વો કાગઝ કી કશ્તી…. – નમ્રતા શૈલેષ દેસાઈ

[નવોદિત યુવા સર્જક નમ્રતાબેને ગુજરાતી સાહિત્ય સાથે એમ.એ. કરેલું છે. ત્યારબાદ તેઓ છેલ્લા પાંચ વર્ષથી ‘દિવ્યભાસ્કર’, ‘ગુજરાતમિત્ર’, ‘સંદેશ’ જેવા પ્રતિષ્ઠિત અખબારોમાં અસ્થાયીરૂપે પત્રકાર તરીકેની સેવાઓ આપી રહ્યા છે. તેમની એક નવલિકા પ્રકાશન હેઠળ છે. તેમની પ્રસ્તૃત કૃતિ જાણીતા ‘ગુજરાતમિત્ર’ અખબારમાં સ્થાન પામી છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નમ્રતાબેનનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925438103 અથવા આ સરનામે shail900@hotmail.com સંપર્ક કરી શકો છો.]

હમણાં એક ખૂબ સુંદર કવિતા વાંચવા મળી જેમાં બાળકોની નિર્દોષતાનો ચિતાર હૃદય પર સીધો ઘા કરે છે. તે કંઈક આ પ્રમાણે છે :

‘તમારાં બાળકો સાથે રમો,
તમારા બાળકોની આંખમાં બરાબર જુઓ,
એ, આપણી આંખોમાં જુએ છે.
આપણી આંખોમાં દેખાય છે એમના નિર્દોષ પડછાયા,
એમની આંખોમાં,
આપણી આંખોનું કાંટાળુ જંગલ.
એમની આંખો
ધીરે ધીરે કાંટાની બનતી જાય છે
અને તમે ગર્વથી કહો છો –
બાળકો હવે મોટા થઈ ગયા છે.’

નિર્દોષ, માસુમ, લાગણીશીલ, ભોળું, ક્યુટ, સ્વીટ કેટલાં બધાં શબ્દો આપણે નાનાં ભુલકાંઓ માટે ઉચ્ચારીએ છીએ, ત્યારે આપણી આગળ ભગવાનનું બીજું રૂપ દ્રષ્ટિમાન થાય છે. ક્રૂરમાં ક્રૂર કે વિષાદમાં ગળાડૂબ રહેલા કોઈપણ વ્યક્તિને પણ ભૂલકાંઓ એક પવિત્ર સ્મિત આપીને ન્યાલ કરી દે એવા આ વ્હાલા બાળકોની માનસિકતા પર આકરા પ્રહારો થવા માંડ્યા છે.

આધુનિકતાના આ વરવા સમાજમાં બાળકોનું આ પવિત્ર સ્મિત ક્યાંક ખોવાઈ ગયું છે. કાલીઘેલી ભાષાનું સ્થાન હવે પોલિશ અને મેનર્સવાળી વાકછટાએ લીધું છે. બાળકનાં રૂ જેવા પોચાં શરીર પર ભારેખમ ભપકાદાર કપડાં, દફતરોના ખડકલા, એકસ્ટ્રા એક્ટીવીટીના સાધનોના થેલાં અને આખા દિવસના તેમના ટાઈમટેબલના ભાર નીચે તેમની ભોળી દુનિયા હાંસિયામાં ધકેલાઈ ચૂકી છે. આપણા વડાપ્રધાન સ્વ. પંડિત જવાહરલાલ નહેરુ, જેમને બાળકો ખૂબ વ્હાલા હતાં, જો તેઓ આજના બાળકોને મળતે તો ? તો કદાચ તેમનું હૃદય દ્રવી ઊઠતે. આજનું બાળક સતત વધતી જતી અપેક્ષાઓના ભાર અને એમાં મળતી નિષ્ફળતાના ભય વચ્ચે જીવી રહ્યું છે. સ્ટ્રેસ શબ્દ હવે વ્યાવસાયિક નહીં પણ ઘરેલું બની ગયો છે. આજના બાળકો સતત ટેન્શનમાં જ રહે છે. મા-બાપની જ માનસિકતા અને વ્યવહારવર્તન બદલાઈ ચૂક્યા હોય ત્યાં બાળકોની પોતાની દુનિયાને અવકાશ જ ક્યાં રહેતો હોય ! પોતાનું બાળક હંમેશાં સુપરડૂપર જ રહે એ અપેક્ષાઓ ઘર કરી ગઈ છે. પોતે ક્યાં ઊભા છે, કેવી રીતે પોતાના ધ્યેય સુધી પહોંચ્યા છે એ સઘળી બાબતો નજરઅંદાજ કરીને પોતાની નબળાઈઓ અને અક્ષમતાઓનો ઢાંકપિછોડો કરવા બાળકને સુપરપાવર બનાવવાની રેસમાં ઊતરી પડ્યા છે. બે વર્ષથી શરૂ થતી બાળકની આ સફર પ્લેગૃપથી આખી જિંદગી મોટો માણસ બનવાની લાયમાં વેડફાઈ જાય છે.

બાળક બોલતું કે સમજતું થાય ત્યારથી જ જુદા જુદા વાડા બનાવી દેવાય. તને આ ભાવે, તને આ ન ફાવે, તુ કોનો વધારે વ્હાલો, આજ પહેરવાનું, આમ ન બોલાય, તેમ ન કરાય, ફલાણું કે ઢીકણું બસ રિવાજો અને માન્યતાઓની દુનિયામાં પા પા પગલી પાડતાં પાડતાં અંતે એક ચાવી દીધેલા રમકડાં જેવી દશા આજના બાળકોની છે. એમને રમવા માટે ખુલ્લા મેદાનો નથી, પકડદાવ, સંતાકુકડી, આબલીપીપળી, લખોટી કે ગિલોલ અને ઘરઘરની રમતો હવે આઉટડેટેડ થઈ ગઈ. વરસાદમાં ભીંજવાની કે રેતીમાં ગંદા થવાની એમની ઈચ્છાઓ આગળ શરદી-ખાંસી તાવ કે ઈન્ફેકશન જેવા અઘરા શબ્દોનો ભય ખડકાઈ જાય. ઢીંગલીને પણ મોડીફાઈ કરીને ‘બાર્બીડોલ’નું રૂપકડું નામ આપી દીધું છે. હવે બાળકોની દુનિયામાં પરીકથા, દાદીમાની વાર્તાઓ કે ઉખાણાં અને હાલરડા નથી. હવે તો હાઈટેક ગેઈમ્સ, સેલ અને બેટરીથી ચાલતા રમકડાં, ટીવી અને ઈન્ટરનેટની વિડિયો ગેઈમ, ડબલ્યુ-ડબલ્યુ જેવી હિંસક ફાઈટીંગ શૉ કે ‘શિનચેન’ જેવા વાહિયાત કાર્ટુન બાળકોને હિંસક, આક્રમક અને સ્વચ્છંદી બનાવામાં પૂરેપૂરો સહકાર આપે છે.

મા-બાપની વ્યસ્તતા અને હૂંફના અભાવે, મીડિયાના પ્રભાવો બાળકોમાં જાણ્યે અજાણ્યે દૂષણો ફેલાવે છે. બાળસાહિત્યનું સ્થાન હવે કાર્ટુન ચેનલોએ લઈ લીધું છે. પહેલાં બાળકો મા-બાપના સંસ્કાર મુજબ વર્તન કરતા, દાદાદાદીને ત્યાં મોસાળના વેકેશનોમાં વિસ્મય પામતા. પણ આજે ! બાળકોની વિસ્મયતા ટીવીના પાત્રો અને ચેનલો સાથે જોડાઈ ગઈ છે. એમાં વળી હજી કંઈક નવું અને બીજું. એ શોધમાં વધુ તાણગ્રસ્ત રહેવા માંડ્યા. આજના બાળકોની કાલીઘેલી ભાષાઓની નિર્દોષતા કે મૌલિકતામાં પણ વ્યાવસાયીકરણ ઘુસી ગયું છે. કાર, વિદેશપ્રવાસ, મુવી, ડાન્સ પાર્ટી, ફેન્સીડ્રેસ, વગેરેની વાતોની જ આપ-લે થાય. મા-બાપે પણ બાળકને સ્પેશ્યલ બનાવવા માટે સવારથી જ સ્વિમીંગ, સ્કેટીંગ, ડ્રોઈંગકલાસ, ડાન્સકલાસ, કેશીયો કે ગિટાર, ઉપરથી શાળાનું ભારેખમ ભણતર અને ટ્યુશન-અવવલ રહેવા માટે ગળકાપ હરિફાઈમાં બાળકની મુગ્ધતાઓનું તો સત્યનાશ વાળી દીધું છે.

14 કે 15 વર્ષની વયે કિશોર કે કિશોરીનું શારીરિક અને માનસિક પરિવર્તન અંગે જાગૃત થવું સ્વાભાવિક છે. પણ હવેના બાળકોમાં આ બધું વહેલું થવા માંડ્યું છે. બાળપણથી પુખ્તવય તરફ જતી કેડી ભુંસાઈ ચૂકી છે. મિડિયા દ્વારા થતા જાતીય આકર્ષણના ઉકરડામાં બાળકો પોતે શું શોધે છે તેમની તેમને જ ખબર નથી એટલે આ બાળકોમાં કાચી મેચ્યોરીટીનું પ્રમાણ વધી ગયું છે. શરાબ, સિગરેટ કે તમાકુના વ્યસનની નકલ કરવાનું હવે સહજ બની ચૂક્યું છે. પોતાને અંગ્રેજીમાં કંઈ સમજ ન પડતી હોય પણ બાળક તો અંગ્રેજીમાં જ ભણવું જોઈએ એટલે વળી સ્ટ્રેસનો વ્યાપ ઔર વધી જાય ! આહારમાં પૌષ્ટિક નાસ્તાના વિકલ્પોમાં ફાસ્ટફૂડનું ચલણ વધ્યું એટલે નિર્દોષ અને નમણું બાળક હવે જાડીયું અને ભદ્દું દેખાય છે. બીજી તરફ ગરીબ પ્રજાના બાળકો પોષણના અભાવે માંદગીમાં પિડાય છે. દવાદારૂના પૈસા નથી. ભણતરને સ્થાને નાના ભાઈબેનને સાચવવાના કે મજૂરી કરીને પેટિયું રળવામાં આ બાળકોની મુગ્ધતાઓ ક્યાંય દૂર ચાલી ગઈ છે. તેમની આંખોમાં આશા કે આનંદના કોઈ કિરણો આપણને દેખાતાં જ નથી.

બાળકના આ વર્તમાન વાતાવરણમાં મા-બાપની ભૂમિકા સજ્જડ હોવી જોઈએ. મિડિયા, બજાર અને સોબતની અસરથી બચવા માટે તેની સામે પ્રેમ અને લાગણીની ઢાલ બનીને ઊભા રહો. બાળકોની નિર્દોષતા કે મુગ્ધતાનો પડદો ઉઠી જાય તે પહેલાં એના બાળપણને બચાવી લો. નહીં તો ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિને યાદ કરવા માટે કે પોતાની અંદરની માસુમિયતને જાળવી રાખવા માટે કોઈ સંસ્મરણો બાકી ન રહેશે. વ્યસ્ત મા-બાપો પોતાનો ગિલ્ટ છુપાવવા બાળકને એકાદ ટ્રોફી કે રમકડાં કે વસ્તુઓથી બેલેન્સ કરવાની કોશિશ કરે ત્યારે ભવિષ્યમાં આ જ બાળકો ઘરડે ઘડપણ તેમને ભાખરી શાકને બદલે બ્રેડનું પેકેટ કે માંદગીમાં સારવારને બદલે એકાદ બાઈ રાખીને બેલેન્સ જાળવશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જાગીને જોઉં તો – નરસિંહ મહેતા
એટ્લાન્ટીકની સફરે – અનાયાસ ઝીંઝુવાડિયા Next »   

36 પ્રતિભાવો : વો કાગઝ કી કશ્તી…. – નમ્રતા શૈલેષ દેસાઈ

 1. nayan panchal says:

  સરસ લેખ. આજે તો પેકેજીંગ નો જમાનો છે. વિવિધ એક્ટિવીટીઝ, હાઈ-ફાઈ સ્કૂલના નામે અનુક્રમે બાળકો અને માતા-પિતા માટે સ્ટ્રેસનુ આકર્ષક પેકેજિંગ થાય છે.

  લેખિકાએ સમસ્યાની રજૂઆત ખૂબ સરસ રીતે કરી છે, હવે બીજા ભાગમાં થોડાક ઉપાયો સૂચવવા વિનંતી. બાળકને વાર્ષિક ૫૦-૬૦૦૦૦ જેટલી ઉંચી ફી લેતી સ્કૂલમા મૂકવા અને પછી તેને પહોંચી વળવા પતિ-પત્ની બંને જોબ કરે તે કેટલે અંશે યોગ્ય છે. હોમ-સ્કૂલિંગ નો વિકલ્પ વિચારવા લાયક ખરો. પૈસા નહી પરંતુ કુટુંબભાવનાને ધ્યાનમાં લઈને.

  નયન

 2. જય પટેલ says:

  પશ્વિમ જગતનું આંધળુ અનુકરણ બાળકોનો ભાર વધારવાનું કારણ બન્યું છે.

  આપણે ભારતીયો અનુકરણના રોગથી પિડાઈ રહ્યા છે.
  પ્રાઈવેટ સ્કુલોના જમાનામાં સરકારી સ્કુલો ઈતિહાસ બનવા સામે બાથ ભીડી રહી છે.

  બાળ શિક્ષણના પ્રશ્વો સારી રીતે ઉજાગર કર્યા છે.
  સમસ્યાઓના સમાધાન પર ભાર મુકવાની તાકીદની જરૂર છે.

 3. nim says:

  સાચી વાત.
  આજે તમે મુંબઈ નુ ભણતર જુઓ ત્યારે લાગે છે કે બાળકો સ્કુલ માં શુ કરવા જાય છે.
  દર મહીને પરીક્ષા નો ભય બાળક અને તેના માં-બાપ પર દેખાઈ આવે છે.
  જ્યારે આજે આઈ સી એસ સી માં મને મુંબઈ બોર્ડ કરતા બાળકો માટે વાતાવરણ સારુ દેખાઈ છે.

  ધન્યવાદ
  નિમા

  • જય પટેલ says:

   સુશ્રી નિમાબેન

   આ આઈ.સી.એસ.સી વિષે થોડું વિસ્તારથી કહેશો તો વાચકોને પણ લાભ થશે.

   આભાર.

   • trupti says:

    Jay,

    Sorry, I am replying on behalf of Nima. Nima sorry to you too.

    ICSE- INDIAN SCHOOL CERTIFICATE EXAMINATION.

    The syllabus is as per International Std. and mostly run by the Pvt. Schools. The Board is affiliated to Delhi Board. Since the state is not involved in the decision making of the syllabus, the school has right to choose the subjects as well as the languages. For e.g. if the school is run by the Gujarati Mgt. they offer Gujarati as a second language. This way the children of Gujarati parents get to learn their mother tongue. The syllabus is little on the higher level. They not only study the basic ‘Balbharti’ in Gujarati but they have one ‘Rapid Reader’ in that, they study either ‘Mahabharata’, ‘Gandhi Na Satyanaprayogo’ etc. The other subjects are also of a higher level. The student of 8th is studying the books of 9th std. in History/ Geography/ Science. They not only cover the Indian History and Geography but world History and Geography. They can select the subject of Arts/ Science or Commerce form class 9. That means, if your child is not interested in pursuing his/her career in Science and if they are weak in Maths or Science, they have an option to leave the subject in option from class 9. Instead of that, they can choose Commerce or Arts’ subjects. They study Technical Drawing also form class 9, which helps them if they want to take up Architetecture as their profession. Environmental study is the compulsory subject until class 10. In short, they are made well prepare for their college education well in advance. In addition, if they want to go abroad for their further study, it helps them in excel good in the foreign country due to their high standard. One more benefit, the local language of the state is not compulsory, hence if for any reason if the child has to migrate from one state to another, the language does not become barrier, as the third language is Hindi. The Board also offers ISC (Indian School Certificate) which is equivalent to HSC (class 12) and the same is available in the school itself, hence, if the child wants to take up any professional course after 12th class, they can study in the school itself up to class 12, without going thought the tension of admission in the good college after class 10. Overall ICSE as well as CBSE is much better option then the state level education.

    • જય પટેલ says:

     તૃપ્તી

     ICSE વિષે વિસ્તૃત માહિતી આપવા માટે આભાર.

     આજકાલ ગુજરાતમાં CBSE ખુબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. પરતું તેની ફી પણ સામાન્ય
     માનવીના ગજા બહાર છે. આ સ્કુલમાં ગુજરાતી નૉ-એલાઉ છે. મારો ભત્રીજો તેમાં ભણે છે
     તેની વાર્ષિક ફી રૂ.૨૫૦૦૦ સાંભળી આશ્વર્ય થયું.

     • trupti says:

      Jay,

      In Mumbai, ICSE, CBSE and IGCSE are common. Most of the school with SSC board is either switching over to either ICSE or IGCSE. The fee structures in all the streams are very high compare to SSC board. Even the textbooks are very expensive. My daughter is studying in class 8 (ICSE) and the annual fee paid by me is Rs.35000/-+. Some of the CBSE school fees are running in lakhs. The textbook cost for my child is Rs.4000/-+ Notebooks are provided by the school for which we are paying approx. Rs.1500/-. But if you compare the quality of education and other activities, I feel it is worth.
      Let me tell you, most of the SSC schools are govt.-aided schools. Since the fees in these schools are very low, people from all class study in these schools. Though we are not very much class conscious, but definitely will not like our children to mingle with the children of sweepers of the building or maidservants. Though their children are studying in English medium school, their culture is the same as they continue to stay in slum. I have no intension of hearting any one’s feeling or want some one to look down as every one has right to education. However, every one will agree that, the friend circle plays very important role in the children’s life. Hence, we have to be very cautious.

 4. Ranjitsinh L Rathod says:

  ખરેખર ખુબ જ સાચી વાત.

  બાળક જ્યારે માતા ના શરીર મા હોય છે ત્યાર થી જ તેનામા ગ્રહણ કરવાની, નવુ શીખવાની વગેરે ની અજબ ની શક્તી હોય છે. (દા.ત. અભિમન્યુ ).

  તમે જોયુ હશે કે તમારુ કે કોઇ પણ બાળક તમારા ધાર્યા કરતા ખુબ જ ઝડપ થી બધુ શિખે છે.. નવુ ગ્રહણ કરવાની, નવુ શીખવાની તેની વ્રુતિ મા દિવશે દિવશે વધારો થતો જાય છે પરન્તુ જયારે તે સ્કુલ મા પ્રવેશે છે (લગભગ ૨ વર્ષ ની ઉમરે.. ) ત્યારે તેની આ નવુ ગ્રહણ કરવાની, નવુ શીખવાની વ્રુતિ ની ગતી મા કઈક અન્શે ઘટાડો થતો જોવા મળૅ છે કારણ…. ??

  બાળક ના વિકાશ માટે એ જરુરી છે કે તે કોઇપણ જાતના ડર વગર કઇપણ કરી શકે ..પરન્તુ

  બાળક ને જ્યારે સ્કુલ મા મુકવામા આવે છે ત્યારે તેના મા ધિરે ધિરે ટિચર ના ડર નુ પ્રમાણ વધતુ જાય છે અને તેનિ સર્જન શક્તિ મા માનો કે ન માનો કઇક અન્શે ઘટાડો થાય છે… હા તે અમુક વસ્તુ શિખે છે પરન્તુ તે હુ આમ નહિ કરુ તો ટીચર મારશે એ ડર થી …

  બાળક જેમ જેમ મોટુ થાય તેમ તેમ બધુ શિખવાનો જ છે તો શા માટે આપણે તેને આટલુ જલદી સ્કુલ મા મોકલિ ને તેનુ બાળપણ છિનવીએ છિએ તે સમાજાતુ નથી… ફકત બિજાનુ અનુકરણ જ ને ……….આપણુ બાળક બીજા બાળક થી પાછળ ન રહી જાય તેવી આપણી ઇર્શ્યા વાળી વ્રુતિ જ ને……

  આપણી આવી વ્રુતિ આપણા બાળક વિકાશ અને બાળપણ બને છિનવે છે..

  કઇક વિચારવુ જરુરિ છે.

 5. MOHAMMEDBHAI says:

  while reading this essay, i have remember my childhood. where always play real and natural games with our brother/sisters & friends. but not a days our kids are watching tv shows & playing with mobiles only. yr essay is good to the society.

  • Chirag Patel says:

   Mohammed Bhai,

   I 100% agree with you. As a kids, my brother and I used to play cricket, ride bicycle in rain with friends, do all kinds of fun with family, cousines and friends – we used to get hurt – used bleed from nees and elbows but who cared – we got right back up and palyed more – we didn’t care and our parents and elder didn’t care about we getting little cuts and bleed from knees and elbows… Most of the time we just put little dirt and off we go… we knew what is “PLAYING” – no video games, no computers, no malls or anything – pure fun – we didn’t get sick… we ate food from every where and we ate anything – still we were OK – we got socking wet in rain and still were OK – little cough and cold but nothing more – We were strong – we were healthy – less medicines (generly speaking) – and now days, kides dont know what is”REAL PLAY” – all they want is stupid cell phones – twiter, blogs, my space, face book, computers, video games – these days kids are more sick – they go out little and get sick – more meds – more doctors vistis – and I am not even sure if they are getting “Smat/Smarter” then what we are/were – yes they know hack lot more about how to twiter – or search on google or watch free vidoes on Youtube – but if you ask – how to play Cricket or How to spin Top, or how to camp out – how to play Ice-Pice – they don’t know… It seems to me that we are less of human and more like Robots – Pre Programed…. No Immotion… Its very sad!!!!! – Next and up coming generations will never know what is like to be a “KID”….

   • trupti says:

    Chirag,

    We use to even pay ‘Gilli danda’, ‘ goti’, ‘thappo’, ‘pakdapakdi’, ‘nargolio’ etc. now a days they must have not even heard of this kind of games. You rightly said, they can be better computer literate but have missed their childhood by locking them inside the four walls of the house. They do not like get dirty hence hate dust and outing. However, they are not to be blamed 100%. As we always say, change is the spice of life; they have to change with the time to stand in the crowd. You tell me, how many tuitions have you attended when you were in school. I do not remember even going to the tuitions in SSC; still we could study and excel well and could make our carrier. Now a day, the children after school go to the tuitions. And tuitions not only for difficult subjects like Maths or Science but even for History, Geography, English and Gujarati too. Where they have time to play the physical games like us? Due to globalization, many cities have lost even the big building compound as well as the playgrounds where the children can go and play. Every one wants to make money out of the land. Hence, the big compound is yester year’s dreams! The family is also becoming small; we use to be at lest 2-3 siblings, now a days single child concept is adopted by most of the couples. Cousins are far aquatints. No body has time for any one.

    Really, I fell very sorry for the present generation.

    • Chirag Patel says:

     Trupti,

     I agree with you that its not only kids who are at fault – we are all at fault as we are becoming more “Technologicaly Wise”… but this has taken the “Childhood” out of our life and now we are nothing but just a Time Table… Oh God! Gilli Danda, Goti, Thappo etc – all great games… Now days Thappo has a shorter version – call “Pick – A – Boo”… Cracks me up every single time when my daughter plays with us…. You are right – I didnt go any tuitions when I was in SSC and even on the 12th gread…. I passed with good grades and above 75% on each classes (10th and 12th). We worked hard but hack I still remember playing Cricket an evening before the SSC exams of the 10th and I still was able to pull of 79% in SSC and remember going to see James Bond movie with friends an evening before my HSC finals and still was able to pull 76%. And now days, my daughter is two years old – she knows her ABCs and 1 to 100 – she knows her shaps and she can tell you animals by their pictures but if she sees them in real life – she sometimes gets scared (even by a cat)!!!! – where we used to play with cats and dogs – walk side by side with cows, dogs and cats on streets – The only cow my daughter has seen is in books and TVs. She knows how come sounds but thats it….

 6. MONIKA MISHRA says:

  maine aapka enternet pe nibandh pada.bachho ke bare main mujhe bhaut aacha laga.
  asha krti hu ke aage bhi eaise hi nibandh aap beje .baccho ke nibandh ke alawa or bhi
  aache -aache topik par nibandh beje.

 7. Parthiv Desai says:

  ખરે ખર આજનુ તિવિ વાલુ બાલક નામાલુ થઈ ગયુ અમ્લિપિપ્લિ અને નેચર રમત રમતા બાલક કરતા
  આજના બાલક ને જમવા માતે કાલાવાલા કરવા પદે તઆરે પાહેલા ના જમાના નુ અમ્લિપિપ્લિ વાલુ બાલક સામેથિ જમવાનુ માગતુ
  દોદ્તુ આવ્તુ.

 8. Paresh says:

  Great story,,

  thank you for bringing back my original childhood, I am trying to do the same thing with my new born.

 9. Shilpa Desai says:

  Dear Sister,
  By this essay, I have remembered our childhood. But to-days competative environment computer-Internet needed to become like Dhirubhai Ambani/Obama. This artical will helpful for “Bhar Vagar nu Bhantar”. Very interesting. Wish u best luck. Hope more thoughts will come from you.

 10. Shwetal shah says:

  dear namrataben,
  This was really an eye-opening essay.u have said truely that children do as they are taught.
  parents should improve themselves to have a better future generation.if they don’t do so we will have only
  mechanical robots in future which do not have any emotions.as it is rightly said ,”The best inheritance a person can give his child is a few moments of his time daily”.

  shwetal shah

 11. Dr.Biditashah says:

  Dear,Thiscolumns is areal bitter truth,bt we people only talk abt this things .we write articles and columns
  bt what we really need is to wait for a while and think that where we need change .we hv to go upto the rootcause and try to do something for the sake of freedom of those lovely butterflies.congrats ,a really good article waiting for the next.

 12. prakash banker says:

  hey!! writer
  i hv no word 4 express 4it ya, wow amazing its pure 100% true in dis time of technology…….
  im very lucky 2read ur topic….
  thanking u my dear………

 13. આ બધી બાબતોમાં મા-બાપની ભૂમિકા ખુબ જ મહત્વની છે. બાળકને રેસનો ઘોડો બનાવવો છે કે સંવેદનશીલ સામાજિક માણસ તે બાળપણમાં જ મા-બાપે નક્કી કરવું પડશે. આજે પણ વરસતા વરસાદમાં કાગળની હોડી તરાવવાનો હું અને મારો બાબો આનંદ માણી શકીએ છીએ તેમાં મારા બાબાનો ફાળો કાઈ નાનો સુનો નથી. ઘણાએ ઉત્સાહભર્યા નાના નાના કાર્યો હું લગભગ વિસરી ગયો છું તે આજે ફરીથી મારા દિકરા – દિકરી પાસેથી શીખું છું. બાળકને બહુ શિખવાડવા કરતાં તેનો સહજ વિકાસ શાંત ચિત્તે જોયા કરીએ અને માત્ર આડે આવતાં અંતરાયો દૂર કરવા સજાગ રહીએ તો બાળક સરસ રીતે જોતજોતામાં મોટું થઈ જાય છે. પણ તેમાં એક જ તકલીફ છે કે આપણે આપણું વડીલપણું બાજુએ મુકવું પડે અને તે ભાગ્યે જ કોઈ જતુ કરવા તૈયાર હોય છે.

 14. hari patel says:

  i really like read gujarati.thank u every body and specially mrugesh bhai.

 15. BINITA says:

  HI, NAMRATABEN
  I READ YOUR TOPIC, IT’S REALY TRUE, I AGREE WITH YOU BUT NOW A DAYS ITS TOTALY DISAPPEAR, B’COZ LIFE IS VERY FAST SO THERE IS TOO MUCH BURDEN ON SMALL CHILDERNS LIKE GOING SCHOOL, TUTION AND OTHER ACTIVITIES ETC AND PARENTS SAYS DO WORKS ON TIME TO TIME HENCE THEY CAN NOT PLAY WITH THEIR GROPS. THATS IT……………

 16. parul patel says:

  DERA NAMRATABEN,
  GREAT ! ! ! REAL FACT OF CHILD AND CHILDHOOD. MANY MORE THINGS TO BE LEARNED AND EYE-OPENER TO EVERY ONE.

  PARUL & VIJAY PATEL

 17. GRISHMA PATEL says:

  DEAR NAMRATAAUNTI ,
  I AM 100% AGREE WITH YOU . ITS REALLY TRUE. . . . .REALLY , IN TODAYS LIFE CHILD BECOME A MACHINE AND HE HAVE TO FOLLOW ALL THE RULES AND REGULATIONS WHICH ARE NOT REQUIRED FOR THEM. . . . . . . .

  GRISHMA PATEL

 18. Lalji says:

  this Nibandha
  is very very best.

 19. Lalji says:

  this Nibandha is i like so I give you very very congratulation.

  I intrust your nibandha . you are a best Lakhak and samajsevak.

  I no know powerfull english so this writing for bavaenglish.

  diet surendranagar s.y.p.t.c. your faithfully Rloliya laljibhai gafurbhai thankyou very much.

 20. Mohit Parikh says:

  Thanks Namrataben for helping me remember childhood memories.

 21. Rajesh Anajwala says:

  ખરે ખર, તમે ખુબ જ સરસ લેખ લખ્યો છે.
  આજના આ યુગમા બાળકની હાલત ખુબ જ કફોડી થઈ ગઈ છે. પરતુ આ યુગમા બાળકની કે મા-બાપની ભુલ નથી. આખો સમાજ દોષીત છે. સમાજ જ જાણે પશ્ચિમિ સસ્ક્રુતી તરફ દોરી જાય છે. સમાજને કારણૅ મા-બાપ આ સસ્ક્રુતીને અનુસરે છે. અને જો તે ન અનુસરે તો આજના આ યુગમા સમાજમા તે પાછળ ધકેલાઈ છે. હા, મા-બાપે સસ્કારનુ સિચન કરવુ જરુરી છે. આ યુગમા બાળક, મા-બાપ બન્ને પીસાઈ રહ્યા છે. મધ્યમવર્ગને ધ્યાનમા લઈઍ તો તેઓ પેટૅ પાટા બાધીને પણ જાણૅ બાળકને આ રેસમા દોડાવે છે. અને જય પટૅલે કહ્યુ છે તેમ સમસ્યાઓના સમાધાન પર ભાર મુકવાની તાકીદે જરુર છે.
  બીજા લેખમા આ સમસ્યાઓના સમાધાનમા લખવા વિનતિ છે. અમારા ફેમિલી તરફથી તમને પુરો સહકાર છે.
  ધન્યવાદ્

 22. Kiran H. Mehta says:

  નમસ્તે મેડમ,
  ધન્યવાદ, ખૂબ સરસ,
  તમારો લેખ આજના સમયમા ખૂબ જરુરી છે. હુ ફક્ત એટલુ કહીશ મારો મિત્ર ઓર્થોપેડીક ડોક્ટર છે. તેને પોતાના
  બાળકને ગુજરાતી મીડીયમમા અભ્યાસમા મુક્યો છે. તેનુ કારણ ફક્ત બાળકનુ નિર્દોષ હાસ્ય મળે, મુક્ત બાળપણ માને, અને
  બોજ વગરનુ ભણતર ભણી શકે.
  હવે પછી બીજુ નવુ કઈક સારુ લખશો. નવુ સારુ શુ ? જે નવુ સારુ લેખમા મા-બાપને ભુલશો નહી. તે વિશે લખશો.

  ધન્યવાદ

 23. Jagrutiben k.mehta says:

  નમસ્તે મેડમ,
  તમે સરસ લખ્યુ, સારુ લખ્યુ, પરન્તુ ? દરેક મા બાપ પોતાના દિલ ઉપર હાથ રાખીને વિચારેતો ?
  આજના મા બાપ બાળકોને સસ્કાર આપતા નથી પરન્તુ બાળકોમા એકબીજા પ્રત્યે ઈષ્ર્યા અને વેર ઝેરનુ બીજ રોપે છે. બાળક એટલે એટલે એક કુમળી કળી છે. એને બાળપણમા જ એ કળીને સારી રીતે સીચશો તેમ ખીલશે. એ વધારે સુદર બનશે. પરન્તુ પસ્ચ્મિની સસ્ક્રુતિની દેખાદેખીના કારણે આપણો આપણા દેશની સસ્ક્રુતી ભુલતા જઈએ છે. આજે આપણી માર્તુભાષા કે રાષ્ટ્રભાષાને ભુલી ગયા છે. આજે મા બાપ બાળકીને મર્યાદા રાખવાનુ શિખવતા નથી. તેનુ પરિણામ બાળકી પર સામુહિક અત્યાચાર થાય છે.આપણા બાળકોનુ નિર્દોષ સ્મિત ખોવાઈ જવાનુ કારણ કઈક હદે આપણા દેશની સરકાર પણ છે. કે આજનુ ભણતર એટલુ બધુ અઘરુ બની ગયુ છે. કે આપણે જાણતા હોઈએ છે. છતા બાળકોને ટેન્શન આપ્યે છે. તે કારણે બાળક કુમળી કળી ખીલતા પહેલા મુર્ઝાઈ જાય છે.
  ધન્યવાદ

 24. Dharmesh,Sukeshi n Bindi Desai says:

  ખુબ સરસ્ heart touching, absolute true.
  Keep the spirit up
  all the best

 25. Ashish Dave says:

  Nice article. It is very true that children have lost their childhood under expectations and competitive environment. But who is at fault?

  My daughter is in 3rd grad and she enjoys her school a lot. Her first class is drawing and crafts. How many kids go to school and have such a good start. We are in US. If I wait out side the school in the morning all most all kids are happy to be in the school. She finishes her homework in less than one hour. She does not get any homework over the weekend. This gives her more time to play and learn gujarati from my Mom. She can read and write gujarati better than her cousins in India who study in English medium schools. Many times we do not even know when her exams are until she brings her results back.

  Few comments earlier said that Indian system is influenced by western culture. This is absolutely not true. We do not have tuitions in America. The college I went to in San Francisco was very easy for students to get into Engineering but very difficult to get into Nursing program or Psychology department. If the Indian system was influenced by west then all Nobel prizes would be coming to India left and right.

  Ashish Dave
  Sunnyvale, California

 26. Nitin says:

  સરસ અને સત્ય હકીકત રજુ કરતો લેખ છે. નમ્રતા બેન નો અભાર કે બાળકો ના વિકાસ બાબત મહત્વની માહીતી આપી છે.

  ત્રુપ્તી બેન નો અભાર કે તેઓ એ ICSE વિશે માહીતી આપી.

  અભાર

  નિતિન

  વડગામ થી

 27. Sachin says:

  ખુબ જ સરસ લેખ ……. આ લેખ વાન્ચિ ને થોડિ પન્કતિઓ યાદ આવે છે..

  જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,
  જીવન નું અવિભાજ્ય અંગ છે બાળપણ,

  લખોટી ભમરડા અને છાપો,
  ખેતર ના અંબા નીચેનો છાયો,
  જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,

  ગીલ્લી ડંડા, દોડ અને સંતાકુકડી,
  યાદ છે હજુ એ રબડી કુલ્ફી,
  જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,

  મિયા ફૂસકી અને વિક્રમ વેતાળ ની વાતો,
  આભ ના તારા ગણવાની એ મજાની રાતો,
  જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,

  હોળી, દિવાળી અને ઉત્તરાયણ ની યાદો,
  માં ના ખોળા મા મજાની એ રાતો,
  જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,

  હદય ના એક ખૂણે હજુ પણ જીવતું છે બાળપણ,
  જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,
  જીવન નું અવિભાજ્ય અંગ છે બાળપણ,

  છિનવાઇ રહ્યું છે આજ ના ભૂલકાઓ નું બાળપણ,
  કારણ છે એનું મા બાપ નું ગાંડપણ,
  જીવન નું અવિભાજ્ય અંગ છે બાળપણ,
  જીવન ની હર પલ યાદ કરું છુ બાળપણ,

 28. Harsh Ramani says:

  નમસ્તે મેડમ,
  ખુબ જ સરસ અને સત્ય હકીકત રજુ કરતો લેખ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.