નોકરી – વીણા ચૈતન્ય ઉપાધ્યાય
[‘અખંડ આનંદ’ સામાયિક ઓગસ્ટ-09માંથી સાભાર.]
મધુકરભાઈ આજે વિચારમાં હતા. વિચારમાં ને વિચારમાં ક્યારે સ્કૂટર પર ફેક્ટરીના ગેટ પાસે આવી ગયા, તેની તેમને પોતાને પણ ખબર પડી નહીં. ગેટ પાસે તેમના જેવા બીજા ઘણા કર્મચારી ઊભા હતા. ગેટ બંધ હતો. તેના પર નોટિસ મૂકેલી હતી. સૂચના : ‘આજથી ફેક્ટરી બંધ કરવામાં આવે છે. કર્મચારીઓને વિનંતી કે તેમને ત્રણ મહિનાનો નોટિસ પે સહિત પી.એફ. અને બીજું જે કંઈ હશે તે પંદર દિવસમાં ચૂકવી દેવામાં આવશે, જેની નોંધ લેવી. બે દિવસ પછી પૈસા ચૂકવવાની શરૂઆત કરવામાં આવશે.
મધુકરભાઈએ નોટિસ વાંચી અને તેમના મોતિયા મરી ગયા. આખરે જેનો ડર હતો તે વાત બનીને જ રહી. આમ તો કેટલાય મહિનાથી બધા જાણતા જ હતા. ફૅક્ટરીના મૂળ માલિકનું મૃત્યુ થયું હતું. તેનો દીકરો પરદેશ હતો. તેને ફૅક્ટરીમાં કોઈ રસ નહોતો. તેણે ખોટ કરતી ફૅક્ટરી બીજી પાર્ટીને વેચી દીધી હતી. નવો માલિક ફૅક્ટરીની વિશાળ જગ્યામાં ફાઈવસ્ટાર હોટલ બનાવવા માંગતો હતો, તેથી તેણે ફૅક્ટરી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જાણતા હોવા છતાં જ્યારે ખરેખર ફૅક્ટરી બંધ થઈ, ત્યારે ઘણાં વર્ષોથી અહીં કામ કરીને રોટલો રળતા કર્મચારીઓ બિચારા આઘાતના માર્યા અડધા થઈ ગયા. કેટલાકની તો વીસ બાવીસ વર્ષની નોકરી થઈ ગઈ હતી. આટલી અડધી ઉંમરે અચાનક આજીવિકાનું સાધન જતું રહે તો…. બીજી નોકરી પણ આજકાલ ક્યાં મળે છે ? અને મળે તો પણ આટલો પગાર કોણ આપે છે ?
પણ નવા માલિકને શું લેવાદેવા ? બધા કર્મચારી મોં વકાસીને એકબીજા સામે જોતા હતા, અંદર અંદર વાત કરતા હતા. યુનિયનના લીડરોને પૈસા આપીને નવા માલિકે શાંત કરી દીધા હતા. અમસ્તા અમસ્તા તે માઈક હાથમાં લઈને કર્મચારીઓને દિલાસો આપતા હતા. મધુકરભાઈ ટોળાના એક ખૂણે ઊભા હતા. ચૂપચાપ, યંત્રવત. કર્મચારીઓને તેમનો હક આપવાના લીડરના વચનનો એક પણ શબ્દ તેમના કાનમાં જતો નહોતો. તેમની સામે સમસ્યાઓનો ઢગલો હતો. કાળઝાળ મોંઘવારી અને મોંઘું ભણતર. રોજ ઊઠીને નોટ, પેન્સિલ, પેન, ચોપડી-જાતજાતની વસ્તુઓની માંગણી થતી. નજીકમાં બીજી શાળા હોવા છતાં શહેરની સારી શાળામાં મૂકવાનો નિર્ણય કરવા પાછળ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુ હતો. શાળા દૂર હતી તેથી રિક્ષામાં મોકલવા પડતાં. રિક્ષાખર્ચ, નાસ્તાખર્ચ, ઘરખર્ચ, વળી ઘરડાં મા-બાપની અવારનવાર આવતી માંદગીનો ખર્ચ – મધુકરભાઈનો પગાર તો ક્યાં વપરાઈ જતો તેની ખબર પડતી નહિ. ગીતા જેમ તેમ બે છેડા ભેગા કરીને ઘર ચલાવતી હતી. બૅન્ક બેલેન્સ તો કંઈ હતું જ નહિ. પૈસા વગર હવે શું ? વિચાર આવતા તે કંપી ઊઠતા હતા. બાજુમાં તેમનો મિત્ર રમેશ હળવોફૂલ થઈને ઊભો હતો. જાણે કંઈ બન્યું જ નહોતું ! ‘યાર, આમ દિવેલીયું ડાચું કરીને શું ઊભો છે ! આપણે જાણતા જ હતા. ફૅકટરી આજ બંધ થશે, કાલે બંધ થશે. બીજી નોકરી શોધી લઈશું, ચિંતા શું કરે છે ?’… પણ મધુકરભાઈને ખબર હતી. બોલવું સહેલું છે. પણ નોકરી મળવી સહેલી નથી. મૂંઝાતા મૂંઝાતા તે બધા સાથે ઊભા હતા. આઘાત, હતાશા, નિરાશા, દુ:ખનાં વાદળો જાણે ઘેરાઈ ગયાં હતાં. એક વંટોળ ઊભો થયો હતો, ઘૂમરીઓ લેતો હતો. મધુકરભાઈ નિ:સહાય બનીને જોઈ રહ્યા હતા.
ઘરે પહોંચ્યા, તો તેમને વહેલા પાછા આવેલા જોઈ ગીતા હાંફળીફાંફળી થઈ ગઈ. ‘શું થયું ? તબિયત તો સારી છે ને ?’ કહેતી તે તેમની પાસે બેઠી. મધુકરભાઈ સોફામાં ઢગલો થઈને પડ્યા હતા. ગીતાને નોકરીની વાત કરવી કે નહીં તેની અવઢવમાં હતા. પરાણે સ્મિત કરીને તેમણે કહ્યું : ‘જરા સારું નથી લાગતું. ચા મૂક. તારા હાથની ચા પીશ એટલે સારું લાગશે.’ ગીતા ઝટપટ ચા બનાવી લાવી. ચા પીતાં પીતાં તેમણે પત્નીની સામે જોયું. ઘણા દિવસથી જ્યારથી ફૅક્ટરી બંધ થાઉં થાઉં થતી હતી ત્યારથી તેમને મનમાં જે પસ્તાવો થતો હતો તે ફરી પાછો સવારી પર આવી ગયો.
લગ્ન સમયે આજથી લગભગ સત્તર-અઢાર વર્ષ પહેલાં ગીતા નોકરી કરતી હતી. પણ લગ્ન પછી સ્ત્રી, નોકરી કરતી સ્ત્રી ઘર બરાબર સંભાળી શકતી નથી એવું તે માનતો હતો. (એવું તે કેમ માનતો હતો તેની તેને પોતાને પણ ખબર નહોતી.) પતિની આવક એકંદરે સારી હતી અને તેની અનિચ્છા તથા ઘરમાં સાસુ-સસરાનો પણ તે નોકરી છોડી ઘર સંભાળે એવો આગ્રહ જોઈ ગીતાએ મનમારીને પોતાની નોકરી છોડી દીધી હતી. નોકરી છોડતી વખતે ગીતાને ઘણું મનદુ:ખ થયું હતું. તેણે થોડી દલીલ પણ કરી હતી પણ પછી તેણે પોતાના સંસારમાં પતિ-બાળકો-સાસુ-સસરાની સેવામાં મન પરોવી દીધું હતું. મધુકરભાઈને રહી રહીને છેલ્લા કેટલાય દિવસથી વિચાર આવતો હતો કે ગીતાને નોકરી ન છોડાવી હોત તો અત્યારે આવા કપરા સમયે તેના પગારથી ઘરને ટેકો મળી રહેત. ગીતાની બહેન લતા પણ નોકરી કરતી હતી અને લગ્ન પછી ઘર અને બાળકોને સંભાળીને તે આજે પણ નોકરી કરતી હતી. ખાસ્સી બાર હજારની પગારદાર હતી. ગીતા પણ નોકરીમાં હોત તો આટલા તો મળતા જ હોત. પણ પોતે તોરમાં ને તોરમાં ‘તારી કમાણી આવશે તો જ ઘર ચાલશે એમ ન માનતી. હું ઑફિસેથી આવું, બાળકો ઘરે આવે ત્યારે તું ઘરમાં ન હોય, એ મને ન ગમે…’ કહીને તેને ઘરમાં બેસાડી દીધી હતી.
તેમને થયું, આજે જ્યારે પોતાની નોકરી છૂટ્યાની વાત સાંભળશે તો તે તરત જ કહેશે કે, ‘હું નોકરી કરતી હોત તો અત્યારે તમને જે ચિંતા થાય છે તે ન થતી હોત. બધી સ્ત્રીઓ બહાર નોકરી કરવા જાય છે, તો શું તેમનાં પતિ-બાળકોની સંભાળ નથી રાખતી ? હું પણ તમારાં બધાંની સંભાળ રાખીને નોકરી કરી શકું એમ હતી પણ તમે….’ મધુકરભાઈના મનમાં ગીતા સાથેના આવા કાલ્પનિક સંવાદ રચાવા લાગ્યા….
મધુકર : ‘પણ આપણને એવી ખબર થોડી હોય કે અચાનક…. આમ સાવ અચાનક મારી નોકરી છૂટી જશે અને હું રસ્તા પર આવી જઈશ ?’
ગીતા : ‘દુનિયામાં બધું જ બની શકે છે. કંઈ જ અશક્ય નથી.’
મધુકર : ‘પણ આમ ફૅક્ટરી બંધ થઈ જાય તે તો મેં કદી સ્વપ્નમાં પણ તે વખતે ધાર્યું નહોતું.’
ગીતા : ‘આપણા ધારવા પ્રમાણે દુનિયામાં બધું બનતું નથી. ક્યારે શું બને તે કેવી રીતે કહી શકાય ? મેં તમને ઘણું સમજાવ્યા હતા કે હું નોકરી કરીશ તો આપણા ઘરમાં જ પૈસા આવવાના છે. જવાબદારી વધશે ત્યારે મોંઘવારીમાં સારું પડશે. પણ તમે તો ‘તારા પૈસાની કોઈ જરૂર નથી’ એમ કહી મને ઉતારી પાડી હતી… તેનો અવાજ ઢીલો થઈ ગયો…’
મધુકર : ‘હા, પણ અત્યારે મને એવું લાગે છે ખરું, કે તને નોકરી છોડાવીને મેં મોટી ભૂલ કરી હતી.’
ગીતા : ‘મોટી ભૂલ નહિ, બહુ મોટી ભૂલ. પણ અત્યારે એનું શું છે ?’
‘પપ્પા, લો, મમ્મીએ ગરમાગરમ ભજિયાં બનાવ્યાં છે તે ખાઓ…’ ભૂમિકાનો અવાજ સાંભળી તે કાલ્પનિક સંવાદની દુનિયામાંથી બહાર આવ્યા. જોયું તો દીકરી ભૂમિકાએ ટિપાય પર ભજિયાંની પ્લેટ અને પાણીનો ગ્લાસ મૂક્યાં હતાં. તે ખુશખુશાલ થઈ શાળાએ જવાની તૈયારી કરતી હતી. ખૂણામાં પડેલા ટેબલ ખુરશી પર બેસીને નાનો દીકરો ભાવિન લેસન કરતો હતો. દરરોજ ધીંગામસ્તી કરી આખા ઘરને માથે લેતો ભાવિન ડાહ્યોડમરો બનીને લેસન કરતો હતો. મધુકરભાઈએ અમસ્તું જ પૂછ્યું :
‘બેટા, તું બહુ શાંત થઈ ગયો છે. ટીચરે બહુ લેસન આપ્યું છે ?’
‘લેસન તો આપ્યું છે પણ મમ્મીએ કહ્યું છે કે તોફાન નહિ કરવાનું. પપ્પાને ઠીક નથી.’ તેમને નવાઈ લાગી. ગીતાને ખબર છે કે પોતાના મનનું કંઈ ઠેકાણું નથી. તે કંઈ બોલ્યા નહિ. તે જ વખતે બહાર રિક્ષાનું હોર્ન વાગ્યું. ‘મમ્મી અમે જઈએ છીએ…’ કહી ભાવિન અને ભૂમિકા ગયાં. મધુકરભાઈ બંનેને જતાં જોઈ રહ્યા.
ગીતા અંદરથી નૅપ્કિનથી હાથ લૂછતી લૂછતી આવી. સ્મિત મઢ્યા ચહેરે પૂછવા લાગી, ‘કેમ, તમે આજે ઉદાસ લાગો છો ?’ મધુકરભાઈ જોઈ રહ્યા. આને નોકરી છૂટ્યાની વાત કરવી જ જોઈએ. છુપાવી છુપાવીને કેટલા દિવસ છુપાવાશે ? એકને એક દિવસ ખબર પડવાની જ છે ને ! તેને આઘાત તો ખૂબ લાગશે. કદાચ છે ને રડી પણ પડે. આમેય તે ઢીલી છે. તેમણે જેમ તેમ શબ્દો ગોઠવ્યા.
‘ગીતા, મારે તને એક વાત કરવાની છે.’
‘બોલો…’ ગીતા પાસે બેસી ગઈ.
‘મારી નોકરી…. વાત જાણે એમ છે કે મારી નોકરી….’ તે કેમેય કરીને વાક્ય પૂરું કરી શકતા નહિ. પણ તેમના આશ્ચર્ય વચ્ચે ગીતાએ કહ્યું :
‘નોકરી છૂટી ગઈ છે ને ? મને ખબર છે !’
‘હેં, તને કોણે કહ્યું ?’
‘કહે કોણ, તમારા મિત્ર રમેશભાઈએ જ તો. તે હમણાં જ અહીંથી પસાર થયા. બહારથી જ ઊભા ઊભા તેમણે તમારી ફૅક્ટરી બંધ થવાના સમાચાર આપ્યા અને કહ્યું કે મધુકરભાઈનું ધ્યાન રાખજો. જરા ઢીલા થઈ ગયા છે.’ મધુકરભાઈ જોઈ રહ્યા. નોકરી છૂટ્યાની વાતની ગીતા પર કોઈ અસર થઈ લાગતી નથી. તે વિસ્મિત બનીને જોઈ રહ્યા.
‘તમે, ક્યારના આવ્યા છો પણ ભલા માણસ, મને આ વાત કહેતા નથી ?’
‘તને નાહકનું દુ:ખ થાય એમ માનીને નહોતું કહ્યું.’
‘દુ:ખ તો થાય. પણ જિંદગી છે. તેમાં ઉતાર-ચઢાવ તો આવે. એમાં ઢીલા થયે ન ચાલે. તમારો તો એટલો બધો અનુભવ છે કે તમને તો બીજી નોકરી મળી જશે. તમે કોઈ દિવસ રજા લેતા નથી. બીજી નોકરી મળે ત્યાં સુધી આરામ કરજો. એમ માનજો કે ભગવાને તમને આરામ કરવાનો સમય આપ્યો છે.’
‘પણ ગીતા, નોકરી એમ રસ્તામાં નથી પડી. તેના વગર પગાર નહિ આવે તો….’
‘તેની ચિંતા તમે ન કરશો. તમે મને ઘરખર્ચ માટે જે પૈસા આપતા હતા એમાંથી બચાવીને હું પોસ્ટના સર્ટિફિકેટ લેતી હતી. દર મહિને તે પૈસા વધીને આવશે. વળી તમે જો હા પાડો તો મારી પાસે ડિગ્રી છે અને બે વર્ષ પર મેં કમ્પ્યૂટરનો કોર્સ સમય પસાર કરવા કર્યો હતો તેથી મને તરત નોકરી મળે એમ છે. તમારી હા હોય તો હું નોકરી કરીશ. તમને નોકરી મળે ત્યારે હું છોડી દઈશ.’
ઓહ ! પોતે કેવું કેવું વિચારતા હતા ! દલીલ કરતી, દુ:ખી થતી, રડતી, કકળતી, ટોણા મારતી ગીતાને બદલે અહીં તો તેજસ્વી, આશાભરી, સધિયારો આપતી ઉત્સાહી ગીતા હતી. મધુકરભાઈ ગીતાનું આ ઓજસ્વીરૂપ જોઈ રહ્યા. હૃદયમાં ઊંડે ઊંડે કંઈક થવા લાગ્યું. ઝપાટાબંધ કંઈક થવા લાગ્યું. નિરાશા અને દુ:ખનાં વાદળો વીખરાઈ ગયાં હતાં. જીવન પ્રત્યેની તેમની દષ્ટિ બદલાઈ ગઈ. તેમને મૌન જોઈને ગીતા બોલી :
‘શું વિચારો છો ?’
‘વિચારું છું, વર્ષો પહેલાં મેં તારી નોકરી છોડાવી ન હોત તો અત્યારે તારે, નવી નોકરી શોધવા જવું ન પડત. તે વખતે….’
‘બસ બસ. તે વખતે આપણને જેમ ઠીક લાગ્યું તેમ કર્યું. આપણે આનંદથી જીવ્યાં છીએ. અત્યારે પણ આપણને ઠીક લાગે તેમ કરવાનું છે અને આનંદથી જીવવાનું છે.’ બહુ જ સહજતાથી તે બોલતી હતી. દરેક વસ્તુને તે સહજતાથી લેતી હતી.
ઓહ ! પોતે કેવું કેવું માનતા હતા ! ગીતા માટે મોકો હતો, પતિને ઉતારી પાડવાનો. પણ અહીં તો અત્યારે તેમણે તેનું એક નવું સ્વરૂપ જોયું. ખૂબ ઊંડેથી આનંદનો એક ઝરો ફૂટ્યો અને તેમની જિંદગીમાં વહી નીકળ્યો અને મધુકરભાઈ તેમાં આખા ને આખા ડૂબી ગયા.
Print This Article
·
Save this article As PDF
હમ્મ્મ્મ . . ધાર્યા જેવી મજા ના આવી . . વાર્તા વાચ્યા બાદ લાગ છે કે કાંઈક ખુટે છે જે વાર્તા ના અંત મા હોવુ જોઈએ . .
A revelation story for the readers who were in favor of non-working wife, or who had forced their wife or D-I-L to give up the job after marriage.
It seems that you have prejudice towards non-working ladies & so you have not gone deep enough to understand the message. The message of the story is that one should be adaptable to situations & take decisions with out ego from either side. That only will lead to happy living.
I do not have any prejudice against the non-working woman but against the people who try to stop the growth of a woman and attack the economic as well as the social independence. If you read my comment properly, I have mentioned that, it is a revelation (eye-opener) story for the people (read husband and the in-laws) who stop the women form working after the marriage.
You better understand the message, before sending the reply or convey your thoughts or suggestion
.
I do not think it is revelation story for the people who stop the women from working. Read the story again….The real message of the story is to do what is the best in current situation…I am 100% sure you had prejudice against the Husband and In-laws…..Arguments can go on and on….But according to story and i have similar situation at home….What so ever decided at that point could be the best decision…..Here what has been gain is matter instead of loss….OR Growth…….What is the meaning of growth for woman……I leave this up to you
In all that articles you have written comments, it shows that you had prejudice against the Husband and In-laws..
ગીતાની સમજદારી તથા પરિસ્થિતિ સાથે તાલમેલ મેળવવાની કુશળતા ઉપર માન થયું.
બિતિ તાહે વિસાર દે, અબ આગે કી સોચ.
સરસ વાર્તા.
સરસ નિરુપણ.
પરસપર નો પ્રેમ દર્સાવ્તિ સુન્દર નિરુપનાયેલો લેખ્
વિવેક દેસાઈ
ફેસ્ત્રિરિ બન્ધ થવથિ ગના પૈસા મરે ચે .ગુજરતિ લોકો કયરે પન હવે નોકરિ મતે ના નથિ પદત
khubaj sundar story. pati patni vacheni understanding khubaj sundar rite darshavi che.
વાર્તા ક્યાંક વાંચેલી લાગે છે….
સકટ સમયે પત્નિ કામ આવે સુન્દર નિરુપણ
Every success man, behind a woman.
Its prooved by Geeta.
Nice story.
Mnay thanks to Smt. Veena ji
Regards,
Nim
And the same Geeta proves that the grtest war was the casued by Woman too. Jar, Jamin and Joru – Ramayan and Mahabharat karve!!!!
Best Regards,
Chriag Patel
સીધી સાદી સરળ વાર્તા. કંઈ ચમકૃતિ ન લાગી.
પણ ક્યારેક સરળ વાર્તા વાંચવાની પણ ગમે.
હા, આજે અચાનક નોકરી છુટી જવી એ બહુ જ વસમી પીડા છે, એવા સમયે પત્નીએ જે વર્તણૂક કરી એ આવકાર્ય છે.
આજે તો નોકરી કરતી પત્ની એ એક વાસ્તવિકતા છે! અને ઘર અને નોકરી કરતી પત્ની/સ્ત્રી ઘર પણ એટલું સહજ સંભાળે છે કે જો પતિ/પુરુષને એવું કરવાનો વારો આવે તો એને કદાચ બન્ને મોરચે નિષ્ફળતા મળે.
સ્ત્રીની સહનશક્તિ, ગૃહ આયોજન અને મન પરનો કાબુ પુરુષ કરતાં ઘણો વધારે હોય છે એવું મારૂં તો માનવું છે.
એકદમ ખરી વાત.
Imagine the woman of the house (mother, wife, or even sister) who is actively involved in running the household, all of a sudden falls sick. I think most of the people can visualize the seen that will be created in the house!!!!!!!!!
એમાં કોઈ જ આશ્ચર્ય નથી કે સ્ત્રીને હોમ-મેનેજર કે ગૃહમંત્રીની ઉપમા આપવામાં આવી છે.
મનમાં કડવાશ રાખી મૂકવાનો કોઈ જ અર્થ નથી. તક મળતા સંભળાવવા કરતા આવી તક જવા દેવામાં વધારે આનંદ આવે છે. સામેવાળો પોતાની રીતે પાઠ શીખી જાય પછી તેના ઘા ખોતરવાનો શો અર્થ !!!
સરસ વાર્તા,
નયન
એક આડવાત, મુંબઈ જેવા શહેરમાં આવા પરિવાર પોતાનુ વ્યવસ્થિત ઘર (૧ BHK) પણ વસાવી શકે એમ નથી. પગાર જો ૨૦૦૦૦ હોય તો પણ ઘરની કિંમત ૨૦-૨૫ લાખથી શરૂ થાય છે. મને તો લિમિટેડ પગારમાં ઘર ચલાવવુ, બાળકોનો અભ્યાસ ખર્ચ કાઢ્વો આ બધી સામાન્ય વાતો કોઈ હોરર સ્ટોરીથી કમ નથી લાગતી.
નયનભાઈ,
તમારી વાત સાચી છે,
એ કહેવત છે ને કે મુંબઈ મા રોટલો મળે પણ ઓટલો ના મળે,
I fully agree with you Nayanbhai.
You need to change with the time. Present day’s need is that, both the husband and wife work to make the good life for them as well as the family members happy.
Women – always have less ego and more practicle solutions and can multitask better. Never get enogh appreciation I think…
ગીતા, નામ જેવા જ ગુણ. સરસ વાત.
‘બસ બસ……. એ વાક્યો ખુબ સરસ…
અખન્ડ આનંદ આવતા પહેલા આ સરસ વાત અહિ વાચવા મળી.
ખૂબ જ સરસ વાર્તા……
સ્નેહ અને સમજદારીનો સુંદર સમન્વય….
સરસ અંત.
સીમા
Very good and touching story. Like Natver Mehta says only woman can handle and balance between home, work and kids.
એકંદર આનંદ આવ્યો.
આભાર.
Very good story
સરસ લેખ
Very nice story. It may sound mediocre, but i prefer stories with positive ending. Mr. Editor, thank you for posting this story. Keep up good work.
આપણે આપણી નજીક ના સ્નેહીજનો ને જાણે કેટલાય સમય જાણતા તથા સાથે રહેવા છતાં એમને ખરી રીતે જાણતાં કે ઓળખતાં હોતા નથી. . આપણને એવું લાગ છે કે હું મારી પત્ની કે પતિ તથા મિત્રો,સગાંવહાલાં કે પ્રેમી ને ખુબ સારી રી તે ઓળખુ છું. અને તેના આધારે આપણા મન માં એ વ્યક્તી નું એક ચિત્ર હોય છે.
પરંતુ આવા અસામાન્ય પ્રસંગો માં જ તેની સાચી ઓળખાણ થાય છે.
Wonderful story.
Geeta – The wife in this story is depicted as a wonderful character.
Madhukar gets tensed. The story is written with great words. I felt like I could see Madhukar in front of me.
This story teaches a lesson that life can be lived happily bu forgetting the past and living in the present with a smile on face.
Thank you Ms. Veena Chaitanya Upadhyay.
Great story. I really enjoyed reading it.
Wonderful story, keep it up.
Thank you Veenaben,
Nice story.
Geeta a perfact patnini faraj bajavi.
like it
ખુબજ સુંદર વાર્તા. મને ગીતાનો સકારાત્મક અભિગમ ખુબજ ગમ્યો. આવા કપરા સમયમા એણે જે હિંમત આપી તે ખરેખર દાદ માંગી લે છે. પુરુષ જ્યારે આવી પરિસ્તિથી માથી પસાર થાય છે ત્યારે એને સહુથી કપરુ એ લાગે છે કે પોતે એક “failure” છે અને કુટુંબ માટે કઈ નહી કરી શકે. આવા સમયે સ્ત્રી જો સાચવી લે જેમ ગીતાએ સાચવ્યુ તો ગમે તેવી સ્તિથીનો સામનો કરવાની હિંમત અને મનોબળ પુરુષ ને મળી જાય છે. અને એજ સુખી જીવન માટે મહત્વનુ છે. બાકી એક બીજાને મેણા-ટોણા મારી ને સંભળાવીને જીવન ના પ્રશ્ન સુલઝવા જતા ઉલઝી વધારે જાય છે. ગીતાના અભિગમથી મધુકરભાઈને પોતાની ભુલનો અહેસાસ થયો અને જે અસર થઈ તે કદાચ મેણા મારવાથી કે સંભળાવવાથી ના થાત.
સરસ વાત.
– ચેતન ટાટારીયા