‘માનસ’ થી લોકમાનસ – રઘુવીર ચૌધરી

[પૂ. મોરારિબાપુના જીવનપ્રસંગો, સાહિત્યકારોના પ્રતિભાવો, કથા-આસ્વાદ અને મુલાકાતોનો સમન્વય કરતા સુંદર પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે આદરણીય સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરી તેમજ શ્રી સંજયભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] બેટા, આપણે સાધુ છીએ

Picture 085સાતમા ધોરણમાં આવ્યા છે મોરારિ.
પ્રભુદાસબાપુ અને સાવિત્રીમા વાત કરે છે : ‘દીકરાએ તલગાજરડાથી મહુવા આવજા ચાલુ રાખીને અભ્યાસ કરવો કે મહુવામાં રહીને ? જો મહુવાના કોઈ છાત્રાલયમાં રહીને શાળાએ જવાનું થાય તો રોજના દોઢ-બે કલાક બચે.
શું કરવું ?’
સાવિત્રીબાને તો એમ કે દીકરો નજર સામે રહે તો સારું. મંદિર, મહેમાન કે ઘરના કામમાં મોરારિનો ટેકો મળી રહે છે. પણ પ્રભુદાસબાપુ બહારની દુનિયા જોઈ બદલાતા સંજોગમાં શિક્ષણનું મહત્વ સ્વીકારતા થયા હતા. સમગ્ર હરિયાણી પરિવારે જોયું હતું કે જ્ઞાન-ભક્તિ દ્વારા આત્માની કેળવણી સાથે માહિતી અને વિદ્વાન દ્વારા વધતી આધુનિક ઢબની યોગ્યતા પણ કેળવવી સારી. પ્રભુદાસબાપુને નવલકથાઓ વાંચવાનો શોખ હતો, એમાં થયેલા નવી દુનિયાના વર્ણન વિશે એ વાત કરતા.

મોરારિને મહુવામાં મૂકીએ તો ખરાં પણ એ રહેશે ક્યાં ? આ પ્રશ્નનો ઉત્તર પ્રભુદાસ બાપુને પહેલાં જડ્યો. એમને મહુવાની વાડીઓ અને છાત્રાલયોની જાણકારી હતી. યાદ આવ્યું : આહીર સમાજનું એક છાત્રાલય છે. એના સંચાલક બહુ ભાવ રાખે છે. એ રાજી થશે. આપણા સાધુ સમાજનું છાત્રાલય તો ક્યાંથી હોય ? – માના આ શબ્દો મોરારિના કાને પડે છે. છાત્રાલયમાં જગા ન મળે તેથી કોઈનો અભ્યાસ અટકી જાય એવું બનતું હશે ખરું ? પ્રભુદાસબાપુને (પિતાજી) ખાતરી હતી કે આહીર જ્ઞાતિના છાત્રાલયમાં જરૂર પ્રવેશ મળશે. અને આવકાર સાથે પ્રવેશ મળી ગયો.

સાવિત્રીબાએ મોરારિના કપડાંલત્તાં સાથે ટીનના એક ડબ્બામાં ઘી આપ્યું. એમને ખબર ન હતી કે છાત્રાલયના રસોડામાં રોટલી સાથે ઘી મળે છે કે દરેક વિદ્યાર્થી પોતાનું ઘી રાખે છે. અહીં ઘરની ગાયનું ઘી હતું. ડબામાં ભરી આપ્યું એ તો ઠીક પણ કપડાં જોતાં કિશોર મોરારિને પ્રશ્ન થયો : બહારગામ રહેવાનું છે ને ફક્ત બે જોડ કપડાં ?
‘મા, આ બે જ ચડ્ડી કેમ ?’
સાવિત્રીબાએ અમી નજરે દીકરા સામે જોયું. જવાબ એમાં આવી ગયો હતો છતાં ચોખવટ કરી : ‘બેટા, આપણે સાધુ છીએ. આપણે વધારે નહિ રાખવું જોઈએ.’ દાદાજી દ્વારા મળેલી વૈરાગ્યની સમજણમાં આ એક અનન્ય ઉમેરો હતો. ‘બેટા, આપણે સાધુ છીએ…’ – આ કથન સ્મૃતિમાં સચવાઈને વય વધતાં મંત્રનું કામ આપે છે.

[2] અતિથિને જમાડવા બાજરી વેચી બટાટા

રવિવારની રજા હતી. આંગણેથી બંને ગાયોને છોડીને મોરારિ ધણ ભેગી મૂકી આવે છે. ગોવાળ સાથે જઈ ગાયો ચરાવવાનું ગમે. ગાયો વડને છાંયે બેઠી હોય ત્યારે ગિલ્લીદંડા રમવાનું મળે. પેલા સ્વામિનારાયણ સાધુ ગામમાં આવેલા એમણે મુક્તાનંદનું પદ ગાયેલું. કૃષ્ણ ગાયો ચરાવીને સાંજે પાછા આવે છે. એક પંક્તિ ગમી ગયેલી : ‘ગોરજ અંગ ઉપર લપટાની સો છબિ અધિક સોહાવે..’ ગોધન, ગોરજ, ગોધૂલિ, ગોલોક – દાદાજીની પદ્ધતિએ આ શબ્દોને પામવા મનની માળા શરૂ થાય છે.

શિક્ષકોને ગુરુદક્ષિણામાં એક એક માળા ભેટ આપવાને વિચાર છે. પણ બેત્રણ માળા ભેગી થાય ત્યાં કોઈ ને કોઈ માગી જાય. આજે આખો દિવસ આ એક જ કામ કરવું છે. માનસ-શિક્ષા પૂરી થતાં તુલસીની દાંડી હાથમાં લીધી. મણકો કાપી ઘાટ આપવાનો, રામપાત્રમાં મણકા ભેગા કરવાના, ચેતન કે ટીકો એમાંથી ઉઠાવી ન જાય એની કાળજી રાખવાની. દેવો (એમના ભાઈ દેવાનંદભાઈ) એક વાર મણકો ગળી ગયેલો. દાદાજીએ હસીને કહેલું : ‘એને તુલસીની ચોપાઈ ગાતાં જલદી આવડશે. પ્રસાદમાં મળતાં તુલસીનાં પાન તો સહુનું આરોગ્ય સાચવે છે.’

માએ કિશોરને શોધવા આંગણા બહાર નજર કરી. એ બાળભેરુ સાથે રમવા જતો રહ્યો છે. માળા બનાવવામાં મગ્ન મોરારિની પાસે આવીને થોડા સંકોચ સાથે સાવિત્રીબાએ કહ્યું :
‘ભાઈ, જરા મંદિરમાં ડોકિયું કરી આવે છે ? કોઈ અતિથિ હોય તો…’
‘હા મા.’ ઘડેલા મણકા જુદા મૂકી મોરારિ તુરત ઊઠે છે. અતિથિ છે. આદરપૂર્વક ખબરઅંતર પૂછી કુનેહથી જાણી લીધું કે અતિથિ પ્રસાદ લેશે. વિગત જાણી માને આનંદ થયો. કોઠી પાસે ગયાં. બાજરો ભરેલો વાડકો મોરારિના હાથમાં મૂક્યો : ‘જાઓ આના બટાકા લઈ આવો. આપણે તો શાક વિના ચલાવી લેત, પણ મહેમાનને એમ રોટલો ને છાશ આપતાં આપણો જીવ ચાલે ?’ તુલસીના મણકા ગોખલામાં મૂકી મોરારિ શાક લેવા ઊપડે છે. પાછા વળતાં રસ્તામાં ત્રિવેદીસાહેબ મળે છે. એમને સાથ આપવા ઝડપ ઘટાડે છે. ત્રિવેદીસાહેબ જાણે છે કે એમના આ વિદ્યાર્થીને તુલસીની માળા બનાવવાનો ભારે શોખ છે. ઠપકો આપવાની રીતે ત્રિવેદીસાહેબ કદર કરે છે. પછી સલાહ આપે છે : ‘લેસન પૂરું કર્યું ? એ પહેલું…’
‘જી, આ માળા પૂરી કરી લેસન પતાવીશ. પછી જમીશ.’
બટાકાનો વાટકો લેવા બહાર આવેલાં સાવિત્રીબા ત્રિવેદીસાહેબને ‘જય સિયારામ’ કહી આદર આપે છે. ત્રિવેદીસાહેબને એમના રસ્તે વળતા જોઈ મોરારિને પૂછે છે : ‘તેં સાહેબને એકય માળા ભેટ આપી કે નહીં ?’
‘ગોરાણીબાને આપી છે. સાહેબને માળા આપું તો એ અમને ભણાવવાને બદલે વર્ગમાં માળા ફેરવ્યા કરે. તો સરસ્વતી માતા મારા પર નારાજ ન થાય ?’
‘મને ખાતરી છે કે મોરારિ મારાથીય સારો શિક્ષક થશે.’ – કહેતા ત્રિવેદીસાહેબ એમની વાટે વળી અદશ્ય થઈ ગયા.

શ્રી જગન્નાથભાઈ ત્રિવેદી તલગાજરડાની વ્રજલાલ નરોત્તમદાસ પ્રાથમિક શાળાના આચાર્ય હતા. એમને ત્રિભુવનદાસ બાપુની (મોરારિબાપુના દાદાજી) વિદ્વત્તા માટે આદર હતો અને સમગ્ર કુટુંબની સંસ્કારિતા એમને માટે દષ્ટાંતરૂપ હતી. શિક્ષકો જોતા કે કવિતા ભણાવતી વખતે મોરારિની આંખમાં ચમક આવી જાય છે. એને કવિતા ગાતાં ગાતાં યાદ રહી જાય છે. એને હરીફાઈની ટેવ નથી. આગળના અમુક ક્રમમાં બેસવાની જીદ નથી. વર્ગના બ્લેક બોર્ડ પર કંઈ ને કંઈ લખવાનો વિદ્યાર્થીઓને શોખ હતો. શિક્ષક વહેલામોડા હોય ત્યારે આ પ્રવૃત્તિ ખીલી ઊઠતી. મોનીટર પોતાનો મોભો જાળવીને કેટલાક ભાઈબંધોને લીટાં કરવાની તક આપતો. ચિત્ર નીચે નામ લખવાનો રિવાજ હતો જેથી જોનારને ઓળખવામાં અગવડ ન પડે. મોરારિને ચોક પકડવાની તક મળી તો એણે હનુમાનજીનું ચિત્ર દોરી નીચે લખ્યું : ‘રામ રાખે તેમ રહીએ…..’

[3] પ્રથમ રામકથા

bapu_jpgપહેરણ-ચડ્ડી પહેરતા કિશોર મોરારિના હૃદયમાં મનોરથ જાગે છે.
પોતે રામચરિતમાનસનો પાઠ કરે છે એનું પુણ્ય તો દાદાજીને ચરણે અર્પણ થતું રહેશે પણ દાદાજીના સત્સંગીઓ તો આખા મુલકમાં વસે છે. રામજી મંદિરની ઉત્તર-પૂર્વે ગામના ગોચરમાં પરબ બેસે છે. ત્યાં વડ અને બીજાં વૃક્ષોને કારણે મંદિર જેવું વાતાવરણ છે. ખેડૂતો-ગોવાળો અહીં ગાય-ભેંસ ચારે છે. એમનામાંથી જેમને રામકથા સાંભળવામાં રસ હોય એમને ભેગા કરીને માનસનો. દાદાજીએ સમજાવેલ મર્મ રજૂ કરી શકાય. રામજી મંદિરમાં પૂજાનો વારો દાદીમાનો હતો. એમણે કહ્યું : ‘તું પૂજા કરજે.’

મોરારિનો મથોરથ ફળે છે. નદીએ સ્નાન કરીને માટીના સિંહાસન પર ફોટો મૂકીને પ્રથમ કથાની તૈયારી કરે છે. ત્રણ શ્રોતા મળે છે : શામજી, સુખરામ અને ભૂરો. ત્રણેય ધ્યાનથી કથા સાંભળે છે. ક્યારેક કોઈ વાછરડું કે પાડું નજીક આવીને ઊભું રહે છે. ક્યારેક કોઈ ભેંસ દૂર નીકળી જાય છે. શ્રોતાઓ બે બાજુ ધ્યાન રાખવાની શક્તિ ધરાવે છે. ચોપાઈ પૂરી થતાં ઊઠીને પોતાના ઢોરને પરબડી નજીક વાળી લાવે છે. મારતા નથી, હોંકારે-ડચકારે કામ લે છે. એમને લાગે છે કે ઢોરને મારીએ તો રામ રાજી ન રહે. પાછા આવી માટીના સિંહાસન પર આરૂઢ બાળક શા બાપુના ચરણે બેસે છે. થવા દ્યો બાપુ, શ્રોતા રજા આપે છે. રજા એ જ વિનંતી. આમ તો આ ત્રણેય જણે એમના બાપદાદાઓ અને દાદીઓ પાસેથી રામાયણ-મહાભારતનાં પાત્રો અને પ્રસંગો વિશે કંઈ ને કંઈ સાંભળ્યું છે. ભવાઈ કે નાટકવાળાઓના ખેલમાં જોયું છે. ત્રિભુવનદાસ બાપુ જેવા વડીલ સાધુઓ ચોમાસામાં આખો શ્રાવણ માસ મંદિરમાં પારાયણ કરતા. એનીય પ્રસાદી મળેલી છે. પણ આ કિશોર મોરારિના અવાજનો રણકો એમને સાંભળવો ગમે છે.

આજે અહીં રામવાડી છે. હનુમંતયજ્ઞ થાય છે. સામે શિવપુરી છે. જ્યાં હનુમાનજી મહારાજને પ્રિય સંગીત-નૃત્યની રજૂઆત થાય છે. દૂર સુદૂરથી આવેલા કલાકારો બાપુની શુભેચ્છારૂપે શાલ અને રામનામી પામી ધન્યતા અનુભવે છે.

[4] રેશનની દુકાન

ચૌદ વર્ષની ઉંમરથી મોરારિબાપુ રામકથામાં રમમાણ હતા. વીસેક વર્ષની ઉંમરે શિક્ષક થયા એ પહેલાં માસ પારાયણ કરતા. શિક્ષક થયા પછી કથા નવ દિવસની થઈ જેથી લોકશિક્ષણ સાથે વર્ગશિક્ષણની ફરજને બાધ ન આવે. એવા પણ પ્રસંગો બન્યા છે કે ભણાવીને કથાના સ્થળે પહોંચી ગયા હોય. એ વર્ષોમાં પોતાના જોખમે કથાઓ થતી પણ હિસાબમાં કાચા હોવાથી ટેક્સીનું ખર્ચ પણ કરી બેસતા. એક જ દિવસમાં બાપુને બે જગાએ જોઈને કોઈકને વળી ચમત્કારની વાત કરવાનું મન થતું. પણ મૂળમાં હિસાબની અણઆવડત.

શિક્ષક થયા એ પહેલાં રેશનની દુકાને કામ મળેલું. મૅટ્રિક સુધી ભણેલાને ઘઉં-ચોખાના વેચાણનો હિસાબ તો આવડે જ. એવી ખાતરી હતી એ કામ સોંપનારને અને બાપુને પણ. પહેલા દિવસે હિસાબ કર્યો ત્રણ રૂપિયા વધ્યા. માપતોલ બધું બરાબર હતું. કશી વધઘટ થવી નહોતી જોઈતી. તો પછી આ ત્રણ રૂપિયા વધ્યા એનું રહસ્ય શું ? ઝાઝો વિચાર ન કર્યો. અંગત વ્યસન તો હતું નહીં. એ ત્રણ રૂપિયા ઘરખર્ચમાં કામ લાગ્યા. બીજા દિવસે એટલા જ ઉત્સાહથી કામ કર્યું. સાંજે હિસાબ કર્યો. બાર રૂપિયા ઘટ્યા. ફરીથી ગણતરી કરી. સાચે જ બાર રૂપિયા ઘટ્યા. જોડવાના આવ્યા ! પેલા ત્રણ રૂપિયાને સિલક ગણીએ તો પણ નવ રૂપિયા ઘટ્યા. નવના આંકડા સાથે બાપુને પહેલેથી લેણદેણ છે. તેથી એક પ્રેરણાદાયી સૂત્ર મળ્યું : ‘ભૂલથી પણ પૈસા ગજવામાં રહી જાય તો ત્રણગણું મૂલ્ય ચૂકવવું પડે !’

બાપુ હિસાબમાં કાચા છે એવું માનીને એમનું નામ વટાવી દાન મેળવવાનો કેટલાકે પ્રયત્ન કર્યો. ટ્રસ્ટ સ્થાપ્યાં. બાપુએ એવાં ટ્રસ્ટો સાથે પોતાને લેવાદેવા નથી એમ છસોમી કથામાં આર્દ્ર સ્વરે જાહેર કર્યું. શ્રી સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા એમનો માનવધર્મ પ્રવર્તે છે. યોગ્ય સંસ્થાના યજ્ઞકાર્યમાં એ તુલસીપત્ર રૂપે મદદ કરે છે.

[કુલ પાન : 384. કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : સુનીતા ચૌધરી, રંગદ્વાર પ્રકાશન. જી-15, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ-380009. ફોન નં : +91 79 27913344.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનપ્રેરક વાતો – સંકલિત
જાતકકથા-મંજૂષા – હરિવલ્લભ ભાયાણી Next »   

30 પ્રતિભાવો : ‘માનસ’ થી લોકમાનસ – રઘુવીર ચૌધરી

 1. જય પટેલ says:

  શ્રી રઘુવીર ચૌધરી સંકલિત સુંદર પુસ્તક.

  But I am not sure to buy it..!!

  પુસ્તકની પ્રસ્તુતિ બદલ આભાર.

 2. trupti says:

  Similar thing can be written about Shri KrishanShankar Shastri, Shri Dongre Maharaj and Shri Bhupendrabhai Pandya. Shridadaji (Pandurang Shastri) gave way to the life of fisherman community of Maharashtra and in spite of being Maharastian, gave his pravachan in Gujarati. He is a founder of ‘Svadhyay’ and instead of emphasis on a particular religion or path, spoke about the ‘ tatvagyan’. He formed a ‘ Tatvagyan Vidhyapth’, which is located in Thane, Maharashtra.

  The land of Gujarat has given many such legends.

  • You are right..
   Morari bapu has got an amazing voice, and a very good understanding of Ramayan. I love listening to his older cassettes (instead of the newer ones), especially of ‘Dhun’s (હરે રામા રામા રામ, સીતા રામ રામ રામ is awesome.)
   I haven’t seen/heard Dongreji maharaj, but my parents admire him a lot. He was very emotional, he used to cry several times while delivering ‘katha’..
   And just like him, Dada is also a Maharashtrian, but he is so fluent in Gujarati. I have grown up listening to him. He is the biggest reason for me (and thousands like me) to have a better understanding of ‘Bhakti’.

   I admire Shri Raghuveer ji a lot. Thanks for sharing these inspiring incidents.!

 3. dr sudhakarhathi says:

  મોરારીબાપુ ના જીવન પ્રસન્ગો જાનવા મલયા આભાર

 4. nayan panchal says:

  મોરારજીને સાંભળવો તો લહાવો છે જ, તેમના વિશે અવનવી વાતો વાંચવાની પણ મજા આવે છે.

  ખૂબ આભાર,
  નયન

 5. Balkrishna Shah,Vile Parle says:

  જેના ઉજ્વળ વર્તમાન વિષેજ જાણતા હોઈઍ તેના ભુતકાળની આવી સુંદર વાતો જાણવા મળે ત્યારે જે રોમાંચ થાય તે ખરેખર
  અદભુત છે. મોરારીબાપુને લાખ લાખ નમસ્કાર્.

 6. પરમ પુજનિય મુરારીબાપુ અંગે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે એઓશ્રીએ કોઈ સંપ્રદાય,કોઈ નવો પરિવાર નથી સ્થાપ્યો. એઓ ધારત તો એ કરી શક્યા હોત; પરન્તુ એઓ એનાથી જોજનો દુર રહ્યા. રામચરિત માનસની કથા કહેતા મુરારીબાપુ બહુ સહજતાથી શેખાદમની ગઝલને પણ એમના વ્યાખ્યાનમાં વણી લે અને એમાં વળી સરસ ટુચકા ય આવે.
  સાહિત્યની ઊંડી સુઝ એમની આગવી શૈલીને ચાર ચાંદ લગાવે.

  એઓને કોઈ માન, સન્માન કે એવોર્ડની વાંચ્છના નથી. એઓની કથા દ્વારા થયેલ દાનને કારણે કેટલીય સંસ્થાઓ આજે દેશ-સેવા, માનવસેવા કરે છે.

  એમની કેટલીક વાતો મને ન સમજાય એવી પણ છે. એમનો કાળી શાલ સાથેનો લગાવ. ફક્ત ગંગાજળ જ પીવું અને એમના માટેની રસોઈમાં પણ એનો જ ઉપયોગ, વિવિધ જગ્યાઓએ કથા કરવી જેમકે વિમાનમાં, કૃઝમાં ફક્ત ખાસ માણસો સાથે કે જે એ માટે ખર્ચ કરી શકે.

  રામચરિત માનસથી આમમાનસ સુધી પહોંચેલ એ વિરલાને વંદન.

 7. Malay Bhatt says:

  Morari Bapu’s Ram Katha Audio online at…
  http://www.rajkot.com/ramayana/index.htm

 8. HM says:

  આજે અહીં રામવાડી છે. હનુમંતયજ્ઞ થાય છે. સામે શિવપુરી છે. જ્યાં હનુમાનજી મહારાજને પ્રિય સંગીત-નૃત્યની રજૂઆત થાય છે.
  વાહ શુ દ્રશ્ય છે? બાળક અવસ્થા મા મન અને આત્મા સ્ફટીક જેવા હોય છે..બહુજ ઑછા વિરલા કાયમ આ સ્ફટીક જેવુ રાખી શકે છે..
  દરેક જીવ મા રામ ના દરશન કરાવીને, દરેક જીવ માટે આ દુનિયા જીવવા લાયક બનાવનાર મોરારીબાપુ ને ભાવ થી વન્દન..

 9. કાઠીયાવાડની ભુમીએ અનેક વિરલાઓને જન્મ આપ્યો છે. મોરારી બાપુને સાંભળવા તે એક લ્હાવો છે. અસલ કાઠીયાવાડી લહેકો, વાણીમાં છલકતો પ્રેમ, હળવો કટાક્ષ, પ્રવાહી શૈલી, સાહિત્ય અને શાસ્ત્રની ગહન સમઝણ આ બધાથી વિભુષિત થઈને જ્યારે માનસ કથા ચાલતી હોય ત્યારે સર્વ શ્રોતાની અંદર રહેલા રામ ડોલી ઉઠે છે.

  • Vraj Dave says:

   અરે શ્રીઅતુલભાઇ આપ પણ ? ન સમજાય તેવી વાતો ની વાત કરી શ્રીમહેતાજીએ એ સાચીજ છે, અને નીધીજી શાહની કોમેન્ટની વાત પણ મે ચિત્રલેખા માં વાંચી છે.બાકી ડમ ડમ ડીગા ડીગા……………….!!!!!!!!!!!

 10. Sunita Thakar(UK) says:

  પૂ. મોરારિબાપુ ના જીવન મા ડોકિયુ કરાવવા બદલ શ્રી રઘુવીરભાઈ ચૌધરી નો ખુબ ખુબ આભાર. શ્રી રામ ના આ વિરલ ભક્ત અને તેમના પૂ. માતા પિતા ને કોટિ કોટિ પ્રણામ.

 11. Nidhi Shah says:

  Hi Guys,

  Don’t get me wrong, but I read an article in ‘Chitralekha’ that Morari Bapu spent over 5.5 crore rs. when his daughter got married. Hmm, he seems a real sadhu !!!

 12. nim says:

  મોરારી બાપુ ને મારા શત શત પ્રણામ.

  એમની આભા નુ શું વર્ણન કરવું ?
  વાચકો ને મારી વિનંતી છે કે એક વાર જો તમે એમને સાચા હ્ર્દય થી, તન્મય થઈ ને સાંભળશો,
  મને વિશ્વાસ છે કે તમને એમના માં હનુમાનજી ના દર્શન થશે.
  આ મારો જાત અનુભવ છે.
  હું તો એમને હનુમાનજી નો અવતાર જ માનું છું.
  તા.ક. હનુમાનજી અમર છે (છે ને વિચારવા જેવી વાત)

  લેખક નો ઘણો ઘણો આભાર્,

  ધન્યવાદ,
  નિમ

 13. DP says:

  Followers of any of these, Please don’t get me wrong.
  But I am not in agreement with many of these comments. Moraribapu or Dada (Pandurang Shastri) or Aasharamji bapu, they all have amassed a big wealth from their followers.
  Though Moraribapu hasn’t found any aashrams outside Mahuva. Others have expanded their aashrams like business. See in Gujarati papers about Aasharamji bapu. He has milliions of rupees and land acquired. He runs like a business empire. Same thing with Swadhyay parivar after Dada’s death. His daughter who is called ‘didi’ has goons protecting her.
  My understanding is very simple. Any person is not Sadhu if he has family and is amassing wealth.
  They are all professionals. Moraribapu is also a professional કથાકાર. His whole family has acquired land, houses in and around Mahuva/Bhavnagar out of this business.

  I have not heard or much known about Dongreji maharaj. But from my father’s elder brother, I have heard that he was also a કથાકાર but he didn’t have lots of wealth. And he did this even free of any charges many time.

  Sorry if I have offended some of you.

  • Editor says:

   ભાઈશ્રી,

   કૃપયા વિષયાંતર ન કરતાં, જે તે વિષય વિશે લેખ હોય તે સંદર્ભમાં જ પ્રતિભાવ આપવો. અન્ય બાબતો વિશે અહીં ચર્ચા ન કરવા વિનંતી. તથા પ્રતિભાવ આપતી વખતે આપનું પૂરું નામ લખવું વધુ યોગ્ય રહેશે. તથા આપણું ચિત્ત ગુણગ્રાહી હોવું ઘટે. અહીં ઘટના કે પ્રસંગો આપવાનો ઉદ્દેશ એમાંથી કોઈ જીવનોપયોગી તત્વને સમજવા માટેનો હોય છે, પછી એ ભલે ગમે ત્યાંથી પ્રાપ્ત થતું હોય. અન્ય ચર્ચાઓ અસ્થાને છે.

   લિ.
   તંત્રી, રીડગુજરાતી.

   • કલ્પેશ says:

    મૃગેશભાઇ,

    આ વાત જે લોકો એક વ્યક્તિની પ્રશંસા કરે છે એ માટે પણ લાગુ પડે છે ને?
    કારણકે થોડા લોકો વાહ-વાહ કરશે અને થોડા લોકો નહી.

    “અહીં ઘટના કે પ્રસંગો આપવાનો ઉદ્દેશ એમાંથી કોઈ જીવનોપયોગી તત્વને સમજવા માટેનો હોય છે”
    જો તમારી કૉમેન્ટ મને સમજાય તો જે લોકો એક વ્યક્ર્તિ તરીકે મોરારીબાપુની પ્રશંસા કરે છે, તે લોકો માટે પણ તમારી વાત લાગુ પડે છે.

    તમારો પ્રતિભાવ જરુરી છે.

   • DP says:

    Thanks Mrugeshbhai. I totally agree with you.
    As I write my first line, I was in disagreement only with readers’ comments. People don’t know the other side of the coin, and hence I just wanted to highlight.
    No offence meant to your article or the great work you are doing. Keep writing.

  • trupti says:

   There is always double side of the coins. And every one wants to encash the opportunity. Our politicians are not less. They have also accumulated wealth running in crores. In today’s world no body does any thing for free.

   We often read the advertisement; buy ‘X’ product, the ‘Y’ product is free. However, if you look at the price of a ‘X’ product, the price of ‘Y’ is added in to the product ‘X’ Take examples of the Doctors, we considered them next to GOD. However, they also try to take the advantage of the patient’s ‘majboori’ and charge exorbitantly.

   Why the doctors charge exobitantly? Cost of the machine they have installed in their clinic is running is lacs and crores, and the life of the same is 10-15 years depending upon the type of the machine, as per the Govt. rule. They want to recover the price paid to install the machine with interest, hence, recover the same from the public.

   We always see the darker side of everything. If you look at the life of all those kathakars (professional kathakarsas mentioned by you), they have done wonderful job by giving true knowledge of the religion to the general public at the same time they have done so much work to uplift the poor section of the society. As you have mentioned, they may have made money out of the same but what good they have done for the society is overlooked, as we cannot see anything positive.

   What you have mentioned about the ‘didi’ may be correct. If you look at my comment, I had shown good regards for ‘dada’ who really did wonderful job by changing life of the fisherman. In this particular community, the life of the woman was not less then the hell, as the mans used to booze and spend the entire earnings in drinking and children and the women were deprived of even basic necessacity of life like food, education, medicines, clothes etc. However, ‘dada’ changed the life of this community by making the man understand and cultivate the habit of sharing and saving.
   The topic is highly debatable, but I have to put a stop to it.

  • Paresh says:

   Nobody is perfect. Each light color has dark shade and each dark color has light shade. We cannot classify the world in just black & white. સફેદમાં કાળુ ટપકું તરત દેખાય અને કાળામાં સફેદ ટપકું તરત દેખાય. કોઈ પૂર્ણ નથી.

 14. ઈન્દ્રેશ વદન says:

  ક્યારેક સ્વામી સચ્ચિદાનંદ ના લેખ પબ્લીશ કરવાને વિનંતી.
  ઘણાં જાણતા જ હશે કે તેઓ ધાર્મિક આખ્યાયન નથી કરતા, જેમાં દેવી-દેવતાઓ હોય છે.
  તેઓ વાસ્તવિક મુદ્દાઓ પર પ્રવચન કરે છે, જેમકે ભારતની પ્રજા, હિંદુ ધર્મની નિર્બળતાઓ, પ્રજાની દુર્બળતાઓ, વિશ્વનો ઈતિહાસ વગેરે.
  સમય હોય તો વાંચવા/સાંભળવા જેવા વ્યક્તિ.
  http://www.pritamparivar.com/listen_mp3.php

 15. Vraj Dave says:

  શ્રીDPની વાત મુદા સરની છે. હે . .ભગવાન ક્યારે હવે ગુરુપુર્ણિમા આવે. . . ?બસ હવે થોરા માં ઘનું.

 16. himmat_vyas says:

  સુઁદર લેખ. મોરારી બાપુ જે રીતે ગુજરાતી-સઁસ્‍કૃત સાહિત્‍યની સેવા કરી રહયાઁ છે. સઁસ્‍કૃત સત્ર અને અસ્‍મીતા પર્વ તેમના મોટા ઉદાહરણ છે. જેનાથી સામાન્‍ય માનવી પણ લેખકો-કવિઓને જાણતા થયા છે. તેમની રચનાને માણતા થયા છે. જે મારો ખુદનો અનુભવ છે. બાકી તો (ટીકાકારોને કહેવાનું કે ) કુછ લોગ હી ગંદે હોતે હૈ તેને વળી શું જવાબ હોય? સબ કો સનમતી દે ભગવાન !

 17. શ્રી રામ જય રામ … જય જય રામ…
  મળે એટલુ માણ મનવા…

 18. jayesh says:

  i also like this storey

 19. Morari Bapu is great .

  Bapu is a great vibhuti of india.
  Pujay Bapu ne Antahkaran purvak Vandan , Vandan, vandan

 20. PUJYA BAPU MEANS NOTHING BUT “HALTU CHALTU RAM CHARIT MANAS” GREAT EFFORTS DOING FOR THE SOCIETY , KOTI KOTI PRANAM—MANISH SHUKLA

 21. PUJYA BAPU IS THE “HALTU CHALTU RAM CHARIT MANAS” GREAT EFFORTS DOING FOR THE SOCIETY , KOTI KOTI PRANAM—MANISH SHUKLA

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.