મજૂરિયા – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિકમાંથી સાભાર.]

હું નસીબદાર તો ખરી જ !
બચપણમાં માતા-પિતાનો અઢળક પ્યાર, ભાઈ-ભાભીનાં હેતપ્રીત અને અભ્યાસની પૂરેપૂરી સુવિધા. મને ક્યારેય કોઈ વાતનું દુ:ખ પડ્યું જ નહોતું. અભ્યાસ પછીનું સુખનું છેલ્લું પગથિયું ચડવાનું બાકી હતું તે ભાભીએ પૂરું કરી દીધું. જેવી મેં એમ.એસ.સી.ની પરીક્ષા આપી કે ભાભીએ એમના પિયર પક્ષનો છોકરો માતાપિતાને મારે માટે બતાવી દીધો. અંબરિષ સરસ મજાનો યુવક હતો. ઊંચો, ગોરો અને નમણો. એમણે મારો ફોટો જોઈને જ મને પાસ કરી દીધેલી. સૌએ સહર્ષ સંમતિની મહોર મારી કહી દીધું કે જુગતે જોડું છે.

અંબરિષને જુનિયર પ્લાન્ટ એન્જિનિયરની નોકરી મળી ગઈ. અમારી સગાઈ પછી એની મનપસંદ નોકરી મળતાં એણે અને એનાં ઘરના સૌએ મને શુકનવંતી માની. આમ તો સગાઈ પછી બે-ત્રણ મહિનામાં જ લગ્ન લેવાનું બંને પક્ષે વિચારેલું. પરંતુ અંબરિષને કંપની તરફથી નવ મહિનાની ટ્રેઈનિંગ આવી પડી અને એ ટ્રેઈનિંગ પણ બિહાર જેવા દૂરના સ્થળે. એ ટ્રેઈનિંગ પૂરી થયા પછી એણે તુરત જ પ્લાન્ટ પર ફરજ બજાવવાની હોવાથી અમારાં લગ્ન લગભગ એકાદ-દોઢ વર્ષ પાછાં ઠેલાયાં.

હવે પ્રશ્ન એ આવીને ઊભો રહ્યો કે મારે આ સમય દરમિયાન શું પ્રવૃત્તિ કરવાની ? આગળ અભ્યાસની હવે શક્યતા નહોતી રહેતી. લગ્નની પણ ઉતાવળ નહોતી એટલે મારા પિતાએ વિચાર્યું કે સમય પસાર કરવા અને થોડો અનુભવ લેવા મારે કોઈ નોકરી કરવી, જેથી ભવિષ્યમાં હું ઘરગૃહસ્થીમાં અંબરિષને આર્થિક સહાયરૂપ બની શકું. મારા શિક્ષક-પિતાએ એવું વિચાર્યું કે આ સમયમાં મારે કોઈ શાળામાં શિક્ષિકાની નોકરી સ્વીકારી લઈ બાળમાનસનો અભ્યાસ કરવો. એ માટે એમના પ્રયત્નો ફળ્યા અને એક મજૂર વસાહતમાં આવેલી અર્ધ-સરકારી શાળામાં મને નોકરી મળી ગઈ. અલબત્ત, નોકરીનું સ્થળ મારા ઘરથી લગભગ સાત-આઠ કિલોમીટર દૂર હતું, પરંતુ કૉલેજના બીજા વર્ષથી પિતાએ મને સ્કૂટર અપાવી દીધું હોવાથી જવા-આવવાનો પ્રશ્ન ઊભો જ ન થયો.

નોકરીના પહેલા દિવસે શાળાના આચાર્યે નવમા-દસમા ધોરણમાં વિજ્ઞાનનો વિષય શીખવવાનું કહી મારા હાથમાં ટાઈમટેબલ પકડાવી દીધું. આઠમા ધોરણમાં મારે ગણિતનો વિષય પણ લેવાનો હતો. મને વર્ગશિક્ષિકા બનાવવામાં ન આવી કારણ કે હું હજુ અનુભવી નહોતી. ટાઈમટેબલ મુજબ પહેલો પિરિયડ મારે માટે ફ્રી હતો પણ બીજો પિરિયડ દસમા ધોરણમાં વિજ્ઞાનનો હોવાથી હું શિક્ષક-ખંડમાં બેઠી બેઠી વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનો પ્રથમ પાઠ તૈયાર કરી રહી હતી. પહેલા પિરિયડની સમાપ્તિનો ઘંટ વાગ્યો કે હું શિક્ષક-ખંડમાંથી બહાર નીકળી અને દસમા ધોરણના કલાસ તરફ રવાના થઈ. આ વર્ગનો પ્રથમ પિરિયડ ગુજરાતીનો હોવાથી એ વિષયના શિક્ષક વર્ગમાંથી નીકળી ગયા હતા. મેં વર્ગમાં પ્રવેશ કર્યો ત્યારે વર્ગના પાછળના ભાગમાં વિદ્યાર્થીઓનું ટોળું જામ્યું હતું. કોઈ બેન્ચ પર ઊભું હતું તો કોઈ એકબીજાના ખભાનો ટેકો લઈ પાછળના વર્તુળમાં ચાલી રહેલી મારામારીના પ્રેક્ષક બની દશ્ય નિહાળી રહ્યું હતું. મેં વર્ગની લોબીમાં પડતી બારીમાંથી જોયું તો એક હટ્ટોકટ્ટો વિદ્યાર્થી એવા જ બીજા વિદ્યાર્થીને જમીન પર પાડી એના પર ચડી બેસી કહી રહ્યો હતો : ‘ખબરદાર જો મારી બહેન પર નજર કરી તો ! તને જીવતો નહીં છોડું.’ એણે નીચે પડેલા વિદ્યાર્થીના માથાના વાળ ખેંચી મસ્તક જમીન પર પટક્યું. મેં ઝડપથી વર્ગમાં પ્રવેશી મોટેથી કહ્યું : ‘ચાલો, લડાઈ-ઝઘડા બંધ કરી સૌ પોતપોતાની બેન્ચ પર બેસી જાઓ…’ મારો અવાજ સાંભળી સાઈઠ આંખો મારા તરફ કેન્દ્રિત થઈ. બે-ચાર છોકરાઓ ગુપચુપ બેન્ચ પર બેસી ગયા. હજુ કેટલાક વિદ્યાર્થીઓ અવાજ કરી રહ્યા હતા. મારી આજ્ઞાની કોઈ પર અસર થઈ હોય એવું લાગ્યું નહીં.

અચાનક બાજુના ખંડમાંથી એક શિક્ષક ધસી આવ્યા અને ટોળાની વચ્ચે જઈ બંને વિદ્યાર્થીઓને એક મુક્કો લગાવી છૂટા પાડ્યા અને પછી જે જે વિદ્યાર્થી એની હડફેટે ચડ્યો એને ફૂટપટ્ટીનો માર ચખાડતા ચખાડતા બેન્ચ પર બેસી જવાનું કહ્યું. માત્ર ગણતરીની સેકન્ડોમાં સૌ વિદ્યાર્થી પોતપોતાની જગ્યા પર ગોઠવાઈ ગયા. પેલા શિક્ષક ઘાંટો પાડી સૌને ધમકાવી પાછા પોતાના વર્ગમાં ચાલ્યા ગયા. હાથમાં વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક રાખી હું સત્તાવિહોણી બની ટેબલ પાસે ઊભી રહી. આ ત્રીસ વિદ્યાર્થીઓ પર મારો કોઈ પ્રભાવ પડ્યો નહોતો. ચાળીસ મિનિટ મેં જેમ તેમ પસાર કરી નાંખી. વિદ્યાર્થીઓને હું બરાબર શીખવી શકી કે નહીં એનો કોઈ નિર્ણય હું ન કરી શકી પણ વિદ્યાર્થીઓ મને શાંતિથી સાંભળતા હતા ખરા. કદાચ આ શાળામાં કોઈ યુવાન સ્ત્રી શિક્ષિકા તરીકે નહોતી એટલે કે પછી મારા વસ્ત્ર પરિધાન અને ભાષા પરના પ્રભુત્વની એ લોકોને નવાઈ લાગી હશે એટલે એ બધા ગુપચુપ મને સાંભળતા હતા અને બ્લેકબોર્ડ પરનો ડાયાગ્રામ અને લખાણ નોટબૂકમાં ઉતારતા હતા.

આ બીજા પિરિયડ પછી ટૂંકી રિસેસ હોવાથી ઘંટ વાગ્યો કે બધા વિદ્યાર્થી વર્ગમાંથી બહાર નીકળવા લાગ્યા. મારમારી કરી ચૂકેલા બે વિદ્યાર્થીઓને રોકી એમને મેં સલાહ-શિખામણ આપી. પેલો હટ્ટોકટ્ટો વિદ્યાર્થી મારી સામે તાકીને જોઈ રહ્યો અને પછી બોલ્યો : ‘બહેન, અમારું તો આ રોજનું થયું. અમે મજૂર વર્ગના છીએ. ઘરમાં, વસાહતમાં કે શાળામાં અમારા ઝઘડાઓ રોજેરોજના થયા. તમે નવાં લાગો છો એટલે તમને ખબર નથી. અમે મજૂરિયા છીએ મજૂરિયા.’ હું ડઘાઈને એની સામે જોતી રહી. એ વર્ગ છોડીને જતો રહ્યો કે બાજુના વર્ગમાંથી દોડી આવેલા શિક્ષક મારી પાસે આવ્યા અને મને હસતાં હસતાં કહ્યું :
‘પહેલા દિવસનો પહેલો પિરિયડ બરાબર ન ગયો, ખરું ને ?’
‘હા, મેં વિદ્યાર્થીઓ પાસેથી આવી આશા રાખી નહોતી.’
‘અને રાખતાં પણ નહીં. આ બધા મજૂર વર્ગના છોકરાઓ છે. તમે જોજો ને, ચાર-પાંચ મહિનામાં એમને કોઈ કામ મળી જતાં કોઈ ભણવા આવશે પણ નહીં. છેલ્લાં ચાર વર્ષથી હું આ શાળામાં છું પણ બે-ચાર ગણ્યાગાંઠ્યા છોકરાઓ સિવાય કોઈ એસ.એસ.સી.ની પરીક્ષામાં બેસતું જ નથી. એમને રોજીરોટી જોઈએ છે. એ નથી મળી ત્યાં સુધી ટાઈમપાસ કરવા અહીં આવશે, એને ગમે એટલી મહેનત કરી ભણાવશો તો પણ એ ભણવાના નથી.’
‘તો પછી એ શાળામાં આવે છે કેમ ?’
‘મેં તમને કહ્યું ને કે આ બધા મજૂરિયાઓ છે. મારામારી કરતા આ બંને છોકરાઓને હું ઓળખું છું. એમનાં માબાપ મિલ-ફેક્ટરીમાં કામે જાય છે. આમાંના મોટા છોકરા રમેશની એક બહેન છે. એ બીજા છોકરાના પ્રેમમાં છે. આ મજૂરિયાઓનો પ્રેમ એટલે શારીરિક આકર્ષણ. એની પાછળ પ્રેમની કોઈ ઊંડાણભરી સમજ નહીં. આવું તો આ શાળામાં ત્રીજી-ચોથીવાર બન્યું છે. હવે જો બંને તોફાન કરે તો એને મારી પાસે મોકલજો. હું એમને સીધ્ધાદોર કરી દઈશ.’ એ દિવસે સાંજે હું ઘેર ગઈ ત્યારે પેલા છોકરા રમેશને હું ભૂલી ન શકી. એનો શબ્દ મારે કાને પડઘાતો હતો – મજૂર. અમે મજૂર લોકો, મારામારી-ઝઘડા અમારે કોઠે પડી ગયા છે કારણ કે અમે મજૂર છીએ…મજૂર, મજૂર, મજૂર…. રમેશને અને વર્ગમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને એક લેબલ લાગી ગયું હતું – મજૂર, મજૂરિયાઓ.

બીજે દિવસે શાળા શરૂ થતાં મેં મારા સાથી શિક્ષકબંધુને કહી દીધું કે કંઈક અવાજ થાય તો કૃપા કરી મારા વર્ગમાં દોડી ન આવશો. મને મારી રીતે વર્ગના વિદ્યાર્થીઓને સંભાળવા દેશો. એ દિવસે વર્ગમાં મારો ત્રીજો પિરિયડ હતો. ટૂંકી રિસેસ પૂરી થતા પહેલાં હું વર્ગમાં આવી ગઈ. રિસેસમાંથી આવતા એકેએક વિદ્યાર્થીની આંખમાં આંખ પરોવી મેં જોયું. બધા ચૂપચાપ બેસી ગયા. ત્રીજા પિરિયડની શરૂઆત-સૂચકનો ઘંટ વાગ્યો અને મેં બોર્ડ પર મારું નામ લખ્યું – અનામિકા. એ પછી મેં બધા વિદ્યાર્થી સામે જોઈ કહ્યું :
‘આ મારું નામ છે. તમે મને સર, મેડમ કે ટીચર કહેવાને બદલે માત્ર અનામિકા કે અનુબહેન કહેશો તો ચાલશે. ઘરમાં બધા મને અનુ કહે છે. હવે તમે મને કહેશો કે આ નામનો અર્થ શું થાય ?’
બધા મારી સામે, બોર્ડ સામે અને એકબીજા સામું બાઘાની જેમ જોઈ રહ્યા.
મેં કહ્યું : ‘અનામિકા એટલે જેને કોઈ નામ નથી તે. હું નામ વિનાની છું છતાંયે નામવાળી છું. હું પહેલી વખત ભણવા બેઠી ત્યારે મને મારું નામ લખતાં નહોતું આવડતું. અરે નામ તો શું, પૂરા દસ સુધી બરાબર ગણતાંયે નહોતું આવડતું. આ લખવા-ગણવા સિવાય મને ઘણું ઘણું નહોતું આવડતું. કોઈ પણ રમત રમતાં ન આવડે, દડો બરાબર ઝીલી શકું નહીં, વારંવાર મારો વર્ગ ભૂલી જતી અને નળેથી પાણી પીતાં પણ આવડતું નહીં. મારું યુનિફોર્મ પૂરેપૂરું ભીંજાઈ જતું. બધા મને ‘બુદ્ધુ’ કહી સંબોધતા.’
‘તો પછી તમે શિક્ષિકા કઈ રીતે બન્યાં ?’ એક વિદ્યાર્થીએ મને પૂછ્યું.
‘એનું કારણ મારું બુદ્ધુનું લેબલ. મને કોઈ આ લેબલથી બોલાવે એ જરાય ગમતું નહીં. મારે ભણવું હતું, ઘણું ઘણું શીખવું હતું અને કોઈ ‘ઠોઠ’ કે ‘બુદ્ધુ’ કહી સંબોધે એ મારે જોઈતું ન હતું. તમને પણ હું કહી દઉં છું. તમે તમારી જાતને ‘મજૂર’નું લેબલ લગાવીને બેઠા છો. શું મજૂર ભણી ન શકે ? શીખી ન શકે ? અમેરિકાના કેટલાયે પ્રમુખો ખેતમજૂરી કરતા, સફાઈકામ કરતા. આ બધા વિશ્વના શ્રેષ્ઠ દેશના પ્રમુખ કઈ રીતે બની શક્યા ? કારણ કે એમણે એમના લેબલને ફગાવી દીધું હતું. તમને પણ હું એ જ કહેવા માગું છું. કૃપા કરી ભૂલી જાઓ કે તમે મજૂરનાં સંતાનો છો અને જિંદગીભર મજૂર રહેવા જ સર્જાયેલા છો. અહીં આ વર્ગમાં બેઠેલો કોઈ મજૂર નથી. માત્ર વિદ્યાર્થી જ છે. જો તમારે ‘મજૂર’ તરીકે જ ઓળખાવું હોય તો કાલથી આ વર્ગમાં ન આવશો, કારણ કે આ વર્ગ માત્ર અભ્યાસુઓનો જ છે. હવે તમારામાંથી કોઈ તમારી જાતને પેલા લેબલથી ન ઓળખાવશો…’

બેન્ચ પર બેઠેલા એકેએક વિદ્યાર્થી ટટ્ટાર થઈ ગયા. હું એમને એમનું આત્મસન્માન આપી રહી હતી. છતાંય એક-બે વિદ્યાર્થીઓના મનમાં શંકા ઊભી થઈ : ‘ટીચર…સોરી, અનુબહેન, તેમ છતાંયે અમને બધા લોકો, શિક્ષકો પણ મજૂર કહીને જ બોલાવવાના…’
‘શા માટે ?’
‘કારણ કે અમને તમારી જેવું સરસ બોલતાં નથી આવડતું. અમે રીતભાત વિનાના છીએ. આ શાળાના શિક્ષકો અમને જંગલી કહે છે.’ હું હસી. મેં એમને કહ્યું : ‘જંગલી હજુ સારો શબ્દ છે પણ પેલી અનામિકા નામની છોકરીને બધા બુદ્ધુ, ડોબી કહીને બોલાવતા. તમારે ‘જંગલી’ અને ‘બુદ્ધુ’ વચ્ચે કોઈ શબ્દ પસંદ કરવો હોય તો ક્યો કરો ?’
‘જંગલી.’ બધા બોલી ઊઠ્યા.
‘હજુ આપણે આગળ વધવાનું છે. એ જંગલી લેબલ પણ દૂર કરવાનું છે. હું તમને દરરોજ સાંજે થોડું થોડું આ અંગે શીખવીશ. સાથે ગમ્મત પડે એવી વાર્તા પણ કહીશ. તમે બધા શાળાના સમય પછી અડધો પોણો કલાક વધુ રોકાશો ?’ શરૂઆતના બે દિવસ પછી બધાને રસ પડ્યો. અહીં માત્ર દસમા ધોરણના જ નહીં, આઠમા અને નવમા ધોરણના વિદ્યાર્થીઓ પણ આવતા. જ્ઞાનની ભૂખ ધીરે ધીરે ઊઘડવા લાગી. પ્રત્યક્ષ ઉદાહરણો સહિત મેં રીતભાત શીખવી અને ગુજરાતી ભાષાના થોડા વ્યાકરણ વિશે પણ કહ્યું. હવે આ બાળકો વાતવાતમાં સૉરી, થેંક્યું કહેતા થયા, ધક્કામુક્કી બંધ થઈ અને થૂંકવાનું તો અદશ્ય જ થઈ ગયું.

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં બધાને ખબર પડી ગઈ કે અનામિકાબહેનની સગાઈ થઈ ગઈ છે અને મે મહિનામાં કે પછી ડિસેમ્બર મહિનામાં લગ્ન કરી આ શાળામાંથી છૂટાં થઈ જવાનાં છે. જો કે દસમા ધોરણના વિદ્યાર્થીઓ કરતાં નવમા ધોરણના વિદ્યાર્થીઓને વધુ લાગી આવ્યું પણ મને એક વાતનો આનંદ થયો કે આ વર્ષે દસમા ધોરણના ત્રીસેત્રીસ વિદ્યાર્થીઓ એસ.એસ.સીની પરીક્ષા આપવાના હતા. અમારા આચાર્યને આનંદ થયો. આ ત્રીસેય વિદ્યાર્થીઓ પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર થઈ શકે એ માટે વધારાના વર્ગો પણ શરૂ કર્યા. જૂન મહિનામાં પરિણામ આવ્યું ત્યારે માત્ર બે વિદ્યાર્થીઓ સિવાય અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ સેકન્ડ, થર્ડ કલાસ લાવી પરીક્ષાલક્ષી વૈતરણી પાર કરી ગયા હતા.

અંબરિષ બિહારના પ્લાન્ટની ટ્રેઈનિંગ પતાવી ફરજ પર હાજર થઈ ગયો હતો. અમારા વડીલોએ ચર્ચા કરી ડિસેમ્બર મહિનામાં લગ્ન લેવાનું નક્કી કરી નાખ્યું. ડિસેમ્બરમાં અંબરિષની કંપની એને એક મહિનાની રજા આપવા સહમત થઈ. અમારા રિસેપ્શનમાં કોઈ ધ્યાનાકર્ષક ઘટના હોય તો સ્ટેજ પાસે સોએક જેટલા વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ, હારબંધ કતાર. દરેકના હાથમાં ગુલાબનું ફૂલ હતું. અંબરિષે મારા કાનમાં કહ્યું : ‘અનુ, ગેટ રેડી, તારા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે.’ એમને જોઈને હું ગદગદિત થઈ ગઈ. મારી આંખમાં હર્ષનાં આંસુ ઊભરાતાં હતાં. એકેએક વિદ્યાર્થી શિસ્ત અને વિનયથી વર્તતો હતો. એ બધાના હાથમાં ગુલાબનું ફૂલ હતું. ના, એ ફૂલ નહીં, એનું હૈયું હતું. હું ગુલાબનાં પુષ્પોથી છવાઈ ગઈ.

દોઢ વર્ષની શિક્ષિકાની નોકરી કરી મેં શાળા છોડી. મને શરૂઆતમાં એમ થતું હતું કે હું અહીં વિદ્યાર્થીઓને શીખવવા આવી છું, પણ શાળા છોડતાં છોડતાં મને વિચાર આવ્યો કે ખરેખર એ નીચલા વર્ગના વિદ્યાર્થીઓને મેં શીખવેલું કે સૌએ મને જીવનપદાર્થના ઘણા ઘણા અમૂલ્ય પાઠો ભણાવ્યા ? અંબરિષ જોડે લગ્ન કરીને થોડા દિવસ હું મારે સાસરે રહી પણ અંબરિષનો જ્યાં પ્લાન્ટ આવેલો ત્યાં એ કંપનીની સુંદર વૃક્ષાચ્છાદિત કોલોની હતી. એ કોલોનીમાં એમને રહેવા માટે કવાર્ટર મળી જતાં હું આ કવાર્ટરમાં હવે એકલી પડી. સવારે સાડા આઠે અંબરિષ સ્કૂટર પર નીકળી જાય. અમારી કોલોનીથી માત્ર ત્રણેક કિલોમીટર દૂર એનો પ્લાન્ટ આવેલો. એ સાંજે પાંચ વાગે છૂટીને ઘેર આવે ત્યાં સુધી મારે શું કરવાનું ? મેં મારી જીવનકથાના આરંભમાં જ કહેલું કે હું મારા જીવનમાં નસીબદાર રહી છું, એ નસીબ મને અહીં પણ ફળ્યું. કંપનીની કૉલોનીમાં રહેતાં રહેતાં અમને પ્રિન્સિપાલ વર્ગીઝની ઓળખાણ થઈ. કોલોનીમાં રહેતા કર્મચારીઓનાં બાળકો માટે કંપનીએ અહીં શાળા શરૂ કરી અને વર્ગીઝ સાહેબે મને શાળામાં શિક્ષણ આપવાનું આમંત્રણ આપી દીધું. નવી ટર્મ શરૂ થતાં જ મેં શાળાએ જવાનું શરૂ કરી દીધું – તે આજનો દિવસ અને કાલની ઘડી. આ શાળામાં ભણાવતાં ભણાવતાં મારો દસકો વીતી ગયો.

એક દિવસ શાળામાં, મારા વર્ગમાં એક ટાબરિયો દાખલ થયો. કંપનીના કર્મચારીનો એ પુત્ર હતો. શાળાના નિયમ પ્રમાણે વર્ગમાં નવા દાખલ થયેલા વિદ્યાર્થીનાં માતાપિતા વર્ગ-શિક્ષકને મળી લેવું જરૂરી હતું જેથી ઘરમાં પણ બાળકને અભ્યાસની પૂરેપૂરી સુવિધા મળે. એક ગુરુવારે આ નવા વિદ્યાર્થી નંદનનાં માતા-પિતા મને શાળાના સમય પછી મળવા આવ્યાં. નંદન પણ સાથે હતો. મેં એના પિતા સામે જોતાં જ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને બોલી ઊઠી :
‘અરે રમેશ તું ?’
અને એણે પણ એટલા જ આશ્ચર્યથી પ્રતિસાદ આપ્યો :
‘અરે અનામિકાબહેન, તમે ?’
અમારા સુખદ આશ્ચર્ય વચ્ચે રમેશે મને જણાવ્યું કે એણે એસ.એસ.સી. પછી એન્જિનિયરિંગ લાઈનનો ડિપ્લોમા કોર્સ કર્યો, કોઈ ફેક્ટરીમાં બે-અઢી વર્ષ નોકરી કરી અને આ પ્લાન્ટમાં નોકરી મળી જતાં અહીં આવ્યો. વર્ષો પહેલાં જે પિતા મારી પાસે ભણી ગયો એનો પુત્ર હવે આજે મારા વર્ગમાં દાખલ થયો. મને શાળાની મારી નોકરીનો પ્રથમ દિવસ યાદ આવી ગયો. આ કેવા જોગ-સંજોગ ! હું પિતાને ભણાવી ચૂકી છું અને એનો પુત્ર પણ મારી પાસે અભ્યાસ કરશે. ‘મજૂરિયા’ જેવું લેબલ લગાવીને અભ્યાસ કરતા પિતાએ આ લેબલને ફાડીને ફેંકી દીધું છે. રમેશના પુત્રને હવે કોઈ મજૂર કહીને નહીં સંબોધે. એ લેબલ હટાવતાં પિતાને કેટલો પરિશ્રમ વેઠવો પડ્યો હશે ? હવે અહીં કંપનીના જનરલ મેનેજરનો પૌત્ર અને રમેશ જેવા કર્મચારીનો પુત્ર પણ સમાન છે ! એ સાંજે મેં ઘેર જઈ લાપસી રાંધી, મારાં સંતાનો અને પતિએ પૂછ્યું : ‘કઈ ખુશીમાં….?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પુષ્પગુચ્છ – સંકલિત
નસીબદાર – કિંજલ શાહ Next »   

42 પ્રતિભાવો : મજૂરિયા – ગિરીશ ગણાત્રા

 1. સુંદર. શિક્ષકનું ખરુ કર્તવ્ય – માત્ર શિક્ષણ આપવુ નહિ પણ સાથે સાથે જીવનમાં જાતે ઉભા રહેવાની સમજણ આપવું પણ છે જ.

 2. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ, ગીરીશભાઈની દરેક વાર્તા અનોખી અને સુસંસ્કારી હોય છે.

 3. nayan panchal says:

  વાહ,વાહ, વાહ!!! આફ્રીન પોકારી જવાય એવી વાર્તા.

  ગિરિશભાઈએ કેટકેટલા મુદા વણી લીધા.

  સ્ત્રીને પગભર બનાવવાનુ માતાપિતાનુ વલણ, સામાજિક સમભાવ, સેલ્ફ-ઈમેજમાં પરિવર્તન, કૃતજ્ઞતાનો ભાવ, ભણતરનુ મહત્વ, આદર્શ જીવનસાથી અને સૌથી મહત્વનુ તો આદર્શ શિક્ષકના ગુણો.

  મૃગેશભાઈ,
  સાઈટ ઉપર “Rate this Article” ફીચર મૂકી શકાય તો કેવુ ??

  ખૂબ આભાર,
  નયન

 4. Dhaval B. Shah says:

  ખૂબ ખૂબ સુન્દર. આંખમાં પાણી આવી ગયા.

 5. Amazing story…. Got goosebumps… !!!!

 6. Ravi says:

  Girirsh bhai..
  no words for this story.
  very very touchhyy..
  thanks..

 7. ખુબ જ સુંદર. નયનભાઈએ કહ્યું તેમ ગીરીશભાઈએ વાર્તામાં ઘણાં બધા મુદ્દાઓ એક સાથે વણી લીધા છે.

  મારી માતા શિક્ષિકા હતા અને તેમના જીવનમાં એવા ઘણાં પ્રસંગો બન્યા છે કે જેમાં તેમણે માતા – પિતા ને અને તેમના પૂત્ર – પૂત્રીને એમ બે પેઢીને ભણાવ્યાં હોય. મને પણ મારી માતાના ક્લાસમાં ભણવા મળેલું અને તેથી હું તેમને બા-બહેન (માતા અને શિક્ષિકા) કહીને બોલાવું છું. એક વાર એક રમૂજી પ્રસંગ બનેલો. જેમાં મારી માતાના ક્લાસમાં મેં ખુબ તોફાન કરેલ તેથી શિક્ષા રૂપે મને વર્ગમાંથી કાઢી મુકવામા આવેલ તથા વાલીને બોલાવીને લાવવા માટે કહેવામાં આવેલ. અને પછી મારી ફરીયાદ સાંભળવા મારા પિતાએ આવવું પડેલ.

 8. Sunita Thakar(UK) says:

  મારા મોમ અમદાવાદ ની એક સરકારી શાળા મા શિક્ષિકા હતા અને હુ પણ નાનપણ મા એની સાથે જતી. સમાજ ના નીચલા વર્ગ ના મોટાભાગે અભણ એવા માતા પિતા પોતાના બાળકો ને પોતાની જેમ મજુરિ ના કરવી પડે અને એમનુ ભવિશ્ય સુધરે એ હેતુ થી બાળકો ને શાળા એ મોકલતા. એમની ગરીબી એમના પહેરવેશ અને એમના ચેહરા પર થી ઝલકતી પણ એમની આન્ખો મા કોઇ સપનુ હતુ.આજે એમાના ઘણા વિધ્યાર્થી ઓ સારી રીતે ખુમારી થી જીવે છે. મારા મોમે મને ક્યારેય એમના થી અતડા રહેવાનુ નહોતુ કહ્યુ એટલે મને એમના જીવન ને નજીક થી જોવાનો મોકો મળતો. ઘણીવાર બપોર ના મધ્યાહન ભોજન (આજે પણ સરકારી શાળાઓ મા બપોર નુ ભોજન કરાવવા મા આવે છે, જેમા ઘણા લોકો તેલ અને બીજી વસ્તુઓ ની કટકી કરે છે) પછી કેટલાક બાળકો બીજો ડ્બ્બો ભરી લેતા અને કેહતા કે મારા નાના ભાઈ-બહેને આ વાની ચાખી નથી ! ગીરીશભાઈ તમારી વર્તા ખરેખર ખુબ Touchy છે.

 9. bhavin says:

  really ” afrin afrin “

 10. Riti says:

  ખૂબ જ સુદર વાતૉ, અભિનદન…

 11. shruti.maru from surat says:

  ખરેખર આ વાર્તા ખુબ સુંદર છે.

  આજે શિક્સાના સમાજ માં આવા કિસ્સા બહુ ઓછા જોવા મળે છે. પણ નથી તેવુ પણ નથી. .આજે teacher તો છે પણ સાચી રાહ બતાવનાર બહુ ઓછા છે. જ્યારે teacher બોલે છે ત્યારે teacher પોતે તેવુ નથી વિચારતા કે “હું જ્યારે શાળામાં અભ્યાસ કરતી હતી કે કરતો હતો ત્યારે મને મારા teacher class ની વચ્ચે ” જંગલી,બુદ્ધુ,,ડોબી” કહેતા ત્યારે “કેવુ” લાગતુ તો આજે જ્યારે ખુદ teacher બની પોતે તેજ ભુલ કરે છે તે વાતની ખબર બહુ ઓછા teacher ને પડે છે.

  teacher chahe te kari kari shake che!!!!!!!!!!!!!!!

  khub sarasa artical che.

  લેખકજી આપનો આભાર, આવી વાર્તા વધુ ને વધુ આપતા રહો.

 12. Satish says:

  Very Nice Story. Teachers are the backbone for our educational development.

 13. Vaishali Maheshwari says:

  Simply excellent.

  Very nice.
  September 5th is a Teacher’s Day and this story is published on the right time.
  A responsible teacher changed lives of so many students.

  Thank you Mr. Girish Ganatra.
  Loved reading and understanding your story!

 14. Dr Janak Shah says:

  Dear Girishbhai,
  Wonderful story and you have depicted reality. As a teacher, I have many time passed through this type of events. Congratulation for weaving the events in touchy skill. Literature is the reflection of life. Here I found that the life is truly reflected through the story form.
  Dr. Janak Shah

 15. meena says:

  So only lower class people’s love means physical attraction? ”So called” educated, High calss ” people love for the sake of divine love only ?
  Maximum abortion cases are from unmarried girls belong to So called ખાનદાન families.

 16. kaushal says:

  ”TEACHER” this word is very important for me.becu’s my perents,my uncle HIMANSHU.SHELAT & my grandfather also a teacher.my grandfather Late MR.SHIRISH .M.SHELAT won the award of best teacher by LAL BHADUR SHASHTRI.

  VERY NICE STORY.after red this story i missing my family.how passionately they r working?? i realy proud of them.
  my regard to u Girishbhai & thanks a lot.

  shelat kaushal.

  .

 17. Veena Dave, USA says:

  મા. ગીરીશભાઈ, તમારી વાત માટે ખુબ સરસ શબ્દ ઓછો લાગે. આભાર.

  આવા શિક્ષકો સામે માથુ નમાવવાનુ મન થાય. મારા સાસુ કુન્દનબેન દવે શિક્ષિકા હતા અને તેમના મમ્મી લલિતાબા પોરબ્ન્દરમા આચાયૅ હતા. હજુ મારા સાસુનો કોઈપણ વિધ્યાથી ગમે તેટલી ઉમરનો હોય, ગમે તેટલા ઉચા હોદા પર હોય, દેશમા કે પરદેશમા તેમને મળે એટલે અચુક પગે લાગે. હુ ઘણી વખત તેમને કહુ કે ‘તમે અને ભાઈ(મારા સસરા) મને સાત જનમ સાસુ-સસરા તરીકે મળજો.( વર પણ એટલો જ સારો છે કે જેથી ઓટોમેટીક સાત જનમ મળશે જ્…..)

 18. drggtank says:

  Excellant Story.

 19. Viren Shah says:

  Very nice story.

  It is very possible that this may have happened in real life for somebody.
  It always makes me curious that why in the world there is no school which teaches a subject of “Art of Living Life” which may cover several aspects related to living life effectively and happily along with the professional education that school / colleges provide.

 20. Vraj Dave says:

  આમતો શ્રીગીરીશભાઇ ની કલમ નો પરિચય છે જ. પણ આજતો ખરેખર આંખો ભીની થઇ ગઇ.
  પ્રતિભાવો એ પણ વાર્તા ને વધાવી લીધી છે.હવે તો રીડગુજરાતી નો વાંચક પરિવાર બહોળો થતો જાયછે.
  ધન્યવાદ.
  વ્રજ દવે
  જામખંભાલિયા.

 21. ભાવના શુક્લ says:

  ખુબ જ ચોટદાર રજુઆત.. લેખક્ને ખુબ અભિનંદન.
  દરેક શિક્ષક પાસે થી આવી કઈ કેટલીયે ઘટનાઓ હૃદયમા ધરબાયેલી જોવા મળશે.

  યુ.એસ.એ. મા મલ્ટીનેશનલ કંપની જોબ કરવા છતા પણ શિક્ષક તરીકેના વ્યવસાયમા સંતોષ અને આવા કઈ કેટલાય સંભારણાઓ વધુ હતા.

 22. kumar says:

  ખરેખર ખુબ સરસ વાર્તા…લેખક ને ખુબ ખુબ અભિનંદન

 23. Viral says:

  વાર્તા ખરેખર સુન્દર હતી. પણ હવે તો આવા શિક્ષકો અને શાળા માત્ર વાર્તા મા જ મળે છે. આપણા દેશ મા તો શિક્ષણ હવે મોટો BUSINESS થઈ ગયો છે. બાળમદિર મા પણ હવે ૩૦૦૦૦ થી ૪૦૦૦૦ રુપિયા ફી થઈ ગઈ છે.

  • Vijay says:

   That happened because of uneducated parents. “Seller exists only if Buyer is present.” If people starts taking their kids out of 30000/40000 school, then those schools can’t survive. Remember what Gandhi did? Very simple. Just don’t feed the “problem” and problem won’t survive. But the question is: “Are we ready?”. The answer is : NO. So this business of education will survive…….

 24. Dhwani Mankodi says:

  THERE IS NO WORD FOR COMPLIMENT!!!!!
  GIRISHBHAI’S STORIES ARE ALWAYS EXCELLENT AND TOUCHY.
  MY MOTHER IN LAW WAS TEACHER, SO THER ARE INCIDENTS THAT SHE TAUGHT FATHER AND SON BOTH . SHE SHARED SIMILAR FEELINGS WITH US.

 25. trupti says:

  Earlier also this story was read by me in one of Girishbhai’s Goras Kathamala and Janmabhoomi Pravasi, but reading the same here again, felt was reading for the first time. Awesome.

 26. Moxesh Shah says:

  “વર્ષો પહેલાં જે પિતા મારી પાસે ભણી ગયો એનો પુત્ર હવે આજે મારા વર્ગમાં દાખલ થયો. મને શાળાની મારી નોકરીનો પ્રથમ દિવસ યાદ આવી ગયો. આ કેવા જોગ-સંજોગ !”

  ખૂબ જ સુન્દર. આંખમાં પાણી આવી ગયા.

 27. Shilpa says:

  Excellent Story,

  My regard to you & many thanks .
  God bless you.

 28. sakhi says:

  ખૂબ જ સુન્દર વાર્તા…લેખક ને ખુબ ખુબ અભિનંદન

 29. hari patel says:

  mind blowing.damn good story.people should follow something like this in real life.

 30. paras chhatrola says:

  varta khare khar samajava jevi chhe

 31. Chirag Patel says:

  WOW! IF this is a real story and if Anamika Ben is real person, then I bow to you…. In today’s day and age, we do need teacher and person like you… I Thank You Anamika Ben from bottom of my heart and soul… There are only three people I bow to after my mohter – and now you are the forth one! From bottom of my heart and soul – THANK YOU!!!!

  Thank you,
  Chirag Patel

 32. shruti says:

  plse parden me to write in english… this story realy motivates the young lecturer like me…. if the r regulr reader fo read gujarati…. even the moral of the stury is equally true for college students too… as a lecturer it is our primary duty to motivate the students in all respects…. good story…
  thank you girish bhai and mrugesh bhai for such a wonder ful article..

 33. Vipul Panchal says:

  Amazing Story,

  We are really proud of u Anamikaben.

 34. Shailesh Pujara says:

  What can I say … everything is already said by others… Girishbhai is Girishbhai – he had given many stories (if you say it story… its something more than a story) like this in JIVANSHILP – GORAS ….

 35. Purvi Shah says:

  Teacher is like mother only he or she can teach you the lessons of life like mother

 36. Mihir sanghavi says:

  “શું મજૂર ભણી ન શકે ? શીખી ન શકે ? અમેરિકાના કેટલાયે પ્રમુખો ખેતમજૂરી કરતા, સફાઈકામ કરતા. આ બધા વિશ્વના શ્રેષ્ઠ દેશના પ્રમુખ કઈ રીતે બની શક્યા ? કારણ કે એમણે એમના લેબલને ફગાવી દીધું હતું. તમને પણ હું એ જ કહેવા માગું છું. કૃપા કરી ભૂલી જાઓ કે તમે મજૂરનાં સંતાનો છો અને જિંદગીભર મજૂર રહેવા જ સર્જાયેલા છો. અહીં આ વર્ગમાં બેઠેલો કોઈ મજૂર નથી. માત્ર વિદ્યાર્થી જ છે. જો તમારે ‘મજૂર’ તરીકે જ ઓળખાવું હોય તો કાલથી આ વર્ગમાં ન આવશો, કારણ કે આ વર્ગ માત્ર અભ્યાસુઓનો જ છે.”
  ખુબ જ સરસ!

 37. saumil says:

  Forced to write a comment by this brilliant peice of writing. Thank you Girish Sir for enriching us.

 38. Jay Patel SURAT says:

  Marvelous……….

 39. Bhupendra says:

  એક સિક્ષક કભિ સાધારન નહિ હોતા,

 40. Mori Bharat says:

  Very good story.
  When I was going thru the story, I recall all the memories of my school life.
  Teachers-their supporting words-filled fuel in student’s blood.
  Every child is hungry of love more than that of food and may few teacher can make them feel filled.

  Touchy and memory recalling story.
  Many thanks to Girishbhai for awesome story and excellent representation. 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.