એક હતો ઢીંગો, એક હતી ઢીંગી – પ્રવીણ કે. મહેતા ‘બાલપ્રેમી’

[રીડગુજરાતીને બાળકાવ્યોનું આ સરસ મજાનું પુસ્તક મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 763-559-1460 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગતો કાવ્યોના અંતે આપવામાં આવી છે.]

[1] મારી ઢીંગલીને

Picture 086Picture 087
મારી ઢીંગલીને કોઈ ના કાંઈ કહેશો !
એ બેની મારી રમતી હોઈ તો રમવા દેશો.

એને કોઈ ના કાંઈ કહેશો !
ગોરી ગોરી કાયા એની,
ગલગોટાં જેવાં રે ગાલ !
પગલી પાડે નાની નાની,
હાલક-ડોલક એની ચાલ !

એ તો ચાલતી હોય તો બેની, ચાલવા દેજો !
મારી ઢીંગલીને કોઈ ના કાંઈ કહેશો !

પળમાં મારાથી એ રીસાતી,
પણ પળમાં માની જાતી !
એની હરકતોથી બેની !
કોઈ વાર જાતી હું થાકી !

એ મધુરું બોલે તો બેની, જરા બોલવા દેજો !
મારી ઢીંગલીને કોઈ ના કાંઈ કહેશો !

મીની ફ્રૉક ગમે એને,
ગમે સેન્ડલની જોડી !
પહેરીને એ નટખટ,
સઘળે કરે દોડાદોડી !

એ રહે ખુશખુશાલ તો બેની ! રહેવા દેજો !
મારી ઢીંગલીને કોઈ કાંઈ પણ ના કહેશો !
.

[2] બા, બા, બા !

Picture 088
બા, બા, બા, કહેને હા, હા, હા !
ઢીંગી મને લઈ દે, ઓ મારી બા !

એકલું મને ગમે નહિ, મન મારું રમે નહિ,
બહાર જેવી જાઉં તો, કહેતી અંદર બેસી જા !

ઢીંગી મને લઈ દે, ઓ મારી બા !
રમકડાંવાળો આવે ને ઢીંગલીઓ લાવે,

રંગબેરંગી ઢીંગીરાણી-રમવા મને બોલાવે,
એની સુંદર સાડીઓ-મન મારું રે લલચાવે !

દોડી જાઉં એની પાસે, કેમ કહેતી તું ‘ના ના’ !
ઢીંગી મને લઈ દે, ઓ મારી બા !

નાના નાના પગ એનાં નાના નાના હાથ,
ટમેટાં જેવા ગાલ રાતાં-મલકતી સુંદર આંખ !

ચાવી દેતાં કેવી નાચે-થૈ થૈ થા થા થા !
ઢીંગી મને લઈ દે, ઓ મારી બા !
.

[3] એક હતો રાજા !

Picture 089

એક હતો રાજા
ખાતો એ ખાજા
એને એક રાણી
એક આંખે કાણી….1

તેને એક ભાણી
તે તો બહુ શાણી !
બુદ્ધિમાં તો ભારે
કોઈથી ના હારે….2

એક કાળી રાતે,
સહુ સૂતા નિરાંતે !
ચોર આવ્યા ચાર
ચોરીનો વિચાર !….3

રાજ-મહેલે દાખલ થયા,
ચારે બાજુ જોતા રહ્યા !
આંખ ખુલી ભાણી જ્યાં,
ચોર દીઠા તેણે ત્યાં !….4

ધીમે તે તો ઊભી થઈ
બારણાં પાછળ લપાઈ ગઈ !
બિલ્લી પગે બહાર જઈ !
દ્વાર ધીમે વાસી દઈ !……5

મોટી મોટી બૂમો પાડી !
‘ચોર આવ્યો છે રે માડી !’
ચોર ચારે ભાઈ પૂરાયા !
કહે, ‘આપણે ફસાયા !’…..6

રાજા-રાણી જાગી ગયાં !
ચોકીદારો ભેગાં થયાં !
સૌએ આવ્યાં ઓરડા પાસ,
અંદર કરી પૂરી તપાસ !….7

ચોર પકડાયા ચાર !
ભારે પડ્યો માર !
ભાણીનાં સૌ વખાણ કરે !
રાજા-રાણી મુખ હરખે !….8

કેવી મઝાની વારતા !
સાંભળી સહુ મહાલતા !
રાજા-રાણીનું દિલ ઠર્યું !
ખાધું પીધું ને રાજ કર્યું !…9

[કુલ પાન: 56. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : પ્રવીણભાઈ. કે. મહેતા, APT NO. 318. 10,000-45th Ave. North Plymouth, MN-55442. U.S.A. Phone : +1 763-559-1460.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘરઘર – કીર્તિકાન્ત પુરોહિત
પ્રેમ તણી પાટી – મોરાર સાહેબ Next »   

6 પ્રતિભાવો : એક હતો ઢીંગો, એક હતી ઢીંગી – પ્રવીણ કે. મહેતા ‘બાલપ્રેમી’

 1. સુંદર બાળકાવ્યો.

  “મારી ઢીંગલીને ” વાંચીને બાળપણનું એક ગીત યાદ આવ્યુ….

  ઢીંગલી મારી ખાતી નથી, ઢીંગલી મારી પીતી નથી…..

 2. PAMAKA says:

  સરરસ અન્તિયાનુપ્રાસ બાડ્ડ્કો નિ વાચન શક્તિ ખિલે

 3. ' સંતોષ ' એકાંડે says:

  મારી ઢીંગલીની સાથે તારો ઢીંગલો રમે
  શીરો-પુરી અને ભજીયાં જમે….
  મારી ઢીંગલી ની…….
  ગુજરાતી ફિલ્લમનું ગાયન હતું કદાચ……

 4. nayan panchal says:

  સરસ, મજા આવી ગઈ.

  ખૂબ આભાર,
  નયન

 5. dr. parv doshi says:

  bau j maja avi…hu baal kaavyo baal sahitya no premi chu.hu gujarati haiku ane baal kaavyo lakhu chu…aap ni aa book hu kevi rite melvi shaku?jo badha j gito net par male to hu download karine print kari daish…khub hub shubhechcha sathe aapno aabhari parv doshi

 6. Bhinita says:

  ‘MARI DHINGALI’ nu nirupan mane mari dhingali ni yad avi. ane mara papa ni hu avi j dhingli 6u. em vicharine khush thai gai.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.