કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
….ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
….કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
…..કવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
…..ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાત – મગનભાઈ દેસાઈ ‘કોલક’
મમ્મીને પત્ર – રૂતુ રાવલ Next »   

5 પ્રતિભાવો : કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

 1. જય પટેલ says:

  કેવડિયાનો કાંટો…
  મૂઈ રે એની મ્હેંક કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે

  શ્રી રાજેન્દ્ર શાહના કાળાં ચશ્માંમાંથી શું શું દેખાય…!!

 2. jai chandarana says:

  ઇત્સ વેર્ય ગોૂદ અન્દ ઉસેફુલ્.

 3. ilesh patel says:

  khub saras kruti lagi aavi ko biji kruti varsad ma bhijaye la premi cupal mate lakhajo

 4. ilesh patel says:

  ખુબ સરસ ક્રુતિ હવે પ્રેમિ ઉપર્ મોક્લજો

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.