મમ્મીને પત્ર – રૂતુ રાવલ

[માતા કૉમામાં સરી પડીને આઈ.સી.યુ.ના બિછાને હોય ત્યારે એક દીકરી દ્વારા લખાયેલો આ ભાવભીનો પત્ર છે. માતા સાથેની સ્મૃતિઓ વાગોળતી દીકરીની આ કથા છે. રીડગુજરાતીને આ સત્યઘટનાત્મક કૃતિ પત્રસાહિત્ય સ્વરૂપે મોકલવા માટે રૂતુબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. તેઓ વડોદરા ખાતે ‘પારૂલ એન્જિનિયરિંગ કૉલેજ’માં આર્કીટેક વિભાગમાં લેકચરરની ફરજ બજાવે છે. આપ તેમનો આ નંબર પર +91 9276829180 અથવા આ સરનામે rutuacharya5@gmail.com સંપર્ક કરી શકો છો.]

મમ્મી…
આ રીતે તારું ખામોશ રહેવું હવે અસહ્ય બની રહ્યું છે. હોસ્પિટલના આઈ.સી.યુ.ના શાંત, બોઝિલ વાતાવરણ, કાર્ડિયોગ્રામનાં સરકતાં રહેતાં તરંગો, રંગબેરંગી બદલાતા, ઝબકતા રહેતા મોનિટરિંગ પરના આંકડાઓ, લોહીની બોટલનું સરકતું રુધિર, વેન્ટિલેટરમાં પૂરાયેલો ઑક્સિજન, ઈન્જેકશનોની સિરિન્જો… બહુ થયું હવે. એક મહિનો થવા આવ્યો. હવે તું ઊઠે એની રાહ જુએ છે બધા.

યાદ છે ? તું પ્રવૃત્ત રહેતી… ક્યારેક બિમાર પડતી, હું તને આરામ કરવાનું કહેતી, ‘તું સૂઈ રહે હું કામ કરી લઈશ…’ અને છતાંય તું પથારીમાંથી ઊભી થઈ જતી. આજે હું તને ઊભા થવાનું કહું છું, કહી કહીને થાકી ગઈ છું તોય કેમ ઊભી નથી થતી ? તને પડી રહેવું ક્યાં ગમે છે ? છતાંય… ? મમ્મી ઊઠ… ઘેર ચાલ. નળમાં પાણી રોજ સવારે સમયસર આવે છે, કૂકરની સીટી, કપડાં ધોવાનો અવાજ, તારી પાથારીની સળો, આંગણે રોજ પાંદડાં લઈ આવતો પવન, દૂધ લાવતા, પેપર લાવતા, પત્ર લાવતા બધા જ રોજ તેના સમયે આવે છે અને બધું ખોરંભે પડી ગયાનો વસવસો લઈને જાય છે.

મમ્મી, આરતી મૌન છે. ઘરના મંદિરની મૂર્તિ તારા સ્પર્શને ઝંખે છે. તુલસી ક્યારે દીવો તારા હાથે પ્રકાશવા ચાહે છે. જો, જો… વરસાદ વરસી રહ્યો છે. દોરી પર સૂકાવેલાં કપડાં ભીંજાઈ રહ્યાં છે. દૂધ ઊભરાઈ રહ્યું છે. બારણે રોજ આવતી ગાય, માનીતો કૂતરો, માંજરી બિલાડી, પક્ષીઓ અને રોજ આવતો ભિક્ષુક – બધાં હજુએ રોજ આવે છે. પણ મમ્મી, ગાય અને કૂતરો ખાતા નથી, બિલાડી દૂધ પીતી નથી. ભિક્ષુક ભિક્ષા ગ્રહણ કરતો નથી અને ચકલા ચણ નથી ચણતાં. એ બધા માટેય હવે તું ઘરે આવ. પૂર્વની બારીથી પ્રવેશતા સૂરજને તું રોજ પ્રણામ કરે છે ને ? એ સૂરજ પૂછે છે, મમ્મી ક્યાં ? પશ્ચિમની બારીએથી ડોકાતી મધુમાલતી પણ રોજ પૂછે છે કે, મમ્મી ક્યાં ? એ બધાંને હું કહી દઉં કે તું ઘોરે છે ?

મમ્મી, કેટલી સવાર-સાંજ-રાત આમ જ તેં પસાર કરી નાખી છે. હવે જો તને ગમતો શ્રાવણ માસ આવી ગયો છે. મંદિરના ઘંટારવ વાચાળ બન્યા છે. ભગવાન શિવને તારે બિલ્વપત્રથી અભિષેક નથી કરવો ? પૂજાપો તૈયાર છે. ભગવદગીતા નથી વાંચવી તારે ? મમ્મી, ઊઠને… બધાને તારો ઈન્તેજાર છે. પછી હું પણ જીદ કરીશ અને આ હૉસ્પિટલ છોડી દઈશ. પછી તું ઊઠીશ ત્યારે હું પણ નહીં બોલું. મમ્મી, હું તને નહીં ગમતી પ્રવૃત્તિ કરું છું, મોડી ઊઠું છું, રસોઈમાં મીઠું વધારે નાખું છું, દોડતી દોડતી ટ્રેન પકડું છું, બહાર જમું છું, મોડે સુધી ટીવી જોઉં છું, સુશાંત સાથે ઝઘડું છું….. તો તું ટોકને મને, રોક મને. જો મામા હેરાન કરે છે, દીપેન મારે છે, મોન્ટુ ભણતો નથી, બન્ટી મારી સાથે બોલતો નથી, શ્રાવણ મહિનો હોવા છતાં જયશ્રી જપ કરતી નથી, ફૂલવા પૂજાનાં ફૂલ તૈયાર નથી કરતી, પ્રજ્ઞા પ્રભુને પ્રાર્થના નથી કરતી, કોકિલા ખામોશ છે અને મામા… આ બધું જ ફરી શક્ય છે. મમ્મી, તું બસ ઊઠ, ઊભી થા.

મમ્મી, મારે તારા હાથની બનાવેલી લાપસી ખાવી છે. સાસરેથી આવું ત્યારે તું પૂછતી હોય છે ‘સારું છે ને ?’ એ મારે ફરી ફરી સાંભળવું છે. હું ફોન કરવામાં મોડું કરું ત્યારે પેરેલિસિસના અસરથી ધ્રૂજતી આંગળીઓ તું સડસડાટ ફેરવીને મારો મોબાઈલ જોડી દેતી. શું હવે મને મોબાઈલ નહીં કરે ? હું સમયસર ફોન કરું છું, જો રિંગ પણ વાગે છે. તું નહીં ઉપાડે ? તારે મારો અવાજ નથી સાંભળવો ? બધા જ અવાજને ઓઢી ખામોશ કેમ છે ? ઊઠ, મમ્મી…. મમ્મી….

-તારી રૂતુ…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ
સાચા પોલીસમેન – દિવ્યકાન્ત પટેલ Next »   

43 પ્રતિભાવો : મમ્મીને પત્ર – રૂતુ રાવલ

 1. ખુબ જ ભાવનાત્મક…..

  એક આખા ઘરને સાચવતી સ્ત્રી કેટલો મહત્વનો ભાગ ભજવે છે આપણી જીંદગી માં….. અને એની કિંમત ઘણુ ખરુ બહુ મોડે થી સમજાય છે.

 2. બિમારીની લાચારીને કારણે હાજર હોવા છતા ગેરહાજર જણાતી માની ખોટ કોને ન સાલે?

 3. જય પટેલ says:

  મારી દ્રષ્ટિએ મમ્મી એટલે….

  ઘરની ચેતના.

  મમ્મી જ્યારે મોસાળ નડિયાદ ફક્ત એક જ દિવસ માટે જાય તો પણ ઘરનો
  માહોલ બદલાયેલ લાગે. સાંજે પાછા ફરવાના સમયે મારી આંખો રસ્તા પર મંડાઈ હોય
  અને જ્યારે મમ્મી સઘળાં લોકમાં દેખાય ત્યારે દૂનિયાની બધી જ ખૂશીઓ મારી આંખોમાં સમાઈ જાય.

  અને સૌથી પહેલું કામ ?
  તેના હાથમાંથી થેલી ઝુંટવી ચેક કરવાનું…મમ્મી મારે માટે શું લાવી ?

  મમ્મી કદી નિરાશ કરે ?

  થોરામાં ઘનું.
  મમ્મી એટલે મમ્મી એટલે મમ્મી……!!!!

 4. Sarika Patel says:

  ખુબજ સરસ લેખ.

 5. anju says:

  હિરલ બેન ની વાત સાચિ ચ્હે.સરસ લેખ
  મા તે મા બીજા વગડા ના વા

 6. nim says:

  દીવાર સિનેમા મા જ્યારે શશી કપુર અમિતાભ ને કહે છે
  મેરે પાસ માં હે.
  અને અમિતાભ ના લાખો ના મીનારા કકડભુસ થઈ જાય છે.

  માં ખરાબ કે સારી, સાચી કે ખોટી નથી હોતી, માં ફક્ત માં હોઈ છે.
  રૂતુ રાવલ નો લેખ ખરેખર સુંદર છે.મને મારી માં ની યાદ અપાવી જે ભારત માં રહે છે.

  ધન્યવાદ
  નિમ

 7. Parthiv Desai says:

  રુતુ બ હેન તમે તો મા નિ મહાનતા/ માનિ ખોત બહુ ટૉથા સબ્દો મા વર નવી ડીધી.
  જેની મા નથિ હોતી એવા બા લકો નો
  ઉચ્હૅર મે જોયો ચ્હે. મોતા થતા એઓ ભટકિ જાઈચ્હે અપવાદ બાદકરતા.

 8. ' સંતોષ ' એકાંડે says:

  ઋતુ એ આજ પત્ર ‘સાસુમાં’ ને લખ્યો હોતતો,
  ક્લેવર કદાચ આવુ હોત.
  મમ્મી…
  આ રીતેતમારું ખામોશ રહેવું હવે અસહ્ય બની રહ્યું છે. હોસ્પિટલના આઈ.સી.યુ.ના શાંત, બોઝિલ વાતાવરણ, કાર્ડિયોગ્રામનાં સરકતાં રહેતાં તરંગો, રંગબેરંગી બદલાતા, ઝબકતા રહેતા મોનિટરિંગ પરના આંકડાઓ, લોહીની બોટલનું સરકતું રુધિર, વેન્ટિલેટરમાં પૂરાયેલો ઑક્સિજન, ઈન્જેકશનોની સિરિન્જો… બહુ થયું હવે. એક મહિનો થવા આવ્યો. હવે તમે વહેલી તકે
  સુઇ જાવ એની રાહ જુએ છે બધા -.-.-.-.-.-.-.-.-.-.-.-.-
  સૂઇ જાવ મમ્મી…. મમ્મી….
  અને જતા પહેલા પુત્રનાં નામનાં વિલ પર અંગુઠો મારવા જેટલી શક્તિ કેળવો………
  પુત્રીની જગ્યાએ ૯૦થી ૯૫ % પુત્રોનોય પત્ર આવોજ હોઇ શકે.

  • Vraj Dave says:

   શ્રીસંતોષજી આપની વાતમાં દમ છે.બસ હવે એજ પાત્રો થોડા ફેરવો…….બિછાને પડેલ પિતાને આજ આદરથી પુત્રએ પત્ર લખ્યો હોત તો? પ્રતિભાવો કેવા હોત?
   વ્રજ દવે

  • trupti says:

   Santosh Ankodeji,

   All daughter-in-laws are not like as described by you. D-I-L also can love their M-I-L, but the feeling should be two ways.

   I agree with you, that even the son can also write the same kind of letter to his mother. Some one has nicely quoted:

   THE SON IS A SON UNTIL HIS WIFE BUT THE DAUGHTER IS DAUGHTER THROUGH OUT HER LIFE.

   In my view, such a touchy letter only daughter can write.

   • ' સંતોષ ' એકાંડે says:

    તૃપ્તિજી,
    આપની વાત બિલ્કુલ સાચી. પણ એવી વ્યક્તિઓ કેટલી…?
    આપણે આપણાજ સમાજમાં એવી માંઓને જોઇ છે, કે છતે સુખે, વિના કારણે પોતાની પુત્રીઓની કાનભંભેરણી કરીને
    તેનો લીલો સંસાર દાવાનળમાં ધકેલી દે છે. પુત્રોની ચઢામણી કરીને વહુઓને ક્યાંક કુવો, પંખો કે પછી રેલ્વેનાં પાટા
    બતાવે છે…?
    સામે પક્ષે વહુઓય કાંઇ દૂધે ધોએલી નથી હોતી. સ્વભાવે ગરીબડી સાસુઓ તેમની ઝપટે ચઢીજ જાય છે.
    જોકે, અપવાદો તો બધે જ હોય છે.
    લેખ બાબતે મારે તો એટલુજ કહેવુ હતુ કે,
    ઋતુ જો આવોજ પત્ર સાસુનેય લખે તો…..
    ……….સંસાર સ્વર્ગ બની જાય.
    વંદે માતરમ્

    • trupti says:

     santosh Ankodiji,

     I am again repeating, the same is possible, provided D-I-L’s feelings are retorted back. You cannot just go on taking you have to learn to give also. If you respect some one, you will get the same in return. બાવળ વાવે કાટા જ મળે.ુ
     ફૂલ વાવે તેને સુગધ મળે.

     If you want the D-I-L to write the similar letter to her M-I-L, can the M-I-L write the letter with the same feeling to her D-I-L as her own daughter?

     • aarohi says:

      મમ્મી અને દીકરી વચ્ચે કોઇ દિવસ competition નથી હોતી. બન્ને એક જ્ ઘરમાં પોતાના કામ કરતા જાય છે. ત્યારે
      કોઇ દિવસ અંદર-અંદર્ politics રમ્વાની કે નીચા પાડવાની વાત નથી હોતી. આ જ વસ્તુ સાસુ અને વહૂ વચ્ચે હોય્
      છે . તેમની વચ્ચે સારા સાબીત થવાની competition હોય છે. ચડિયાતા પૂરવાર થવાની competition હોય છે.
      કોણ કોનુ વધારે ધ્યાન રાખે છે એની જ રામાયણ હોય છે. દિકરો એની બૈરીનુ સારુ બોલે તો મમ્મીને પોતાનુ અપમાન
      થતુ લાગે છે. અને આનાથી ઉંધુ પણ થઇ શકે. મમ્મી મમ્મી જ હોય છે. દરેક વહુ તેની સાસુ ને એક respectable person
      તરિકે પણ જોવે તોય ઘણો ફરક પડી શકે છે.

      nice letter

  • Nehal says:

   તમારિ વાતસાવ સાચિ……આજકાલનિ વહુઓ આવુજ કરે…..

   • trupti says:

    I believe you must be also some one’s D-I-L, ( as your name sounds, I may be wrong, as this is a unisex name if by any chance you are a man, pl. forgive me. Then my question is to your wife, sister and mother )have you also done the same thing? If few D-I-Ls have done something like this, you cannot blame every D-I-L. Some one has truly said, ‘the biggest enemy of a woman is women herself’

    Nehal, not all fingers are alike. You cannot measure every one in the same scale.

 9. Veena Dave, USA says:

  ખુબ સરસ.

 10. ઘણો જ ભાવનાત્મક પત્ર.

 11. Vraj Dave says:

  હા ખુબ સરસ. ભાવનાત્મક પત્ર.

 12. Vallabh says:

  મા તે મા, બેીજા વગડાનાઁ વા…

  Very touching and emotional letter. We all should treasure our parents love and affection – nothing in world is more important…

 13. nayan panchal says:

  ખૂબ સંવેદનશીલ પત્ર. ઘરની કોઈ મહત્વની વ્યક્તિની ગેરહાજરીથી ઘરના પાયા હચમચી જાય છે.

  જ્યારે સત્ય કરૂણ ઘટના વાંચીએ છીએ ત્યારે તેની વધુ અસર થાય છે. ઉષા શેઠનુ “મૃત્યુ મરી ગયુ” પુસ્તક ખાસ વાંચવા વિનંતી. ફિલ્મ L.O.C. નુ “પ્યાર ભરા ગીત” પણ કંઈક આ લેખ જેવી જ ભાવના રજૂ કરે છે.

  નયન

 14. Prutha says:

  ખુબ જ સુન્દર અને ભાવાત્મક લેખ !!!

 15. Chetan says:

  હદ્ય્ય સ્પશિ લેખ !

 16. Amit Rana says:

  સુંદર લેખ, ઋતુબહેન…

  શુ કહેવુ? મારી પાસે શબ્દો નથી…

  મારી આંખોમા ફક્ત આંસુ છે, અને મારા સ્મરણમા મારી મા(બા) છે.

 17. pravin says:

  ફીલ્મ કુછ કુછ હોતા હૈ નું દૃશ્ય યાદ આવી ગયું, મા જ્યારે હોય છે ત્યારે રોજ માથુ ખાતી, કચકચ કરતી અને અદૃશ્ય રીતે આખા ઘરમાં હાજર રહેતી, બધાનાં બધાં કામો કરતી મા જ્યારે સુઈ જાય ત્યારે તેનો પેરાલીસીસ આખા ઘરમાં ફેલાઈ જાય છે, ઋતુબહેન તમારી માતા માટે મારી તમામ હાર્દિક શુભેચ્છાઓ આપું છું.

 18. hardik says:

  nice article..
  i would like to request readers over here..
  Mrugeshbhai is bringing really good articles for us to read.
  i think better we enjoy and learn something from them instead of doing detail analysis of it..If our thoughts are constructive and helps to see positive out of it then it’s worth to discuss..
  I feel we are giving hard time to him for not understanding our responsibility as a Reader..
  On a contrary readgujarati.com is there on orkut better if we want to do discussion then initiate topic there and discuss..this will help Mrugeshbhai to save some web space and review efforts…
  nothing personal but simple suggestion
  Regards,
  Hardik

  • Falguni Patel says:

   I feel the same. We should embrace the emotions captured for the mother/daughter relationship instead of focusing on the “would’ve, could’ve, should’ve” of things.
   Here the focus is on mother and daughter, not a son, not a daughter in law or anyother for that matter.
   અને કહિયુ છે ને કે ભગવાન દરેક જગ્યા એ નથી રહી શક્તા એટ્લે તેમણે માં બનાવી.

 19. Sunita Thakar(UK) says:

  જુનીકહેવત યાદ આવી ગઈ “ઘોડે ચડતો બાપ મરજો પણ દળણા દળતી મા ન મરજો.” કોની ભાવના કેવી છે એ વિચાર્યા વગર દરેક વ્યક્તિ પોતની ફરજ બજાવે તો એક બીજા પ્રત્યે લાગણીનો સેતુ જરુર બન્ધાય છે પણ વિસ્વાસ હોવો જરુરિ છે. And afterall Nobody is perfect.

 20. Mital Parmar says:

  ખુબ જ સરસ લેખ છે

 21. kaushal says:

  મન અને આખ બને ભરાઈ ગયા.ખુબ સરસ.

 22. Alpesh says:

  Very emotional article,
  I am also far away from my MUM. During reading of this story i am not able to control on my emotions.
  I wish everybody in this world should get MOTHER LOVE.

 23. Chirag Patel says:

  Mommy Dearest…. You are the bestest…. (I know there is no such a word “bestest” – but I also know that there is no one else as “Mommy”!!! – so its all good….)

  Thank you,
  Chirag Patel

 24. tejal parekh says:

  જનની ની જોડ સખી નહિ જડૅ રે લોલ્……………….આ વસ્તુ મા – બાપ વિનાની હુ બહુ સારી રીતે સમજી શકુ ચ્હુ………..

 25. મા નો કોઇ પર્ય્યાય ના હોઇ શકે,

  તમારો લેખ વાચિને મને મરિ મમ્મિ યાદ આવિ ગઈ.

 26. Ashish Dave says:

  I am so happy to have my mother with me all the time…

  Ashish Dave
  Sunnyvale, California

 27. charulata desai says:

  ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર!!!

 28. shweta says:

  really..very nice story…i dont have words except tears in my eyes..
  everybody says mother is the biggest backup of child.coz she never let u down in any circumstances ..just encourages you to face each and every challenge of life…

  mom u r greatest…it reminds me of my mother who is in india and m far in london but mom u r always infront of my eyes whenever i take breath…
  hats off to mom..
  congrets rutu ji..

  thanks,
  shweta raj

 29. Dev Hindocha says:

  I dont have a words for your article…!!

  Its touching….My eyes are wet……

  I know my Mumma’s feelings ….How she care for all family members…She has never seen her health or time…She only think about her daughter & Sons….

  મા નુ ઋન ક્યરેય ચુક્વી શકાશે નહિ…..!!

  Thanks

  Dev Hindocha
  IBM

 30. Dear Friend,
  I doesnt have any words to express my feelings against u..just b’coz i am very emotional kind of person… please let me know if i can something 4 u…
  God bless u…
  Get well soon… Dear..
  Take care,bye
  Regards,
  Manish

 31. Kaushik Purohit says:

  ખુબજ હ્ર્દય સ્પર્શિ…..આ જિવન મા અને સંતાનો બધાને આવા જ મળે..ઍજ પ્રભુ પાસે પ્રર્થના.
  આભાર રુતુ.

  કૌશિક

 32. Hetal says:

  santoshji,
  i like your question about can daughter in law can write similat letter to her mother-in-law..amy be not..I wodulnt
  ask yourself if you can write such a letter to your mother-in-law? society has always asked and questioned about can D-I-L show same love and respect to her M-I-L and such why dont they expect same from son -in-laws? I have seen so many males that they just keep formal relations with their in-laws- sometime there is no resepect also and so forget about love for them. I just hate peoples expectations from D-I-L in every respect- no one seems to question S-I-L because everyone ( male and female) have accepted that it ok for them to behave how they act..ridiculus!!

 33. Gajanan Raval says:

  For any kind of relationship, let’s remember Sai Makarand….
  Len-Den ma ekaj rakhyu
  khobe khobe Het,
  koi bhalene fitkare
  ke koi kare fajet….!!
  This can be rewarding always……..

 34. JyoTi says:

  Really mummy etle mummy etle mummy……

  Bas prem j prem…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.