સાચા પોલીસમેન – દિવ્યકાન્ત પટેલ

[રીડગુજરાતીને આ સત્યઘટનાત્મક કૃતિ મોકલવા માટે દિવ્યકાન્તભાઈનો (શિકાગો, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : dkpatel1980@gmail.com]

[1]
બે વર્ષ પહેલાં હું મીઠાખળી અન્ડરબ્રીજ લ્યુના ઉપર પાસ કરી રહ્યો હતો ત્યારે બપોરે ખાસ ટ્રાફિક નહોતો. તે સમયે સામેથી બે વિદ્યાર્થીનીઓ સ્કુટી પર આવી રહી હતી. કોઈ કારણસર સ્કુટીનું બેલેન્સ ન રહ્યું અને ચલાવનાર વિદ્યાર્થીનીએ બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું. ગમે તે થયું પણ એ સ્કુટી મારા લ્યુના સાથે જોરથી ભટકાયું અને હું રસ્તા પર પછડાયો. અકસ્માત એવો ભયંકર હતો કે હું બેભાન થઈ ગયો. પેલી વિદ્યાર્થીનીઓ પણ પડી અને એકના માથામાંથી થોડું લોહી નીકળ્યું. બરાબર એ સમયે ત્યાંથી એક પોલીસ પસાર થતો હતો. એ તરત જ સામેની દુકાનમાંથી પાણી લાવ્યો અને દુકાનદારો પણ એની મદદે આવ્યા. મારા માથામાં પુષ્કળ વાગ્યું હતું. બે હાથે ફ્રેકચર હતાં. એણે મારા માથા પર થોડું પાણી રેડ્યું. હું બેભાન અવસ્થામાં કંઈક બબડ્યો. એણે રિક્ષા ઊભી રખાવી અને એના ખોળામાં માથું મૂકીને મને સુવાડ્યો.

પેલી વિદ્યાર્થીનીબેનનો સ્કુટી નંબર, નામ-સરનામું લઈ લીધું અને તેને પણ પાટો બંધાવા કહ્યું. પરંતુ તેઓએ ના પાડી. તેઓ સ્કુટી ચાલુ કરીને ઘેર ગઈ. આ બાજુ, પોલીસમેને મને વી.એસ. હૉસ્પિટલમાં દાખલ કર્યો. દાખલ કરતાં પહેલાં એણે મારી બેગમાંથી રૂ. 10,000ની રોકડ રકમ, મારી આંગળીની અડધા તોલાની વીંટી, બેગમાંના અગત્યના કાગળો કાઢી લીધા અને બેગ પણ પોતાની પાસે સાચવીને રાખી. બેગમાંથી મારો ફોનનંબર લઈને મારા બંગલે ફોન કર્યો. માથામાં લોહીની ગાંઠ થવા માંડી હતી. મારા પુત્રે આવીને તરત પૂછ્યું કે ટ્રીટમેન્ટ કેમ આપતા નથી ? ત્યારે ‘ડૉક્ટર હજુ આવ્યા નથી’ એવો જવાબ મળ્યો. મારા પુત્રએ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનું લખી આપ્યું અને અમે જ્યારે એમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલમાં જવા તૈયાર થયા ત્યારે પેલા પોલીસમેને મારા પુત્રને બેગ, રોકડ રકમ, વીંટી. અને કાગળો સહિત બધું જ આપી દીધું અને કહ્યું કે આ બધું મેં સાચવી રાખ્યું હતું, જરા તપાસી લેજો. મારા પુત્રએ તે પોલીસ સહાયકને ઈનામ આપવા માંડ્યું ત્યારે એણે સાફ ના પાડી કે મેં તો મારી ફરજ બજાવી છે. તેમ છતાં એ પોલીસમેન જ્યારે નીકળવાની તૈયારીમાં હતો ત્યારે મારા પુત્રે ઈનામની થોડી રકમ એની જાણ બહાર એના પાટલુનના ખિસ્સામાં સરકાવી દીધી.

અમે ખાનગી હોસ્પિટલ પહોંચ્યા કે તરત તે પોલીસમેન ત્યાં આવી પહોંચ્યો. એણે અમને ક્લેઈમ મેળવવા માટે પોલીસકેસ કરવાની સલાહ આપી. ડૉક્ટરે પણ અમને એ સૂચન કર્યું. છેવટે અમે તૈયાર થયા અને એ ભાઈએ અમારો પોલીસ કેસ લખ્યો અને સહી કરાવી. અમે તેઓનું નામ પૂછ્યું પણ તેમણે અમને બતાવ્યું નહિ. થોડા સમય બાદ જ્યારે એ પોલીસમેન ચા પીવા નીચે ઊતર્યા ત્યારે ખિસ્સામાં હાથ નાખતા તેમને ખ્યાલ આવ્યો કે આ ઈનામની રકમ એમના પુત્રે મૂકી દીધી લાગે છે ! મારો પુત્ર દવા લેવા નીચે આવ્યો એટલે તેઓ તરત ઉપર આવીને છાનામાના મારા ઓશિકા નીચે એ ઈનામની રકમ પાછી મૂકીને જતા રહ્યા.

આજના સમયમાં પોલીસમેનને લોકો લાંચિયા અને હેરાન કરનાર તરીકે જુએ છે પરંતુ મારા કેસમાં ઈશ્વરે સાચો પોલીસ સહાયક મારી પાસે મોકલ્યો હતો. તેઓએ કોઈ પણ આશા વગર જે માનવતા દાખવી, સાચી સલાહ આપી અને સમયસર મદદ કરીને મારી જિંદગી બચાવી તેને કેમ કરીને ભુલાય ? આજે બે વર્ષ થયાં તે છતાં એ પોલીસ સહાયકને હું અવારનવાર યાદ કરું છું. જ્યારે પણ કોઈ પોલીસમેનને જોઉં ત્યારે મને એમની યાદ આવે છે. મેં અને મારા પુત્રએ તેમને શોધવાના અનેક પ્રયત્નો કર્યા પણ હજુ સુધી શોધી શક્યા નથી.

[2]
વર્ષો પહેલાંની વાત છે. હું મારા મિત્રો સાથે ટ્રાવેલ કંપની મારફતે રેલ્વેના રીઝર્વ કોચમાં દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યો હતો. યાત્રામાં અમારે કન્યાકુમારી મોટરમાર્ગે જવાનું હતું એટલે એક સાંજે અમારો કોચ તિરૂનવેલી જંકશને રોકાયો. રાત્રે ડબ્બામાંથી અમે મિત્રો સ્ટેશન બહાર ખરીદી માટે નીકળ્યા. પાછા ફરતાં સ્ટેશનની બહાર એક ચાના સ્ટૉલ પર અમે કૉફીનો ઑર્ડર આપ્યો. ભૂલમાં એણે ચા બનાવીને મોકલી. અમારામાંથી એક જણે ચાખી અને ચા પાછી મોકલી તથા કોફી મંગાવી. દસ રૂપિયાની નોટ આપતાં સ્ટૉલવાળાએ ચા અને કોફી બંનેના પૈસા કાપ્યા. અમે કારણ પૂછતાં સ્ટૉલવાળો ગુસ્સે થઈ ગયો અને બોલાચાલી વધી પડી ! અમારામાંના એકને તે મારવા ધસી આવ્યો. એણે એક બૂમ પાડતાં આજુબાજુમાંથી કુલી, રીક્ષાવાળા એવા સો માણસોનું ટોળું અમને ઘેરી વળ્યું. એક તો રાત્રીનો સમય, અમે અજાણ્યા અને ડબ્બામાં રહેલાને આ ઘટના બની છે એની ખબર નહોતી. વળી, અમારા દરેકના ખિસ્સામાં મોટી રકમ પણ હતી. અમે હેબતાઈ ગયા.

ત્યાં તો મોટેથી હિંદી બોલતો એક યુવાન ટોળામાંથી માર્ગ કરીને આવ્યો અને અમને બહાર કાઢ્યા. તે કોઈ ટેક્ષી ડ્રાઈવર હતો. માંડ માંડ અમે બચ્યા. પરંતુ એણે અમને કહ્યું કે પેલા સ્ટૉલવાળાએ ગુસ્સામાં એવી ધમકી આપી છે કે રાત્રે તમારો ડબ્બો સળગાવી નાખશે. અમે વધુ ગભરાયા. એટલામાં અમે રેલ્વે પોલીસ સ્ટેશનનું બોર્ડ જોયું. થોડીક હિંમત આવી. ત્યાંના પોલીસ ઑફિસરને અમારો પરિચય આપીને બનાવની હકીકત કહી. પ્રથમ તો એમણે અમને શાંતિથી બેસાડ્યા, કોફી મંગાવી અને તુરંત બે કોન્સ્ટેબલને અમારા ડબ્બાની ચોકી માટે મોકલ્યા. એ પોલીસ ઑફિસરે કોઈને ફોન કરીને તમિલ ભાષામાં વાત કરી. ‘બધા તમિલિયનો આવા નથી હોતા’ એમ કહીને તેમણે અમને શાંતિથી સૂઈ જવા જણાવ્યું.

સવારે અમે જોયું તો બે નવા પોલીસ કોન્સ્ટેબલ રક્ષણ માટે હતા. અમે તૈયાર થઈને સ્ટેશન બહાર મોટરમાં બેસતા હતા ત્યાં પેલો રાતવાળો ટેક્ષી ડ્રાઈવર દોડતો આવીને બોલ્યો : ‘બાબુજી, તમે એવું તે શું કર્યું કે રાત્રે જ પેલા સ્ટૉલવાળાને પોલીસ હાથકડી પહેરાવીને લઈ ગઈ ? પોલીસે એને લોકઅપમાં પૂર્યો છે. જામીન પર પણ છોડ્યો નથી. અને પોલીસે એવું કહ્યું છે કે યાત્રાળુઓની ટ્રેન ઉપડશે પછી જ એને છોડશે.’ અમે મનોમન એ મહાન ઑફિસરને વંદી રહ્યા. મને લાગ્યું કે ગુનો રેલ્વે હદની બહાર બન્યો હશે એટલે કદાચ ફોન કરીને ઑફિસરે પોતાના ઉપરી પાસેથી એ વ્યક્તિને એરેસ્ટ કરવાની ભલામણ મેળવી લીધી હશે. અમે મિત્રોએ તે પોલીસમેનને કંઈક આપવા વિચાર્યું.

સાંજે અમે કન્યાકુમારીથી પાછા આવી એ ઑફિસરને મળવા પોલીસ સ્ટેશન ગયા તો તેઓ હતા નહીં. ટ્રેન ઉપડવાને અડધો કલાકની વાર હતી. અમે કાગડોળે એમની રાહ જોતા ઊભા હતા. છેવટે તો ફક્ત પાંચ મિનિટ જ બાકી રહી અને તેઓ અમારી તરફ દોડતા આવતા જણાયા. અમે દરેકે એમની સાથે હાથ મિલાવ્યા. એમણે યાત્રા અંગે પૂછ્યું અને તકલીફ બદલ માફી માગી. એમના ચહેરા પર ક્યાંય કોઈ અપેક્ષા કે માગણીના ચિન્હો જણાયા નહીં. અમારી પણ હિંમત ન થઈ. ટ્રેને વ્હીસલ મારી. ટ્રેન ઉપડી અને તેઓ અમારાથી અદશ્ય થયા. ત્યાં સુધી અમે સૌ પરસ્પર હાથ હલાવતા રહ્યા. અમારા માટે તે દિવસે તિરૂનવેલી જંકશન તથા એ રેલવે પોલીસ સ્ટેશન યાત્રાધામ બની ગયું, અને તે મહાન, ભલા અને બાહોશ પોલીસ ઑફિસર જાણે કે અમારા માટે ભગવાન બની રહ્યાં !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મમ્મીને પત્ર – રૂતુ રાવલ
ઘર તમે કોને કહો છો ? – જયવતી કાજી Next »   

23 પ્રતિભાવો : સાચા પોલીસમેન – દિવ્યકાન્ત પટેલ

 1. Viren Shah says:

  Good experiences.

  I had once the wallet lost in Dallas TX.
  I had my Social Security Card, Two Credit cards and the Debit cards along with my Driver’s License.
  These items are enough for some one to steal all money and even can cause problems in future.

  After Four days:
  Then one mexican person (Spanish speaking) knocked my home. My wife didn’t open it due to insecurity from strangers. This person knocked again and showed my wallet.

  He can not speak English but looked address from my car’s insurance card and came home to hand it over. (License had different address). My wife won’t be able to speak back in Spanish nor could give any prize back to him. But this was an extremely good experience for us.

 2. જય પટેલ says:

  શ્રી દિવ્યકાંત પટેલના સ્વાનુભાવો વાંચી એક જ ઉદગાર નિકળે.

  પુણ્ય હજૂ પરવાર્યુ નથી…!!!

  બધા જ હવાલદારો કંઈ અપ્રમાણિક નથી હોતા.
  પોલિસ ખાતામાં પણ પ્રામાણિક હોવાના અપવાદ રહેવાના.

  બીજા કિસ્સામાં કિટલીવાળો પોતાના વતનને બેઆબરૂ કરશે તેવો ભય શ્રી પોલિસભાઈને લાગતાં
  એકશન લેવા મજબૂર કરી દીધા અને વતનની આબરૂ બેઆબરૂ થતી રહી ગઈ.

  થોરામાં ઘનું
  મેરા ભારત મહાન.

 3. જીતેન્દ્ર તન્ના says:

  સરસ. બન્ને સત્ય ઘટનાઓ વાંચીને એમ હાશકારો થયો કે હજુ ક્યાંક ક્યાંક આવા વીરલાઓ પડ્યા છે. આવા ભલે થોડ ઘણા લોકો હશે પણ એમને લીધે બીજી બધી જગ્યાએ આટલી ખરાબી છતા આપણે શાંતિથી જીવી શકીએ છીએ.

 4. Sarika Patel says:

  such a very good experienced and thank to patelbhai to shared your life experienced with us.

  I realy enjoyed to read your satyagatana.

 5. bindi says:

  મહાન વિરલાઓને સલામ!!!!

 6. Parthiv Desai says:

  ગુજરાતિ મા કહેવત ચ્હે પાપદિ ભેગિઈય ર બફાઈ જાઈ.
  તેમ બધા પોલિસ વાલા ખરાબ નથિ હોતા
  એકાદ બેને લઈને આખુ પોલિસ ખાતુ બદનામ થતુ હોઈ.

 7. Gunvant says:

  ૧૯૮૪ મા પણ મને આવો આનુભવ થયેલો. પોલિસ અકસ્માત પછી ઘેર આવી ને સામાન આપી ગયેલા. એકનુ મ્રુત્યુ થયેલુ અને ઍકને ઍક વર્શ માટે દવાખાના મા દાખલ કરવા પડેલા. સારા માણસો હમેશા સારાજ હોય છે.

  એની સામે એક જુદો અનુભવ થયો. ૨ વરસ ના દિકરાને લઇ જતો હતો. ૨ પોલીસ બેઠા હતા. મે હાથ મીલાવવા કહ્યુ જેથી એને પોલિસનો ડર ના રહે. મારા આસ્ચર્ય વચ્ચે પોલિસે કહ્યુકે જેલમા પુરી દઉ? મે પોલિસને કહ્યુ કે તમારો ડરના રહે એટ્લે મે હાથ મીલાવવા કહ્યુ છૅ. એને સમજ ના પડી કે હુ શુ કહુ છુ!!!

 8. Veena Dave, USA says:

  સરસ. આવા ઇમાનદાર, પબ્લીકને મદદરુપ થાય એવા પોલિસની સંખ્યામા વધારો થાય એવી આશા રાખીએ.

 9. આ જગતમાં સારા, નરસા અને મિશ્ર પ્રકારના લોકો વસે છે. વિશ્વમાં એટલી બધી સારી વસ્તુ બને છે પણ સમાચારપત્રો તેને મોટા અક્ષરે ન્યુઝ નથી બનાવતાં અને માત્ર નરસા અને સવારના પહોરમાં દિવસ બગડી જાય એવા જ સમાચાર જ મોટા પ્રમાણમાં છાપે છે. જે અખબારો નકારાત્મક સમાચારોને બદલે સારા સમાચારો છાપવનું શરું કરે (મોટા અક્ષરમાં) તો થોડા જ વખતમાં તેના વેચાણમાં પણ વધારો થાય અને માણસોને પણ આ જગત હજુ કાઈક રહેવા જેવું છે તેમ લાગે. પણ ખબર નહીં કેમ, મીડીયાને સારા સમાચાર તે સમાચાર લાગતા જ નથી.

 10. ક્યારેક ઈમાનદાર માણસને વધારે સહન કરવાનું આવે ત્યારેસાલું દિલમાં લાગી આવે,
  બાકી ઈમાનદારી હજુ ય મરી નથી પરવારી.
  મને લાગે કે ઈમાનદારીનું પણ કોઈક જીન ક્યાંક કોઈ ક્રોમોઝોમ્સ પર હોય છે. એનું સંવર્ધન થવું જોઈએ…

  • amol says:

   ખુબ જ સરસ વિચાર…….
   “મને લાગે કે ઈમાનદારીનું પણ કોઈક જીન ક્યાંક કોઈ ક્રોમોઝોમ્સ પર હોય છે. એનું સંવર્ધન થવું જોઈએ”

 11. Vraj Dave says:

  સરસ. આવા ઇમાનદાર પોલીસોને સલામ.જો પોલીસખાતા ને સ્વતંત્ર તાથી કામકરવા દેવામાં આવેતો આજ જે અરાજકતા છે તે નાબુદ થાય. પણ રાજકીય સતત દબાણ નીચે પ્રમાણિકતાથી કામ કરવું મુસ્કેલ હોય છે. શ્રીમહેતાજી ત્થા શ્રીજાનીજી સાચા જ છે.
  આભાર.
  વ્રજ દવે

 12. Hitesh Mehta says:

  Nishthavan loko haju jagatma rahela che…. Thoda beiman loko ne karane badhane kharab na kahi shakay.
  police khatu 5% thi 10% lokona karane badnam thayu hoy tevu mane lage che… tenathi pan vishesh apanej tene lanch api ne bhashtachari banavya che… A NISHTHVAN POLICE NE MARA NAT MASTAKE VANDAN.
  HITESH MEHTA.- BHARTI VIDHYALAY, MORBI ( RAJKOT ) GUJRAT.

 13. gujarati says:

  સરસ, સત્ય ઘટના. પોલીસ ની કામગીરી પ્રસંશનીય કહેવાય.

  દરેક પોલીસ થાણા મા એક પ્રસંશનીય કામગીરી માટૅ નો વીભાગ હોવો જોઇએ જેથી સારા પોલીસકર્મી ઓ ને સરકાર કે લોકો તરફ થી સન્માનવા મા આવે…. જેથી અન્ય પોલીસકર્મી ઓ ને પ્રોત્સાહન મળે.

 14. trupti says:

  I would like to share my experiences, which we had during my last visit to the USA.

  I along with my sister, parents and 12 years daughter had gone on vacation to the USA during April-June08.

  • We had to go to San Francisco (SFO), we had a direct flight to New York (JFK) and connected flight to SFO after 2 hours of reaching JFK. Unfortunately, our fight from Mumbai was delayed by 2 hours. We were given 5 boarding pass for Mum-NY and 2 for NY-SFO from Mumbai Airport and was told that rest of the 3 boarding passes will be handed over to us at JFK. We believed the Airline staff and took our flight to NY. After reaching NY, went through the immigration and other procedure, we handed over our luggage to the Airline Counter by which we were traveling. We went to the Airline counter to collect the balance 3 boarding passes for NY-SFO, and to our surprised, we were informed that, the Airline had not done any booking for us from NY to SFO and we are booked by American Airline, we went to the counter of American Airlines, there also we were told that there in no booking for us from the original Airline office for us. The Black lady at the American Airlines counter helped us contacting our original Airline office, ( the American Airlines office was far from the original Airline office and we had to travel by the shuttle train from one Airline to other Airline office ) she also gave us comfort level as we were tired after the long non stop fight of 18 hours. We often read about the harassments by black people but we had a wonderful experience.
  • As part of our vacation, we had gone to the Chicago and had stayed in a hotel in Down Town of Chicago. As my mum is a pure Vaishnav, does not take Onion and Garlic, we were finding very difficult to eat any thing outside. We always used to surf at the net and used to take the addresses of Indian restaurant around our place of visit. We had taken the prints of the addresses of Indian restaurant around our hotel. We reached at the given address and hunting for the Indian Restaurant, one American couple noticed us hunting for something and going round. They stopped us and first they greet us with ‘namaste’ then enquire about our puzzled look. We informed them about our search of an Indian restaurant. They immediately looked at the address and informed us that the said restaurant was just across the road but it is closed down now. They immediately searched for the address of other restaurant in near by area on their Black Berry phone. In addition, gave the direction of going to that restaurant. They then, told us, that they saw us with our family and a teen age girl going up and down the street, and the direction in which we were going is not a safe area especially for the young girl and they warned us not to go in that particular direction. We were touched by their gestures.

  .

 15. Vipul Panchal says:

  First time heard such positive things abt Plolice, Thanks.

  Great Exp. Trupti ben.

 16. nayan panchal says:

  પાંચેય આંગળીઓ ક્યારેય સરખી હોતી નથી.

  સરસ પ્રસંગો,

  આભાર,
  નયન

 17. કલ્પેશ says:

  ચાલો એ વાત સારી કે બધાને આવા સારા અનુભવો થતા હોય છે.
  પુણ્ય હજી પરવાર્યુ નથી (અને પરવારશે પણ નહી, જો એક પણ માણસ માણસાઇ નહી ચૂકે).

  આ બધામા આપણા જીવનમા કેટલા એવા પ્રસંગો છે જેમા આપણે નિમિત્ત બન્યા હોઇએ અને સામેવાળાને કહેવુ પડે – “પુણ્ય હજી પરવાર્યુ નથી ”

  ઘણા બધા પૂર્વગ્રહો દૂર કરવાની જરુર છે (દા.ત. વિરેનભાઇનો મેક્સિકન અનુભવ, તૃપ્તિબેનનો “બ્લેક” સ્ત્રી સાથેનો અનુભવ).
  કદાચ તકલીફ એ છે કે આપણે બધા સારા પ્રસંગો ગણતા જ નથી અને એક અવળા અનુભવને કારણે આપણે એક વ્ય્કતિ/સમાજને ખોટુ લેબલ ચોંટાડી દઇએ છીએ.

  દા.ત. મુસલમાન સમાજને આતંકવાદ સાથે જોડવુ. અમેરિકામા આફ્રિકન લોકો પર અવિશ્વાસ.
  આપણા સગામા પણ એવા જ અનુભવો થતા હોય છે. એક જણ આપણા માટે સારુ કરશે અને માત્ર એક વખત કઈ અવળુ થઇ જાય તો એ પુરુષ/સ્ત્રીના બધા સારા કામો ધોવાઇ જાય છે.

  એમ નથી કે મારામા પૂર્વગ્રહ નથી પણ એ બધાને ખંખેરી કાઢવા પ્રયાસ કરુ છુ. અને પોતાને પકડુ છુ જ્યારે એવો કોઇ અનુભવ થાય છે (કે ફલાણા લોકો તો આવા જ) અને એક વાક્ય બોલતા પહેલા એમ વિચારુ કે આ શુ ૧૦૦ ટકા એમ જ છે?

 18. Chirag Patel says:

  WOW! Great stories. This reminds me of brave police office ACP Atul Karval… I am sure most of you have heard his name…

  Thank you,
  Chirag Patel

 19. Dholariya Rahul says:

  વાહ! પોલિસ પણ આવુ સારુ કામ કરિ શકે?

 20. ખુબજ સરસ વાત!!!!! પોલિસ વિષે આવુઁ પ્રથમ વખત જ વાઁચ્યુ!!!!

 21. sneha shah says:

  સારુ કહેવાય……. બાકિ અમને જે પોલિસ નો અનુભવ થયો ચ્હે એ કોઇ ને કેહ્વવાય પન નહિ એત્લો બધો bad experience…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.