Archive for September, 2009

એ ફૂલ ના તોડશો, પ્લીઝ – નીના સંઘવી

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] હમણાંથી હરેનભાઈએ સવારની ચા બેડરૂમના વરંડામાં પીવાની રાખી હતી. સાંભળ્યું’તું કે સામેનો, નવો બંધાયેલો બંગલો, કલ્યાણી ઈન્ડસ્ટ્રીઝના માલિકનો હતો. બંગલા પછી તેમાં આગળ ને આજુબાજુ અદ્દભુત બગીચો બનાવ્યો હતો. ઘરનાં માજી તથા માળી રોજ કલાકો ત્યાં કામ કરતાં. મખમલી ઘાસની બિછાત, રંગ, કદ ને ઊંચાઈ પ્રમાણે ફૂલક્યારીઓ અને છોડવાઓની છટવણી, સુઘડતા અને […]

વાંચન વૈવિધ્ય – સંકલિત

[1] લેખકનો ધર્મ – રવીન્દ્રનાથ ઠાકુર મારા દેશ માટે શું કલ્યાણકર છે, એ વિશે મારા દેશજનો ને મારી વચ્ચે મતભેદ થવાનો પૂરો સંભવ છે. પણ લેખકે તો, પોતાના દેશનું કલ્યાણ શામાં રહેલું છે એનો જ વિચાર કરવો જોઈએ, નહિ કે હું શું કરું તો દેશ મને સારો કહેશે એનો. જો મારો દેશ મને વહાલો ન […]

અધ્યાત્મ એટલે શું ? – હરેશ ધોળકિયા

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] ભારતીય માનસમાં કેટલાક શબ્દો સાંસ્કૃતિક માહોલના કારણે ઘૂસી જ ગયા છે એમ કહેવું અયોગ્ય નહીં થાય. ત્યાગ, મોક્ષ, માયા, ભવસાગર, ધર્મ, અધ્યાત્મ, ધ્યાન વગેરે ! નાનકડાં બાળકને પણ આ શબ્દોનો ઉપયોગ કરતાં જોઈ શકાશે. (થોડા વખત પહેલાં એક ‘બાલ શિબિર’માં દસ વર્ષનાં થોડાં બાળકોને ‘શિબિરમાં શા માટે આવ્યાં છો’ એમ પૂછતાં જવાબ […]

પંખીલોક – ગુણવંત વ્યાસ

[કેટલાક લેખો ઊંડું ચિંતન-મનન માંગી લે છે. તેનો મર્મ જલ્દીથી પકડી શકાય એવો હોતો નથી. કંઈક એવા પ્રકારનો આ ‘પંખીલોક’ નિબંધ છે. માનવીની આભને પામવાની અદમ્ય ઈચ્છા, એ પછી એને પ્રગટતી પાંખો, મનુષ્યની સૃષ્ટિ કરતાં પંખીઓની સૃષ્ટિમાં થતું વિચરણ, ત્યાંનું સ્પર્ધામુક્ત સહજ વાતાવરણ – આ બધું જ લેખક કલ્પનાની પાંખે વિચરણ કરતાં કરતાં આપણને જાણે […]

સંબંધોમાં સ્નેહ – અવંતિકા ગુણવંત

[‘એક દૂજે કે લિએ’ પુસ્તકમાંથી સાભાર.] [1] સ્નેહની પરખ જ નથી ? કુળ, કુટુંબ, અભ્યાસ અને બાહ્ય દેખાવ જોઈને ઉદિત અને વૈભવીએ એકબીજાને પસંદ કર્યા. બેઉ કુટુંબને સંતોષ થયો કે સંતાનોએ યોગ્ય પસંદગી કરી. હવે વિવાહ વખતે આપવાની સાડી પસંદ કરવા ઉદિતની મમ્મી વીણાબેને વૈભવીને ફોન કર્યો. વૈભવી મળી નહીં પણ વૈભવીના બદલે એની મમ્મી […]

પાંદડે પાંદડે રેખા – સં. મહેશ દવે

[‘પાંદડે પાંદડે રેખા’ પુસ્તકમાંથી સાભાર.] [1] મનમળે તે મૈત્રી મહાભારત વિશે કહેવાયું છે કે તેમાં સર્વ સંબંધોનો સમાવેશ થયો છે, ‘જે અહીં નથી તે બીજે ક્યાંય નથી.’ પૂર્વજો-વંશજો, પિતા-પુત્ર, માતા-પુત્રો, પતિ-પત્ની, ભાઈ-ભાંડરાંઓના અનેક પ્રકારના સંબંધો મહાભારતમાં નિરૂપાયા છે. મહાભારત મૈત્રી-સંબંધોનાં ત્રણ દષ્ટાંત નિરૂપે છે : કૃષ્ણ અને સુદામા, કૃષ્ણ અને અર્જુન તથા દુર્યોધન અને કર્ણ. […]

ફાફડા અને જલેબી – સંકલિત

[1] ફાફડા સામગ્રી : 500 ગ્રામ ચણાનો લોટ 100 ગ્રામ અડદનો લોટ અજમો, હિંગ, તેલ મરચું, મીઠું, ખાવાનો સોડા. રીત: સૌપ્રથમ અડદનો અને ચણાનો લોટ ભેગો કરીને જોઈતા પ્રમાણમાં મોણ નાખવું. તેમાં અજમો, હિંગ, મીઠું અને ખાવાનો સોડા ઉમેરવો. ત્યારબાદ તેને મસળીને પરોઠા જેવો કઠણ લોટ બાંધવો. હવે પાટલી પર તેલ લગાડીને ભાખરી કરતાં મોટા […]

બાળકાવ્યો – સંકલિત

[1] ઉનાળાનો તડકો – ડૉ. આઈ. કે. વીજળીવાળા ઉનાળાનો કેવો તડકો, જાણે ધોળો-ધોળો ભડકો ! શેરી રસ્તા ખાલીખમ, ને પહોળી પહોળી લાગે સડકો. બપોરના સૌ ઘરમાં બંધ, લૂ લાગવાનો સૌને ફડકો. પાણી છાંટો ઘરમાં બારે, માથે ઠંડા પોતાં ખડકો ! લીંબુ-શરબત છાશ પીઓ સૌ, કેરી રસનો લો સબડકો ! વાદળ લાવે, વરસાદ લાવે, તેથી ગમતો […]

બે નિબંધો – તન્વી બુચ

[ નવોદિત યુવા લેખિકા તન્વીબહેનના કેટલાક લેખો આપણે અગાઉ માણ્યા છે. સાહિત્યક્ષેત્રે જીવનપ્રેરક નિબંધો તેમનો પ્રિય વિષય છે. ત્રણેક વર્ષ પહેલાં M.COMનો અભ્યાસ પૂરો કરીને હાલમાં તેઓ સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતા સાંજના દૈનિક અખબાર ‘જનયુગ’માં નિયમિત કૉલમ લખી રહ્યા છે. આ અગાઉ ફૂલછાબ અખબારમાં પ્રકાશિત થતી તેમની ‘વિચાર’ નામની કૉલમ ખૂબ લોકપ્રિય રહી છે. રીડગુજરાતીને આ […]

બે ગરબા – સંકલિત

[1] જોગમાયા તું કાળી ને કલ્યાણી રે મા ! જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું ચારે યુગમાં ગવાણી રે મા….. જ્યાં. તને પહેલાં તે યુગમાં જાણી રે મા…. જ્યાં. તું શંકરની પટરાણી રે મા…. જ્યાં. તું ભસ્માસુર હણનારી રે મા……જ્યાં. તને બીજા તે યુગમાં જાણી રે મા….. જ્યાં. તું હરિશ્ચંદ્ર ઘેર પટરાણી રે મા….. જ્યાં. તને […]

ઓહ ! તમને ડાયાબિટીસ થયો છે ?…અભિનંદન ! – વિનોદ ભટ્ટ

[ગતવર્ષે શ્રી વિનોદભાઈનો ડાયાબિટીસ વિશેનો એક લેખ આપણે માણ્યો હતો. એ જ લેખ રૂપાંતરિત થઈને તાજેતરના ‘જનકલ્યાણ’ સામાયિકમાં પ્રકાશિત થયો છે. તો માણીએ, એ જ લેખ એક નવા સ્વરૂપે… ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] ઓહો, તમને ડાયાબિટીસ થયો છે ? તો તો તમે ભારે નસીબદાર, ભાઈ ! સ્વામી વિવેકાનંદ, એચ.જી. વેલ્સ, એડગર વૉલેસ અને લોકમાન્ય તિલક જેવી […]

સફળતાનો સાચો રસ્તો – નટવર પંડ્યા

[ સૂરતના શ્રી નટવરભાઈની કલમે આપણે તેમના હાસ્યલેખો અનેકવાર માણ્યા છે. આજે માણીએ તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘સફળતાનો સાચો રસ્તો’ પુસ્તકમાંથી કેટલાક જીવનપ્રેરક નિબંધો સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી નટવરભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9375852493] [1] મનનો ખોરાક તમે પેલા ગાંધીજીના ત્રણ […]

વિદેશી ભડલી વાક્યો – મલય ભટ્ટ

[ ઈન્ટરનેટનો સૌથી મહત્તમ ફાયદો એ છે કે એનું ફલક વિશાળ છે. અહીં જાણે વિવિધ સંસ્કૃતિઓનો મેળો રચાય છે. અન્ય દેશોની ભાષા અને સંસ્કૃતિનો પરિચય થાય છે. ફલોરિડા (અમેરિકા) ખાતે રહેતા 45 વર્ષીય શ્રી મલયભાઈએ પ્રસ્તુત લેખ દ્વારા આવો જ એક વૈશ્વિક મેળો રચવાની કોશિશ કરી છે. અનેક પ્રકારના લોકો અને વિવિધ ભાષાઓના સંપર્કમાં રહીને […]

મૂલ્ય શિક્ષણ : આકરું પણ અનિવાર્ય – મનસુખ સલ્લા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે જાણીતા કેળવણીકાર શ્રી મનસુખભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9824042453.] મૂલ્ય અને માન્યતાઓ-રિવાજો એક નથી. મૂલ્યો જીવનના મૂળભૂત આધારો છે. મૂલ્યો એ એક રીતે ધ્યેયો છે. એ ધ્યેયો જીવનને ઉન્નત દિશામાં લઈ જનારાં છે. જીવનની વર્તમાન સ્થિતિ વિષમ કે […]

સાંભરે છે સથવારો – મીરા ભટ્ટ

[કેટલાંક પુસ્તકો આપણને પુસ્તકો સુધી દોરી જાય છે. એમાનું એક આ પુસ્તક છે ‘સાંભરે છે સથવારો’. આ પુસ્તક, પુસ્તકોનો પરિચય આપે છે. એટલે કે તેમાં મનપસંદ પુસ્તકો અને ચુનંદા ફિલ્મોનો જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટે આસ્વાદ કરાવ્યો છે. કુલ 49 જુદા જુદા પુસ્તકોનો તેમાં સમાવેશ કરાયો છે કે જેથી પુસ્તક વાંચતા પહેલાં તેની સમગ્ર ભૂમિકા વિશે […]

જાગીને જોઉં તો સ્કૂટર દીસે નહીં ! – રતિલાલ બોરીસાગર

[‘તિલક કરતાં ત્રેસઠ થયાં’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રતિલાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] નરસિંહ મહેતાની એક કવિતામાં ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં’ એવી એક પંક્તિ આવે છે. સુગમ સંગીતના એક […]

સંસાર-સાધના – ફાધર વાલેસ

[‘સંસાર-સાધના’ પુસ્તક (આવૃત્તિ : 1983) માંથી સાભાર.] [1] સોનું અને તાંબું શેઠ ભીખ આપે છે – ભિખારીને દૂર કરવા માટે. મિલમાલિક દાન આપે છે – કરવેરામાંથી મુક્તિ મેળવવા માટે. ડોશીમા ધર્માદો આપે છે – ભગવાનની પૂજા કરવા માટે. મન તેવું કાર્ય. હેતુ તેવું કર્મ. ભાવના તેવું પુણ્ય. ભિખારી શેઠને હેરાન કરે છે, એના કંગાળ શરીરનું […]

શિક્ષક, માતાપિતા અને આજનું શિક્ષણ – સંકલિત

[1] બાળકોને કેવા શિક્ષક ગમે ? – ડૉ. રઈશ મનીઆર [ ‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર તેમજ ડૉ. રઈશભાઈનો (સૂરત) ખૂબ ખૂબ આભાર.] એક શિક્ષક એક વર્ગમાં પચાસ વિદ્યાર્થીઓને ભણાવે છે, છ વર્ગમાં વરસભર તાસ લે તો આખા વર્ષમાં ત્રણસો બાળકો એના હાથ નીચેથી પસાર થાય છે. એક શિક્ષક પોતાની પાંત્રીસેક વર્ષની કારકિર્દીમાં લગભગ દસેક હજાર જેટલા […]

કવિતા તો જિવાતાં જીવનનો હિસ્સો છે : રાજેન્દ્ર શુક્લ – જવલંત છાયા

[રાજકોટના પત્રકાર શ્રી જવલંતભાઈએ કવિવર રાજેન્દ્ર શુક્લની લીધેલી મુલાકાત, ‘ઉત્સવ’ સામાયિકમાંથી સાભાર. આપ જવલંતભાઈનો આ નંબર પર +91 9824376077 અથવા આ સરનામે cjwalant@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] એ સમય હશે 1962ની આસપાસનો. જૂનાગઢમાં ત્યારે દર મંગળવારે કવિઓની બેઠક થાય અને એ સમયે મોટાં નામો હતાં એ કવિઓ ત્યાં આવતા અને કવિતાની ક્ષિતિજ પર જેમનાં પગલાંની […]

હાસ્યમંજરી – કલ્પના દેસાઈ

[રીડગુજરાતીને આ હાસ્યલેખો મોકલવા માટે શ્રીમતી કલ્પનાબેન દેસાઈનો (ઉચ્છલ, સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.] [1] કુછ પાને કે લિયે ઘણા વર્ષો પહેલાં ભરૂચમાં ડૉક્ટરોની એક સંસ્થા તરફથી હાસ્યલેખકોના એક કાર્યક્રમમાં મને આમંત્રણ મળેલું. તે સમયે મને પોતાને મારા હાસ્યલેખિકા હોવા બાબતે શંકા હતી પણ […]

કેટલાંક કાવ્યો – સંકલિત

[1] રેગીસ્તાનમાં – હરેશ કાનાણી (ગીરગઢડા, ઉના. સંપર્ક : +91 9913887816) અમે તને રમાડવા તને છાનો રાખવા બનતા હતા ઊંટ, તો ક્યારેક ઘોડો ! પણ અમને ક્યાં ખબર હતી કે એ ઊંટ કે ઘોડાને તું છોડી આવીશ બળબળતા રેગીસ્તાનમાં….! . [2] મારા દેશમાં – ક્રાંતિ (હિન્દી કવિતા, અનુવાદ : વંદના શાંતુઈન્દુ, વડોદરા. સંપર્ક : +91 […]

બે ગઝલો – હનીફ મહેરી

[રીડગુજરાતીને આ ગઝલો મોકલવા માટે શ્રી હનીફ ભાઈનો (સૂરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9909995211 અથવા આ સરનામે hanifmehri@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] [1] છે ચમનમાં નિવાસ ફૂલોનો, લો સજાવો લિબાસ ફૂલોનો. રેત,રણ,ઝાંઝવા લખી દીધાં, ક્યાં લખું હું વિકાસ ફૂલોનો. આ ગઝલની સુવાસ ફેલાશે, રોજ ખીલે છે પ્રાસ ફૂલોનો. જિંદગી પારિજાત […]

ચાર પરી અને સૂરજદાદા – મીનાક્ષી ચંદારાણા

[ મીનાક્ષીબેન (વડોદરા) ખૂબ સારા ગઝલકાર અને લેખિકા છે. તેમની અનેક કૃતિઓ વિવિધ સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. તેમના સાહિત્યસર્જનમાં બાળવાર્તાસંગ્રહનો પણ સમાવેશ થાય છે. ‘વારતા રે વારતા’ નામના તેમના આ સંગ્રહમાંથી પ્રસ્તુત છે એક મધુર બાળવાર્તા સાભાર. આપ તેમનો આ સરનામે chandaranas@gmail.com અથવા આ નંબર પર +91 9998003128 સંપર્ક કરી શકો છો.] ચાર સુંદર […]

બાળકાવ્યો – પ્રો. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

[ પ્રો.ડૉ. રક્ષાબહેન દવેએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ. બી.એડ. તેમજ ભાવનગર યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી કર્યું છે. ત્યારબાદ તેમણે શિક્ષક તેમજ વ્યાખ્યાતા તરીકે વર્ષો સુધી વિવિધ કૉલેજોમાં સેવાઓ આપી છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એમ બંને કાળમાં એમણે બાળસાહિત્યક્ષેત્રે વિપુલ સાહિત્યસર્જન કર્યું છે. આ માટે તેમને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તરફથી ‘શ્રી ગિજુભાઈ બધેકા સુવર્ણ ચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો છે. […]

અસ્તિત્વનો અર્થ – જયવતી કાજી

[‘અખંડ આનંદ’ સપ્ટેમ્બર-09માંથી સાભાર.] એકાંતસ્થળે આવેલા એક ઉદ્યાનમાં નાનકડું સુંદર વાયોલેટનું પુષ્પ અન્ય પુષ્પમિત્રો સાથે આનંદથી રહેતું હતું. એક સવારે એણે જોયું તો એના મસ્તક પર ઝાકળનું બિંદુ ચમકી રહ્યું હતું ! એ તો રાજી રાજી થઈ ગયું અને ઉત્સાહમાં આવી જઈ એણે માથું ઊંચું કર્યું અને આજુબાજુ જોવા માંડ્યું ત્યાં એની નજર એક સરસ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.