજઈ ગૈ.

 8. Dhaval B. Shah says:

  બહુ સરસ.

 9. Shailesh Pujara says:

  વાગડ એટલે ક્ચ્છ નો તાલુકો. પાણી નો ત્રાસ. પાતાળ કુવા – “ઘડો ન ડૂબે મારો, ઘડો ન ડૂબે,
  સિંચણિયું નવ પહોંચે રે સૈ,” – પાણી ના તળ એટલા ઊંડા કે સિંચણિયું ટૂંકુ પડે. સાસુ નાહ્ક ની બદનામ.
  “ઊઠ્યો ને આથમ્યો કૂવા કાંઠડે રે” વહેલી સવાર થી રાત સુધી કુવા કાંઠે. –

 10. kira thakkar says:

  સુન્દેર ક્રુતિ , અહિ કહ્વવનો ભાવ કેવો વ્ખત હતો જયરે વહુ દિક્રિ નુ જિવન ઘર કામ વ્ચે વહચલુ હતુ આજ નુ જિવન અલગ ચે.દિક્રિ જયરે વહુ બનિ ને જૈ ત્યરે મ બપ ને સ સન્દેશો મોક્લે કેમ મોક્લે અનો વિશય ચે. પ્રદેશ કે કોમ નિ વાત ને નહિ જોતા તેનો મમ્રમ જોઇએ. પનિ વગરન પ્રદેશ મ રહેલ મન્વિ ને વધુ અનુભવ હશે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.