સંતની મંગલવાણી – સં. હરિશ્ચંદ્ર

[ મૂકસેવક તરીખે ઓળખાતા રવિશંકર મહારાજના નામથી તો કોણ અપરિચિત હોય ? બીજા માટે ઘસાઈ છૂટવું એ તેમના જીવનનો મહામંત્ર રહ્યો. ગાંધીજી અને વિનોબાજી સાથે અદ્દભુત કાર્યો કર્યા. સતત ભ્રમણ કરતા રહ્યા. સરળ શબ્દોમાં જીવનની ગહન વાતોને સમજાવવાની તેમની અનોખી શૈલી રહી. તેમની આ જીવનપ્રેરક વાતોનું ‘હરિશ્ચંદ્ર’ ઉપનામથી લખતા કાન્તાબેન અને હરવિલાસબેને સુંદર સંપાદન કર્યું છે. માણીએ તેમાંથી બે પ્રકરણો સાભાર….]

[1] બીજાને ખપ આવજો

Picture 070પરમેશ્વરે આપણને આ શરીર આપ્યું છે. કાન, નાક, આંખ, બધાંય સેવા કરનારાં અંગો છે. પરંતુ જો આપણને સેવા કરવાની મૂળમાં ઈચ્છા હોય તો જ આ અંગો સેવા આપે. એને બદલે જો મોજશોખ કરવાની ઈચ્છા હોય તો એ બધાં મોજશોખને માર્ગે વળી જાય. આંખ સિનેમા જુએ, કાન સિનેમાનાં ગીતો સાંભળે. અને જીભ ભજીયાં, રસગુલ્લાં વગેરે આરોગવામાં આનંદ માણે ! જો આ શરીર વડે આપણે સેવા કરવી હોય તો સૌથી પહેલાં તેને મજબૂત બનાવવું જોઈએ. માયકાંગલા નબળા શરીરથી કોઈની સેવા થઈ શકે નહીં, ઊલટું એવા શરીરને તો બીજાની સેવા લેવી પડે.

હવે સવાલ એ ઊભો થાય છે કે સારું શરીર કોને કહેવાય ? હવે જુઓ ભાઈ, આપણી ઘેર કોઈ ચીજની જરૂર પડી છે. બજારમાં લેવા જઈએ છીએ તો જે ચીજની જરૂર છે અને જે આપણને ખપમાં આવી શકે છે તે જ ચીજ આપણે લઈએ છીએ. વળી, તે ચીજ બે-ચાર દુકાને પૂછીને જ્યાંથી સોંઘી મળે છે ત્યાંથી જ લાવીએ છીએ. આ સોંઘી ચીજ સાથે સાથે ટકાઉ પણ હોવી જોઈએ. નહીં તો ઘેર આવતાં જ જો તે તૂટી જાય તો ઘરના માણસો વઢે અને લોકો હસે ! પણ ચીજ સોંઘી ય હોય અને લાંબો વખત સુધી ટકે તેવી ય હોય તો ફાવ્યા કહેવાઈએ. આમ આપણે આણેલી ચીજ ખપમાં આવે તેવી, સોંઘી ને વળી ટકાઉ હોવી જોઈએ. ચીજમાં આ ત્રણે ય ગુણ હોય પણ તે ચીજ દેખાવમાં ખરાબ હોય તો ? તો તો લોકો મોં મચકોડે ને ? એટલે વળી પાછી તે દેખાવમાં પણ સારી, સુઘડ અને સુંદર હોવી જોઈએ.

આમ આપણું શરીર પણ સોંઘું, ટકાઉ, ખપમાં આવે તેવું અને સુંદર હોવું જોઈએ. કેટલાકનાં શરીર ખૂબ જ મોંઘાં હોય છે. લિપસ્ટિક-પાવડર જોઈએ, ફેશનેબલ કપડાં જોઈએ, પગમાં બૂટ-મોજાં જોઈએ, ગળે નેકટાઈ જોઈએ અને ખિસ્સામાં કાંસકી જોઈએ ! આ તો શરીરને કેટલું મોંઘું બનાવી મૂક્યું ? ત્યારે સોંઘું શરીર કોને કહેવાય ? તો કે શરીરનું ખર્ચ ઓછામાં ઓછું આવે, લાંબો વખત તે જીવે, અને તે માંદું ન પડે, તો તે શરીર સારું ને સોંઘું કહેવાય. જરા વધારે ટાઢ હોય તો ગોદડું જરા ઊંચું કરીને ડોકિયું કરી લે કે ચા બનાવી છે કે નહીં ? ત્યારે તે જ વખતે અન્ય ખેડૂતો ખેતરમાં હળ હાંકતાં હોય. તો આ જીવન મોંઘું બન્યું કહેવાય.

જે શરીર ગમે તેવી ટાઢને સહન કરી શકે, તાપ વેઠી શકે, વરસાદ ખમી શકે તે શરીર સારું સુંદર કહેવાય. આપણા પગ સારા સુંદર છે એમ ક્યારે કહેવાય ? મેંદી મૂકી લાલ કરીએ અને મોજાં પહેરી તેની ભલી માવજત કરીએ ત્યારે નહીં, પણ પંદર ગાઉ ચાલીને જવું હોય તો ઝટ દઈને આપણને પહોંચાડી દે તો તે પગ મજબૂત ને રૂપાળા કહેવાય. મોં આખો દિવસ હસતું ને હસતું હોય, દીવેલ પીધા જેવું ન હોય, આપણી આંખો જોવા જેવું જ જોતી હોય, ન જોવા જેવું ન જોતી હોય, કાન સાંભળવા યોગ્ય વાતો જ સાંભળતા હોય બાકીની ન સાંભળતા હોય. જીભ પણ સારી ત્યારે જ કહેવાય જ્યારે તે મીઠું બોલતી હોય, સત્ય બોલતી હોય અને સૌમ્ય બોલતી હોય. આપણા શરીરને ખપમાં આવે તેવું ટકાઉ અને સુંદર બનાવવાનું હોય તો આ બધી વાતો યાદ રાખવી જોઈએ, હૃદયમાં કોતરી રાખવી જોઈએ. કોઈનું કામ કરવાથી કે ફેરો ખાવાથી આ શરીર કાંઈ ઘસાતું નથી. એટલે આ શરીર કેમ બીજાને ખપમાં આવે તે વાતનું જ હમેશાં ચિંતન રહેવું જોઈએ. ભૂલેચૂકે આપણાથી કોઈનુંય જો નુકશાન થઈ જાય તો જીવ બળવો જોઈએ.

તમે સૌ જાણતા હશો કે ક્રિયાપદ બે પ્રકારનાં હોય છે. સકર્મક અને અકર્મક. ક્રિયાને પૂછતાં જો જવાબ મળે તો તે સકર્મક ક્રિયાપદ ગણાય અને જવાબ ન મળે તો અકર્મક ક્રિયાપદ ગણાય. આમ દરેક ક્રિયા કરતી વખતે આપણા મનમાં સવાલ ઊઠવો જોઈએ કે ક્રિયા હું શા માટે કરું છું ? હું શા માટે ચાલું છું ? શા માટે કપડાં પહેરું છું ? જેનો સરર્મક જવાબ મળે તેવું કામ કરવું. આપણે કપડાં શા માટે પહેરીએ છીએ ? શરીરનું રક્ષણ કરવા અને આપણી ઈજ્જત ઢાંકવા. પણ આજના ફેશનેબલ કપડાં તો શરીરનું રક્ષણેય નથી કરતાં અને ઈજ્જત પણ નથી ઢાંકતા. તે તો છે આંખોને આંજનારાં અને રૂપાળાં. અને મોંઘા પણ કેટલાં ! ખરી રીતે તો શક્ય એટલા ઓછી જોડ કપડાં રાખવા જોઈએ. સ્વચ્છ અને મર્યાદાપૂર્ણ વસ્ત્રો પહેરવા જોઈએ. વળી શરીરને મજબૂત બનાવવા એને ઝાઝી સગવડો આપતા ન રહેવું જોઈએ. થોડી ઠંડી-ગરમી વેઠવા દેવી જોઈએ. આપણે જોડા શા માટે પહેરીએ છીએ ? પગનું રક્ષણ કરવા. પહેલાંના વખતમાં જોડાને ‘પગરખાં’ કહેતાં. પગનું રક્ષણ કરે તે પગરખાં. પહેલાં ખાસ કાંઈ પગમાં કાંટા-ઝાંખરા વાગે એવો રસ્તો આવે ત્યારે તેનો ઉપયોગ કરતા. ત્યારે આજે તો ઘરમાં પણ જોડા પહેરીને ફરવાનો રિવાજ વધવા લાગ્યો છે ! આ બધાં કામો અકર્મક ક્રિયાવાળાં થયાં. ક્રિયાને પૂછતાં પગમાં કાંટો-કાચ વાગે છે માટે જોડા પહેરું છું, ઠંડી લાગે છે માટે કપડાં પહેરું છું, એવો જવાબ નથી મળતો. હું પહેલાં ગામડાંઓમાં રોજના ચાળીસ માઈલ ચાલતો ત્યારે ય મને પગમાં કાંકરી નહોતી ખૂંચતી.

ભગવાને તો આપણને શરીર સારું જ આપ્યું છે. તેને જેવી ટેવ પાડો તેવી પડે. જેવું તેને કેળવવા ધારો તેવું તેને કેળવી શકાય. અને તેથીસ્તો કહેવત પડી છે ને કે ‘ઊંઘ અને આહાર વધાર્યા વધે ને ઘટાડ્યાં ઘટે…’ એક ટંક ખાવાથી ય ચાલે, બે ટંકથી ય ચાલે અને જેટલી વાર ખાવાનું દેખીએ તેટલી વાર મોંમાં નાખ નાખ કર્યાથીયે ચાલે. આવી કુટેવોથી જીવનની પાયમાલી વહેલી થાય છે. નાનપણથી જ છોકરાંઓને સારી ટેવો પાડવી જોઈએ. અને આ જવાબદારી માબાપની અને શિક્ષકોની છે. બાળકોને શરૂઆતથી જ એવું જ્ઞાન મળવું જોઈએ કે આ શરીર બીજાને વધુમાં વધુ ખપ આવે એવું બનાવવાનું છે. પરંતુ આજે તો આવું જ્ઞાન આપવાને બદલે સાવ ઊલટું જ જ્ઞાન અપાય છે. નિશાળોમાં પણ જીવનને ઉપયોગી જ્ઞાન આપવાને બદલે સાવ ગોખણપટ્ટી કરાવે છે, જે જીવનમાં કાંઈ જ ઉપયોગી થતું નથી.

મને અહીં એક પોપટની વાત યાદ આવે છે. કોઈએ પોપટને શીખવ્યું કે તું રામ રામ કર્યા કરજે, અને બિલ્લી આવે તો ભાગી જજે. પેલા પોપટે આ વાત ગોખગોખ કરી. પણ પોપટભાઈ એ ગોખણપટ્ટીમાં એવા તો મગ્ન થઈ ગયા કે બિલ્લી આવી ને પોપટભાઈને સ્વાહા કરી ગઈ ! આમ ગોખવાથી કાંઈ યથાર્થ થતું નથી. આજના શિક્ષણમાં જ્ઞાનને બદલે માત્ર ગોખણપટ્ટી જ કરાવાય છે. શિક્ષણમાં વાંચવું એટલું જ નથી. પહેલાં ધ્યાનપૂર્વક સાંભળવું, પછી તેની ઉપર ચિંતન-મનન કરવું, અને છેલ્લે નિદિધ્યાસન કરવું. ગાય પહેલાં ચરી આવે છે, ઝટ ઝટ ઘાસ ખાઈ લે છે અને પછી નિરાંતે પેલું ખાધેલું ઘાસ વાગોળે છે અને પચાવે છે; અને ત્યાર પછી તેનું દૂધ થાય છે. આવી જ રીતે આપણે પણ કરવું જોઈએ. આપણે પણ વાંચેલું વાગોળવું જોઈએ. માત્ર વાંચ્યું ને ગોખ્યું હોય તો તે ભૂલી જવાય પણ વાગોળ્યું હોય તો તે કાયમ ટકી રહે. આમ જ્ઞાન વાગોળાઈને પચી જવું જોઈએ. વળી તે બીજાને આપતા રહીએ તો તે તાજું પણ થાય.

જીવન બીજાને ખપમાં આવે એવું બનાવવા માટે આ બધી વાતો ધ્યાનમાં રાખવી જોઈશે.

[2] સ્ત્રીનું આગવું સ્થાન

આજે સ્ત્રી પુરુષની સમોવડી છે એવી વાતો થાય છે. અને સ્ત્રીઓ પણ પોતે પુરુષ કરતાં બિલકુલ કમ નથી એવું પુરવાર કરવામાં ગૌરવ અનુભવે છે. એટલા વાસ્તે તે પુરુષનાં જેવા બધાં કામો કરવા તૈયાર થાય છે, અને પુરુષની નકલ કરતી થાય છે. પુરુષ ઑફિસમાં કામ કરે તો હું કેમ ન કરું ? પુરુષ કૉલેજનું શિક્ષણ લે તો હું કેમ ન લઉં ? પુરુષ બંદૂક શીખે તો હું કેમ ન શીખું ? આમ પુરુષની દેખાદેખીએ તે પોતાનું જીવન ગોઠવવાનો પ્રયત્ન કરે છે. પણ આ માર્ગ તો ભૂલભરેલો છે. સ્ત્રીને પોતાની જાતનું, પોતાના વિશિષ્ટ સ્થાનનું, પોતાના સ્વધર્મનું ભાન નથી. એટલે આવું થાય છે. હકીકતમાં તો ભગવાને સ્ત્રીને પુરુષની બરોબરીની જ બનાવી છે. એટલું જ નહીં તેનાં કેટલાંક કામો એવાં છે, જેને કારણે તેનું મહત્વ પુરુષ કરતાંયે વિશેષ છે. ઈશ્વરે સ્ત્રી ઉપર પોષણની અને રક્ષણની જવાબદારી નાખી છે. હવે આ બે કામ કરવાનું મહત્વ તો કેટલું બધું ગણાય ! પણ સ્ત્રીને તેનું ભાન નથી. પોતાની આ જવાબદારી પ્રેમપૂર્વક અદા કરવાનું છોડીને તે નાહકની ઝાંઝવાના જળ પાછળ દોડી રહી છે. કહે છે કે સ્ત્રી આજે પોતાની સ્વતંત્રતા માટે લડી રહી છે. પણ એ કઈ સ્વતંત્રતા ? વાસ્તવમાં એ સ્વતંત્રતા છે જ નહીં. એ તો નર્યો પોલો શબ્દ છે. એવી નકલી સ્વતંત્રતા પાછળ પડીને તે પોતાનો સમય અને શક્તિ બરબાદ કરી રહી છે. તેનાથી તેનું ઓજસ ખોવાય છે અને સ્ત્રીત્વ હણાય છે. આજનું ખોટું શિક્ષણ તેને પાંગળી બનાવી મૂકે છે.

શાસ્ત્રમાં માને પહેલો ગુરુ કહ્યો છે. પણ આજની ભણેલી છોકરી માતૃત્વનું ગૌરવ અનુભવતી નથી. છોકરાં ઉછેરવાના કામમાં પણ એને નાનમ લાગે છે ! ઉછેરવાનું ઠીક પણ ધવડાવવાનું યે તેણે ધીમે ધીમે છોડવા માંડ્યું છે. કહેવાય છે કે બાળકને ધવડાવતી વખતે મા જેવી ભાવના રાખે એવું તેનું બાળક થાય છે. એટલે કે ધવડાવતી વખતે બાળકમાં સંસ્કાર સિંચનનું કામ કરે છે. વળી બાળકના પોષણ માટે માના દૂધ જેવું ઉપયોગી બીજું કશું નથી એમ વૈદો અને ડોક્ટરો કહે છે. પરંતુ આજની ભણેલી સ્ત્રી તો બાળકને ધવડાવવાથી પોતાનું શરીરસૌંદર્ય ઘટી જશે એવી બીકથી બાળકને બાટલીના દૂધ પર પોષતી થઈ ગઈ છે. અને એને તો બહારની પ્રવૃત્તિઓમાં આગળ આવવું હોય છે એટલે બાળકનો ઉછેર કરવાનું કામ આયાઓને સોંપતી જાય છે. પણ આટલું ભણેલી સ્ત્રી એમ કેમ નહીં વિચારતી હોય કે આયા બાળકને ઉછેરશે તો તેનામાં સંસ્કાર પણ આયાના જ આવવાના ને ? આમ શિક્ષણ અને સ્વતંત્રતાના ભ્રામક ખ્યાલોમાં એણે પોતાનું આગવું કહી શકાય તેવું માતૃત્વ પણ વિસારી દીધું છે.

માતૃત્વ એ તો એક અનુપમ અને અદ્વિતિય ચીજ છે. મા તો પોષનારી અને સાચવનારી છે. સ્ત્રીની આ મુખ્ય જવાબદારી છે. એ જવાબદારી તે સારી રીતે અદા કરી શકે એવી તાલીમ એને નાનપણથી મળવી જોઈએ. સ્ત્રીનો જન્મ સમાજને પોષવા માટે થયો છે. ઈશ્વરે સ્ત્રીને બાળકો જન્માવવા જ નથી પેદા કરી. વાત્સલ્ય, માર્દવ, ત્યાગ-સમર્પણ વગેરે સ્ત્રીના આગવા ગુણો છે. ગીતામાં પણ કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેઘા અને ક્ષમા એ સ્ત્રીના સાત ગુણો વર્ણવ્યા છે. બીજાને માટે ઘસાવું એ સ્ત્રીના સ્વભાવમાં જ છે. કુટુંબ સંસ્થાનો આધાર પણ સ્ત્રી જ છે. ‘गृहिणी गृहं उच्यते’ એમ કહ્યું છે તે કેટલું સાચું છે ! કુટુંબમાં સ્ત્રી પોતે શૂન્યવત થઈ જાય છે. સહુને ખવડાવીને જ તે ખાય છે, અને વધે નહીં તો પોતે ભૂખી પણ રહે છે. ખાસ પોતાને માટે એ ક્યારેય નહીં બનાવે. બીજાને ખવડાવવામાં જ એ ખરો આનંદ અનુભવે છે. ઘસાઈને ઊજળા થવાનો પાઠ મા આપે છે, તેવો બીજું કોઈ નહીં આપતું હોય.

બોચાસણમાં એક વાર એક વાંદરી પોતાના બચ્ચાને છાતીએ વળગાડીને ઝાડ પર બેઠી હતી. કોઈ કારણસર તે નીચે પડી. પણ તમે જાણો છો તે કેવી રીતે પડી ? તે ચત્તી પડી કે જેથી પછડાટનો માર પોતાને વાગે અને બચ્ચાને લગીરે ઈજા ન થાય. પોતાને ઈજા થાય તો વાંધો નહીં ! તેવામાં આવ્યા બે કૂતરા. કૂતરાને જોઈને વાંદરી લાગલી જ ઊંઘી થઈ ગઈ. એમ કરીને તેણે બચ્ચાને બચાવ્યું; અને પોતાની જાતને પીંખી ખાવા દીધી. આવો હોય છે માનો પ્રેમ. આવો જ એક બીજો દાખલો છે. મારા એક મિત્રે એક સસલું અને એક કૂતરું પાળ્યું હતું. બન્ને વચ્ચે ભારે દોસ્તી હતી. એકબીજાની સાથે રમતાં એવાં ગેલ કરે… એવાં ગેલ કરે ! મારાં બેટા થાકે જ નહીં. એકવાર હું તેમને ઘેર ગયો. તે વખતે મેં જોયું તો પેલી સસલીનું શરીર કાંઈક વિચિત્ર લાગ્યું. મેં મારા મિત્રને પૂછ્યું કે આના શરીર પરના બધા વાળ ક્યાં ગયા ? તો કહે, એ વિયાવાની છે, તેથી તેણે પોતાના શરીર પરના વાળ તોડી આવનાર બચ્ચા માટે પથારી કરી રાખી છે. ઓત્તારીની ! આ તે કોણ મા કે દેવ ? પાછળથી એના બચ્ચાને કોઈ માણસ લઈ ગયો હશે. પેલી સસલીને એવો જ વહેમ પડ્યો કે એના બચ્ચાને કૂતરું જ ખાઈ ગયું. પછી તો એ કાંઈ પેલા કૂતરાની પાછળ પડી હતી ! એની હડહડતી દુશ્મન થઈ ગઈ. મારા મિત્રને એ બન્ને સાથે રાખવાં ભારે થઈ પડ્યાં. માનો પ્રેમ આવો છે ! પછી તે પશુયોનિમાં હોય કે માનવયોનિમાં.

આવા માતૃત્વનું ગૌરવ ભૂલી આજની ભણેલી સ્ત્રી નાહકની પુરુષની નકલ કરવા નીકળી છે. આ તો મોટી કમનસીબી ગણાય કે સ્ત્રીને પોતાને પોતાનું ખરું મૂલ ખબર નથી ! આપણા દેશમાં પ્રાચીન કાળમાં સ્ત્રી સ્વતંત્ર, સ્વાભિમાની અને ખુમારીવાળી હતી. પોતાના શીલનું રક્ષણ પણ તે પોતે બહાદુરીપૂર્વક કરતી. એક અર્થમાં તે સ્વયંસિદ્ધા હતી. એના ચારિત્ર્યમાં એટલું તેજ અને ઓજસ રહેતું કે માણસ એની સામે કુદષ્ટિથી ઊંચી નજર નહોતો કરી શકતો. કોઈ દુષ્ટ તેનું શીલ લૂંટવા પ્રયત્ન કરતો તો તે તેને પોતાની તેજસ્વિતાથી પડકારતી. તે કદી કોઈની ઓશિયાળી નહોતી રહેતી. સ્ત્રીને સમાજે અબળા કહી છે. પણ અબળાનો અર્થ એમ નહીં કે તેનામાં બળ નથી. અબળાનો અર્થ તો એ છે કે તેનામાં બળ બહાર દેખાતું નથી, પણ અંદર અદશ્ય શક્તિ પડેલી છે. અને તેથી તો કહેવત પડી છે કે સ્ત્રી અબળા મટી પ્રબળા બને ત્યારે ભારે પડી જાય છે. તેનું અદશ્ય બળ પ્રગટ થાય ત્યારે તેનો મુકાબલો કોઈ ન કરી શકે. એ ધર્મનિષ્ઠ હતી તેથી પોતાનું ઓજસ સાચવી રાખતી.

સ્ત્રી વ્યવહારકુશળ પણ એટલી જ. ઘર ચલાવવાની તેની આવડત જબરી. મને એક વાત યાદ આવે છે. એક પોલીસ અધિકારીએ એક વાર એક ભેંસ વેચાતી લીધી. તેનો તેને દર મહિને એ જમાનામાં રૂ. 40 ખર્ચ આવવા લાગ્યો. તેની પાડોશમાં જ રહેતી એક ગામડિયણ કહે મને તો મારી ભેંસ ઊલટાની મહિને માસે 40 રૂપિયા ઊપજ કરી આપે છે. જેમાંથી મારું પોતાનું ખર્ચ પણ નીકળી જાય છે. આનું કારણ શું ? તો કહે, હું છાણ, વાસીદું, દોહવાનું બધું જાતે કરું છું. નોકર પાસે હુકમ કરીને આ બધાં કામ કરાવીએ તો તેમાં જ બધી ઊપજ તણાઈ જાય ને ? આ જાતમહેનતના ગુણને પણ મુખ્યત્વે સ્ત્રીએ જ સાચવ્યો છે. પણ આજે તો એ ગુણ પણ ભણેલી સ્ત્રી ભૂલવા લાગી છે. કેમ કે પુરુષની જેમ સ્ત્રીને પણ જાતમહેનતમાં નાનમ અને શરમ લાગવા માંડી છે. આ સારું નથી. અનુકરણ કરવું હોય તો તે સારી ચીજનું કરવું જોઈએ. એને બદલે સ્ત્રી આજે પુરુષના દુર્ગુણોનું અનુકરણ કરવા નીકળી છે. આમ કરવાથી તેનો ઉદ્ધાર થવાનો નથી. સ્ત્રી પોતે પોતાની આગવી શક્તિને પોતાનો આગવો સ્વધર્મ ઓળખશે ત્યારે તેને ખરું ગૌરવ પ્રાપ્ત થશે.

[કુલ પાન : 123. કિંમત રૂ. 30. પ્રાપ્તિસ્થાન : કૃષ્ણવદન શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, રવિશંકર મહારાજ સેવા ટ્રસ્ટ, 669, નાની બ્રહ્મપુરી પોળ, નવા દરવાજા રોડ, ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ-380001.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગણિતના જાદુપ્રયોગો – ઈન્દ્રજિત એચ. ડૉક્ટર
સુભાષિત રત્નાવલી – પ્રો. ડૉ. એ. એમ. પ્રજાપતિ Next »   

20 પ્રતિભાવો : સંતની મંગલવાણી – સં. હરિશ્ચંદ્ર

 1. Hitesh Mehta says:

  sundar vat raju karel che. jo apane apana tan ne jetlu kam apisu tetalu te karase.. je apo te kare.. to sa mate sharir ne shrm karta na shikhvadi a …,. khub j saras vat raju karel che…

  • Hitesh Mehta says:

   ભગવાને તો આપણને શરીર સારું જ આપ્યું છે. તેને જેવી ટેવ પાડો તેવી પડે. જેવું તેને કેળવવા ધારો તેવું તેને કેળવી શકાય.

 2. જય પટેલ says:

  પહેલું સુખ તે જાતે નર્યા.

  સ્વસ્થ શરીર સ્વસ્થ મન.
  આપણે જેટલી કાળજી શરીરની રાખીએ તેટલો જ આરામ દાક્તર સાહેબને મળે.
  છેવટે કંઈ નહિ તોય દાકતરનો…બિનજરૂરી લેબોરેટરીના ટેસ્ટ…વગેરેનો વિચાર કરવો રહ્યો.

  ચાર નિરૂપદ્રવી ઉપાય……

  ૧) ઓછું બોલો……( વિવાદ ટળે )
  ૨) ઓછો ખોરાક….( મેદ ટળે )
  ૩) ઓછી ઉંઘ……..( પ્રમાદ ટળે )
  ૪) ખુબ ચાલો……( ડૉકટર ટળે )

  બીજા ભાગ વિષે.

  થોરામાં ઘનું.
  નારી તું નારાયણી.

 3. trupti says:

  સ્ત્રીનું આગવું સ્થાન :

  I do not agree with some of the points:

  1. પુરુષ ઑફિસમાં કામ કરે તો હું કેમ ન કરું ? પુરુષ કૉલેજનું શિક્ષણ લે તો હું કેમ ન લઉં ? પુરુષ બંદૂક શીખે તો હું કેમ ન શીખું ? આમ પુરુષની દેખાદેખીએ તે પોતાનું જીવન ગોઠવવાનો પ્રયત્ન કરે છે.

  Right to education is present time’s requirement.

  What the author has mentioned in the article is about the women of the yester years, where the families were joint and even if the husband of the woman dies for any reason, the other family members supported her financially as well as emotionally. Now a day, the families are becoming small and nuclear. If any untoward incidence takes place, the women is not left with any choice if she is not educated or employed.

  I would like to share my personal experience. I have a cousin, who is not well qualified. Her husband got a job in Gulf due to the influence of her sister, who was well settled there from many years and both, husband and wife are Chartered Accountant by profession. He went to the Gulf and after working for couple of years, he called my cousin along with her son aged 5-6 years. She also went there and they were happy, as the income they were getting was sufficient for the family of 2and half members.
  Unfortunately, her husband died in an accident, and her life was shattered. Since her sister’s family was staying from many years, and her brother-in-law was having a govt. job, he arranged to send the dead body to India as his parents and other family members were in India. Real tragedy started once they were back to India. My cousin’s family members started harassing her for the money which she received as Insurance and asked her to give the money to them as, as per them they had lost their son. They were willing to keep her with them provided she hands over the entire money to his family member and will not go out to work.
  Since my aunt and her family members were strong and educated, they brought her to their house and kept her for 2 years till she could settled her in new life and can afford to take care of her son.

  If she had handed over all her money to her in-law’s, who were greedy, what life she would have been leading now?
  In nutshell, the education is must and in no way can be considered as a copy of boys

  2.ઈશ્વરે સ્ત્રી ઉપર પોષણની અને રક્ષણની જવાબદારી નાખી છે. હવે આ બે કામ કરવાનું મહત્વ તો કેટલું બધું ગણાય ! પણ સ્ત્રીને તેનું ભાન નથી. પોતાની આ જવાબદારી પ્રેમપૂર્વક અદા કરવાનું છોડીને તે નાહકની ઝાંઝવાના જળ પાછળ દોડી રહી છે.

  The author has quoted all the examples of the yester year’s time. Due to increase in the price of every thing right form the essential commodity to the education, it is very difficult to survive on the income of a single earning member. Leaving some exception, the women knows their duties very well. In fact, they are much superior then the man. As she is taking the responsibility of raising the children, running the house as well as going out and work. They can take a multiple task without complaining.

  The issue is quiet debatable. And have many thoughts in mind, but it is not possible to mentioned the same here.

  Mrugershbhai,

  Sorry for taking lots of space. However, could not resist, as every time only the women are blamed for any thing, but the fruits of every one at home enjoys the efforts of the women.

  • trupti says:

   Read last para as:

   Sorry for taking lots of space. However, could not resist, as every time only the women are blamed for any thing, but every one at home enjoys the efforts of the women.

   • કલ્પેશ says:

    તૃપ્તિજી,

    હુ રીડગુજરાતી પર ચર્ચા કરવા નથી ઇચ્છતો પણ આપની કૉમેન્ટ પર બે વસ્તુ કહીશ,

    ૧) તમને એમ કેમ લાગ્યુ કે લેખક સ્ત્રીના ભણતરમા માનતા નથી?
    અને તમારા સગાનો કૅસ જે તમે લખ્યો છે એના માટે “Educated” હોવુ તો જ હક મેળવી શકાય, એ મને ન સમજાયુ. જો સ્ત્રી ભણેલી ન પણ હોય અને હિંમત હોય તો બધાની સામે લડી શકે. એ જ રીતે, ભણેલી હોય પણ લડી ન શકે તો શુ કહેવુ?

    એટલે હિંમતની જરુર છે, મારા મત પ્રમાણે.

    ૨) જ્યારે તમે “yester years time” કહો છો એ વાંચીને મને લાગે છે કે સ્ત્રીઓમા જીનેટિકલી ફેરફાર થઇ ગયા છે.
    જો એમ ન હોય તો માત્ર વિચારો જ બદલાયા છે. મૂળમા જે વસ્તુઓ જીનેટિક (સ્ત્રીનો સ્વ્ભાવઃ પોષણ અને રક્ષણ) છે એ વસ્તુઓ એમ જ રહેશે, ભલે સ્ત્રીઓ ભણેલી હોય કે ન હોય.

    લેખક એમ જ કહે છે કે બધુ એક સાથે કરવાથી કેટલી વસ્તુઓને સરખો ન્યાય આપી શકાય? અને સ્ત્રીઓનુ એક આગવુ સ્થાન છે. તેથી જેમ પુરુષ વિચારે/કરે એમ સ્ત્રીઓએ કરવાની જરુર નથી.

    બાકી, આપની સાથે હુ સહમત છુ કે સ્ત્રીઓ ઘણુ કરે છે અને પુરુષો હજી પણ ઓછુ. મને લાગે છે કે પુરુષોએ ઘણા કામો (જે માત્ર સ્ત્રીઓ જ કરે એવી માન્યતા હોય છે) કરવા રહ્યા.

    You can write to me at shahkalpesh77 at gmail d0tc0m, if you would like.

    • trupti says:

     વાત લડત ની નથી.

     You have not understood what I wanted to convey.

     If you are educated, you can stand on your feet and do not have to leave on the mercy of the in-laws or other relatives. In the incident, which I have mentioned, if my cousin was educated, she would have stand on her feet after the untoward incident. Since she was not educated, her in-laws tried to take the advantage of her.

     One more thing, do not forget, many woman are going out of the house to work leaving her children behind either in the crash or at the mercy of the governess, not by choice but many time by force. As, I again repeat, for some family it is very difficult to meet both the ends meets, especially in big metros like Mumbai, Delhi or other big cities. In spite of leaving the children behind, her heart and mind is always with the child. I am also working, the only difference is I stay close to my parents, and my parents took care of her when she was very small. Now she is 13 years, and capable of staying alone at home for 2 hours as I return from my work within 1-1/2 to 2 hours after she returns from school and one more advantage is my work place is at 15 minutes drive from my residence. However, economic independence plays very important role is woman’s life.

     Let us not discuss much in this issue, as I have mention in my earlier comments, I have many things in my mind but do not want to write here.

  • Vallabh says:

   Trupti-bahen,

   If there is strong pressing family need (e.g. husband passed away or out of job etc.) – woman ought to work and there is no two doubts about it.

   But if husband is earning well, a woman can do lot better by staying home and looking after children.

   I have two grown up children – one teen and another pre-teen. My wife gave up after our first one was born. Today looking back over last 15 years – my both children have done exceedingly well in their studies – they both top in their school.

   Looking at the kind of effort my wife puts into bringing up my children – I don’t think it would have been possible without her dedication. We are extremely proud of our children and I give credit to my wife. Raising children and looking after home may not count towards GDP but it is a very important aspect of life for which no economist can do valuation.

   Woman should be sufficiently educated so that when need arise she can work and look after home but woman as a mother has extremely important role and responsibility to play which no one else can fulfill.

   I have seen so many households where instead of two children they decide to have only one child in the family so that wife can work. I think this is a real short sighted thinking and society will pay heavy price for such short term thinking.

   A home is build on love and trust. If there is no love and trust between husband and wife – then it is not home – it is just a live-in arrangement.

   • જય પટેલ says:

    શ્રી વલ્લભભાઈ

    સ્ત્રીના યોગદાનને GDP સાથે જોડવાની કલ્પના ભારતીય સભ્યતા નથી.
    આ જ નારી તું નારાયણી જ્યારે દૂર્ગા સ્વરૂપ ધારણ કરે ત્યારે ઘરડાં ઘરનું સર્જન થાય..!!
    તાળી બન્ને હાથે વાગે તે દલીલના સ્વરૂપે લઈ તો પણ
    શું સ્ત્રી પોતાનાં મા-બાપને સાસુ-સસરાની જેમ ઘરડાં ઘર સુધી મૂકવા જશે ?

    ગુજરાતમાં જે ગતિથી એકલતાને આધુનિકતાનાં વાઘાં ચડાવાઈ રહ્યાં છે તે જોતાં આવતાં ૫ વર્ષોમાં
    ઘરડાં ઘરની સંખ્યા બમણી થવાની શક્યતા છે.

    ઘરડાં ઘર ગુજરાતનું કલંક છે.

    • Vallabh says:

     Brother Jay,

     Exactly – that’s my point too (i.e. not to equate woman’s contribution in monetary terms). Those family where such values are not inculcated and internalized – they will pay for it – not a question of if but when.

     Regards.

 4. Sarika Patel says:

  Good essay, but I am also agree with trupti’s comment.

 5. nayan panchal says:

  પ્રથમ ભાગમાં સ્વસ્થ શરીરની મહત્તા ખૂબ સરસ રીતે સમજાવી છે. મારી કંપનીમા હું જોઊં છૂં કે ૩૦ની નીચેના લોકો સ્ટ્રેસ, હાર્ટ એટેકથી પીડાય છે, અવસાન પણ પામે છે. આ ખરેખર ખૂબ જ ચિંતાજનક વાત કહેવાય. IQ ભલે ૧૪૦નો હોય, સાથે જો પ્રેશર અને અન્ય બીમારી હોય તો જીવનને કઈ રીતે માણી શકાય…

  પહેલાના જમાનામા આપણી સંસ્કૃતિ માતૃપ્રધાન હતી. બાળકના નામ પાછળ તેની માતાનુ નામ લગાડવામાં આવતુ. ધીમે ધીમે સમાજ પુરુષપ્રધાન થવા લાગ્યો અને કુટુંબો પિતૃપ્રધાન. આજે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તે આવકારવાદાયક છે. ગઈકાલના જ છાપામાં હતુ કે ત્રણ પુત્રીઓએ સમાજના વિરોધ વચ્ચે પણ પિતાને અગ્નિદાહ આપ્યો. લેખકે જ્યારે આ લેખ લખ્યો હશે તે સમયે આ મુદ્દાઓ તર્કસંગત હશે, પરંતુ ખાસ કરીને છેલ્લા વીસ વર્ષમાં જે રીતે ભારતીય સમાજના મધ્યમવર્ગીય રહેણીકરણીમા પરિવર્તન આવ્યુ છે ત્યારે દરેક મુદ્દા સાથે સંમત થવુ મુશ્કેલ છે.

  આભાર,
  નયન

 6. લેખનો પહેલો ભાગ મજાનો છે – તેની સાથે સહુ કોઈ સહમત થશે, આજકાલ માનવ તન ખુબ જ મોંઘા થઈ રહ્યાં છે તે વાત પણ એટલી જ ચિંતાજનક છે.

  બીજા ભાગમાં દેશ અને કાળ પ્રમાણે વ્યવહારિક ફેફારોની આવશ્યકતા છે. જીવનને એક જ ઘરેડમાં માણવું જોઈએ એવું કાંઈ જરૂરી નથી. સમાજને ઉપયોગી થતાં થતાં જીવનને અનેક રીતે આનંદથી માણી શકાય. અલબત્ત મૂક સેવક મહારાજ બોલ્યા છે ઓછું અને સેવા જ વધારે કરેલ છે અને તેથી તેઓ હંમેશા વંદનિય રહ્યાં છે. પરંતુ દરેક લેખનું એક આયુષ્ય હોય છે અને દેશ, સ્થળ અને કાળ પ્રમાણે ઘણી વાર ઘણાં લેખો તેની પ્રાસંગિકતા ગુમાવે છે.

 7. Veena Dave, USA says:

  ખુબ સરસ લેખ.

 8. Veena Dave, USA says:

  વલ્લભભાઈ, સરસ કોમેન્ટ્.

 9. Yogeshwari Patel says:

  Mrugeshbhai ,

  First part is nice one. I do not agree with second part. I am little bit disappointed that you choose this article.

  VallabhBhai, You wrote : But if husband is earning well, a woman can do lot better by staying home and looking after children’

  Well it can possible otherway round also and may be your wife can give you all credit .

 10. Jolly says:

  All of here, including author who is saying that, the women should stay home and take care of kids and home, then let me ask u this…..why a man when he is looking for a wife, insist to have an educated and working girl?

 11. naresh says:

  i just say one thing for all those readar who like this website,,,,,,,,,,,
  Learn this article and try to follow some rules……..at least with this we can star to change new society…….

 12. Neha says:

  I completely agree with Trupti. Bottomline is there was one good era, when women’s work like doing house work and raising childern were respected. IN last 30-40 yrs. , becuase of all the changes, their work has no value to the husbands or other family members, on the contrary they think, its their right. Basically most of the women in joint family were treated as full time maids. Even after 20 yrs. of marriage, some women dont have freedom to keep servant without permission of their mother-in-law. ( in Mumbai , Jain samaj there are still many joint families.)
  some where in the comments, i read increasing Gharada-Ghars are becuase of women.
  So it means still men want that their parents need to be taken care by their wives as brith right. Why i never come across anybody writing on girl’s parents. Today there are many parents who are having only daughters. How they manage their lives ? All boys have to understand this , that they have to give respect to girl’s parents and their needs also if they really want respect back. Parents are Parents. they also take same troubles, spend money and give care to their girls. I think being the girl child of my parents and not having brother i can write endless on this subject. But i just want to say : Big change is coming for good. Only we as women need to be cautious on where to stop. and not just following all the way to western countires.

  • trupti says:

   Neha and Vallbhbhai,

   I completely agree with you Neha. The parents are parents after all. Whether they are of girls or boys. However, I have often observed that, when the time comes to help the wives parents, immediately, the boy and his parents will take an objection.

   I do not agree with Vallbhabhai. I understand and believe that the MOTHER is the best teachers for her children. When the selection of a bride comes, groom wants educated, working and intelligent bride. However, once the child/children are born they are asked to give up the job. That is not right. Why then take a professional qualification and waste one seat, the same can be utilised by some needy person. It is not always correct that the couple choose to have only single child just because the wife can go out and work but there are many other reason for the same, the first and foremost is inflation. Compare to earlier years, the education is become so expensive that, if the couple choose to have more then one child, then the full justice cannot be done to all the children. If the couple has only one child, they can give their best to her/him.

   If Vallbhbhai is saying that, when the need comes to work, the woman can go out and work. Is it possible in India? Once you cross certain age, no body will give the job to the old person. Every one wants to employ the young, energetic and experience person, hence, where the needy woman stands? ———–Vallabhbhai think it over.

   Whay society always expects form the woman only, man is also equality responsible for anything, which is happening, in the day-to-day life. If the double income is coming in to the house, the standard of leaving can definitely be improved. I repeatedly mentioning that, the economic independence is very important for the woman.

   Any way this is a very debatable issue and every one has their own thinking and beliefs and have right to stick to their beliefs, hence lets stop the discussion.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.