વાત – મગનભાઈ દેસાઈ ‘કોલક’

મારે નથી ઝાઝેરું કહેવું,
નથી કાંઈ માગવું લેવું,
થોડીશી વાત છે કહેવી, વેરણ વીજળી જેવી.

હૈયું મારું ખૂબ ભરાયું,
જાણે ઘનઘોર છવાયું:
રહી ગઈ વાત રે કહેવી પ્રભાતના તારલા જેવી.

જીવી રહ્યો જિંદગી મારી,
વહી જાય જેમ રે વારિ,
મારે એની વાત છે કહેવી બુઝાતા દીવડા જેવી.

આવ્યો અહીં એકલો મારે,
જવું ક્યાં કેમ ને ક્યારે ?
રહી વાત શોચવી એવી કિનારે ડૂબવા જેવી.

તું જો પળવાર ઓ આવે,
મારું દિલ સહેજ રિઝાવે,
કહી દઉં વાતડી એવી, નથી કંઈ સુણવા જેવી.

ભલા ભાઈ આવને પાસે,
કરું બે બોલના પ્રાસે,
હશે મજા મોતની એવી, ડૂબી ગયા ગીતના જેવી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રભુને પત્રો – હરીન્દ્ર દવે
કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ Next »   

3 પ્રતિભાવો : વાત – મગનભાઈ દેસાઈ ‘કોલક’

 1. જય પટેલ says:

  આવ્યો અહીં એકલો
  મારે જવું ક્યાં કેમ ને ક્યારે ?
  રહી વાત શોચવી એવી
  કિનારે ડૂબવા જેવી

  વેરી પેસીમીસ્ટીક.

 2. Vraj Dave says:

  “હસે મજા મોતની એવી, ડુબી ગયા ગીત ની જેવી”
  વાહ ભાઈ વાહ.

 3. nayan panchal says:

  બહુ વાટ ન જોવી, નહિતર વાટ્ટ લાગી જાય. કહી દો, આગળ જોયુ જશે.

  સુંદર રચના.
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.