જાગીને જોઉં તો – નરસિંહ મહેતા

જાગીને જોઉં તો જગત દીસે નહીં,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્રુપ છે;
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે….. જાગીને…..

પંચમહાભૂત પરિબ્રહ્મથી ઉપન્યાં,
અરસપરસ રહ્યાં તેહને વળગી;
ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી….. જાગીને….

વેદ તો એમ વદે, શ્રૃતિ-સ્મૃતિ શાખ દે;
કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં;
અંતે તો હેમનું હેમ હોયે….. જાગીને……

જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો,
ચૌદલોક રચી જેણે ભેદ કીધા;
ભણે નરસૈયો, ‘એ તેજ તું’, ‘એ તેજ તું’
એને સમર્યાથી કંઈ સંત સીધ્યા….. જાગીને…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દાદા હો દીકરી – લોકગીત
વો કાગઝ કી કશ્તી…. – નમ્રતા શૈલેષ દેસાઈ Next »   

8 પ્રતિભાવો : જાગીને જોઉં તો – નરસિંહ મહેતા

 1. તત્વજ્ઞાનના સારરુપ નરસૈંયાનું આ ભજન તેના અર્થનો વિચાર કરતાની સાથે જ એક અતિન્દ્રિય જગતમાં લઈ જાય છે.

 2. nayan panchal says:

  ખૂબ જ અર્થસભર ભજન.

  આભાર,
  નયન

 3. nim says:

  નરસિંહ મહેતા ને મારા સાદર પ્રણામ

  ધન્યવાદ

  નિમા

 4. Snehal says:

  જેવી રીતે મીરા, કબીર અને રહીમનું હિંદી આધુનિક હિંદીથી સાવ અલગ પડે છે એમ નરસિંહનું ગુજરાતી બહુ અલગ નથી પડતું. કેમ? કોઇ પ્રકા્શ પાડી શકે?

 5. Dr.vishwanath patel says:

  best

 6. nilay thakor says:

  maha purush bakta shri narsinh mehta na shri charano ma pranam. This poem not writting by thinking but it self produce in heart of shri narsinh mehta.

 7. jagdish Barot says:

  આ બ્રહ્મ આગલ બ્રહ્મ લતકા ભરે એતલે શુ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.