નસીબદાર – કિંજલ શાહ

[રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2009માં પ્રાપ્ત થયેલી કૃતિઓ પૈકીની આ કૃતિના યુવાસર્જક કિંજલબેન (આર્કન્સેસ, અમેરિકા) માઈક્રોબાયોલોજીમાં મુંબઈ ખાતે અભ્યાસપૂર્ણ કરીને ગતવર્ષે લગ્નબાદ અમેરિકા સ્થાયી થયા છે. તેમની ‘અપેક્ષા’ નામની વાર્તા અગાઉ આપણે રીડગુજરાતી પર માણી હતી. આપ તેમનો આ સરનામે kinjalshah25@gmail.com સંપર્ક કરી શકો છો.]

ડિસેમ્બર મહિનાની ખુશનુમા સાંજ હતી. વાતાવરણમાં શીતળ ઠંડક હતી. અંજલિએ ઉતાવળા પગલે ‘વાત્સલ્ય ટાવર’માં પ્રવેશ કર્યો. લિફ્ટમાં દાખલ થઈને સાતમા માળનું બટન દબાવ્યું અને સ્વગત જ બોલી પડી, ‘બાપ રે… મમ્મીને પાંચ વાગ્યાનું કીધું હતું અને સાડા-છ વાગી ગયા. નાહકની ચિંતા કરતી હશે…’. અંજલિને ડોરબેલ વગાડવાની પણ જરૂર ના પડી. સ્વાતિબેન બારણામાં જ ઉભા હતા.
‘આવ બેટા, ખાસ્સું મોડું થઈ ગયું નહિ ? લિફ્ટનો અવાજ સાંભળ્યો તો મને થયુ કે તું જ હશે.’ સ્વાતિબેને લાગણીભીના અવાજે કહ્યું.
‘હા મમ્મી, જો ને આ “આશા-કિરણ”માંથી નીકળતા મોડું થઈ ગયુ.’ અંજલિએ પાણીનો ગ્લાસ લેતાં કહ્યું.
‘કેટલા વખતે આવી ? આમ નજીકમાં જ રહેતી દીકરીને પણ મમ્મીના ઘરે આવવાનું મન નથી થતું ? ખબર છે તમે બધા બહુ બિઝી હોવ છો પણ મહિને-પંદર દા’ડે એકાદવાર તો અવાયને ? અવિનાશને ટાઈમ ન હોય પણ તું પણ નથી આવતી. કેમ હવે મમ્મીના ઘરે નથી ગમતું ?’
‘શું મમ્મી તું પણ… એવું તો કંઈ હોતુ હશે ? અરે, આ તો મારું ઘર… અહિયાં તો જિંદગીના બાવીસ વર્ષ વીતાવ્યા છે. કોઈ ગમે તે કહે કે દીકરી પરણે એટલે માવતરનું ઘર પારકું થઈ જાય પણ મને તો આ હજુય પોતીકું જ લાગે છે. લગ્નના વીસ વર્ષ પછી પણ…’
‘તો’ય આવતી તો છે જ નહિ પછી મને તો એમ જ લાગે ને કે અહિયાં…’
‘અરે ! મમ્મી, હજી ગયા મહીને તો આવીને ગઈ હતી ! તું તો મમ્મી છે ને એટલે તને તો એવું જ લાગે. હવે લગ્નના વીસ વરસ પછી હુ કાંઈ દર અઠવાડિયે થોડી આવવાની હતી ? આ તો ભાઈ-ભાભી ફરવા ગયા છે તો મને થયું કે ચાલ મમ્મીને મળી આવું, એ એકલી હશે અને અવિનાશ પણ મોડેથી આવવાના છે. આજે તો એને બિઝનેસ-ડીનર છે.’
‘બસ બેટા, તું તારા ઘરે આટલી સુખી છે પછી મારે શું જોઈએ ? આ તો એમ જ કે તું આવે તો ગમે.’

પછી તો મા-દિકરી વાતોએ વળગ્યા. અલક-મલકની, સગાની-પાડોશની ઘણી બધી વાતો થઈ. બધી વાતોનો સૂર જો કે એક જ વાક્ય પર મળતો હતો, ‘અંજલિ બેટા, તું બહુ સુખી છો. તું બહુ નસીબદાર છે. તને કોઈ વાતની ખોટ નથી.’ સ્વાતિબેનના મોઢે આ એક જ વાક્ય હતું. જાત-જાતની વાતો અને જાત-જાતના માણસો. નલિનીબેન, મુકેશભાઈ, કલામાસી, અરવિંદમામા અને અંજલિની ફ્રેન્ડ સહિત બધા સ્વાતિબેનને એક જ વાત જાણે કરતાં હતાં : ‘તમારી અંજલિ ખરા અર્થમાં સુખી થઈ ગઈ સ્વાતિબેન. બાપ વગરની દીકરી પણ નસીબદાર સાબિત થઈ ! જુઓ, જાહોજલાલીમાં આળોટે છે…’ અને આ બધી વાતોનો રસથાળ પીરસતા સ્વાતિબેનની જીભ સુકાતી જ ન હતી.
‘એવું થોડું છે મમ્મી ? બીજા બધા પણ સુખી જ છે ને ! સુખની વ્યાખ્યા ખાલી પૈસો થોડો છે ?’
‘ના પણ તારી વાત તો અલગ જ છે….’ એવું કહેતા સ્વાતિબેનના ધ્યાનમાંથી અંજલિના આંખે જામેલા નાનકડા અશ્રુબિંદુ નજરબહાર રહી ગયા. એ જ અઢળક વાતો અને ડિનર પતાવીને અંજલિ ઘરે પાછી ફરી. સ્વાતિબેને અંજલિને રોકાવા માટે આગ્રહ કર્યો પણ અંજલિ ના રોકાઈ. હજી અવિનાશ જો કે આવ્યો ન હતો. ત્રણ બેડરૂમ-લિવિંગરૂમ-કિચનના મુંબઈના પ્રતિષ્ઠિત એરિયામાં આવેલા ફલેટમાં અંજલિ એકલી જ હતી. એ જ એકલતા હતી અને એ જ પ્રતિક્ષા હતી અવિનાશની. કંટાળીને અંજલિએ પલંગ પર લંબાવ્યું. મમ્મીના ઘરે થયેલી બધી વાતો નજર સમક્ષ આવી ગઈ. પોતે કેટલી સુખી છે, આખી દુનિયાને લાગે છે કે હું બહુ સુખી છું… હા, આમ તો હું સુખી છું પરંતુ સુખી તો હું પહેલા પણ ક્યાં ન હતી ? અંજલિ જાણે વીસ-પચ્ચીસ વરસ પહેલાની દુનિયામાં પહોંચી ગઈ.

આમ તો ખૂબ જ નાનકડો સંસાર હતો. મમ્મી એટલે કે સ્વાતિબેન, એક નાનો ભાઈ આકાશ અને એ પોતે. પપ્પા તો ભાઈ-બહેન નાનાં હતા ત્યારે જ મૃત્યુ પામ્યાં હતાં. પરંતુ મામાનું ઘર ખૂબ સારૂં અને પપ્પા પાસે પણ ઠીક ઠીક કહી શકાય એવી મૂડી હતી એટલે સંસાર ચલાવવામાં મમ્મીને ખાસ મુશ્કેલી નહોતી નડી. એક સુખી મધ્યમવર્ગીય પરિવાર હતો. એ લાઈફમાં કદાચ આધુનિક લક્ઝરી ન હતી. મોટા બંગલા, ફાર્મહાઉસ, કાર, સ્ટેટસ નહોતું છતાં મારી નાનકડી દુનિયામાં હું કેટલી ખુશ હતી ! શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાં લીધેલું એડમિશન, ટ્યુશન્સ કરીને જમા કરાતાં એ પોકેટમની, ખૂબ જ ઓછે પૈસે પણ ફ્રેન્ડ્સ જોડે થતું મનોરંજન, એની અને નાના ભાઈ આકાશની મસ્તી, સાંજ પડ્યે હસતાં-રમતાં ત્રણેય જણ ભેગા મળીને કરતાં એ ડિનર – એ બધું અંજલિની આંખો સામેથી પસાર થઈ ગયુ. ‘દુ:ખ’ શબ્દ તો ત્યારે પણ નહતો જ ને જિંદગીમાં ? અંજલિને પોતાની પહેલી જોબ પણ યાદ આવી ગઈ. કેટલી ખુશ હતી ત્યારે એ જ્યારે સ્કુલમાં સાંઈઠ વિદ્યાર્થીને ને સંભાળીને ભણાવતી હતી. મિત્રો, સ્ટાફ જોડે થતી મહેફિલ, પિક્નીક, એકબીજાના ઘરે જઈને ફેમિલી સાથે થતી પાર્ટી યાદ કરતાં આંખોમાંથી અશ્રુધાર વહી ગઈ.

અને પછી આવ્યો અવિનાશ એની જિંદગીમાં. મામાએ જ બતાવ્યો હતો આ સંબંધ. સારુ આબરૂદાર ખાનદાન હતું. બે દિકરાઓ હતા : અવિનાશ અને અનિરૂધ્ધ. અવિનાશ ત્યારે એટલે કે આશરે વીસ વરસ પહેલાં એમ.કોમ થયેલો હતો અને ઘરના સહિયારા ધંધાને સંભાળતો હતો. અંજલિને તો એ ઊંચા, સ્માર્ટ અવિનાશને ના પાડવાનું કોઈ કારણ ન હતું. અવિનાશને પણ નાજુક, નમણી, દેખાવડી અને સરળ એવી અંજલિ પસંદ પડી ગઈ અને પછી શરૂ થયો એક રમણીય સંસાર. અંજલિની આંખ સામેથી જાણે લગ્નનો દિવસ પસાર થઈ ગયો. શરૂના વરસો તો કદાચ સાચે જ સરસ ગયા. ત્યારે તો અવિનાશના માતા-પિતા સાથે હતા. સહિયારો ધંધો હતો. સંયુક્ત કુટુંબ હતું. નવા કુટુંબના રીતરિવાજ, એકમેકને સમજવાના એ દિવસો. જીવનનો સૌથી સુખદ પ્રસંગ એટલે અંજલિ અને અવિનાશનું સંતાન-પાર્થનો જન્મ. ત્યારબાદ તેનો ઉછેર કરવામાં જ આ બધા વરસો વીતી ગયા – અંજલિ જાણે સ્વગત જ વાતો કરી રહી. લગ્નના પાંચ વરસો પછી પહેલા પપ્પાજી અને પછી મમ્મીજી બંને એક પછી એક એમ અંજલિને છોડીને જતાં રહ્યાં અને પછી શરૂ થયો અહમનો ટકરાવ. અવિનાશ અને અનિરુધ્ધ પછી ક્યારેય સહિયારો ધંધો ના કરી શક્યા. ધંધો પછી ઘર અને પછી મન બધું જ ધીરે ધીરે છૂટું પડતું ગયું…..

અને ત્યાંથી જ શરૂઆત થઈ અંજલિની એકલતાની. અવિનાશ પછી દિવસ-રાત એનાં ભાગમાં આવેલ ધંધાને વિકસાવવા મથી રહ્યો. એ ફક્ત એના ધંધાને જ નહોતો વિકસાવવા માંગતો, સાથે એ ધ્યેય હતું કે મોટાભાઈ અનિરુધ્ધ કરતાં પણ મારો ધંધો સારો ચાલવો જોઇએ. પછી તો એક પછી એક બધી જ લક્ઝરીસ ઘરમાં આવતી ગઈ. જિંદગીની તમામ સુખ-સાહ્યબી, એશોઆરામ બધું જ જિંદગીનો હિસ્સો બનતું ગયુ. ધંધો સાચ્ચે જ સરસ ચાલ્યો. શરૂના વરસોમાં તો અંજલિએ અવિનાશને પૂરેપૂરો સાથ આપ્યો. ‘આ જ તો ઉંમર હોય છે પૈસા કમાવવાની…’ એ વાતમાં અંજલિએ પણ પોતાનો સૂર પૂરાવ્યો હતો. જો કે બંને ભાઈ વચ્ચે સમાધાન કરાવવાના લાખ પ્રયત્નો કરવા છતાં પણ અંજલિ એમાં નિષ્ફળ જ નીવડી હતી. એમ તો પાર્થને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવાના નિર્ણય સામે પણ અંજલિની એકપણ દલીલ ક્યાં કામ કરી શકી હતી ? અંજલિને આજે પણ એ દિવસ યાદ આવી ગયો. કેટલો મોટો ઝગડો થયો હતો બંને જણ વચ્ચે જ્યારે પહેલીવાર અવિનાશે પાર્થને બોર્ડિંગ સ્કૂલમાં મૂકવાની વાત કરી હતી. બિઝનેસની દુનિયાના કહેવાતા ‘સ્ટેટસ’ અને ‘છોકરાની કરિયર’ના મુદ્દા સામે અંજલિનું કશું નહોતું ચાલ્યું. કંઈક આવી જ રીતે એણે ફરી શરૂ કરેલી મિડલ-ક્લાસ સ્ટેટસવાળી સ્કૂલની જોબ પણ એક દિવસ બંધ થઈ ગઈ.

…અને સુખની છોળો વચ્ચે અંજલિ ‘એકલી’ થઈ ગઈ. અવિનાશે એને ઘણા બધા રસ્તા અને ઉપાયો બતાવ્યા – કલબ, કિટી-પાર્ટી, સોશ્યલ-ગ્રુપ. પરંતુ મિડલ-ક્લાસ અંજલિ પોતાની જાતને એમાં ઘણાં પ્રયત્ન પછી પણ ઢાળી શકી નહિ. ‘દુનિયાની નજરે જેને સુખ કહેવાય એમાંથી જ થોડી માણસને ખુશી મળે ? જે આપણને ગમે, જે પરાણે ન કરવું પડે અને જે કરવાથી આનંદ મળે એનું નામ તો સુખ…!’ એ ફિલોસીફીથી પ્રેરાઇને જ છેલ્લા દશવરસથી એ ‘આશા-કિરણ’ની પ્રવૃત્તિ સાથે જોડાઈ ગઈ હતી. ‘આશા-કિરણ’એ એક એવી સંસ્થા છે જે અપંગ અને મંદબુદ્ધિના બાળકો કે વ્યકિતઓને પગભર થવા માટે પ્રયત્ન કરે છે અને અંજલિ રોજ એમાં સેવા આપવા માટે જાય છે, પ્રવૃત્તિ કરે છે અને ખુશી પણ મેળવે છે. એનું ત્યાં આખું ગ્રુપ થઈ ગયું છે. હવે તો આવી સોશ્યલ સર્વિસ પણ ‘સ્ટેટસ સિમ્બોલ’ કહેવાય છે એટલે અવિનાશને એમાં કોઈ વાંધો નથી.

પણ હવે રહી રહીને અંજલિને એક વસવસો છે. આ બધામાં અવિનાશ કેમ નથી મારી જોડે ? ઠીક છે, શરૂઆતનાં વર્ષો હતાં ત્યારે ઘણી મહેનત કરી, ધંધો જમાવ્યો. હવે તો બિઝનેસ આટલો સરસ ચાલે છે તો શું હવે પણ અવિનાશ મને સમય ન આપી શકે ? આ બિઝનેસની પળોજણ ઓછી ન કરી શકાય ? મોટાભાઈ આપણાં કરતાં આગળ નીકળી જાય તો પણ શું ? પૈસો તો કમાઈ લીધો. પણ આ ‘ગેઈમ ઓફ મની’ નથી રહી, હવે આ ‘ગેઈમ ઓફ પાવર’ બની ગઈ છે. પૈસો નહિ પણ સત્તાનો નશો છે આ. બિઝનેસ છોડીને તો નહિ પણ ઓછું કરીનેય અવિનાશ થોડો સમય મને ન આપી શકે ? અંજલિ આ બધું અવિનાશને સમજાવીને થાકી ગઈ છે. અંજલિને કાલે જ એમના વચ્ચે થયેલી કડવી દલીલ યાદ આવી ગઈ. આવી જ એક સમજાવટ પછી અવિનાશે કહેલું, ‘કમ ઓન હની, આઈ એમ જસ્ટ ફોર્ટી નાઈન. આ ઊંમરે તો લોકો બિઝનેસ શરૂ કરતા હોય છે અને તું મને આટલો વેલ-સેટલ્ડ ધંધો ઓછો કરી દેવાનો કહે છે ? અરે હું તો હજી આને વિસ્તારવાનો છું. બધાને બતાવી દઈશ. અનિરૂધ્ધભાઈને તો હવે ખરી ખબર પડશે કે એમણે કેટલી મોટી ભૂલ કરેલી. મને બાળક સમજતા હતાં. હવે ખબર પડશે કે……’
‘શું ખબર પડશે અવિ ? તારે શું ખબર પાડવી છે એમને ? અરે, આપણા મોટાભાઈ છે. ભગવાનની કૃપાથી આટલો પૈસો તો છે. હવે શું લોહી-ઉકાળા ? અરે ! અવિ છોડ આ બધું. થોડો સમય ફેમિલી માટે આપ. તને ગમતાં કામ માટે આપ. જીવનને હવે માણ થોડું, તો આપણે બંને ખુશ થઈશું…’
‘જો અંજુ, મને તો ખુશી આમાં જ મળે છે અને તને તારા કામમાં. તો છેવટે આપણે બંને ખુશ જ છીએ, એટલે આ બધું બંધ કર. તને નહીં સમજાય આ બધું…’
‘યસ, મને આ બધું નહિ સમજાય અવિ, ક્યારેય નહિ.’

ટ્રીન…ટ્રીન…ટ્રીન… ફોનની ઘંટડીએ અંજલિની વિચારધારા તોડી. ભીની આંખે અંજલિએ ઘડિયાળ સામે જોયું. ઑહ માય ગોડ ! એક વાગી ગયો, હજુ અવિ ન આવ્યો ! આમ તો ઘણીવાર આટલું મોડું થતું હોય છે. વિચારોમાં જ એણે ફોન ઉપાડ્યો : ‘વોટ ? કઈ હોસ્પિટલમાં ? ક્યારે? યસ, હું હમણાં જ પહોંચું છું.’ અંજલિએ ફોન પછાડ્યો. એના બધા જ વિચારો બંધ થઈ ગયા હતા. અવિનાશને કારમાં જ મેસિવ હાર્ટ-એટેક આવ્યો હતો. ડ્રાઈવર એને પાસેની હોસ્પિટલમાં લઈ ગયો હતો.
*******

સાંજના સમયે હાથમાં કોફીના મગ સાથે અવિનાશ, બાલ્કનીમાંથી અપલક નયને અસ્ત થઈ રહેલા સૂર્યને જોતો હતો. કેટલાં બધાં વખત પછી આજે આમ શાંત ચિત્તે સૂર્યાસ્ત માણ્યો. ડોક્ટરે ફરમાવેલા ફરજિયાત આરામને લીધે. પંદર દિવસ થઈ ગયા એ વાતને. સાચ્ચે જ મેસિવ હાર્ટ-એટેક હતો એ. ભગવાનની કૃપા અને ડૉ.કોઠારીની આવડત અને સમયસૂચકતાને લીધે અવિનાશ આજે સહીસલામત હતો. અને કદાચ અંજુના ખરા પ્રેમને લીધે. પહેલીવાર અવિનાશને એની જિંદગીમાં અંજલિના અસ્તિત્વનું મહત્વ સમજાયું. આ પંદર દિવસમાં કદાચ પહેલીવાર અવિનાશને ભાન થયું કે આ અંજલિ પોતાને કેટલો બધો પ્રેમ કરે છે અને હરહમેંશ પોતાના સાથ-સંગાથ માટે કેટલી ટળવળતી રહેછે. ‘સાચ્ચે જ હું કેટલો બધો બીઝી હતો ! અત્યારે એમ થાય છે કે આવા કોઈપણ જાતના ભારણ વગર અંજુ સાથે ગાળેલી ક્ષણો કેટલી ? એવું મારા હૃદયને પૂછીશ તો કોઈ જવાબ નહિ મળે !’
‘અવિ, આજે એક વાત કહું ?’ અવિનાશની વિચારધારાને તોડતી અંજલિ કોફીના મગ સાથે પાસેની ખુરશી પર બેસી અને બોલી, ‘અવિ, યાદ છે પેલા દિવસે તું કહેતો હતો….આઈ એમ જસ્ટ ફોર્ટીનાઈન ! આ તો હજી શરૂઆત છે. એક કડવી વાત ના ચાહતા હોવા છતાં કહેવી પડે છે કે કંઈક આડુંઅવળું થઈ ગયું હોત તો આ શરૂઆત કદાચ અંતમાં પલટાઈ જાત…!’ અંજલિથી ડૂસકું મૂકાઈ ગયું. તે આગળ બોલી, ‘અવિ, હજુ મોડું નથી થયું. જિંદગીએ એક મોકો આપ્યો છે. કાલે ઊઠીને જિંદગીનો અંત પણ આવી જાય તો વસવસો ન રહેવો જોઈએ કે જિંદગી છેતરી ગઈ અને હું કશું જ ના કરી શક્યો. જિંદગીના અંત સમયે જો સંતોષ હોય તો એથી વિશેષ શું જોઈએ ? ઓગણપચાસ વર્ષની ઉંમર જિંદગીના અંત માટે નથી હોતી. કારણ વગરની સ્ટ્રેસફૂલ લાઈફનું આ પરીણામ છે. હજી પણ સમય છે અવિ, ચેતી જા. જિંદગી બધાને બીજો મોકો નથી આપતી.’ અંજલિએ ભીના અવાજમાં ફરી એકવાર સમજાવટ આદરી. અંજલિના આશ્ચર્ય વચ્ચે આજે અવિનાશ તરફથી એક પણ દલિલ ન આવી.
********

ઘરમાં પાર્ટીનું વાતાવરણ હતું. અંજલિ આજે સાચે જ બહુ ખુશ હતી. કેટલા વખત પછી આજે અનિરુધ્ધભાઈ સપરિવાર ઘરે આવવાના હતા. પાર્થની પંચગિનીની સ્કૂલમાંથી મુંબઈની સ્કૂલમાં એડમીશન લેવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. અવિનાશ અને પાર્થ સાથે પોતે દોઢ મહિના માટે યુરોપની ટૂર પર જવાની હતી. અવિનાશ ટૂર પરથી પાછા આવ્યા બાદ મ્યુઝીક ક્લાસમાં જોડાવાનું વિચારી રહ્યો હતો. ખુશી માટે એક નહિ પણ ઘણાં બધાં કારણો હતાં. સો શિખામણ જે કામ ના કરી શકી એ એક ઠોકર કરી ગઈ ! અંજલિ આજે સ્વાતિબહેન સહિત બધાને કહેતી ફરે છે, ‘હા, હું ખરેખર બહુ નસીબદાર છું. જિંદગીએ મને એક મોકો આપ્યો પણ બધાં આટલાં નસીબદાર નથી હોતા માટે બધાં અવિનાશો, પ્લીઝ, ખરા સમયે ચેતો…….’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મજૂરિયા – ગિરીશ ગણાત્રા
ઘરઘર – કીર્તિકાન્ત પુરોહિત Next »   

31 પ્રતિભાવો : નસીબદાર – કિંજલ શાહ

 1. Rajan Soni says:

  જે આપણને ગમે, જે પરાણે ન કરવું પડે અને જે કરવાથી આનંદ મળે એનું નામ તો સુખ…!’

  જિંદગીએ એક મોકો આપ્યો છે. કાલે ઊઠીને જિંદગીનો અંત પણ આવી જાય તો વસવસો ન રહેવો જોઈએ કે જિંદગી છેતરી ગઈ અને હું કશું જ ના કરી શક્યો. જિંદગીના અંત સમયે જો સંતોષ હોય તો એથી વિશેષ શું જોઈએ ?

  very well said.

  Overall very good story. I liked it. Keep it up Kinjalben.

  -Rajan

 2. HM says:

  Kinjalben,

  Thanks for this wonderful story..
  Aaje Manas jivava maate mari rahyo che..tyare aapni varta khub sachot che..

  kaash manas samjhe ke e manas che..jema bhagwane badhu saaru aapyu che..e powerful che pan saathe komal hriday no che..budhdhiman che saathe sampurna nathi..jindagi jivava maate che marva maate nathi..

  thnx editor for publishing this story..

 3. સુંદર વારતા. આપણી સુખની વ્યાખ્યા કેવી છે એના પર જ જીંદગીનો મદાર રહેલો છે…

 4. Dhaval B. Shah says:

  Nice story.

 5. nayan panchal says:

  કિંજલબેન,

  આટલી સુંદર વાર્તા લખવા બદલ અભિનંદન. વાર્તાની થીમ “the monk who sold his ferrari” ને મળતી આવે છે. આવી જ રીતે એક સફળ વકીલ હાર્ટ એટેક પછી જીવનને નવેસરથી જીવવાની શરૂઆત કરે છે. તમારી લખાણશૈલી ખૂબ જ સરસ. વાચકને એકદમ જકડી રાખે છે. એકદમ સમતોલ.

  ઉપરના પુસ્તકમાં પણ આ જ વાત કહી છે. મરણપથારીએ તમે તમારા વ્યવાસાયિક જીવન વિશે નથી વિચારવાના. તમે કેટલા પ્રોજેક્ટસ કર્યા તેના કરતા તમે તમારુ કૌટુંબિક જીવન કેવી રીતે જીવ્યા તે વિશે જ વિચારશો. કામને લઈને જીવ જોખમમાં મૂકવો તો ખોટનો સોદો કહેવાય. Who will cry when you Die ??

  આભાર,
  નયન

  સો શિખામણ જે કામ ના કરી શકી એ એક ઠોકર કરી ગઈ !

  દુનિયાની નજરે જેને સુખ કહેવાય એમાંથી જ થોડી માણસને ખુશી મળે ? જે આપણને ગમે, જે પરાણે ન કરવું પડે અને જે કરવાથી આનંદ મળે એનું નામ તો સુખ…!’

  • nayan panchal says:

   કિંજલબેન,

   આ પ્રતિભાવો જો તમે વાંચો તો તમે આ વાર્તાલેખન વિશેના પોતાના અનુભવો શેર કરો એવી વિનંતી.

   કેટલા ડ્રાફ્ટ્સ લખ્યા, થીમની પસંદગી , જે તમને યોગ્ય લાગે તે.

   એડવાન્સમાં આભાર,
   નયન

 6. જીતેન્દ્ર તન્ના says:

  સરસ વાર્તા.

 7. Jignesh Mistry says:

  Nice Story! Personaly I felt this one better than the Winner stories.

 8. છેવટે નસીબ આડેનું પાંદડું ખસ્યું ખરુ. ખુબ સુંદર વાર્તા, સચોટ રજૂઆત.

  આપની કલમ જોતજોતામાં ધારદાર બની ગઈ છે.

  ધન્યવાદ.

 9. RUPAL says:

  Very nice story. Keep it up. Hope we ge more good stories like this in future.

 10. nilam doshi says:

  કુદરત આવી તક બધાને નથી આપતી. તેથી એવા કોઇ ધક્કા ન લાગે માટે…પહેલેથી જ …

  આમ પણ જાત અનુભવ પરથી નહી..પરંતુ અન્યના અનુભવ પરથી શીખે એને જ શાણો માણસ કહે છે ને ?
  સરસ વાર્તા..અભિનંદન કિંજલબેન

 11. પ્રભુ દરેકને આવી તક બીજી વાર નથી આપતો. તક અને Luck વચ્ચે ક્યારેક નાની તિરાડ હોય છે એ પુરાઈ જાય તો ક્યારેક ખાઈ બની જાય.

  જિંદગી કેવી રીતે જીવવી એ આપણે નક્કી કરવાનું હોય છે.

  સરસ વાર્તા,,,

 12. Paresh says:

  વિદ્વવાન કહિ ગયા છે કે પુ૨ પહેલા પાળ બાધો અને મોત પહેલા બાધો પુણ્ય..

 13. Vaishali Maheshwari says:

  Excellent story Ms. Kinjal Shah.

  We spend almost whole life running behind materialistic things in life.
  Money is not useless, but money should not be everything.
  Ego should also be kept aside.

  Life is too short. We never know when it will end. It can end the very next moment also.
  So, we should try to enjoy our lives to the fullest possible extent.

  Be good and live a healthy life!!!

  Thank you Ms. Kinjal.

 14. drggtank says:

  સરસ વાર્તા મજા આવિ ગઈ.

 15. Veena Dave, USA says:

  ખરા સમયે ચેતો…..

  ખુબ સરસ વારતા.

  આવુ લખતા રહેજો કિન્જલબેન.

 16. ઈન્દ્રેશ વદન says:

  Nice story.
  Almost sounded like story of Tina Ambani’s life.

  સચોટ વાક્ય – “સો શિખામણ જે કામ ના કરી શકી એ એક ઠોકર કરી ગઈ !”

 17. Vraj Dave says:

  વાહ અતિ શુંદર વાર્તા. ફરી ફરી આવો લાભ આપતા રહેસો.
  ધન્યવાદ.
  વ્રજ દવે

 18. ભાવના શુક્લ says:

  સો શિખામણ જે કામ ના કરી શકી એ એક ઠોકર કરી ગઈ !
  વેલ સેઈડ….

  સરસ વાર્તા અને સરસ રજુઆત પણ

 19. Chirag Patel says:

  I am Avinash (Chirag Patel). I am only 30 but I am just like Avinash – always working – always running around – making $$$$ – but no time for me…. You know I love to go on long drive – take pictures of sun rise, sun set, birds, people and just eat out at some remote place – haven’t done that in 15 years… for last 15 years, I am working, schooling, getting the job done and making $$$$. My wife always tells me – Chirag I think we have enough money… Now lets enjoy – and I always say – Not now hun, I am only 30 – Still have good 20 years to go then we will have fun… Now I am really thinking, Do I even have 20 years????!!!!

 20. kinjal, you have really narrated the real value in life,it is upto an individual as how do they take and shape the life blessed with opportunities by almighty.

 21. Hitesh Mehta says:

  કાલે ઊઠીને જિંદગીનો અંત પણ આવી જાય તો વસવસો ન રહેવો જોઈએ કે જિંદગી છેતરી ગઈ અને હું કશું જ ના કરી શક્યો. ખરા સમયે ચેતો…..

  samay chalya gaya pachi kai hathma nathi avatu… khub j saras vat che…
  HITESH MEHTA
  BHARTI VIDHYALAY. MORBI

  BHARTI

 22. સુંદર વાર્તા. ખુબ રસપુર્વક વાંચી. હાર્દીક આભાર.

 23. Swati P. says:

  I have learnt the hard way that life may not give you a second chance. My husband, Preetesh who was totally healthy and fit was not given a second chance even though he was just 35. He had so many dreams to pursue. Live life as if it is your last day on earth today.

 24. Pravin Shah says:

  જેીન્દગેી આનન્દથેી જેીવિએ એમા જ સાચુ સુખ છે. ચેી. કેીન્જલે આ સરસ રિતે સમ્જાવ્યુ છે.
  એક વાત જણાવુ કે કિન્જલ મારેી પુત્રવધુ છે, પણ એ મારેી દેીકરેી છે, તેના આટલા સુન્દર વેીચારો નુ મને ઘણુ ગૌરવછે.

 25. trupti says:

  Kinjalben

  Excellent, Awesome.

  There was so much depth in your writing that, was eager to read further, what next………………
  At the same time, you have given the real pictures of many families.

  પૈસા પાછળ ની આધળી દોટે ઘણા પરીવાર ની ખુશી છીનવી લીધી છે. હાય પૈસો! હાય પૈસો!………કોના માટે મુકી જવાનો?
  જોઇતુ ધન કમાઇ લીધુ પછી તો મોહ મુકો. પણ there is no end to the greed of a human being. More you earn you carve for many more. By doing this, we are ruining the precious years of your youth, and at the same time giving so much comfort to our children that, they are not aware of what is struggle. Many times, we earn so much in life after struggling through out our life, but do not get chance to enjoy the fruit of our efforts, as the GOD does not give second chance………………..

 26. Moxesh Shah says:

  જે આપણને ગમે, જે પરાણે ન કરવું પડે અને જે કરવાથી આનંદ મળે એનું નામ તો સુખ…!’

  જિંદગીએ એક મોકો આપ્યો છે. કાલે ઊઠીને જિંદગીનો અંત પણ આવી જાય તો વસવસો ન રહેવો જોઈએ કે જિંદગી છેતરી ગઈ અને હું કશું જ ના કરી શક્યો. જિંદગીના અંત સમયે જો સંતોષ હોય તો એથી વિશેષ શું જોઈએ ?

  Very well said. Excellent story. Keep it up Kinjalben.
  Moxesh

 27. Vipul Panchal says:

  Such a nice story,

  Thanks Kinjal for this wonderful story..

 28. Keyur says:

  ખૂબ જ સુંદર વાર્તા…. ધન્યવાદ કિંજલબેન… ધન્યવાદ રીડગુજરાતી.કોમ ને પણ, એક ઊત્તમ માધ્યમ પુરુ પાડવા બદલ….

  આભાર!

 29. rajendra k shah says:

  story is related with money minded people.Every body should understand the definition of happiness to get the real pleasure in life.A person should try to get money which can bring all the required luxary of life but not at the cast of home’s happiness.

 30. Naresh Patel says:

  બહુ સરસ ક્રુતિ, બસ આવુ જ લખતા રહૅશૉ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.