એટ્લાન્ટીકની સફરે – અનાયાસ ઝીંઝુવાડિયા

[નવોદીતોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલી ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2009’માં તૃતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ આ કૃતિના 24 વર્ષીય સર્જક શ્રી અનાયાસભાઈને (ન્યુજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +1 732-213-3308 અથવા આ સરનામે herbu_hotmail@yahoo.com સંપર્ક કરી શકો છો.]

અચાનક ઊંઘમાંથી એ ઉઠી જાય છે. એના રૂંવાડા ઊભા થઈ ગયા હોય છે. શરીર આખું પરસેવે રેબઝેબ હોય છે. બાજુમાં જુએ છે તો પ્રિયાનો હસતો ચહેરો ગાડી ચલાવતો દેખાય છે. સામે જ ગાડીમાં ઉપરની બાજુએ રહેલા નાના કાચમાં પોતાનો ભયભીત ચહેરો અને આંખો જુએ છે. મોઢા પરથી પરસેવો લૂછતા હળવેકથી પ્રિયાને પૂછે છે :
‘આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?’
પ્રિયાને થોડો ઝાટકો લાગે છે પણ ગાડી ચલાવતા રસ્તા ઉપર ધ્યાન રાખીને કહે છે :
‘આર્યાન !! કેમ આમ પૂછે છે ? આપણે એટ્લાન્ટીક સીટી જઈ રહ્યા છીએ. કોઈક સપનામાં ખોવાઇ ગયો કે શું ?’ પણ એના આ વાક્યો પૂરા થતાં સુધીમાં એને આર્યાનની આંખોમાં રહેલો ભય સ્પષ્ટ રીતે દેખાઈ ગયો હોય છે.
‘કંઈ નહીં.’ આર્યાન કહે છે.

પ્રિયા પ્રેમભરી નજરે એની સામે જુએ છે અને બોલે છે, ‘સૂઈ જા હજી આપણે પહોંચતા એકાદ કલાક ઉપર થશે.’ આર્યાન ગાડીની બહાર આકાશ સામે જોતાં-જોતાં પાછો ગાઢ નિદ્રામાં ડૂબી જાય છે. પ્રિયા ‘ગાર્ડન સ્ટેટ પાર્ક-વે’ ના રસ્તા પરની ગાડીઓની ભીડભાડમાં પોતાની ગાડીને સડસડાટ મંઝીલ તરફ આગળ વધારવામાં મશગૂલ છે. એમ ને એમ હજુ બીજી પચાસેક મિનિટ જેવું કઈંક થયું હશે અને ત્યાં જ આર્યાન ચીસ પાડે છે અને ઝટકાથી ઊઠી જાય છે. પ્રિયા અચાનકની ચીસથી ગભરાઇ જાય છે અને ગાડીને બ્રેક મારે છે. એ રાતનું સુમસામ વાતાવરણ ગાડીના ટાયરના ઘસડવાના અવાજથી ગૂંજી ઊઠે છે. પ્રિયાને આજે એના આવા ભયભીત ચહેરા અને એની ચકળવકળ ઊંડાણમાં ફસાયેલી આંખો જોઈને કંઇક અજુગતું લાગે છે. એનાથી હવે રેહવાતું નથી અને પાછું પૂછે છે :
‘શું થયું આર્યાન ? કઇંક બોલીશ ? કેમ આમ ગભરાયેલો દેખાય છે ?’
આર્યાન પાણીની બોટલ લઈને ગાડીમાંથી બહાર નીકળે છે અને મોઢું ધોવે છે. પ્રિયા પણ ગાડીમાંથી બહાર નીકળી રૂમાલથી એનો ચહેરો લૂછી આપે છે. પ્રિયા એને સીટ પર બેસાડે છે અને પાછી ગાડી ચાલુ કરે છે. આર્યાન સ્તબ્ધ બની ગયો છે. ….એને આંખ સામે હજુ પણ એ ખડખડાટ હસતા ધૂંધળા ચહેરા દેખાય છે જેમાં એક ચહેરો એનો પોતાનો પણ હોય છે. ત્યાં જ અચાનક એક ચીસ સંભળાય છે અને પછી છેલ્લે ખાલી એટલું જ દેખાય છે કે એ જમીન પર પડ્યો છે અને મોઢામાંથી તથા માથામાંથી લોહીની ધારા વહે છે. એની આંખોથી લોહીના ખાબોચીયામાં પડેલા એ જ બધા હસતા ચહેરાઓને અત્યારે લોહીમાં લથપથ પડેલા તે જોઈ રહ્યો છે અને એ ધૂંધળા દ્રશ્યમાં એની આંખો બંધ થઈ જાય છે…..’

એટલામાં જ પ્રિયા ‘તાજમહાલ કસીનો’ના પાર્કીંગમાં ગાડીને પાર્ક કરે છે. અંદર જતાં જતાં એ આર્યાનને કહે છે, ‘હવે મૂડમાં આવી જા. એ લોકો તને ત્રણ વર્ષથી મળવા માંગે છે તો છેક આજે મેળ પડ્યો છે. તને એમને મળીને બહુ જ મજા આવશે.’
આર્યાન કહે છે : ‘હા પ્રિયા, તું કેમ ચિંતા કરે છે ? પણ હા, ન તો મેં એમને ક્યારેય જોયા છે, ન તો એમના નામ કે કોઇ જ બાબતની મને ખબર છે !’ પ્રિયા આર્યાનના હાથમાં હાથ નાખી હળવેકથી હસતાં બોલે છે, ‘અરે કંઈ જ વાંધો નહીં, હમણાં અંદર જઈને પરીચય કરવાનો જ છે ને.’ અને બંન્ને આમ જ વાતો કરતાં કરતાં કસીનોના દરવાજામાં પ્રવેશ કરે છે. એ દુનિયા જ કંઈક અલગ છે. ચારેય બાજુ રોનક જ રોનક ! કોઈક હસતું તો કોઈક રોતું તો કોઈક ગંભીર. અહીં તમને જીદંગીમાં કુદરતે મનુષ્યમાં મૂકેલા બધા ભાવ જોવા મળી જાય. લોકો જીદંગીના જુગારની બાજી જીતવા નસીબને જુગાર પર લગાવા અહીં આવે છે. જેમાંથી દરરોજ કેટલાય લોકો નસીબના એ દાવ જીતતા હોય છે તો કેટલાક હારતા હોય છે. જેમ જેમ આર્યાન અને પ્રિયા અંદર ચાલતા જાય છે ત્યાં જ આર્યાનને પાછા પેલા કાલ્પનિક આછા-ધૂંધળા ચહેરા દેખાય છે કે જેમાં આવા જ એક કસીનોમાં એ જ ચહેરા એક ટેબલને ફરતે બેઠા છે એમાંનો એક ચહેરો તો એને સ્પષ્ટ દેખાય છે જે એનો હોય છે અને હાથમાં બિયર હોય છે તથા બધાં હસતા હોય છે.

આર્યાન વિચારોમાં જ ચાલતા ચાલતા અચાનક ઊભો રહી ગયો છે જેનું એને પોતાને કે પ્રિયાને ધ્યાન રહેતું નથી અને પ્રિયા આગળ નીકળી જાય છે. હજી આર્યાન કંઈક સમજી શકે તે પહેલા એને બૂમ સંભળાય છે, ‘આર્યાન….. !!!!’ આર્યાન સ્તબ્ધાવસ્થામાંથી બહાર આવે છે અને જે દિશામાંથી પ્રિયાની બૂમ સંભળાય છે એ જ દિશામાં ચાલ્યો જાય છે. કસીનોની વચ્ચોવચ્ચ એક બાર છે જેનો એક ખૂણો અંધકારમય છે અને ત્યાં આરામથી બેસવાની વ્યવસ્થા છે. આર્યાન પ્રિયા પાસે પહોંચે છે. પ્રિયા એને આગળ દસ-બાર લોકો બેઠા છે ત્યાં લઈ જાય છે. ત્યાં અંધારાના કારણે દૂરથી કોઈના ચહેરા સ્પષ્ટ દેખાતા નહોતા, પણ જેવા નજીક જાય છે કે તરત પ્રિયા કહે છે :
‘મિત્રો ! આ છે મારા પતિ…. આર્યાન’
જેવો પહેલો બેઠેલો માણસ આર્યાન જોડે હાથ મેળવવા ઊભો થાય છે ત્યાં જ ‘બાર-કાઉન્ટર’ પરથી આવી રહેલા આછા પ્રકાશમાં એનો ચહેરો આર્યાનને દેખાય છે અને આર્યાન સ્તબ્ધ થઈ જાય છે. આર્યાન જેવો હાથ મેળવવા આગળ કરે છે ત્યાં જ સામેની વ્યક્તિ પૂછે છે :
‘કેમ છે આર્યાન ? મારું નામ…..’
‘સપન….. સપન શાહ….’ હજુ એ કંઈ બોલે એ પહેલા જ આર્યાન બોલી ઊઠે છે. બધા આશ્ચર્યમાં પડી જાય છે ખાસ કરીને પ્રિયા કારણ કે આર્યાન આજે પ્રથમવાર જ આ લોકોને મળતો હોય છે અને એને તો કોઇના નામ પણ નથી સાંભળ્યા તો આ નામ એને કેવી રીતે ખબર પડી ? એ પછી આર્યાન બધા જોડે હાથ મેળવે છે અને બધાના નામ બોલતો જાય છે : ‘આકાશ… આકાશ દોશી, મિહિર દરજી , પંકિત….પંકિત સુતરીયા , જીમીલ દેસાઈ, જયેશ…. જયેશ પટેલ, તેજસ……તેજસ શાહ’

આર્યાન એક અજીબ આશ્ચર્યથી બધા સામે જોઈ રહ્યો છે તથા પ્રિયા અને એના મિત્રો આર્યાન સામે એટલા જ આશ્ચર્યથી જોઈ રહ્યા છે. આર્યાન છેલ્લે બોલે છે : ‘હું ક્યાંકને ક્યાંક તમને લોકોને મળી ચૂક્યો છું…’ કોઈને કંઈજ ખબર નથી પડતી કે શું પુછવું કે શું કહેવું ? પ્રિયા આર્યાનને લઈને વચ્ચેના સોફા પર બેસી જાય છે. કદાચ પ્રિયા જેટલો આધાત કોઇને નહીં લાગ્યો હોય. એટલામાં જ આ સ્તબ્ધતા અને આશ્ચર્યભર્યા વાતાવરણને તોડવા સપન હસતાં-હસતાં મજાકમાં કહે છે : ‘વાહ પ્રિયા વાહ !! તેં તો અમારી બહુ જ વાતો કરી લાગે છે કે આર્યાન પહેલીવાર મળતો હોવા છતાં અમને નામ સાથે ઓળખી ગયો !’ પ્રિયા સપનની વાતને આધાર આપતું સ્મિત ચહેરા પર આપે છે કે જેથી બધા હસવા માંડે છે અને વાતાવરણ થોડું હળવું થાય છે પણ પ્રિયાને અંદરથી હજી એ જ પ્રશ્ન હેરાન કરતો હોય છે કે આર્યાન આ બધાને કેવી રીતે ઓળખે છે ?

બધા કેટલાય સમય પછી મળ્યા હોવાથી ખૂબ વાતો કરતા હોય છે જ્યારે આર્યાન હજુ પણ બધાને જોઈને આશ્ચર્યમાંથી બહાર નથી આવ્યો. એ ખાલી બધાની વાતોમાં સ્મિત આપીને ‘હા ! હા !’ કરતો રહેતો. પણ મનમાં એને પણ પ્રિયાની જેમ એજ પ્રશ્ન હેરાન કરતો હતો કે ન તો મને પ્રિયાએ એમનાં નામ કીધાં છે ન તો મને એમના ફોટા ક્યારેય બતાવ્યા છે, ન તો ક્યારેય એમના વિશે કોઈ વાત થઈ છે, તો પછી મને એમના નામ આવડ્યા ક્યાંથી ? એટલામાં સપન બોલે છે :
‘ચાલો, આજે ત્રણ વર્ષે મળવાની ખુશીમાં તમને બધાને આપણા જૂના દિવસોની એક વાત યાદ કરાવું. ખાસ કરીને આર્યાન-પ્રિયા અને બાકીના અમારા સાતની પત્નીઓને તો આ વાત ખબર નહીં જ હોય. આ વાત છે મારી, એટલે કે અમારા આઠ જણાની. અમે સાત અને એક આઠમો જેનું નામ છે બડ્ડી (buddy).’ બધા હાથમાં ગ્લાસ લઈને વાર્તા સાંભળવા ગોઠવાઈ જાય છે. સપન આગળ બોલે છે : ‘આ વાત છે આપણા આઠ મિત્રોની કે જે ભારતથી જોડે આવ્યા હતા, રહ્યા’તા જોડે, હસ્યા’તા જોડે અને રોયા’તા પણ જોડે !’ સપન ત્યાં બેઠેલા બાકીના છ મિત્રોને સંબોધીને કહે છે : ‘મિત્રો, જો તમને યાદ હોય તો આ વાત છે એ દિવસની જ્યારે આપણે બધા રાત્રે ગાડી લઈને ફરવા નીકળ્યા હતા. જી હાં, આ વાત છે આપણી એટ્લાન્ટીક સીટીની સફરની… એ દિવસે સાંજે બડ્ડી , પંકિત અને તેજસ જર્સી સીટીની ઈન્ડિયન સ્ટ્રીટ પર ‘બંગાળી’ નામના રેસ્ટોરન્ટમાં જમવા ગયાં હતાં. રાતના સાડા નવ થયા હતા. હું, આકાશ, જીમીલ અને જયેશ સીધા નોકરીએથી ત્યાં આવ્યા હતા….’

બધા ધ્યાનમગ્ન થઈને યાદો વાગોળવામાં મશગૂલ થઇ રહ્યાં હતાં જ્યારે બીજી બાજુ આર્યાન એકીટશે વાત સાંભળતા સપન સામે જ જોઇ રહ્યો હતો. સપન વાતને આગળ વધારતા કહે છે, ‘એ રાતે જમવાનું પતાવતા આપણને અગિયાર વાગ્યા હતા. બધા જમીને જેવા રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા, એવો જ બડ્ડી બોલ્યો હતો કે કાલે તો બધાને રજા છે ને તો આજે એટલે કે અત્યારે જ એટ્લાન્ટીક સીટી જઈએ તો કેવું રહે ? બધાને તો જોઈતું હતું ને વૈદે કીધું જેવી સ્થિતિ હતી. થોડી જ વારમાં નક્કી થયું કે બધા એટ્લાન્ટીક સીટી જવા રવાના થશે.’ પંકિત હાથમાં રહેલા ગ્લાસમાંથી ચુસકી મારી બોલ્યો, ‘હા અને પછી આકાશ, જયેશ અને મિહિર નુવાર્ક-એરપોર્ટ પર ગાડી ભાડે લેવા ગયા અને આપણે બધા ઘરે ગયા હતા. રાતના બાર વાગ્યે ઘરે ગાડી આવી ગઈ અને શરૂઆત થઈ એ અદ્દભુત સફરેની…’

જીમીલ ત્યાંથી વાત આગળ વધારતા કહે છે : ‘એ દિવસે જયેશ ગાડી ચલાવતો હતો. સપન એની બાજુની સીટ પર બેઠો હતો. પાછળ આકાશ, તેજસ અને બડ્ડી. જ્યારે છેક પાછળ હું, મિહિર અને પંકિત બેઠા હતા. ‘બોલો અંબે માતની જય….’ ના નારાથી ગાડી ચાલુ થઈ અને જર્સી સીટીના સીપ એવન્યુથી રૂટ ૪૪૦ તથા રૂટ વન એન્ડ નાઈન પર થઈ પિસ્તાળીસ મીનીટમાં તો ગાર્ડન સ્ટેટ પાર્ક-વે પર પહોંચી ગઈ.’ મીહીર બે ઘૂંટ ભરતા બોલે છે, ‘મસ્ત ઠંડક ભરી એ રાત હતી. ધીમા ધીમા મસ્તી અને જોશ ભર્યા ગીતો વાગતાં હતાં. બધા જૂની-જૂની વાતો યાદ કરી એકબીજા જોડે મસ્તી કરતા હતા……’ પ્રિયા તથા બીજા બધાની પત્નીઓ આ વાતમાં ખૂબ જ રસ લઈને સાંભળી રહી હતી.

ત્યાં જ આર્યાન ગ્લાસમાંથી એક ઘૂંટ ભરીને બોલે છે : ‘બડ્ડી શાંતીથી બેઠો-બેઠો ગીત ગુણગુણાવતો હોય છે અને એટલામાં તેજસ અંતાક્ષરી ચાલુ કરે છે…..’ આર્યાનના મોઢે આ વાક્ય સાંભળતા ત્યાં બેઠેલા બાકીના બધા જ સ્તબ્ધ થઈ ગયા. વાત તો સાત મિત્રો અને બડ્ડીની હતી, તો આર્યાનને ક્યાંથી ખબર પડી ? પ્રિયા તો આર્યાનને આઘાતથી જ જોઈ રહી હોય છે કારણકે પહેલા બધાનાં નામ અને હવે એમની વાર્તા ? આર્યાન વાતને આગળ વધારતાં કહે છે :
‘અંતાક્ષરી ચાલુ કર્યા પછી તો એક પછી એક અવ્વલ દરજ્જાના બાથરૂમ ગાયકોના બેસૂરા રાગોના અવાજ સૂમસામ ગાર્ડન સ્ટેટ પાર્ક-વેના સન્નાટામાં પ્રસરે છે. બધા એ રાતે એમની વિડમ્બણાઓ ભૂલાવી મદમસ્ત બનીને અલગ અલગ સૂરો આલાપવામાં મશગૂલ હતા. જયેશ પણ જુવાનીના જોશના મસ્તીભર્યા એ રંગમાં ગાડીને ૧૧૦ માઇલ/કલાકની ઝડપથી દોડાવતો હતો. આમ ને આમ મસ્તીભર્યા વાતાવરણમાં એકાદ કલાક બીજો નીકળી ગયો. કોઈકને નોકરીની ચિંતા તો કોઈકને અમેરીકામાં ટકી રેહવાની ચિંતા. પણ એ રાત જ અલગ હતી. બધા મિત્રો દુઃખના રંગો ભૂલાવી મસ્તી અને આનંદના મેધ-ધનુષમાં આનંદપૂર્વક મોજીલા બની નાચતા હતા. ધીમે ધીમે આ યૌવન રંગે રંગાયેલું વાતાવરણ શાંત પડ્યું અને ધીમે ધીમે બધાને ઊંઘ ચઢી. સપન આગળની સીટમાં જાગતો બેઠેલો અને બડ્ડી સન્નાટામાં કોઈક વિચારમાં ખોવાયેલો ઝડપના કાંટા સામે જોતો હતો જે ૧૦૦ માઇલ/કલાકની સ્પીડ નીચે ઉતરતો જ નથી ! થોડીવારમાં સપન પણ ઊંધી ગયો અને બડ્ડીની આંખો ક્યારે બંધ થઈ ગઈ એ એને પણ ખબર ન રહી. જયેશ એકલો ગીતો સાંભળતો મંઝીલ તરફ આગળ વધી રહ્યો હતો. બધા એમની કાલનું ભવિષ્ય કેવું હશે એના સપનાઓમાં ખોવાઈ ગયા હતા. ત્રીસેક માઈલનું અંતર કાપ્યું હશે ત્યાં જ ચીચીચી….ઈઈઈ…સસસસ…. એવો જોરથી ગાડીમાંથી અવાજ આવ્યો. બધા એકદમ ગભરાઈને બેબાકળા બનીને ઝબકીને જાગી ગયા. પરંતુ જેવી આંખો ખૂલી એવો જ જીવ જાણે તાળવે ચોંટી ગયો. સામે દેખાતા દ્રશ્ય પર કોઈ પણ આંખને વિશ્વાસ નથી આવતો. એમની આગળ માત્ર ૧૫૦ ફૂટ દૂર એક કાળા રંગની હોન્ડા-સીવીક એની આગળ રહેલા ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગયેલી દેખાય છે અને એ કાળા રંગની ગાડીની પાછળ એમની ગાડી છે જે ફક્ત સો-એક ફૂટ જ દૂર છે. જયેશે બ્રેક મારી ત્યારે એ ૧૨૦ માઇલ/કલાકની ઝડપે ચાલી રહી હતી અને આટલી ઝડપે બ્રેક મારવાના કારણે ગાડી આખી રસ્તા પર ઘસડાતી અને લસરાતી એ કાળા રંગની ગાડી અને ટ્રક તરફ આગળ વધી રહી હતી. બધાની આંખો પહોળી અને મોઢાં ખુલ્લા રહી ગયા હતાં અને મૃત્યુ ખાલી સો ફૂટની દૂરી પર દેખાઈ રહ્યું હતું જે એમની તરફ સતત આગળ વધી રહ્યું હતું…’

‘સોનેરી કાલના સપનાના ઊગતા સૂરજને એ સોળ આંખો આથમતી જોઈ રહી હતી. મીહીર અને જીમીલ ભયના માર્યા સીટની પાછળ ભરાઈને મોઢું નીચે નાખીને બેસી ગયા હતા. તેજસ અને આકાશના મોઢામાંથી ‘જયેશશશઅઅઅ…..’નામની ચીસ નીકળી ગઈ હતી. સપન અને જયેશની આંખોમાં મૃત્યુની અણધારી પળ નજીક આવતી દેખાતી હતી. જ્યારે બડ્ડી તો સાવ સ્તબ્ધ થઈને જાણે સમય રોકાઈ ગયો હોય એમ એમની ગાડીને મૃત્યુની ખીણ તરફ ઘસડાતી જોઈ રહ્યો હતો. પણ અચાનક કોણ જાણે એ આઠમાંથી કોના નસીબની રેખાઓ કામ કરી ગઈ અને જયેશે દબાવેલી બ્રેકના પરીણામ રૂપે એમની ગાડી અકસ્માતવાળી ગાડીથી દસેક ફૂટના અંતરે લોહચુંબકની જેમ રસ્તા સાથે ચોંટી ગઈ. જયેશના જીવમાં જીવ આવ્યો અને માથું સ્ટિયરીંગ પર મૂકી બેસી ગયો. સપને હાશનો શ્વાસ લઈને માથું સીટ ઉપર ટેકવી દીધું. બધા હજી સુમ્મ થઈને રહી ગયા હતા. આકાશ અને બડ્ડી ગાડીમાંથી બહાર નીકળ્યા અને બહારનું દ્રશ્ય જોતાજ બંન્નેના રૂંવાડા ઊભા થઈ ગયા. આગળની ગાડી એમની ગાડીથી દસેક ફૂટ જ દૂર હતી જ્યારે પેલી ગાડીનો એવો જોરદાર અકસ્માત થયો હતો કે કાળી ગાડી આગળ ટ્રકમાં આખી ઘૂસી ગઇ હતી અને લગભગ ૧૦-૧૫ફૂટ જ ભાગ બહાર દેખાતો હતો. એન્જિનના અવાજો સિવાયએ અંધારાના સન્નાટામાં કોઈ જ અવાજો ન હતા. બડ્ડી સિગારેટ કાઢીને સળગાવા જાય છે તોય મૃત્યુને દસફૂટથી જોયેલી કંપારીમાં એના હાથ હજુ પણ ધ્રુજતા હતા. આકાશ ૯૧૧ (અમેરિકન પોલીસ માટેનો ફોનનંબર) કરે તે પહેલાં જ એમ્બ્યુલન્સ અને પોલિસની ગાડીઓ ત્યાં આવી ચઢી હતી. થોડીક બધાની પુછતાછ કરી અને બરોબર તપાસ કરી કે કોઈને સારવારની જરૂર છે કે નહીં ? ત્યારબાદ દસ જ મિનિટમાં એ બધા પાછા રવાના થયા એટ્લાન્ટીકના પથ પર. ત્યારબાદ ચાલીસ મિનિટમાં એ રાતે બધા એમની મંઝીલે પહોંચી ગયા હતા. પરંતુ એટલાન્ટીક સીટી પહોંચ્યા પછી પણ બધા ચૂપચાપ હતા. આંખોમાંથી મૃત્યુની ઝલક હજી જતી ન હતી.’

આર્યાન આટલું બોલી અટકે છે. સપન અને મિહિરની સામે જુએ છે. બધા બહુ જ ગંભીર અને સ્તબ્ધ દેખાય છે. આર્યાન એક નવો ગ્લાસ લાવે છે અને ઘૂંટડો ભરીને વાત આગળ વધારે છે : ‘એ દિવસે મિહિર અને બડ્ડી બંન્ને ‘બાર- કાઉન્ટર’ પર જાય છે બે બિયર લે છે અને છેલ્લા બે વર્ષોમાં ન કરી હોય એવી જીદંગીની હકીકતોની ખુલાસાપૂર્વક વાતો એ દિવસે કરે છે. ધીમે ધીમે જેમ જેમ રાત આગળ વધે છે એમ બધા મૃત્યુની નજીકથી જોયેલી ક્ષણો ભૂલાવા કસીનોની રંગતમાં ખોવાવા માંડે છે. એમ ને એમ સવારના આઠ વાગે છે. રવિવારની સવારના એ સૂરજને જોવાની ખુશી જેટલી એ દિવસે એમને હતી કદાચ આ પહેલા ક્યારેય એમણે અનુભવી ન હતી. થોડો ઘણો નાસ્તો કરીને બધા ગાડી લઇને સાઉથ-જર્સી જવા રવાના થયા જ્યાં બહુ જ સુંદર દરિયાકિનારે એમણે આખો દિવસ ગાળ્યો. પાણીમાં ન્હાયા અને ખૂબ મસ્તી કરી. એમની આ જ મસ્તીમાં ગઈકાલની અકસ્માતવાળી વાત ક્યાંય ભૂતકાળ બનતી જતી હતી. રાત્રે નવ વાગે બધા પાછા ગાડીમાં ગોઠવાયા અને જર્સી-સીટી પાછા આવા રવાના થયા. જયેશ થાક્યો હોવાથી બડ્ડીએ ગાડી ચલાવાનું નક્કી કર્યું. બધાની આંખોમાં હવે થાક હતો. શનિવાર સવારથી આજે રવિવારની રાતના સાડાનવ વાગ્યા હતા અને હજી કોઈએ આરામ કે સરખી ઊંઘ લીધી નહોતી. થોડી જ વારમાં બધા ઊંધવા માંડ્યા અને ગાડીમાં છેલ્લે બડ્ડી પોતે અને એના કિશોરકુમાર સાહેબના ગીતો જ જાગતા હતા ! બડ્ડી ગીતો ગાતાં-ગાતાં ગાડીને રમરમાટ રસ્તા પર ચલાવી મૂકી હતી. કલાકમાં ૧૦૦એક માઇલ પછી બડ્ડી ફ્રેશ થવા માટે ગાડીને ઊભી રાખે છે. મોઢું ધુએ છે, બિયર પીએ છે અને સીગરેટ સળગાવે છે. ત્યાં સુધીમાં બાકીના બધા પણ ફ્રેશ થઇ જાય છે અને બધા પાછા ગાડીમાં ગોઠવાય છે.’

‘રાતના અગિયાર વાગ્યા હતા અને 140 માઈલ બાકી હતા. બધા થોડીવાર ગીતો સાંભળતા વાતો કરે છે પણ અંતે થાકનો વિજય થતા પાછા સૂઈ જાય છે. બડ્ડીને પણ હવે થાક રંગ બતાવતો હોય છે એને આંખો થોડી-થોડી બળવા લાગે છે. એ એક બીજી સિગારેટ સળગાવે છે અને બારી ખોલીને તે પીએ છે. પણ ૧૫-૨૦ મિનિટમાં સહનશક્તિ સાથ છોડી દે છે અને એની આંખો બંધ થઇ જાય છે. એને એ ધ્યાન પણ નથી હોતું કે ગાડી એ વખતે ગાર્ડન-સ્ટેટ પાર્ક-વે પર ૧૩૦ માઈલ/કલાકની ઝડપે ચાલતી હતી ! એ જેવી આંખો બંધ કરે છે એવામાંજ અચાનક એને ગઈકાલનું દ્રશ્ય દેખાવા માંડે છે….. એ લોહીલુહાણ કાળી ગાડીમાંથી કઢાતી લાશો…. એના અને મૃત્યુ વચ્ચેનં ખાલી દસ ફૂટનું એ અંતર…. આ બધું જોઈ એના હદયના ધબકારાની ગતી વધી જાય છે અને અચાનક જોરથી કોઇક ગાડીનો હોર્ન સંભળાય છે. બડ્ડીની આંખો ખુલે છે તો પોતાની ગાડીને ૧૩૦ માઇલ/કલાકની ઝડપે જુએ છે પણ એને કંઈક સમજણ પડે કે એ કંઈ વિચારીને કશુંક કરે એ પહેલાં ગાડી રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર પર એ જ ગતિએ અથડાય છે અને હવામાં ઊછળે છે. એને કંઈ જ સમજવાનો કે વિચારવાનો સમય નથી મળતો. એ જોરદાર ઝટકાથી બધા ગભરાઈને ઊઠી જાય છે પણ બહુ જ મોડું થઈ ગયું હોય છે. બધાની આંખો પહોળી થઈ જાય છે અને મોઢામાંથી ચીસો નીકળી જાય છે. ગાડી હવામાં પચાસેક ફૂટ ઊછળે છે અને બધાને કંઈ પણ ખબર પડે એ પહેલાં ગાડી હવામાં જ બે-ત્રણ ગુલાંટી ખાઈને ઊંધી થઈને નીચે પડે છે. બડ્ડી રસ્તાની એક બાજુએ ગાડીથી થોડેક દૂર ઊંધો પડ્યો હોય છે. એને એના મોઢાની નીચે લોહીનું ખાબોચિયું ભરાયેલું દેખાય છે અને એના માથામાંથી લોહીનો રેલો કપાળ અને આંખો પરથી થઈ ખાબોચિયું બનાવતો દેખાય છે. એને એના મિત્રો ગાડીની આજુબાજુ એની જેમ જ કણસતા અને લોહીલુહાણ દેખાતાં હતાં. ગાડી ઊંધી પડી પડી બળતી હતી. ધીમે ધીમે શરીર અને શ્વાસ બંન્ને સાથ છોડવા માંડે છે. એની પાંપણો ભારે થાય છે અને એને છેલ્લે પ્રિયા કે જે એની જીવનસંગીની બનવાની હોય છે એનો માસૂમ ઉદાસ ચહેરો દેખાય છે અને કાનમાં એના અવાજના વાકયો ગૂંજે છે : “આર્યાન ! તું મને એકલો મૂકીને ક્યાં જાય છે ? હું શું કરીશ તારા વગર ?” અને બધું જ જાણે કે અંધકારમાં વિલિન થઇ જાય છે.’

આર્યાન આ વાક્યો બોલતા બોલતા ચૂપ થઈ જાય છે એની આંખોમાંથી આંસુઓ નીકળતા હોય છે. એ જ્યારે માથું ઊંચુ કરીને જુએ છે તો આજુબાજુની દરેક વ્યક્તિ રડતી હોય છે. આર્યાન બધાની સામે જુએ છે અને કહે છે : ‘મિત્રો, મને એ ખરાબ ડ્રાઈવિંગ માટે માફ કરી દેજો હું ખૂબ જ…. ખૂબ જ દિલગીર છું… આ એ વાક્ય છે જે હું એ રાતે ચાહતા હોવા છતાં પણ બોલી શક્યો નહીં….’ અને આર્યાનની આંખોમાંથી આંસુઓની ચોધાર વર્ષા થવા માંડી. બધા આર્યાનની નજીક આવ્યા અને કહ્યું : ‘બડ્ડી, તું આજે પણ માફી માંગતા સારો નથી લાગતો. ચાલ, આજે ત્રણ વર્ષે મળ્યો છે તો ગળે લાગી જા…..’ અને બધા એને ભેટી પડે છે.

બધા આજે ખુશ છે કે આર્યાન એટલે કે બડ્ડીની યાદશક્તિ આજે ત્રણ વર્ષે પ્રિયાના વિશ્વાસે પાછી આવી ખરી. પ્રિયા બધાનો ખુબ ખુબ આભાર માને છે કે આજે એના પતિ આર્યાનની યાદશક્તિ પાછી લાવવાના છેલ્લા પ્રયત્નમાં બધાએ એનો સાથ આપ્યો અને છેક અહીં એટલાન્ટીક સીટી સુધી આવ્યા. બધા ધીમે ધીમે જૂની યાદો સાથે હસવા અને મસ્તી કરવા માંડ્યા અને આર્યાન હસતાં-હસતાં એની પોતાની જૂની જીદંગીમાં પાછા લાવા બદલની ખુશીમાં પ્રિયાની આંખોમાં જોઈ રહ્યો છે. ધીમેથી તે પ્રિયાની નજીક આવે છે અને કહે છે : ‘હું તને બહુ જ પ્રેમ કરું છું, પણ મને આટલો અપાર અને અનંત પ્રેમ કરવા બદલ તારો ખુબ-ખુબ આભાર…..’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વો કાગઝ કી કશ્તી…. – નમ્રતા શૈલેષ દેસાઈ
એલિસની અજાયબ નગરી – મીરા ભટ્ટ Next »   

55 પ્રતિભાવો : એટ્લાન્ટીકની સફરે – અનાયાસ ઝીંઝુવાડિયા

 1. jatin says:

  wow good story and i think this deserve 1 st place

  • rutvi says:

   હુ પણ જતિનભાઇ ની સાથે સહમત છુ , આ વાર્તા પ્રથમ ક્રમાંકને પાત્ર છે ,

   વાંચકને અંત સુધી જકડી રાખતી વાર્તા , અભિપ્રાય માટે શબ્દો પણ ઓછા પડે ,

   લેખકને અભિનંદન ,

   રુત્વી

   • Viren Shah says:

    Very nice story. Well said and well written.

    This one deserves better rating than first and second one.

    However this competition is like an Award Winning Hindi films.

    In those films, the people will keep on watching trying to understand why is this film made, what is happening in this film, why did it get the Award…

    The judges shall not be the one who may be PhDs in the literature. The judges shall be the best selling authors then they can really judge the stories well.

    Let the readers do ratings and see the outcome, it will be upside down.

 2. સુંદર વારતા….વારતાનો અંતતો જાણે અકલ્પ્નિય હતો. અભિનંદન.

 3. bhairavi says:

  સરસ વારતા, થોડી ફિલ્મિ લાગિ.

 4. nayan panchal says:

  લેખકશ્રીને ઈનામ જીતવા બદલ ખૂબ અભિનંદન.

  વાર્તાની શૈલી સરસ. બડ્ડીનુ રહસ્ય તો શરૂઆતથી જ ખબર પડી જાય છે.

  Don’t Drink n Drive.

  નયન

  • જય પટેલ says:

   શ્રી નયનભાઈ

   આપ અગાથા ક્રિષ્ટી વધારે વાંચતા હોવ તેમ લાગે છે.
   વાર્તાના મધ્ય ભાગમાં શંકાનો સળવળાટ થાય છે.

 5. urmila says:

  very gripping story upto the end – well written with unusal end of the story and yet a hapy end to the story

 6. Margesh says:

  i think this story deserves the first price….excellent story.

 7. nim says:

  વાર્તા સરસ છે.
  પણ્
  કહાની પુરી ફિલ્મી હે.

  ધન્યવાદ
  નિમ

 8. Sonal Raval says:

  Great Story!!!

 9. જય પટેલ says:

  વાસ્તવિકતાનો પડઘો પાડતી વાર્તાનો અંત અક્લ્પનીય છે.

  થોડાં વર્ષો પહેલાં આ જ રીતે કાનમ બાજુના ૪-૫ યુવાનો રોડ અકસ્માતનો ભોગ બન્યા હતા.
  જૂનુ દ્રષ્ય ઉભું કરતાં યાદ શકિત પાછી આવી શકે તે હવે વિજ્ઞાન સિધ્ધ હકિકત છે.

  વાર્તાની પ્રવાહિતા જાળવવામાં થોડી કમી રહી ગઈ હોય તેમ લાગે છે.( મધ્ય ભાગમાં )
  આ વાર્તાને બીજા ક્રમાંકે જરૂર મુકી શકાય.

  રેલ્વેની રામાયણને કદાચ પ્રવાસ વર્ણન કક્ષામાં મુકી શકાય…!!!

 10. tejal tithalia says:

  Nice story. very well written.

 11. Sarika Patel says:

  good but not more good

 12. Divyesh says:

  સરસ વાર્તા….

 13. Too good story.. I got goose bumps at the end..!!

 14. Dhwani Mankodi says:

  Very nice story. 2 prize mate layak. Better then Essay on RAILWAY.

 15. ‘આર્યાનના મોઢે આ વાક્ય સાંભળતા ત્યાં બેઠેલા બાકીના બધા જ સ્તબ્ધ થઈ ગયા. વાત તો સાત મિત્રો અને બડ્ડીની હતી, તો આર્યાનને ક્યાંથી ખબર પડી ? પ્રિયા તો આર્યાનને આઘાતથી જ જોઈ રહી હોય છે કારણકે પહેલા બધાનાં નામ અને હવે એમની વાર્તા ?’

  આ વાક્યો મુકી લેખકે વાંચકને ગેરમાર્ગે દોર્યા છે. નહિતર અંતની કલ્પના કરવી સહેલી હતી. સહેલી છે. અને Buddy ને અંતમાં સીધે સીધો ‘અનાયાસ’ જ આર્યાન બનાવી દીધો. યે તો સરાસર નાઈન્સાફી હૈ.

  બાકી વાર્તા ઠીક ઠાક છે. કંઈ નવિન ન લાગ્યું. આ તો મારો અંગત મત છે. હું લેખક છું. નિર્ણાયક નથી. એને અંગત ન લેશો.

  • Kauhisk says:

   I agree with Natvarbhai.
   Reader felt like cheated.

  • જય પટેલ says:

   શ્રી નટવરભાઈ

   આ જ મુદ્દો મેં રજૂ કર્યો છે. વાર્તાના મધ્ય ભાગમાં પ્રવાહિતા તૂટે છે. પુર્નજન્મના સિધ્ધાંતની કલ્પનાના અહેસાસ
   માટે પણ કોઈનું સ્વર્ગવાસી થવું જરૂરી હતું.
   અહીં તો આર્યનનું બડ્ડીમાં ટ્રાંસફ્રર્રમેશન અસહજ અને એકાએક છે.

   હું લેખક નથી પણ વાચકોના નિર્ણાયકમાંનો એક જરૂર છું..!!

   તમારા અંગત અભિપ્રાયનું સન્માન કરૂ છું.

   • આભાર જયભાઈ આપનો,

    Buddy એટલે મિત્ર, યાર.

    અહિઁ hi buddy કહેવાનું અને એક બીજાને સંબોધિત કરવાનું સામાન્ય છે. જેમકે, આપણી ગુજરાતીમાં આપણે કહીએ છીએ કેમ છે યાર.

    Buddy કે એવું નામ સાંભળવા ઓછું મળે. લગભગ નહિવત. પણ અનાયાસભાઈના કોઈ મિત્રનું નામ હશે.

    મારી પહેલી કોમેન્ટમાં જે ફકરો મેં લીધો છે એ વાર્તામાંથી સીધો કોપી કરી પૅસ્ટ કર્યો છે.
    એટલે લેખકશ્રીએ એ લખીને વાર્તામાં રહસ્ય ખડું કરી દીધું. પણ પછી વાંચકને ગોથું ખવડાવી દીધું.

    બીજી એક વાત મારા ધ્યાનમાં એ આવી કે આ કદાચ પહેલી વાર્તા હશે કે જેમાં આપણા પ્રિય મૃગેશભાઈએ બિયર પીતા પાત્રને કે પિવાની વાતને રીડગુજરાતી.કોમ પર પ્રકાશિત થવા દિધી.

    • જય પટેલ says:

     શ્રી નટવરભાઈ

     તમારી બિયરની મીઠી ફરિયાદમાં મારો સુર પુરાવું છું એક એકસેપ્સન સાથે….!!!!

     રીડ ગુજરાતી પર શ્રી મૃગેશભાઈએ સાહિત્યના સંવર્ધન માટે સ્વૈછિક મર્યાદાઓ અપનાવી છે ત્યારે વાર્તામાં
     આવતો બિયર કે પછી કોઈપણ વ્યસનનો ઉલ્લેખ વાર્તાને અનુકુળ હોય તો પ્રોત્સાહન આપવું કે કે કેમ
     તે યજ્ઞપ્રશ્ન ઉપસ્થિત થયો છે. જો કે આ વાર્તા છેવટે તો DWI નો જ મેસેજ જ આપે છે.
     તેથી કદાચ ડ્રાઈવ કરતી વખતે બિયરના જલસા ભારે પડી જાય તેથી તેનું વ્યસન વર્જ્ય છે તેવો એક
     મેસેજ મળે છે તેથી વી મે હેવ ટુ ફેલ્ક્સીબલ વીથ થીસ ડેમ બિયર…!!

     શ્રી મુગેશભાઈનો ખુલાસો વધુ પ્રકાશ પાડી શકે.

     ભારે

     • હા જયભાઈ,
      DWI એ અહિં અને હવે તો દેશમાં પણ બહુ મોટો પ્રશ્ન અને મુશ્કેલી થઈ પડ્યા છે. અહિં તો એને કારણે ઘણા જ અકસ્માત થાય અને મોત પણ થાય છે. એટલે જ આપણા મૃગેશભાઈએ આ વાર્તા આમ પ્રકાશિત કરી અને એ આવકાર્ય છે. વળી આ વાર્તા વિજેતા વાર્તા છે. એટલે પ્રકાશિત થવી જરૂરી પણ હતી!

    • jatin says:

     નટવર ભાઈ ,
     કઈ નહિ તો વાર્તા ના પાત્ર ના નામ પર કોમેન્ટ!!!!
     અને
     આ વાર્તા છેવટે તો DWI નો જ મેસેજ જ આપે છે.
     તો પ્રકાશિત કરવા સામે કોઇ વાન્ધો ના હોવો જોઇએ .
     તમે ઉપર નેી કોમેન્ટ મા પ્રિય મૃગેશભાઈ ને વાર્તા પ્રકાશિત કરવા બદલ સવાલ કર્યો અને જય પટેલ નેી કોમેન્ટ વાંચી ને જ એનો જવાબ આપેી દિધો!!! મને નથિ લગતુ કે તમે આ વર્તા ને બરાબર સમજેી ને માણી હોય .

     • શ્રીમાન જતિનભાઈ,
      મેં વાર્તાના નામ વિશે કોમેન્ટ કરી નથી. પણ વાર્તાના પાત્રોના નામોનું યથત્વ અને મહત્વ હોય છે.
      વળી મેં બિયર પીતા પાત્ર વિશે મેં જે કોમેન્ટ કરી એ વાંધાના સ્વરૂપમાં નથી. એ એક અવલોકન છે. જે મારા ધ્યાનમાં આવ્યું.અને એનો કોઈએ અગાઉ ઉલ્લેખ કરેલ નથી.

      મેં કંઈ ઉપર ઉપર વાર્તા વાંચી વાહ વાહ નથી કરી! મેં એ બરાબર વાંચી છે. પચાવી છે. અને સમજી છે. કદાચ વધારે સમજી છે.

      આ જ વાર્તા લેખકશ્રીએ એમના પોતાના બ્લોગ પર પણ પ્રકાશિત કરેલ છે અને એના પર પણ સહુથી પહેલી કોમેન્ટ શ્રી કૃણાલભાઈની આવેલ જે પણ મારી કોમેન્ટ જેવી જ છે. એ વાંચી જવા કૃપા કરશોજી.

  • rutvi says:

   નટવરભાઈ ,
   તમે એક લેખક છો , તે આટલા વખતમા તો ખબર પડી ગઇ છે,
   માઠુ ના લગાડશો, બધાને પોતપોતાના point of view થી જોવાનો અને અભિપ્રાય આપવાનો અધિકાર છે,

   વાર્તા ના અંત મા લેખકે જણાવ્યુ છે કે આર્યન ને Trump taj મા તેના મિત્રો સાથે લાવવાનો આશય તેની યાદશક્તિ પાછી લાવવાનો હતો , તેના માટે તેને તે યાદ કરાવવુ જરુરી હતુ કે છેલ્લે શુ થયુ હતુ, એટલે તેમણે જાણી જોઇને Buddy નો ઉલ્લેખ કર્યો જેનો અંતમા આર્યન પોતે જ પોતાનો ઉલ્લેખ કરે છે , તે નાઇન્સાફી નથી પણ , બરાબર છે, વાર્તા આગળ કહેનારો આર્યન જ હોય તો તે આઠમી વ્યક્તિ buddy આર્યન જ હોય , …

   • આપનો આભાર રૂત્વિબેન કે, આપે point of view નો મુદ્દો ઉઠાવ્યો.

    આપને આ વાર્તા ફરીથી વાંચી જવા વિનંતી છે.
    નીચે ફરી મેં વાર્તામાંથી જ સીધે સીધી કોપી-પૅસ્ટ જ કરી છે.

    “બધા આશ્ચર્યમાં પડી જાય છે ખાસ કરીને પ્રિયા કારણ કે આર્યાન આજે પ્રથમવાર જ આ લોકોને મળતો હોય છે અને એને તો કોઇના નામ પણ નથી સાંભળ્યા તો આ નામ એને કેવી રીતે ખબર પડી ?”

    વાક્ય બરાબર વાંચજો. અહિ લેખકમિત્રએ શબ્દ વાપર્યો છે ” પ્રથમવાર” . અને એ પહેલાં લખ્યું છે “ખાસ કરીને પ્રિયા”
    કે જે Buddy ઊર્ફે આપણા હીરો આર્યાનની પત્ની છે. વાસ્તવમાં એ “બધા”ને અગાઉ મળી ચુકેલ છે. વળી પાછા લેખક લખે છેઃ “એને તો કોઇના નામ પણ નથી સાંભળ્યા તો આ નામ એને કેવી રીતે ખબર પડી ?”

    આ વાંચીને કોઈ પણ વાંચક કલ્પના કરવા લાગે કે આર્યાનમાં એના નામ પ્રમાણે કોઈ વિશેષ શક્તિ છે કે, જે અજાણ્યા માણસનો નામ પણ ફટાફટ જાણી લે અને પછી જાત જાતની કલ્પના કરે. કે જે મેં કરી હતી! છેલ્લે કોથળામાંથી બિલાડું નીકળે. માફ કરશો! હુંકદાચ સારો વાંચક ન પણ હોઉં. હું જરા આક્રમક લાગતો હોઈશ. પણ આ વાર્તાના જ શબ્દો છે.

    અને હા, મારી વાર્તાઓ વાંચવા આપ જેવા રસિક સાહિત્યપ્રેમીને મારૂં ભાવ-ભીનું આમંત્રણ છે. ઉપર મારા નામ પર ક્લિક કરતા મારા બ્લોગને આગણે આવી શકાશે.

    • Rakesh says:

     શ્રી નટવરભાઈ,

     તમે એક ઘણા સરસ લેખક છો. એક વાંચક તરીકે પોતાના મંતવ્ય દર્શાવામાં કોઇજ વાંધો નથી. પરંતુ એક લેખક તરીકે આપણે એ પણ સમજવું જોઇએ કે આપણા શબ્દો દ્વારા કોઇની લાગણીઓને ઠેસ ન પહોંચે. તમારી ઘણી વાર્તાઓ મેં વાંચી છે અને આપ ઘણું સરસ લખાણ કરો છો. પણ તમારું વાક્ય ” છેલ્લે કોથળામાંથી બિલાડું નીકળે. ” એ એક વાંચકની દ્ર્ષ્ટીએ મને યોગ્ય ન લાગ્યું.
     મને માફ કરશો જો તમને મારા વાક્યો ન ગમ્યા હોય તો. પણ આ મારો મંતવ્ય પણ એક વાંચક તરીકે નો જ છે. અને તમે એક વાંચક તરીકે જે પણ તમારા મંત્વ્યો રજૂં કર્યા છે એ દરેક વાંચકનો અધીકાર છે. પણ શબ્દોની મારામારીમાં કોઈની લાગણી ન દુભાય એ જોવાનું કામ આપણું પણ રહે છે.
     અને મારા મતે તમે જે વાક્ય કોપી કરીને આપ્યું છે ,, એંમા લેખક કદાચ પ્રીયા નું આશ્ચર્ય એટલે પણ બતાવામાં આવ્યું હોય કારણકે પ્રીયાએ આર્યાન ને ક્યારેય કશું કહેલ નથી તો આર્યાન ને ક્યાંથી બધા નામ ખબર છે ,, એ એક આશ્ચર્ય જનક મુદ્દો કહી શકાય…. કદાચ તમારા જેટલો સારો વાંચક ન હોઈ શકું પણ આ મારો અંગત મંતવ્ય છે.

     મારા કોઈ પણ મંતવ્યથી નટ્વરભાઈ ને કંઇ પણ ખરાબ લાગ્યું હોય તો મને માફ કરશો. આ મંતવ્ય અંગત કોઇના માટે નથી પરંતુ એક વાંચક તરીકે નો મારો પોતાનો મંતવ્ય છે.

     અનાયાસભાઈ ને એક સરસ વાર્તાની નવા પ્રકારની રજૂઆત માટે ખુબ-ખુબ અભિનંદન.

     • રાકેશભાઈ,
      આપનો આભાર.

      ” છેલ્લે કોથળામાંથી બિલાડું નીકળે” લખ્યા પછીથી મારૂં તરતનું બીજું વાક્ય વાંચવા કૃપા કરશો.
      એમ છતાં હું ફરી માફી માગુ છું.

      અહિં આપણે એક વિજેતા વાર્તા અંગે ચર્ચા કરી રહ્યા છીએ.

      “પ્રથમવાર” શબ્દનો ઉપયોગ ગલતમાર્ગે દોરે છે. કારણ કે, એઓ અગાઉ મળી ચુક્યા જ હતા. આ શબ્દને કારણે વાંચક ગેરમાર્ગે દોરવાય છે એ હકીકત છે.

      અનાયાસભાઈ સારા લેખક છે જ અને વાર્તા સારી છે. પણ જ્યાં જેવું લાગ્યું એવું મેં કહ્યું છે.
      અનાયાસભાઈને અંગત શુભેચ્છા મેં પરિણામના દિવસે જ મોકલાવી હતી! એટલે એનું પુનરાવર્તન નથી કર્યું.

    • rutvi says:

     નટવરભાઇ,

     બધાને આશ્ચર્ય નહી પણ આનંદ નો ભાવ છે , લેખકે અંતમા ખુલાસો કર્યો છે કે પ્રિયા અને તેના મિત્રો ૩ વર્ષ થી આર્યાન ની યાદશક્તિ પાછી લાવવાનો પ્રયત્ન કરતા હતા , એટલે ……

     • રૂત્વિબેન ,

      વાંચક અંત પહેલાં નથી વાંચતો. હું તો નહિં જ!

      નીચે જે વાક્ય ફરી કોપી અને પેસ્ટ કરૂં છું તો ક્ષમા કરશો.

      ‘બધા આશ્ચર્યમાં પડી જાય છે ખાસ કરીને પ્રિયા કારણ કે આર્યાન આજે પ્રથમવાર જ આ લોકોને મળતો હોય છે અને એને તો કોઇના નામ પણ નથી સાંભળ્યા તો આ નામ એને કેવી રીતે ખબર પડી’

      અહિં આ વાક્ય મારા બ્રાઉઝરના સેટિંગ મુજબ વાર્તાની શરૂઆતમાં એકાવનમી લીટીમાં આવે છે. અહિં હાઈલાઈટરની વ્યવસ્થા નથી પણ આશ્ચર્ય શબ્દ સ્પષ્ટ છે. એ આપ જોઈ શકશો. આપ જે આનંદની વાત કરો છો એ ક્યાંય શરૂઆતમાં નથી રૂત્વિબેન ! હા, લેખકે આનંદાશ્ચર્યમાં પડી જાય છે એમ લખ્યું હોત તો કંઈક વાજબી થાત.

      આપણે એક વિજેતા વાર્તા અંગે ખુલ્લા મને અને દિલે ચર્ચા કરી રહ્યા છે. મારે અંગત રીતે અનાયાસભાઈ સાથે કોઈ જ મત-ભેદ કે વિચાર ભેદ નથી! વાર્તાની શૈલી પણ સરસ જ છે. માટે આપ કે અનાયાસભાઈ કોઈ ખોટું ન લાવશો.

      હું મારો મુદ્દો રજુ કરૂં છૂં અને એને વળગી રહું છું! મારી પહેલી કોમેન્ટમાં પણ મેં જે વાક્ય કોપી-પૅસ્ટ કરેલ છે. એ પણ વાર્તાની શરૂઆતમાં જ આવે છે.

    • jatin says:

     નટવર ભાઈ,
     મને એ વાત નેી ખબર ના પડી કે તમારા જેવા સારા લેખક , આ વર્તા નેી શરુઆત વાંચીને પન ; આર્યાનમાં એના નામ પ્રમાણે કોઈ વિશેષ શક્તિ છે . એવેી કલ્પના કરે!!!! કેમ કે લેખકે શરુઆત માજ આર્યાન ના સ્વપ્ન વિશે જણાવ્યુ છે.

 16. lucky says:

  it is superbb!
  no word to say anything
  congratulation.

 17. Veena Dave, USA says:

  સરસ વારતા.

 18. Amit Patel says:

  સુંદર વાર્તા. અંત પણ સુખદ છે.

 19. karishma says:

  Hay, nice story…. congratulations for the prize….

 20. Jay says:

  મને તો આ વાર્તા પર એક ડોક્યુમેન્ટરી મુવી બનાવવા નુ મન થઈ રહ્યુ છે . . સાચે જ મજા આવી ગઈ . . .

  • rutvi says:

   જયભાઈ ,
   લગે રહો , આ વાર્તા પર મુવી બહુ સરસ બને , મને તો વાંચતા વાંચતા જ લાગેલુ , કે આના પર મુવી બનાવવી જોઇએ,

 21. SHAINA says:

  excellent work! wonderful job! i really liked it…..keep it up….

 22. tejas shah says:

  buddy really good one…
  keep it up and god will give you whatever u want…..

 23. Paresh says:

  સુંદર વાર્તા.

 24. એક વાત સાચી છે કે નટવરભાઈએ કહેલ ફકરાથી લેખકે ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કર્યો છે. પણ આવું તો કોઈ પણ પ્રકારની ઉત્તેજના જગાવવા માટે વ્યવહારમાં પણ થતું જ હોય છે. વાસ્તવમાં પ્રિયાને આનંદ થવો જોઈએ પણ તેને બદલે આશ્ચર્ય થાય છે તેનું કારણ લેખક સસ્પેન્સ જાળવવા માંગે છે તે છે. નાના બાળકો ઉખાણાં પુછે તેમાં પણ રહસ્યને ઈરાદાપૂર્વક છુપાવવા પ્રયત્ન કરતા હોય છે. એકંદરે વાર્તા વાચવાની મજા પડી.

 25. snehal says:

  વર્તમાનકાળમાં થયેલી વારતાની રજૂઆત ( “એના રૂંવાડા ઊભા થઈ ગયા હોય છે.” ), વ્રત કથાની યાદ અપાવે છે.

 26. vandana shantuindu says:

  વારતા વારતા જ હોય…….પણ,વારતાના પોતાના પ્રશ્ન હોય જેના જવાબ મળવા જોઇઅએ.આમા નથી મળતા.પ્રયત્ન સારો.

 27. Sunita Thakar(UK) says:

  લેખક ને ખુબ ખુબ અભિનન્દન. તમારી વાર્તા ની સાથે સાથે વાચકો ની comments વાન્ચવા ની પણ મજા પડી. નટવરભાઇ ની વાર્તાઓ પણ ગમી.

 28. Jigar Shah says:

  hi all, the story is good but I find its a copy of the recent movie called “THE PASSENGERS”…
  same thing happens in the movie too..just the type of accident is different…
  so, must say, story is average..it felt like i m watching some copied hindi movie from hollywood..

  • Rakesh says:

   Jigar bhai ,

   passenger’s concept is different than this story ,, passenger has story after she died ,,, here no body is dying ,, or not evern reincarnation ,,,, I can not see that writer copy anything ,,,, but still ,,,,,everyone has individual choice ,,,,, so i appreciate your choice

   – Rakesh

 29. Kirti says:

  Very good story 🙂

 30. Jigar Shah says:

  Dear Rakeshbhai,
  sorry to say but u should watch this movie again, as in this movie 5 survivors forget their actual identity and their relatives help them to regain it..nice movie, just like this story…
  movie does not talk about people who died in plane crash, its about the survivors…
  thanks anyways,

  Jigar.

 31. Palak says:

  I like the story pretty filmy but enjoyed reading it. I will definitely encourage Annayash to write more. Experiment on different subjects and you will evolve every time.

  Its just a story so let’s not worry about Driving Under the influence (DUI).

 32. Ashish Dave says:

  Congratulations for winning…

  Ashish Dave
  Sunnyvale, California

 33. Mrugesh Modi says:

  It’s a superb story…I really enjoyed all characters…
  It was hilarious and also creepy at the same time for me.
  Thanx a lot for sharing…

 34. Dhaval Pothiwala says:

  ખુબ જ સરસ વાર્તા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.